The Author Dharmik Vyas Follow Current Read કોણ ? - 1 By Dharmik Vyas Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... ખજાનો - 85 પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ... ભાગવત રહસ્ય - 118 ભાગવત રહસ્ય-૧૧૮ શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ... ગામડા નો શિયાળો કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગ... પ્રેમતૃષ્ણા - ભાગ 9 અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .અવન... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dharmik Vyas in Gujarati Short Stories Total Episodes : 1 Share કોણ ? - 1 (2) 1.7k 4.6k 1 મારી આ વાર્તા ના પાત્રો, નામ, સ્થળ બધું કાલ્પનિક છે એને હકીકત સાથે કંઈપણ સંબંધ નથી. " સૂચિતાએ આંખો ખોલી અને ચારેતરફ જોયું, બ્લુ રંગની દીવાલો, બાજુમાં ટેબલ પર એક ફૂલદાની અને એ ફૂલદાનીમાં પીળાં રંગના અને સફેદ રંગના ફૂલનો ગુચ્છો ગોઠવેલો. ફુલદાનીની બાજુમાં થોડી મેડિસિન, પાણીનો ગ્લાસ અને એક પલંગ જેના પર સૂચિતા હજુ સૂતી હતી. સૂચિતાએ પલંગ પર બેસવાની કોશિશ કરી પરંતુ શરીરમાં અશક્તિ અને માથું એકદમ ભારે લાગતું હતું એટલે તે બેસવા માટે નિ:સહાય બની પડી રહી; ત્યાં જ રૂમમાં એક નર્સ આવી નર્સે પૂછ્યું. અત્યારે કેમ લાગે છે ? સૂચિતાએ કહ્યું માથું એકદમ ભારે લાગે છે અને અશક્તિનો અનુભવ થાય છે; પરંતુ હું અહીં કઈ રીતે આવી ? નર્સ કંઈપણ જવાબ આપ્યાં વગર જતી રહી અને સૂચિતા વિચારમગ્ન બની ગઈ. એ કઈ રીતે અહીં પહોંચી ? એ એની આજુબાજુ જોવા લાગી.એનો મોબાઈલ શોધ્યો પણ મોબાઈલ ના મળ્યો. દીવાલ પર લટકાવેલ કેલેન્ડર તરફ તેનું ધ્યાન ગયું. તારીખ 22 એપ્રિલ, 15. તે એકાએક ચીસ પાડી ઊઠી, ના આવું ન હોઈ શકે ! ત્યાં તુરંત દોડતાં ડોક્ટર સાથે બે નર્સ રૂમમાં આવી પહોંચ્યાં. સૂચિતાની ચકળવકળ નજર અને એની પરિસ્થિતિ જોઈને ડોક્ટર નીરજે નર્સ ભૂમિને ઈન્જેક્શન તૈયાર કરવા માટે સાંકેતિક ભાષામાં કહ્યું. ઈન્જેક્શન જોઈને સૂચિતાએ ફરી એકવાર ચીસ પાડી. પરંતુ આ ચીસ સાથે એ ગાઢ નિંદ્રામાં સરી ગઈ. *** "અરે મમ્મી તું ચિંતા ના કર, હું સહીસલામત મુંબઈ પહોંચી જઈશ. અને પહોંચી તુરંત જ તને ફોન કરીશ બસ ! " સૂચિતા મુંબઈ નોકરી માટે આવી હતી. અને તેનું મોટી કોર્પોરેટ કંપની દાસ એન્ડ દાસ માં ઈન્ટરવ્યૂ હતું. મુંબઈ સેન્ટ્રલ પહોંચી. ત્યાં તે સ્ટેશન પર દોડધામ, કુલી માટે પેસેન્જરો ની હાકલ પાડવી,ત્યાં પ્લેટફોર્મ પર નાસ્તા લઈ ફરતા ફેરિયાઓ, આ બધું જોઈ સૂચિતા ક્ષણભર સ્તબ્ધ થઈ ગઈ હતી. શું કરવું ? કઈ રીતે મામાને ઘેર જવાનું ? એ બધા વિચારો કરતી હતી ત્યારે જ અચાનક કોઈએ આવી એનો હાથ પકડીને ચાલવા માંડ્યું. એ કંઈ સમજે કે બોલે એ પહેલાં જ "તમે સૂચિતા ! તમારા મામા પ્રભુલાલ હોસ્પિટલમાં દાખલ છે. પણ તમે કોણ ? સૂચિતાએ પૂછ્યું. અત્યારે મારી સાથે ચાલ્યા આવો બીજી બધું પછી. સૂચિતા કંઈપણ બોલ્યા વગર પેલા વ્યક્તિ સાથે ચાલવા લાગી. સ્ટેશનથી બહાર આવી બન્ને એક કારમાં બેઠાં. કાર પુરપાટ જતાં બીજા વાહનોની સાથે રસ્તા ઉપર ભાગવા લાગી. કારમાં સૂચિતાએ મૌન તોડતાં પૂછ્યું તમે ! મામાને ઓળખો છો ? મામાને કઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ? પરંતુ પેલા વ્યક્તિ એ કંઈ જ જવાબ આપ્યો નહીં. આમ અકળાઈને સૂચિતાએ એનો મોબાઈલ હાથમાં લીધો. પરંતુ આ શું ? મોબાઈલ પણ બંધ થઈ ગયો હતો. અનેત્યાં અચાનક કાર એક બંગલા પાસે થોભી. કાર જોઈ ચોકીદારે બંગલાનો ગેટ ખોલ્યો. અને કાર બંગલાની અંદર આવી. "સૂચિતા બોલી,"આ કોઈ હોસ્પિટલ નથી, કોણ છો ? અહીં શા માટે લાવ્યા ? " પેલા અજાણ્યા વ્યક્તિએ કારનો દરવાજો ખોલી સૂચિતાનો હાથ પકડી બહાર ખેંચી પોતાની સાથે બંગલાની અંદર લઈ ગયો. સૂચિતા પોતાનો હાથ છોડાવવા પ્રયત્નો કરતી સવાલો કરતી હતી. પરંતુ પેલા વ્યક્તિ પર કંઈપણ અસર ના હતી. બંગલાની અંદર આવતાની સાથે જ સૂચિતાના શરીરમાં ધ્રુજારી પસાર થઈ ગઈ .કેટલો વૈભવી ઠાઠ ! રાચરચીલું, ભવ્યતા સાથે સુઘડતાનો સમન્વય ! શાંત વાતાવરણ વચ્ચે એક ઠંડક પ્રસરી ગઈ હતી. સૂચિતાને મૂકી પેલો વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો હતો, ત્યાં સામે ટેબલ ઉપર ટેલિફોન જોઈ સૂચિતાએ એક ક્ષણ પણ બગાડયા વગર ફોન નું રીસીવર હાથમાં લઈ નંબર લગાડવા જતી હતી, કે અવાજ આવ્યો "ફોન નહીં લાગે. એક અજબ અટ્ટહાસ્ય ને કર્કશ અવાજ અથડાયો. પરંતુ ત્યાં કોણ હતું એ ખબર પડી નહીં. સૂચિતાએ આમતેમ જોયું કઈ તરફથી અવાજ આવ્યો ? કોઈ દેખાયું નહીં. ટેલિફોન પાસે એક ચિઠ્ઠી હતી. ત્યાં તેની નજર પડી ચિઠ્ઠી હાથમાં લઈને તે વાંચવા લાગી, "અમે કહીએ એ કરતી રહેજે, તારા જમવાની વ્યવસ્થા કરી છે. આ બંગલામાં તું તારી રીતે આઝાદ છે. એક નજર બંધ કેદી બનીને સમય આવ્યે તને છોડી દેવામાં આવશે. ત્યાં સુધી તું એક કેદી. હવે સૂચિતા પાસે બીજો કોઈ ઉપાય હતો નહીં, સિવાય કે અહીં કેદી બનીને રહેવાનું. આમ ઘણો સમય વીતી ગયો. દિવસ સાંજ ની આછી ઓઢણી ઓઢી પોતાની ગતિએ રાતના વધામણાં લઈ આગળ વધી રહ્યો હતો.આ તરફ સૂચિતાએ વિચાર કર્યો. મગજ શાંત રાખવું પડશે, નહિતર નહીં નીકળી શકાય, ચિઠ્ઠી મા લખ્યું છે બધી વ્યવસ્થા કરવામાં આવી છે;તો જોઈ લઉં શું ક્યાં છે ? શાયદ નીકળવા માટે રસ્તો મળી જાય. સૂચિતાએ ચોતરફ નજર ફેરવી સામે એક રૂમ હતો. બીજા રૂમ સીડી ચડીને ઉપરના માળે હતા. સૂચિતા પગથિયાં ચડીને ઉપર ગઈ. સામ સામે બે રૂમ. અને એક રૂમ ખોલી જોવા પ્રયત્ન કર્યો. પરંતુ નિષ્ફળ રહી હતી,બીજો રૂમ ખોલવાની કોશિશ કરી અને સફળતા મળી. રૂમ નો દરવાજો ખોલતાની સાથે જ મીઠી માદક સુવાસ રૂમમાંથી આવી રહી હતી. તે રૂમમાં દાખલ થઈ એ રૂમને જોઈને અભિભૂત બની ગઈ. કેટલો સુવ્યવસ્થિત રીતે ગોઠવેલ. એક તરફ મોટી સાઈઝ નો પલંગ. પરીઓની વાર્તામાં હોય એવો. સરસ મજાની ફુલદાનીમાં સજાવેલા ગુલાબ, સૂરજમુખી અને ટ્યુલીપ ગોઠવેલા. પલંગની બીજી બાજુ ડ્રેસિંગ ટેબલ જેના પર સ્ત્રીના સાજ શૃંગાર કરવાની તમામ વસ્તુઓ ગોઠવેલી. અને બિલકુલ બીજી તરફ મોટો ફેન્સી કબાટ. સૂચિતાએ વિચાર્યું આ કબાટમાં શુ હશે ? કબાટ ખોલતાની સાથે જ અસંખ્ય કપડાંની હારમાળા આ જોઈ સૂચિતાના મનના મગજના તરંગો અસ્ખલિત દોડવા લાગ્યા હતા. એ જ રૂમમાં બાથરૂમ પણ એટલો જ ભવ્ય હતો. આ બધું જોઈ સૂચિતા અવાક જ બની રહી. પરંતુ તુરંત એના મગજમાં કંઈક ઝબકારો થયો, અહીં અજવાળું છે પરંતુ બારીઓ કેમ નથી ? રૂમની બહાર જવા માટે આવવા માટે માત્ર દરવાજો જ બારીઓ નથી ? સૂચિતાએ ફરી નીચે આવી પણ આ શું ? હોલનો દરવાજો બંધ ! કોણ આવ્યું ? તેણી આમતેમ ચોતરફ નજર ફેરવી જોઈ પણ કોઈ દેખાયું નહીં. જે ટેબલ ઉપર તેણીને જે પહેલી ચિઠ્ઠી મળી હતી અત્યારે એ જ ટેબલ ઉપર ઘણી પ્લાસ્ટિક બેગ હતી. એ બેગ જોવા નજીક ગઈ ત્યાં એક ફરી ચિઠ્ઠી હતી એ ચિઠ્ઠી હાથમાં લઈ સૂચિતા વાંચવા લાગી.'આ બેગમાં તારા માટે જમવાનું છે. ત્યાં સૂચિતાને ઝબકારો થયો આટલી બધી મોટી ભૂલ કઈ રીતે કરી મેં ? મારો મોબાઈલ ? એ હવે ચાલુ કરી ઘરે વાત કરું. અને પોલીસ સ્ટેશનમાં ફોન કરું. સૂચિતા પોતાનું પર્સ, અને બેગ શોધવા લાગી પરંતુ તેને યાદ આવ્યું બેગ્ અને પર્સ કારમાં જ રહી ગયાં છે. હવે !તેણી પાસે અહીંથી બહાર જવા માટે કોઈ વિકલ્પ ના હતો. એ પોતાનું મન મનાવી ત્યાં જ બેસી રહી. રાતના નવ વાગ્યા હવે તેણીને ભૂખ પણ લાગી હતી ત્યારે એ વિચાર કરી પેલી બેગ્ ખોલવા લાગી, જોયું તો એમાં તેને ભાવતી વસ્તુઓ હતી. કકડીને ભૂખ લાગી હતી એટલે વધારે સમય વેડફયા વગર પોતાની મનગમતી વાનગી જમી બધો વધારાનો સમાન એકઠો કરી ખાલી બેગમાં ભર્યો.અને તેણી પેલા ઉપરના રૂમમાં જતી રહી. અને રૂમમાં જતા જ પલંગ પર ફસડાઈ પડી થોડી વારમાં તેણીની આંખો ઘસઘસાટ ઊંઘમાં ઘેરાઈ ગઈ. બીજા દિવસે સવારે જયારે સૂચિતાની આંખો ઉઘડી ત્યારે એક અસહ્ય પીડા સાથે. અને એ પીડા નો દુખાવો ખૂબ હતો. તે તુરંત પલંગ છોડીને સામે ડ્રેસિંગ ટેબલના અરીસામાં પોતાની જાતને જોઈ રહી. આ શું થયું ? કોને કહે ? કોણ આવ્યું હતું ? તે દોડતી દાદરના પગથિયાં ઉતરી. નીચે હોલમાં જોયું તો રાતે એકઠો કરેલ સમાનની બેગ્ ન હતી. હોલ એકદમ સ્વચ્છ સુઘડ. એ ફરી પેલા રૂમમાં ગઈ આજુબાજુ ચોતરફ નજર ફેરવી પણ કંઈ હાથ ના આવ્યું.ત્યાં અચાનક ફોનની ઘંટડીનો અવાજ સંભળાયો. એ વિચાર કરવા લાગી મારો મોબાઈલ નથી, તો ? ત્યાં રીગ પુરી થઈ. ફરી એકવાર ફોનની ઘંટડી વાગી. હવે એ ફરી નીચે હોલમાં આવી. ટેબલ ઉપર રાખેલ ફોનની ઘંટડી વાગી રહી હતી. અને સૂચિતા એ ડરતા ડરતા ફોનનું રીસીવર હાથમાં લીધું. રીસીવર કાને ધરતા સાથે ફરી એ કર્કશ અવાજ 'ચુપચાપ જે કહેવામાં આવે એ જ કરવાનું છે. અત્યારે તૈયાર થઈ જા. તું કેદી છે તારી સજા પુરી થશે એટલે તને છોડી દેવામાં આવશે. 'અને સામે છેડે ફરી અટ્ટહાસ્ય ! અને ફોન કટ થઈ ગયો. ફરી સૂચિતા પેલા રૂમમાં જતી રહી. અને ફોનમાં કહ્યા મુજબ વર્તવા લાગી. આમ ને આમ કેટલા દિવસો પસાર થઈ ગયા એ પણ સૂચિતાને ખબર ના હતી, પણ એક દિવસ સૂચિતા બેભાન થઈ ગઈ અને એની જ્યારે આંખો ખોલી ત્યારે એની સામે ડોક્ટર નીરજ હતા. એને કહેવામાં આવ્યું કે તેણી સગર્ભા છે. અને ડોક્ટર નીરજે દવા આપી. અને સૂચિતાની દેખભાળ વધારે પ્રમાણમાં થવા લાગી. દરરોજ ડોક્ટર એક વખત આવી સૂચિતાનું ચેકઅપ કરી જાય. અને જરૂરી દવાઓ આપી જાય. આમ ને આમ છ મહિના વીતી ગયા. એક દિવસ સૂચિતા ફરી બેભાન થઈ ગઈ હતી.અને એને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. એની આંખો ખુલી ત્યારે તે હોસ્પિટલમાં હતી. એણે શું જોયું ? *** આ તરફ ડોક્ટર નીરજ કોઈને ફોનમાં વાત કરી રહ્યા હતાં."કામ થઈ ગયું છે સમાચાર સારા છે. સામે છેડે "હવે કેટલો સમય ?" ડોક્ટર નીરજ."માત્ર ત્રણ મહિના પછી નિરાંત." સામે છેડે.."પૂરેપૂરી તકેદારી રહેવી જોઈએ નહિતર ખબર છે ને."(ધમકી ભર્યા અવાજમાં) ડોક્ટર નીરજ..'હા (ડરતા ડરતા) અને ફોન કટ થઈ ગયો. સૂચિતા વિચારી રહી કે આ શું થાય છે ? કોણ કરાવી રહ્યું છે એ કંઈ ખબર નથી. અને અચાનક એક દિવસ સૂચિતા ને અસહ્ય દુખાવો થવા લાગ્યો. આ દુખાવો પ્રસૂતિનો હતો. . સૂચિતાએ સરસ દીકરીને જન્મ આપ્યો. પરંતુ એ દીકરી એને જોવા દેવામાં આવી નહીં. જયારે સૂચિતા ભાનમાં આવી ત્યારે એની પાસે એનો મોબાઈલ, અને ફરી એકવાર ચિઠ્ઠી હતી. મોબાઈલ ખોલવાની સાથે એના અંગત ફોટાઓ હતાં. અને ચિઠ્ઠી માં ફરી એકવાર ધમકી આપી હતી કોઈને કંઈપણ કહ્યું છે તો હવે તારી બાળકી જીવથી જશે. અને હવે તારી સજા પૂરી થઈ ગઈ છે. થોડા દિવસ પછી સૂચિતા હોસ્પિટલમાંથી બહાર નીકળી ત્યારે નર્સ ભૂમિ એ આવી કહ્યું, સૂચિતા, આ પેકેટ તું બે વર્ષ પછી તારા ઘરે જઈ રહી છે, એ માટે આ કિંમત છે. ત્યારે સૂચિતાએ ભૂમિને પૂછ્યું કોણ છે એ ? ભૂમિ એ કહ્યું ચૂપ રહેવામાં ભલાઈ છે. આજ સુધી સૂચિતા પોતાની જાતને પૂછી રહી છે કોણ હતું એ. . ? (ક્રમશઃ) Download Our App