કેમ્પસ હોલ માં સ્ટુડેંટ્સ નો કકળાટ સંભળાતો હતો એમાં થી એક અવાજ કાને પડતો હતો ક્યારે થશે ? ૩ કલાક થી અહીંયા ઉભા છીએ ! મિટિંગ રૂમ માં ૮ પ્રોફેસરો એક બીજા ની સામે લાંબા ટેબલ પર બેઠા હતા બધા ના ચહેરા પર તણાવ હતો એક બીજા સાથે પોતાના અનુભવ પરથી સોલ્યૂશન આપી રહ્યા હતા. બંધ રૂમ માં થોડો કકળાટ જેવો માહોલ હતો ત્યાં સીનીઅર પ્રોફેસર રાવલ ની એન્ટ્રી થાય છે અને અચાનક બધા પ્રોફેસરો રાવલ ને જોતા ચૂપ થાય જાય છે...
રાવલ જૂની જનરેશન ના પ્રભાવી પ્રોફેસર હતા સફેદ શર્ટ, ડાબા કાંડા પર ઘડિયાર , નીચે કથ્થઈ કલર ના પેન્ટ ને પકડી રાખે એવો કાળો પટ્ટો અને પગ માં સ્પોર્ટ શૂઝ આ એમનો દરરોજ નો પહેરવેશ. બધા ની સામે જોતા જોતા આગળ ની તરફ આવતા હતા તેમના સ્પોર્ટ શૂઝ શાંત વાતાવરણ માં અલગ અવાજ છોડી રહ્યા હતા.
કોમ્યુટર પ્રોફેસર કિરણ તરફ જોતા રાવલ બોલ્યા કઈ રીતે થયું આ ? તમે ૩ કલાક થી શું કરો છો ?
ફાર્મસી કોલેજ માં પહેલી વાર એવું બન્યું હતું કે કોલેજ નું સર્વર બંધ થઈ ગયું હતું અને GTU માં સ્ટુડેંટ્સ ના જે ફોર્મ ભરવાના હતા એનો છેલ્લો દિવસ હતો ! વાઇફાઇ ચાલુ હોવા છતાં કોઈના માં ઈન્ટરનેટ ચાલતું ન હતું વાઇફાઇ સર્વિસ મેન પણ આવીને ચેક કરી ગયા તેમને પણ કશો ખ્યાલ ન આવ્યો કે થયું શું છે, તેમને બેઝિક ટ્રબલશૂટિંગ કર્યું જેમકે રાઉટર ને રિસ્ટાર્ટ કર્યું અને એમના મેઈન સેંટર પર પણ તપાસ કરાવ્યું તેમની બાજુ થી બધું બરાબર હતું.
"સર અમે બધી કોશિશ કરી જોય, ફોન પર વાત કરી છે હમણાં એ લોકો ત્યાંથી ચેક કરી ને જણાવશે" કિરણે રાવલ તરફ જોતા ધીરે થી કહ્યું.
રાવલ ને ટેક્નિકલ નોલેજ ખાસ હતું નહિ એટલે પહેલી વાર એની પાસે પણ કઈ સોલ્યૂશન ન હતું ! બધા પ્રોફેસર પાસેથી એમને રાઈ લીધી અને આગળ શું કરવું. એક પ્રોફેસર ની સલાહ મુજબ બીજું રાઉટર મંગાવી લઈએ કદાચ ઈન્ટરનેટ ચાલુ થઇ જાય એક રીતે એમની વાત માં પોઇન્ટ પણ હતો બધા ની સહમતી થી ફટાફટ કલાક ની અંદર બીજા રાઉટર નું સેટઅપ કરવામાં આવ્યું. મજાની વાત એ હતી કે એમાં પણ ઈન્ટરનેટ ચાલતું ન હતું ! રાઉટર ના સેટઅપ પેજ પર ઈન્ટરનેટ આવી રહ્યું છે એવું દેખાતું હતું પણ જયારે વાઇફાઇ માં ઈન્ટરનેટ ચાલતું ન હતું.
બધા પ્રોફેસરો ફરી મૂંઝવણ માં મુકાયા મને કશો અંદાજો જ આવતો ન હતો કે આવું કેમ થઇ રહ્યું છે, નીચે સ્ટુડેંટ્સ બધા કકળાટ કરી રહ્યા હતા કેમ કે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને કોલેજ માં વાઇફાઇ બંધ હતું. ફરી એક પ્રોફેસરે સુજાવ આપ્યો કે એક કામ કરીયે મોબાઈલ ફોન થી આપણે ફોર્મ ભરવાનું ચાલુ કરી દઈએ એના સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી..
બધા ની સહમતી થી નીચે હોલ માં અલગ અલગ ૪ ટેબલ પર કાઉન્ટર માં એડમીન સ્ટાફ ને બેસાડી લાઈન માં ફોર્મ ભરવાનું ચાલુ કર્યું..રાવલ અને બીજા પ્રોફેસરોએ હાશકારો લીધો કે હવે સાંજ સુધી માં ભરાઈ જશે વાંધો નહિ આવે એમ કહી ઉપર પોતાના કેબીન માં જય ને કામે લાગ્યા. ૨૦-૨૫ મિનિટ બાદ રાવલે ત્યાં ઉપરથી નીચે નજર ફેરવી બધી લાઈન માં હજુ એના એ જ સ્ટુડેંટ્સ ઉભા હતા જોકે કમ્પ્યુટર માં એ જ ફોર્મ ભરાતા ૩-૪ મિનિટ લગતી હતી અહીંયા મોબાઈલ માં એ જ ફોર્મ ભરવામાં ૨૦-૨૫ મિનિટ જેટલો સમય લાગી રહ્યો હતો.
રાવલે ફરી કિરણ ને ટકોર કરી કે પેલા નો ફોન આવ્યો કે નહિ ? કિરણે જવાબ આપતા કહ્યું "સર એમની બાજુ થી બધું ઓકે છે, ખબર નહિ આપણે અહીંયા જ કંઈક પ્રોબ્લેમ છે. કશું ખબર નથી પડતી આખરે કેમ ઈન્ટનેટ નથી આવતું બધું ટ્રાય કરી જોયું."
કેમ્પસ માં એન્ટર થતા જ ડાબી બાજુ બોયઝ નું કોમન રૂમ હતું ત્યાં રીડિંગ , બેસવા નું, વોશરૂમ વગેરે ની સુવિધા હતી. ત્યાં મોઢા પર હળવું અને ડરાવણું સ્મિત, હાથ માં સફેદ મોબાઈલ ખભે છેક પાછળ ના ભાગ સુધી લબડતું બેગ અને નીચે પગ માં બેરાઠી ના કાળા ચપ્પલ.
"ઓયય.. રવિડા અહીંયા શું ફોન માં કરે છે ચાલ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું લાઈન માં ઉભા રહીયે, લાઈન એટલી મોટી છે સાંજ સુધી વારો નહિ આવે !" નીલેશે થોડા ગુસ્સા માં રવિ ને કહ્યું.
"આવી જશે ટેન્શન નહિ લે..." રવિએ કહ્યું (હળવા સ્મિત સાથે ફોન માં કંઈક કરતા કરતા..) અને તરત જ બહાથી અવાજ આવ્યો ઈન્ટરનેટ ચાલુ થઇ ગયું છે...