થોડીવાર પછી તે પાણી ભરેલા વિસ્તાર આવ્યો ચારે બાજુ એકલું પાણી ભરેલું હતું રિક્ષાવાળાએ ઝડપથી લીવર આપી પાણીમાંથી કાઢી પાણી આગળની બાજુ રિક્ષામાં ગોઠણથી થોડુંક નીચેનો ભાગ પડે ત્યાં સુધી ભરાઈ ગયું હતું.
હેમખેમ કરીને હું સેન્ટર પર પહોંચ્યો લગભગ 9 વાગ્યા છે આંખ એકદમ લાલચોળ થઇ ગઈ હતી માથું દુખતું હતું અને ખૂબ જ ભૂખ લાગી હતી બાજુમાં કોઈ નાસ્તા વાળો પણ હજી ખુલ્યો નહોતો પછી google માં જોયું તો 300 મીટર એક નાસ્તાની લારી દેખાડતું હતું રસ્તે આગળ વધ્યો થોડું આગળ પહોંચતા જ તે રસ્તો એકદમ પાણી ભરેલું હતું. રસ્તાની પહેલી બાજુ લારી દેખાડતો હતો પાણીમાં ચાલીને ત્યાં ગયો ગોઠણ સુધી પાણી ભરેલું હતું જીન્સનું પેન્ટ સ્પોટ શુઝ બંનેમાં પાણી ભરાઈ ગયું હતું સરખું ચાલી પણ નહોતું શકાતું અને તે લોકેશન પર પહોંચ્યો તો લારી બંધ થોડીવાર તો શું કરવું ? તે પણ ખબર ન પડી પછી એક બંધ ઘરનો ઓટલો હતો ત્યાં બેઠો પછી પાછું જ્યાં શાળા હતી ત્યાં ચાલવાનું શરૂ કર્યું એ જ પાણીવાળા રસ્તે પાછો ચાલ્યો અને સેન્ટર પાસે પહોચ્યો.
એક નાસ્તાની લારી ખુલ્લી હતી 9:30 વાગ્યા હશે જલ્દીથી એ લારી પાસે પહોંચ્યો અને સીધું કહ્યું જે હોય તે એક ડિશ આપી દો એને એક નાનું વડુ લીધું તેના કટકા કર્યા અને ઉપર થોડા પૌવા નાખ્યા. કંઈક લીલી ચટણી જેવું નાખ્યું અને સંભાર નાખી મને આપી જીવનમાં પહેલી પહેલી વાર જોયું કે પૌવા અને સંભારનો કોમ્બિનેશન પણ થાય છે પહેલા અડધી ડિશ ખૂબ જ ઝડપથી બતાવી અને અડધી ડિશ ધીરે ધીરે શાંતિથી ખાધી નાસ્તો કરીને હું એક બંધ દુકાનના ઓટલા પાસે ગયો ત્યાં થોડી જગ્યા હતી. હવે થોડી શાંતિ મળી અડધી પોણી કલાક ત્યાં બેઠયો
સ્કૂલ તરફ નજર કરી હતી ધીમે ધીમે બધા વિદ્યાર્થીઓ આવવાના શરૂ થયા સવારમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ અમદાવાદમાં વરસ્યો અને અત્યારે 11:30 એ ફુલ ગરમી આંખો ઘેરાતી હતી પેપર પહેલાં જ પછી ધીમે ધીમે સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવાનો શરૂ કર્યો મારી પાસેથી હોલ ટિકિટ અને આધાર કાર્ડ લઈ વેરિફિકેશન કર્યું અને ક્લાસરૂમમાં જવાનું કહ્યું
ક્લાસરૂમમાં પ્રવેશ્યો ક્લાસરૂમ જુનો હતો દિવાલમાંથી પોપડા ખરી ગયેલા હતા એક બે જગ્યાએ દેખાતી હતી બેંચ પણ ખરબચડી હતી પેડ સાથે હતું એટલે એટલો બધો વાંધો ન હોય પેપર અપાય ગયા અને ત્રણ કલાકના પેપર મેં બે કલાક પંદર મિનિટ જ મિનિટમાં પૂરું કરી નાખ્યું અને માથું બેંચ પર નમાવી સુઈ ગયો થોડીવાર તો આજુબાજુના વાતાવરણનું કંઈ ભાન જ નહોતું છેલ્લી દસ 10 મિનિટની વાર હતી ત્યારે મોટો બેલ પડે ત્યારે હું ઉઠ્યો સ્કૂલની બહાર આવ્યો.
બસમાં કશ્યપ મને મળ્યો અમે થોડી વાતચીત કરી તેમને પણ મારી સાથે જ ગીતા મંદિર આવવું હતું તો અમે બંને સાથે રીક્ષા ગોતવાનું શરૂ કર્યું ત્યાં બે ભાઈઓ બીજા મળ્યા અમે લોકોએ અમને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે મેં કહ્યું ગીતામંદિર તો ચાલો બધા સાથે જઈએ કશ્યપે એક રીક્ષા ઉભી રાખી રીક્ષા વાળાને પૂછ્યું ગીતા મંદિર જવું છે અમારે થાય તેટલું ભાડું લઇ લેજો રિક્ષાવાળો ડ્રીંક કરેલો હતો સરખો જવાબ પણ ન આપ્યો અને ચાલતો થયો પછી બીજા બે ભાઈ એમાંથી એક ભાઈએ તાત્કાલિક ઉપર ડાઉનલોડ કર્યું અને રિક્ષા મંગાવી રિક્ષાવાળા એ ચારેયના ભેગા 250 કીધા અને આઠથી દસ કિલોમીટર રીક્ષા ચાલ્યા અમે લોકો ગીતા મંદિર પહોચ્યા.