Talk of the heart of the poor in Gujarati Poems by Shreya Parmar books and stories PDF | ગરીબ ના દિલ ની વાત

Featured Books
Categories
Share

ગરીબ ના દિલ ની વાત

કોણે કીધું ગરીબ છીએ
કોને કીધું છીએ અમે રાંક
તમે કદી માપ્યા નથી
અમારા હદય ના આંક
ગરીબ હોઇશું અમે પૈસા થી
દિલ ના અમે દિલદાર
કટકો રોટલો ખાઈ ને પણ
રહીએ અમે શાનદાર
મહેમાન મારો ભગવાન ને
ભગવાન છે મારો નાથ
મરચું રોટલો ખાતા હશું અમે પણ
આપીએ એમને જમણ એવા જાત ભાત
ખોટ નથી પૈસા ની ને
નથી અમો ને એનું કંઈ દુઃખ
આવ્યા છીએ એવા જશું
એનું એમને છે બહુ સુખ
પૈસા એ તો છે લક્ષ્મી ને
ભગવાન મારો એની બેંક
એની ઈચ્છા આગળ તોહ
કોઈ મારી સકે જ નહિ મેખ
નાનું અમારું ઘર છે ને પણ
દિલ ના છીએ અમે દિલદાર
નાનકડી ગલી ઓ માં પણ
રહી એ અમે ખુશહાલ
પરિવાર મારો સોનું છે ને
હું જવેરી એ પરિવાર નો
સોનું મારો પરિવાર છે ને એનો મને હેત
કોઈ છીનવી સકે ના ભલે ને એ માનવ હોય કે પ્રેત
રૂપ અમારું અણગમતું ભલે હોય ને
રૂપ નો એવો તે શું મોહ
સાદગી અમારી છે શાન ને
છે જીવતર અમારો શૉ
કમળ ખીલ્યું છે કાદવ માં ને
હોય છે છોડ ગુલાબ ના
હોય બંને એક નંબર ના
તોય મોગરા નો છે સૌને શોખ મજાના
નથી અમે ગરીબ કે નથી અમે કઈ રાંક
પૈસા ની ખોટ માં તમે માપ્યા અમારા એવા તે આંક્
બેંક તો છે ઉપરવાળા ની
એની જ બેંક છે ને કેશિયર પણ એ જ
જીવન મારું જન્નત છે ને
આ જીવન છે એ જ અમારી મન્નત
સુખ દુઃખ ના સાથ માં
પરિવાર j મારો મારી સંપત
આ દુનિયા માં સુખ સહિબી ને અમીરી ગણી
મારો તો પરિવાર જ મારું સાચું નાણું
પૈસા નો મોહ ન રાખીએ
એ તો ખાલી છે મહેનતાણું
નથી ઝરુખો ઘર માં કે
નથી અમારે હીરા મોતી
નાનકડા આ ઘર માં ને એક જ રૂમ માં
કરુણા અમારી હોય છે મોટી
નથી દરાર સંબંધ માં અમારે
સુખ શાંતિ ન અમે સંપન્ન
બંગલા નું અમારે શું કરવાનું
પ્રેમ ની જ્યાં હોય છે કસર
નથી ગરીબ અમે નથી રાંક
દિલ ના દિલદાર અમે તો છે ને
જો તું અમારા પ્રેમ ના હાલ
પાંપણ ભીની કદી માં થતી અમારી ને
હાસ્તો રમતો છે અમારો પરિવાર
મોટા ઘર ના માનવી મોઢે
ખુશી કદી પણ ન દેખાય
વ્યવહાર અમારો સોનું છે ને
એ જ વ્યવહાર અમારો સાચું દર્પણ
અહંકાર ને ઘમંડ એ તો કહું
મોટા ઘર ને અર્પણ
નથી ગરીબ અમે નથી રાંક
દિલ ના છીએ દિલદાર અમે તો
વિચારો નો છે વાંક
એક જ દીવો અમારા ઘર માં
પતરા ની નીચે અમે રહેતા
એક માટલા નું પાણી પીતા અમે
કદી ન ઝેર દિલ માં રાખતા
સુખી સંપન્ન શાંત જીવતર માં
અમે છીએ રહેતા
અમીરી શું ગરીબી શું અમે નથી દેખતા
નથી અમે ભેદ રાખતા
માનવી આજ ગરીબ છે
કાલ એની મેહનત થી બને છે અમીર
મૃત્યુ એક જ સત્ય છે આમાં
આજ છે કાલ એ જ સત્ય માં રાખ છે
માં ના ખોળે જીવતર આખું
પ્રકૃતિના ખોળે મૃત્યુ છે
ગરીબી અમીરી માણસ ના મન નો વહેમ છે
નથી અને ગરીબ કે નથી અમે રાંક
રૂપિયા ના આંક થી ને નથી થતા અમીર
રૂપિયા ના તોલે અમીરી ને
રૂપિયા ના તોલે ગરીબી
દિલ ના આંક થી આંકો
સમજાશે અમીરી ગરીબી
વફાદાર અમે દિલ ના છીએ દિલદાર
તો પણ રાંક પણ અમે આજ
કપટી તે જ ને દગાબાજ પણ તે જ છે
તો પણ ગરીબ જ અમે છીએ આજ
નથી ગરીબ ને અમે
નથી અમે રાંક
ઘર અમારું નાનકડું ને એમાં પણ
રાખીએ અમે સંસ્કાર ના આંક
અમે ના મૂંઝાતા નાની અમથી વાત માં ને
અમે છીએ ઝુંપડા માં
બાળક કદી ન ભૂખ્યા સુવે
કદી ના સુવે ઉદશ
તાળું તોડી ને કોઈ લૂંટે નહી અમને
ના ખૂટે દિલ ના લાગણી ના એ ભાવ
ચિંતા વગર ની જીંદગી માં
ના ખૂટે આવકારો ને સાથ
નથી અમે ગરીબ નથી અમે તે કંઈ રાંક
દિલ ના આંકે આંકી જુવો પ્રેમ ભર્યા તે અમારા ભાવ