Low think !!!!
આ એક એવો શબ્દ છે જે કેટલુંય કરી જાય છે . આપને આજના સમય માં કોઈ લો થીંકર કહે તો આપણને ગાળ જેવું લાગે .. કારણ કે જમાનો જેટલો આગળ છે એટલું જ માઇન્ડ અને જીવન જીવવાની થિયરી .
બધાં પોત - પોતાની રીતે આગળ આવવાનો પ્રયત્ન કરે છે અને જુની વિચાર સરણીને ભુલી કંઈક જુદી જ પોતાની રૂઢિઓ , નિયમો , વગેરેને અમલમાં મુકે છે .
પણ હજુ કયાંકને કયાંક આ રૂઢિઓ નીચી વિચારધારાના માણસો દુનિયામાં જોવા મળે છે. હા, અમુક રૂઢિઓ હોય , પરંપરા પણ હોય જે પહેલેથી જ ચાલતી આવતી હોય તેને છોડી અમુક હલકી વિચારધારા , રૂઢિચુસ્ત બંધનએ બધાંમાં ખુદ પોતે જ પોતાનાં જીવનને નિરસ બનાવે છે .
જુના જમાનામાં દિકરીને બોજ માનતા અને તે સમય પુરુષવાદી હતો તે તો બધાંને ખબર જ છે ત્યારની એ માન્યતા કે સ્ત્રીને ફક્ત ચાર દિવાલ વચ્ચે જ રહેવાનું તે તદ્દન ખોટી હતી .
લાજ કાઢવાની , ઘરમાં કોઈ નિર્ણય લેવો હોય તો સ્ત્રીનો અભિપ્રાય વ્યક્ત કરવાનો હક પણ ન હતો , મતલબ એક સ્ત્રીને બધાં જ પોત પોતાની રીતે યુઝ કરવા રાખતાં . સાચા અર્થમાં એને સમજતું કોઈ નહીં કે એની મોજુદગી કેટલી જરૂરી છે એ કોઈને જાણવું ન હતું .
ખુદ તેનાં માતા પિતા તેનાં સાસુ પતિ કોઈ જ નહીં .. અને ભણવા બાબતે તો એ સમયમાં કોઈને વિચાર પણ નહીં લાવવાનો . એક તો ખુદ ઓછું ભણેલા અને ઉપરથી ગામડાની રૂઢિવાદી વિચારધારા .
કોઈ આ રૂઢિનાં વિરુદ્ધ જાય તો તેને જ્ઞાતિમાંથી અલગ કરી દેવામા આવતાં . એટલે કોઈ આ રૂઢિની અવગણના પણ ન કરી શકતું .
પણ જ્યારે એક પુરુષ સાચા અર્થે શિક્ષણનો મતલબ સમજ્યો ત્યારે એને સમજાયું કે આ જે કાંઈ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે , અને એક અન્યાય છે . તેઓ ઓપન માઈન્ડેડ થવાં લાગ્યાં અને ધીરે ધીરે સ્ત્રી વર્ગ પણ શિક્ષિત થવાં લાગ્યો . ઘરમાં છોકરા અને છોકરી બંનેનું મહત્વ સરખું થતું ગયું ..
બધાં નિર્ણયોમાં સ્ત્રીની ભાગીદારી થવાં લાગી . પણ આ ફેરફાર સમગ્ર દેશમાં નથી . હજુ ઘણા લોકોએ વાતને ફોલો કરતા આવે છે કે છોકરીઓને વધું ભણાવી ગણાવીને ક્યાં જવું છે ?? આખરે તો ઘરનું રસોડું જ એની દુનિયા છે .. !!!
એવી વિચારધારા મનમાં નાખી દેવામા આવે છે એટલે પહેલેથી જ દિકરીઓ નિરસ અને નિરુત્સાહી થઈ જાય છે . કોઈ પણ વાતને પોતાનાં અલગ વિચારોથી જોવામા આવે છે અને આવા વિચારોના કારણે ઘણી વાર વાત આત્મહત્યા સુધી પહોંચી જાય છે ...
નીચી વિચારધારા ધરાવતા લોકોમાં સરખી વાત એ હોય છે કે તેઓ બધી વાતને નેગેટિવ રીતે જુએ છે .. કેટલી વાર આવી વિચારધારાને લીધે ઘરમાં જઘડા , મતભેદ , નફરત , જેવી પરિસ્થિતિ ઊભી થાય છે .
નવી પેઢી અને જુની પેઢી ભેગી થાય ત્યારે એક તકરાર ઊભી થાય છે .. એકબીજાની નજરમા એકબીજા ખોટા સાબિત થાય છે .
આજ કાલ લગ્નને લઈ ઘણી છુટ મળી ગઈ છે પણ લવ મેરેજ હજુ ઘણાં લોકો માટે એક આશા બનીને રહી ગયું છે . જુનો સમય અલગ હતો કે માત્ર એરેન્જ મેરેજ જ થતાં . છોકરો છોકરી એક બીજાને ઓળખવા તો દુર જોઈ પણ ન શકતાં અને કોઈ કોઈને સમજી શકતું નહીં .
પછી લગ્ન સંબંધ ગમે કે ન ગમે એ કોઈ જોતું નહીં . બસ એક વાર સાથે રહ્યાં હવે મરીએ ત્યારે જ છુટા પડવાનુ .
પણ અત્યારે લવ મેરેજ થોડાં નોર્મલ થઈ ગયાં છે . છતાં ઘણા પરિવારમાં આ વાત પણ એક મોટો સવાલ ઊભો કરે છે . હા , આપડે માતા પિતા છીએ તો આપણને પુરો હક છે કે આપડા બાળક માટે સામેનું વ્યક્તિ લાયક છે કે નહીં તે જોવું . પણ પહેલેથી જ ના કહી દેવી એ જરાક વધી જાય..
બાળક ઘર છોડી બહાર પ્રેમ શોધવા ગયું તો એનું કારણ શું છે ..?? તે જાણવું ખુબ જરૂરી છે .. હોઈ શકે આપણી પણ કંઇક ખામી રહી જતી હોય .. !! અને એક વાત અહીં સમજવી જરૂરી છે કે જે વસ્તુની પરવાનગી ન મળે તે જ વસ્તુ માણસ પહેલાં કરશે .. આ માણસનો પ્રકૃતિગત સ્વભાવ છે .
અને જો ખાસ બંધન રાખી તેને એ કામ કરતા કદાચ રોકી પણ લઈએ છતાં તે માણસ કંટાળીને બીજે રસ્તે ચડી જશે લાઈફ બગાડી દેશે . એટલે કોઈ પણ વાતને સમજ્યા કે જાણ્યા વગર તેનાં પર પાબંદી લગાવી દેવાથી આપણને એમ લાગતું હોય કે તે સુધરી જશે તો એ આપડો વહેમ છે ..
એટલે પ્રેમ લગનને ચોખ્ખીનામાં જ ફેરવી દેવું એ યોગ્ય નથી . પ્રેમ તો ગમે તેને ગમે ત્યારે થઈ જાય તે એક ઓચિંતુ આવતું આમંત્રણ છે . અને આપણું બાળક આપને એની લાઈફની બધી વાત કહી દેતું હોય તો એની રિસપેક્ટ કરવી એને સાંભળવું આપડી ફરજ છે .
અને ઘણાં લોકો એવા પણ હોય છે કે પોતાનાં બાળકોને પાબંદીમાં તો રાખે જ છે પણ એનાં કહ્યાં વિરુદ્ધ કામ થાય તો એને મારે ધમકાવે પણ છે . અને એનાથી બાળકો બધી વાત મનમાં રાખવા લાગે છે બધું કામ છૂપી રીતે કરવા લાગે છે . આ બધાંમાં ખોટા રસ્તે પણ ચડી જાય છે ક્યારેક કયારેક અને પછી જ્યારે એ વાતની ખબર પડે ત્યારે ફરી એને મારવાનું ધમકાવાનું ચાલુ કરી એક મોટી ભુલ કરે છે . પણ હકીકતમા એ બાળકોનો કોઈ વાંક હોતો જ નથી શરૂઆત તમારાંથી જ થઈ છે ..
જુની વિચારધારા અને નવી વિચારધારા વચ્ચે પ્રોબ્લેમ તો પેઢી દર પેઢી આવે જ છે અને આવવાની પણ છે . પણ જમાના પ્રમાણે ચાલવું પડે એ સમજવું પણ જરૂરી છે . નહીં તો પછી સમય જતાં પછતાવા સિવાય કંઈ નથી રહેતું . નીચી અને જુની વિચારધારા રાખી દુનિયાને સુધારી લેશું એ વાત તદ્દન ખોટી છે , ઉલટા તે સંબંધને બગાડે છે .
ઘણી વાર એવા લોકો વધું નેગેટીવ વિચારી ગેરસમજ ઊભી કરે છે અને શંકા , જાસુસી , વગેરેને સંબંધોમાં લાવી સંબંધોનો નકશો બગાડી દે છે .
પછી તે સંબંઘ ભાઈ બહેનનો હોય , મિત્રતાનો હોય , માતા પિતા અને બાળકો વચ્ચે હોય , કે બીજો કોઈ પણ હોય .. પણ ભોગવવું બંનેને પડે છે .
આપણી આસ પાસ પણ આવું કયાંકને કયાંક બની જ જતું હોય છે જેનાથી આપને અજીબ ફીલ થાય , કે આ કેવું લોજીક ... !!! ??
મારી જ એક ફ્રેન્ડનું ફેમિલી જે જોઇન્ટ ફેમિલીમાં હતું . એટલે ઘર ના બધાં નિર્ણયો વડીલો જ લે એ તો નોર્મલ હતું . આ વાતની અસર એ અમારી સાથે હોય ત્યારે ચોખ્ખી દેખાઈ આવતી . કોઈ પણ નાની એવી વાતમા એ એની ફેમિલીને પુછવાની વાટે રહેતી . કયાંકને કયાંક દેખાઈ આવતું કે અંદરથી એ ઉદાસ હતી . બીજાંથી અલગ જ દેખાઈ આવતી . અને ઘણી વાર નીચી વિચારધારાની અસર એનાં વિચારોમા પણ દેખાઈ આવતી .
હવે એ તો છે જ કે આપડે જેવાં વાતાવરણમાંથી ઉછરેલા હોઈએ આપડો સ્વભાવ રીત રિવાજ વિચારો બધું એવું જ હોય . તો એ ઘણી વાર બીજા વચ્ચે હસવા કે મજાકને પાત્ર પણ બની જતી . અમે એને અમારા જેવાં વિચારો સાથે ભળી શકે એ માટે ઘણી ટ્રાય કરી પણ એ રડતી એને એટલી છુટ છાટ આપવામાં ન આવતી બધી વાતમા જેટલી નોર્મલી એક માણસને મળવી જોઇએ .
તેને સમજ્યા પછી મને એવો વિચાર આવ્યો કે આ ટોપિક પર વાત બહાર લાવવી ઘણી જરૂરી છે એવા કેટલાય લોકો હજુ પણ છે જે આ રીતે અંદરથી ઘૂંટી ઘૂંટીને જીવે છે . અને આ low thinkનો શિકાર બની આવે છે ..
******
તમે પણ મારી વાત સાથે સહેમત છો ... ???
....
શું તમે પણ જોયુ છે તમારી આસપાસ કોઈ આવી વિચારધારા ધરાવતું માણસ .. ???
.......
જણાવો તમારાં પ્રતિભાવ .. આભાર તમામ વાચક મિત્રોને ... 🙏🙏