Farm House - 4 in Gujarati Horror Stories by Dhruvi Kizzu books and stories PDF | ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 4


ભાગ - ૪



વેલકમ્ વાચક મિત્રો ,, મને ખુશી છે તમે ૪ની રાહ જોતા હતાં વાચતા રહો ભાગ ૪ ... તો આગળના ભાગમા જોયું તેમમમ .......



......



મોન્ટુ : " તને ખબર છે કિસુ , એક દિવસ ૧૧ સ્ટાન્ડર્ડમાં તને ભારે તાવ આવ્યો હતો અને પાંચ દિવસ સુધી સ્કુલ નહતી આવી .. , ત્યારે તો રાજનુ મોં જોવા જેવું હતું હોં .... "

નેમિશ હસતાં હસતાં : " તેને તો નાસ્તો - લંચ બધું છોડી દીધું તું તારી યાદ મા ... "

થોડા અફસોસ સાથે ટીકુ : " ગાયસ્ ...... , એક વાત તો છે .. આ જુનિયર કૉલેજ જેવી મજા મને નથી લાગતું સિનિયર કૉલેજમા આવશે ... "

સાચી વાત છે બધાંએ હકારમા જવાબ આપ્યો ......

મોન્ટુ : " હવે જે થયું એ થયું ...... તો તમારે બધાને ૧૨મા ફેઇલ થવું હતું ને તો જુનિયરમાં જ રહેવા મળત ..... "

વિશ્વાએ આંખ મારતાં : " ફેઈલ તો થવું જ હતું ... પણ તારી ટેન્શનમાં પાસ થઈ ગયાં .. મોન્ટુડા ..... "

મોન્ટુ ચિડાઈને : " ઓહ ... રીઅલી ..... મને તો ખબર જ ન હતી .. કે તમને મારી ઉપાડી પણ થાય છે ... વાહ .. વાહ .... "

થોડી ઉદાસ અને ઉમીદ સાથે વિશ્વા : " આજ હું છેલ્લી વાર તને બધાં સામે કહું છું , તું મારું પ્રપોઝર એક્સેપટ કર છો કે નહીં ... ???? કેટલાં વર્ષોથી હું રાહ જોવ છુ .. આજ હા કહેશે .. કાલ હા કહેશે .... પણ નહિ ભાવ બસ ભાવ જ ખાવા છે ... આજે તો જવાબ દેવો જ પડશે ... બોલ .... "

મોન્ટુ : " નહીં દઉં તો ??? શું કરી લઈશ તું ???? "

વિશ્વા : " કંઈ ખાસ નહીં પણ તારી પાછળ ભાગવાનુંને તારા ભાવ ખવડાવવાનું છોડી દઈશ ..... "

મોન્ટુ મજાક કરતાં : " એટલે તું બીજા બકરાને ફસાવી લે એમ ને ??? "

વિશ્વા : " મજાક જ મજાક મોન્ટુ ... ?? બસ હવે બહુ થયું સરખો જવાબ આપ , વાતને ફેરવ નહીં ... "

મોન્ટુ : " આઈ બી લાઈક યુ ... બટ મને મજા આવતી હતી તને હેરાન કરવાની ... એટલે હું તને રિસ્પોન્સ નહતો આપતો ... અ .. સોરી હોં .... "

વિશ્વા આશ્ચર્ય અને ગુસ્સા સાથે : " વ્હોટ ????? સાલા . આવડી મોટી વાતનું કેમ દિલમાં રાખીને મજાક કરી શકે ..... ???? "

મોન્ટુ : " હા એ જ તો મારી ખાસિયત છે .... જેના પર તુ મરે છે ..... "

વિશ્વા : " ઓકે .. તો આજનો દિવસ મારો છે ... તે ખુશીમા મારા તરફથી આઇસક્રીમની પાર્ટી ........ "

મોન્ટુ થોડો હક જતાવતા : " ના , તારી પાર્ટી તે મારી પાર્ટી .. તો ગોતો કોઈ સારું આઇસક્રીમ પાર્લર ..... "

રીની : " ઓહ ગોડ .....૧૧ વાગવા આવ્યાં અને હજુ આપણે સિટી જ વટયા ... "

મયુર : " હા તો ,, એમાં શુ થયું .... સાત - આઠ દિવસમા પાંચ - છ દિવસ હજુ ઉમેરી દેવાના ,,, આમ પણ કૉલેજ ખુલવામાં હજી વાર છેને ..... મોજ કરો બધાં .... "

બધાં આઇસ્ક્રીમ પાર્લરમા જાય છે .....
.....

મોન્ટુ : " આજે મારું ફેવરીટ ચોકો સ્ટિક જ ખવડાવીશ બધાને .... "

મોન્ટુએ આઠ સ્ટીકનો ઓર્ડર આપ્યો ...

બધાએ મોજથી આઇસ્ક્રીમ ખાધું અને ગાડીમા બેઠાં ..

નેમિશે ચિડાઈને : " બસ હવે બહુ થયું ,, મારા પર તો કોઈનું ધ્યાન જ નથી ..... "

રિની હસતાં હસતાં : " હા ભાઈ , હુ સમજી ગઈ ... ચાલ હું ડ્રાઇવ કરું ..... "

રાજે નેમિશના હાથ માંથી ચાવી લેતાં : " તું તો શુ ડ્રાઇવ કરીશ .... લાવ ચાવી મને દે , હું ડ્રાઇવ કરું મને તો ટેવ છે જાગવાની ... નાઈટ આઉટ કરવાની ...,, તમે આરામ કરો .... "

સાડા બાર સુધી વાતો ચાલી .. ધીમે ધીમે બધાની આંખો લાગી ગઈ અને બધા સૂવા લાગ્યાં .. માત્ર રાજ અને મયુર જ જાગતાં રહ્યાં .

મયુરે એક્સાઇટિંગ સાથે : " બાય ધ વે રાજ ,,, તું ક્રિષ્નાને આ વેલેન્ટાઈન શું આપવાનો હતો ... ???? "

રાજે થોડાં ટેન્શન સાથે : " શું કઈં નહીં યાર .... બસ અલગ રીતે કંઈ પણ થઈ શકે તેવું ... ,,, તું બોલને શું દઉં ..... ???? તું તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે ..... કંઇક શોર્ટ આઉટ કરને મેટર ... એમાં મને બહુ ખબરના પડે યાર .... "

મયુરે આશ્વાસન આપતાં : " તું ટેન્શન લે તો નહીં ... આપડે પેલી ડાઈમોન્ડ શોપ પર એક રીંગ જોઈ હતી ને તે જ આપજે .. આમ પણ રિલેશન શીપમાં તો તમારે બે યર પુરા થવાના છે , અમારી જેમ થોડું છે .. "

રાજ : " તું ટેન્શનના લે ભાઈ ... તારું પણ થઈ જ જશે .. આઈ કનોવ .... હું છું ને . ચાલ હવે સુઈ જા . ૨ વાગી ગયા છે .. પછી ૪ વાગે જાગવાનું થશે .. "

મયુર : " ઓહ .. એટલું જલ્દી પહોંચી જશું ..... ???????? "

રાજ : " હા મયુર ; આપડે શાયદ તે ફાર્મ હાઉસમાં પહોંચી જ જશું ... અને પછી થોડો આરામ કરી આપડે ત્યાં એક ગાર્ડન છે ત્યાં મોર્નિંગ વિયુ જોવા જશું ... ઓકે .. ગુડ નાઈટ .. "

મયુર : " એ બધું તો ઠીક ;; પણ તને તે ફાર્મ હાઉસ જે મળ્યું .. !! ??? આઈ મીન આપડે બીજે ક્યાંયના રોકાઈ શકીએ ..... ???? સાથે ગર્લ્સ પણ છે .. હોંટેડ પ્લેસ પર ડર લાગેને તેઓને એટલે ... "

રાજ : " ના યાર એવું કંઈ જ નથી .. ,, મને તો હોંટેડ પ્લેસ પર જ એક્સાઈટમેન્ટ અને એન્જોય ગમે સો .. અને આમ પણ તે ફાર્મ હાઉસ સળગ્યું એના ૪ વર્ષ થઈ ગયાં છે .. હવે તે પહેલાં જેવું પણ બનાવી દીધું છે ... અને ૮,૦૦૦ મા એટલા બધાં દિવસ આઈ મીન અનલિમિટેડ ડેયસ્ કોણ રહેવા દે . ???? તે પણ આટલા બધા લોકો સાથે ... જવા દેને ,; એમ પણ રીસર્ચ ઓફ ઘોસ્ટ નામની ગેમ પણ રમાઈ જશે ... આપડે તો બસ ગમે તેમ કરીને વેકેશન કાઢવાનુ છે ને .. તો મુકને આ બધું ... "

રાજે મયુરના હાથ માંથી ફોન આચક્યો , અને સુઈ જવા કહ્યું ... મયુરે પણ ગુડ નાઇટ કહી આંખો બંધ કરી .. રાજે હેડફોન ચડાવ્યા અને સોંગની દુનિયામાં ખોવાઈ ગયો ...


આભાર વાચક મિત્રો ,,

હું આશા રાખું છું કે , તમને આ ધારાવાહિક વાચવી ગમે છે ... આગળનો ભાગ બહુ જલ્દી આપણી સામે રજૂ કરીશ ....


શું સાચે એ ફાર્મ હાઉસ એક હોન્ટેડ પ્લેસ હશે .. ????

કે કોઈ બીજું જ રહસ્ય છે ..... ?????



..............



સ્વસ્થ રહો ... વાચતા રહો ... ભાગ - ૫ .


.....



To be continued......