Farm House - 7 in Gujarati Horror Stories by Dhruvi Kizzu books and stories PDF | ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 7








ભાગ - ૭



તો વાચક મિત્રો,,

આગળના ભાગમા જોયું તેમ ,,, વિશ્વા જેવી બીજી વાર ફેશવોશ કરવા મિરર સામે જોવે છે એટલા માં .........



..............


વિશ્વા ગભરાયેલા સ્વરે : " તો .. આ વખતે જોયું તો સાત - આઠના લોકો હતાં ... અને બિલકુલ મારી પાછળ જ .... ઓહ .. ગોડ ... !!!! કેવું ભયાનક તે દ્રશ્ય હતું યાર ..... "

એટલું કહેતાં તે ક્રિષ્નાને ભેટી પડી ..

રાજે આશ્વાસન આપતાં : " ઇટ્સ ઓકે વિશુ .... તું ચિંતા ના કર ... તું તો સાયન્સમાં બિલીવ કરે છે ને તો તું કેમ આમ ડરે છે ... તેવું કંઈ જ ના હોય ,,,;;; અને આમ પણ આ તો તને થોડો મનનો વહેમ છે .. કાલની ઘટનાને લીધે બીજું કંઈ જ નથી .. "

બધાં નીચે ઉતર્યા .. હોલમાં પહોંચ્યા . એટલ માં એક્સ્ટ્રા રૂમમાંથી કંઈક પડવાનો અવાજ આવ્યો ..

વિશ્વાએ બધાંને ચેતવતા : " જોયું ,,, હું કેહતી હતીને આ મારો કોઈ વહેમ નથી ... "

અને તેને ક્રિષ્નાનો હાથ પકડી લીધો ..

રાજે હિંમત બતાવતા : " ના હવે ડરપોક ,,, આ તો કોઈ ઉંદર - બિલ્લું હશે ...,,, જોવા દે મને ... "

બધાં રૂમ પાસે પહોંચે છે...

મોન્ટુ : " રૂમનો ડોર તો લોક છે ,, તો બિલ્લી - ઉંદર અંદર કેમ ગયાં હશે .... તો પણ જતાં રહ્યાં હશે તો જીવતાં તો નહીં જ રહી શકે ... કારણકે ,, અહીં તો હવા પણ અંદર જઈ શકે એવી જગ્યા રાખી નથી ... શું તું પણ રાજ .... !! "

રાજે ડોર પાસે લટકતી ચાવી લીધી અને ડોર પાસે જતાં : " હા ,, તે તો છે .. પણ જોવા દે તો શું અવાજ આવ્યો હશે ... "

જેવો રાજ ડોર ખોલવા જાય છે એટલા માં .... મેઈન ગેટ પર કોઈ એ નોક કર્યું ....

...... " હાઈ ગાયસ્ .. "

નેમિશ : " ઓહ .. !!! હાઈ ..... પણ તમે કોણ ... ????? "

પીહુ : " અમે ... અમે ... અ .. અહીં ગાર્ડનમાં ફરવા આવ્યા હતા .. આ ફાર્મ હાઉસનો દરવાજો ખુલ્લો જોયો તો થયું પાણીની બોટલ ભરી લઈએ ... આઈ એમ પીહુ .... અને આ મારો બોયફ્રે્ડ માહી ... આઈ મીન માહિર ... હું નિક નામથી માહી કહું છું ... સો ... !!! "

માહિર : " બાય ધ વે તમે કોણ .. ??? !!! "

નેમિશ : " હા હું નેમિશ ..,,, !!! આ મારા ફ્રેન્ડસ્ ..."

નેમિશ બધાં ફ્રેન્ડનુ ઇન્ટ્રોડેકશન આપે છે .....

પિહુ : " ઓહ ... વાવ .... !!! તો તમે બધાં અહીં ટ્રીપ પર આવ્યાં છો એમ ને સુપર ... બાય ધ વે અમને થોડું પાણી મળશે .. ????? "

રીની : " હા જરૂર..... કેમ નહીં . આપ બોટલ .. "

બોટલ લઈ રીની પાણી ભરવા કિચનમા જાય છે અને પાણીની બોટલ ભરી પીહુના હાથમા આપે છે ....

રીની : " અને તમે ગાર્ડન જોવા જાવ છો હજુ કે ફરી લીધું ... ???? "

માહિર : " હા ... હજુ જઈએ જ છીએ ... આપને સહી સોચા મલિકા એ હિંદ ...... "

નેમિશે જેલોર્સ ભરી નજરે માહિર સામે જોયું અને બોલ્યો : " હા તો ,,, ઠીક છે જાઓ ફરી લો ત્યારે ... હવે તમે જઈ શકો છો ,, તમારું કામ પૂરું થાય છે ... "

નેમિશની વાતમા ચોખ્ખી જેલિર્સી દેખાતી હતી ...

માહિર : " હા તો બાય ... ઓકે . બાય ગાયસ્ ..... એન્ડ હા હું મજાક કરતો હતો ઓકે નેમિશ ...... નોટ બી સિરિયસ ... ઓકે .. "

રીની : " ઈટ્સ ઓકે માહી ... અમે પણ ગાર્ડન જોવા નીકળતા જ હતા તો ચાલો બધાં સાથે જઈએ .... "

બધાએ સંમતિ આપતાં હકારમા જવાબ આપ્યો..

રાજે હાથમાં રહી ગયેલી ચાવી ફરી વોલ ઉપર લટકાવી દીધી અને બેગ લઈ ઘર બહાર નીકળ્યો .. બધાં મેઈન ગેટ પાસે વેઇટ કરતાં હાથ ... નેમીશએ ફાર્મ હાઉસનો ડોર લોક કર્યો .. અને રાજ સાથે મેઈન ગેટ પાસે જવા લાગ્યો ...

નેમિશ : " હેં રાજ ,,,,, તને નથી લાગતું આ માહિર થોડો અજીબ છે ... આઈ મીન ... "

નેમિશની વાત અધૂરી રાખતાં જ . રાજ બોલ્યો : "યુ મીન નેમિશ ,, તેણે જસ્ટ મજાક કર્યો હતો .. એણે થોડું લાઈન મારતાં મારતાં મલિકા - એ - હિંદ કહ્યું હતું .... અને તે તો બધું માથે લઈ લીધું આ ઉમિદ ન હતી તારી પાસે એલા ભાઈ ... મજાક કરવાંનો તો તારો નેચર છે તો કેમ એટલુ સિરીઅસ .... ??? હવે વિચારતો નહી ક્યારેય એવું ચાલ ... "

નેમિશ અને રાજ મેઈન ગેટ પર પહોંચે છે .. બધાં ગેટ બંધ કરી ગાડી પાસે ગયાં .....................

પિહુ : " ઓહ ઓઈ .... !!! તમે લોકો ગાડીમા જશો .. ??? આ ખુશનુમા સવારમા તો ચાલવાનું જેટલું થાય એટલુ સારુ .. મસ્ત વોક આઉટ થઈ જાય એક .. ???? "

વિશ્વાએ વાતને સપોર્ટ કરતાં : " હા સાચી વાત છે યારો ... ચાલીને જશું તો થોડું રસ્તામાં નવીન પ્લેસની મુલાકાત પણ લઈ શકીશું .. નાના નાના પ્લેસ બધાં જોઈ લઈશું .. "

" ઓકે ., જેવી તમારી ઈચ્છા .. " - કહી રાજે ગાડીની ચાવી ખિસ્સામાં મૂકી .. ત્રીન ... ત્રિનન ..... ફોન રણક્યો .....

ટીકુ : " હલ્લો... મોમ ,, હા બોલ ... "

સામેથી અવાજ આવ્યો : " શું હલ્લો બેટા ,, તને સામેથી યાદ પણ ના આવી અમારી ... એક કોલ તો કરી દેવાઈને પહોંચી ગયા છો કે કેમ ??? "

ટીકુ : " એવું નથી દાદાજી ..,,, અમે હજુ નાસ્તો કરીને ગાર્ડન જવા નીકળ્યા છીએ .. હું થોડી વારમાં કોલ કરવાંની જ હતી ત્યાં તમારો કોલ આવી ગયો ... આપડી સોચ કેટલી સેમ છે નહી દાદાજી ....??? "

ટીકુએ વાત ફેરવતાં કહ્યું ..

દાદાજી : " હા મને બધું સમજાય છે હોં ટિકુડી .... "

ટીકુ હસતાં હસતાં : " ઓકે ... દાદાજી ... તો મારી વાટે છે બધાં તો હું પછી કોલ કરું .. જય શ્રી કૃષ્ણ ... "

દાદાજી : " હા જય શ્રી કૃષ્ણ .... ધ્યાન રાખજો બધાં .. બધું ઠીક છે ને ?? "

ટીકુ : " હા ,, અહીં તો બધું જ ઠીક છે ... ત્યાં કેમ છે બધાં .. ???? "

સામેથી અવાજ આવ્યો : " અહીં બધું ઠીક તો છે પણ અમે ઠીક નથી દીકા ... શું કરવું તારી યાદ આવ્યાં કરે નાની નાની વાતમા .. "

ટીકુ : " હમમ ... ગુડ મોર્નિંગ પાપા . તમે આજે ઓફિસ નથી ગયાં .. ??? "

પપ્પા : " હા જતો જ હતો ,, કીધું વાત કરતો જાઉં ... સહી સલામત પહોંચી ગયાં તમે બધાં .. ??? "

ટીકુ : " હા પાપા ... બધું ઠીક છે અને સફર પણ મસ્ત ચાલે છે .. આગળનું નક્કી નહીં .. પણ મોમ ક્યાં છે ... ??? તેને નહીં કરવી મારી સાથે વાત .. ??? કાલનું હજી ખોટું લાગી આવ્યું છે .. ??? "

પપ્પા : " અરે બેટા !! કેટલાં સવાલ કરી લીધા લે તારી મોમ સાથે જ વાત કરી લે ..... "

સામેથી અવાજ આવ્યો : " હલ્લો ટીકુ બેટા કેમ છે .. તે રીનીને ચિપ્સ આપ્યાને ??? બધાં બરાબર છે ને ...... ??? "

ટીકુ : " હા લે તું જ વાત કરી લે .. હું ફોન સ્પીકર પર રાખુ છું .. "

રીની : " હાઈ આન્ટી ... હું રીની ,,, તમારા ચોકો ચિપ્સ મળી ગયાં અને મે નાસ્તો પણ કરી લીધો .. બહુ જ મસ્ત બન્યા છે ... આભાર આપનો .... "

બધા વાતો પુરી કરે છે અને ટીકુ ફોન મૂકે છે ...

ટીકુ : " લેટસ્ ગો ગાયસ્ ..... એન્જોય એડવેન્ચર ઈન ગાર્ડન ..... "

બધા ચાલતા ચાલતા મેઈન રોડ પર પહોંચે છે .....

મયુરે હાથ લંબાવતા : " લાવ ટીકુ તારું બેગ ... "

ટીકુ : " કેમ .. ???? "

મયુર : " શું કેમ .... આઈ હેલ્પ યુ .... "

ટીકુ : " ના .. ના .. હું લઈ લઈશ આઈ એમ આત્મનિર્ભર ... "

મયુર : " ઓકે .. "

" અરે વિશ્વા ... !!!! ત્યાં શું કરે છે .. ???? જોતો રીની .... !!! "

મયુર અને રીની ઊભા રહી ગયા ... બંને વિશ્વા પાસે ગયાં ....

મયુર : " અહીં શું કરે છે વિશ્વા ...??? કોની સાથે વાત કરે છે ..... ????? "




********


કોણ હતું ત્યાં રોડ પર .. ????



..........


કોની સાથે વાત કરતી હતી વિશ્વા .... ???????


.............



જે બીજા કોઈને દેખાતું ન હતું ...


જાણવા માટે વાચતા રહો .."ફાર્મ હાઉસ" (રહસ્યમય ઘટના) ભાગ - ૮ ..



To be continued......