મારી આગળની સ્ટોરી ને વાચવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર આશા છે કે આ સ્ટોરીમાં પણ તમે એટલો જ પ્રેમ આપશો... આ સ્ટોરી અત્યારની જે રીયલ ઘટના છે જે કહી શકાય તો સંપૂર્ણ વાસ્તવિકતા છે તે અહીં રજૂ કરવામાં આવેલી છે.. ભગવાન કરતાં પણ મોટું સ્થાન મારા જીવનમાં મમ્મી પપ્પાને હું આપું છું...
અત્યારે સમય એવો છે કે અત્યારની જનરેશ નાની એવીવાતમાં પણ સામે બોલી જાતી હોય છે વડીલોના.. હમેશા મમ્મી પપ્પા આપણા માટે જે કહેતા હોય તે સારા માટે છે કેમકે એ દુનિયામાં માતા પિતા જ એવી વ્યક્તિ છે જે તેમના કરતાં તેમના બાળકો આગળ વધે એવું વિચારતા હોય છે...
અદિત નામના એક યુવાનની વાત કરવામાં આવેલી છે તે યંગ એજ નો બોયઝ હોય છે એટલા માટે આદિત ના પિતાજી છે તે તેમના અદિતને નોકરી મળી જાય તેવા પ્રયત્ન કરતા હોય છે પરંતુ અદિત છે તે એને એના પિતાજીને છે તેનું અદિત સાથેનું વર્તન છે તેમને નથી ગમતું હોતું...
અદીત ના પિતાજી અદિત ને જે સંસ્કાર-રૂપી ટ્રેનિંગ આપે છે
તેમાં અદિતને ટોચડ થતું હોય એવું લાગે છે.. અદીત મનોમન એવું નક્કી કરી લે છે કે ગમે તે થઈ જાય પણ હવે તે એમના પિતાજી જોડે નહીં જ રહે.. અદિત ના પિતાજી નો રુલ કે અતિ કે 6:00 વાગે પહેલા ઉઠી જવાનુ કામ હોય તોય ભલે અને ન હોય તો પણ છ વાગે એટલે ઉઠી જ જવાનું. અને જો ઊઠવામાં મોડું થાય એટલે અદિત ગયો સમજવાનું...
અદિત પગ ઘસીને ને ઘરમાં ન આવે તો પણ પિતાજી એને ખીજાય ખબર નથી પડતી પગ લુછીને ઘરમાં અવાય તેમ, ભૂલથી પંખો શરૂ રહી જાય તો પણ ખીજાય પંખોબંધ કરવાની ખબર નથી પડતી તારા બાપા પૈસા ભરી ભરીને તૂટી જાય છે કમાવા જાતો તો ખબર પડે, એવી રીતે દરેક વાતમાં કંઈક ગરબડ અદિત કરે એટલે એમના પિતા એમની પર ગુસ્સે થાય... કચરો ગમે ત્યાં નાખ્યો હોય તો પણ ખીજાય, ખબર નથી પડતી હુખરા... તમામ બાબતે તેમના પિતા અદિત ને ખિજાય...
એક દિવસ અદિત ના પિતાજી અદિત માટે સારી એવી જોબ લઈને આવે છે. અને અદિતને ઇન્ટરવ્યૂ આપવા જવા માટે કહે છે. નક્કી કરીને જ બેઠો હોય કે ગમે તે થઈ જાય પણ આ બાપા જોડે રહેવાનું તો નથી થતું.. હવે ઇન્ટરવ્યૂ ન્યૂઝ પેપર ની જે પત્રિકા આવી હતી એમાં ટાઈમ છ વાગ્યાનો લખ્યો હતો. પરંતુ અદિત ના ફ્રેન્ડ છે એવું કહે છે કે કોઈપણ ઇન્ટરવ્યૂ છે તે 9:00 વાગ્યા પછી શરૂ થાય. એટલે નવ વાગે જવાનું છે આમાં ભલે 6:00 વાગે લખ્યું હોય એના પિતાજી થી ડરે એટલે પોતે 5ને 55 થઈ ત્યાં જ છે અદિત ઇન્ટરવ્યૂ દેવા માટે તે પહોંચી ગયો હતો..
અદી ત ઓફિસે જાય છે તે છ વાગ્યા માં કોઈપણ વ્યક્તિ દેખાતું નથી પોતે રજીસ્ટ્રેશન કરે છે અને પછી ત્યાં બેસે છે નવ વાગ્યા પછી ઇન્ટરવ્યૂઅર અને ઇન્ટરવ્યૂ આપનારા આવે છે અને પછી ઇન્ટરવ્યૂ શરૂ થાય છે એક પછી એક ઇન્ટરવ્યૂ આપવા જાય છે કદાચ 50 કે 60 જેટલા વ્યક્તિઓ ઇન્ટરવ્યૂ આપે છે અદિત બધાને પૂછે છે કે અંદર શું પૂછે છે. બધા એવું કહે છે કે અંદર બધાને પોતાનું નામ પૂછીને જવા દેવું કહે છે કોઈને સિલેક્ટ નથી કરતા..
અદિત ખુશ થઈ જાય છે કે આ બધાને રિજેક્ટ કરે છે તો મને પણ રિજેક્ટ જ કરશે.. પછી અદીત નો વારો આવે છે અધિક રૂમમાં જાય છે અદિત્ ખાલી એમ જ પૂછવામાં આવે છે કે તમારું નામ શું છે અને પછી એને એમ કહી દેજે કે તમે જોબ માટે કેપેબલ છો અને અમારી કંપની તમને જોબ આપી દે છે. અદિત આશ્ચર્યચકિત થઈ જાય છે કે કોઈ મને કંઈ પૂછ્યું નથી અને એમ જ કે મને સિલેક્ટ કરી લીધો એટલે એને પૂછે છે કે તમે કઈ એંગોલે મને સિલેક્ટ કર્યો...
ત્યારે ઓફિસ વાળા કહે છે, કે તમારો ઇન્ટરવ્યૂ તમે ઓફિસમાં આવ્યા ત્યારથી જ શરૂ થઈ ગયો હતો. તમે અહીંયા આવ્યા ત્યારે કેમ્પસમાં લાઈટ શરૂ હતી જે તમે બંધ કરી પછી લોબીમાં માવા ના બે ત્રણ કાગળ પડ્યા હતા. જે તમે ઉઠાવીને ડસ્ટબીનમાં નાખ્યા અને મુખ્ય વસ્તુ ઇન્ટરવ્યૂ આપવાનો સમય 9:00 વાગ્યાનો હતો પરંતુ અમે પત્રિકામાં છ વાગ્યાનો દર્શાવ્યો હતો. બધા કેન્ડિડેન્ટ 9:00 વાગે જ આવ્યા પણ તમે સમયસર છ વાગે આવી ગયા..
અમારે જે તમને શીખવાડવાનું છે એ તો તમે શીખી જશો પરંતુ તમારા સંસ્કાર છે એ અમે ન શીખવી શકીએ આ ગુણ માત્ર તમારામાં જ જોવા મળ્યા છે અમે બધું તમને શીખવાડી દઈશું પણ તમારું જે બિહેવિયર તમારી પર્સનાલિટી અને તમારા સંસ્કાર છે તે તમારું ઘરનું વાતાવરણ જ શીખવી શકે છે.. અને આ બધા ગુણો તમારામાં છે એટલા માટે અમે તમને આ જોબ માટે સિલેક્ટ કર્યા
અદિતની આંખમાંથી આસુ સરી પડે છે. અત્યાર સુધી જે ટોચડ સમજતો હતો. તે વાસ્તવિકતામાં જીવનમાં આગળ વધવાની ટ્રેનિંગ હતી અને એ અદિત્યને અત્યારે સમજાય છે પહેલા તો એ ખાલી બાપા કહીને બોલાવતો પણ આજે તે બાપુજી કહીને માન આપે છે.....આમ આપણા માતા પિતા પણ આપણને જે ટ્રેનિંગ આપે એમાં આપણે તોર્ચડ સમજીએ છીએ અને ઘણી વખત તો વાત પણ નથી માનતા તો અdit ની જેમ આપણે આપણા જીવનમાં ભૂલ નથી કરવાની માતા-પિતા જે કહે તે રીતે આગળ વધવાનું છે..
Thank you so much...
By Sneha makvana...(Ms)