પ્રેમ સમાધિ
પ્રકરણ-54
સુમને એ.સી. ચાલુ કર્યું આડો પડ્યો એની આંખોમાં ઘેન હતું.. ત્યાં કલરવે કહ્યું “યાર તારી આંખોમાં તો ઘેન છે હમણાં ઊંધી જવાનો..” સુમને કહ્યું “જમ્યા પછી મને નીંદર જ આવે છે પેટમાં ગયું નથી કે આંખો ઘેરાઇ નથી.” એમ કહી હસ્યો પછી બોલ્યો “મારી આંખમાં ઘેન છે અને તારી આંખમાં જાણે કેટલીયે વાતો કરવાની ઇચ્છા છે તમે લોકો વાતો કરો હું વચ્ચે વચ્ચે હોંકારો પુરાવીશ.” કાવ્યાને હસુ આવી ગયું બોલી "ભાઇનો હોંકારો એટલે મોટાં મોટાં નસ્કોરા..”. એમ બોલી ખડખડાટ હસી પડી.
સુમન અને કલરવ બંન્ને સાથેજ હસી પડ્યાં. સુમને કહ્યું "કાવ્યા તને હસુ આવે છે પણ આપણે અહીં આવવાનું હતું તો 3-4 દિવસ પહેલાંથી મને ખૂબ કામ પહોંચેલુ છે માં નું કામ કેટલું કરી આપ્યું અહીની... મારી ખરીદી ત્યાં ઘરમાં રીપેરીંગ કામ ચાલુ હતું મારાં ઘરથી તારાં ઘરનાં ધક્કા... નાનીને સમજાવવાનું કામ... નાનીનાં કામ..” એમ બોલતો બોલતો આંખ મીંચી ગયો.
કાવ્યાની આંખો નમ થઇ ગઇ નાનીનું નામ જ સાંભળી એને બધો માહોલ યાદ આવી ગયો. નાનીનાં ઘરેજ હતી માઁ નાં અચાનક મૃત્યુ પછી એકલી પડી ગઇ હતી નાની પોતાની પાસે લઇ આવી હતી.. વિજયનો એક્સીડન્ટ થયેલો એ હાજર નહોતો... પાપા હોસ્પિટલમાં... માં ની વિદાય.. ને એ કપરો કાળ યાદ આવી ગયો.
કલરવે જોયું કાવ્યા ઢીલી અને નમ થઇ ગઇ છે એને કંઇ બોલવું સૂજ્યુજ નહીં થોડીવાર એની સામે જોતો રહ્યો. કાવ્યાએ કહ્યું “કલરવ ખબર નહીં આપણે ત્રણે જણાં એવાં છીએ કે જેનાં જીવનમાં આ છ માસમાં અચાનક માંની વિદાય થઇ અને સુમનનાં ફાધરની... મારી માં અચાનક હૃદય બંધ થઇ ગયું મરી ગઇ તારી માઁને પિશાચોએ મારી... સુમનનાં પાપા એક્સીડન્ટમાં.. એ કેવી વિધીની વિચિત્રતા...”
કલરવે કહ્યું “સાચેજ વિધીની વિચિત્રતા છે મેં તો માઁ અને મારી નાનકી બેન ગુમાવી એકજ દિવસે ત્રણ કરુણ ઘટના બની.. માઁ અને નાનકીનું ખૂન થયું મારાં પિતા અદશ્ય થયાં… ક્યાં ગયાં ખબર નથી હું સાવજ નિરાધાર થયો અને જાણે વિખુટો પડેલો અનાથ જીવ.. એમાંય મારી નાનકીનો મૃતદેહ હજી મારી નજર સામેથી ખસતો નથી એ પિશાચોએ એને કેવી ક્રુર રીતે મારી નાંખી.. હું કદી માફ નહી કરું નહી છોડું... હું ઘરેથી નીકળ્યો.. કેવો કપરો સમય કાઢી અહીં સુધી પહોંચ્યો છું આજે કેટલાય સમય પછી સુમનને અને તને મળી થોડીક હાંશ કે જીવવાની ઇચ્છા થઇ આવી છે”.
કાવ્યા ખુરશી પરથી ઉભી થઇ એ કલરવની નજીક આવી કલરવની આંખોમાં ઉષ્ણતા અને નમી બંન્ને હતી એનાં ઘસી આવેલાં આંસુમાં ગુસ્સો અને વેદના બંન્ને હતી એણે કલરવનો ચહેરો પકડ્યો અને એની બંન્ને આંખો પર એનાં હોઠ મૂકી ચુંબન કર્યું... પછી પાછી ખુરશી પર બેઠી.
કલરવે કહ્યું "કાવ્યા તારુ નિશબ્દ લાગણી ભર્યું આશ્વાસન મારાં દીલ સુધી ઉતરી ગયું સાચુ કહું બળતાં દીલ પર ઠંડક જરૂર પ્રસરી પણ હું પિશાચોને નહીં છોડું બદલો લઇશ.. હું અહીં આવ્યોજ છું એનાં માટે મારું જીવન તો હવે...”.
કાવ્યાએ કહ્યું "કલરવ તું સાફ દિલનો છે તને પહેલી નજરે જોઇનેજ હું... તારાં સાથમાં છું રહીશ.. મારી માં ગુમાવી છે મે મને ખબર છે કે...” ત્યાં કલરવ પૂછ્યું "તારી મંમીને શું થયું હતું ? કેમ હૃદય બંધ પડી ગયું ? હાર્ટ એટેક આવેલો ? કોઇ બિમારી હતી ?”
કાવ્યાએ કહ્યું “તારાં બધાં પ્રશ્નનો એકજ જવાબ છે કે મારી માં પરણેલી વિધવા હતી અને એનાં હૃદય પર આવેલો લાગણી તૂટ્યાનો ઘા જીરવી ના શકી અને હૃદય બંધ પડી ગયુ.... હું એની મૂક સાક્ષી છું... સામે મારાં પાપાનું કુટુંબ એમનો ધંધો, વ્યહાર શોખ બધાંજ કારણરૂપ છે.”
અમારી ટંડેલની ન્યાતમાં ફીશરીઝ મુખ્ય ધંધો મારાં નાના, દાદા, પાપા બધા આ ધંધામાં. ડ્રીંક નશો બધું સામાન્ય ગણાય મહિનાઓ કે વર્ષો સુધી દરિયામાં હોય.. જ્યારે ઘરે આવે ત્યારે પૈસા અઢળક કમાય અઢળક વાપરે વેડફે... જીવન જેવું કદી ના જોવા મળે ના કુટુંબ એવું હોય ના સંબંધની ગરીમા… હોય જેને જે કરવું હોય એ કરે ઘણાં ઓછાં હોય જે કુટુંબને સાચીવને ધંધો કરે. અમારી જાતમાં આ બધું એટલુ સામાન્ય ગણાય કે એમાં નવાઇ ના હોય.. મારાં પાપા ખૂબ સફળ ટંડેલ ગણાય અમારી ટંડેલની ન્યાતમાં મોટું નામ મોટું માથું ગણાય પણ..”.
કલરવે કહ્યું “પણ શું ? કાવ્યા તને તો આ ઊંમરે બધી ખબર પડે છે ખૂબ મેચ્યોર છે તમારામાં અમુક વસ્તુઓ… રીવાજો જીવન પધ્ધતિ છે એમાં ઘણી સાહસ અને સંઘર્ષથી ભરેલી છે એકસાઇટમેન્ટ લાગે અને શાંતિ સ્થિરતા જીવનમાં ના લાગે... મહીનાઓ ઘરેથી દૂર રહેવાનું દરિયામાં જ રહેવાનું જીવનશૈલી જ બદલાઇ જાય કુટુંબ વિનાનો માણસ “
કલરવ હજી આગળ બોલે પહેલાં કાવ્યાએ કહ્યું “કુટુંબ વિનાનો એકલો માણસ સફળ અને પૈસાનાં જોરે નશો કરે બીજી સ્ત્રીઓ રાખી વ્યભીચાર કરે પોતાની બધી જાતિય-શારીરીક જરૃરિયાતો પુરી કરે બિન્દાસ જીવે… ત્યાં કુટુંબ રાહ જોતું હોય એમની સ્ત્રી એકલી મરતી હોય કોઇ એવી હોય તો એય પોતાનું શરીર ક્યાંય ચુંથાવતી હોય પોતાની હવસ સંતોષતી હોય પોતાનો મરદ પાછો આવે ત્યારે અઢળક ચીજ વસ્તુઓ ભેટ પૈસો લાવે એટલે બધું નોર્મલ થઇ જાય થોડો સમય સાથે રહે લીલા લહેર કરી પાછો દરિયો ખેડવા જતો રહે...”
“પણ મારી માઁ ખૂબ પવિત્ર હતી એ બધું જાણતી સમજતી હતી એ મને મોટી થઇ રહેલી રોજ જોતી અને મારી સામે બબડતી હું તને ટંડેલમાં નહીં પરણાવું તને કોઇ બીજી સારી જ્ઞાતિમાં વળાવીશ મેં કાઢી છે કે કાઢું છું એવી જીંદગી નહીં જીવવા દઊં નહીંતર તારા ગળો જ ટૂંપી દઇશ એમ કહી મને વળગીને રડતી રહેતી... હું મોટી થતી ગઇ બધુ સમજતી ગઇ અને એક દિવસ.....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-55