દોસ્તો, આપણે નાનપણ થી જ બોલતા આવ્યા છીએ કે વગડો અને જંગલ. અને ક્યારેક ક્યારેક બંનેને એક સરખી રીતે વિચારતા પણ હોઈએ છીએ પરંતુ ખરેખર તો વગડો એટલે શું અને જંગલ એટલે શું!!
તો કે જંંગલ એટલે ગીચ જંંગલ અને વગડો એટલે ગામ અને જંગલ ની વચચે જે જાડીઓ તે જ વગડો.
ગામ તેને જંગલ ના કે પણ વગડો કહે.
એની વે, આપણી કથા કંઈક જુદી જ છે પરંતુ તેમા જંગલ અને વગડો આવશે જરુર.
વુડન કેજ ની અંદર ભરેલા એક જંગલી હાથી ને ક્રેઈન ઉઠાવી ને તેને કન્ટેનર ને સબમિટ કરવા નું શરુ કરે છે.
દ્રશ્ય બદલાતા ની સાથે જ એક માળી તેમની વ્યાવસાયીક કટર વડે ઝાડ ની ડાળીઓ આને પત્તા કાપતા દેખાઈ રહ્યા છે .
જો કે તેમનુ આવું જીવન નિર્વાહક કર્મ કરતી વખતે તેમના ચહેરા પર નિર્મમતા કે દયા ના ભાવ ની શુન્યતા પણ સ્પષ્ટ દેખાતી હતી.
કદાચ ક્રૃષ્ણ એ આવા જ કર્મો ને સ્વાભાવિક કર્મો કહ્યા હશે.
જેમાં પાપ કે પુણ્ય જેવી કોઈ જ સ્થિતિ ઉભી નથી થતી.
એની વે ફરી થી વુડન કેજ નું દ્રશ્ય દેખાય છે આને હાથી થોડોક ગુસ્સા માં ચિલ્લાવે છે.
વુડન કેઇજ થોડુંક જર્જરિત અવસ્થામાં લાગી રહ્યું છે આને હાથી ની પાશવી બુધ્ધિ જે વાત થી સદંતર અજ્ઞાત જ છે. અને એટલે જ ગુસ્સેલ હાથી ની ચઈલ્લાહટો ચાલુ જ રહે છે.
દ્રશ્યની નિર્મમનતા ચાલુ જ છે અને. થોડી જ વાર માં ધટિત: નો અંદાજો આવવાં લાગે છે ,પરંતુ અંતર આત્મા થકી જ ,સ્પષ્ટ બુધ્ધિ થઈ અંશભાર પણ નહીં.
અર્થાત કે, વુડન કેઇજ અને તે પણ જર્જરિત અને તેમાં પણ હાથી ની પશુ બુધ્ધિ થકી ઉત્પન્ન થતો તેનો ક્રોધ
અને તેની ચઈલ્લાહટો.
જે બધું જ વગર ભવિષ્ય ઉત્પન્ન થયે પણ રુંવાડા ઉભા કરી દેવા વાળું હતું.
ટ્રેઇલર અને કંટેઇનર ની વચ્ચે નું ઉચ્ચ અંતર લગભગ ચાલીસ એક ફુટ જેટલું હતું અને ક્રેઇન નો ચાલક વગર વિચાર્યે જ કેઇજ હજુ વધુ ઉપર ઉઠાવવાનું શરૂ કરે છે.
ક્રેઈન નો હેવી હુક દેખાઈ રહ્યો છે અને જેની નીચે કેઇજ અને તેની અંદર ગુસ્સેલ જંગલી હાથી.
હાથી ગુસ્સા માં કેઇજ ની અંદર આમ તેમ અફળાવા લાગે છે અને વઉડજ કેઇજ ની બોટમ માંથી ચરરર...ર સરખો આવાજ શરુ થાય છે. આને છત્તાં પણ ચાલક ની બુદ્ધિ માં કોઇ જ ખલેલ ઉત્તપન્ન નથી થતી.અને તે કેઇજ ને ચાલીસ ફુટ ની ઊંચાઈ સુધી રીતસર ધકેલવા જ લાગે છે.
આ બાજુ માળી ને તેમનું મહેનતાણું મળે છે આને તેઓ સુખદ સ્મિત થી ખભા પર ની તેમની છેટી સરખી કરે છે અને રામ રામ કહી ને આજ્ઞા માંગે છે.
માળી નો રામ રામ નો છેલ્લો ઉચ્ચારણ પુરો થતા ની બીજી જ ક્ષણે વુડન કેઇજ ની બોટમ માંથી તડ તડ ના અવાજો સંભળાવા લાગે છે અને બસ થોડી જ વારમાં કેઇજ ચાલીસ ફુટ ની ઊંચાઈ પર જ ધરાશાયી થાય છે અને હાથી તેના ભારી ભરખમ શરીર સાથે જ જમીન ઉપર પટકાયા છે.
એક વયસ્ક અને યુવાન હાથી ની આ પ્રકાર ના અકસ્માત બાદ ની મૃત્યુ વાળી કણસ કંઇક જુદી જ હોય છે.
અર્થાત કે, એક બાજુ તે હાથી ઊભો થઈ ને નાસી છુટવા માંગે છે તો બીજી બાજુ મૃત્યુ તેને તેની બાજુ ખેંચી રહ્યું છે અને બસ થોડી જ વાર માં હાથી ના અંતિમ શ્વાસ શરુ થાય છે