Meghna - 3 in Gujarati Horror Stories by Prem Rathod books and stories PDF | મેઘના - 3

Featured Books
Categories
Share

મેઘના - 3

"નિલેશ કંઈ વાંધો નહીં તમે ચિંતા ના કરો એ તો ઠીક થઈ જશે" પણ નિલેશ તેની વાત માન્યો નહી અને કહ્યું,"મેઘના મારે કંઈ સાંભળવું નથી દવાઓ ક્યાં રાખી છે?" આ સાંભળી મેઘનાએ એક કબાટ તરફ ઈશારો કર્યો,જે જોઈ નિલેશ ઝડપથી એ કબાટમાંથી એક પ્લાસ્ટિકનો ડબ્બો લઈ આવ્યો જેમાં રૂ, ઘાવનો મલમ,દવાઓ જેવી પ્રાથમિક સારવારની વસ્તુઓ હતી.


નિલેશ જમીન પર બેસી મેઘનાનો પગ તેના સાથળ પર મૂકી દીધો,તેને ડબ્બો ખોલી એક રૂ લઈ તેના ઉપર થોડું ટિંચર લગાવી હળવા હાથે પગનો ઘાવ સાફ કરવા લાગ્યો,પીડાના લીધે મેઘનાએ તેની આંખો બંધ કરી લીધી પણ છતાં તેના મોઢામાંથી હલકો અવાજ નીકળી ગયો,ઘાવને સરખી રીતે સાફ કર્યા બાદ નિલેશે મલમ લગાવી ત્યાં પાટો બાંધી દીધો, આખરે તે ઉભો રહી ગયો અને તેણે મેઘનાને ઉભુ થવા કહ્યું પણ પાટાનાં લીધે ઊભા થતા તેનું સંતુલન બગડ્યું અને તે નીચે પડે એ પહેલાં નિલેશે તેને પકડી લીધી, મેઘનાનું ધ્યાન નિલેશની આંખો તરફ જ હતું જે પ્રત્યેક ક્ષણ તેને જ નિહાળી રહી હતી,નિલેશનો હાથ મેઘનાની કમર ઉપર હતો,આ વાતની જાણ થતા તેનો શ્વાસ જલ્દી ચાલવા લાગ્યો જે નિલેશ તેના ચેહરા સુધી અનુભવ કરી શકતો હતો,મેઘનાના શરીરમાંથી આવતી મીઠી સુગંધ તેના અંદર સુધી સમાઈ રહી હતી અને વીતતાં દરેક ક્ષણ સાથે બંનેના ચેહરાનું અંતર ઓછું થતું હતું.


બંનેનાં હોઠ મળે એ પહેલાં મેઘના દોડીને નિલેશથી દૂર જતી રહી,તે બારી પાસે ઊભી રહીને પોતાના શ્વાસ ઉપર કાબૂ મેળવી રહી હતી પણ નિલેશ આ પળને માણી લેવા માગતો હતો,કેમકે આજની આ વરસાદી રાત તેની માટે એક અલગ સોગાત લઈને આવી હતી.મેઘનાની પીઠ નિલેશ તરફ હતી.તે બારી બહાર પડતાં વરસાદને જોઈ રહી હતી ત્યાં તેણે પોતાની ગરદન ઉપર નિલેશના ગરમ શ્વાસનો અનુભવ કર્યો,જેનાથી તેના શરીરમાં એક અલગ કંપારી દોડી ગઈ,નિલેશે મેઘનાની ગરદન ઉપર હોઠ ફેરવતા તેનો જમણો હાથ પકડી લીધો અને આ સાથે મેઘનાએ નિલેશ તરફ ફરી તેનું માથું નિલેશની છાતી ઉપર રાખી દીધું.


નજરો સાથે ખેલાતાં શરીરનાં આ ખેલને મેઘના સારી રીતે સમજતી હતી પણ તેના પતિની યાદથી તે પોતાની જાતને રોકી રહી હતી પણ નિલેશનો સ્પર્શ તેની અંદરની એ લાગણીઓને જગાડતો હતો જેને એ કેટલાય સમય પહેલાં પોતાનાથી દૂર કરી ચૂકી હતી.નિલેશ એક હાથે તેના રેશમ સમાન વાળ ખસેડી ગરદન પર તેનાં હોઠ ફેરવવા લાગ્યો.હવે ધીરે-ધીરે આ શરીરનો સ્પર્શ તેના મન ઉપર હાવી થઈ રહ્યો હતો અને આ સાથે મેઘનાએ નિલેશનો ચેહરો પકડી તેના કોમળ હોઠ નિલેશ સાથે મિલાવી દીધા.કેટલાય સમય બાદ શરીરની અનુભૂતિ તેને અલગ આનંદ આપતી હતી.વિરાન જગ્યા પર પાણીની લેહર જેમ આજે મેઘના મનના બધાં બંધનથી મુક્ત થઈ ગઈ હતી.

થોડીવાર સુધી બંને આ પ્રેમાળ પળોને માણી રહ્યા હતા ત્યાં નિલેશ અચાનક થંભી ગયો, તેણે પોતાનો ચેહરો દૂર કરીને જોયું તો મેઘનાનો પૂરો ચેહરો લાલ પડી ચૂક્યો હતો જે તેના માસૂમ ચેહરાને વધુ આકર્ષક બનાવતો હતો.નિલેશે નીચે નમી બંને હાથો વડે મેઘનાને ઊંચકી લીધી,નિલેશના અચાનક ઊંચકવાથી મેઘના હેબતાઈ ગઈ,"નિલેશ આ શું કરે છે?હવે બસ મને નીચે ઉતાર માટે આયુષ પાસે જવું છે."
મેઘનાની વાત સાંભળી નિલેશે હસતા કહ્યું,"હવે હું તને ક્યાંય નહી જાવ દઉ અને આયુષની ચિંતા ના કર તે સુઈ ગયો છે પરંતુ આપણી બંને માટે આ રાત હજુ ઘણી લાંબી થવાની છે." નિલેશની વાત સાંભળી મેઘનાએ પોતાનો ચેહરો હાથ પાછળ છુપાવી દીધો અને નિલેશ મેઘનાને ઉઠાવી તેના રૂમ તરફ લઈ ગયો.રૂમમાં પહોંચતા નિલેશે મેઘનાને પલંગ ઉપર સુવડાવી દીધી જ્યાં પેહલેથી સફેદ રંગનું ગાદલું પાથરેલું હતું, તેણે રૂમને અંદરથી લોક કર્યો અને બારી પાસે ઉગેલા ગુલાબના છોડ પાસે ગયો,મેઘના એક નજરે નિલેશને જોઈ રહી હતી.નિલેશે ગુલાબના થોડાક ફૂલ તોડ્યા બાદ ફૂલની પાંદડીઓ અલગ કરી મેઘના પાસે આવ્યો, તેણે થોડીક પાંદડીઓ મેઘના પર નાખી અને બાકીની ત્યાં બિછાવેલા ગાદલા પર નાખી દીધી,જેમ નવપરિણીત યુગલ પોતાના લગ્નની પેહલી રાતને માણતા હોય તે રીતે નિલેશ આ રાતને યાદગાર બનાવવા માગતો હતો.


વાતાવરણની ઠંડક સાથે તેમાં ભળેલી ભીંજશ દરેક માણસના દિલના ઉમળકાને વેગ આપતી હોય એ રીતે નિલેશે મેઘના પાસે જઈ તેના સાડીનો પાલવ પકડી હળવેથી ખેંચી લીધો અને આ સાથે ફરી બંને વચ્ચે અધરોના ખેલ શરૂ થઈ ગયા,નિલેશે ગાદલા ઉપર પડેલી ચાદર પોતાની ઉપર ઢાંકી લીધી અને આ સાથે મેઘનાનાં શરીરના દરેક અંગને માણવા લાગ્યો,મેઘના પણ વિરોધ દર્શાવ્યાં વગર આ રાતને જીવી લેવા માગતી હતી,બંનેના કપડાં પલંગની એક તરફ પડ્યા હતા,રાત્રિના આ પ્રહરમાં વરસાદની હેલી સાથે બંનેના શરીર એક થઈ ગયા હતા.મેઘના નો અવાજ રૂમની અંદર ગુંજી રહ્યો હતો,બંનેના શરીરની ગરમી અને શ્વાસને લીધે રૂમની અંદરનું વાતાવરણ ગરમ થઇ ગયું હતું,દોઢ એક કલાકના પ્રણય સંબંધ બાદ મેઘના નિલેશની છાતી ઉપર માથું રાખીને સૂઈ ગઈ હતી,તેના મુખ પર અલગ જ શાંતિ હતી,નિલેશે ઘડિયાળમાં જોયું તો રાતનાં ૩:૩૦ થયાં હતાં,આ સાથે નિલેશે પણ પોતાની આંખો બંધ કરી દીધી અને તે પણ ભીંજાયેલી રાત સાથે મીઠી નિંદરનો આણંદ માણવા લાગ્યો.

બહાર હવે વરસાદ ધીમો પડ્યો હતો એટલે આ તરફ રાઘવ અને કિશન બંને રેલ્વે સ્ટેશન પર પાછા ફરે છે પણ વરસાદ હજુ ચાલુ હોવાને લીધે બંને પલળી ગયા હતા,પાર્કિગમાં બાઇક મૂકી બંને ઝડપથી પ્લેટફોર્મ તરફ આગળ વધે છે,પ્લેટફોર્મ પર હજુ પણ અંધકાર હોવાથી રાઘવે ટોર્ચ ચાલુ રાખી હતી.
"એલા કિશન, તારી ચા ની લપમાં આપને ૨ કલાક સુધી ત્યાં જ અટકાઈ ગયા, નિલ્યો મારી રાહ જોતો મનમાં કઈક ગાળો દેતો હશે કેમકે તેને ઊંઘ આવતી હતી અને હું તેને પકડીને આયાં લઈ આવ્યો."

"યાર ભાઈબંધીમાં આવું ચાલ્યા કરે અને પાછી ચા ની ચુસ્કી સાથે આ વરસાદી રાતની મજા લેવાનો મોકો ક્યારેક જ મળે."બંને વાતો કરતા પ્લેટફોર્મ પર પહોંચ્યા પણ થોડીવાર પેહલા જે બાકડા પાસે બેઠા હતા ત્યાં પહોચીને જોયું તો નિલેશ ત્યાં હાજર નહોતો,આ જોઈ રાઘવે ચિંતા સાથે પૂછ્યું,"અરે કિશન નિલેશ ક્યાં ગયો હશે?હમણાં તો આપણે અહીથી જ છૂટા પડ્યા હતા."
"કદાચ બીજે બેઠો હોય, ચાલ આપણે પ્લેટફોર્મ પર એક આંટો મારી લઈ" એમ કહી તેમણે આખા પ્લેટફોર્મ પર તપાસ કરી છતાં તેમને નિલેશ મળ્યો નહીં.રાઘવનો ચિંતાજનક ચેહરો જોઈ કિશને કહ્યું,"કોને ખબર કદાચ ઊંઘને લીધે આપણા ગયા પછી ઘરે જતો રહ્યો હોય."
"હા એવું બની શકે,સારું ચાલ હું કાલે એની સાથે વાત કરી લઈશ." એમ કહીને રાઘવ પણ પોતાના ઘર તરફ આગળ વધી ગયો.


બીજા દિવસે સવારના ૧૧ વાગ્યા હતા છતાં આકાશમાં એટલા ઘનઘોર વાદળા છવાયેલા હતા કે દિવસ અને રાતનો ફર્ક કરવો મુશ્કેલ હતો, સૂરજની એક પણ કિરણ ને ધરતી ઉપર પડે નહીં એ રીતે વાદળો બંધાયેલાં હતા. બહાર હજુ પણ વરસાદની ઝીણી છાણ એકંદરે ચાલુ જ હતી આ તરફ રાઘવ પોતાના ઘરમાં શાંતિથી સૂઈ રહ્યો હતો ત્યાં અચાનક તેના મમ્મી ના અવાજ સાથે તેની ઊંઘ તૂટી ગઈ,"રઘુ ઊઠ બહાર રાજેશ્રી ભાભી આવ્યા છે અને તેમનું કહેવું છે કે નિલેશ હજુ સુધી ઘરે પાછો આવ્યો નથી."
"શું કીધું?" આ અવાજ સાથે રાઘવ સફાળો બેઠો થઈ ગયો અને બહાર જઈને જોયું તો નિલેશના મમ્મીના ચહેરા પર ચિંતા સાથે એક ડર પણ હતો,"કાકી નિલેશ હજુ સુધી ઘરે નથી આવ્યો?"
"હા બેટા,કાલે રાત્રે મોડે સુધી તેની રાહ જોઈ પછી મને લાગ્યું કદાચ તારા ઘરે રોકાઈ ગયો હશે ‌ પણ હજુ સુધી પાછળ ન ફરતા હું અહીં પૂછવા ચાલી આવી પરંતુ તે અહીં પણ નથી ખબર નહીં ક્યાં ગયો હશે?" આટલું કહેતા તેમની આંખો ભીંજાઈ ગઈ.
"કાકી તમે ચિંતા ન કરો હું હમણાં જઈ તેને શોધી આવું છું એકવાર મળે એટલી વાર છે એટલું પણ બધું શું જરૂરી કામ હશે કે ઘરે કહેવાની પણ ખબર નથી પડતી" આટલું કહી રાઘવે ઝડપથી હાથ મોઢું ધોયું અને નિલેશને શોધવા નીકળી પડ્યો.


કાલે વરસેલા વરસાદની અસર ગામ ઉપર ચોખ્ખી દેખાતી હતી, ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા,રસ્તાઓ કાચા હોવાને લીધે પાણીના ખાબોચિયા ભરેલા હતા, મકાનના ધાબા ઉપર લાગેલા પાઇપ માંથી નીકળતા પાણીનો અવાજ શેરીઓમાંથી આવી રહ્યો હતો,ઉપરથી જોઈને લાગતું હતું કે જાણે આખું ગામ પાણીમાં ડૂબી રહ્યું હોય. આ સાથે રાઘવ નિલેશના મિત્રો,સંબંધીઓ, કામ કરતા કારખાને પૂછપરછ કરતો ફરી રહ્યો હતો,જ્યાં તે બંને બેસતા હતા એ સાથે તેણે શક્ય હોય એ બધી જગ્યાએ તપાસ કરી લીધી હતી પણ નિલેશની ક્યાંય ખબર નહોતી આ બધું કરતા ક્યારે રાત પડી ગઈ તેને ખબર જ ના રહી,વિતતા દરેક ક્ષણ સાથે રાઘવની ચિંતા પણ વધતી જતી હતી આખરે તેના મનમાં ઝબકારો થયો તેણે કિશન ને પૂછવાનો વિચાર આવ્યો અને આ સાથે તે રેલવે સ્ટેશન તરફ ચાલવા લાગ્યો કારણ કે છેલ્લે તે જગ્યા પર જ નિલેશ ને જોયો હતો.



To be Continued.....