ટાટ-૧ માટેની પ્રિલીમ પરીક્ષા આપવા અમદાવાદ જવાનું થયું હું, રાજેશ, મહેશ અશ્વિન, લાલૂ, અને તેનો એક મિત્ર પ્રશાંત અમે છ જણા એ એક સાથે પરીક્ષા આપવા જવાનું નકકી કર્યું હતું. અશ્વીન અને રાજેશ મારા ઘરે આવવાના હતા મહેશ સીધો બસ સ્ટેન્ડ આવવાનો હતો લાલુ તેના મિત્ર પ્રશાંત સાથે સીધો તળાજા થી આવવાનો હતો અને એ જ બસમાં અમારે જવાનું હતું.
રાજેશ અને અશ્વિન રાત્રે 9.45 મારા ઘરે પહોંચ્યા તે બન્ને થોડીવાર મારા ઘરે બેઠયા અને ફ્રેશ થઈને 10:15 આજુબાજુ અમે બેગ લઈને મારા ઘરેથી ચાલીને બસ સ્ટેશન તરફ જવા નીકળ્યા. રસ્તામાં થોડી વાહનોની અવર જવર હતી થોડાં થોડાં અંતરે બે ચાર રખડતા કૂતરાઓ હતાં અમને જોઇને અચાનક ભસવાનું શરૂ કરી દેતું કોઈક કૂતરું પાછળ દોડતું પછી જેવી આજુબાજુ માંથી પત્થર લઈએ કે તરત જ દૂર ભાગી જતું હતું.
10:35 આજુબાજુ અમે ત્રણેય વાતું ચિતું કરતા બસ સ્ટેન્ડ પહોંચ્યા ત્યાં મહેશ તેના પપ્પા સાથે અમારી રાહ જોઈ રહ્યો હતો મહેશને અને તેના પપ્પાને મળ્યા તેની સાથે થોડી ઘણી વાતચીત કરી. બસ સ્ટેન્ડ જોતાં તો એવું લાગ્યું કે ભાવનગરની અડધી વસ્તી અહીંયા આવી ગઇ કે શું એલા ? અમદાવાદ અને બીજા શહેરમાં જવા માટે વિદ્યાર્થીઓની ખૂબ જ ભીડ હતી.
અશ્વિને લાલુ ને ફોન લાગવ્યો “ક્યા પોગ્યા લાલુ” લાલુ એ કીધું અલંગ વટ્યા. હજી કલાક જેવું થશે અશ્વિન કે “હે !બસ મોડી આવશે”, “હા લાગે સે તો એવું” લાલુ કીધું અશ્વિન કોલ રાખી દીધો. અશ્વિન મહેશ અને તેના પપ્પા ત્યાં જ બસ સ્ટેન્ડના ગેટ પાસે જ ઊભા રહ્યા.
હું અને રાજેશ બેઠવા માટે જગ્યા ગોતવા ગયા અંતે બાકડા પર માંડ માંડ જગ્યા મળી ત્યાં બેઠ્યા. આજુબાજુ જોયું તો મોટાં ભાગના વિદયાર્થીઓ જ હતા કોઈ પુસ્તક વાચતું હતું કોઈ ગીત સાંભળી રહ્યું હતું કોઈ બેગ ને ઓશિકાં જેમ રાખીને ત્યાં જ જમીન પર લાંબા થયા હતા હું આ બધું શાંતિથી જોતો હતો ત્યાં મરીથી દૂર બાકડા પર બેઠેલી છોકરી પર નજર ગઈ શ્યામ વર્ણ વાળથી અડધો ચહેરો ઢંકાયેલો હતો મે બે ત્રણ વાર પ્રયત્ન કર્યો આખો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો પણ મેળ નો આવ્યો મને લાગ્યું કે મે ક્યાંક જોયેલી છે, મે રાજેશને કીધું તો રાજેશ એવું કીધું કે “તારી જોવી હોય તો તું ઊભો થઈ ને જોઈ લે સરખી રીતે ઓળખીતી હોય તો વાતચીત કર બાકી હું ઊભો નહિ થાઉં નહિતર જગ્યા પર બીજું કોઈ બેઠી જશે” થોડું વિચાર્યા પછી હું ઊભો થયો સરખી રીતે તે છોકરી નો ચહેરો જોવા મે થોડો દૂર જઈને તેનો ચહેરો જોયો પણ તેને હું ઓળખતો નહોતો પાછો રાજેશ પાસે ગયો તો જગ્યા મારી જગ્યાએ એક મોટી ઉમરના કાકા આવીને બેસી ગયા હતા. મે રાજેશને ઉભુ થવા કહું અને કીધું “બાર હાલ આપણે અશ્વિનની એની પાસે જઈએ” રાજેશ “ જોઈ લીધું તારે જે જોવું હતું ઈ હવે તારી લીધે આમરે શાંતિ થી નહિ બેઠવાનું” મહેશને એ લોકો ઊભા હતા ત્યાં હું અને રાજેશ પહોંચ્યા
રાજેશ : કા એલા ક્યારેક પોગવની બસ"
અશ્વીન : કઈ નક્કી નહિ
મહેશ : હા ભાઈ અગિયાર ની બદલે અગિયારને પાત્રિસ થઈ
થોડી વાર ઊભા રહ્યા જે બસ 11 વાગ્યે આવવાની હતી એ બસ 11:45 આવી બસ આવતા જ બધા એક સાથે ધક્કામુક્કી કરવા લાગ્યા અને સ્પીકરમાં બોલ્યા મહુવા-કૃષ્ણનગર પાંચ મિનિટમાં પ્લેટફોર્મ નંબર 2 પરથી ઉપડશે. અમે લોકો પણ બસમાં ચડ્યા લાલૂ અને પ્રશાંત બસમાં આગળ ની બાજુ બેઠયા હતા મહેશને તેનો એક મિત્ર મળી ગયો એટલે તે આગળ ની બાજુ બેઠી ગયો હું અને અશ્વિન છેલ્લી સીટ પર બેઠયા અને રાજેશ અમારી એક લાઈન આગળની સીટ ઉપર બેઠયો. બસમાં એટલી ભીડ હતી કે ન પુછો વાત અને એમાં પણ બસની છેલ્લી લાઈન જેમાં 5 વ્યક્તિ બેઠે એમાં અમે 8 લોકો બેઠયા હતા બસમાં નીચે પણ લોકો બેઠયા હતા. બસ આખી વિધાર્થી તેમજ તેના વાલીઓથી જ ભરેલી હતી બસમાં એકસપ્રેસ નામ સીવાય બીજું કઈ પણ એકસપ્રેસ હતું નહિ. આખી લોખંડના નાં છુટ્ટા પતરાનો અવાજ આવતો હતો જયારે બમ્પ આવે ત્યારે.