" સરિતા સારું થયું તું આવી ગઈ! મને બચાવી લે...સરિતા પ્લીઝ મને બચાવી લે..." અસહાય પડ્યો ચંદ્રશેખર બોલ્યો.
સરિતા એ ચંદ્રશેખર સામે પણ ન જોયું અને કેશવને અંશ સમજીને કહ્યું. " આજ તું એક રાવણનો વદ કરવા જઈ રહ્યો છે... ભગવાન તને શકિત અર્પે..."
સરિતા ત્યાંથી જતી રહી અને ચંદ્રશેખર સરિતાના નામની બુમો પાડતો રહ્યો. કેશવે ફરી ટ્રેકટર ચાલુ કર્યું અને આગળ રહેલા કાંટાઓમાં ટ્રેકટર ચલાવ્યું.
" નહિ નહિ નહિ!!!!" આગળ બાવળના ઝાડ જોઈને ચંદ્રશેખર બચાવ માટે રાડ નાખી. પરંતુ કેશવે ટ્રેકટર બાવળ પર ચલાવી દીધું. ચંદ્રશેખરના આખા શરીર પર બાવળના કાંટાઓથી ભરાઈ ગયું. શરીરના અલગ અલગ જગ્યાએથી કાંટાઓ ખુંચવાને લીધે લોહીની ધાર થવા લાગી. કપડાં તો પૂરી રીતે ફાટી ગયા હતા. ચંદ્રશેખરને આખા ખેતરમાં એટલો ધસેડ્યો કે અંતે એનો જીવ જ જતો રહ્યો.
સરિતા એ પોતાના આંસુઓ છૂપાવી રાખ્યા હતા. પોતાના જ પતિને ટ્રેકટર પાછળ બાંધેલા જોઈને, જીવન માટે ભીખ માંગતા જોઈને સરિતાનું હદય દ્રવી ઊઠ્યું હતું. આવી હાલતમાં પણ તેમણે ન્યાયની પસંદગી કરી અને પોતાના પતિને સજા અપાવી.
રાવણ દહનનો કાર્યક્રમ પૂર્ણ થતાં સૌ પોતપોતાના ઘરે જવા રવાના થયા. સૌ પ્રથમ મૌલિક ચંદ્રશેખરના ઘરે પહોચ્યો અને ખેતર વચ્ચે પડેલી ચંદ્રશેખરની લાશ જોઈ. એક પછી એક લોકોની ભીડ ચંદ્રશેખરના ઘરે થઈ ગઈ. સરિતા પણ આવીને પતિના દેહ પર રડવા લાગી. બલરાજ પણ હિંમત હારીને પોતાના ભાઈના લાશને જોતા રડી રહ્યો હતો.
વિજય અને એની ટીમ જીપમાં બેસીને ઘટના સ્થળે પહોંચી ગઈ.
" ઓહ માય ગોડ!!" વિજયે ચંદ્રશેખરની લાશને જોઈને કહ્યું.
ચંદ્રશેખરના કપડા ફાટી ગયા હોવાથી એ બિલકુલ નગ્ન અવસ્થામાં પડ્યો હતો. જેથી ગામવાસીઓ એ એમના દેહ પર ચાદર ઓઢાડી રાખી હતી.
" શું ક્રૂરતાથી માર્યો છે ચંદ્રશેખરને!, શરીરના એક એક અંગ પર બાવળના નિશાન છે..." આર્યને કહ્યું.
" જોવો તો ખરા કાંટા લાગવાને લીધે બંને આંખો પણ ફૂટીને બહાર નીકળી ગઈ છે.." વિજય બોલ્યો.
મન વિચલિત કરી મૂકે એવું દ્ર્શ્ય લોકો જોઈ રહ્યા હતા. બાળકોને તો લાશથી દુર જ રહેવા માટે કહી દેવામાં આવ્યું હતું.
" જાનવર પણ શિકારની આવી હાલત ન કરે એવી હાલત કરી નાખી છે આની..." આરોહી એ કહ્યું.
વિજય અને એની ટીમે ગામવાસીઓને થોડીઘણી પૂછતાછ કરી કે લાશ સૌ પ્રથમ કોણે જોઈ? અંતિમ વાર ચંદ્રશેખરને કોણ મળ્યું હતું?? વગેરે વગેરે. પરંતુ કોઈ પાસેથી એવી માહીતી ન મળી કે જેથી પોલીસ આગળ કોઈ કાર્યવાહી કરી શકે.
ચંદ્રશેખરની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી અને આખા ખેતરને શીલ કરી દેવામાં આવ્યું.
આખી રાત સબૂત શોધવાનું કામકાજ ચાલ્યું અને સવારે વિજયે કહ્યું. " ખબર પડી ચંદ્રશેખરની આવી હાલત કઈ રીતે થઈ?"
ત્યાં જ સંજીવ આવ્યો અને એણે કહ્યું. " સર, મને લાગે છે
ચંદ્રશેખરને પહેલા આ ટ્રેકટરની પાછળ દોરીથી બાંધી દીધો અને ત્યાર બાદ આખા ખેતરમાં એમને ધસેડવા આવ્યો છે.."
" જ્યાં સુધી ચંદ્રશેખરનો જીવ ન ગયો ત્યાં સુધી અપરાધી એ ટ્રેકટર ચલાવાનું શરૂ રાખ્યું....ખાલી વિચાર કરવામાં જ હું કાંપવા લાગ્યો... ચંદ્રશેખરની શું હાલત થઈ હશે?"
" એના ઘરમાંથી કોઈ વસ્તુ મળી છે?" વિજયે પ્રિશાને પૂછ્યું.
" હા સર...એક ચિઠ્ઠી મળી છે સર.. "
" વોટ!! કેવી ચિઠ્ઠી?" વિજયે આતુરતાથી પૂછ્યું.
પ્રિશા એ ચિઠ્ઠી વાંચી. " The next target is fixed, if you can save it, save it..." ( આગળનો ટાર્ગેટ નક્કી છે, બચાવી શકો તો બચાવી લો..)
" એક કામ કર પ્રિશા, આ ચિઠ્ઠી કરીનાને બતાવ...જોઈએ તો ખરા આ બંન્ને ચિઠ્ઠીની હેન્ડરાઇટિંગ મળે છે કે નહિ?"
" ઓકે સર..." પ્રિશા ચિઠ્ઠી ને લઈને કરીના પાસે ગઈ અને દેખાડી.
" હા મેડમ આ એ જ હેન્ડ રાઇટીંગ છે!! પણ તમને ક્યાં મળી આ ચિઠ્ઠી?" કરીના એ અંતે સવાલ કર્યો.
પ્રિશા એ જે ચંદ્રશેખર સાથે બન્યું એ કહી દીધું. કરીના વધુ ઉદાસ થઈ ગઈ અને કહ્યું. " હે ભગવાન આ શું થઈ રહ્યું છે અમારા પરિવાર સાથે?"
વિજય અને એની ટીમ વધુ સબૂતો શોધવા માટે મહેનત કરી રહી હતી. ટ્રેકટર પર કોઈ નિશાન કે ફિંગરપ્રિન્ટ મળી જાય એવી નિરંતર કોશિશ શરૂ રાખી. પરંતુ પોલીસના હાથમાં એક ચિઠ્ઠી સિવાય બીજું કંઈ હાથમાં ન લાગ્યું.
ક્રમશઃ