( આગળ આપણે જોયું કે અયાન દિલ અને દિમાગ વચ્ચે ની લડાઈ માં confuse થઈ જાય છે. અયાન ને લાગે છે કે એને આર્યા સાથે પ્રેમ થઇ ગયો છે, એનું દિલ પ્રેમ ના મીઠાં સ્પંદનો મહેસૂસ કરે છે પણ દિમાગ આ પ્રેમ નો અસ્વીકાર કરવા માટે તર્ક બદ્ધ દલીલો કરે છે. પણ આખરે અયાન દિલ ની વાત માનવાનો નિર્ણય કરે છે અને પોતાના આ સંબંધને એક ચાન્સ આપવાનું નક્કી કરે છે. હવે આગળ )
દિવસો વીતતાં જાય છે. અયાન હવે આર્યાનુ એક એક વર્તન નોટિસ કરે છે પણ પોઝિટિવલી. અયાનને હવે આર્યાની અચ્છાઇ અને સચ્ચાઈ સ્પર્શવા લાગે છે. પહેલાં અયાન ને લાગતું હતું કે આર્યા મીઠું મીઠું બોલીને બધાને પોતાની જાળમાં ફસાવે છે. ઘરના બધા મેમ્બરોને પોતાના વશમાં કરી લીધા છે પણ હવે અયાનને સમજાય છે કે આ તો આર્યનો સ્વભાવ છે. લાગણીશીલતા એ આર્યાની પ્રકૃતિ છે. બધા સાથે પ્રેમથી વાત કરવી અને દરેકની સેવા કરવી , મોટાને માન આપવું અને નાના નુ સન્માન કરવું એ આર્યાના સંસ્કાર છે.
દરેક રીતે કેપેબલ હોવા છતાં આર્યા એ પોતાનું અસ્તિત્વ અયાનમાં ઓગાળી દીધું છે, અને જાણે સ્થિત પ્રજ્ઞ જીવન જીવે છે . મારા કટાક્ષને - મારી નફરત ને હસતાં હસતાં પચાવી જાય છે. પપ્પા સાચું કહે છે આર્યા કોહિનૂર છે પણ હું એના સત્વને પીછાણી ન શક્યો , અને પીછાણી પણ કેવી રીતે શકું કારણ કે હીરાની પરખ તો ઝવેરીને જ હોય અને મારી પાસે ઝવેરી જેવી પારખું નજર ન હતી , હતી તો બસ બધી વાતમાં એના દોષ કાઢે એવી દોષ ભરેલી નજર .પણ હવે મારે મારી આ ભૂલ સુધારી લેવી પડશે નહીં તો પછી જિંદગીભર પસ્તાવો જ કરવાનો વારો આવશે.
આર્યા હવે ઘરમાં હરતી ફરતી હોય , કામકાજ કરતી હોય, બધા સાથે વાતો કરતી હોય, આરવ અને આરસી સાથે મજાક મસ્તી કરતી હોય અયાન એકીટસે તેને જ નિહાળ્યા કરતો. હવે અયાનને તેની હર એક હરકત, હર એક અદા ગમવા લાગી. હવે તે એક ક્ષણનો ઇંતેજાર કરતો કે ક્યારે આર્યા મારી સાથે તકરાર કરે. હવે તો તેને એમાં પણ મજા આવતી. તે દરેક ક્ષણ નો આનંદ ઉઠાવતો , આર્યાને ચીડવવાની મજા લેતો.
આમ પણ આપણને જે વ્યક્તિ ગમે તેની હર એક વાત, હર એક અદા ગમવા લાગે છે.
એક દિવસ અયાને આરવ અને આરસી ની મદદથી એક પ્લાન બનાવ્યો. બધા જમી પરવારીને બેઠા હતા, રવિવારનો દિવસ હતો. અયાને કહ્યું આરવ - આરસી ચાલો આજે તે દિવસે રમ્યા હતા એ ગેમ રમીએ શું નામ હતું હા ઝેંગા ગેમ .
શું વાત છે બ્રો આજે તો કાંઈ બહુ મૂડમાં લાગો છો ને ... સામેથી જ ગેમ રમવાની વાત આરસી બ્લોકસ લાવતા આંખ નચાવતી બોલી.
બસ આજે રમવાની ઈચ્છા થઈ .
બધા ગોઠવાઈ ગયા. થોડીવારમાં જ અયાનથી બ્લોકસ પડી ગયા , જે અયાનના પ્લાનનો જ એક ભાગ હતો.
ઓહ ચ ચ ચ ચ ચ ..... વેરી બેડ આજે તો જીનીયસ પહેલા જ બોલમાં ક્લીન બોલ્ડ થઈ ગયા... આરવ બોલ્યો.
ચલો બ્રો પનીસમેન્ટ માટે રેડી થઈ જાવ કેમ મોટાભાઈ બરાબરને ?? આ વખતે તો આરવ અને આરસી એ મોટાભાઈ કિરાત ને પણ આમાં સામેલ કર્યો.
બિલકુલ સહી બાત મોટાભાઈએ thums up કરતા કહ્યું.
બંદા રેડી ફોર પનીસમેન્ટ અયાન ઉભો થઈ અદાથી બોલ્યો, અને એ પણ તમે આપેલી ગઈ વખતની પનિશમેન્ટ જે ઉધાર હતી.
બધા એક સાથે બોલી ઉઠ્યા ઓહો શું વાત છે આજે તો સૂરજે દિશા બદલી લાગે છે ને કાંઈ !!
આરસી ઊભી થઈ માઇક હાથમાં લઈ એન્કરિંગ કરતી હોય એવી અદામાં બોલી ' લેડીઝ એન્ડ જેન્ટલમેન જરા ઇસ ઔર ધ્યાન દીજિયે , આજ હમારે બીગ બ્રો અયાન ભાઈ યહા સબ કે સામને હમારી પ્યારી સી આર્યા ભાભી કો પ્રપોઝ કરેંગે તાલિયાં... તાલીયા... તાલીયા.....
આર્યા એકદમ ઊભી થઈ ગઈ ના આરસી , પનિશમેન્ટ ચેન્જ કરી દે.
ઔર વો ક્યુ ભાભી સા ??
કારણકે હું કહું છું...
પણ મને આ પનીસમેન્ટ મંજુર છે અયાન આર્યનો હાથ પકડતા બોલ્યો. આર્યા વિસ્મય થી અયાન સામે જોઈ રહી, હૃદય જાણે ધબકારો ચૂકી ગયું...
આર્યા અને અયાનની રોમાંચક જીવન સફર લઈ રહી છે નવો જ વળાંક મળીએ નેક્સ્ટ પાર્ટમાં....