સૌથી પહેલા હું ગીતામંદિર પહોચ્યો અને ગીતામંદિર ઉતરીને પહેલા મે અને કશ્યપે સોડા પીધી સોડાવાળા બેન મોટી ઉંમરના એક અણી વાળા સળિયાની મદ્દદ થી એવી રીતે સોડા ની બોટલ ઓપન કરતા હતા કે જેવી બોટલ ઓપન થાય કે તેમાં બંદૂક માંથી ગોળી છૂટે તેવો અવાજ આવતો ને વિચાર્યું કે ભાવનગરમાં ચાલુ કરીએ તો ઉપડી જાય સોડ આપીને મારે ફ્રેશ થવા માટે વોશરૂમ શોધતો હતો
જેવો ગીતા મંદિરના બસ સ્ટેન્ડમાં અંદર પહોંચ્યો. તો મેં વિચાર્યું આ શું છે આટલી વસ્તી તો આખા ભાવનગરની નથી એટલી બધી પબ્લિક બધા ધક્કા મૂકકી કરતા હતા હું ટોઇલેટ પાસે પહોંચ્યો ટોયલેટમાં ખૂબ જ ભીડ હતી એટલે મેં અત્યારે જોવાનું ટાળ્યું અને બીજે કંઈક શોધવાનું નક્કી કર્યું આ બાજુ રાજેશ અને અશ્વિન આ બાજુ રાજેશ ને અમારો જૂનો મિત્ર હાર્દિક મળી ગયો તો રસ્તામાં તેની બસ હોવાથી તેને ત્યાં જ ત્યાં જ નાસ્તો કરી લીધો અને અમે લોકો થોડી વાર લાલુ અને મહેશ ની વાત જોઈ હું પાછો બીજો કોઈ મિત્ર મળે છે કે નહીં તે જોવા માટે આંટો મારવા ગયો મહેશ નો ફોન મારા પર આવ્યો તે ગીતામંદિર પહોંચી ગયો. મહેશ મારાથી એકદમ વિરુદ્ધ દિશામાં હતો અને એટલી બધી ભીડને કારણે લગભગ 10-15 મિનિટ પછી મળ્યો હું અને મહેશ સાથે મળીને અને રાજેશ જ્યાં છેલ્લે ઊભા હતા ત્યાં પહોંચ્યા તો અશ્વિન અને રાજેશ ત્યાં નહોતા અશ્વિન અને રાજેશ ને કોલ કર્યો તો બંનેમાંથી એકેય ઉપાડે નહીં લાલુનો ફોન મહેશ પર આવ્યો મહેશ તેને નિશાની આપી અને ગીત એક દુકાન પાસે આવે તેવું કીધું લાલુ 10 મિનિટ પછી ત્યાં પહોંચી ગયો. રોડની બીજી બાજુ જ્યાં જોયું તો અશ્વિન અને રાજેશ કે ઉભા હતા હું દોડીને તેમની પાસે ગયો. મેં રાજેશ ને કહ્યું ક્યાં હતા એને કીધું શૌચાલય ગોતવા ગયા પણ મળ્યુ નહીં
અમે લોકોએ જમવાનું નક્કી કર્યું ત્યાં ગીતા મંદિરના બસ સ્ટેશનમાં એક ખૂણાની દુકાનમાં અમે લોકો જમવા બેઠા ત્યાં જમવા વાળા ને મેનુ પૂછ્યું કે જૈન મળશે અશ્વિન માટે તો એને કીધું કે જૈનમાં તો કંઈ નહીં અશ્વિને કીધું કે છાશ આપી દો અને અમે લોકો પહેલા ટેસ્ટ કરવા માટે માત્ર ત્રણ ડિશ મંગાવી હું તો આવું લોકલ ખાવાની ટેવ હોવાને મને આટલો વાંધો ન આવ્યો પણ રોટલી સરખી ચડેલ ન હોવાથી ભાત કાચા હોવાથી લાલુ રાજેશ અને મહેશને કંઈ ખાસ પસંદ ન આપ્યું. લાલુને તેના મિત્રો પ્રશાંત વિશે પૂછ્યું તો લાલુએ કીધું કે તે હવે તેમની રીતે ભાવનગર ચાલ્યો જશે અશ્વિને કહ્યું ઓકે દુકાનમાં સર્વ કરવા વાળો પણ એન્ટિક પીસ હતો સ્પાઈસી ઉભા વાળ પાછળથી લાંબા, રંગબેરંગી કલરનું ટીશર્ટ, એકદમ સ્કિન ટાઈટ જીન્સ પેન્ટ અને એમાં પણ બે મોટા ખિસ્સા સાઈડમાં કાર્બો પેન્ટની જેમ, લોફર બુટ એકદમ કોઈ રંગમચ પર ગાંડાનું પાત્ર ભજવીને આવ્યો હોય તેવું લાગતું હતું. એક ખૂણામાં જમીને અમે લોકો હાથ ધોવા તો મેં જોયું તો મને લોકોની ડીશમાંથી વધેલું ખાવાનું તેમાં ભેગું કરતા હતા એ જોયું તો લાગ્યું કે આમાં ઓછું 30 40 લોકો આરામથી જમી લે એટલો બધો ખાવાનો બગાડ થતો હતો તે સમયે એવું ફીલ થયું કે આને કોઈ ઉપાય શોધવો જોવે પણ આમાં શું કરી શકાય ?
અમે લોકો ત્યાંથી ચાલતા થયા અમે લોકો પછી કાકરીયા જોવા માટે રીક્ષા ગોતવાનું શરૂ કર્યું એક રીક્ષા વાળાએ સીધા દોડ્સો કીધા પાંચ જણાના લાલુએ કીધું ભાઈ અમે ચાલીને ત્યાં જતા રહેશું છેલ્લા 70 તમારી માટે રાજેશ કીધું રિક્ષાવાળો માની ગયો. અમે કાંકરીયા પહોંચ્યા લોકો ટિકિટ ખરીદીને પ્રવેશ મેળવ્યો મેં કીધું તમે લોકો જાવ હું આહિયા પાળ શાંતિથી બેઠું છુ મારી સામે એક દરવાજો હતો એમાં ઓછામાં ઓછી 300 થી 400 માણસોની લાઇન હશે અને બધા ધક્કા મૂકી કરતા હતા પહેલા તો એ ખબર નહોતી કે આટલી બધી લાઈન શેની માટે કંઈ પણ હોય એટલી લાઈનમાં તો કોઈના પરસેવાની સુગંધ લેવા હું તો ના જ ઉભો રહું પછી ખબર પડી કે તે લાઈન પેલી ટ્રેનની છે જે કાંકરિયા તળાવની ફરતે લોકોને એક ચક્કર મરાવે છે મેં કીધું એક આંટો મારવા માટે હતી મોટી લાઈન એ પણ માત્ર ટ્રેનમાં બેસવાના કરતા તો હું બે વાર આમ ચક્કર લગાવી લઉં