Anubandh - 14 in Gujarati Fiction Stories by ruta books and stories PDF | અનુબંધ - 14

The Author
Featured Books
Categories
Share

અનુબંધ - 14

બસમાં ચઢ્યા પછી હું ઋત્વિ સાથે વાતચીત કરવાની તક શોધતો હતો.મારું નાનું અમથું બિચારું દિલ બેબાકળું બની રહ્યું હતું.આ બાજુ દર્પણા,કુંજલિકા વાતોમાં એવા ડૂબેલા હતા કે જાણે તેઓની સાથે હું છું એવો તેમણે આભાસ પણ નહોતો.પણ હું કંઇ હાર માનું એમ નહતો.મેં પણ ઠાણી લીધું હતું કે,હું મારો ઉદ્દેશ્ય જરૂરથી પૂરો કરીને જ રહીશ,અને મેં ચપટી વગાડતા જ તેનો ઉકેલ પણ શોધી લીધો હતો.હું ધીમેથી ઋત્વિ તરફ સરક્યો.તેના કોમળ,અણીદાર આંગળીઓ સાથે રમવા મેં જરા મારો હાથ લાંબો કર્યો ત્યાં તો દર્પણાના મોંમાથી ભા...નીકળીને.... ભી ....શબ્દ બિચારીએ મારી સામે આંખ મેળવતા પરાણે ગળી જવો પડ્યો ...જાણે કોઈ કડવી દવા ન પીવડાવી હોય એમ...બિચારીનું મોઢું જોવા જેવું હતું.પીપળજ આવી જતાં બસ સ્ટેનડે ઉતર્યા.ગામની ભાગોળે પહોંચીને ઋત્વિને ડાંગરથી લહેરાતા અને પીપળજની શાન એવા ખેતરો બતાવ્યા.અમે તળાવકિનારે પણ બેઠા.જ્યાં ઋત્વિની રમતિયાળ ચેષ્ટાઓને જોવાનો અનેરો આનંદ મારા નયનો લઈ રહ્યા હતા,તેની સાથે કાંડામાં પહેરેલી મારી રિસ્ટવોચ પર પણ મારી આંખ નજર નાખવાનું ચૂકતી નહતી.મન અને દિલ બંને ઋત્વિને અમદાવાદ જતાં રોકતા હતા,પણ સાલું ક્યાં આપણી મનમાની ચાલવાની છે..શીટ...મારાથી જરા મોટેથી શબ્દો શરી પડ્યા.શું થયું...કુંજલિકાએ વેધક પ્રશ્ન કર્યો.અરે,કંઇ નહીં,મેં સમય જોયો ને તો હજુ ચાર જ વાગ્યા છે,મેં વાતને અવળે રસ્તે લઈ જતાં કહ્યું,ત્યાં દર્પણાથી ન રહેવાતા વચમાં ડબકું નાખ્યું જ,કેમ ભાઈ આ લોકોને તમારે વહેલા ઘરે ભગાડવાનો ઇરાદો છે કે શું ...?અરે હોતું હશે એવું કંઇ.મારું ચાલે ને તો ઋત્વિની સાથે અત્યારે જ ફેરા ફરી લઉં,હું મનમાં બબડ્યો...શું કહ્યું ભાઈ તમે ?તમે કંઇ મહુડી ....આવો કોઈ શબદ બોલ્યા.હું ..!મેં જરા આશ્ચર્યભાવથી દર્પણા તરફ જોયું.એના ચહેરાના ભાવ હું સમજી ગયો અને તરત જ મેં ઉત્તર દીધો....હા...હું મહુડી બોલ્યો હતો.મતલબ કે ચાલો હજુ આપણી પાસે સમય છે તો મહુડી ફરતા આવીએ,એવું હું વિચારતો હતો એટલે શબ્દો મોંમાથી નીકળી પડ્યા. 

મહુડી જઈશું?મેં કુંજલિકા અને ઋત્વિ સામે જોતાં પૂછ્યું.શું મહુડી?....ઋત્વિએ ખચકાતાં પૂછ્યું. હા મહુડી ...મેં પણ ટુંકમાં જ પતાવ્યું.કેમ તમારે લોકોએ ઘરે વહેલા પહોંચવાનું છે ...?દર્પણાએ વળતો સવાલ કર્યો.મેં દર્પણાનો સવાલ સાંભળ્યો ન સાંભળ્યો કરીને જાણીજોઈને થોડુક મોટેથી બોલ્યો ....હા કલાક જ થશે....ઋત્વિ અને કુંજલિકાએ એકબીજા સામે જોયું.થોડીક સેકન્ડો તો એવી પસાર થઈ ગઈ કે જાણે કોઈએ મારા મોઢા પર ડૂચો મારી દીધો છે.તો એ સાથે ગૂંગળામણની પણ ફિલીંગ્સ આવવા લાગી.એવામાં સખીઓના "YES"ના જવાબે મને ફરી પુન:જીવિત કરી દીધો.દર્પણા પણ ખુશીની મારી એ ......મજા પડી,ઉત્સાહમાં આવીને ગોળ -ગોળ ઘુમવા લાગી.હું આનંદિત હતો,પણ દર્પણા જેવું બિહિવ્યર તો મારાથી કરાય નહીં,એટલે મેં મારી ખુશીને વ્યક્ત થવા દીધી નહીં.બહાર આવીને અમે મહુડીના બસ સ્ટેન્ડે ઊભા રહ્યા.આ સમયે પણ મારી આંખો ઋત્વિની નજાકત પર નજર કરવાનું ચૂકતી ન હતી.મારી બેટી આંખો પણ ઋત્વિના લાવણ્યના મોહપાશમાં આવી ગઈ હતી.મહુડી જતાં પણ અમે પીપળજ જેવી જ મજા અને મસ્તી કરી.મહુડીનો રસ્તો એવો કપાઈ ગયો કે,મેં આ પહેલા આવી સુખદ પળને માણી જ નહતી.મારું તો અમદાવાદથી મારા માદરે વતન આવવાનું ઘણું બધું રહેતું હતું,પણ આજની મુસાફરીનો આનંદ જ અલૌકિક હતો.વિચારો અને મન બંને આજે સંતુષ્ટ હતા.આ પળે એવી લાગણી થતી હતી કે,મેં ઋત્વિને પામીને સર્વ સુખ મારે આધીન કરી લીધું છે.સાચે જ પ્રેમની પરિતૃપ્તિ ત્યારે જ અનુભવાય છે કે જ્યારે તમારો સંગાથી પ્રેમપથ પર તમારી સાથે હોય છે અને આજે આ એજ સુખદ ક્ષણ છે કે,ઋત્વિ મારી સાથે પ્રેમપથ પર ચાલવા રાજી છે.હું આહલાદક વિચારોમાં ખોવાયેલો હતો એવામાં કુંજલિકાએ મને ઢંઢોળ્યો અને બોલી ઑ ભાઈ જરા ખ્યાલી પુલાવ પકવવામાંથી બહાર આવો.આપણે અહીં દર્શન કરવા આવ્યા છે તો એ કામ પતાવીએ.કુંજલિકાના શબ્દો સાંભળીને મને પણ થોડીક શરમ તો અનુભવાઈ,પણ દર્પણાએ પરિસ્થિતિને સાચવી લીધી.દર્શન કર્યા અને ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ આરોગ્યો.આ બાજુ રાત્રિના અંધકારનો ઓરો પથરાઈ રહ્યો હતો.મારી નજર અચાનક બંને સાહેલીઓના ચહેરા પરના હાવભાવ સમજવાનો પ્રયાસ કરી રહી હતી,ખ્યાલ આવી ગયો હતો કે,બંને મૂંઝવણમાં હતી.રાત્રિના સાડા આઠ થયા હતા.મગજની અંદર નેગેટિવિટીનું કાળચક્ર આકાર લઈ રહ્યું હતું.બંને સાહેલીઓને લઈને મગજના વિચારો ભ્રમિત થઈ રહ્યા હતા.મનને અજંપો હતો.બંને છોકરીઓ રાત્રિના એકલી બસમાં જશે,કશું અનિષ્ટ એ લોકોની સાથે બની ગયું તો ....એ વિચારથી પણ દિલમાં ધ્રાસકો પડ્યો.મગજના વિચારોની આંતરિક ધ્વનિને સાંભળી ન સાંભળી કરતાં મહુડીના બસસ્ટેન્ડ પર પહોંચ્યા.જઈને પહેલા મેં અમદાવાદ જતી બસની પૂછપરછ કરી અને બે ટિકિટ લીધી.

આ બાજુ દર્પણાએ ગોઝારીયા જતી બસની પૂછપરછ કરીને બે ટિકિટ લીધી.બંને બસોનો ઉપડવાનો સમય એકસરખો હતો.બંને સાહેલીઓને બસમાં બેસાડ્યા,પણ જ્યારે મારી અને ઋત્વિની નજર એક થઈ તો તેની આંખોમાં ડર અને ક્રોધ દર્શાઇ આવતો હતો.કુંજલિકા પણ શાંત બનીને બેસી હતી.બંને ખૂબ જ પરેશાન જણાઈ રહ્યા હતા,જે માટે તેમનો ચહેરો જ ચાડી ખાતો હતો.હું પણ બંનેને ઈશારો કરીને બસમાંથી નીચે ઉતરી ગયો,એક અજાણ્યો ડર ભીતરની અંદર હતો,પણ પોઝિટિવ વિચારવું જ રહ્યું,આમ વિચારતો હું ગોઝારાની બસમાં ચઢી તો ગયો,પણ મારી બેશુધ્ધ આંખો હજુ પણ બારીની બહાર ડોકિયા કરતી હતી,કયાંક ઋત્વિ પણ બારીની બહાર જોવા ડોકિયું કરે ને હું તેનો અપ્રિતમ પૂર્ણતારૂપ ચહેરો જોઈ શકું,પણ એવા અણસાર મળવા ખૂબ જ મુશ્કેલ હતા.દર્પણા પણ મારા મનની અંદર ચાલતી મથામણથી અજાણ તો નહોતી અને એટલે જ મારા વિચારોને સ્ટોપ કરવા માટે થઈને વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહી હતી.તે તેની કોશિશમાં અડધી સફળ રહી,બોલી જગ્ગુભૈયા એક વાત કહું,બોલને,એમાં પૂછવાનું હોય ગાંડી....જે મનમાં હોય ને તે કહી દે...ભાઈથી શેની શરમ...મેં દર્પણા સામે આંખ મેળવતા કહ્યું.જ્ગ્ગુ ભૈયા ...તમારી પરિકલ્પનાની પરી ખરેખર બહુ જ સુંદર છે.કઈ પરીની વાત કરે છે તું ?...,મેં પણ અજાણ બનતા કહ્યું.જાણી જોઈને અજાણ ન બનો જગ્ગુભૈયા ....તમને ખબર છે હું કઈ પરીની વાત કરી રહી છું,દર્પણાએ થોડાક ગુસ્સેલ સ્વરમાં કહ્યું.અરે,હું કંઇ નાનું બાળક છું કે તું ક્યારની પરી ...પરીની વાત કરે છે,મેં પણ જરાક મસ્તીના મૂડમાં કહ્યું.અચ્છા....તો તમે પરીની વાત સાંભળવા માંગતા નથી ...એમ ને ....સારું તો પછી એ પરી ...હજુ દર્પણા આગળ કશું બોલે એ પહેલાં જ મેં તેના મોઢા પર મારો હાથ ડાબી દીધો.દર્પણા ઉં ....ઉં ...કરતી મારો હાથ ખસેડવાના પ્રયાસમાં લાગેલી હતી એવામાં જ અમારી બસ ઉપડી.મારાથી એકદમ દર્પણાના મોઢા પરથી હાથ ખેંચી લેવાયો.મેં તરત જ બારીની બહાર ડોકિયું કર્યું તો હજુ અમદાવાદની બસ ઉપડી નહતી અને આ બધું એટલું ઝડપથી બની ગયું કે,જેનો મેં વિચાર જ કર્યો નહતો.અમારી બસ ઊપડતાં થોડીક ગભરામણ થવા લાગી.મારા ગામના ખાડા-ટેકરાવાળા પથ પર ઋત્વિના કોમળ પગરવ તો પડ્યા,પણ બંને સખીઓ મુશ્કેલીમાં પણ મુકાઇ.                                         

ફરી મારા વિચારોમાં ભંગ પાડતા દર્પણા બોલી,"અરે મારા બુધ્ધુ જગ્ગુ ભૈયા"હું ઋત્વિભાભીની વાત કરી રહી છું,હજુ પણ ન સમજ્યા.પરી જેવી અને ઢીંગલી જેવી વ્હાલી લાગે એવી,દર્પણાએ પ્રશ્ન કરતાં કહ્યું.હું મૂંજવણમાં હતો છતાં મેં દર્પણાની વાતનો જવાબ આપતા કહ્યું હા ઋત્વિની હાઇટ નીચી છે,પણ તે હિલ પહેરશે એટલે બહુ વાંધો નહીં આવે.

હા હોં,જગ્ગુ ભૈયા એ વાત તો સાચી ....ના મામા કરતાં કાણા મામા સારા...દર્પણાએ મને ચીઢવતા કહ્યું.બસ હોં હવે હશી મજાક બહુ થઈ ગયા...મેં થોડા ગંભીર અવાજે કહ્યું.પણ જગ્ગુ ભૈયા,બસ એક સિરીયસ વાત...બસ એક વાર સાંભળો તો ખરા ....દર્પણા બોલી ....પ્લીઝ....પ ....લી....ઝ....જ્ગ્ગુ ભૈયા .....સારું ....બતાવ ....શું એવી સિરિયસ વાત છે...જગ્ગુ ભૈયા કદાચ એવું બને કે,તમારી પરી જેવી રાજકુમારીનું પાણીગ્રહણ બીજું કોઈ કરશે તો ...દર્પણા હજુ વાક્ય પૂરું જ કરે છે ત્યાં મારા સ્વરમાં થોડીક રૂક્ષતા આવી ગઈ અને બોલ્યો કોની તાકાત છે  ઋત્વિને મારાથી દૂર કરવાની.શાંત જગ્ગુ ભૈયા...આંખો બંધ કરીને ઊંધી ગણતરી કરો.તમે તો મજાક મશ્કરીને પણ નથી સમજતા!ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે તમારા બંનેની જોડી અખંડ રહે".હું ભાવવિભોર બની ગયો અને ભાવાવેશમાં મેં દર્પણાની હથેળી ચૂમી લીધી.બસ હવે જગ્ગુ ભૈયા...શું હવે તમે મને પણ રડાવશો ...દર્પણા બોલી....તે પછી અમે બંને અતરંગ વાતોએ વળગ્યા.રાતનું અંધારું આજે મને ભયભીત લાગતું હતું.ગોઝારીયા પહોંચતા દસ વાગી ગયા હતા.અમે બંને ઘર તરફ ચાલી રહ્યા હતા ત્યારે મને ઋત્વિ અને કુંજલિકાનો વિચાર આવ્યો.વિચારતો હતો કે,તે બંનેને ઘરે પહોંચતા કેટલા વાગશે ?..કોણ જાણે ક્યારે અમદાવાદની બસ ઉપડી હશે?કેવી હશે તેમની મનોવ્યથા ?અનેક સવાલો મનમાં ઉદભવતા હતા.આ પરોજણની વચ્ચે મારાથી મોટેથી બોલાઈ ગયું,"અરે,હું પણ કેટલો ભૂલકણો છું "કેમ જગ્ગુ ભૈયા શું થયું... કેમ આમ બોલ્યા ...દર્પણાએ સવાલ કર્યો.મેં જવાબ આપતાં કહ્યું,હું એ બંનેને કહેવાનું જ ભૂલી ગયો કે અમદાવાદ પહોંચતા મને ફોન કરે ... ...તો પછી જગ્ગુ ભૈયા તમે સ્વીકારી લીધું ને કે તમે બુધ્ધુ છો ....દર્પણાએ મસ્તીના મૂડમાં કહ્યું.જો દર્પણા,હું અત્યારે બિલકુલ મજાનાં મૂડમાં નથી,એમ કહીને આગળ ચાલવા લાગ્યો.દર્પણા પાછળ દોડતી બૂમો પાડતી આવી રહી હતી... જગ્ગુ ભૈયા ....સાંભળો તો ખરા .... ના ...ના ...દર્પણા ....બહુ મસ્તી કરી લીધી...આ ગંભીર વાત છે અને તેને પણ તું મજાકમાં લે છે,પણ જગ્ગુ ભૈયા વાતને જરા સાંભળો પછી સમજીને બોલો....શું છે બોલ હવે...મારાથી દર્પણાને આવેશમાં આવીને બોલાઈ ગયું.શાંત ....શાંત....બરફ મૂકો ....પાછી...

જગ્ગુ ભૈયા તમે નાહકની ચિંતામાં મુકાયા છો ...કેમ ....તું આમ બોલે છે ...મેં શાંત બનતા કહ્યું.જગ્ગુ ભૈયા તમે ભલે ભાભી અને કુંજલિકાદીદીને કહેવાનું ભૂલી ગયા હોવ,પણ ભાભીના કાનમાં ફૂંક મારી દીધી છે,દર્પણાનું આ વાક્ય મને શમજાતું નહોતું.મૂંઝવણમાં મુકાઇ ગયો હતો...આમ છતાં પણ દર્પણા મારા મુખની મૂંજવણ સમજી ગઈ અને મને સમજાવવા લાગી....અર્થાત જગ્ગુ ભૈયા,મેં ભાભી અને કુંજલિકાદીદીને અમદાવાદ બસ સ્ટેન્ડથી ઉતરીને  તરત ફોન કરવાની વાત કરી લીધી છે.મને તમારી આદતની ખબર હોય ને!હા...હા....બહુ દોઢડાહી જોઈ ના હોય મોટી ....હું પણ દર્પણાને ચીડવતા બોલ્યો.સારું ....હવે જરા જલ્દીથી પગ ઉપાડો,ઘરે આન્ટી રાહ જોતા બેઠા હશે....પછી ઘરે તમારી લડુડીપટુડી થવાની છે ને એની મજા તો ...શું બોલી તું,કંઇ નહીં,ચાલો ....હવે ચાલો...ચૂપચાપ....પણ ....સાંભળ દર્પણા ....હવે પાછું શું થયું....અરે,તારી આન્ટીને ઘરે જઈને કહેવાનું શું મારે,તને તો તુક્કા લગાવતા સારા આવડે છે ને...તો એનું શું ...!દર્પણા બોલી.એટલે કે તું અંગ્રેજીમાં "વોડ યુ મીન"એમ કહે છે ને?હું પણ મુડને હળવો કરવા બોલ્યો.ખબર છે તમને શહેરમાં જઈને અંગ્રેજી બોલતા ફાકડું આવડી ગયું છે ને,અમને પણ ડોબા ન સમજશો...દર્પણાએ ચિડાયેલા સ્વરમાં કહ્યું.ચલ હવે બહુ થઈ ગયું ...મેં દર્પણાને મનાવતા કહ્યું.ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં મેં અને દર્પણાએ વાતચીત કરીને ઘરમાં માતા જે દ્વંડ કરવાની હતી તેનો ઉકેલ પણ શોધી લીધો હતો.દર્પણાને ઘરે મૂકીને હું પણ ઘરની અંદર દાખલ થયો.ઘરમાં દાખલ થતાં જ રાત્રિના અગિયાર વાગ્યાના ડંકા ઘડિયાળમાં પડ્યા.