The Author ર્ડો. યશ પટેલ Follow Current Read પ્રેમ આત્માનો - ભાગ 4 By ર્ડો. યશ પટેલ Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books પ્રેમ થાય કે કરાય? ભાગ - 13 બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."... નફરત ની આગ નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ... સિંદબાદની સાત સફરો - 7 7. આજે શરૂથી જ આતુર અને સંપૂર્ણ મૌન સભાને ઉદ્દેશી સિંદબાદે આ... નિતુ - પ્રકરણ 48 નિતુ : ૪૮ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુએ અચાનક ટકોર કરી અને બો... ચમકતી આંખો હું એક કેમિકલ પ્લાન્ટમાં કામ કરું છું, એ જ રોજીંદુ કામ. પરંત... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by ર્ડો. યશ પટેલ in Gujarati Horror Stories Total Episodes : 13 Share પ્રેમ આત્માનો - ભાગ 4 (5) 1.7k 2.4k (આગળ ના ભાગ માં જોયું કે નટવર અને પાયલ બન્ને મંદિરે મળી જાય છે, નટવર પાયલ ને બધી હકીકત કહે છે, પાયલ પણ પોતાના પ્રેમ ને અંદર રાખી નટવર ને સમજાવે છે અને તેને તેના જીવન માં આગળ વધવાનું કહે છે.)નટવર પોતાના ઘરે જાય છે, તેને ચેન પડતું નથી, પાયલ ના જ વિચારો તેના મગજ માં ફર્યા કરે છે.સુશીલા બેન :શુ થયું બેટા, ચિંતા ના કર છોકરી ના નહિ પાડે, એને તો બે ઘર ની ઇજ્જત સાચવવાની હોય બેટા.નટવર :કઈ નઈ મમ્મી, તું એમ કે એ કેટલા વાગે આવે છે, આપણે ત્યાં???સુશીલા બેન :બપોર પછી આવવાના છે, સાંજે વાળું કરી વળાવસુ, એટલા માં તારે નીલમ જોડે જે કઈ વાત -ચિત્ત કરવી હોય તે કરી દેજે.નટવર :સારુ.... એમ કહી પોતાના રૂમ માં ચાલ્યો જાય છે, પલંગ પર આડો પડે છે ત્યાંજ તેને પાયલ ના વિચારો આવે છે.."શુ પાયલ ના પણ ઘોડિયા લગ્ન થયાં હશે??? આમ આટલી જલ્દી વાત માની ગઈ??? શુ પાયલ બીજા કોઈને??નાના પાયલ એવું નહિ કરે, એતો મનેજ પ્રેમ કરે છે...આમ વિચાર કરતા કરતા નટવર સુઈ જાય છે.બપોરે....હરજીવન ભાઈ :સુશીલા... આ તારો લાડકો દીકરો ક્યાં છે, મેહમાન આવવાની તૈયારી માં હશે.સુશીલા બેન :એ સુઈ રહ્યો છે.હરજીવન ભાઈ :ઉઠાડ એને, તૈયાર નથી થવાનું એને, વહુ પેલી વાર આવે છે, કંઈક સારુ લાગવું પડે.સુશીલા બેન દરવાજો ખખડાવતા...બેટા, નટવર ઉઠી જા હવે, મેહમાન આવતા હશે... અને હા તૈયાર થઈ જા હવે..નટવર :હે, હા મમ્મી...નટવર પાયલ ની વાત ને યાદ કરે છે....મહેમાનો નું આગમન થાય છે, હરજીવન ભાઈ અને સુશીલા બેન સ્વાગત કરે છે.નીલમ ની નજરો આવતાની સાથે નટવર ની શોધ માં ખોવાય જાય છે.નીલમ ના પપ્પા રમેશભાઈ :ભાઈ હરજીવન, અમારા જમાય ક્યાં છે.????હરજીવન ભાઈ :સુશીલા જો તો નટવર શુ કરે છે??સુશીલા બેન :બેટા, નટવર મેહમાન આવી ગયા..નટવર જાણે વિચારો માંથી બહાર આવતો હોય તેમ...એ હા મમ્મી આવ્યો...નટવર બહાર આવે છે અને તેની અને નીલમ બન્ને ની નજર એક થાય છે.નીલમ સ્મિત આપે છે, પરંતુ નટવર જાણે હજી તંદ્રા માં ના હોય...હરજીવન ભાઈ :બેટા, નટવર આ તારા સસરા રમેશ ભાઈ, તારા સાસુ મંજુલા બેન અને આ તારી પત્નિ નીલમ..નટવર બધા ને પગે લાગે છે જાણે કોઈ ના વસ થઈ ને લાગતો ન હોય, નટવર આજે એક ચાવી ભરેલા યંત્ર ની જેમ કામ કરતો હોય તેવું લાગે છે....બેટા નટવર, નીલમ ને આપણું ઘર બતાવ, અને તમારે બન્ને જે વાત કરવી જોય તે કરીલો.નટવર પિતા ની આજ્ઞા ને વસ થઈ નીલમ ને પોતાનું ઘર બતાવે છે અને ઔપચારિક વાતો કરે છે.હરજીવન ભાઈ :તો ક્યારે આવીએ અમારી વહુ ને તેડવાં.રમેશ ભાઈ :આવતા અઠવાડિયા માં રાખીએ.સુશીલા બેન :જેવી તમારી ઈચ્છા...બધા જમી ને થોડી વાતો કરે છે, પછી હરજીવન ભાઈ મેહમાનો ને વળાવે છે.હરજીવન ભાઈ :બેટા, નટવર વહુ કેવી છે??નટવર :જવાબ, આપ્યા વગર જતો રહે છે.સુશીલા બેન :શરમાય ગયો લાગે છે.ત્યાંજ એક અણધાર્યો વળાંક આવે છે.રસ્તામાં જતા રમેશભાઈ અને તેમના પરિવાર નો ટ્રક જોડે અકસ્માત થતા પરિવાર સહીત ધામ માં જાય છે, આ સમાચાર મળતા જ હરજીવન ભાઈ ઘટના સ્થળે દોડી આવે છે.આ કરુણ દ્રશ્ય જોઈ ને હરજીવન ભાઈ કંપી ઉઠે છે.ગામ લોકો અને એમના સગા સાથે મળી હરજીવન ભાઈ ત્રણે ના અંતિમ સંસ્કાર કરવિ ઘરે પરત ફરે છે.સુશીલા બેન આ સમાચાર સાંભળી દુઃખી થઈ જાય છે.નટવર ને દુઃખી થાવું કે ખુશ થાવું એજ ખબર રહેતી નથી.સમય ધીમે ધીમે વહેતો થાય છે, રમેશ ભાઈ અને તેમના પરિવાર ને ધામ માં ગયા 5 મહિના પુરા થાય છે.સુશીલા બેન :હવે, આપણે દીકરા માટે વહુ શોધવાનું શરુ કરવું જોઈએ નહીંતર પછી એના ઉંમર ની આપણને જડશે નહિ.હરજીવન ભાઈ :રમેશ ભાઈ ને યાદ કરતા દુઃખી થાય છે, ભગવાન ને મંજુર હતું તે થયું, તમારી વાત સાચી છે આપણે નટવર માટે બીજી કન્યા શોધવાનું ચાલુ કરવું જોઈએ.નટવર હવે આગળ નું ભણતર ચાલુ કરે છે.એક દિવસ ની વાત છે, નટવર તેના રૂમ માં પલન્ગ પર સૂતો હોય છે, ત્યાં તેને બાજુ માં કોઈ સૂતું હોય તેવો આભાસ થાય છે.નટવર મનમાં :આજે માથું ભારે લાગે છે.... નટવર ને આ કોઈ ભ્રમ સમજી અવગણે છે.સાંજે નટવર પાયલ ને મળવા નદી કિનારે જાય છે... ત્યાંજ તેને કોઈ હાથ પકડી ખેંચતું હોય તેવું લાગે છે.નટવર :સમજાતું નથી, અમુક દિવસ થી આવા ભ્રમ કેમ થઈ રહ્યા છે??? આ જગ્યા એ તો પેલા ઘણી વખત આવ્યો કયારેય આવુ થયું નથી...🙄🙄🙄નટવર આગળ વધે છે, પણ જાણે તેને કોઈ જકડી રહ્યું હોય તેવું લાગે, નટવર ચાલતા ચાલતા પડી જાય છે, તેનું માથું ઝાડ ના થડ સાથે અથડાતા મૂર્ચ્છિત થઈ જાય છે.થોડા સમય પછી ભાન માં આવે છે..નટવર મનમાં :આજે આ શુ થઈ રહ્યું છે.... સમય જોવે છે તો સંધ્યા નો સમય થઈ ગયો હોય છે... પાયલ પણ રાહ જોતી જોતી ઘરે વળી ગઈ હશે.... એમ વિચારી નટવર ઘર તરફ પાછો જાય છે.ક્રમશ.....(આગળ ના ભાગ માં :નટવર સાથે થઈ રહ્યું એ એનો ભ્રમ હશે કે બીજું કઈ??? શુ એ પાયલ ને મળી શકશે???) ‹ Previous Chapterપ્રેમ આત્માનો - ભાગ 3 › Next Chapter પ્રેમ આત્માનો - ભાગ 5 Download Our App