ધીમે ધીમે બસ આગળ વધી નારી ચોકડી, ફૌજી પંજાબી ઢાબા પાસેથી બે ત્રણ વિધાર્થી ચડ્યા બસ વલભીપુર વાળા રસ્તે ચડી ત્યારે ખબર પડી કે આ બસ તો ફરી ફરીને અમદાવાદ જશે ક્યારે પહોંચાડશે કાંઈ નક્કી નથી. પેપર બપોરે બાર વાગ્યાનું હતું એટલે આમ પણ ચિંતા નહોતી.
બસમાં આમરી બાજુમાં બે ત્રણ મિત્રો સરખા મળી ગયા તેની સાથે વાતચીત શરૂ કરી તેમાંથી એક કશ્યપ નામના છોકરાને મારી સાથે જ એક સ્કૂલમાં પેપર હતું. છેલ્લી હરોળમાં હાસ્યનો ડાયરો જામ્યો હોય એવું વાતાવરણ ઉભું થઈ ગયું. બસ ચલ્યાના બે કલાકમાં તો ડ્રાઈવરે ત્રણ ચાર બમ્પ એવા લીધા કે સુધી કમર તૂટી ગઈ હોય એવો અહેસાસ થયો અમારી સીટ પાસે નીચે કાકા એની માથું સીટ ને ટેકો દઈને બેઠ્યાં હતા એનું માથુ એટલું જોરથી સીટ સાથે અથડાયું, પાછળ થી બધા એ દેકારા અને પડકાર ચાલું કર્યા મધારતે એવું વાતવરણ ઉભુ થયુ કે અમારી આજુબાજુ જે વાહનો પસાર થતા હતા તેમની નજર અમારી બસ પર હતી. એક તો ઊંઘ પણ નો આવે અને હલન ચલન પણ નો કરી શકાય
બસ માંડ થોડી વ્યવસ્થિત ચાલી હશે ત્યાં એક રેલ્વે ક્રોસિંગ આવ્યું અને કલોઝ હતું. ત્યાં ટ્રાફિક તો પહેલેથી જ હતું પંદર મિનીટ જેટલું ઉભા રહ્યા તો પણ ટ્રેન નો આવી એક ગરમી પહેલે થી જ હતી બસ માં એમાં હવે પાછી બસ ઉભી રહી બધાનું મગજ ઘડીક ઠેકાણા વગરનું થઈ ગયુ ત્યાં ટ્રેનો અવાજ સંભળાયો થોડો હાશકારો થયો જોયું તો પેસેન્જર ટ્રેનને બદલે માલગાડી એ પણ ધીરે ચાલે એવી અને ૫૦ થી ૬૦ ડબ્બા વાળી ટ્રેન પસાર થઈ પછી આસપાસના તમામ વાહનોએ હોર્ન વગાડવાના ચાલુ રાખ્યા બધી બાજુ હેવી લોડેડ જ વેહિકલ થોડી વાર તો શાક માર્કેટ ના શોર બકોર ને પણ સારી કહેડાવે એવું લાગ્યું અડધી કલાક પછી સરખી બસ રોડ પર ચડી હોય એવું લાગ્યું.
3:10 આજુબાજુ એક હોટલ પર બ્રેક માટે બસ ઉભી રહી બસની બહાર આવ્યા બધા એ શાંતિ નો શ્વાસ લીધો અને બધા ફ્રેશ થવા
ગયા અમુક તો આળસ મરડતા જોઈને હસવું આવવા લાગ્યું. એક ભાઈબંધ તો ડ્રાઈવરને કહેવા ગયો કે “ એલા ભાઈ ધીરે ચલાવો" ડ્રાઈવરે : હું તે આ રૂટ પર પહેલી વારું શું ભાઈ, મને નથી ખબર કે રસ્તો એટલો ખરાબ સે હવે વાંધો નહિ આવે.
પેલા એ “કીધું કઈ વાંધો નહિ".
અમે લોકો પણ ફ્રેશ થઈને ગોટા ની ડીશ, ગાઠીયા ને ડીશ, એક સમોસાની ડીશ જેને જેમ ભૂખ લાગી એ પ્રમાણે બધા એ લઈ લીધું અને નાસ્તો કર્યો અને પાછા બસમાં બેઠયા.
હવે મે અને રાજેશ એ જગ્યા બદલાવી મારે સૂવું માટે વ્યવસ્થતી બેઠવું હતું. અને તે છેલ્લી લાઈનમાં બેઠયો મે આગળ જોયું તો આગળ વાળને તો આટલો બધો વાંધો નહતો જે સમસ્યા હતી એ પાછળની બે ત્રણ લાઈનમાં જ હતી, પણ તેમ છતાં પણ ઊંઘનો આવી.
હવે બસ સરખી ચાલી. જે બસ 4.30 એ ગીતા મંદિર હોવી જોઈતી હતી એ તો 5.30 હજી તો ઇસ્કોન ચોકડી હતી. અમે લોકો દોઢ ક્લાક થી મોડા ચાલતા હતા.
મહેશે : મારે ગીતામંદિર નથી ઉતરવું મારે કૃષ્ણનગરથી નજીક પડે
હું: ગીતામંદિર બધી સુવિધા છે ફ્રેશ થવાનીને એવું તો ત્યાં ઉતરી જઇએ પેપર ને ક્યા ઉતાવળ છે
મહેશ : કૃષ્ણનગર છેલ્લું સ્ટેન્ડ છે તો ત્યાં સુવિધા હશે જે તે
એની વાતનું માન રાખીને અમે લોકોએ કૃષ્ણ નગર ઉતારવાનું નક્કી કર્યું ગીતામંદિર આવ્યું તો મોટાભાગની બસ પણ ખાલી થઈ ગઈ.