Tari Sangathe - 12 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તારી સંગાથે - ભાગ 12

ભાગ 12

 

04 ઓગસ્ટ 2018, શનિવાર સવારના 10.00

-------------------------------------------------------

- હાલ ક્યા હૈ જનાબ કા?

- ક્યા ખયાલ હૈ આપકા ... અશ્વિન, જાણી-જોઈને પૂછે છે ને?

- અજાણતાજ પૂછું છું, ડિયર. અહીંયાં રાત પડી ગઈ છે, સાડા નવ વાગ્યા છે, હમણાં ડિનર લીધું.

- તને સંવાદમાં જીતી શકાય તેમ નથી. ગઈકાલે બપોરે હું મારી ખાસ સખીઓને મળવા ગઈ હતી, જે મારી એ. જી. ઓફિસની મારી સાથી પણ રહી છે. ભારતી ભાવસાર, ઇંદિરા ત્રિવેદી, ઉષા ભાટિયા, શૈલજા દિઘે અને મૃદુલા મહેતા. ભારતી ભાવસારના ઘરે જ સૌ મળ્યા. સુંદર સમય વીત્યો. 

- સારું કહેવાય કે તારી પાસે સખીઓનું ગ્રુપ છે. 

- મારું પહેલું પોસ્ટીંગ પેન્શન ઓડિટ અનુભાગમાં હતું અને ભારતી બહેને જ મને ઓફિસમાં પ્રારંભિક કાર્ય શીખવ્યું હતું. 

- સરસ.

- યાદ આવ્યું. મેં મારી અભિનયની યાત્રા વિશે કાલે તને કહ્યું. હવે તારી અભિનય યાત્રા વિશે મને કહે. કૉલેજના નાટકો વિશે તો ખબર છે, એ સિવાયની યાત્રા વિશે કહે.

- કૉલેજને પણ યાદ કરી લઈએ તો?

- અહા, કેટલું શાનદાર હતું તારું વ્યક્તિત્વ !

- શું આ કોઈ નાટકનો ડાયલોગ છે, મલ્લિકા?

- ના રે, સાચે જ તારા શાનદાર વ્યક્તિત્વની વાત કરી રહી છું.

- અરે નાદાન છોકરી, મારામાં તો છોકરીઓ સાથે વાત કરવાની તમીજ પણ નહોતી, એટલો ભોળો કે ગમાર હતો હું.

- અચ્છા? એક ઉદાહરણ આપ જોઉં.

- એક દિવસ હું કૉલેજની કેન્ટીન પાસે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા હતી, ત્યાં પાણી પી રહ્યો હતો.

- પછી?

- એક છોકરીએ આવીને મને કહ્યું , ‘મને એક ગ્લાસ પાણી આપ.’ મેં સ્પષ્ટ ના પાડી દીધી. આજ સુધી હું મારી જાતને દોષી ગણું છું કે મેં તેને પાણી કેમ ન આપ્યું?

- જોયું? તો પછી મારી શી મજાલ કે હું તને કંઈ કહી શકત?

- મશ્કરી ના કર દોસ્ત, જીવનમાં આવી ઘણી ભૂલો થઈ છે, જેને યાદ કરીને હું દુઃખી થાઉં છે. મારો ઉછેર જ એવો થયો કે હું પાછળ રહી ગયો. મારી આવી એટિટ્યૂડને કારણે જ મને ફિલ્મો અને નાટકોમાં વધારે કામ ન મળ્યું.

- અરે! હું તો મજાક કરું છું.

- મલ્લિકા, તે સાચું છે કે અભિનય મારી નસોમાં વહેતો હતો, પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ લખ્યું હતું. 

- જવા દે ઐશ, જે વીતી ગયું તે બદલી શકાતું નથી, ફક્ત પાછા વળીને તેને એક વાર જોઈ લઈએ.

- એ તો તને સારી રીતે યાદ છે કે 1972-73 માં 'ઝેરવું' એકાંકી નાટક યૂથ ફેસ્ટિવલમાં રજૂ થયું હતું અને તે પ્રથમ વિજેતા જાહેર થયું હતું. મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. આ નાટકની પાછળ કમલ ત્રિવેદી સર અને સુકુમાર વસાવડા સરે ખૂબ જ મહેનત કરી હતી. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. બાર્નહિલે આ નાટકના શ્રેષ્ઠ પ્રદર્શન માટે દરેકને અભિનંદન આપ્યા હતા.

- બરાબર યાદ છે, અશ્વિન.

- એ પણ યાદ આવે છે કે એક મોનો એક્ટિંગ કરી હતી. ધર્મવીર ભારતીના નાટક ‘અંધા યુગ’માંથી, અશ્વત્થામાની ભૂમિકા ભજવી હતી.

- મને બધું યાદ છે, ડિયર. ધર્મવીર ભારતીનું કાવ્ય-નાટક 'અંધા યુગ' મારા એમ.એ. અધ્યયનમાં સામેલ હતું. પાંચ મુદ્દાઓમાં વહેંચાયેલી, તેની વાર્તા મહાભારત યુદ્ધના અંતિમ દિવસ પર આધારિત છે.

- સાચું, મને અશ્વત્થામાની ભૂમિકા ભજવવા બદલ સિટી વિભાગનો પ્રથમ એવોર્ડ મળ્યો હતો.

- તું 'અશ્વત્થામા'ની ભૂમિકામાં કેટલો પ્રભાવશાળી લાગતો હતો! ઇનામ તો મળે જ ને!

- કૉલેજમાં, મેં એક હિન્દી નાટક પણ કર્યું હતું, જેમાં મારું પાત્ર એક ઇતિહાસકારનું હતું. લેખકનું નામ યાદ નથી આવતું. મારો એક મિત્ર હતો ધ્યાનેશ મહેતા, જે સાયન્સ કૉલેજમાં જનરલ સેક્રેટરી હતો, તે પણ મારી સાથે હતો. આમાં ફક્ત બે જ પાત્રો હતા, એક ઇતિહાસકારનું અને એક લેખકનું. પ્રોફેસર શર્માના ડાયરેક્શનમાં અમે આ નાટક કર્યું હતું.

- નાટક યાદ છે, નામ મને પણ યાદ નથી આવતું.

- હું નાટકનાં રિહર્સલ કરવામાં બીઝી રહેતો હતો. ભણવામાં મારું મન લાગતું ન હતું. આથી જ તો મેં કૉલેજમાં મોડું એડમિશન લીધું, નહીં તો તું સોળ વર્ષની અને હું ત્રેવીસનો થોડો હોત?

- એ તો હવે ખબર પડી ને? એક તો રેગ્યુલર આવતો ન હતો, અને આવ્યા પછી પણ સાયકલ સ્ટેન્ડ પર ઊભો રહી જતો હતો, ક્લાસમાં પણ ન આવતો. 

- મને ક્લાસમાં મોડા આવવાનું પસંદ ન હતું. તે જ અરસામાં, મેં ગુજરાત કૉલેજનાં ડ્રામા વિભાગમાં પણ એડમિશન લીધું હતું, જ્યાં સાંજના કલાસિસ હતા.

- આ ડ્રામા કૉલેજની સ્થાપના તો ગુજરાતનાં સુપ્રસિદ્ધ નાટ્ય નિર્દેશક જશવંત ઠાકરે કરી હતી ને?

- વાહ, તું તો બધું જાણે છે. 

- તારા લીધે જ તો.

- તેમણે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી, અમદાવાદની એચ.કે.આર્ટસ કોલેજ અને ગુજરાત કોલેજમાં ડ્રામા વિભાગની સ્થાપના કરીને ગુજરાતમાં નાટ્ય શિક્ષણનો કોર્સ શરૂ કર્યો. હું તેમને મારા ગુરુ માનું છું.

- અને હું તને.

- મારા કારણે જ તો તું નાટક તરફ આગળ વધી.

- ચલ જુઠ્ઠા! 

- આમ તો સારું જ કર્યું, ગાંવ કી ગોરી!

- આગળ કહે.

- જશવંત ઠાકર સરની પોતાની નાટ્ય સંસ્થા હતી 'ભારત નાટ્ય પીઠ'. તેમણે લગભગ 150 ત્રિઅંકી નાટકોને મંચસ્થ કર્યા. તેમણે નાટકનાં શિક્ષણ વિષે પુસ્તકો લખ્યા, મૌલિક નાટકો પણ લખ્યાં. વર્લ્ડનાં બેસ્ટ નાટકકારોનાં નાટકોનાં અનુવાદ પણ કર્યાં.

- ઇન્ટરેસ્ટિંગ!

- એક ડાયરેક્ટર તરીકે તેઓ ડિસિપ્લિનના ખૂબ જ આગ્રહી હતા. તેમનો વિશેષ આગ્રહ એ હતો કે કલાકારે ફક્ત તેની ભૂમિકા ન સમજવી જોઈએ. તેને આખા નાટકથી વાકેફ થવું જોઈએ. 

- તેમની વાત સો ટકા સાચી હતી. આખું નાટક સમજ્યા વિના કથાનક સાથે જોડાઈ શકાતું નથી.

- મેં ભરત દવેની નાટ્ય સંસ્થા 'સપ્ત સિંધુ' અને અરૂણ ઠાકોરની નાટ્ય સંસ્થા 'રંગમંડળ' ના ત્રિઅંકી નાટકોમાં પણ અભિનય કર્યો છે. 

- તેં અભિનયને જીવ્યો, ઐશ!

- વર્ષ 1975 ના મિડલમાં, જ્યારે ઇન્ડિયન ટેલિવિઝનના કાર્યક્રમો શરૂ થયા, ત્યારે મોટાભાગે એજ્યુકેશનલ કાર્યક્રમો ટેલિકાસ્ટ થતા. તે સમયે ત્યાં દૂરદર્શનની એક જ નેશનલ ચેનલ હતી. એક્ટર્સ પેનલમાં મારું નામ હોવાને કારણે હું ટેલિફિલ્મ્સના શૂટિંગમાં બીઝી રહેવા લાગ્યો.

- તે સમયે તું કૉલેજમાંથી જરા વધારે ગાયબ રહેવા લાગ્યો.

- હમ્મ... તેં ફ્યોદોર દોસ્તોયેવ્સ્કીને તો તેં વાંચ્યા જ હશે.

- હા, રશિયન ભાષાના એક મહાન સાહિત્યકાર અને મનોવૈજ્ઞાનિક નવલકથાઓના જનક, દોસ્તોયેવ્સ્કીએ પોતાના જીવનમાં જે વેદના ભોગવી હતી તે લેખનમાં ઉતારી છે.

- તેમની નૉવેલ 'ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ ' નું સુભાષ શાહે ગુજરાતી નાટ્ય રૂપાંતર કર્યું છે, 'અંતરનો અપરાધી'

- ક્યા બાત! દોસ્તોયેવ્સ્કીને ક્રાંતિકારી ષડયંત્ર રચવાના આરોપમાં કારાવાસની સજા મળી હતી. સાઇબિરીયામાં પોતાના જેલવાસ દરમ્યાન તેમણે કેદીઓને ખૂબ નજીકથી જોયા હતા, જેનું અદ્ભૂત નિરૂપણ આ નોવેલમાં છે.

- હા, જશવંત ઠાકરના દિગ્દર્શન હેઠળ વર્ષ 1977-78 માં, અમે આ નાટકના પાંચ શો કર્યા, જેમાં ફિલ્મ એક્ટર અજિત વાચ્છાનીએ મુખ્ય હીરો રસ્કોલનિકોવનો રોલ ભજવ્યો હતો અને મેં નાયકના મિત્ર રજુમીખિનનો રોલ કર્યો હતો. જશવંત ઠાકર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવતા હતા.

- વાહ! આવી નૉવેલનું નાટ્ય રૂપાંતર, પછી મંચન, અદ્ભૂત!

- ગુજરાત કૉલેજના ડ્રામા વિભાગ તરફથી જશવંત ઠાકરનાં ડાયરેક્શનમાં મનુભાઇ પંચોળીના, મહાભારત પર આધારીત ત્રિઅંકી નાટક 'પરિત્રાણ' માં અભિનય કરવાની તક મળી હતી. 'સબસે ઉંચી પ્રેમ સગાઈ' નાટકમાં મારો મુખ્ય રોલ હતો, સાથે બે સ્ત્રી પાત્રો હતાં. લેખકનું નામ યાદ નથી આવતું.

- અને બાદલ સરકારના ત્રિઅંકી નાટક 'એવમ ઇન્દ્રજિત' દરમ્યાન તારી મુલાકાત સ્મૃતિ સાથે થઈ. 

- તને કેવી રીતે ખબર પડી? 

- તેં જ કહ્યું હતું, ભૂલી ગયો?

- મતલબ, તારી યાદશક્તિ પણ તેજ છે, સ્મૃતિની જેમ.

- તારી સાથે જેને પનારો પડે, તેણે પોતાની યાદશક્તિ તેજ રાખવી જપડે, સમજ્યો?

- એ વાત સાચી. ભવાઈ અને શેરી નાટક પણ અમે કરતા હતા. બે વાર અમે ડ્રામા લઈને બોમ્બે પણ ગયા હતા, એક વાર ભવન્સની સંસ્થામાં નિમેષ દેસાઈનું ત્રિઅંકી નાટક 'ઢોલીડો' લઈને, અને બીજી વાર ભરત દવેની નાટ્ય સંસ્થા તરફથી એક નાટક લઈને જે પછી ટીવી માટે શૂટ કરવામાં આવ્યું, નામ યાદ નથી આવતું. એમાં માત્ર બે પાત્રો હતા, એક હું અને સાથે ભરત દવેની પત્ની અદિતિ ઠાકર.

- તે સમયે, દૂરદર્શનના તમામ કાર્યક્રમો ઇસરોમાંથી જ પ્રસારિત થતા હતા ને?

- બિલકુલ. ઇસરોના બધા જ એજ્યુકેશનલ કાર્યક્રમો નાટકોના રૂપમાં ટેલિકાસ્ટ થતા હતા. આવા અનેક નાટકોમાં મેં અભિનય કર્યો.

- વાહ!

- નાટકનાં બેકગ્રાઉન્ડને કારણે, 1977 માં મને ઇસરોના ટીવી સ્ટુડિયોમાં, પ્રોપર્ટી મેનેજર તરીકે જોબ મળી ગઈ. 1980 માં સ્મૃતિ અમારી સવા વર્ષની પુત્રી હીરવા સાથે પોતાના પિતા પાસે અમેરિકા ગઈ.

- સ્મૃતિ વિઝિટિંગ વિઝા પર ગઈ હતી ને?

- હા, તે પાછી આવશે તે આશાથી મેં મારું કામ ચાલુ રાખ્યું. વર્ષ 1982 માં, મેં દીપક બાવસ્કરના ડાયરેક્શનમાં એક ટેલીફિલ્મ 'પ્રતિશોધ’ માં કામ કર્યું. મૂળરૂપે, તે એકાંકી નાટક હતું જેમાં ફક્ત ત્રણ જ કેરેક્ટર હતાં. એક સ્ત્રી અને બે પુરુષ. મારી સાથે મહેશ શાહ અને મીનળ મન્સૂરીએ અભિનય કર્યો હતો.

- મતલબ કે જોબ સાથે તેં અભિનય પણ કંટિન્યુ રાખ્યો હતો.

- બિલકુલ. હવે પછીની વાર્તા કાલે કહીશ ડિયર.

- ઓકે, કાલે તારી શનિવારની સવાર, કામ પર જવું પડશે, ગુડ નાઇટ, કલાકાર.

- ગુડ નાઇટ.

 

 

 

 

 

04 ઓગસ્ટ 2018, શનિવાર સાંજના 6.30

 --------------------------------------------------

- સવારની સલામ મલ્લિકા, હું હમણાં જ કામ પર આવ્યો. થોડી વારમાં અંકલ જાગી જશે. તેં ચા પીધી?

- સલામ બન્ધુ. ન્યુઝ પેપર વાંચી રહી હતી. તું કહે. 

- વિચાર્યું, ગઈકાલની અધૂરી વાત પૂરી કરી દઉં. 

- જરૂર. સ્વાગત.

- મલ્લિકા, હું ખરેખર મારી કારકીર્દિ ફિલ્મોમાં બનાવવા માંગતો હતો. 

- ઐશ, મેં તને ફિલ્મ 'પરિણય' ના એક દ્રશ્યમાં જોયો હતો.

- એ ફિલ્મમાં મેં એકસ્ટ્રા આર્ટીસ્ટ તરીકે કામ કર્યું હતું.

- તું ફિલ્મો માટે જ પ્રયાસ કરી શક્યો હોત. 

- તે માટે મારે બૉમ્બે જઈને રહેવું પડત. જોકે ઘરેથી કોઈ સપોર્ટ નહોતો, તેમ છતાં હું પ્રવેશ માટે પૂના ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં ગયો હતો અને પ્રથમ ત્રીસમાં મારી પસંદગી પણ થઈ હતી.

- પછી?

- પ્રવેશ માટેની યોગ્યતા સાથે, ઓળખાણ હોવી એટલી જ મહત્વપૂર્ણ હતી, મારે આવી કોઈ ઓળખાણ નહોતી એટલે વાત ન બની. 

- કોઈ પણ સંસ્થામાં પ્રવેશ માટે, યોગ્યતા હોવા છતાં પણ જો તમારે ઉચ્ચ-સ્તરની ઓળખાણ ની જરૂર પડે, આનાથી મોટી વિડમ્બના બીજી શું હોઈ શકે?

- હવે કંઈક બદલાયું હોય તો ખબર નથી. 1983 માં જ મેં સ્ટેટ એજ્યુકેશન ટીવીમાં પ્રોડક્શન આસીસ્ટન્ટની ડેપ્યુટેશન પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપ્યો અને સિલેક્ટ પણ થઈ ગયો. મને દિલ્હી દૂરદર્શનની એક વિન્ગ હેઠળ ચાલતા ટીવી શૈક્ષણિક કેન્દ્રમાં, ટીવી પ્રોડક્શનની ટ્રેનિંગ લેવા માટે મોકલવામાં આવ્યો. દોઢ મહિનાનો કોર્સ હતો, જેમાં બિહાર, મહારાષ્ટ્ર, યુ.પી. અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ આવ્યા હતા.

- આ કોર્સમાં કેવી ટ્રેનિંગ આપતા હતા? 

- દરેક ટ્રેઈની ને પ્રોડક્શનનું લિટરેચર અને સાથે એક સ્ક્રિપ્ટ પણ આપતા. એના પર એક ટેલિવિઝન શો તૈયાર કરીને આપવાનો, જેમાં અભિનય માટે સ્થાનિક કલાકારો ને લેવાના હતા. 

- તેં કયા વિષય પર શો બનાવ્યો?

- મારે 'સાપ-સીડી' ની રમત પર એક એજ્યુકેશન શો બનાવવાનો હતો. અમે ફ્લોર પર તે રમતનું સંપૂર્ણ ચિત્ર બનાવ્યું અને પછી કલાકારો તેની ઉપર રમ્યા. 

- વાહ! પછી?

- તાલીમ લીધા પછી હું અમદાવાદની ડેપ્યુટેશન પોસ્ટમાં જોડાયો અને એક મહિનામાં જ વિઝા મળી ગયો. નવી પોસ્ટ પર ત્રણ મહિનાની રજા મળવાની કોઈ શક્યતા નહોતી. મારે પાછા પેરેંટ ઓફિસમાં આવવું પડ્યું. અહીં મારી પાસે ત્રણ મહિનાની રજા બેલેન્સમાં હતી. 1984 માં હું એલ.એ. આવ્યો. તે જ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં અહીં ઓલિમ્પિયાડ ગેમ્સ યોજાઈ હતી. આગળની વાર્તા તને ખબર છે. 

- હા, તારી પાસેથી જ સાંભળ્યું છે. 

- એક ગુજરાતી ફિલ્મ હતી 'રણુજાના રાજા રામદેવ', જેમાં શ્રીકાંત સોની હીરો હતા. ફિલ્મનું આખું શૂટિંગ ગુજરાતના થરાદ ગામમાં થયું હતું. મેં રાજા રામદેવના ભાઈ વિરમદેવની ભૂમિકા ભજવી હતી. બીજી ફિલ્મ હતી 'વીર રામવાળો' જેમાં મેં એક ડાકુની ભૂમિકા ભજવી હતી.

- વાહ!

- 1972 થી 1984 સુધી, હું અભિનય સાથે સંકળાયેલો રહ્યો. રેડિયો, નાટકો, ટીવી સિરીયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું. હતું.

- --------------

- શું થયું?

- અશ્વિન, બસ એજ વિચારું છું. જીવનના દરેક વળાંક પર તારું કંઈક ને કંઈક ખોવાતું ચાલ્યું. 

- ક્યાંક મારી ભૂલ હતી, ક્યાંક સમય અને સંજોગો પ્રતિકૂળ રહ્યા. 

- જ્યારે હું તારા જીવન વિશે વિચારું છું ત્યારે મને અત્યંત દુઃખ થાય છે.

- આટલું ઇમોશનલ ન બન, ડિયર. હજી તો ઘણું બાકી છે. ચાલ હું તને એક બીજી વાર્તા કહું.

- કહે.

- ફિલ્મ 'વીર રામવાળો' માટે ડાકુના ગિરોહ માટે કેટલાક વધુ કલાકારોની જરૂર હતી. મારા થોડા મિત્રો હતા જેમને પૂછવામાં આવ્યું કે શું ઘોડેસવારી આવડે છે? એક છોકરો સંમત થયો.

- પછી? 

- તેને ઘોડા ઉપર બેસાડવામાં આવ્યો. એક રાઉન્ડ લીધા બાદ તેને પાછા આવવાનું કહેવામાં આવ્યું. ઘોડો દોડવા લાગ્યો. તે પછીના બે કલાક સુધી તે દેખાયો નહીં. જ્યારે તે આવ્યો, ત્યારે લંગડાતો આવ્યો. દિગ્દર્શકે પૂછ્યું, ‘ઘોડો ક્યાં છે?’ તેનો જવાબ હતો, ‘ઘોડાએ તો મને ઘણે દૂર લઈ જઈને નીચે પછાડ્યો. મને ખબર નથી કે તે ક્યાં ગયો, હું ત્યાંથી ચાલતો ચાલતો આવી પહોંચ્યો છું.’ 

- બાપરે! તેનો અર્થ એ કે તેને ઘોડેસવારી નહોતી આવડતી?

- ના. મેં તેને પહેલેથી જ ચેતવણી આપી હતી કે આવડતી હોય તો જ હા કહેજે, પણ રોલ મેળવવાની આશામાં તે ખોટું બોલ્યો હતો. 

- ઓહ!

- તારું ધ્યાન મારા પરથી હટાવવા માટે મેં તને આ ઘટના કહી. આજે અહીં વાત સમાપ્ત કરીએ. મારા કામનો સમય થઈ ગયો છે અને તારા ડિનરનો. શુભ રાત્રિ. 

- ઓકે, માય હીરો, હેવ અ નાઇસ ડે. 

05 ઓગસ્ટ 2018, રવિવાર સવારના 10.15 

------------------------------------------------------

- વર્ષ 2018 ની મારી સૌથી આનંદપ્રદ ક્ષણ છે, ફેસબુક પર તને મળવાની. તારી શનિવારની રાત, મિત્રતા દિવસ મુબારક હો, મારા મિત્ર.

- વન્ડરફુલ ફ્રેન્ડને હેપી ફ્રેન્ડશીપ ડે. ફેસબુક પર તેં મોકલેલો ફૂલોનો ગુચ્છો બહુ ગમ્યો. તું મને સમજી શકી, એ એક પરમ અનુભૂતિ છે. તું એક અદ્ભુત વ્યક્તિ છે. ક્યારેક હું તારી સાથે માનવ સહજ મસ્તી કરું છું, તે બાબતો પર વધુ ધ્યાન આપીશ નહીં. 

- તારી મસ્તી હું પણ એન્જોય કરું છું ને? અશ્વિન, દરેક યુવતીને આવા મીઠા, શરારતી શબ્દો સાંભળવા ગમે છે. ખાસ કરીને તેની પાસેથી, જેને તે હૃદયથી પ્રેમ કરતી હોય.

- હું હજી પણ તને કૉલેજની પેલી ભોળી, ગ્રામીણ કિશોરી તરીકે જોઉં છું અને ભૂલી જાઉં છું કે હવે હું તે કૉલેજિયન નથી રહ્યો, પણ મારું હૃદય હજી પણ બાળક જેવું છે.

- તારી મસ્તીભરી વાતોથી હું પણ તે ઉંમરની થોડી ઘણી અનુભૂતિ કરી લઉં છું!

- જો હું એવું કંઈક બોલી દઉં તો મને રોકજે. મારી વાતો પર બ્રેક લગાવવાનું કામ તારું છે.

- મેં જ તને છૂટ આપી છે, જો તું વધુ પડતું કંઈક બોલીશ તો બ્રેક તો શું, હું તારી પીટાઈ પણ કરી શકું છું. 

- હાશ! સારું જ છે કે હું તારી પહોંચની બહાર છું.

- સારું જ છે. 

- કાશ, સમયના ચક્રને ઊંધું ફેરવી શકાતું હોત!

- મારી હિંમતની દાદ આપો જનાબ કે મેં સમયના ચક્રને ફેરવવાનું જોખમ ખેડ્યું છે. એ જાણવા છતાં કે કાંઈ મળવાનું નથી, સિવાય કે હૃદય જે ટુકડાઓમાં ધડકતું હતું, તે હવે વધુ ઝીણી કરચોમાં વિખેરાઇ જશે.

- આટલી દુઃખી ન થા છોકરી, તારી હિંમત દાદ-એ-કાબિલ છે.

- ફરી મજાક? તેં કહ્યું હતું કે ઉર્દૂમાં કાન ઊલટો પકડાય છે, પણ આ તો ઊલટાનું પણ ઊલટું થઈ ગયું! સાચો શબ્દ છે 'કાબિલ-એ-દાદ’.

- હું ચેક કરી રહ્યો હતો કે તું ઉર્દૂ કેટલું સમજે છે.

- એમ? એ જાણી લે કે ઉર્દૂ મારી પણ ખૂબ પ્રિય ભાષા છે, પણ મને વધુ શીખવાની તક ન મળી.

- તો તો આપણે બંને સરખાં થયાં, બીજું કહે.

- જે વાત કહેવામાં મને પિસ્તાળીસ વર્ષ લાગ્યાં, જો હજી પણ રોકાઈ જાત તો આવતા પિસ્તાળીસ જન્મોમાં પણ ન કહી શકી હોત.

- 'ધીરજનાં ફળ મીઠાં હોય' કહેવત સાર્થક થઈ.

- હું સિરિયસલી કહી રહી છું, તને મજાક સૂઝે છે.

- મેં પણ સિરિયસલી જ કહ્યું, રીત ભલે મજાક જેવી હોય. પહેલાં નારીશક્તિને હસી કાઢતો હતો, પરંતુ તને મળ્યા પછી માની ગયો. દેવી પગ આ તરફ કરો, તમારા ચરણ સ્પર્શ કરવાની ઇચ્છા છે.

- જો તું કહે, હું તો એલ.એ.પણ આવી જાઉં. પછી ભલે ચરણ સ્પર્શે કે ભેટી પડે! 

- મને ખબર નથી કે હું શું કરું. કંઈ બોલી શકું કે પછી છોકરીની જેમ શરમાઈ જાઉં.

- શરમાળ હીરોની શરમાવાની સંભાવના વધારે લાગે છે!

- બહુ અફસોસ થાય છે, યાર. એકવાર તારી સુંદર આંખોથી ઈશારો કર્યો હોત, તો કંઈ બોલી શક્યો હોત! તેં તો સાહિર હોશિયારપુરીની ગઝલને પણ ખોટી ઠેરવી.

 કૌન કહેતા હૈ મોહબ્બત કી જુબાં હોતી હૈ?

 એ હકીકત તો નિગાહોં સે બયાં હોતી હૈ...

- સેમ ટુ યુ.

- જોયું? હવે તારો લહેકો પણ મજાકિયો બની ગયો.

- જેવો તારો.

- જો કૉલેજમાં જ કંઈક કહેવાની તક મળી હોત, તો તને ઘોડા પર બેસાડીને ભગાડી ન જાત!

- અહા! કેવું સુંદર સ્વપ્ન છે, ઘોડા પર બેસાડીને ભગાડી જવું.

- જગજીતસિંહના અવાજમાં એક ગઝલ છે, ‘બાત નિકલેગી તો દૂર તલક જાયેગી’ વાતો કરતાં કરતાં આપણે કેટલા દૂર નીકળી આવ્યા!

- હવે જો તો, સ્મૃતિ તારી પાછળ જ ઊભી લાગે છે. તને પીટવાનું મારું સ્વપ્ન તે જ ન પૂરું કરી દે. 

- વાહ, શું બ્રેક મારી! 

- તેં જ કહ્યું હતું, વધુ પડતું બોલાઈ જાય તો બ્રેક મારજે.

- પરંતુ આવી ડેડ બ્રેક ન મારતી કે ખુરશી પરથી નીચે પડી જાઉં!

- હવેથી ધ્યાન રાખીશ, ઓકે?

- તારી-મારી વાર્તા એક મજેદાર નૉવેલનું રૂપ લઈ રહી છે, મલ્લિકા. લેખકને સાથ આપવામાં હું લખતાં પણ શીખી ગયો. આ બધી તારી કરામત છે. હું તો માત્ર અભિનેતા હતો જે સ્ક્રીપ્ટમાં લખાયેલા ડાયલોગ થોડા ભાવ સાથે સ્ટેજ પર બોલી દેતો હતો. 

- મેં માત્ર તારી અંદર છુપાયેલા લેખકને જગાડ્યો છે.

- કૉલેજના દિવસો દરમિયાન જે તારી આંખોથી પણ વ્યક્ત ન થઈ શકયો, તે પ્રેમે ફેસબુક દ્વારા વાર્તાનું રૂપ લીધું, આ પણ એક અદભૂત ઘટના છે !

- તારા સપોર્ટથી જ આ શક્ય બન્યું છે, ઐશ. 

- આવું ત્યારે જ શક્ય બને જ્યારે મન મળે. કૉલેજના તે દિવસો તાજા થયા મલ્લિકા, જે આપણે આપણી રીતે પસાર કરી દીધા. હાથ લંબાવત અને મળી જાત, એટલું જ અંતર હતું.

- ચાલ, ઉંમરની સીમાને પાર મળ્યા એ પણ કંઈ ઓછું નથી.

- તું મારા જીવનમાં ઠંડી હવાની લહેરખીની જેમ આવી.

- તને ગમ્યું ને? થોડી વાર પહેલા હું તસ્લીમા નસરીનની એક કવિતા વાંચતી હતી. મારી પ્રિય લેખક છે.

- તસ્લીમા નસરીનનું નામ સાંભળ્યું છે, પણ તેની કવિતાઓ વાંચી નથી. સાંભળ્યું છે કે વિવાદાસ્પદ લખાણોના કારણે તેમને બાંગ્લાદેશથી દેશનિકાલ કરવામાં આવ્યાં છે. 

- સાચી વાત. ખાસ કરીને ધર્મની કુરીતિઓ વિશે વાત કરવા માટે તેમની પર ફતવો જારી કરવામાં આવ્યો હતો અને તેઓએ વતન છોડવું પડ્યું. તેઓ ભારતમાં પણ રહ્યા અને પછી સ્વિડન ચાલી ગયા.

- તેમની કઈ કવિતા વાંચતી હતી?

- તેમની કવિતામાં તેઓ કહે છે કે વધતી ઉંમર સાથે કિશોરાવસ્થાની અનુભૂતિ કેમ જાગૃત થાય છે? ત્યારે પણ છુપાવવું પડ્યું હતું, હવે પણ છુપાવવું પડે છે. એક અંશ-

પતા નહીં ક્યોં જિંદગી કે આખરી દૌર મેં પહુઁચકર ભી,

કિસી-કિસી કે પ્રતિ,

કિશોરી કી તરહ મહસૂસ કરતી હૂઁ.

જૈસે છિપાએ રખની પડતી થી, કિશોર ઉમ્ર કી ઇચ્છાયેં,

આજ ભી વહી હાલ હૈ.

વૈસે જિસકે પ્રતિ જાગતા હૈ યે

અલગ-થલગ સા અહસાસ,

વહ શખ્સ યહ ચાહત દેખકર કહીં હઁસ ન પડે,

ઈસી ભય સે છિપાયે રખતી હૂઁ ચાહત,

આડ મેં સમેટે રખતી હૂં તકલીફેં.

યૂં ચલતી ફિરતી હૂઁ, માનો મુઝે કુછ નહીં હુઆ!

બસ, મૈં ચલતી રહતી હૂઁ.

જાને કો કિતની હી જગહેં જાતી હૂઁ

લેકિન નહીં જાતી સિર્ફ ઉસકે પાસ,

જિસકે લિયે મન મેં બસા હૈ

એક અલગ-સા અહસાસ!

- તું તો જીવનના અંતિમ તબક્કે પણ કિશોરીની લાગણી સાથે મારા સુધી પહોંચી ગઈ!

- દરેક સ્ત્રીના હૃદયમાં એક કિશોરી સદા જીવંત રહે છે, ઐશ. તેં ઘણી સિફતથી મારી અંદર છુપાયેલી કિશોરીનો હાથ પકડ્યો અને બહાર લાવીને ભવન્સ કૉલેજના કેમ્પસમાં તેને ઊભી કરી દીધી!

- ઇલ્જામ સર આંખો પર બાલિકે. તસ્લીમાને ક્યારેય વાંચી નથી, પણ હવે વાંચીશ. મેં બહુ ઓછી કવિતાઓ વાંચી છે, છતાં યૂથ ફેસ્ટિવલમાં હિન્દી કવિતા વાંચનમાં એવોર્ડ જીત્યો છે.

- તે તો દેખાય છે.

- ક્યારેક હું મારી કવિતાઓ સંભળાવીને તને બોર કરીશ.

- તારી કવિતાઓનો ઇન્તેજાર રહેશે.

- તારા જેવું ક્યાં લખી શકું છું? તારા લેખનમાં નજાકત છે, સુંદરતા છે, શબ્દોનો યોગ્ય ઉપયોગ છે.

- મારા વિશે આટલું સરસ લખે છે તો મારી સલામતી માટે પ્રાર્થના કરજે.

- તારી જિંદગી સલામત છે છોકરી. પાર્થો જેવા પતિ મળ્યા છે અને મારા જેવો મિત્ર. ઇન્સ્યોરન્સ કંપનીનો 'લોગો' છે - 'યુ આર ઇન બેટર હેન્ડ'.

- આ 'લોગો' તને પણ લાગુ પડે છે, તને સ્મૃતિ જેવી પત્ની મળી છે અને મારા જેવી મિત્ર, યુ આર ઓલ્સો ઈન બેટર હેન્ડ.

- અગ્રી, સ્મૃતિએ દરેક મુશ્કેલીમાં મારો સાથ આપ્યો છે. તે હંમેશાં મારું ધ્યાન રાખે છે, જેમ પાર્થો તારું ધ્યાન રાખે છે.

- આ મામલામાં આપણે બંને એકબીજા સાથે સલામત છીએ.

- તારી ખબર નથી, પણ હું તો સલામત છું, તારી દોસ્તી નિભાવીને. આઈ એમ ઈન બેટર હેન્ડ. કવિ-હૃદય વાળા બહુ બહુ તો કવિતા સંભળાવીને બેહોશ કરી દે, મારી ના નાંખે. ખરું ને? તારી સવારના જવાબ આપજે.

- હે ભગવાન! તું મારું માથું ફેરવી રહ્યો છે!

- તારે ત્યાં રાત વધી ગઈ, આવજો.

- આવજો, મારા દુશ્મન. લવ યુ.

- દુશ્મન સાથે લવ? એક દુશ્મન જો દોસ્તો સે પ્યારા હૈ....વાહ! લવ યુ દુશ્મન.