Kamli - 5 in Gujarati Fiction Stories by Jayu Nagar books and stories PDF | કમલી - ભાગ 5

Featured Books
Categories
Share

કમલી - ભાગ 5

(આગળ જોયું તેમ સુરેશ અને લતાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. સુરેશ પણ મોડાસા આવી ગયો છે... )
હવે વાંચો આગળ....


કમલી, રશ્મિકાંત અને હર્ષદ જોઈ રહેતા. સવિત્રીબેનને આ પસંદ ના પડતું. એટલે, ઘણી વાર પાનાચંદ ભાઈને ફરિયાદ કરતા કે, આ બરાબર નથી. છોકરીને સાસરે પરણવાની છે. ત્યારે પાનાચંદ શેઠ એક જ વાક્ય બોલતા મારે ઘરે છે ત્યાં સુધી ભલે ને કરે, પછી સાસરે જઈ ને કાઈ થોડી કરવાની છે?...... અને વાત ત્યાંજ અટકી જતી.....



ગ્રામોફોન પર ગીત વાગી રહ્યું હતું..... સ્ટેલા, લતા અને કમલી ડાન્સ કરી રહ્યા હતા.. હર્ષદ, રશ્મિકાંત અને સુરેશની ભાવિ પત્ની મીના ત્રણેય જણાં જોઈ રહ્યા હતા. હર્ષદ અને રશ્મિકાંત માટે આ કાઈ નવું ન હતું. પણ, મીના માટે આ નવું હતું..... તે જરા બટક બોલી હતી... આ તે વળી કેવો ડાનસ તે ડાન્સ ને ડાનસ કહી રહી હતી એટલે બધા હસી પડ્યા..... ☺️



You are so funny bhabhi..... It's dance not ડાનસ....... રશ્મિકાંત તેની કાલી ભાષામાં બોલી રહ્યો હતો... બધા ફરી એકવાર હસી પડ્યા...😊 મીના થોડી શરમાઈ ગઈ અને હર્ષદને લઇને એક ખૂણામાં જઇને ઉભી રહી..

ગીતનો અવાજ સાંભળીને સુરેશ ઉપર આવ્યો. લતાને ડાન્સ કરતી જોઈને એક સેકન્ડ માટે તો ત્યાં જ થંભી ગયો. લતા હતી તો સુંદર...પણ, આજે કઈ વધારે જ સુંદર લાગી રહી હતી.મોડાસા આવ્યા પછી લતા અને સુરેશ પહેલી વાર મળી રહ્યા હતા. લતાએ સુરેશને જોઇને સુરેશને ડાન્સમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું......


લતાએ સ્ટેલા સાથે સુરેશનો પરિચય કરાવ્યો. બંનેએ એકબીજા સાથે હાથ મિલાવી અભિવાદન કર્યું, સ્ટેલાની નજર સુરેશ પર પડી.... સુરેશ દેખાવમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. ત્રણે જણાં ડાન્સ કરી રહ્યા હતા. ખુણામાં ઉભેલી મીના તરફ સુરેશનું ધ્યાન ગયું ન હતું... મીના ઉભી-ઉભી સુરેશને જોઈ રહી હતી. પણ, થોડી વાર પછી હર્ષદ જોરથી રડવા લાગ્યો.. એટલે બધાનું ધ્યાન તે તરફ ગયું, જેવુ સુરેશનું ધ્યાન મીના પર ગયું એ ત્યાંથી ગુસ્સામાં જતો રહ્યો.....


થોડી વાર પછી બધા છુટા થયા. સ્ટેલા જતા પહેલા ફરી વાર લતાને once again congratulations કહી છૂટી પડી...


લતા જ્યાં મહેમાનો હતા ત્યાં નીચે આવીને બેઠી. લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા. બધા સંબધીઓ પણ આવી ગયા હતા..રેવાબેને કમલીને બોલાવીને કહ્યું, 'જા,સુરેશને બોલાવી લાવ, તો બેટા'.

કમલી સુરેશને બોલવા ગઇ ત્યારે તે દારૂ પી રહ્યો હતો. બાજુમાં દારૂની બોટલ હતી. તેને જોઇને સુરેશ થોડો ઓસવાયો. એણે દારૂની બોટલ છુપાવી દીધી. અને ગ્લાસમાંનો દારૂ ક્યાં મુકવો તે સમજાઈ નહતું રહ્યું...



સુરેશના લગ્ન થવાના હોવાથી રૂમને નવેસરથી શણગારવામાં આવ્યો હતો. સુરેશનો રૂમ બહુ મોટો પણ નહીં, અને બહુ નાનો પણ નહીં એવડો હતો. એના રૂમની બારી સીધી રોડ પર પડતી હતી. એટલે બારીમાં ઉભા રહો તો રોડ ની અવરજવર જોઈ શકાય એવી હતી.


રૂમમાં એક બાજુ નવો ડબલ બેડનો પલંગ લાવવામાં આવ્યો હતો જેના ઉપર મચ્છરદાની લગાવેલી હતી. વળી એક લાકડાનું કબાટ પણ નવી આવનારી વહુ માટે લાવવામાં આવ્યું હતું. એક આરામ ખુરશી અને એક ટેબલ પણ હતા. જેના પર બેસી સુરેશ દારૂ પી રહ્યો હતો...

તું અહીં કેમ આવી છો...? થોડા ગુસ્સામાં સુરેશે પૂછ્યું
એટલે કમલી એ કહ્યું તમને રેવાબા એ બોલાવ્યા છે. તમારી બેનના લગ્ન છે અને તમે ક્યાં ગાયબ થઈ ગયા છો?.... આવું છું, તું જા, ના રેવાબા એ કહ્યું છે કે સુરેશ ને બોલાવી લાવ, માટે સાથે ચાલો, 'ભલે, મારી મા કરતો...' સુરેશ કમલીના માથા પર ટપલી મારી તેની સાથે ગયો...



અરે! સુરેશ ક્યાં ગાયબ થઈ ગયો છે?... દેખાતો જ નથી! સવિત્રીબેન બોલ્યા. અરે, પોતાના લગ્નના સ્વપ્નમાં ખોવાઈ ગયો હશે એટલે આવ્યા પછી દેખાયો નથી કેહતા પાનાચંદ શેઠે ટપસી પુરી. બેઠેલા બધા હસી પડ્યા. ☺️ અને સુરેશ નીચું જોઈ ઓસવાઈ ગયો.



ક્રમશ.....