Rahashy - 2 in Gujarati Horror Stories by Zala Nipali books and stories PDF | રહસ્ય.... - 2

Featured Books
Categories
Share

રહસ્ય.... - 2

ઇન્સ્પેક્ટર રઘુવીર કેસના અંત સુધી પહોંચવાની બસ કોશિશ જ કરી રહ્યા હતા કે એક ઘટના વારંવાર બનવાનું કારણ? એ જ રસ્તા પર રાતના 12:00 વાગ્યે કતલ થવું? ફોન આવો અને પછી તરત જ કપાઈ જવો? અને કોણ હશે વ્યક્તિ એ વ્યક્તિનો તો ક્યાંય અતોપતો જ નથી અને જેને બધું જ ખ્યાલ હતો એ રાજ નું કતલ થઈ જવું એકાએક, ઇન્સ્પેક્ટર રઘુવીર વિચાર તાજ હતા કે કોણ હોઈ શકે આ બધા પાછળ ત્યાં હવાલદાર આવે છે"......


હવલદાર:-સર રુચિતા નામની એક છોકરી વિશે ઇન્ફોર્મેશન મળી છે. અત્યાર સુધી એ રોડ પરથી નીકળેલી એ યુવતીઓની 12 વાગ્યે કતલ થઈ જાય છે એ યુવતીઓની ડિટેલ આપણા પહેલા રૂચિતા નામની એક છોકરીએ નીકાળેલી છે અને જેટલી યુવતીઓની ડિટેલ રુચિતાએ નીકાળેલી છે બધી યુવતીઓ ના કતલ થઈ શક્યા છે અત્યાર સુધી.....



ઇન્સ્પેક્ટર રઘુવીર:-આવું કઈ રીતે હોઈ શકે???


હવલદાર:-સર મને જાણીને પણ આશ્ચર્ય થયું કે આવું કેમ હોઈ શકે???


ઇન્સ્પેક્ટર રઘુવીર:-રુચિતાની ડીટેલ નીકાળો અને અહીં પોલીસ સ્ટેશન લઈ આવો....


હવલદાર:-ઓકે સર


""ઇન્સ્પેક્ટર રઘુવીર બસ વિચારે છે કે આ શું હોઈ શકે? એવું કેવી રીતે બની શકે કે જેની ડીટેલ રુચિતાએ નીકાળેલી છે એ યુવતીઓનું કતલ થઈ ગયું છે??? એ પણ બહાર વાગ્યે કેમ?? શું હોઈ શકે એનું કારણ આનું ગાઢ રહસ્ય બનતું જાય છે......
‌‌ ‌ ઇન્સ્પેક્ટર રઘુવીરના મનમાં હજારો સવાલ ઉઠવા લાગ્યા પણ એક પણ સવાલનો જવાબ ન હતો....""


""હવલદાર રુચિતાને લઈને આવે છે ઇન્સ્પેક્ટર રઘુવીર એ રુચિતા ને બધું જ પૂછતાછ કરે છે. પણ રુચિતાનો એક જ જવાબ હોય છે કે સર હું કાંઈ નથી જાણતી બસ મેં એના વિશે ડિટેલ નીકાળી હતી.....""


ઇન્સ્પેક્ટર રઘુવીર:-શા માટે ડિટેલ કાઢી હતી???


રુચિતા:-હું ડિટેક્ટિવ એજન્સીમાં કામ કરું છું મને એના ઉપર નજર રાખવાનો ઓર્ડર આવેલો હતો. બસ એટલે હું નજર રાખતી હતી અને એની ડીટેલ નીકાળી બાકી મને કાંઈ ખબર નથી


ઇન્સ્પેક્ટર રઘુવીર:-શા માટે નજર રાખવાનો ઓર્ડર આવેલો હતો???

રુચિતા:-એક યુવતીએ એક યુવક પાસેથી 15 લાખ ઉધાર રૂપિયા લીધા હતા. આટલા ઉધાર રૂપિયા ક્યારેય પણ કોઈ વ્યક્તિએ લીધા ન હતા તે વ્યક્તિને એ યુવતી ઉપર શખ થયો એટલે ક્યાંક એના રૂપિયા લઇ અને ભાગી ન જાય એના ડરથી મને નજર રાખવા માટે કહ્યું હતું અને બીજા ઘણી બધી યુવતીઓ પર એના હસબન્ડ અને એના પરિવારના લોકો પણ નજર આપવાનું મને કહે છે..... સર સાચું કહું છું મેં કાંઈ પણ નથી કર્યું. હું તો બસ મારું કામ કરી રહી હતી મને કાંઈ ખ્યાલ નથી આ બધું જ કેવી રીતે થાય છે


ઇસ્પેક્ટર રઘુવીર:-પણ જીની ડિટેલ તે કાઢી છે એ જ યુવતીઓનું કતલ થયું છે એમનું કારણ શું હોઈ શકે????


રુચિતા:-સર મને કાંઈ ખ્યાલ નથી હું સાચું કહું છું પ્લીઝ મને જવા દો.


ઇસ્પેક્ટર રઘુવીર:-અત્યારે બધા જ સબૂત તારી તરફ ઈશારો કરે છે કાલે તને અદાલતમાં પેશ થવું જ પડશે અમે કાંઈ પણ નથી કરી શકતા


રુચિતા:-સર મેં કાંઈ ગુનો જ નથી કર્યો તો પછી મારે સજા કેમ ભોગવવાની??


ઇન્સ્પેક્ટર રઘુવીર:-અમે કાંઈ નથી કરી શકતા અને હા એ યુવતીએ 15 લાખ રૂપિયા પાછા આપી દીધા છે એ યુવકને અને અત્યારે એ યુવક ક્યાં છે??


રુચિતા:-સર હું જાણતી નથી


ઇન્સ્પેક્ટર રઘુવીર:-આ કામ તને સોંપવામાં આવ્યું હતું ને???


રુચિતા:-હા સર પણ મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે આ કામ મેં સમીરાને આપ્યું હતું સર બસ હું આજે સવારે જ ઓફિસે ગઈ એટલા દિવસોથી મારા ઘરે ગઈ હતી તબિયત ખરાબ હોવાને કારણે સર મને કંઈ પણ ખ્યાલ નથી...



ઇન્સ્પેક્ટર રઘુવીર:-સમીરા ક્યાં મળશે??


રુચિતા:-અત્યારે ઓફિસે જ હશે

ઇન્સ્પેક્ટર રઘુવીર અને હવલદાલ પાટીલ ઓફિસે જાય છે ઓફિસેથી ઇન્ફોર્મેશન મળે છે કે આજે ઓફિસે નથી આવી સમીરા પછી ઓફિસેથી એડ્રેસ લઈ અને ઘરે પહોંચે છે ત્યાં ઘરે જુએ છે તો સમીરનું કતલ થઈ ગયું હોય છે


ઇન્સ્પેક્ટર રઘુવીર વિચારે છે કે જે પણ આપણે સબૂત મળે છે એ સબૂત આપણા હાથમાં આવતું જ નથી આપણા પહોંચતા પહેલા જ બધું ખતમ થઈ જાય છે કોણ છે આ જે આપણા પહોંચતા પહેલા જ સબૂતને ખતમ કરી દે છે કોઈ માઈન્ડડેટ વ્યક્તિ જ હોઈ શકે


"કોણ હોઈ શકે???? શા માટે આવું કરે છે??? શું જોઈતું હશે આ વ્યક્તિને??? આ રહસ્યો ખૂબ જ ગાઢ બનતું જાય છે

(ક્રમશ:)