Prem - Nafrat - 117 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૧૭

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૧૧૭

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧૭

રચના કંપનીમાં કામ કરતી હતી એ માનસીનો નંબર ડાયલ કરી વિચારવા લાગી કે આરવ કશુંક છુપાવી રહ્યો છે. કંપની વિષે બહુ મોટી વાત છે પણ એ કહી શકતો નથી કે કહેવા માગતો નથી.

માનસીનો નંબર સ્વીચ ઑફ આવ્યો એટલે ઓફિસમાં જ કામ કરતી બીજી છોકરી તન્વીને ફોન લગાવ્યો. એક પછી એક ચાર જણના ફોન સ્વીચ ઑફ આવ્યા એ ઘટના સામાન્ય ન હતી. પછી એને યાદ આવ્યું કે આ બધાં પાસે કંપનીના મોબાઈલ ફોન હતા. કંપની બંધ થઈ એટલે સીમકાર્ડ લઈ લેવામાં આવ્યા હશે. મતલબ કે કંપની કાયમ માટે બંધ થઈ ગઈ છે. આરવ ઘરભેગો થઈ ગયો છે.

રચના હાથમાં ફોન રમાડતી હવે કોને ફોન લગાવવો એનો વિચાર કરતી હતી ત્યારે કોફી લઈને આવી પહોંચેલા આરવે કહ્યું:તારે તબિયત સાચવવાની છે. તું આરામ કર.

આરવ, હું એટલી પણ બીમાર નથી કે મારે સખત આરામ કરવો પડે. તારી મારા પ્રત્યેની લાગણી સમજી શકું છું પણ મને આપણી કંપનીની ચિંતા થાય છે. તેં મને કંઇ કહ્યું નથી. નહીંતર હું કંપનીએ ગઈ ના હોત ને?’ રચનાએ સહેજ નારાજગી સાથે એની પાસેથી વાત કઢાવવા કહ્યું.

કેમ? ભૂલી ગઈ? હું તને તારા ઘરે મળ્યો ત્યારે જ કહ્યું હતું કે તું બે દિવસ આરામ કરીને આપણાં ઘરે જ આવજે. તું શું કામ કંપની પર ગઈ હતી? કંપની કરતાં તારે તારા શરીરની ફિકર કરવી જોઈએ. કંપની તો બીજી પણ બનશે. લે, કોફી લે અને તાજગીનો અનુભવ કરી લે. આરવ એને સમજાવતા બોલ્યો.

રચનાએ કોફીનો ઘૂંટ પીને વિચાર્યું કે કંપની બંધ કરવાનો નિર્ણય અગાઉથી જ લેવાઈ ગયો હશે? બે દિવસ પહેલાં આરવે ઘરે જ આવવાનું કહ્યું હતું. ત્યારે મારી હાલત સારી ન હોવાથી એણે કોઈ વાત કરી નહીં હોય. એને ખબર જ નથી કે મને અશક્તિ ન હતી. મારા પેટમાં એનું બાળક હતું એનાથી છૂટકારો મેળવી લીધો છે. હવે હું એકદમ સ્વસ્થ છું અને મન કે શરીર પર કોઈ ભાર નથી. હા, આ કંપની ખરેખર બંધ થઈ ગઈ હશે એ જાણવાની બહુ ઉત્સુકતા છે.

આરવ, તું મને કંપની વિષે ક્યારે કહીશ?’ રચના ફરી એનો જીવ ખાવા લાગી.

રચના, કેમ તું એક જ રટ લઈને બેઠી છે? અચ્છા, થોડી શાંતિ રાખ. હમણાં પપ્પા અને બધાં જ આવશે ત્યારે તને બધું જાણવા મળશે. ત્યાં સુધી કશું જ પૂછીશ નહીં. આરવે કંપનીની વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું.

ઠીક છે. કહી રચના શાંતિથી કોફીને ન્યાય આપવા લાગી. પણ એના મનમાં ચટપટી તો જાગેલી જ રહી કે આખરે કંપનીનું શું થયું હશે? જો લખમલભાઈ પાસેથી કંપની વિષે જાણવાનું છે તો એનો અર્થ એ થયો કે એમણે કોઈ નિર્ણય લીધો છે. પણ એ તો નિવૃત થઈ ગયા હતા. બાપ-બેટા વચ્ચે કંપની બાબતે શું ખીચડી રંધાઈ હશે? લખમલભાઈ જલદી આવી જાય તો સારું.

રચના વિચાર કરતી હતી ત્યારે આરવ મોબાઈલ મંતરતો બેઠો હતો.

અચાનક ઢોલ-નગારા વાગતા હોય એવો અવાજ સંભળાવા લાગ્યો. એ અવાજ નજીક આવતો ગયો. રચના ચમકી ગઈ. આરવ પણ કંઇ બોલ્યા વગર બહાર જોવા નીકળી ગયો.

રચના પણ કુતૂહલ સાથે ઊભી થઈ અને બંગલાની બહાર જોવા ઉતાવળા પગલે ચાલવા લાગી. કેમકે ઢોલનો અવાજ બંગલા સુધી આવી પહોંચ્યો હતો. એ બંગલાના મુખ્ય દરવાજે આવી ત્યારે આરવ બહારના દરવાજે પહોંચી ગયો હતો અને અંદર ઢોલવાળા પ્રવેશી રહ્યા હતા. કોઈ ઉત્સવનો માહોલ બની રહ્યો હતો. લખમલભાઈ સાથે આખો પરિવાર મસ્તીમાં ઝૂમતો આવી રહ્યો હતો. રચનાને અંદાજ આવી ગયો. લખમલભાઈએ નવી કંપની શરૂ કરી લાગે છે. જૂની કંપની ચાલી નહીં તેથી નવી કંપની શરૂ કરી દીધી છે. પણ એની ખુશી આ રીતે કેમ વ્યક્ત કરી રહ્યા છે?

રચના વધારે વિચાર કરે એ પહેલાં જ લખમલભાઈ સાથે કોઈ વાત કરીને આવી પહોંચેલા આરવે કહ્યું:ચાલ, તું પણ આ ખુશીમાં સામેલ થઈ જા.

રચનાને થયું કે તેને મોટો આંચકો મળવાનો છે.

ક્રમશ: