zindagiiii in Gujarati Motivational Stories by Zala Nipali books and stories PDF | જિંદગી...

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

જિંદગી...

ફૂલોથી ભરેલા બાગ જેવી છે આ જિંદગી
ક્યારેક ટૂટતા ખ્વાબ જેવી છે આ જિંદગી


ક્યારેક જાદુઈ ચિરાગ જેવી છે આ જિંદગી
ક્યારેક ન દેખાતું અનદેખુ સપનું છે આ જિંદગી.......


ક્યારેક રહસ્યો થી ભરેલી છે આ જિંદગી
ક્યારેક હકીકત તો સમી છે આ જિંદગી


ક્યારેક સુખદાયક રાગ જેવી છે આ જિંદગી
ક્યારેક દુઃખદાયક રાગ જેવી છે આ જિંદગી

ક્યારેક પ્રેમરૂપી વાદળની જેવી છે આ જિંદગી
તો ક્યારેક ક્રોધ રુપી વીજળી જેવી છે આ જિંદગી......


વિશ્વાસ ના બંધન સાથે બંધાયેલી છે આ જિંદગી
તો ક્યારેક સત્ય અસત્ય વચ્ચે મથતી આ જિંદગી........



ક્યારેક સમજી ન શકાય એવી છે જિંદગી
તો ક્યારેક સમજીને પણ ન સમજી શકાય એવી છે જિંદગી......

..........જિંદગી એટલે શું? સાવ સરળ રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે જિંદગી એટલે જન્મથી મૃત્યુ સુધીની સફર. આ સફર પાછી એવી છે કે એ શરૂ થઈ પછી સતત ચાલવાની જ છે. આપણે એને રોકી શકતાં નથી........

જિંદગી એ આપણી સામે બધું ધરી દીધું છે..........

પ્રેમ,
નફરત ,
ક્રોધ,
શાંતિ,
સફળતા,
નિષ્ફળતા,
સ્વાર્થ- નિસ્વાર્થ ,
ઘાત- અઘાત,
અપ્સ- ડાઉન,
વિશ્વાસ ,
છેતરપિંડી,
લવ -બ્રેકઅપ,
મેરેજ ડિવોર્સ,
એકાંત એકલતા,
સુખ દુઃખ,
સન્નાટો સાનિધ્ય,
અલ્પવિરામ પૂર્ણવિરામ,
ભૂખ ભોજન,
પ્યાસ પાણી,
તીવ્રતા તડપ,
વાસના ઉપાસના, એવું ઘણું બધું......


હવે એમ થાય છે કે જિંદગી જીવતા કોણ શીખવે.....??? કોઈ શીખવે છે??? કોઈ નથી શીખવું તું આપણે ખુદ જ શીખેઈ છે..... દરેક વ્યક્તિની જિંદગી પોતીકી હોય છે.... પોતાની અંગત હોય છે કોઈ નથી શીખવતું કે જિંદગી આમ જીવાય છે જિંદગીનું ક્યાં કોઈ અભ્યાસક્રમ હોય છે છતાં જિંદગી જીવતા શીખી જઈએ છે ને અને ભગવાન જિંદગીના સફળ દરમિયાન ગૂડ,
બેસ્ટ,
બેટર,
ક્યારેક સ્ટાર લેબલ જેવા માર્ક આપે છે...


જિંદગીના સફરમાં જેમ જેમ આગળ વધો ને તેમ તેમ આપણે બધું શીખી જઈએ છે પ્રેમના કોઈ પિરિયડ હોય છે????
નહીં ને છતાં આપણે બધા સાથે યોગ્ય થતી પ્રેમ વ્યક્ત કરતા આવડે છે.......

.... સંવેદનાની ક્યાં કોઈ શાળા છે??? છતાં આપણે બીજા વ્યક્તિ સાથે સંવેદની શીલ બનીએ છે.....


.... કરુણાના ક્યાંક કોઈ ક્લાસ હોય છે?? છતાં કોઈના દુઃખદ પ્રસંગમાં આપણે કરુણ બની જઈએ છે.......


.... સ્નેહનો ક્યાં કોઈ સિલેબસ હોય છે?? છતાં સ્નેહી બની જઈએ છે જિંદગી એ તો બધું આપણી સામે ધરી દીધું છે જે કરવાનું છે આપણે જ કરવાનું છે........


.... હવે એમ પ્રશ્ન થાય છે કે જિંદગી એટલે શું???...... જિંદગી એટલે જીવવું માત્ર જીવવું...... ઘણા માટે જિંદગી એટલે માત્ર જીવવું થાય છે...... આમ જોઈએ ને તો જિંદગી વિશે બધાના નજરીયા અલગ અલગ છે ઘણા માટે જિંદગી રોલર કોસ્ટરની રાઈડ જેવી છે..... તો ઘણા માટે જિંદગી એક રમત છે જો રમત રમતા આવડી ગઈ તો ભોયો ભોયો....... તો ઘણા માટે જિંદગી બગીચો છે હા! જેમ બગીચામાં ફૂલો અને કાંટા બંને હોય છે એમ પણ કાંટાની વચ્ચે રહીને ફૂલો જેમ સુવાસ પ્રસરાવતા રહે છે તેવી જ રીતે આપણે પણ જિંદગીમાં સુગંધ ફેલાવતી રહેવાની ફૂલોની જેમ.......


એટલે જિંદગીને બધા જુદી જુદી રીતે જુએ છે ઘણાને જિંદગી બહુ અઘરી લાગે છે એમ કહે છે કે જિંદગી કેમ જીવી પણ મારા વાલા કોણ સમજાવે એને કે જિંદગી અઘરી નથી પણ તમને જીવતા જ નથી આવડતી........


..... ચાલશો તો રસ્તો મળશે
ગોતશો તો એ વાતનું કારણ પણ મળશે...
જિંદગી એટલી અઘરી નથી મારા વાલા
જીવશો તો જિંદગી મળશે
અને માણસોને તો મોજ પણ મળશે.....


જ્યારે નાના હતા ત્યારે આપણે જિંદગી વિશે સમજ ન હતી અને બસ મારું મારું કરીને ફરતા પણ અત્યારે જ્યારે સમજ આવી પછી જિંદગી સાથે ડીલ કરવા માંડ્યા છે હા! ડિલ જ કરીએ ને....



જો જ્યારે આપણે કોઈ કામ પાર પાડવું હોય કે પછી કોઈ નિર્ણય લેવો હોય કોઈ મુસીબતથી બહાર નીકળવું હોય ત્યારે ઘણા લોકો એમ કે છે કે પોતાના દિલની સાંભળો...... પણ..... પણ.... મારો એક ડાઉટ છે કે દિલ જે કહે છે સાચું જ કહે છે??? શું દિમાગ ખોટો છે??? જ્યારે પણ કોઈને પૂછો એ એમ જ કહે છે કે દિલનું સાંભળવું દિલનું સાંભળો પણ દિલ શું સાચું જ છે??? અને દિમાગ હંમેશા થોડો ખોટો જ હોય?? ક્યારેક દિમાગ સાચો પણ હોઈ શકે અને દિલ ખોટો પણ હોઈ શકે નહીં.......



...... આમ આપણે દિલ અને દિમાગનું બંનેમાંથી કોનું સાંભળવું આમ વિચારતા વિચારતા ગોથાલે ચડી જઈએ છે અને પછી જિંદગી સાથે ડીલ કરી લઈએ છે આમ આપણે એવી ઘણી બધી બાબતો સાથે લાઇફમાં ડીલીટ કરીએ છીએ....




...... ઘણા લોકોને જિંદગી માં જ્યારે અપ્સ એન્ડ ડાઉન પોઇન્ટ આવે છે ત્યારે લોકો મૂંઝાઈ જાય છે પણ છે ને આ જિંદગી છે ને કાડિયોગ્રાફી જેવી છે..... જેમ કાર્ડિયોગ્રાફ અપ્સ એન્ડ ડાઉન પેન્ટ બતાવે છે એમ જિંદગીમાં પણ અપ્સ એન્ડ ડાઉન પોઇન્ટ આવતા રહેવા જોઈએ અને એ સમય દરમિયાન જિંદગી આપણને ઘણું બધું દેખાડી દે છે........



...... આમ પણ જિંદગીમાં ઉતાર ચઢાવ આવતા રહેવા જોઈએ મુસીબતો જે જીવનમાં આવે છે આપણે તકલીફ આપવા નથી આવતી પણ આપણને મજબૂત બનાવવા માટે આવે છે.....



.... જિંદગી જેટલી મુશ્કેલ હશે ને
તેટલા આપણે મજબૂત બનશું
જેટલા આપણે મજબૂત બનશે
તેટલી જિંદગી આસાન થઈ જશે.....



...... જિંદગીમાં સારા ખરાબ અનુભવ થતા જ રહેવાના ક્યારેક સારા અનુભવ થશે તો ક્યારેક ખરાબ અનુભવ ક્યારેક સારા લોકો મળશે તો ક્યારેક ખરાબ લોકો ક્યારેક સારું જોવા મળશે તો ક્યારેક ખરાબ જોવા મળશે પણ આપણે જિંદગીમાં સારી સારી વસ્તુને પકડી રાખવાની અને ખરાબ નરસિંહ વસ્તુને જીવનમાંથી દૂર કરી દેવાની......



..... આ જિંદગી એક કેમેરો છે ને આ જીવનરૂપી કેમેરામાં સારી વસ્તુને કેચપ કરી લેવાની અને ખરાબ વસ્તુની ડીલીટ કરી દેવાની જેમ આપણે આપણા મોબાઈલમાં સારા ફોટા સારી યાદોને રાખી એ છીએં તેમજ જિંદગીમાં સારી યાદો સારી વસ્તુ ને યાદ રાખવાની બાકી બધું ડીલીટ કરી દેવાનું........



...... આ જિંદગી જીવતા આવડે ને તો બહુ ખૂબસૂરત છે...... જો જિંદગીમાં ખુશ રહેવાનું કારણ શોધવા જશો ને તો લગભગ નહીં મળે એટલે વિના કારણ ખુશીથી જીવન જીવતા શીખી જવું જોઈએ......



...... નાની એવી જિંદગી છે શું કામ ખોટી મગજમારી કરવાની મોજ થી જીવી લેવાય બાકી ક્યારે તસવીર બની અને આ ભીંત પર લટકી જશું કોને ખબર.....





પેલું કહેવાય છે ને કે કિનારાની તો ખાલી ખોજ છે બાકી સાચો આનંદ તો મધદરિયે જ છે તો......

Enjoy every time
Don't fit for tomorrow 🤗

बिंदास मुस्कुराइए 🤗क्या गम है
जिंदगी में टेंशन क्या किसी को कम है😇
अच्छा या बुरा तो केवल भ्रम है 🙃
जिंदगी में कभी खुशी 🤗
तो कभी गम है 😔

મારા મત પ્રમાણે તો જિંદગી એજ છે જે તમે કોઈને બતાવવા નહિ પરંતુ પોતાના માટે જીવો. કારણકે મિત્રો જીવન એક જ વાર મળે છે તો મન ભરીને જીવિલો શું ખબર બીજી વાર મળે કે ના મળે.

“So friends enjoy each and every moment of your life with your love once”



✍️ZALA NIPALI (અલગારી)