અશ્વિન અને રાજેશ કઈ રીતે પહોચ્યા ?
બી.આર.ટી.એસ માં લાલુ અશ્વિન રાજેશ એક સાથે હતા રાજેશ અને અશ્વિન રસ્તામાં તેને ડ્રાઇવર કીધું તે ત્યાં ઉતરી ગયા અને થોડીવાર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બેઠા પાણી પીધું અને પછી ચાલતા ચાલતા સેન્ટર પાસે પહોંચશે સેન્ટરની જે શાળા હતી તેની બાજુમાં જ એક સ્વામિનારાયણ નું મંદિર હતું આમ પણ અશ્વિન સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતો હતો અને ડુંગળી અને લસણ પણ તે ખાતો ન હતો રાજેશ અને અશ્વિન મંદિરમાં ગયા મંદિરમાં ન્હાવાની સુવિધાઓ હતી રાજેશ અને અશ્વિન બંને ફરીથી ફ્રેશ થયા અને ભીના થયેલા કપડાં પાછા બદલાયા કપડાં બદલાવીને બંને મંદિરમાં દર્શન કર્યા અને દર્શન કરીને તેઓ એક નાસ્તાની લારી પર ગયા ત્યાં બંને એક ડીશ સમોસાની મંગાવી અશ્વિન બે સમોસાની ડીશ ખાઈ ગયો અને પછી ચા પીને બંને ફરી મંદિરમાં આવ્યા અને અશ્વિને પૂજારીને કહ્યું અમે રાતના સુતા નથી કઈ આરામ થાય તેવી વ્યવસ્થા છે પૂજારી રૂમ બતાવ્યો રાજેશ અને અશ્વિન બંને એકાદકલાક આરામ કર્યો અને પછી તેઓ શાળા પરીક્ષા આપવા માટે પહોંચ્યા
મહેશ કઈ રીતે પહોચ્યો?
મહેશ સ્ટેશન પર ઉતર્યું તેના ફોન પર નેટવર્ક આવતું ન હોવાથી તે થોડો પરેશાન હતો નેટ લોકેશન ન મળી બસ સ્ટેશન પર બે પંજાબી ભાઈ મળ્યા તેને તમને પૂછ્યું સરદાર ચોક કઈ રીતે જવાનું તો પાજી એ મહેશ ને કહ્યું સામને કી બિલ્ડીંગ કે પાસ ચલા જા વહા સે મિલ જાયેંગી ધન્યવાદ મહેશે કહ્યું મળશે મહેશ ત્યાં થોડી વાર ઉભો રહ્યો ત્યાં તેની પાસે રીક્ષા આવી મહેશ રિક્ષામાં બેઠી ગયો થોડી વાર પછી તે રિક્ષાવાળો વધુ સ્પીડમાં ચલાવી મહેશ રિક્ષાવાળા નો લૂક સરખો ન હતો કઈ અજીબ લાગ્યું હાથમાં છરી લાગી હોય તેવો નિશાન હતા પગમાં એક ચીરાનું નિશાન હતું શર્ટના અડધા બટન ખુલ્લા હતા મહેશને નવાઈ લાગી તેને તે ભાઈને બે વાર પૂછ્યું. આ રસ્તો સરદાર ચોક જાય છે ને પણ રિક્ષાવાળાએ કંઈ જવાબ આપ્યો નહીં મહેશ રિક્ષામાં એકલો હતો તેને થોડો ડર પણ લાગ્યો મોબાઇલમાં હજુ નેટવર્ક નહોતું આવતું ત્યાં રિક્ષાવાળાએ રીક્ષા ઉભી રાખી અને મહેશને કીધું સામે જ છે તે સરદાર ચોક મહેશ પૈસા આપીને ઝડપથી ચાલતો થયો જ્યાં ઊભો ત્યાં મહાદેવનું એક મંદિર હતું તેમ મંદિરના દર્શન કર્યા અને વૃક્ષ નીચે થોડીવાર બેઠો. એક દુકાન પર બે વેફરના પેકેટ અને એક બિસ્કીટ નો પેકેટ લીધું અને ચા સાથે ખાધું ત્યાંથી ધીરે ધીરે માણસો આવવા લાગ્યા અને મહેશ પેપર આપવા ક્લાસરૂમમાં પહોંચ્યો.
લાલુ કઈ રીતે પહોચ્યો?
અશ્વિન અને રાજેશ ના ઉતર્યા પછી લાલુ બસમાં એકલો હતો બીઆરટીએસ નું છેલ્લું બસ સ્ટોપ આવ્યુ લાલુ એ ડ્રાઇવરને કહ્યું “મારે અહીં ઉતારવાનું છે ?" "એલા હું તમને કહેતા જ ભૂલી ગયો કે તમારે આગળ ઉતારવાનું હતું હવે હું તમને જે બસમાં બેઠાડું તે બસમાં ડ્રાઇવરને કે જો અને તે તમને ઠક્કરબાપા નગર ઉતરવાનું છે લાલુએ થોડું મનમાં બબડ્યો ડ્રાઇવર કહ્યું ટે પ્રમાણે તે બસમાં ચડી ગયો અને ઠક્કરબાપા નગર બીઆરટીએસના બસ સ્ટેન્ડમાં ઉતર્યો ત્યાંથી તેનું સેન્ટર સાડા પાંચસો મીટર દૂર હોવાથી તેને ચાલીને જવાનું નક્કી કર્યું અને તે સેન્ટર પર પહોંચ્યો સેન્ટર પર તે સંજના બેઠી હતી લાલુ તેની સાથે પહેલા જોબ કરતો હતો લાલુએ તેની સાથે વાત કરી સંજનાએ લાલુ સાથે નાસ્તો કર્યો લાલુએ પણ સંજના ને કેરી આપી એના નાસ્તો કર્યો પછી ત્યાં જ એક બિલ્ડીંગ પાસે બેઠયા પછી પેપરનો સમય થયો અને તે પેપર આપવા ગયો