(આગળ ના ભાગ માં આપણે જોયું કે નટવર ને અજીબ પ્રકાર ના અનુભવ થાય છે, તે પાયલ ને મળવા જાય છે, પણ તે મળી શકતો નથી )
નટવર સાંજે ઘરે જમી ને આગણાં માં આટા મારતો હોય છે, ત્યાં તેને તેની બાજુ માં કોઈ ચાલતું હોય તેવો અહેસાસ થાય છે, નટવર ચિંતા માં આવી જાય છે.
બીજે દિવસે સાંજે નટવર પાયલ ને મળવા નીકળે છે, પણ જાણે એને કોઈક રોકી રહ્યું હોય તેવું લાગે છે. નટવર ગાંડા જેવો થઈ જાય છે અને બૂમો પાડે છે.."કોણ છે... જે હોય તે સામે આવ... "
ત્યાંજ એક અટહાસ્ય સંભાળય છે. "હા.. હા... નટવર તે મને ના ઓળખી..."
નટવર "ગુસ્સા માં...કોણ છે તું, સામે આવ પેલા "
ત્યાં ફરી અવાજ આવે છે "નટવર હું તારી પરણેતર, નીલમ(આત્મા), એટલા માં ભૂલી ગયો, થોડાક દિવસો પેલા તો આપણે મળ્યા હતા..😄😄😄"
નટવર :પણ તું તો અકસિડેન્ટ માં મરી ગઈ છે, તું બોલે છે ક્યાંથી, સામે આવ...
નીલમ :😄😄નટવર મેં તો તારા આ ભરાવદાર શરીર જોઈને જ તને મારો બનાવી લીધેલો...
નટવર :પેલા તું સામે આવ...
ત્યાંજ એક આકૃતિ દેખાય છે, જેનો અડધો ચહેરો લોહી થી લથપથ છે, એક હાથ ભાગેલો છે, આખું શરીર જાણે લોહી થી અભિષેક કર્યો હોય તેવું હોય છે.... નટવર તો આ જોઈને જ પોતાની આખો જ બંધ કરી દીધી...
નટવર :નીલમ, તારું આ ભયાનક રૂપ બંધ કર...
નીલમ :હું ભૂત યોની માં છું, તારા આ શરીર જોડે સુખ માણવાની ઈચ્છા એ મારી આત્મા ભટકતી રહશે 😄😄😄😄😄
એટલું કહી નીલમ પોતાનું રૂપ બદલી મૂળ રૂપ માં આવે છે... નટવર.. હું તને ખુબ જ પ્રેમ કરું છું, તું મારો નહિ તો તને હું કોઈનો નહિ થવા દવ..
નટવર ભૂત સાંભળી જ ભાગવા માંડે છે, પરસેવો વળી જાય છે... પણ તેના પગ ત્યાં થી ઉપાડતા જ નથી.
નીલમ :ઉભો રે નટવર, તમે તો મારાં પ્રાણ નાથ છો..
નટવર ને ભય નો માર્યો એક શબ્દ મોઢા માંથી નીકળતો નથી.
નીલમ :ચિંતા ના કરો મારાં સ્વામી, તમને હું કઈ નઈ કરું, જો તમે મને જ પ્રેમ કરશો તો..
નટવર :ચાલી જા અહીંથી, હું પાયલ ને જ પ્રેમ કરું છું, તને નહિ.. મારી નજીક ના આવતી..
નીલમ :ગુસ્સા માં....😡😡😡પાયલ.. એને તો હું જોઈ લઈસ... નટવર તારા પર મારાં સિવાય બીજા કોઈનો અધિકાર નથી, હું તને પાયલ ને કયારેય મળવા નહિ દવ..😄😄😄😄
નટવર :તું મારાં પ્રાણ લઈ લે પણ પાયલ ને કઈ ના કરતી...
નીલમ :🤣🤣તમે તો મારાં પ્રાણ છો, તમારા પ્રાણ નહિ લવ..... તું પાયલ ને ભૂલી જા..
નટવર :પણ તું તો ભૂત છે...
નીલમ :પણ હું તને ચાહું છું... તું મારો જ છે... તારૂ આ ભરાવદાર શરીર મને બોવ જ ગમે છે, મને તારી બાહો માં લઈ લે...
આટલું કહી નીલમ નટવર ની બાહો માં સમાવવા જાય છે, ત્યાં જ જોરદાર પવન આવે છે.... નીલમ ત્યાં થી જતી રહે છે.
નટવર ઉભો થઈ ઘર તરફ ભાગવા લાગે છે.
ઘરે જઈ ને સીધો રૂમ માં જ જઈ એક ખૂણા માં બેસી જાય છે..
નટવર મનમાં :ભૂત ની વાતો તો સાંભળી હતી, પણ આ નીલમ નું ભૂત??? કેટલું ડરમણું..
સુશીલા બેન:બેટા, નટવર દરવાજો ખોલ જો,?
નટવર મોઢું લુછી દરવાજો ખોલે છે...
નટવર :હા, બોલ ને મમ્મી..
સુશીલા બેન :શુ થયું બેટા, ઘભરાયેલો કેમ લાગે છે??
નટવર :નાના મમ્મી, કઈ નથી.... મનમાં મમ્મી ને કહું, મમ્મી માનસે કે નહિ????🤔🤔🤔
સુશીલા બેન :બોલ, બેટા ક્યાં ખોવાય ગયો, શુ થયું.. કઈ કહેવું છે.???
નટવર :હા મમ્મી... ના મમ્મી...
સુશીલા બેન :બેટા જે કહેવું હોય તે કહી દે..
નટવર ગભરતા ગભરતા... "મમ્મી આજે મેં નીલમ નું ભૂત જોયું, એણે મારી સાથે વાતો પણ કરી...."
સુશીલા બેન :અરે, બેટા કેવી વાતો કરે છે, ભૂત બુત કઈ ના હોય, લાગે છે નીલમ ને હજી ભૂલી શક્યો નથી...
નટવર :ના મમ્મી, મેં સાચે જોયું...
સુશીલા બેન :બેટા, તે કોઈ ખરાબ સ્વપ્ન જોયું હશે, જમી લે પેલા પછી નિરાંતે સુઈ જા.
નટવર :પણ મમ્મી....
સુશીલા બેન :કઈ નઈ બેટા, લાગે છે તને ભ્રમ થયો છે, ચાલ જમી લે પેલા.
નટવર જમવા બેસે છે, સુશીલા બેન જમવાનું પીરસી રસોડા માં જાય છે.
ત્યાંજ નટવર જોરથી બુમ પાડે છે... સુશીલા બેન શુ થયું દીકરા...
નટવર :આ જો થાળી માં લોહી છે...
સુશીલા બેન જોવે છે તો દાળ હોય છે.... બેટા આ દાળ છે, લાગે તારી તબિયત સારી નથી આજે... ચાલ હું જોડે બેસું જમી લે.
નટવર :નથી જમવું મારે મમ્મી....
સુશીલા બેન :બેટા, હું અહીં બેસું જમી લે...
નટવર થોડુ જમી એના રૂમ માં જતો રહે છે.
સુશીલા બેન :સાંભળો છો...
હરજીવન ભાઈ :હા, બોલો ને મહારાણી...😍😍
સુશીલા બેન :આ બધું છોડો, હું એમ કહું છું... આજે નટવર અજીબ હરકતો કરે છે.... કે છે.. મેં નીલમ નું ભૂત જોયું....જમવા બેઠો ત્યારે થાળી માં લોહી છે..... લાગે એને નીલમ ની યાદ આવતી હશે લાગે....
આ બધું સાંભળી હરજીવન ભાઈ ને પરસેવો વળી જાય છે, એમના મોં ઉપર ચિંતા ની રેખાઓ ઉપસી આવે છે..
સુશીલા બેન :શુ થયું, તમે પણ ભૂત જોયું કે શુ😄😄😄?
હરજીવન ભાઈ ના મોં પર ચિંતા ની રેખાઓ ફરી વળે છે.
ક્રમશ....
(આગળ ના ભાગ માં :હરજીવન ભાઈ કેમ ચિંતા માં પડી ગયા????? નીલમ હવે શુ કરશે??? નટવર અને પાયલ મળી શકશે )