રાતના સમયે થાકીને આકાશ પોતાના ઘરે ગયો. મોડી સાંજે નાસ્તો કરવાને લીધે એમને ભૂખ નહોતી લાગી. બગાસા ખાતો આકાશ સુવા માટે જાય જ છે કે પ્રિયા ત્યાં આવી પહોંચી.
" પ્રિયા...તું આ સમયે અહીંયા?" આકાશે પૂછ્યું.
પ્રિયા એ બ્લેક કલરનું શોર્ટ અને વાઇટ કલરનું સ્લિવલેસ ટી શર્ટ પહેરી રાખ્યું હતું. એમના કપડામાંથી તેજ પરફયુમની સ્મેલ આવી રહી હતી. જે ખાસ આકાશને ફસાવવા માટે છાંટવામાં આવ્યું હતું.
" આપણે બેસીને વાત કરીએ..." આટલું કહેતા જ પ્રિયા હોલમાંથી નીકળી આકાશના રૂમમાં જઈને બેડ પર બેસી ગઈ. આકાશ પણ એની પાછળ જઈને એમની બાજુમાં બેઠો.
પ્રિયા એ વાતની શરૂઆત કરતા કહ્યું. " આકાશ તને યાદ છે મેં તને કાલે કહ્યું હતું કે આપણે એક નવી શરૂઆત કરવી જોઈએ...."
" અરે હા... એ સમયે શું કહેતી હતી? નવી શરૂઆત કરીએ મિંસ?"
" આકાશ, હું આ વાત તને કેટલા દિવસથી કહેવાની ટ્રાય કરતી હતી પણ મારી હિંમત જ ન થઈ, પરંતુ આજ મને લાગે છે કે મારે મારા દિલની વાત તને કહી દેવી જોઈએ...કે આઈ લવ યુ આકાશ....હું તને સાચા દિલથી પ્રેમ કરું છું..જ્યારથી હું તારી સાથે સમય પસાર કરતી થઈ છું ત્યારથી મને તું વધુને વધુ ગમવા લાગ્યો છે...આ પસંદ ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ મને એનો પણ ખ્યાલ ન રહ્યો...આકાશ...આઈ રિયલી લવ યુ..." આટલું કહેતા જ પ્રિયા એ આકાશના હાથ થામી લીધા. પ્રિયા વધુને વધુ આકાશની નજીક જવા લાગી. તે આકાશના ચહેરા પર પોતાના કોમળ હાથો ફેરવવા લાગી. આકાશને ફીઝીક્લી રીતે એટ્રેકટ કરવાની ભરપુર કોશિશ પ્રિયા કરી રહી હતી. પરંતુ આકાશે પોતાનો આપો ન ખોયો. આકાશે પ્રિયાના બંને હાથ પોતાના શરીરેથી છોડાવ્યા. આ જોઈને પ્રિયાને આચંકો લાગ્યો. જાણે એમનો પ્લાન નિષ્ફળ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ અંતમાં પ્રિયા એ ફરી પોતાની ચાલાકી વાપરી.
" આકાશ...તારે અત્યારે જવાબ આપવાની કોઈ જરૂર નથી.. તું શાંતિથી વિચારીને આરામથી જવાબ આપજે..હું તારા જવાબની રાહ જોઈશ....બાય આકાશ...." પ્રિયા આટલું બોલીને ધીમે ધીમે રૂમમાંથી બહાર નીકળવા લાગી પણ ત્યાં જ અચાનક આકાશે પ્રિયાને પાછળથી કમરેથી પકડી લીધી. પ્રિયા એક ઝાટકે આકાશના બાહોમાં સમાઈ ગઈ. આકાશે પ્રિયાને પોતાની તરફ ફેરવી અને કંઈ પણ કહ્યા વિના તેણે પોતાના હોઠ પ્રિયાના હોઠો પર રાખી દીધા. બંને મન મૂકીને એકબીજામાં ઓતપ્રોત થઈ રહ્યા હતા. આખરે પ્રિયાને આકાશનો જવાબ મળી જ ગયો અને જે રીતથી મળ્યો એ તો પ્રિયા માટે બોનસ સમાન હતું.
આદિત્ય અને અનન્યા સગાઈ પછી એકબીજાને વધુ સમય આપવા લાગ્યા હતા. જેની ખરાબ અસર મેજિક કંપની પર પડી રહી હતી. દિવસના ચાર પાંચ કલાક જ અનન્યા ઓફીસે વિતાવતી બાકીનો સમય એ આદિત્યને આપતી હતી. આદિત્યે પોતાનું કામ ખૂબ ચતુરાઈ પૂર્વક સંભાળી લીધું હતું. જેથી એનો બિઝનેસ અટકવાને બદલે વધુ ગતિવાન થઈ રહ્યો હતો. આકાશે હવે અનન્યા સાથે વાત કરવાની પણ ઓછી કરી દીધી. બિઝનેસને હવે આકાશ પોતાની રીતે જ હેન્ડલ કરતો હતો. જો કોઇ જરૂરિયાત આવી પડે તો આકાશ પ્રિયાની મદદ લેતો હતો. આમ જ ધીમે ધીમે બે ત્રણ મહિના પસાર થઈ ગયા અને સમય આવ્યો આદિત્ય અને અનન્યાના લગ્ન દિવસનો.
લગ્ન દિવસના દસેક દિવસ પહેલા અનન્યા કોઈ કામથી આકાશને મળવા એની ઘરે પહોંચી. ઘરે જઈને જોયું તો દરવાજો ખુલ્લો હતો અને અંદર આકાશ અને પ્રિયા અનન્યા વિશે જ કઈક વાત કરી રહ્યા હતા. અનન્યા થોડે દૂર સિતાઈને ચોરીછૂપે એમની વાતો સાંભળવા લાગી.
" આર યુ મેડ? તું શું બોલે છે તને ભાન પણ છે?." ગુસ્સામાં આકાશે કહ્યું.
" આકાશ દિલથી નહિ દિમાગથી વિચાર કર...અનન્યાનું આ કંપનીમાં હવે કોઈ કામ જ નથી...!"
" તને ખબર છે આ કંપની અહીંયા સુધી કઈ રીતે પહોંચી, અનન્યાના લીધે જ આજે આપણી કંપનીની સોડા આખા દેશભરમાં વહેંચાય છે, જો એ ન હોત ને તો આ કંપનીની શરૂઆત જ ન થાત..."
" રાઈટ....એકદમ રાઈટ...સાચું કહ્યું તે અનન્યાના લીધે તો તું આજે આટલો મોટો સફળ બિઝનેસમેન બન્યો છે, પણ આઈ થીંક તું કઈક ભૂલી રહ્યો છે.."
" શું?"
" કે છેલ્લા છ મહિનાથી અનન્યા એ આ કંપની તરફ ધ્યાન જ નથી દોર્યું...એમનું સંપૂર્ણ ધ્યાન તો બસ આદિત્ય ખન્ના તરફ છે..આ છ મહિનામાં જે કામ એમને કરવું જોઈતું હતું એ કામ મેં કર્યું છે...અને તું જે આજે કોલર ટાઇટ કરીને ફરી રહ્યો છે ને એ પણ તારી અને મારી મહેનતના લીધે છે...હા હું માનું છું કે અનન્યા એ શરૂઆતમાં આ કંપનીને ખૂબ સરસ રીતે ચલાવી છે પણ ભવિષ્યનું શું? તને લાગે છે એ લગ્ન પછી તારી કંપનીને સંભાળવા આવશે...અહીંયા આવીને હિસાબો કરશે? મીટીંગનું આયોજન કરશે? આકાશ બી પ્રેક્ટિકલ... કંપનીના ફાયદાની નજરે જો તને બધા સવાલના જવાબ મળી જશે..."
પ્રિયાની વાત એક રીતે ખોટી પણ નહોતી. અનન્યાનું ધ્યાન કંપનીમાંથી જાણે ઉઠી જ ગયું હતું. જેનો અફસોસ અનન્યા પણ દૂર ઊભીને કરી રહી હતી.
" હું અનન્યાને કંપની છોડીને જવા માટે નહિ કહી શકું?"
"શું આ તારો લાસ્ટ ડીસીઝન છે?"
" હા....આ મારો અંતિમ નિર્ણય છે..."
" ઠીક છે તો તું પણ મારો નિર્ણય કાન ખોલીને સાંભળી લે, અનન્યાની વિદાય એમના ઘરેથી થાય એ પહેલાં જો એની વિદાય આ કંપનીમાંથી ન થઈ તો હું આ કંપનીને છોડીને ચાલી જઈશ અને હા આકાશ હું તારી સાથે લગ્ન ત્યારે જ કરીશ જ્યારે આ કંપનીમાં મારો પચાસ ટકા ભાગ હશે..." આટલું કહેતા જ પ્રિયા ત્યાંથી જતી રહી. આકાશ પ્રિયા પ્રિયા ના નામથી બુમો પાડતો ઊભો રહી ગયો. આકાશની માનસિક હાલત ખરેખર ખૂબ ખરાબ હતી. જે અનન્યા ને એ સાચા દિલથી પ્રેમ કરતો હતો એની સગાઈ આદિત્ય સાથે થઈ ગઈ. પછી જ્યારે એમણે પ્રિયા સાથે સબંધ બાંધ્યો તો પ્રિયા પણ એમને છોડીને જવાની ધમકી આપવા લાગી. આકાશ પૂરી રીતે હિંમત હારી રહ્યો હતો. આકાશને દુઃખી જોઈને અનન્યા નું મન એમને મળવા માટે કહી રહ્યું હતું પરંતુ આકાશ અત્યારે એમની વાતોને નહિ સમજી શકે એમ વિચારીને એ ત્યાંથી ઘરે જવા જતી રહી.
મોડી રાત સુધી અનન્યા એ આદિત્ય સાથે ફોન પર વાત કરી. પરંતુ અનન્યા એ આદિત્યને આકાશ અને પ્રિયાની વાત બિલકુલ ન જણાવી. રાતના એક થવા આવ્યા છતાં પણ અનન્યાના વિચારોમાંથી આકાશ ન નીકળ્યો. આકાશે ખરેખર શું કરવું જોઈએ એના વિશે જ અનન્યા વિચારી કરી રહી હતી.
" પ્રિયા આકાશને છોડી દેશે તો આકાશની હાલત વધુ ખરાબ થઈ જશે એ તો હિંમત હારી જ જશે! નહિ નહિ...આકાશ અને પ્રિયા કોઈ પણ સંજોગે અલગ ન થવા જોઈએ, મારા લીધે એમનો પ્રેમ સંબંધ અટકે એવું હું કદી પણ નહિ થવા દવ...પણ હું શું કરું? આકાશ મારી વાત સમજશે નહિ અને પ્રિયા સાથે તો વાત કરવી જ બેકાર છે... મારે જલ્દી આ સમસ્યાનો કોઈને કોઈ રસ્તો તો શોધવો જ પડશે.." અનન્યા એ કોઈ સરળ રસ્તો શોધવાનું નક્કી કરી લીધું.
શું અનન્યાને આ સમસ્યાનો કોઈ હલ મળશે? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.
ક્રમશઃ