Saata - Peta - 8 in Gujarati Classic Stories by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | સાટા - પેટા - 8

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

સાટા - પેટા - 8

સવારે રાધા ને મંગુ બેય સખીઓ પાણીનાં બેડા ભરીને ઘર તરફ આવી રહી હતી. ઘણા દિવસે આજે બંનેને સથવારો થયો હતો. ભરેલ બેડે મંગુએ આગળ- પાછળ નજર દોડાવી લીધી. ને હળવેક રહીને બોલી 'રાધા !'. ' હા....આ...!'
'મનેખ શું વાતો કરે છે, ખબર છે ?'માણસની ખાસિયત છે કે સામેનાને ,પોતાને કોઈ વાત કહી હોય તો, તે બીજા માણસોના નામે ચડાવીને કહે છે .
'શું વાતો કરે છે ?' રાધા એ જ ટાઢા કાળજે ક્હ્યું .
'તારી ને એની , કાંક'લપ-છપની વાત --'ને વાક્ય કાપીને મંગુ રાધાના મોં સામે જોઈ રહી.
' એની એટલે ?'રાધા એ મંગુ તરફ ધારદાર નજર કરી. 'એની એટલે તે બીજા કોની વળી ?' તારી ને શામજી ની મંગુ જાણે કે રાધા ને મોટો આંચકો આપવા માગતી હોય તેમ ધડાકો કર્યો .પરંતુ રાધા ના ચહેરા ઉપર તો એ જ પૂર્વ વત શાંતિ હતી. 'મનેખ વાતો કરે છે કે પછી -- ક્યાં મનેખ ?' કહીને રાધા મંગુ ની આંખ માં આંખ પરોવીને મંગુ ને માપવા મથી રહી . વાત ચાલુ કરતાં પહેલાં તો મંગુને મનમાં એમ હતું કે ,પોતાની આ વાત સાંભળીને જ રાધા ઢીલી -ઢસ થઈ જશે .અને આ વાત બીજા કોઈને ન કહેવા માટે બે હાથ જોડીને પોતાને કરગરશે પણ ખરી પરંતુ આતો બધું ઊલટું થયું હતું .રાધા ઉપર જાણે કે તે વાતની કોઈ જ અસર થઈ ન હતી .ઉલટા ની રાધા એ તેને સાણસામાં લીધી હતી. ' મનેખ એટલે બધાંય મનેખ થોડાં ને કાંઈ એના માથે શીંગડાં - પૂંછડાં હોય છે ?'મંગુ વાતને જાણે કે હવે વાતને ઉડાવી દેવા માગતી હતી. 'મનેખને તો વાતો કર્યા વગર બીજું કામે શું છે ?' ભલેને બિચારાં એમ વાતો કરીને રાજી થાતા .'રાધા બોલી ને મંગુને ઉદેશીને ઉમેર્યું .'મનેખ ની વાતોમાં મારી બેન, ઝાઝું ધ્યાન ન આલવું .ન'કે માણસો તો તું જાણે છે ને ?'કે પીંખડાનો હાડો (કાગડો) કરે એવાં છે.'
'ના રે મારી બુન ! આપણે પારકી પંચાતમાં પડવાની શી જરૂર ?' આ તો તું મારી ગોઠણ (સખી) છે ,એટલે પેટ બળ્યું એટલે કીધું .'મંગુ એ કહ્યું .ને વાત બદલતાં બોલી 'ચારનો ભારો કરવા ખેતરે આવવું છે ?' રાધા એ મનોમન કંઈક વિચાર કર્યો. કાંઈક ગણતરી કરી ને બોલી 'મારી બુન આજ તો એટલું બધું કામ ભેગું થયું છે ને ,તે સાંજ સુધી વીણીશ ત્યારે માંડ પાર આવશે ,તેથી ઘરબારો પગેય મેલાય એમ નથી .તું તારે લઈ આવ .'ને ઘર આવતા બંને જણીઓ છૂટી પડી.
*. * *. *. *
રાધા ડાબા હાથમાં દાતરડું પકડીને જમણા હાથમાં દોરડું ધુમાવતી -ધુમાવતી પોતાની ધૂનમાં જ આગળ વધી રહી હતી .તેણીએ વડવાળા ખેતરે જવા માટે આજે પણ દરરોજની જેમ ધોરી રસ્તો છોડીને શેરડો (કેડી) પસંદ કર્યો હતો .તેણીના પગ ચાલતા હતા ,પણ મન તો શામજીના વિચારોમાં જ ખોવાયેલું હતું .તેથી પાછળ તો શું આજુબાજુ કોણ જુએ છે તેનુંય તેને ભાન ન હતું. દાતરડું લઈને ઘેરથી નીકળતી રાધા ને મંગુએ જોઈ લીધી હતી થોડું લાંબુ અંતર પડવા દઈને મંગુ પણ દાતરડું અને દોરડું લઈને તેની પાછળ થઈ ગઈ .મંગુને રાધા ના શબ્દો યાદ આવ્યા .'આજે તો બુંન એટલું બધું કામ પડ્યું છે, કે' સાંજ સુધી વિણીશ ત્યારે, માંડ વીણાઈ રહેશે .'મંગુ મનમાં જ બબડી.' આ જુઓ ને ?' મોટાં કામ વીણવા નીકળ્યાં છે તે !' એને ખબર નહીં હોય કે આ મંગુડીની આંખમાં ધૂળ નાખવી કેટલી દોહ્યલી છે . ને એ 'બેય શું ગોરખ ધંધા કરે છે એ બધીયે મને ખબર છે એમ મનમાં વિચારતી મંગુ પાછળ -પાછળ આગળ વધી રહી હતી. પરંતુ મંગુનેય ખબર ન હતી કે, તેનાથી એ કેટલુંક અંતર રાખીને એક યુવાન ચોરી- છુપીથી તેનો પીછો કરી રહ્યો હતો .રાધા ને મંગુ ની ખબર ન હતી, ને મંગુ ને પહેલા યુવાનની ખબર ન હતી .આમ ત્રણેય એકબીજાથી સલામત અંતર રાખીને ગળા સમાણી બાજરીમાં કેડીએ આગળ વધી રહ્યાં હતાં .રાધા એ જોયું કે દૂર વડની ટોચ ઉપર લાલ રૂમાલ ફરતી રહ્યો છે .શામજી હાજર છે તેની તે નિશાની હતી. રાધા ના ચહેરા ઉપર આનંદ તરી આવ્યો. તેણીએ પોતાની ચાલ વધારી દીધી, તે ઝડપથી વડ નીચે આવી પહોંચી .પરંતુ દરરોજની જેમ તેને આવકારવા શામજી આજે વડ નીચે હાજર ન હતો .ઉપર વડમાં નજર નાખી, પરંતુ ઘનઘોર ઘટામાં કાંઈ ન દેખાણું .ક્યાં ગયા હશે ?' કે પછી આજે ખેતરે જ નહિ આવ્યા હોય ?'વગેરે પ્રશ્નો તેના મનમાં ઊઠ્યા પરંતુ તેને સાંભર્યું કે વડની ટોચ ઉપર ,લાલ રૂમાલ તો ફરકતો જ હતો .ટોચ ઉપરના રૂમાલ ને જોવા ફરી તેણીએ વડ ઉપર નજર કરી.પરંતુ વડ એટલો ઘટાદાર હતો કે, ટોચ તો શું પણ બે ડાળ ઉપરની ત્રીજી ડાળ પર દેખાતી ન હતી. ક્યાંક ઢોર ઢાંખર તગડવા તો નહીં ગયા હોય ને ?'જ્યાં ગયા હશે ત્યાંથી હમણાં જ આવશે !'એમ વિચારીને રાધા એ જમીન ઉપર બેસવાની તૈયારી કરી . 'સી.....સ..!' હોઠથી બોલતી હોય તેવી સિસોટી નો અવાજ સંભળાયો . ચોકીને રાધાએ આજુ-બાજુ નજર કરી. કોઈ ન દેખાયું.
રાધા જમીન ઉપર બેઠી . 'સી....સ..!' આ વખતે જોરથી સિસોટી જેવો અવાજ સંભળાયો . રાધા એ ઉપર નજર કરી . વડની ધેધૂર ઘટામાં ,ત્રીજી ડાળ ઉપર ઊભેલો શામજી , વડનાં પાંદડાં એક બાજુ કરીને ,રાધા ને ઉપર આવવા ઈશારો કરી રહ્યો હતો. ' લ્યો પછડાઓ હેઠા જોયા એ તો !' રાધા એમ કહેવા જતી હતી પરંતુ એ બોલે પહેલા જ , સામજીએ તેને આંગળીથી ચૂપ રહેવા ઈશારો કર્યો . ને ઇશારાથી જ ઉપર આવવા કહ્યું .રાધા ચૂપ થઈ ગઈ .'નક્કી કંઈક નવા-જૂની હશે, નહી તો શામજી તેને વડ ઉપર ના બોલાવે .એમ વિચારી રાધા ઝડપથી વડ ઉપર ચડવા લાગી.
'હાં......આ...! હવે જ ખરો લાગ આવ્યો છે .થોડીવાર પછીથી જાઉં ,ને બંનેને રંગે હાથ પકડી લઉં ,પછી બેયની વાત !'શામજીના ખેતરની વાળ પાસે ઉભી રહીને મંગુ મનમાં જ બબડી .ને મંગુ ને ઉભી રહેલી જોઈને, મંગુનો પીછો કરતો પેલો યુવાન પણ થોડું અંતર રાખીને બાજરીમાં ઉભો રહી ગયો . મંગુને શામજી ના ખેતરમાં ધારી -ધારીને કંઈક જોતી જોઈને ,તે યુવાન વિચારવા લાગ્યો.' શું જોતી હશે અંદર ?' કે પછી ખેતરમાં કોક બીજું મનેખ પણ હશે કે શું?' કે પછી હાળી શામજીડાથી હળિ તો નથી ને ?'
કેટલીક ક્ષણો મંગુએ શામજીના ખેતરને ની અંદર જોવામાં શેઢા ઉપરજ,બેચેની પૂર્વક પસાર કરી . ને પછી ચોર- પગલે, બાજરીમાં અવાજ ન થાય તેમ ધીમે-ધીમે વડ તરફ પગ ઉપાડ્યા . મંગુને ચોર પગલે વડ તરફ આગળ વધતી જોઈ ને પે'લો યુવાન મનોમન બબડ્યો .'હત સાલી હલકટ નક્કી શામજીડાથી ખૂટી હોય એવું લાગે છે.નહીતો ખરા- બપોરે કોઈના ખેતરમાં એકલી આવે ખરી ?' તે વિચારી રહ્યો.' આ શામજીડોય જુઓ ને ?'દેખાવ તો મોટા ભગત જેવો કરે છે .ને છાનાં -માનાં કેવા હલકા ધંધા કરે છે ? થોડી વાર થવા દઈને જાઉં, ને બન્ને ને રંગે હાથ પકડું.આવો વિચાર કરીને તે શામજીના ખેતરની વાડ પાસે આવીને ઉભો રહ્યો.
શામજીએ વડ ઉપર એવી ડાળ પસંદ કરી હતી, કે નીચેનું બધું દ્રશ્ય તે જોઈ શકે. પરંતુ નીચેનું કોઈ એને ન જોઈ શકે .રાધા વડ ઉપર શામજી પાસે પહોંચી એટલે શામજીએ બાજરીમાં વડ તરફ આવતી મંગુ તરફ અને શેઢે વાડ પાસે ઉભેલા પેલા યુવાન તરફ ઈશારો કર્યો .
'ઓ..ય... મા !'આ તો મંગુડી છે .અહીં શું કામે આવી હશે ?' રાધા ના શબ્દોમાં આશ્ચર્ય હતું . ને પે'લા યુવાનને ઓળખવા તે ઝીણી નજર કરતાં બોલી .'ને પેલો તો ચેલીયો નથી લાગતો ?'
'લાગે છે તો એ જ !'પણ એ બેય અહીં મારા ખેતરે શું કામ આવ્યાં હશે ?' શામજી બોલ્યો ને વડની ઘટામાં પોતાની પાસે જ રાધા ને સંતાઈ જવા કહ્યું .
રાધા પણ નીચેથી ન દેખાય તેમ શામજી પાસેની ડાળ ઉપર આવીને સંતાઈ ગઈ .ને મંગુ આવીને શું કરે છે તેની બંને આતુરતા પૂર્વક રાહ જોવા લાગ્યાં.
ચોર પગલે મંગુ વડ નીચે આવી .રાધા કે શામજી એકેય ને વડ નીચે ન જોતાં તેને આશ્ચર્ય થયું .'ક્યાં ગુમ થઈ ગયાં હશે બંને ?'વડ સુધી આવતાં તો એને નજરો- નજર ભાળી હતી .કે પછી બે જણાં મજા કરવા બાજરીમાં તો નહીં સરકી ગયાં હોય ને ?' વગેરે કેટલાય પ્રશ્નો મંગુના મનમાં જાગ્યા .એક શંકા ભરી દષ્ટિ વડ ઉપર પણ દોડાવી પરંતુ ઘનઘોર ઘટામાં કોઈ ન દેખાણું .વડની નીચે આજુબાજુની જમીન ઉપર બંનેનાં પગલાં નાં નિશાન જોવાની કોશિશ કરી .પરંતુ જમીન ઉપર ઘાસ હોવાથી તેમાં પણ ઝાઝી ગમ ન પડી .રાધા ને અને શામજીથી મંગુ નું આ નાટક જોઈને, પરાણે ધીમેથી હસી પડાયું.પરંતુ એ હાસ્ય વડના પાંદડાં ના ખડખડાટ માં ભળી ગયું .વડ ઉપર મંગુએ ફરી એકવાર શંકા ભરી દૃષ્ટિ દોડાવી .પરંતુ ઘનઘોર ઘટામાં ફરી પણ કંઈ ન દેખાણું .
તેણી નિરાશ થઈને વડ નીચે જ બેસી ગઈ .તે વિચારી રહી 'બંને ક્યાં ગુમ થઈ ગયાં હશે ?' કે પછી પોતાની નજર ચુકવીને ક્યાંક બીજા ખેતરમાં તો નહીં સરકી ગયાં હોય ને ?' એક વખત તો વડ ઉપર ચડીને આજુબાજુ જોવાનો વિચાર પણ આવ્યો. પણ યાદ આવ્યું કે એ દરમિયાન અહીં કદાચ સામજી આવે તો ઠીક, પરંતુ એના મોટાભાઈ પુનો ,કે કોઈ બીજું આવી ચડે તો ?'ને પોતાને એ પૂછે કે કેમ આંહીં અમારા ખેતરમાં આવી હતી તો ?' તો પોતે શું જવાબ આપે ? અને એ વિચાર આવતાં જ મંગુ આવી હતી એ જ રસ્તે સદસડાટ કરતી પાછી ફરી ગઈ .
મંગુ ખાંસી દૂર નીકળી ગઈ એટલે રાધા અને શામજી થી મોટેથી હસી પડાયું . 'કેમ આવી હશે ?'રાધા એ પૂછ્યું 'મને શી ખબર ?'નથી કાંઈ મેં બોલાવી . શામજીએ મજાક કરી. અને એ બંને મંગુ તરફ જોઈ રહ્યાં .
મંગુ સામે શેઢે પહોંચી ને વાડ ઓળંગીને, સામેના ખેતરમાં ગઈ .એવો જ ચેલો બાજરી માંથી તેની સામે આવ્યો અચાનક ચેલાને સામે ફૂટી નીકળેલો જોઈ મંગુ પ્રથમ તો હેબતાઈ ગઈ . 'ક્યાં ગઈ હતી મંગુ આંહીં ?' ચેલાએ પૂછ્યું . આંય ચાર લેવા આવી હતી !' થોડી સ્વસ્થ થતાં મંગુ બોલી . ચેલો શામજીના ખેતર તરફ ઈશારો કરતાં કટાક્ષ સાથે બોલ્યો. 'આ શામજીના ખેતર વગર વગડામાં બીજે ક્યાંય ચાર જ નથી એમને ?'
'ચાર તો ઘણીએ છે,પણ..!' મંગુએ લોચા વાળ્યા .ને વાત બદલતાં બોલી.' એ બધી લપ-છપનું તારે શું કામ છે ? 'કેમ મારે શું કામ છે ?' તો શું એ બધું એ શામજીડાને જ કામ હશે ? જોતી નથી તારા રૂપ ઉપર પાગલ થઈને બે- બે મહિનાથી પાછળ -પાછળ ભટકું છું એ .'કહે તો ચેલો એકદમ પાસે આવી ગયો . 'ના રે ના હું ક્યાં એવી રૂપાળી છું, કે કોઈને પાગલ કરું ?' કહીને મંગુ ફંટાઈને સરકવા ગઈ .એ જ વખતે ચેલાએ મંગુનો હાથ પકડી લીધો. મંગુએ જોયું તો ચેલાની આંખોમાં વાસના સળવળતી હતી . ઝાટકો મારીને મંગુ એ હાથ છોડાવી દીધો. ને બીજી દિશામાં દોડી . ચેલાએ પાછળ દોડીને તેને પકડી લીધી .'અં.... હાં .. હાં ...નહીં ...નહીં ...!મંગુ નો વિરોધ ચાલુ હતો . પરંતુ ચેલાના શરીરમાં અત્યારે રાક્ષસ સવાર હતો. તેણે બળજબરીથી મંગુને નીચે પાડી દીધી . મંગુ છટકી ને ફરી દોડી . ચેલો તેની પાછળ દોડ્યો વડ ઉપરથી શામજી અને રાધા આ બધો તમાશો જોઈ રહ્યાં હતાં . 'દોડો -દોડો ચેલીઓ મંગુની પરાણે આબરૂ લુટે છે એ જોતા નથી ?' જાઓ દોડો !'રાધા થી મોટેથી બોલી જવાયું . શામજી કૂદકા મારતો વડ ઉપરથી નીચે ઉતર્યો .ને પે'લા બંને તરફ દોટ મૂકી. ચેલાએ મંગુને ફરીથી પકડમાં લઈ લીધી હતી. ચેલાનો બળ પ્રયોગ ચાલુ હતો. સામે મંગુનો વિરોધ પણ ચાલુ જ હતો .બંને બાથમ બાથી કરતાં હતાં .પરંતુ મંગુ તેને મચક આપવી ન હતી. ઘડીમાં પે'લું તો ઘડીમાં પે'લું એમ ઉપર -નીચે ગુલાંટો ચાલુ હતી. ' છોડી દે હલકટ ,ન'કે મર્યો સમજ...!' દોડ્યા આવતા શામજીના શબ્દો કાને પડવાથી બંને ચમકીને અલગ થઈ ગયાં . 'હેઠ....કાફર !' પરાણે કોઈની આબરૂ લેતાં શરમ નથી આવતી ?'પાસે પહોંચેલા શામજીએ પગમાંનું ચામડાનું મજબૂત કાઢીને ચેલા તરફ ઉગામતા બોલ્યો. મંગુ સામે પોતાની ઈજ્જત નિચી પડતી ચેલાથી સહન ન થઈ. ને તે પણ શામજી સામે થયો .'એય શામજીડા વિચાર કરીને બોલજે હા !'નકે મેળ નહી આવે હા !'
ને ક્રોધમાં જ સમજીએ જોડા નો છૂટો ઘા કર્યો .જોડું બરાબર ચેલાના કપાળ વચ્ચે વાગ્યું .જોડા ની ચૂક (ખીલી) કપાળમાં વાગવાથી દડ-દડ કરતું લોહી વહેવા માંડ્યું.
ચેલાએ પણ એ જ જોડાનો વળતો છૂટો ઘા કર્યો, પણ શામજીએ નીચા નમીને તે ચૂકવી દીધો. ચેલો પોતાનું જોડું કાઢીને બીજો ઘા કરવા જતો હતો, એ જ વખતે પાસે ઊભેલી મંગુ ચેલાને બાઝી પડી ,ને ઝઘડો ન કરવા આજીજી કરવા લાગી . ચેલો રોકાઈ ગયો .સામે શામજી પણ રોકાઈ ગયો .આ થોડા સમયમાં મંગુ એ ઘણું બધું મનમાં વિચારી લીધું હતું. રાધા અને શામજી એકબીજા ઉપર મરતાં હતાં . ને પોતે શામજી ઉપર મરતી હતી. જ્યારે ચેલો પોતાના ઉપર ફિદા હતો. કેવું બધું ઉલટ- સુલટ હતું ? મંગુ એ વિચારી લીધું હતું કે , આમેય હવે શામજીને પોતાનો કરવો એ પોતાના બસમાં નથી .આ એ જ સામજી છે જેણે પોતાની લાગણી અને પ્રેમને ઠુકરાવ્યો છે . ચેલો મંગુને બાઝી પડ્યો હતો .અને મેં એને છોડાવી છે. એવી વાત શામજી ગામમાં જ જઈને લોકો ને કહી દે તો ?'તો પોતાની ઇજ્જત નું શું ?'પળમાજ તેણીએ મનમાં કંઈક નિર્ણય લઇ લીધો. હા આજ ખરો મોકો છે. અને બોમ્બ ફોડતી હોય તેમ શામજી ને ઉદેશીને મંગુ બોલી.' 'ગામમાં આવ ગામમાં ,હલકા' આખા ગામ વચ્ચે ના કહું તો કહેજે, કે 'આ શામજીડો મારી આબરૂ લેવા આયો તો !'
મંગુ ના આ શબ્દોથી શામજી અને ચેલો બેય અવાક થઈ ગયા .ખુદ ચેલાનેય આશ્ચર્ય થયું .એને પણ ખબર પડતી ન હતી કે મંગુ આ શું બોલે છે ?' જ્યારે શામજી ને તો આ શબ્દોથી પગ તળેથી ધરતી ખસતી હોય ,અને આખું આકાશ ભમતું હોય એવું લાગ્યું .'એ મગુડી, તું શું બકે છે એનું તને ભાન છે ?'શામજી નો ક્રોધ હવે કાબુબહાર જતો હતો.
'હાસ્તો ,મારી આબરૂ લેવા જ આવ્યો હતો નેં ! એ તો આ ચેલાએ મને બચાવી ,નકર તું તો ન જાણે શું કરી નાખોત ?' મંગુ ચેલા તરફ ખંધુ જોતાં બોલી .
'એય કભારજા . તું શું ભૈડે છે એનું તને ભાન છે?' ઉભી રહે લ્યે ત્યારે તને તો આલુ ! કહે તાં શામજી મંગુને મારવા લગભગ પાસે ઘસી આવ્યો .
'જા ,જા ,જોયો મોટો શાહુકાર .આ રહ્યો ને ચેલા નો પાકો પુરાવો, પછી કહેવું છે કંઈ ?' મંગુએથી નફ્ફટાઈ કહ્યું. આટલી વારમાં ચેલો પણ મંગુની આ ચાલ પારખી ગયો હતો. ગામમાં જઈને શામજી પોતાની અને મંગુ ની વાત કહે, એ પહેલાં મંગું એ સામેથી શામજીના ગળામાં ટાંટિયા નાખ્યા હતા. તેથી તે પણ મંગુ સાથે ભળી જતાં બોલ્યો 'હાસ્તો ,હું ના આવી ચડ્યો હોત તો એ બિચારીની ન જાણે તું શું દશા કરી નાખોત ?'
શામજીએ જોઈ લીધું કે પેલા બંને પોતાને જૂઠો પાડવા હવે એક થઈ ગયાં છે . તેથી તે બે ડગલાં પાછળ હટતાં બોલ્યો .'જાઓ- જાઓ મારાં હાળા છિનાળવા જે કરતાં હોય એ કરો .પણ કોઈ નિર્દોષને તો ના ફસાવો ?'
'હવે જોયો મોટો નરાપેશી, જાય છે અહીંથી કે પછી બૂમ પાડીને મનેખ ભેગાં કરું ?' મંગુએ રીતસર ધમકી ઉચ્ચારી શામજીએ જોયું કે અહીં ધર્મ કરવા જતાં ધાડ પડી હતી. આમ બંને જણ ધડીક માં એક થઈ જઈ અવળાં ઉઠશે એવું તો તેણે સ્વપ્નેય ધાર્યું ન હતું .નહીં તો તેમને છોડાવવા અહીં આવત જ નહીં નેં !'અને લોકો તો પે'લા બે હોવાથી તેમની વાત જ સાચી માનશે. બૂમ પાડીને રાધા ને અહીં બોલાવવાનો એક વિચાર તેને આવ્યો. પરંતુ રાધાને અહીં છતી કરવી ઠીક ન લાગી .તેથી પીછેહઠ કરવામાં તેણે શાણપણ જોયું. તેથી પોતાના ખેતર તરફ પગલાં ભરતો બોલ્યો .'જાઓ , કૂવામાં જઈને પડો હાળા હલકટ !' શામજીને જતો બન્ને લુચ્ચી નજરે જોઈ રહ્યાં અને તેને જવા દઈ બંને ખંધુ હસી પડ્યાં.
શામજીએ રાધા પાસે જઈને આ બધી વાત કરી. તેથી તે પણ ક્રોધ થી લાલચોળ થઈ ગઈ. ને બોલી 'એ મંગુડીની આ હિંમત ? ચાલને બંન્ને જઈને બંનેને ધીમી નાખીએ પછી ભલેને જે થવાનું હોય તે થાય .'પરંતુ શામજીએ તેને સમજાવી કે ,તને છતી કરવી અહીં ઠીક નથી .ગામમાં જઈને આ બેય રજનું ગજ કરી નાંખે .'ત્યારે જ રાધા નો ગુસ્સો માંડ -માંડ શાંત થયો .થોડી વાર મૌન રહીને રાધા બોલી.' હું તમને પહેલેથી જ નહોતી કહેતી ?' કે ઘાયલ નાગણી, દિલ તૂટેલી સ્ત્રી બદલો લીધા વિના ક્યારેય જંપતી નથી . મંગુડીએ કેવો ખેલ કર્યો એ જોયું ?'
શામજી બોલ્યો 'પરંતુ મને તો હજુ પણ એ સમજાતું નથી, કે ઘડીક પહેલા તો બેય બાઝમબાઝી કરતાં હતાં ને ઘડીકમાં બેય એક કેવી રીતે થઈ ગયાં ? શું બેય પહેલેથી જ મળેલાં હશે ?'. ' કદાચ ન પણ મળેલાં હોય. પણ ગામમાં જઈને જ્યારે તું આ વાત લોકો ને કહે, ને લોકોમાં બદનામ થાય એ બીકે કદાચ પરાણેજ બંને એક થઈ ગયાં હોય .'રાધા એ પોતાની ધારણા કહી .
'કદાચ એમ પણ હોય .'શામજી બોલ્યો અને ઉમેર્યું આ મંગુ ઠેઠ વડ નીચે શું કામ આવી હશે ?'
'કદાચ આપણને બંનેને ગોતવા પણ આવી હોય .'
'મને પણ એમ જ લાગે છે .ચાલો ને વડ ઉપર ચડીને જોઈએ તો ખરા ? કે એ બંને ગયાં ક્યાં ?' રાધા બોલી
ને તેમણે વડ ઉપર ચડીને નજર દડાવી તો બંને દૂર- દૂર માથાબોળ બાજરીમાં અદ્રશ્ય થતાં દેખાયાં . ને બંને વડની નીચે ઊતર્યા ,ને બીજી વાતો છોડીને પ્રેમ ગોષ્ટિમાં મગ્ન થઈ ગયાં.