Motivation in Gujarati Anything by Kaushik Dave books and stories PDF | સુવિચારો

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુવિચારો


"સુવિચારો"

સુવિચાર-૧

ગુણોનું અભિમાન ક્યારેય ન કરવું, કારણ કે મોર ને તેના પિંછાનો જ બોજ ઉંચે ઉડવા દેતો નથી !


જીવવું છે? તો જીવવા દો

*સુવિચાર-૨

પ્રભુને સમજવા હોય તો પોતાના બધા પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમા મુકી દેવા જોઈએ !
કુદરત સાથે પ્રેમ કરો અને કુદરતની દેન નું રક્ષણ કરો.

કેવું સર્જન પ્રભુએ કર્યું છે?,
દરેક જીવો માટે સુંદર સર્જન કર્યું છે,

મુંગા પશુઓમાં પણ લાગણીઓ છે,
વાચા નથી, પણ આંસુ તો છે,

પુરાણ કાળ દરમિયાન ગુરૂકુળ જંગલ વિસ્તારમાં હતા..તેઓ સંસ્કાર, સંસ્કૃતિ સાથે જંગલ નું રક્ષણ તેમજ પશુ પક્ષીઓ સાથે રહેતા હતા..
હવે જુનું ભુલાય છે ને નોન વેજ હોટલો નો રાફડો થાય છે..
ફેશન કેવી થતી જાય છે!,
મુંગા પશુઓને પણ ઓહિયા કરી જાય છે,

આ કોરોના એમને એમ નથી!!!,

કેવા કેવા પ્રયોગો પશુઓ પર થાય છે,
કોસ્મેટિક ના બહાને કેવી કતલ થાય છે...

ચીનના પશુઓની આ ચિત્કાર છે!!!

જય શ્રી કૃષ્ણ

સુવિચાર-૩

જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતોને સમજે છે,તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે !

સુવિચાર-૪

માણસ પોતાની ભૂલો માટે ખૂબ સરસ વકીલ બને છે .. જ્યારે બીજાની ભૂલો પર સીધો જજ બની જાય છે !!

સુવિચાર-૫

`આવતી કાલે આપણી પાસે આજ કરતા વધારે સમય હશે` .. એ જીવનમાં આપણો મોટો ભ્રમ છે !

સુવિચાર -૬

આજનું કામ આજે કરવું.
આજના કામમાં આળસ રાખવાથી આવનારી તક બીજો ઝડપી લે છે.
પછી આપણને પસ્તાવો થાય છે..

સુવિચાર -૭

કોઈ પણ વ્યક્તિ ની સાચી સલાહ સાંભળવી જોઈએ કે પછી સાચા સૂચનોનો અમલ કરવો જોઈએ.

સાચી સલાહનો અમલ કરવાથી આપણને ફાયદો થાય છે તેમજ આ ફાયદો જોઈને બીજા પણ સાચી સલાહને અનુસરી શકે છે.

સુવિચાર -૮

સફળતા કોઈ પણ ઉંમરે મેળવી શકે છે.

યુવાનીમાં મળેલી સફળતા ટકાવવા માટે નમ્રતા આવવી જરૂરી છે.
મોટી ઉંમરે કાર્યરત રહેવું જોઈએ.
ઘણી વ્યક્તિઓને મોટી ઉંમરે સફળતા મળી છે.
નિરાશ ના થાવ.
હંમેશા આશાવાદી બનો...
સફળતાનો રસ્તો તમારા માટે પણ છે જ.

પ્રેરણાદાયી વિચારો

(૧)🌹🙏🌷🙏🌹🙏🌷🙏
નિરાશ ના થાવ.
આપ આપની કારકિર્દી કોઈ પણ ઉંમરે બનાવી શકો છો.
સફળતા એમને એમ નથી મલતી.
બસ ધીરજ અને ખંતની જરૂર છે.

(૨)🌷🌹🙏🌷🌹🙏
ભૂલો બધાથી થતી હોય છે.
નાની નાની ભૂલો ભૂલી જાવ.
જીવનમાં થયેલી ભૂલો ને સુધારો.
નવા જીવનની શરૂઆત કરો.

સફળતા
સારા પ્રયત્નો કરનાર તમામ સફળ વ્યક્તિ ગણાય..
સફળતા ફક્ત ધન,વૈભવ,કે ઉચ્ચ હોદ્દા પુરતી સિમિત નથી..
પોતાના પ્રયત્નો દ્વારા પોતાને આત્મ સંતોષ થાય એ સફળ વ્યક્તિ બની શકે છે..

🙏🙏

નિષ્ફળતા થી ઘણું શીખવા મલે છે.
પોતાની ભૂલો અને માણસોની સાચી ઓળખ થાય છે.

જીવનમાં એક તબક્કે લોકોની દ્રષ્ટીએ હું સફળ વ્યક્તિ ગણાયો નહોતો.
પણ મને એનો અફસોસ નહોતો.
વિપરીત પરિસ્થિતિઓ જીવનમાં અને કારકિર્દીમાં આવવા છતાં પણ કુટુંબનો અને મિત્રોનો સાથ અને સહકાર થી સકારાત્મક ઊર્જા દ્વારા સકારાત્મક પ્રયત્નો કરતો રહ્યો..
જેના પરિણામે ...
જે લોકો ની દ્રષ્ટીએ હું સફળ વ્યક્તિ ગણાયો નહોતો...
એ વ્યક્તિઓ મારા સકારાત્મક પ્રયત્નો ની પ્રશંસા કરતા થયા...
કોઈ ના કહેવાથી કોઈ સફળ કે નિષ્ફળ ગણાતો નથી...
જો માણસ હિંમત હારે તો નિષ્ફળતા પ્રાપ્ત થાય છે..
પણ હિંમત 'ના' હારે તો આત્મસંતોષ મલે છે કે બીજાની સરખામણીમાં નિષ્ફળ તો નથી જ...

નિષ્ફળતામાંથી શીખ મલે ,
સફળતા માટે મહેનત કરે ,
જીવન પરથી બોધપાઠ લે ,
એ સમજુ , મહેનતી કહેવાય .
@ કૌશિક દવે

એક વિચાર

🌹🌹🌹🌹🌹🌹🌹
🌷🌷🌷🌷🌷🌷🌷
🍀☘️🍀☘️🍀☘️🍀
🙏🙏🙏🙏🙏🙏🙏

આમતો દુનિયામાં બધા બુદ્ધિશાળી જ હોય છે.
પણ બધા પોત પોતાને બીજા કરતા વધુ બુદ્ધિશાળી માને છે.

બુદ્ધિશાળી અને સમજદાર...

સમજદાર એ છે કે જે બીજાને સમજીને મદદરૂપ થાય.

દરેક વ્યક્તિ પાસે વિશેષ જ્ઞાન હોય છે.
પણ જ્ઞાન નો ઉપયોગ માનવતા માટે બહુ ઓછા લોકો કરે છે.

@કૌશિક દવે