સોશિયલ મીડિયા થી પાછા બે મિત્રો મળ્યા
આ વાત છે અંકુર અને નિધિ ની મિત્રતા ની
એક એવો સમય હતો જ્યારે સોશિયલ મીડિયા શું છે
કોઈને ખબર ન હતી
તે સમયે માત્ર ઈમેલ અને યાહૂ મેસેન્જર ની ખબર હતી
જે અત્યારે વિન્ટેજ મોબાઇલ છે તે સમયે મોબાઈલ
હોવો પણ મોટી વાત હતી માત્ર ટેકસ મેશજ ની સુવિધા હતી
ચાલો જાણી એ અંકુર અને નિધિ ની મિત્રતા વિશે
અંકુર અને નિધિ બને અલગ અલગ સ્કુલ મા ભણતાં હતાં
જ્યારે બને ધોરણ ૧૦ મા આવ્યા ત્યારે બને લોકો એ
એકજ ટ્યુશન ક્લાસીસ મા એડમિશ લીધું હતું
તે ટ્યુશન ક્લાસીસ મા બને લોકો ને સવારની બેચ હોય તેમાં એડમિશન થયું હતું
અંકુર અને નિધિ સાથે ઘણાં બધાં બીજા છોકરા ઓ અને છોકરી ઓ પણ સાથે ક્લાસ મા હતા
અંકુર અને નિધિ સાથે ભણતાં હતાં પણ આંખની ઓળખાણ સુધી અને સંપૂર્ણ નિર્દોષ ભાવનાની મિત્રતા હતી
સમય ની સાથે સાથે અંકુર અને નિધિ ના બનેના અલગ અલગ ગ્રુપ બની ગયા હતા
ધોરણ ૧૦ મા હોવાથી ભણવા માટે ટ્યુશન ક્લાસીસ
થોડુક સ્ટ્રિક પણ હતું
ક્લાસ મા નિધિ બધા ની પસંદ બની રહી હતી
ક્લાસ ની દરેક છોકરી ઓ તો નિધિ ખાસ મિત્ર હતી અને
ક્લાસ ના દરેક છોકરાં ઓ પણ નિધિ સાથે મિત્રતા બનાવા માંગતા હતા
અને નિધિ ક્લાસ મા સ્માર્ટ અને હોશિયાર હતી
અંકુર અને નિધિ જે સમયે ટ્યુશન ક્લાસીસ ભણતાં હતાં ત્યારે ઘણી વખત એકબીજા સાથે વાત કરવા માટે ની કોશિષ પણ કરી
તે સમયે કદાચ કોઈ કારણ થી અંકુર અને નિધિ ને એકબીજા સાથે વાત શું કરવી અને કેવી રીતે કરવી તેની સમજ પણ ન હતી
ભણવા ની સાથે સાથે અચાનક જ દરેક વિદ્યાર્થી ને
મનપસંદ વિષય નિષ્ણાંતો દ્વારા લેવા આવે તે વિષય
પણ નજીક આવી રહ્યો હતો એટલે કે અંકુર અને નિધિ ની પરીક્ષા
અંકુર અને નિધિ ને પરીક્ષા નજીક આવી રહી હતી એટલે મિત્ર દૂર થઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યુ હતુ
પરીક્ષા નજીક હોય એટલે આગળ જવા માટે મન થી પણ તૈયાર થઈ ગયા હતાં અને સારા માર્ક્સ સાથે પાસ થવું
તેવુ ઘરે થી પણ સૂચન કરવામાં આવ્યું હતું
પરીક્ષા નો સમય થય ગયો હતો અને પરીક્ષા આપવા અને પાસ નો પૂર્ણ વિશ્વાસ ક્લાસિસ ના પ્રિન્સિપાલે અપાવ્યો હતો
થોડા સમય પછી ધોરણ ૧૦નું પરિણામ પણ આવી ગયું હતું પરીક્ષા નું પરિણામ ખૂબ એટલે ખુબ સરસ આવ્યું હતું
અંકુર અને નિધિ સાથે ક્લાસિસ ના બધા વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ સાથે પાસ પણ થય ગયા
વાત એમ રહી કે આ પરીક્ષા મા પાસ તો થઈ ગયા હતાં
પણ જે આંખ ની ઓળખાણ નાં મિત્ર હતા તે દૂર થઈ ગયા હતા
કારણ તેમ થયું કે દરેક વિદ્યાર્થી હતા તે પોતાના ચોઈશ
પ્રમાણે અલગ અલગ સ્ટ્રીમ પર આગળ વધ્યા હતા
ભણવા ની સાથે સમય ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો
અંકુર અને નિધિ ને માત્ર આંખ ની ઓળખ હતી તે પણ પૂરી થવા લાગી હતી
અંકુર એ ૧૧ સાયન્સ મા એડમિશન લય લીધું હતું
અને નિધિ ૧૧ કોમર્સ મા એડમિશન લય લીધું હતું
અંકુર અને નિધિ પોત પોતાની રીતે આગળ વધી રહ્યા હતા
ધોરણ ૧૦ પાસ કર્યા પછી અંકુર અને નિધિ ઓલ મોસ્ટ
એક બીજા ને ક્યારેય મળ્યા ન હતા
જાણે એક સપનું આવ્યું હોય અને દરેક વસ્તુ સંપના મા બની હોય તેવું લાગવા લાગ્યું હતું
૧૧-૧૨ કર્યા એમ બે વર્ષ પછી બધા કોલેજ મા તો જરૂર થી આવ્યા હતાં
પણ જે ૧૦ મા ધોરણ મા સાથે હતા તે માથી તો કોઈ ન હતું
અંકુર સાયન્સ મા હતો એટલે તે એક અલગ જ દુનિયા મા
ખોવાય ગયો હતો તે સંપૂર્ણ પ્રોફેશનલ સ્ટડી કરવા લાગ્યો હતો
અને નિધિ ને તો ખબર જ નહોતી કે અંકુર કઈ જગ્યાએ છે કયા ધોરણમાં છે શું કરે છે તેની કાંઈ ખબર નહોતી
નિધિએ પણ કોલેજ પૂરી કરી લીધી હતી અને સમય અનુસાર નિધિએ પણ મેરેજ કરી લીધા હતા
અંકુર અને નિધિ એ સ્કૂલ અને કોલેજ લાઇફ પૂરા કર્યા પછી ૧૫વર્ષનો સમય વિતી ગયો હશે
અને સમય અનુસારે નિધિ અને અંકુર ડિજિટલ યુગ મા આવી ગયા હતા
અંકુર ની મેમરી થોડીક પાવરફુલ હતી જ્યારે તેને ખબર પડી
કે સોશીયલ મિડીયા પર નિધિ પણ છે તે ઘણો ખુશ થઈ ગયો હતા
લગભગ ૧૫ વર્ષ પછી સોશિયલ મીડિયા ના માધ્યમ થી
નિધિ અને અંકુર એક બીજા ને મળ્યા
હવે એક મજાની વાત આવે છે
સોશિયલ મીડિયાના માધ્યમથી નિધી અને અંકુર મિત્ર તો બની ગયા હતા
નિધિ કંઇપણ પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરે
તો અંકુર પોસ્ટ જોય ને લાઈક ,કોમેન્ટ આપતો
અને એજ રીતે અંકુર કંઇપણ પોસ્ટ અપલોડ કરે ત્યારે
નિધિ ક્યારેક સમય અનુસાર લાઈક આપે
અને થોડા સમય પછી અંકુર અને નિધિ સોશિયલ મીડિયા ના
મેસેન્જર પર વાત ચીત કરતાં થયા
એક દિવસ સાંજ ના સમયે અંકુર ને પોતાના વર્કિંગ મા
થોડીકવાર માટે નો બ્રેક મળ્યો હતો
ત્યારે અંકુર નિધિ ની પોસ્ટ જોય અને એક કમેન્ટ લખી
અને થોડીવાર પછી નિધિ પણ તેને સહજાત થી રિપ્લે પણ આપ્યો
અને થોડીવાર પછી અંકુર અને નિધિ એ પર્સનલ મેસેન્જર મા
વાત કરી રહ્યા હતા અને મેસેજ કન્વર્ઝન લગભગ ૧૦ થી ૧૫
મિનિટ સુધી વાત કરી રહ્યા હતા
ત્યારે અંકુર એ નિધિ ને કહ્યું ચાલો હવે મારે બ્રેક પૂરું થયો છે
તો હવે હું મારા વર્ક પર જાવ છું
અને અંકુર એ જયશ્રી કૃષ્ણ અને પોતાના વતન ના ગ્રામ દેવતા
મહાદેવ નું નામ લીધું અને નિધિ એ પણ સામે જય શ્રી કૃષ્ણ અને મહાદેવ નું નામ લીધું
હવે અંકુર અને નિધિ ની મિત્રતા પર એક ટિવિસ્ટ આવે છે
જ્યારે અંકુર પોતના વતન ના ગ્રામ દેવતા મહાદેવ નું નામ લીધું
ત્યારે નિધિ એ તેને પૂછ્યું કે તમે તે શિવ મંદિરે ગયા છો
અંકુર રિપ્લે આપતા કહ્યું કે હું નાનપણ થી જાવ છું
નિધિ ના લાસ્ટ મેસેજ પછી અંકુર એક મિનિટ માટે એકદમ
સ્તબ્ધ થય ગયો
અંકુર ને મનમાં એક પ્રશ્ન થયો કે નિધિ એ મને એમ કેમ પૂછ્યું કે તમે તે શિવ મંદિરે ગયા છો
અંકુર ને મન મા તો થયું કે જે આપણાં વતન ના હોય અને
આપણાં ગ્રામ દેવતા મહાદેવ નું નામ લય તો તે આપનેઓળખતા જ હોય
પછી અંકુર ને મનમાં ઘણા બધા વિચારો આવવા લાગ્યા
અને વિનમ્રતા પૂર્વક નિધિ ને પૂછ્યું કે શું તમે મને નથી ઓળખતા અને નિધિ એ એક સેકંડ માટે પણ વિચાર્યા વિનાજ
અંકુર ને કહ્યું કે ના હું તમને નથી ઓળખતી
અંકુર કહે છે કે હું તમને ઓળખતો હતો એટલે તમને ફ્રેન્ડ
રિકેવેસ્ટ મોકલેલ હતી તે પછી નિધિ કહે છે કે હા પણ
હું તમને નથી ઓળખતી હું એમ જ વાત કરી રહી છું
તે દિવસ ની સાંજે અંકુર ને વર્કિંગ બ્રેક પૂરો થઈ ગયો હતો. અને પોતાનું બધું વર્ક મૂકી ને નિધિ ની સાથે વાત કરવા લાગ્યો
અંકુર થોડી વાર માટે ખૂબ ગભરાય ગયો હતો
અને પછી અંકુર અને નિધિ લગભગ ૨૦ મિનિટ સુધી વાત
કરી રહ્યા હતા
અંકુર એ નિધિ ને યાદ કરવા માટે શરૂવાત થી યાદ કરવાયું
કે તે બને ધોરણ ૧૦ માટે એકજ ટ્યુશન ક્લાસ મા સાથે જતાં હતાં
અને અંકુર જેમ કોર્ટ મા જજ અને વકીલ સાહેબ ને સમજાવે
તે વિનમ્રતા થી નિધિ ને એક એક વાત કરી અને અંત મા
નિધિ એ કહ્યું કે હા હવે મને ઓળખાણ થય ગય કે તું અંકુર છે
અને તે પછી અંકુર ને એમ થયું કે હાશ હું એક નિર્દોષ સાબિત થઇ ગયો છું
અને પછી અંકુર અને નિધિ એ રમુજીક મેસેજ એકબીજા ને કર્યા
અને અંકુર ખૂબ આદર પૂર્વક નિધિ ને પોતાના વતન આવવા માટે કહે છે અને સામે નિધિ પણ કહે છે કે તે પણ વતન મા આવશે એટલે મળશે
અને અંત મા બે ખૂબ શારા મિત્રો એટલે અંકુર અને નિધિ
સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી મળ્યા
આ હતી આપણી અંકુર અને નિધિ ની નિર્દોષ મિત્રતા ની વાર્તા
k.s.vyas