Shapulaji no Banglo - 2 in Gujarati Fiction Stories by anita bashal books and stories PDF | શાપુળજી નો બંગલો - 2 - (મૂર્તિજાપુર નો બંગલો)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શાપુળજી નો બંગલો - 2 - (મૂર્તિજાપુર નો બંગલો)

મહારાષ્ટ્રમાં આવેલો એક નાનકડો તાલુકો મૂર્તિજાપુર, ખૂબ જ નાનકડો અને સારો એવો વિકસિત. રેલ્વે સ્ટેશન ખૂબ મોટું નથી પણ ઠીકઠાક હતું અત્યારે રાતનો આઠ વાગ્યાનો સમય હતો અને ખૂબ સામાન્ય હતી. સ્ટેશનમાં એકલદોકલ ચા પાણીના સ્ટોલ ખુલ્લા હતા બાકી બહુ દેખાતું કંઈ ન હતું.
ત્યાં જ એક ટ્રેન આવીને ત્યાં ફક્ત પાંચ મિનિટ માટે રોકાઈ હતી. જેમાંથી ફક્ત એક જ માણસ બહાર આવ્યો જેના હાથમાં થોડો ઘણો સામાન પણ હતો. તે માણસો પોતાના આજુબાજુ જોયું અને ત્યાં લાગેલી એક ચા ની સ્ટોલ પાસે આવીને ઉભો રહી ગયો.
તે માણસે પોતાનો સામાન જેમાં એક સૂટકેસ અને એક બેગ હતી તેની નીચે રાખ્યું અને ચા વાળા ના તરફ જોઈને કહ્યું.
" ભાઉ ચાઇ."
અત્યારે તે વ્યક્તિ મહારાષ્ટ્રના અંદર હતો અને તેની ભાષાથી ખબર પડી જતી હતી કે તેને આ ભાષા આવડતી નથી અને જેટલી આવડે છે તેથી તેના માટે પૂરતી નથી. એટલે પોતાની આ કમીને છુપાવવા માટે તે જેટલા આવડે છે તેટલા શબ્દોથી જ પોતાનું કામ પૂરું કરી રહ્યો હતો.
તે ચા વાળાએ ફટાફટ એક કડક ચાય બનાવીને તે માણસની સામે રાખી દીધી.
તે માણસ ત્યાંના નાના પ્રશ્નો ઉપર બેસી ગયો અને ચા પીવા લાગ્યો. તે વારંવાર પોતાના ઘડિયાળના તરફ જોતો હતો અને ત્યાંના મોટા દરવાજાના તરફ જઈ રહ્યો હતો જ્યાં અત્યારે કોઈ ટીસી ઊભો હતો નહીં. થોડી જ વારમાં ત્યાં એક માણસ આવ્યો અને આજુબાજુ જોવા લાગ્યો.
ચા પીવા બેસેલી તે વ્યક્તિનું ધ્યાન તેના તરફ હતું કારણ કે તેની નજર સતત દરવાજાના તરફ જ હતી. તે માણસ જે અત્યારે કોઈને શોધી રહ્યો હતો જેવું તેનું ધ્યાન ચા ની રેગડી માં ગયું તે ભાગીને તેના તરફ આવવા લાગ્યો. તે મનુષ્ય ચા ની ટપલીમાં બેસેલી તે વ્યક્તિનું સામાન ઉપાડીને કહ્યું.
" અભય સાહેબ નમસ્તે, પીછે પીછે આવો."
ચાની તકલીમાં બેસેલો વ્યક્તિ બીજું કોઈ નહીં અભય હતો જે ખરેખર સાપુળજીના બંગલામાં થોડો સમય વિતાવવા માટે આવ્યો હતો. અભય પણ સમજી ગયો કે જે વ્યક્તિ તેને લેવા માટે આવ્યો છે તેને પણ મરાઠી અને થોડી ઘણી ગુજરાતી સિવાય બીજું કંઈ આવડતું નથી એટલે કંઈ પણ કહ્યા વિના અભય એ ચા ના પૈસા આપ્યા અને તેના પાછળ પાછળ જવા લાગ્યો.
જેવા તે લોકો સ્ટેશનની બહાર નીકળ્યા ત્યાં એક જ ઘોડા ગાડી ઉભી હતી જેના ઉપર તે માણસે સામાન રાખવાનું શરૂ કરી દીધું અને અભય ના તરફ જોઈને કહ્યું.
" અભય સાહેબ બસા."
તે માણસ ગુજરાતી અને મરાઠીને મિક્સ કરીને વાત કરી રહ્યો હતો. આમ તો અભયને મરાઠી આવડતુ ન હતું પણ થોડી ઘણી મરાઠી તે સમજી શકતો હતો એટલે તે ચૂપચાપ તેના પાછળ જોઈને તે ઘોડા ગાડીમાં બેસી ગયો.તેને લેવા આવેલો તે માણસ આગળ બેઠો હતો અને તેને પોતાનો ચહેરો પાછળ કરીને અભય સાથે વાત કરતા કહ્યું.
" અભય સાહેબ કાકાએ તમારા વિશે બોલ્યું હતું. પણ તે બંગલો ખુપ જ ભયાનક આહે. ત્યાં રહેવું સારું નથી. મેતો એ પણ સાંભળ્યું છે કે તે બંગલામાં ઘણા લોકોએ સ્વતાચી(પોતાની)જાન ગુમાવી આહે."
અભય તેની ટુટીફુટી ગુજરાતી સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તેને ચહેરા પર સ્માઈલ લાવીને પૂછ્યું.
" કંઈ વાંધો નહીં એ હું જોઈ લઈશ. પણ પહેલા તમે તમારું નામ તો કહો."
સામે બેઠેલા તે માણસે ફરી પાછો પોતાનું મોં અભયના તરફ કર્યું અને જવાબ આપ્યો.
" સાહેબ મારું નામ દેવાસીસ આહે. ગજાનન કાકા મારા સગા કાકા આહે."
ત્યાં જ તે ઘોડાગાડી વાળાએ દેવાસીસના તરફ જોઈને તેની ભાષામાં કંઈ કહ્યું જે અભયને સમજાયું નહીં. એટલે જેવી તે માણસે પોતાની વાત ખતમ કરી અભય દેવાસીસના તરફ જઈને પૂછ્યું.
" શું કહ્યું આ માણસે?"
દેવાસી સે પોતાની તૂટીફૂટી ગુજરાતીમાં જવાબ આપતા કહ્યું.
" સાહેબ મેં સાન્ગીતલુ (કહ્યું) હોતું ને તે બંગલો શ્રાપિત આહે. તે તરફ જવાની કોઈની પણ હિંમત હોત નહિ. ઘોડા ગાડી થોડી દુરી ઉપર જ રોકાઈ જાત આહે(જશે). તેનાથી માગે (આગળ) આપણે જવું પડશે."
ગજાનન કાકાપણ શરૂઆતમાં પોતાની ભાષા આવી જ રીતની બોલતા હતા પણ હવે તેને પોતાની ગુજરાતીમાં ઘણો ખરો સુધાર કરી દીધો હતો પણ તેમની ભાષાથી અભયને ઘણી એવી સમજ પડી ગઈ હતી. એટલે તે સમજી ગયો કે તે માણસ આગળ જવા માટે જરા પણ તૈયાર નથી.
અભય એ કંઈ જ કહ્યું નહીં અને થોડી ડૂબીમાં જ ઘોડા ગાડી રોકાઈ ગઈ અને દેવાસીસ એ બધો સામાન પોતાના પાસે રાખ્યો અને અભયને પોતાના પાછળ આવવાનું કહ્યું અને આગળ ચાલવા લાગ્યો. અભય એ જોયું કે તે જગ્યા ખૂબ મોટી ન હતી છતાં પણ તે તે તાલુકો હતી.
ત્યાં ઘણા ઘર ખૂબ મોટા અને સુંદર દેખાતા હતા પણ ઘણા ઘર તો ખૂબ જ નાનકડા અને ખરાબ દેખાવા વાળા હતા. જગ્યાએ જગ્યાએ ત્યાં ડંકી બેસાડવામાં આવી હતી પરંતુ ત્યાં કોઈ દેખાતું ન હતું.
મહારાષ્ટ્રમાં ઘણા દેવતાઓની પૂજા કરતા હોય છે જે ગુજરાતથી ઘણા અલગ હતા. થોડા દેવતાઓ ના નામ તો અભય જાણતો હતો જેમ કે શિરડીના સાઈબાબા અને ભગવાન ગણેશજીની આ લોકો ખૂબ જ પૂજા કરતા હોય છે.
તેના સિવાય પણ ઘણા એવા દેવતાઓના નાનકડા નાનકડા મંદિરો બનાવવામાં આવ્યા હતા. દેવાસીસ બધાને નમસ્કાર કરતા કરતા આગળ જઈ રહ્યો હતો. રેલવે સ્ટેશન તે બંગલાથી વધારે દૂર ન હતું એટલે તે લોકો જલ્દી જ ત્યાં પહોંચી ગયા અને આમ પણ ઘોડાગાડી થી તે લોકો અડધા રસ્તે તો આવી જ ગયા હતા.
અભય છે તે બંગલા ના સામે આવ્યો તે ત્યાં જ રોકાઈ ગયો અને પોતાની નજરથી પુરા બંગલાની તપાસ કરવા લાગ્યો.અભય એ જોયું કે કાટખાયેલા લોખંડ નો મોટો બધો ગેટ હતો જેની નજીક એક મોટો કૂવો હતો જેને અત્યારે પતરા થી બંધ કરવામાં આવ્યો હતો.
બંગલાનું ફળિયુ ખૂબ જ મોટું હતું અને તે ફળિયાના ખૂણામાં એક નાનકડું ઘર હતું જે કદાચ દેવાસીસ નું જ હતું. ત્યાં બોર ના મોટા મોટા ઝાડ હતા અને ત્યાં એક મોટો બંગલો હતો. જે અત્યારે તો ખૂબ જ જૂનો દેખાઈ રહ્યો હતો. પરંતુ તેને જોઈને કોઈ પણ કહી શકતો હશે કે એક જમાનામાં તે બંગલાની ખૂબ જ જાહોજલાલી હોતી જ હશે.
દેવાસીસ ગેટની ખોલીને અંદર આવી ગયો હતો તેને અભયના તરફ જોઇને કહ્યું.
" સાહેબ આત (અંદર) આવી જાઓ."
અભય સમજી ગયો કે દેવાસીસ તેને અંદર આવવાનું કહી રહ્યો છે એટલે કહી પણ કયા વિના તે અંદર આવી ગયો. અંદર આવીને તો તે બંગલો હજી વધારે વિશાળ દેખાઈ રહ્યો હતો. તે બંગલા ને જોઈને જ અભયના મોંમાંથી નીકળી ગયું.
" એક્સ્ટ્રીમલી વન્ડરફુલ."
દેવાસીસ બે ડગલા આગળ આવી ગયું હતું તેને પાછળ ફરીને અભયના તરફ જઈને માથું ખંજવાળતા ખંજવાળતા પૂછ્યું.
" કંઈ કહ્યું સાહેબ?"
અભય ભગલા ઉપરથી નજર હટાવીને દેવાસીસના તરફ જોઈને ફક્ત માથું ના માં હલાવ્યું. દેવસીસ અભયનો સામાન લઈને ત્યાં ખૂણામાં બનાવેલા નાનકડા ઘરના તરફ જવા લાગ્યો એટલે અભય એ તેને રોકીને કહ્યું.
" દેવાસીસ એક મિનિટ, મારે તો આ બંગલાના અંદર રહેવું છે.જ્યાં સુધી હું આ બંગલાનો અંદર નહીં રહું હું આનો વિશે કંઈ લખી નહીં શકીશ.અને મને તમારા પાસેથી પણ થોડી ઘણી જાણકારી જોઈએ છે બંગલાના વિશે. આમ તો ગજાનન કાકા એ મને આ બંગલાના પાછળની કહાની તો બતાવી દીધી છે પણ બાકીની બધી કહાની મારે તમારા પાસેથી જાણવી છે."
દેવાસીસ એ અભયના તરફ જોઈને કહ્યું.
" હાઉ (હાં) સાહેબ પણ હું તે બંગલાત (બંગલામાં) આવીશ નાહિ. જ્યવન આપને અહીંયા જ કરવું પડશે. અને જે કથા આ બંગલા વિશે સાહેબને આઈકાઈચી આહે તે હું સાંગતીલ."
અભય સમજી ગયો કે દેવાસીસ આ બંગલામાં આવવા માટે ડરે છે અને તે બંગલાના અંદર આવશે નહીં અને તેનું બધું જમવાનું અભયને અહીં આવીને જ કરવું પડશે. દેવાસીસ એ તે પણ કહ્યું કે જે પણ સ્ટોરી તેને સાંભળવી હોય તે તેને અહીંયા જ સાંભળવું પડશે પણ તે બંગલા ના અંદર પગ પણ રાખવાનો નથી.
અભય તેની વાતથી સમજી ગયો હતો કે ખરેખર આ બંગલો ખૂબ જ ડરાવનો હશે અને તેના લીધે ઘણા લોકોએ એવી કહાનીઓ બનાવી દીધી છે જેના લીધે આ બંગલો વધારે ડરાવનો બની ગયો છે. અભય કંઈ પણ કહી આવી ના દેવાસીસના પાછળ પાછળ તે ઘરમાં આવી ગયો.
દેવાસીસ ઘરની અંદર ગયો અને એક કરસ્યો અને ગ્લાસ ભરીને અભયને આપવા લાગ્યો.અભય એ પાણી પીધું અને ત્યાં સુધીમાં તો ચા પણ તેની સામે આવી ગઈ હતી.
આમ તો અભય એ ચા પાણી પી લીધા હતા પણ સ્ટેશનના ચાલી એવી મજા નથી આવતી જેવા ઘરના ચા ની આવતી હોય છે. એટલા માટે અભય ખુરશીમાં આરામથી બેસીને ઘરના ચા ની મજા માણવા લાગ્યો.
ગુજરાતમાં ચાની સાથે ઘણા એવા નાસ્તા આપવામાં આવે છે પણ મહારાષ્ટ્રમાં કદાચ એવી કોઈ પદ્ધતિ નથી હોતી એટલા માટે ચા નાહી સાથે ખાવા માટે ફક્ત બિસ્કીટ રાખવામાં આવ્યા હતા.પણ અભયને બિસ્કીટ પસંદ ન હતા એટલે તેલ ફક્ત ચા પીધી.
દેવાસીસ અંદર ચાલ્યો ગયો હતો અને અભય કાગળ અને પેનને લઈને મૂર્તિજાપુર ગામના વિશે થોડી ઘણી માહિતી જેને અત્યાર સુધી મળી હતી તે લખી રહ્યો હતો. ત્યાં જ તેની નજર તે બંગલા ના અંદર ગઈ. તેણે જોયું તું બંગલા ની અંદર કોઈ સ્ત્રી ઉભી હતી.
બંગલાની અંદર ઘુપ્પ અંધારું હતું એટલે તેનો ચહેરો તો જરા પણ દેખાતો ન હતો પણ તે સ્ત્રી એ બંગલાની બારીને પકડી હતી એટલે તેનો હાથ દેખાઈ રહ્યો હતો.અભય પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો અને બંગલાના નજીક જવા લાગ્યો ત્યાં જ તેને પાછળથી અવાજ આવ્યો.
" સાહેબ ક્યાં જય રહ્યા છો?"
અભય એ પાછળ વળીને જોયું તો દેવાસીસ તેના હાથમાં જમવાનું લઈને ઉભો હતો. અભય એ ફરી પોતાની નજર તે બંગલાના તરફ નાખી તો અત્યારે ત્યાં કોઈ પણ ન હતું. એટલું જ નહીં તે બંગલા ને બારી પણ બંધ હતી.
શું ખરેખર તે બંગલામાં કોઈ ભૂત પ્રેત નો વાસ છે? તીસરી કોણ હતી છે અત્યારે બંગલાના અંદર હતી? શું અભય જાણી શકશે તે બંગલા નું રહસ્ય કે પછી થઈ જશે બાકી લોકોની જેમ ગુમનામ?