રાત નો સમય હતો. ચંદ્ર પણ પોતાનો અડધો સફર પુરૂ કરીને બરાબર વચ્ચે આવી ગયો હતો. તે પોતાની ચાંદની ચારે તરફ પ્રસરાવતો હતો. શિયાળો સમાપ્ત થવાનો હતો. એટલે ચંદ્ર ની એ શીતળતા માં એકલા બેસવાની મજા જ કંઇક અલગ હોય છે. એ મજા માણવા વાળા લોકોની જેમ જ સ્વીટુ પણ બાલ્કનીમાં એ ચંદ્રની શીતળતામાં ઘણી વાર બેસી રેહતી. આજે પણ સીમા(સ્વીટુ) ત્યાંજ બેઠી હતી.
ઠંડો ઠંડો પવન એના ખુલા વાળ ને ઉડાડતા હતા. એના વાળ વારંવાર એના ગોરા ગોરા ગાલ પર ઉડીને આવતા હતા. એ વાળો ને પોતાના હાથ થી ફરી પાછા મોકલી દેતી. એના આંખો માં આંસુ હતા એ આંસુ ની ધાર એના ગાલો પર આવી. તેના વાળ તેના આંસુ લૂછવા માટે ફરી ઉડીને તેના ગાલ પર આવી ગયા. એ એની આંગળી ઓને નહિ ગમ્યો હોય એટલે એણે વાળ ને દૂર કરીને આંસુ લૂછી નાખ્યા.
કાલે સીમા (સ્વીટુ) અને આકાશ ના લગ્ન થવાના છે. આજે દાંડિયા રાસ નો કાર્યક્રમ હતો એ નાચ - કુદ ખતમ થઈ ગયો હતો હાલ ચારેતરફ શાંતી વ્યાપી ગઈ હતી, સિવાય સીમા ના દિલ ના..
અચાનક કોઈના પાડવાનો અવાજ આવે છે . સીમા પાછળ ફરી ને જોવે છે. ચિરાગ બારી માંથી એના રૂમ માં આવ્યો હતો. ચિરાગ (ચિન્ટુ) દારૂ ના નશામાં હતો. સીમા ચિરાગ ની આ હાલત જોઇને ચોંકી જાય છે.
સીમા - " ચિન્ટુ, તું અહીંયા કેમ આવ્યો છે ? તું જતો રહે . અહીંથી."😡
ચિરાગ (ચિન્ટુ) દારૂ ના નશા માં ધીમે ધીમે ઊભો થાય છે. નીચે પડેલી એની ડાયરી ઉંચકીને છાતીએ લગાવે છે .
ચિરાગ - " જતો રહીશ તમારા બધાના જીવન થી દુર...., જતો રહીશ...."
ચિરાગ સીમા ની નજીક જાય છે . ચિરાગ ની આંખો માં ગુસ્સો હતો😡😠 અને સીમા ની આંખો માં ડર 😨
ચિરાગ - " બસ, મારા એક પ્રશ્ન નો જવાબ આપ, હું તારા પ્રેમ માં બરબાદ થઈ ગયો. શું તારા દિલ માં પણ કોઈ દિવસ મારા માટે એવી લાગણી ઓ હતી? શું તું પણ મને પ્યાર કરતી હતી?"😒
(પ્રેમ માં કોઈ બરબાદ કઈ રીતે થઈ શકે છે? પ્રેમ એટલે શું ? અહીંયા ચિરાગ ને કેવો પ્રેમ થયો હશે. ફિલ્મોમાં અને લવસ્ટોરી માં બતાવવામાં આવે છે એવો પ્રેમ? કે વાસ્તવિક પ્રેમ ? વાસ્તવિક પ્રેમ એટલે વળી શું? આપણે તો પ્રેમ કરતા ફિલ્મો માંથી જ શીખ્યા છીએ. જેમાં સામે વાળા ને પામવા માટે વ્યક્તિ જમીન આકાશ એક કરી નાખે છે. તો વાસ્તવિક પ્રેમ કોને કહેવાય? પ્રેમ ની પરિકલ્પના સમજવી હોય તો રાધા અને કિશન ને સમજવા પડે. જ્યાં એ બંને એકબીજાને પામવા માટે નહિ પણ એમના સારા ગુણો ને વિકસાવવા એમના સારા ભવિષ્ય માટે પોતાની ઇચ્છાઓનો ત્યાગ પણ કરી દે, નહિ કે કોઈ વસ્તુ ના પામવા ની નિષ્ફળતામાં દારૂ પીને શોક મનાવે . તો ચિરાગ ક્યાં પ્રકારનો પ્રેમ કરતો હશે ?)
સીમા ચિરાગ થી થોડી દૂર જતી રહે છે અને ચિરાગ સામે પીઠ કરીને ઊભી રહે છે...
સીમા - " ના .... કોઈ જ દિવસ નહિ. 😒તું અહીંથી જતો રહે નહિતર હું પોલીસને બોલાવીશ. "😡
ચિરાગ જોર થી અટ્ટહાસ્ય કરે છે.એના એ હાસ્ય માંથી પણ દુઃખ નો ઝરણો વેહતો હતો.😁
ચિરાગ - "તો કેમ આજે પણ આ રૂમ માં રહે છે? જ્યાં આપણી યાદો જોડાયેલી છે."
ચિરાગ સીમા નો હાથ પકડી ને પોતાની નજીક લાવે છે સીમા ની આંખો માં જોવે છે. સીમા એની આંખો બંદ કરીને રડતી હોય છે.
ચિરાગ - " મારી આંખો માં આંખો નાખીને કે મને પ્રેમ નહતો કર્યો. " 😭
ચિરાગ પણ જોર જોર થી રડવા લાગે છે. પોતાનો માથું સીમા ના માથે અડાડે છે. બંને એકસાથે રડે છે .😭😭 પણ મોઢા માંથી એક પણ શબ્દ નથી નીકળતો. સીમા થોડી વાર પછી પોતાને સંભાળે છે અને ચિરાગ થી દુર થાય છે.
સીમા -" મારી એક વાત માનીશ, તું ગાયત્રી (ગુડ્ડી ) જોડે લગ્ન કરી લે એ તને બહુ પ્રેમ કરે છે."
ચિરાગ - " ગુડ્ડી થી લગ્ન",
(એના ચહેરા પર ખોટું સ્મિત લાવતા બોલે છે.)
" તને ખબર ગુડ્ડી શું કહે છે. હું બદલાઈ ગયો છું. એને એ ચિરાગ થી પ્યાર હતો જેને તે ક્યારનોય મારી નાખ્યો છે.",
ચિરાગ જવા માટે પોતાના પગ ઉપાડે છે. સીમા પલંગ પર બેસી ને આંખો માંથી આંસુ પાડે છે. ચિરાગ ને કઈ કેહાવા નો રહી ગયો હોય એમ પાછળ ફરે છે અને બોલે છે.
ચિરાગ - " લગ્ન એ કોઈ રમત નથી સ્વીટુ, સાથ જન્મ ના સાથ નો વચન છે. હું તારા સિવાય આ વચન કોઈને નહિ આપી શકું. તું આકાશ ની સાથે ખુશી થી રેહજે . હું આ વેરાન રણ માં સૂકા પવન ની જેમ ભટકતો રહીશ."😔
સીમા પલંગ પર આડી પાડીને ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગે છે.😭😭 ચિરાગ ત્યાંથી જાય છે. ખબર નહિ બંને ની એવી તો શું મજબૂરી હશે કે બંને એકબીજાને અનહદ્ પ્રેમ કરતા હોવા છતાં લગ્ન નથી કરી શકતા.?
કે પછી સીમા ચિરાગ ને પ્રેમ જ નથી કરતી?
કેમ સીમા(સ્વીટુ) આકાશ જોડે લગ્ન કરે છે.?
ગાયત્રી અને આકાશ કોણ છે?
શું સીમા અને ચિરાગ ની લવસ્ટોરી અહીંયા જ ખતમ થઈ જશે.?
શું ચિરાગ આમ જ એની જિંદગી દેવદાસ ની જેમ વિતાવસે ?
એ ડાયરી માં શું હતું જેને ચિરાગ એ પોતાના છાતી એ લગાવી હતી ?
-------------------------------------------------------
-- ભારદ્વાજ પુરોહીત
( ભાર્ગવ).
સવાર ના ૫ વાગયા હતા. ચંદ્ર પણ ચિરાગ અને સ્વીટુ ની હાલત જોઈને નિરાશ થઈ ગયો હતો. અને બસ હવે વિદાય લઈ રહ્યો હતો. આખી ગલી સૂમસામ હતી. કુતરા અને પ્રાણીઓ પણ હજી સૂતા હતા. એક ચા ની કીટલી ચાલુ હતી. તે કીટલી પર ચા પી રહ્યો હતો ચિરાગ. ચિરાગ ના મન ખબર નહિ શું ચાલતો હશે પણ એનો ચા નો કપ એના દુઃખ માં સહભાગી બનયો હોય એમ એને કહી રીતે હતો કે, નિરાશ શું કરવા થાય છે? હું છું ને તારી સાથે. મને પામવા માટે તારે ફકત ૫ રૂપિયા જ આપવા પડશે. એટલું કેહતાં જ ચિરાગે એને હોઠે લગાવી દીધો અને ચા પી ગયો.
ચા પીતા જ એને કંઈ યાદ આવે છે એ ઊભો થઈ ને એની આજુબાજુ જોવે છે. એ ડાયરી શોધી રહ્યો હતો. તેને યાદ આવે છે એ ડાયરી તો સીમા ના ત્યાં જ ભૂલી આવ્યો છે. જે ડાયરી માં એની અને સીમા ની યાદો હતી.
ચિરાગ ડાયરી લેવા પાછો સીમા ના રૂમ માં જાય છે. સીમા પલંગ પર પડી હતી એના એક હાથ માં ડાયરી હતી . બીજા હાથ નીચે લટકતો હતો. ચિરાગ સીમાની નજીક જાય છે. ચિરાગ ની આંખો પહોળી થઈ જાય છે. એ જમીન પર બેસી જાય છે ત્યાંજ રડવા લાગે છે.સીમાએ પોતાના પેટ માં ચાકુ માર્યું હતું. લોહીની ધારાઓ આખા પલંગ પર વેહતી હતી. સીમા ચિરાગ ને જોઇને પોતાની આંખો ખોલે છે.
સીમા - " ચિન્ટુ, આઇ લવ યુ."
સીમા જાણે આ વાક્ય જ કેહવા માટે હજી સુધી જીવતી હોય એમ આ વાક્ય કહીને શ્વાસ છોડી દે છે. ચિરાગ ત્યાંથી ઊભો થઈ ને સીમા પાસે આવે છે. પણ હવે ત્યાં સીમા નહતી . હવે બસ એનું શરીર પડ્યું હતું. જેને ભેટીને ચિરાગ રડતો હતો. ચિરાગ પણ હવે સીમા ની સાથે જવા માંગતો હોય એમ પોતાને ચાકુ મારે છે.એના છેલ્લા શબ્દો આ હતા.
" લવ યુ ટુ સ્વીટુ....."
( એવી તો વળી શું સમસ્યા હશે કે સીમા ને એની સામે લડવા કરતા તેને મૃત્યુ ને ભેટવું સારું લાગ્યું?. એને એવું તો શું ડાયરી માં વાંચ્યો હશે.?
જે સાંભળવા ચિરાગ આખી જિંદગી તડપયો એ સીમા ના આખરી શબ્દો નીકળ્યા.)
( થોડા દિવસો પછી)
ડીસા બસ સ્ટેન્ડ ની બાજુમાં જલારામ મંદિર માં ગાયત્રી (ગુડ્ડી) અને આકાશ બેઠા હતા. બંને નો ખુબ મોટો આઘાત લાગ્યો હતો. આકાશ ના તો લગ્ન થવાના હતા, સીમા જોડે. ગાયત્રી એ આકાશને સીમા&ચિરાગ ની આત્મહત્યા વિશે વાત કરવા ડીસા બોલાવ્યો હતો. પણ ગુડ્ડી ને ચાલુ ક્યાંથી કરવું સમજાતું નહતું. ચિરાગ અને સીમા ની આત્મહત્યા પછી ગુડ્ડીએ કોઈથી વાત પણ નહતી કરી. ગુડ્ડી ની આ હાલત જોઈને આકાશે જ વાત ચાલુ કરી.
આકાશ - " તો તારું શું કહેવું છે , ચિન્ટુ અને સીમા બંને એ આત્મહત્યા કરી છે."😒
ગાયત્રી - " હા"😔
આકાશ - " ના ચિન્ટુ ગાંડો થઈ ગયો હતો એને જ સીમા ની હત્યા કરી છે , પછી પોતાની."😠
ગાયત્રી -" ના સ્વીટુ એ પણ આત્મહત્યા જ કરી છે. ચિન્ટુ કોઈ દિવસ સ્વીટુ ની હત્યા કરી જ ના શકે."
આકાશ - " પણ કેમ સીમા (સ્વીટુ) એ આત્મહત્યા કરી હોય? એને શું દુઃખ હતું.?"
ગાયત્રી - " કારણ કે સ્વીટુ (સીમા) પણ ચિરાગ ને પ્રેમ કરતી હતી."😓
આકાશ ઊભો થઈ જાય છે. અને ગુસ્સામાં બોલે છે.
આકાશ - " બસ હવે, સીમા મને પ્રેમ કરતી હતી ફકત મને..., કોના માટે તું આટલો જૂઠ બોલે છે?. તે આવી જ વાત કરવા બોલાવ્યો હોય તો હું જાઉં છું."
ગાયત્રી - " જા. પણ મારે તને કંઇક આપવુ છે."
આકાશ ગાયત્રી સામે જોવે છે. એ કોઈક ડાયરી આપતી હતી આકાશ ને .
ગાયત્રી - " ચિન્ટુ આપણો દોસ્ત હતો. તારે એના વિશે આટલી હદે ખરાબ તો ના જ વિચારાય."
આકાશ -" એને કર્યું જ એવું છે . અને આ શું છે ?"
આકાશ તે ડાયરી લે છે.
ગાયત્રી -" એને કઈ ખરાબ નથી કર્યું. ખરાબ તો આપણે એમની સાથે કર્યો છે. આપણે પોતાના સ્વાર્થ માં એમને સમજી જ ના શક્યા. એમના મોત ના જવાબદાર આપણે જ છીએ."
ગાયત્રી ની આંખો માં સચ્ચાઈ અને અપરાધભાવ દેખાતા હતા. અને એ ચોધાર આંસુ એ રડી રહી હતી.
આકાશ ડાયરી ખોલે છે.
પેહલા પાના પર રાણકી વાવ નો ફોટો હતો અને બીજા પાના પર એ ડાયરી નો શીર્ષક..
" લવ યુ, સ્વીટુ..."
શું સીમા પણ ચિરાગ ને પ્રેમ કરતી હશે?
શું એમની આત્મહત્યા કરવાનું કારણ આકાશ અને ગુડ્ડી હતા?
કેમ સીમા એ આકાશ ને નહિ કહ્યું હોય કે એ ચિરાગ ને પ્રેમ કરે છે?
શું હશે આ ડાયરી માં????
તમારો અભિપ્રાય જણાવજો.
તો ચાલો આવતા રવિવારે જોઈશું... " લવ યુ, સ્વીટુ".
-- ભારદ્વાજ પુરોહીત
( ભાર્ગવ)
રાત ના નવ વાગે આકાશ જમી કરીને પથારી પર ઊંઘવાની તૈયારી કરે છે. ગુડ્ડી ની એ વાત હજી સુધી તેને હેરાન કરતી હતી. એની બેગ માં પડેલી પેલી ડાયરી તરફ તેનું ધ્યાન જાય છે. એનો મગજ વિચારો ના વંટોલે ચડે છે.
એ ડાયરી વાંચું ક નહિ? શું હશે એમાં? શું સ્વીટુ પણ ચિરાગ ને પ્રેમ કરતી હશે? શું એમની મોતનો જવાબદાર હું છું? એના મગજ માં આવા પ્રશ્નો આવતા એ તરત જ ઊભો થઇ જાય છે . બેગ માંથી એ ડાયરી કાઢે છે અને વાંચવા લાગે છે.
" લવ યુ સ્વીટુ 😘"
- ચિરાગ (ચિન્ટુ)
હું આજ પાટણ માં એક નવા ઉતસાહ અને નવા વિચારો સાથે આવ્યો. પપ્પા એ કહ્યું એમ ભણવા માટે અને મોટો માણસ બનવા માટે. આપણા મિડલ કલાસ લોકો ને મોટો માણસ બનવા નો એક જ રસ્તો તો દેખાય છે, ભણવો અને નોકરી લેવી એનાથી વધારે બીજું શુ વિચારીએ? ચારે બાજુ નજર ફેરવી ને જોયું તો ડીસા અને પાટણ માં કંઈ ખાસ ફરક નહતો. હા, હું ડીસા નો છું. ડીસા નો ચિન્ટુ. ડીસા એટલે મોજીલું શહેર. ડીસા એટલે બટાકાનું શહેર.
પાટણ માં પણ હું કોઈ નવી જગ્યા એ આવ્યો એવું નથી લાગતું. ખબર નહિ કેમ, આ શહેર પણ મને પોતાનો જ લાગે છે. મારા ચહેરા પર એક સુંદર મુસ્કાન હતી. હું ખુશ હતો કારણ કે હું વિશાલ અને જીગર જોડે રેહવાનો હતો. વિશાલ અને જીગર મારા મામા ના દોસ્ત. એક સમજદાર અને બુદ્ધિશાળી તો બીજો પોતાની વાતો અને ભાષણોથી બીજાઓના મગજ ખાનારો. પણ અફસોસ એ બંનેમાંથી મને આજે કોઈ લેવા નહતો આવ્યો. તેઓ આજ રવિવાર હોવાથી ચૂડેલમાતા ના મંદિરે કુણઘેર ગયા હતા. એમજે મારે એમની જરૂર પણ નથી હું જાતે જતો રહીશ વિશાલ ના ફ્લેટ પર, મારા ફ્લેટ પર..... હા હવે એ મારો પણ કેહવાય ને.
મે પારસમણી ફ્લેટ જવા માટે રીક્ષા કરી. મે મારી બે બેગ મૂકીને કાનમાં ઇયરફોન ભડાવી રીક્ષા માં બેસી ગયો. હું બી.એસ.સી. કરવા પાટણ આવ્યો છું. અમે પાટણ માં ધૂમ મચાવી દઈશું, હું વિશાલ અને જીગર ત્રણે ભેગા મળીને. હું મન માં આવા કેટલાય સપના ઓ સેવી રહ્યો હતો કે હું કોલેજ માં આમ કરીશ ને હું તેમ કરીશ.
રીક્ષા થોડે આગળ જતાં ઊભી રહી ગઈ. મારી સામે એક છોકરી મરૂન કુર્તો અને મરૂન ચુડીદાર માં ઉભી હતી. એને એજ રંગ નો મલમલનો દુપટ્ટો પેહરેલો હતો. એ છોકરી માટે જ આ રીક્ષા ઊભી રહી હતી અને મારા સપનાની ગાડી પણ. મે તો એને જોઈને કાન માંથી ઇયરફોન કાઢી નાખ્યાં. એ રીક્ષા વાળા ને કંઇક પૂછીને મારી બાજુમાં બેસી ગઈ. એની આંખો માં ગજબની ચમક હતી. ઊંચા ગાલ અને ઊંચા ચિક્સ - બોનસ વાળો તેનો ચહેરો ના તો પૂરો ગોળ હતો ના તો ચોરસ. માછલી જેવી તીખી આંખો અને એના પર ગુલાબી ફ્રેમ ની ચશ્મા. હું એને એકદમ નફટાઈ થી જોઈ રહ્યો.
આમ તો મે ઘણી સુંદર છોકરીઓ જોઈ હતી. પણ આમાં કઈંક અલગ જ આકર્ષણ લાગતો હતો. એના પગનો ઘૂંટણ મારા પગને અડતા મારા દિલના ધબકારા વધી જાય છે. મારા દિલ ના ધબકારા કદાચ એને સંભળાયા હોય એમ એ મારી સામે જોવે છે, પણ એની આંખો માં પ્રેમ નહિ પણ ગુસ્સો દેખાયો. કદાચ મારું આવું રીતે એને જોવુ એ એને નહિ ગમ્યો હોય. એ કંઈ બોલવા જતી હતી એ પેહલા જ હું બોલી ઊઠયો.
હું.-" તમે હેરોઇન છો? શૂટિંગ માટે પાટણ આવ્યા છો?"
મારા આવો પ્રશ્ન સાંભળી એના ગુસ્સાથી લાલ ચહેરો ગુલાબી થઇ ગયો એને હસતા હસતા કહ્યું.
છોકરી - " ના હું સ્ટુડન્ટ છું , પાટણની જ છું"
એની સ્માઇલ થી હું મરી જ જાત પણ રીક્ષાના આંચકાએ મને બચાવી લીધો. એ હસી એટલે મને વાત કરવાનો લાયસન્સ મળી ગયો. તો મે વાત આગળ વધારી.
હું -" તમે કોઈ દિવસ પોતાને કાચમાં જોયા છે? એકદમ હેરોઇન જેવા લાગો છો. ફિગર પણ જોરદાર છે."
હું કંઈ વધારે બોલી ગયો હોઉં એવું મને લાગ્યું અને મે નજર ફેરવી લીધી. એ મારી હાલત સમજી ગઈ હશે.
છોકરી - " વેલ બ્યુટીફુલ તો હું છું જ પણ હેન્સમ તો તમે પણ છો"
એના મોઢામાંથીમારા વખાણ સાંભળી હું તો ફુલાઈ ગયો. શર્ટ ફાડીને હમણાં છાતી બહાર આવી જ જાત પણ મે કંટ્રોલ કર્યું, મે મારો હાથ માથા માં નાખીને હસવા લાગ્યો.
છોકરી - " જુઓ ગાલ માં ખાડા પણ પડે છે "
રીક્ષા ઉભી રહે છે એ ઉતરે છે.
" ગાયત્રી મંદિર આટલું નજીક કેમ છે?" હું મનોમન બબડયો
હું -" થેંક્યું પણ તમારું નામ શું છે?"
છોકરી - " સ્વીટુ અને તમારો?"
સ્વીટુ નામ સાંભળતા જ હું ચૂપ થઈ ગયો અને ddlj નો પેહલું મ્યુઝીક મારા કાન માં ગુંજવા લાગ્યો. રીક્ષા ઉપડી જાય છે. હું એને રીક્ષા માંથી જોઈ રહ્યો.
"કોણ જાણે કોણ હતી એ? પણ મારું એક નો એક દિલ લઈ ગઈ .
કેટલું સ્વીટ નામ છે એનો? જેની મીઠાસ હજી દિલ માં રહી ગઈ.
ખબર નહિ ફરી ક્યારે એ મળશે કે નહિ? પણ આંખો માં એની આશ રહી ગઈ."
- ભારદ્વાજ પુરોહીત
( ભાર્ગવ)
વિશાલ એ કહ્યું હતું એમ મે બારીમાંથી ચાવી લઈને રૂમ ખોલ્યો. રૂમ માં બધું સમાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. બે ગાદલા પડ્યા હતાં ગાદલા પર ચોપડીઓ લેપટોપ અને બાલાજીના પડીકા રખડતા હતા હું થાક્યો હોવાથી ગાદલા પરથી બધી વસ્તુ સાઈડ માં કરીને કાનમાં ઇયર ફોન નાખીને સુઈ ગયો. રીક્ષામાં મળેલી એ સ્વીટુ ના વિચારોમાં સરી ગયો.
ગુલાબી ચશ્મા ની અંદર થી ડોકિયું કરીને નિહાળતી એની આંખો , ગુલાબી ગાલ પર એના ઉડીને આવતા કાળા વાળ. એના વાળ માંથી આવતી એ હેડ એન્ડ શોલ્ડ શેમ્પૂની સુંગધ. એનો ચહેરો મારા આંખો સામેથી હટતો જ નહતો. ફરી એકવાર એનાથી મુલાકાત થઈ જાય. આવું બધું વિચારતો , હું મારી સપના ની દુનિયામાં ખોવાઈ ગયો.
દરવાજા ના ખડખડાટ નો અવાજ સંભળાતા મારી આંખ ખુલી જાય છે. મે દરવાજો ખોલ્યો તો દિલ્જલે મુવીનાં શાકા જેવો દાઢી અને વાળ વધારેલા વિશાલ મારી સામે ઊભો હતો. ત્રણ મહિના પેહલા વિશાલ ને જોયો હતો. એના કરતાં હાલ સાવ અલગ જ લાગતો હતો. જીગર પણ સાથે હતો. વિશાલ મને ગળે લગાવતા પૂછે છે.
વિશાલ - " શું ભાણા કેવું રહ્યું પાટણ માં આવીને?"
ભાણા શબ્દ સાંભળતા જ મને એ પળ યાદ આવી જાય છે. જ્યારે હું પેહલીવાર વિશાલ ને મળ્યો હતો મારા મામાના લગ્ન માં. મામા ના દોસ્ત હોવાના કારણે જીગર અને વિશાલ પણ મને ભાણા જ કેહતા. જીગર ને ગળે લાગીને, મે પેટ પર હાથ ફેરવતા કહ્યું,
હું -" કંઈ ખાસ નહિ, બસ ભૂખ લાગી છે."
જીગર -" લે હાલ પ્રસાદ ખા પછી જઈએ ચા - નાસ્તો કરવા"
મે ચુડેલ માતાનો પ્રસાદ હાથમાં લઈ જય ચુડેલ માં બોલી એ પ્રસાદી ઓગળી ગયો.
વિશાલ અને જીગર હાથ પગ મોઢુ ધોઈને ફ્રેશ થઈ જાય છે.
વિશાલ-" ચિન્ટુ તું પણ ફ્રેશ થઈ જા તને પાટણની ફેમસ જગ્યાએ ચા પીવડાવવા લઈ જઈએ"
મે માથું હલાવ્યું અને બાથરુમ માં ગયો.
મહિના પેહલા જ છોડાયેલા વિશાલ ના નવા બાઈક પર અમે ત્રણેય સિદ્ધપુર ચોકડીએ પહોંચ્યા. જે એમ.કે. કોલેજ ની એકદમ સામે હતી. વિશાલ અને જીગર એમ.કે. કોલેજ માં જ બીસીએ કરતા હતા. ચાની હોટેલ પર ઘણા સ્ટુડન્ટ્સ ચાય પર ચર્ચા કરતા હતા. ઉપર એક મોટો માનસી ટી સ્ટોલ નો બોર્ડ પણ મારેલ હતો. લોખંડની એક જૂની ખુરશી પર એક જાડો માણસ બેઠો હતો. એક પાતળો માણસ ચાની તપેલીને જોર જોર થી મારી ચા ઉકળતો હતો.
હું -" આ ટી- સ્ટોલ ફેમસ છે."
વિશાલ -" ના પાટણની બેકાર ચા પીવા માટે આપણે આટલા દૂરથી અહીંયા આવ્યા છીએ."
હું -" હા બેકાર લોકોની બેકાર ચોઇસ"
અમારા ત્રણેની વચ્ચે સ્ટૂલ પર ચા આવી ગઈ. જીગર બાલાજી ના પડીકા પણ લઈ આવ્યો. મે ચા પીધી અને મને ડીસાના નથુકાકાની ચા યાદ આવી જાય છે. જ્યાં હું અને આકાશ ચા પીવા જતાં હતા.
જીગર - " કેવી લાગી ચા ભાણા?"
જીગર ચા નો કપ ઊંચો કરતા બોલે છે.
હું -" એકદમ મસ્ત "
મે ચા નો કપ જિગરના કપને અથડાવતા કહ્યું.
ખુરશી પર બેઠેલો પેહલો ભાઈ અમને એવી રીતે જોઈ રહ્યો કે જાણે અમે કપ ફોડી નાખવાના હોઈએ.
અચાનક દૂર થી "ભારત માતા કી જય" , "વંદે માતરમ્ " જેવા નારા બોલવા લાગ્યા . સફેદ રંગ ના કપડા પેહરેલાં અને કેસરી ધ્વજ લઈને ૭૦-૮૦ વિધાર્થીઓ ની રેલી આવી રહી હતી.
જીગર - " હમણાં થી આ લોકો ના કાર્યક્રમો વધી નહી ગયા?
દર મહિને કઈંક નવું ને નવું લાવે છે."
વિશાલ - " હા આ કાર્યક્રમો કરવા વાળું સંગઠન છે. જ્યારે આપણે લોકો ની વચ્ચે કામ કરવા માં માનીએ છીએ"
એવામાં એક ભાઈ અમને સ્વદેશી અપાનાઓ નો કાગળ આપ્યો. વિશાલ અને જીગર એ વાંચવા લાગ્યા. મારું ધ્યાન હજી એ રેલી પર જ હતું. રેલી માં પાછળ થી બીજા લોકો થી જલદી ચાલીને એક સુંદર પરી આગળ નીકળી રહી હતી અને એના તીખા અવાજ થી જોર જોર થી નારા બોલાવતી હતી.
"સ્વદેશી અપનાઓ, દેશ બચાઓ,"
"યહાં બચ્ચા બચ્ચા રામ કા,
વિદેશી સામાન કિસ કામ કા."
"વંદે માતરમ્ "
"ભારત માતા કી જય."
હા , એ સ્વીટુ જ હતી. સફેદ રંગ ના કપડા પર કેસરી રંગનો દુપટ્ટો, હાથ માં સ્વદેશી નો બોર્ડ , ચહેરા પર ગૌરવ અને અવાજ માં જુસ્સો હતો જે બીજાઓનો ઉતસાહ પણ વધારી રહ્યો હતો. એ લાંબા લાંબા પગલાં ભરતી આગળ જતી હતી અને મારી નજર પણ એની સાથે જ્યાં સુધી જઈ શકતી હતી ગઈ.
શું એ સ્વીટુ જ હશે?
એ ક્યાં સંગઠન માં હશે?
વિશાલ અને જીગર એમના વિરોધ માં હશે?
તો ચિન્ટુ કોનો સાથ આપશે?
-- ભારદ્વાજ પુરોહિત
(ભાર્ગવ)
આજે હું આખું પાટણ ફર્યો. વનરાજ ચાવડા થી લઈને અહમદશાહ સુધી ગુજરત નું કેન્દ્ર રેહલું આ પાટણ, એક ઐતિહાસિક નગરી. કલા અને સ્થાપત્યનો ભંડાર. પાટણ એટલે મેળાનો શહેર, ઉત્સવો નો શહેર, યુવાનો નો શહેર. યુવાનો નો એટલે કારણ કે અહીંયા યુનિવર્સિટી આવી છે જેથી કેટલાય વિધાર્થીઓ અહીંયા જ્ઞાન લેવા આવે છે. જ્ઞાન નું કેન્દ્ર તો પાટણ પ્રાચીન કાળ થી રહ્યો છે. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા વિદ્વાન અને જ્ઞાન પ્રેમી શાશકો અને જ્ઞાનના પ્રકાંડ પંડિત એવા કલિકાસર્વગન હેમચંદ્રાચાર્ય ની કર્મભૂમિ એટલે પાટણ. કાંતીની કીટલી માનસી અને મોરલી ની ચા. નાસ્તા અને પાણીપુરી ની લારીઓ પાટણ ની રોનક વધારે છે. રાણકીવાવ , ગુંગલી તળાવ , સિંધી સરોવર, પટોળા હાઉસ, પદ્મનાભ , સાઇધામ અને કુણઘેર પાટણ ના ફરવા અને જોવાલાયક મહત્વ ની જગ્યાઓ. જે પાટણ ના અમૂલ્ય વારસા ના ઉદાહરણો છે. મને વિશાલ અને જીગર એ આખું પાટણ બતાવ્યું. પણ મારી નજર બધે સ્વીટુ ને જ શોધતી કે, ક્યાંક એ મળી જાય. એ મારી આજુબાજુ હોય એવો મને અહેસાસ પણ થતો. આજે મારે કોલેજ ના પ્રથમ દિવસ હતો અને પાટણ માં બીજો. મે કોલેજ જવા કરતા પેહલા પાટણ જોવાનું પસંદ કર્યું.
આખો દિવસ ફરી ફરીને હું બહુ થકી ગયો હતો. હું ગાદલા પર આડો પડીને વિશાલ ના લેપટોપ માં ફેસબૂક ખોલી. વિશાલ ને રાતના ઊંઘતા પેહલા પણ નાહવાની ટેવ હતી.એ બાથરુમ માંથી નાહીને બહાર નીકળતા જ મારી સામે એવી રીતે જોયું, જાણે કે હું એના લેપટોપ માં એની કંઇ પ્રાઇવેટ વસ્તુ જોતો હોઉં
વિશાલ -" શું જોવે છે , ભાણા?"
હું -" કંઇ નહિ ફેસબુક પર એક છોકરીને શોધું છું"
છોકરી નો નામ સંભળાતા જ જીગર એનો મોબઇલ મૂકીને મારી બાજુમાં આવીને બેસી જાય છે. અને આતુરતા થી પૂછે છે.
જીગર -" કંઇ છોકરી ભાણા?"
મે ચહેરા પર સ્મિત લાવતા કહ્યું
હું - " કાલે મળી હતી રીક્ષામાં સ્વીટુ નામ છે એનું"
જીગર - " હા, પેહલી જ મુલાકાત માં નામ પણ પૂછી લીધુ.. કેવી લાગે છે ?"
(મારી પીઠ પર હાથ મારતા બોલે છે.)
( મને સ્વીટુ ની આઇડી સાયદ્ મળી ગઈ હતી. કોઈ સ્કુલ ના ૧૨ ની વિદાય સમારોહ ના ફોટા હતા. ફૉટા માં પણ એ એટલી જ ખૂબસૂરત લાગતી હતી જેટલી રીયલ માં....)
જીગર -" હા ....ભાણા મસ્ત છે હો."
( જીગર નો એવું કેહવુ મને ન ગમ્યું. મે ગુસ્સામાં લેપટોપ બંધ કર્યો અને જીગર ને ઓશિકો માર્યો . સામે જીગર પણ મારા પર ગુસ્સાથી ત્રાટક્યો)
જીગર - " કાલ મળેલી છોકરી માટે તું મારા પર ગુસ્સે થાય છે. આ છોકરી છે છોકરી.... એ પણ પાટણ ની.. તું નહિ ઓળખતો હજી... આમ જે એક તો એ તને મળશે નહિ , મળશે તો માનશે નહિ, માનશે તો મૂર્ખ બનાવીને જતી રેહશે."
(હું મોંઢું ફુલાવીને ગુસ્સા માં ઊંધો ફરી ગયો. વિશાલ મારી સામે દાંત કાઢીને જોઈ રહ્યો હતો. જીગર મારી સામે હળવેક થી નમીને મને પ્યારથી પૂછે છે)
જીગર - " ચિન્ટુ, તને આ સ્વીટુ થી પેહલી નજર વાળો પ્યાર તો નથી થઈ ગયો ને ?"
(વિશાલ લેપટોપ લઈને ખોલે છે)
વિશાલ -" લાય જોવા દે, કઇ છોકરી છે જે ભાણા નો દિલ લઈ ગઈ?"
(વિશાલ સ્વીટુ નો ફોટો જોવે છે )
વિશાલ - " અલા... આ તો પેલી "
( વિશાલ એને ઓળખે છે એ જાણી હું બેઠો થઈ ગયો. મે આતુરતાથી પૂછ્યું.)
હું - ""કઈ??????????"
વિશાલ -" જીગર આ પેલી જ છે ને જે આપણને પેલા દિવસે મળી હતી."
હું - " કયા દિવસે?" ( વચ્ચે બોલ્યો)
જીગર -" હા પેલી.... જે પેલા સાથે હતી એ જ ને " ( જીગર નાટકીય અંદાજ માં બોલે છે)
મને સમજાઈ ગયું કે વિશાલ પણ જીગર સાથે મળીને મારી મજાક ઉડાવે છે. આ વખતે હું પણ હસી પડયો કારણ કે વિશાલ મારી મજાક ઉડાડતો હતો. એની કોઈ વાત નો મને ખોટો લાગે જ નહિ. કારણ કે આખા પાટણ માં એ એક જ વ્યક્તિ તો છે જેના પર હું આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી શકું
પણ જીગર ની એ વાત હજી મારા મન માં ફરતી હતી.
શું સ્વીટુ મને કોઈ દિવસ નહિ મળે?
મળશે તો ક્યારે મળશે?
હું એનાથી શું વાત કરીશ?
શું એ પણ મને યાદ કરતી હશે?
શું એ મારી ફ્રેન્ડ રીક્વેસટ સ્વીકારશે?
એણે ખબર કઈ રીતે પડશે કે આ રિકવેસ્ટ્ટ મારી છે?
એણે તો મારું નામ પણ નહિ ખબર..
આજે મારી કોલેજ નો પેહલો દિવસ હતો. વિશાલ એના બાઈક પર મને કોલેજ મૂકવા આવ્યો. એ કેમ્પસ ની બહાર મને ઉતારી ફટાફટ ત્યાંથી નીકળી જાય છે.કેમ્પસ ની બહાર એક મોટો બોર્ડ લટકાવેલ હતો, "North Gujarat education mumbai". સામે એક કાકા કોઈ દિવસ ના ધોયો હોય એવો શર્ટ અને માથે ખાકી કલરની ટોપી અને હાથમાં દંડો લઈને ખુરશી પર બેઠાં હતાં. તે અહીંયા ઘણાવર્ષોથી ચોકીદાર હોય એવો લાગતો હતો. જમણી બાજુ પીપીજી એક્ષપરીમેન્ટલ હાઇસ્કુલ હતી. ડાબી બાજુ છોકરીઓની પાર્કિંગ ની જગ્યા હતી.
ત્યાંથી ત્રણ છોકરીઓ એકટીવા પાર્કિંગ કરીને આવતી હતી. એમાંની એક છોકરી બ્લુ રંગનો ટોપ અને સફેદ રંગ નો કોટન પેન્ટ પેહરીને એક ખભે બેગ લટકાવીને મારી આગળથી જાય છે. હું તો ખુશ થઈ ગયો. સ્વીટુ અહીંયા... સ્વીટુ ને જોઇને હું તો ઘેલો થઈ જાઉ છું.હું એની પાછળ પાછળ જવા લાગ્યો. એની બહેનપણી ઓને મારી ખબર પડી ગઈ હશે એટલે એ સ્વીટુ ને મારા વિશે કેહવા લાગી. સ્વીટુ પાછળ ફરી ને જોવે છે અને મારા માથા પર થી સ્વીટુ નો ભુત ઉતરી જાય છે . એ સ્વીટુ નહતી એ બીજી કોઈ છોકરી હતી. હું તો માથું ઝુકાવીને ત્યાંથી જલ્દી થી નીકળી જાઉં છું.
મારો મગજ - "હું અહીંયા ભણવા આવ્યો છું. મને ભણવા દે તારા અંદરથી સ્વીટુ ના સપના કાઢી દે."
( મારા મન ને કહ્યું )
સામે નજર ઉઠાવીને જોયું તો મારી m.n. science કોલેજ હતી. હું અંદર ઘુસ્યો. મારી સામે કાળા રંગ નો ઇન્દુ ડ્યામલ નું પૂતળું ઊભો હતો. જે મારો આ કોલેજ માં સ્વાગત કરી રહ્યો હતો. બધા છોકરાઓ પોતપોતાના કામથી આડાઅવળા થતાં હતાં. ડાબી બાજુએ એક બોર્ડ હતો જેના પર અમારી બેઠક વ્યવસ્થાની સૂચના લખેલ હતી.
હું ક્લાસ માં ગયો. કલાસ માં મારો કોઈ દોસ્ત ન હતો સામે એક પીળા રંગનો ટીશર્ટ પેહરેલ હસમુખો છોકરો બેઠો હતો. મને એની સાથે બેસવાનો મન થયું.તો હું એની પાસે ગયો અને ચહેરા પર મોટું સ્મિત લાવીને એની સામે દોસ્તીનો હાથ લંબાવતા કહ્યું.
હું -"હાય, મારું નામ ચિરાગ છે બધા લોકો મને ચિન્ટુ કહીને બોલાવે છે."
દોસ્ત - " હાય... મારું નામ ગોવિંદ છે."
હું -" હું ડીસા નો છું. હું પાટણ માં નવો છું. કોલેજમાં કોઈને ઓળખતો નથી અને કોઈ દોસ્ત પણ નથી . સો.......તું મારી સાથે દોસ્તી કરીશ."
ગોવિંદ - " હા મારો પણ કોલેજ માં પેહલો દોસ્ત તું."
હું ખુશ થઈ ગયો. ચાલો કોલેજ માં પેલો મિત્ર તો બની ગયો . હું એની સાથે વાતો કરવા લાગ્યો. બધી બેંચિસો ફૂલ ભરાઈ જાય છે . આગળની લાઈન માં છોકરીઓ બેઠી હતી. અને ફરી એજ થયું જેનો મારા મગજ ને ડર હતો. મને ફરી સ્વીટુ દેખાઈ. એ એની દોસ્ત સાથે મસ્તી કરતી હતી. એને જોઈ મારો દિલ જોર જોરથી ધડકવા લાગ્યો.
મારો મગજ - " ચિન્ટુ આ સ્વીટુ નથી આ એ નથી"
મારો દિલ - " ભલે એ ના હોય મને તો એ જ દેખાય છે તું તારે જો ચિન્ટુ."
મે પણ દિલ ની વાત ને શિરોધારે રાખીને એને જોવા લાગ્યો. મારા મન માં ફરી દિદીએલજે નો પેલો સોંગ વાગવા લાગ્યો. મેડમ ક્લાસ માં આવે છે એ કંઇક ભણાવવા લાગે છે. પણ હું તો હજી એ છોકરી ને જ જોઈ રહ્યો હતો. એ છોકરી પણ હજી એની દોસ્ત સાથે મસ્તી કરતી હતી. હું એને નિહાળી રહ્યો હતો. કોઈ નાની છોકરી ની જેમ એ એની દોસ્ત સાથે નખરા કરતી હતી, નખરેબાજ.
મેડમ નું ધ્યાન પણ એ છોકરી તરફ જાય છે. એ જોર થી બોલે છ
- " સ્વીટુ........ ઉભી થા."
હું અચાનક "યસ, મેમ" કહીને ને ઊભો થઈ જાઉં છું. એ છોકરી પણ ઊભી થાય છે. મને પોતાને ખબર નહતી કે હું ઊભો કેમ થયો. પણ હું હજી ઊભો હતો અને એ છોકરીને જોઈ રહ્યો હતો. મારા મન માં વાગતો એ ddlj નો મ્યુઝીક બંધ થઇ જાય છે.
મેડમ - " તું સ્વીટુ છે ?"
હું - " ના, હું ચિન્ટુ ...." મે ધીમા સ્વરે કહ્યું.
આખો ક્લાસ મારી સામે જોઈ રહ્યો હતો. મે કોઈ મોટો જોકસ કહ્યું હોય એમ બધા જોઈ રહ્યા હતા . હું હજી આડી આંખે એ છોકરીને જોઈ રહ્યો હતો. એ સ્વીટુ જ હતી.
મેડમ - " તો ઊભો કેમ થયો?" ( મેડમ એ ગુસ્સામાં કહ્યું)
હું કંઇ પણ બોલ્યા વગર બેસી જાઉ છું.મેડમ મારી સામે જોઈ રહે છે. પછી એ સ્વીટુ ને મસ્તી ના કરવાનું ઠપકો આપે છે અને સ્વીટુ બેસીજાય છે. બધા છોકરા - છોકરીઓ આખા ક્લાસ દરમિયાન વાંરવાર મારી સામે જોઈ રહ્યા હતા. સ્વીટુ પણ ૨-૩ વખત ફરી ફરી ને મારી સામે જોઇ રહ્યાં હતાં. હું આખા ક્લાસ વચ્ચે લાચારી અનુભવતો હતો. મને પોતાને ખબર નહતી કે મને શું થયું હતું એ સમયે. કદાચ મે મારા મગજ નો કહ્યું નહિ માન્યું હોય એટલે એ રિસાઈ ગયો હશે.
રીસેસ પડતા બધા બહાર જતા હતા. હું અને ગોવિંદ પણ બહાર જવા ઉભા થયા. એ પાંચમી બેંચિસ થી રૂમ ની બહાર નીકળવું મને બહુ જ મુશ્કેલ લાગ્યું. એક એક પગ હું માંડ માંડ ઉપાડતો હતો. સ્વીટુ સિવાય બધી છોકરીઓ મારી સામે જોઈ રહી હતી. સ્વીટુ ના ચહેરા પર પણ ગુસ્સો સાફ દેખાતો હતો...
કોલેજ નો પ્રથમ દિવસ આવું રહ્યું.
શું સ્વીટુ ફરી મને કોઈ દિવસ બોલાવશે ?
શું એ મારાથી દોસ્તી કરશે?
હું હવે સ્વીટુ સામે જવાની હિંમત કરી શકીશ?
સાંજ ના ૪ વાગ્યા હશે. હું મારા ફ્લેટ ની બાલકની માં બેઠો બેઠો ચાય ની ચૂસકી લઇ રહ્યો હતો. પાટણની આ સડકો પર લોકોની ઝાઝી અવરજવર રેહતી હતી.
સતત રેહતી આ ચહલ પહલ આ રીતે લોકોની ભાગદોડ હંમેશા મારું ધ્યાન આકર્ષિત કરતી. હું આ બધા થી અલગ છું. કોઈ બીજા ગ્રહ થી આવેલો હોઉં એમ આ બધાને જોઈ રેહતો કે, લોકો શું કરે છે? એમના મિજાજ કેવા છે?
કેટલાક મિત્રો બાઈક પર મસ્તી કરતા જતાં હોય છે, તો કેટલાક લોકો નોકરીથી થાકી ને ઘરે જતા હોય છે, તો કેટલીક મહિલાઓ ગપ્પા લડાવતી જતી હોય છે, તો કેટલાક છોકરાઓ સ્કુલ થી છૂટીને ઘરે જતા હોય છે, તો કેટલાક છોકરાઓ ભીખ માંગી રહ્યા હોય છે, તો કેટલાક છોકરાઓ માથે કચરાના ટોપલા ઉપાડી ને ફરતા હોય છે, તો કેટલાક લોકો ઘર ના કંકાસ થી કંટાળી ને બહાર ફરતા હોય છે, તો કેટલાક લોકો પર આભ તુટી પડયો હોય એમ ચિંતા માં મોઢુ ચઢાવીને ફરતા હોય છે, તો કેટલાક લોકો નું જીવન નું ચાર્જિંગ પૂરું થવાનું હોય એમ ઉતાવળ માં જતા હોય છે, તો કેટલાક વૃદ્ધો દૂધ - શાકભાજી લેવા જતાં હોય છે, તો કેટલાક લોકો પોતાની વસ્તુ વેચવા રાડો પાડતા હોય છે.
દરેક મનુષ્ય નું જીવન કેટલું અલગ હોય છે નહિ? દરેક ની સોચ પણ અલગ હોય છે. જો મનુષ્ય એક પ્રાણી જ હોય, તો એક પ્રાણી ની જાતિ માં બધાનું જીવન સરખું જ હોય છે. દરેક પ્રાણી ખાવું - પીવું પોતાની જરૂરિયાત મુજબ ઘર બનાવું ,પોતાની રક્ષા કરવી, પ્રજનન કરવું અને પોતાના છોકરા ને મોટા કરવા આ કામ તો કરતા જ હોય છે. પણ એમના જીવન મા આટલી ઉથલપાથલ નથી જોવા મળતી. એમનું જીવન સદીઓથી એવું ને એવું જ છે.
પરંતુ, આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય નું ગુણધર્મ છે વિકાસ કરવું, પરિવર્તન કરવું . આ ગુણધર્મ જ આપણને બીજા પ્રાણી થી અલગ બનાવે છે. પણ આ બધા લોકો ને જોઈ ને તો એવું લાગે છે કે વિકાસ કરવું તો બહુ અઘરું કામ છે. બીજો પ્રશ્ન એ પણ ઉધભવતો કે આ લોકો શેનો વિકાસ કરી રહ્યા છે?
અમુક લોકો ને બાદ કરતા મોટાભાગ ના લોકો તો પ્રાણીઓની જેમ જ ખાવું - પીવું ઘર બનાવવું અને પ્રજનન કરવું અને છોકરા ને મોટા કરવામાં જ પોતાનો જીવન વાપરી નાખે છે. એમના માટે તો આટલું કરવું એ મંગળ પર જવા જેટલું જ અઘરું છે.તો એ કોનો વિકાસ કરી રહ્યા છે??? અને એ ક્યાં પ્રકારનો વિકાસ કરી રહ્યા છે???
ના.... એ તો પોતાનું જીવન ચલાવવા માટે જ જીવી રહ્યાં છે. તો એમના કરતા તો એ પ્રાણી નું જીવન સારું ના કેહવાય?
પ્રાણીઓ ને પણ આ મનુષ્ય ગુલામ બનાવી દે છે. પોતાનો જીવન સુગમ બનાવવા માટે તેમનો ઉપયોગ કરે છે. બિચારા એ પ્રાણી ઓ તો પોતાને મનુષ્ય થી બચાવવા માટે સમર્થ પણ નથી. એ હંમેશા મનુષ્ય ના ગુલામ જ બનીને રહશે. તો શું એ પ્રાણી ની જેમ જ આ આટલા બધા લોકો પણ ગુલામ ની જેમ જ જીવશે ? એ હંમેશા દુઃખી જ રહશે? એ પોતાના જીવન નો આનંદ નહિ ઉઠાવી શકે? પણ આ લોકો કોના ગુલામ છે ? આ લોકો તો આઝાદ છે .. આમને તો પોતાનો જીવન પોતાની રીતે જીવવાનું અધિકાર છે.
"સ્વતંત્ર પ્રકૃતિ તમામ , માનવી એક જ કાં ગુલામ"
આવા કેટલાય વિચારો કરતો હોઉં છું. જ્યારે પણ હું આ દુનિયા ને, અહીંના લોકો ને આવું જીવન જીવતા જોવુ છું. પણ........., આજે હું એવું કંઇ નહતું વિચારતો. આજે એ ભાગદોડ કરનાર લોકો પણ મારું ધ્યાન ન્હાતા ખેચી રહ્યાં. આજે હું પણ આ લોકો ની જેમ ચિંતા માં હતો. કદાચ હું પણ કોઈનો ગુલામ બની ગયો હતો.....
હું આજે જે કંઈ પણ થયું ક્લાસ માં એના વિશે વિચારતો હતો. હું એ વિચારતો હતો કે મને શું થઈ ગયો હતો એ સમયે અને મે કેમ એવું કર્યું?. જીગર પણ બાલ્કની માં આવે છે. તે મને ટપલી મારતા કહે છે.
જીગર -" શું થયું ભાણા ? કોના વિચારો માં છે ??"
હું - " જીગર , સ્વીટુ મારી કોલેજ માં જ છે."
જીગર -" એ....હે, લાગે છે તારી સ્ટોરી તો બહુજ આગળ જશે. બીજી મુલાકાત માં વાત કરી??"
હું - " ના યાર , હું એના ખ્યાલોમાં ખોવાયેલો હતો. મેડમ એનો નામ બોલ્યા, તો હું ઊભો થઈ " યસ મેડમ " બોલી ગયો. આખો ક્લાસ અમારા પર હસતો હતો. એ પણ મારાથી નારાજ લાગતી હતી."
(જીગર હસવા લાગે છે અને મારી સામે ઝૂંકિં ને મને સમજાવતા કહે છે.)
જીગર - " કંઇ નહિ આ તો બહુ સારું થયું, અને આ તો હજી શરૂઆત છે. તું હવે એને દેખ દેખ કર એની આગળ પાછળ દોડ એને લાઈન માર. જો એની હા હશે તો એ પણ લાઈન આપશે . અને હા ના બોલે ત્યાં સુધી લાઈન મારવાની અને પ્રયત્ન ચાલુ રાખવાના."
હું મારા એ સલાહકાર ને જોઈ રહ્યો અને એની વાતો સમજવાનો પ્રયત્ન કરતો હતો. એટલે જીગર એ ફરી ઉમેર્યું.
જીગર - " તું મોવી જોવે છે એના અંદર હીરો કેવો હેરોઇન પાછળ પડે છે. કાલે પેલા સાઉથ ના મોવી માં પણ હતું ને .. જ્યાં સુધી છોકરી હા ના પાડે ત્યાં સુધી તું તારા પ્રયત્ન ચાલુ રાખ. "
મે જીગર ની વાત માની લીધી . જો કે જીગર ની આજ સુધી કોઈ ગર્લફ્રેન્ડ નહતી પણ મારાથી તો એનો અનુભવ વધુ જ હતો. અને ફિલ્મો માં પણ એવું જ હોય છે. તો મે એમ જ કરવાનું વિચાર્યો.
શું જીગર નો આઈડિયા સફળ થશે?
શું સ્વીટુ પણ ચિન્ટુ ને લાઈન આપશે?
શું સ્વીટુ ચિન્ટુ ની ગર્લફ્રેન્ડ બનશે ?
(જીગર એ ચિન્ટુને સ્વીટુ ને લાઈન મારવાની સલાહ આપી)
હું સ્વીટુ ને દેખ દેખ કરવા લાગ્યો.. એના ગુલાબ ના પંખીડું જેવા હોઠ , ધોળા ધોળા ગાલ, કાળી અને ચમકદાર એની આંખો, આંખો ને શોભાવતા એના ફેન્સી ચશ્મા. એક છોકરીને સુંદર બનાવવા આ બધું તો જોઈએ જ ને . એ આમ તો સાવ સાદગી પૂર્ણ રેહતિ. એને કોઈ સણગાર ની જરૂરત પણ નહતી. ભગવાને એને બનાવી જ એટલી મસ્ત છે. એની સાદગી જ મારું મન મોહી લેતી.
હું પાટલી પર હાથ પર હાથ રાખી એના પર માથું ઢાળીને એને દેખતો હતો. એ પણ થોડી થોડી વારમાં મારી સામે દેખતી, જ્યારે એ મારી સામે દેખતી મારા દિલ ના ધબકારા વધી જતાં.
હું તો ખુશ થઈ ગયો. કારણકે સ્વીટુ પણ મને જોતી હતી. પણ એના ચહેરા પર કોઈ હાવભાવ નહોતા. કદાચ એ સરમાતી હશે.પણ મારી સામે તો જોતી જ હતી. જીગર ની ભાષા માં કહીએ તો એ પણ મને લાઈન આપી રહ્યી હતી.હવે બસ હું હિંમત કરીને એને આઇ લવ યૂ કહી દઈશ. એટલે લાઈફ સેટ...
જીગર નો આઈડિયા સફળ થતો દેખાતો હતો. મે ભગવાન ને પ્રાથના કરી કે " હે ભગવાન જીગર ને પણ એક ગર્લફ્રેન્ડ આપી દે ."
બીજે દિવસે હું એજ રીતે સ્વીટુ ને જોઈ રહ્યો , પણ સ્વીટુ એ એકવાર પણ મારી સામે ફરીને ના જોયું. કાલે લાઈન આપતી હતી. આજે કેમ આવું કરે છે. એ મારી સામે જોવે એટલા માટે મે ઘણા પ્રયત્ન કર્યા . ક્લાસ માં સર ની વાતો પર મજાક પણ બનાવી. આખો ક્લાસ હસતો પણ એ મારી સામે નહતી જોઈ રહ્યી. હું ઉદાસ થઈને એને જોવાનું બંધ કરી દઉં છું. મને ઉદાસ જોઈ ગોવિંદ મને પૂછે છે.
ગોવિંદ -" શું થયું ચિન્ટુ? સ્વીટુ ને જોવાનો કેમ બંધ કરી દીધો.?"
હું -" યાર કાલે કેટલી મસ્ત લાઈન આપતી હતી આજ એકવાર પણ મારી સામે દેખતી નથી."
ગોવિંદ -" મને લાગે છે કે એ કાલે લાઈન ન હતી આપતી. એ કન્ફર્મે કરતી હતી કે તું એને જ લાઈન મારે છે કે શું ?"
ગોવિંદ ની વાત મારા ગળે ના ઉતરી પણ હોઈ શકે.
રિસેસ માં સ્વીટુ અને ધરતી સીડીઓ પર બેઠી હતી. સ્વીટુ સીડી ને ટેકો દઈને બેઠી હતી. હું આઠ થી દસ વખત સીડી ઉતર્યો અને ચડયો કે સ્વીટુ મને જોવે. પણ એને તો જાણે ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી કે મારું મો જ નહિ જોવે એમ મને ઈગનોર કર્યો. હું શ્રીમતી ઇન્દુ દયામાલ ના સ્ટેચ્યુ ને પગે પણ લાગ્યો કે એમની કોલેજ માં કદાચ એમનો પરચો કામ કરી જાય અને સ્વીટુ મારી સામે જોવે .પણ એ જાડી ચામડી વાલી એ મને એક વાર પણ ના જોયો.
છેલ્લા લેક્ચર માં સ્વીટુ અને એની સાથે સાથે બે છોકરા અને ને બે છોકરી ઓ રૂમ માં આવ્યા. સ્વીટુ એ ગેંગ ની મુખિયા હોય, એમ તેમની વચ્ચે ઉભી રહી . તેની ડાબી બાજુ બે છોકરા અને જમણી બાજુ બે છોકરી ઓ ઉભી રહી ગઈ.
સ્વીટુ - " નમસ્તે મિત્રો, હમણાં આપણે જાણીએ છીએ કે દેશ ના વડાપ્રધાનજી એસ્વચ્છ ભારત મિશન નો એલાન કર્યો છે. અને ભારત ને સ્વચ્છ બનાવવા દરેક નાગરિક નો સાથ પણ માંગયો છે. ત્યારે આપણે એમની એ ઝુંબેશ ને આગળ વધારવા અને સમાજ માં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા કોલેજ થી છૂટ્યા પછી એક કાર્યક્રમ રાખ્યો છે. જેમાં આપણે સૌ સેવા વસ્તી માં જઈને તેની દરેક ગલી માં સફાઈ કરીશું. તેમને પણ સ્વચ્છતા ની જરૂરિયાત સમજાવીશું . તો આ કાર્યક્રમ માં જે વિધાર્થી ઓ જોડાવા માંગતા હોય એ કોલેજ છૂટ્યા પછી ગેટ ની બહાર ઊભા રહે ત્યાંથી આપણે સૌ સાથે એ સેવા વસ્તી માં જઈશું.
સ્વીટુ એ એની વાત ખૂબ જ પ્રેમ પૂર્વક મૂકી . બધા લોકો એની સાથે સહમત હોય એમ માથું પણ હલાવ્યું . હું પણ સ્વીટુ ને જોઈ રહ્યો હતો. એને પણ મારી સામે જોયું, અને હળવુક હસીને તેના સાથી મિત્રોથી વાત કરવા લાગી.
સાથી મિત્ર - " તો બધા કોલેજ છૂટ્યા પછી ગેટની બહાર ઊભા રહેજો . કોને કઈ સેવા વસ્તી માં જવાનું છે એ ત્યાંથી નક્કી કરીશું?. બરાબર છે ?
બધા વિધાર્થી ઓ - " હા બરાબર..."
મે પણ મનોમન નક્કી કરી નાખ્યો કે હું પણ જોડાઈશ સ્વચ્છતા અભિયાન માં....
કોલેજ છૂટ્યા પછી હું પણ સ્વિટું ના એ સ્વચ્છતા મિશન માં જોડાવા પહોંચી ગયો. એ બહાને સ્વીટુ થી કદાચ વાતચીત થઈ જાય . ગેટ પર ૪૦-૪૫ વિધાર્થીઓ ઊભા હતા. તેમને એ ૧૫-૧૫ ની ટીમ પાડી ત્રણ સેવા વસ્તી માં જવાનું નક્કી થયું.
અમારે ટીમ ની લીડર સ્વીટુ હતી. એ અમને એક ગંદી સેવા વસ્તી માં લઇ ગઈ. ત્યાં પહોંચીને એ બધાને કામ સમજાવવા લાગી..બધા એમના કામ વળગ્યા. સ્વીટુ એ સોસાયટી ના ૩-૪ લોકો થી વાત કરવા લાગી અને એમને અમારા કાર્યક્રમ વિશે સમજાવવા લાગી. હું તો એને જ જોઈ રહ્યો હતો. પણ એને એકવાર પણ મારી સામે નહતું જોયું. એ એના કામ માં જ મસ્ત હતી. પણ એ આ બધું કેમ કરતી હશે? શું મળશે આ સાફ કરવાથી કાલે પાછી આ વસ્તી આવીને આવી થઈ જશે. એના કરતાં મારી સાથે મૂવી જોવા આવી હોત તો કેટલી મજા કરત.
એક છોકરો મારી નજીક આવી ને મારી સામે સાવરણો ધર્યો.
છોકરો - " લો ભાઈ , પેલો મંદિર સાફ કરી નાખો"
મે એની વાત સાંભળી જ ના હોય એમ ત્યાંથી ખસી ગયો. સ્વીટુ ની નજર અમારા પર પડી. પણ એ હજી પેલા લોકો થી હસી હસી ને વાતો કરતી હતી.
હું સ્વીટુ જોડે ગયો. સ્વીટુ અને એ લોકો ની વાતચીત ખતમ થઇ અને સ્વીટુ મારી સામે મોઢુ મચકાવીને ત્યાંથી જતી રહી. પેલા છોકરા પાસેથી સાવરણો લઈ ને મદિર સાફ કરવા લાગી. મને એ જોઇને બહુ નવાઈ લાગી કે સ્વીટુ તો ગ્રૂપ ની લીડર છે છતાં કેમ એ આવું કામ કરે છે?...
મને થોડું અસહજ લાગ્યું. એટલે હું પણ પત્રિકા વેચનાર સાથે જોડાઈ ગયો,અને પત્રિકા વેચવા માં જ લાગ્યો.
આખું કાર્યક્રમ પત્યાં પછી અમે બધા ગોળ રાઉન્ડ માં ઉભા હતા અને સ્વીટુ બધાં ને એમના અનુભવ પૂછયા પણ મને કઈ ના કહ્યું. એ બધા પાસેથી સાવરણા લઈને પોતાની એકટીવા પર મૂકવા જતી હતી. તો હું એની મદદ કરવા ગયો .
હું -" લાવો હું મૂકી દઉં"
એને માથું હલાવીને ના પાડી.
હું -" ના ના લાવો લાવો..."
સાવરણા પડી જાય છે . એ માં કાળી ની જેમ ગુસ્સે થઈ જાય છે.
સ્વીટુ -" તમને ના પાડું છું , સમજ માં નથી આવતું.
ખબર નહિ ક્યાંથી ને ક્યાંથી આવા લોકો હાલ્યા આવે છે"
બધા લોકો અમને જોઈ રહ્યા હતા . હુ કોઈ મૂર્ખ માણસ હોઉં એવું બધાને લાગતો હતો.
હું -" પણ હું ......હું....."
મે પેલીવાર સ્વીટુ ને આટલી ગુસ્સે જોઈ હતી. પણ હું તેની મદદ કરવા જતો હતો.
સ્વીટુ -" અને આવી રીતે જોવાનું બંધ કરી દે મને ,
હલકા સાલા....."
આ શબ્દ એ મારી આત્મા ને ઝંઝોળી નાખી. સ્વીટુ ના કારણે હું બીજીવાર લાચારી અનુભવતો હતો. મને પણ સ્વીટુ પર ગુસ્સો આવી ગયો. પણ એના ગુસ્સા સામે ટકી રેહવાની મારી હિંમત ના થઈ. હું ત્યાંથી ચૂપચાપ ગુસ્સા માં જતો રહ્યો...
એ સમજે શું છે પોતાની જાત ને..?
એની હિંમત કંઇ રીતે થઈ મારાથી આવી રીતે વાત કરવાની ?
..........
શું સ્વીટુ અને ચિન્ટુ વચ્ચે દુશ્મની થઈ જશે?
કે પછી એમના વચ્ચે પ્રેમ ના ફૂલ ખીલશે?
(સ્વીટુ ના એ બાળપણ ના મિત્રો ગુડ્ડી અને આકાશ ક્યારે આવશે ??)
(જોઇશું ૨૭ તારીખે)
આજે ૩ દિવસ થઈ ગયા. મે સ્વીટુ સામે જોયું પણ નથી. મારા મન માં એના પ્રત્યે ખૂબ જ નારાજગી હતી. એનો અપમાન કરવાનો કે મારા અપમાન નો બદલો લેવાનો ઘણી વાર વિચાર આવ્યો. પણ જ્યારે વિશાલ ને મે આ વાત કરી ત્યારે એને મને સમજાવ્યો અને મને ખબર પડી કે મે સ્વીટુ ને મારા ગાંડપણ ના કારણે કેટલી હેરાન કરી છે. હું પણ ક્યાં જીગર ની વાતો માં આવી ગયો. મારે ક્યાં સ્વીટુ ની જરૂર છે?. હું કેમ એની પાછળ આટલો ઘેલો થઈ ગયો ?.
કદાચ આ ફિલ્મો જોઈને મારો દિમાગ ખરાબ થઈ ગયો છે. પણ હવે મારા માથા પરથી પ્રેમ નો ભુત ઉતરી ગયો છે. આ પ્રેમ નો ભુત કેવો હોય ? શું પેહલી નજર માં કોઈંથી પ્રેમ થઈ શકે ? એ પ્રેમ હતો કે આકર્ષણ? પ્રેમ શું છે? શું કોઈને પોતાનું બનાવવું એ પ્રેમ છે ? કોઈને ફકત જોઇને પ્રેમ થઈ શકે ખરા?
પ્રેમ જેવું કંઇ હોય છે ખરી ?
આવા કેટલાય પ્રશ્નો મારા મગજ માં આવે છે..
એના જવાબ મારી પાસે નહતા. ૧૯ વર્ષ ના છોકરા ના જીવનના અનુભવ માં આટલી ગૃઢ વાતો ક્યાંથી સમજણ માં આવે. હા પણ હું એ સમજી ગયો હતો કે સ્વીટુ એની ઉંમર ની છોકરીઓ કરતા ખુબ જ આગળ છે. એ એક હોશિયાર વિધાર્થિની , એક ઊભરતી યુવા મહિલા નેતા અને એક સ્પસ્ટ વક્તા છે. હું તો ફક્ત એની સુંદરતા થી મોહિત થયો હતો.મને એનાથી કોઈ પ્રેમ વરેમ નથી.
પણ એ એક સારી છોકરી છે. મારે એકવાર એનાથી માફી જરૂર માંગવી જોઈએ. મારે એનાથી દોસ્તી પણ કરવી જોઈએ.
- ચિન્ટુ (ક્રમશ)
. પ્રેમ શું છે ?
- જ્યારે તું અને હું સમાપ્ત થઈ જાય અને આપણે રહે એને પ્રેમ કહેવાય...
- જ્યારે તારું અને મારું સમાપ્ત થઈ જાય અને આપણું રહે એને પ્રેમ કહેવાય...
- બે વ્યક્તિ જ્યારે એક બની જાય તેને પ્રેમ કહેવાય...
- બંધન માં બાંધે એ પ્રેમ નહિ પણ જે આઝાદી તરફ લઈ જાય એ પ્રેમ છે.
સ્વીટુ અને ધરતી એક્સ પરીમેન્ટલ હાઇસ્કુલ ની સામે ની કેનટીન માં નાસ્તો કરતા હતા. હું આજે થોડો વધારે તૈયાર થઈ ને આવ્યો હતો. સ્વીટુ થી માફી માંગવા ખુબ જ તૈયારી કરીને અને હિંમત એકઠી કરીને આવ્યો હતો. માફી માંગવી કોઈ સહેલું કામ તો છે નહીં એના માટે પણ જીગર જોઈએ. જીગર મારો રૂમ પાર્ટનર નહિ હો...
હું સ્વીટુ ની સામે જઈને બેસી ગયો. સ્વીટુ મારી સામે ખુબ જ ગુસ્સે થી જોઈ રહી. એ ઘટના ને ૪ દિવસ થઈ ગયા હોવા છતાં સ્વીટુ નો નાક પર ગુસ્સો તો એમના એમ જ હતો. હું પૂરી હિંમત કરીને એક મોટો શ્વાસ લઈ ને બોલ્યો.
હું -" સ્વીટુ હું પાટણ માં નવો છું મારો કોઈ દોસ્ત પણ નથી. થોડા દિવસ પેલા જે થયું એના માટે મને માફ કરી દો."
આ વાત સાંભળતા સ્વીટુ નો ગુસ્સો થોડો શાંત થયો . એનાં કપાળ પર ની રેખા ઓ થોડી હળવી થઈ ને મે ફરી ઉમેર્યું.
હું - "તમે મારાથી દોસ્તી કરશો."
સ્વીટુ એ ગુસ્સાથી મોઢુ બગાડીને ઊભી થઈને જવા લાગી. મે એનો હાથ પકડયો. એના હાથ માં બંદૂક હોત તો એ મને ઉડાડી જ નાખત એટલા ગુસ્સા થી આંખો પહોળી કરીને મારી સામે જોયું. એની કાતિલ આંખો જોઇને મારો જીગર તો ત્યાં જ પડી ભાંગયો. મે એનો હાથ છોડી દીધો.
સ્વીટુ -" ઑય.... શું નામ છે તારું , ચિન્ટુ ને ...આજ પછી મને હાથ પણ લગાવ્યો છે ને તો હાથ કાપીને ફેકી દઈશ. અને મારી આગળ પાછળ દોડવાનો બંધ કરી દે અને ભણવામાં ધ્યાન આપ. આજ પછી જો એવી કોઈ હરકત કરી છે તો સીધી પ્રીન્સિપલ ને તારી ફરિયાદ કરીશ."
હું હજી એને જોઈ રહ્યો હતો. એ અને ધરતી એકબીજાનો હાથ પકડીને ત્યાંથી જવા લાગે છે. આ વખતે મારો ઉદ્દેશ્ય કઈ ખોટું નહતું એટલે મે ફરી હિંમત કરી અને સ્વીટુ ની પાછળ પાછળ ગયો.
હું - " કુલ યાર , આટલા ગુસ્સે ના થાઓ. હું તમને છેડવાનો બંધ કરી દઈશ. તમે મારાથી દોસ્તી તો કરો. મારે તમારા સ્ટુડન્ટ યુનિયન માં પણ જોડાવવું છે."
સ્વીટુ થોડી વાર ઉભી રહી અને મારી સામે જોયું. મે મોબાઈલ કાઠયો અને એને બતાવતા કહ્યું.
હું - " જો મે તને ફેસબૂક માં રિકવેસ્ટ પણ મૂકી છે."
સ્વીટુ - " હું ફેસબૂક નથી ખોલતી"
આવું કહીને સ્વીટુ ફરી કોલેજ તરફ ચાલવા લાગે છે.
હું ફરી તેની પાછળ પાછળ જાઉ છું.
હું - " તો વોટ્સએપ નંબર આપી દો"
સ્વીટુ - " ફેસબૂક પર આઇડી શોધી છે તો મારો નંબર પણ શોધી લો. બહુ શોખ છે ને , આવા નાટક કરવાનું. જો મળી જાય તો મને કેહજૉ પછી હું વિચારીશ, દોસ્તી કરવાનો."
હું - " તો આ ચિન્ટુ નો વચન છે . જ્યાં સુધી નંબર ના શોધુ ત્યાં સુધી તમારા થી વાત પણ નહિ કરું. અને તમને જોઈશ પણ નહિ."
મે કોઈ ચાંદ સિતારા તોડી લાવવાની વાત કરી હોય એમ એ મારી સામે જોઈ ને જતી રહી.
( ૧ અઠવાડિયા પછી)
મે કલાસ ના દરેક વિધાર્થી પાસે સ્વીટુ નો નંબર માંગ્યો. પણ બધા એ ના પાડ્યું. એ સાચું કેહાતા હશે કે ખોટું એ મને નહિ ખબર પણ. હા અમે બધા પેહલા વર્ષ માં છીએ એટલે હજી સુધી એટલી મિતત્રા નહિ થઈ હોય કે એકબીજાનો નંબર હોય. પૂરો અઠવાડિયું મે એજ વિચાર્યું કઈ રીતે સ્વીટુ નો નંબર શોધું. એના માટે મે કેટલાય પ્રયોગો કર્યા. પણ દરેક નિષ્ફળ.
કોલેજ થી છૂટીને હું મનોમન વિચારતો હતો.
" ૭ દિવસ થઈ ગયા મે સ્વીટુ ને જોઈ પણ નથી. સ્વીટુ પણ ખુશ હશે કે એને મારાથી છુટકારો મળી ગયો. ગોવિંદ કેહતો હતો કે સ્વીટુ મારી સામે જોતી હતી. ના ગોવિંદ મને ખીજવવા માટે હું સ્વીટુ ને જોઉં એના માટે કેહતો હશે."
મારી પાછળ ફટાફટ ચાલતો એક છોકરો આવે છે. એ મારી સામે હસીને કહે છે.
છોકરો -"ભાઈ, તમારો ફોન વાગે છે "
હું -" ખબર છે મને" (મે ગુસ્સામાં કહ્યું.. )
ફોન નીકાળીને જોયો તો વિશાલ નો ફોન આવતો હતો. મે કોલ રીસિવ કર્યો. એને મને ટીબી ત્રણ રસ્તા એ આવવવાનું કહ્યું. કે કઈંક સરપ્રાઈઝ છે.......
"સ્વીટુ થી વાત કરીને કઈ ફાયદો તો થયો નહિ. મારે તો એને ફક્ત દોસ્ત બનાવવી હતી. મે એની જોડે માફી પણ માંગી. પણ એનો ગુસ્સો ઓચ્છો જ નહિ થતો. હવે એનો નંબર કઈ રીતે શોધું."
હું મનોમન વાતો કરતો હતો.
હું ટીબી ત્રણ રસ્તા એ પહોંચ્યો. ત્યાં પહોંચતા જ હું ચકિત થઈ ગયો. મારી ખુશી નો કોઈ ઠેકાણું જ ના રહ્યું.
શું હશે એ સરપ્રાઈઝ ?
કેમ ચિન્ટુ આટલો ખુશ થઈ ગયો?
શું ચિન્ટુ ને સ્વીટુ નો નબર મળશે?
શું સ્વીટુ ચિન્ટુ થી દોસ્તી કરશે?
(વિશાલ ચિન્ટુ ને કોઈ સરપ્રાઈઝ નું કઈ ને બોલાવે છે. ચિન્ટુ એ સરપ્રાઈઝ જોઇને ખુશ થઈ જાય છે. એ ગાયત્રી હતી (ગુડ્ડી))
હું કાંતિ ની કીટલી એ પહોંચ્યો ત્યાં પહોંચતા હું ચકિત થઈ ગયો. મારી ખુશી નો કોઈ ઠેકાણું જ ના રહ્યો. મારી સામે મારી બાળપણ ની દોસ્ત ગાયત્રી (ગુડ્ડી) ઊભી હતી.
ગુડ્ડી અને હું ૩ મહિના પછી મળતા હતાં. એને જોતા મને એ પ્રસંગ એ યાદ આવી જાય છે. મારા મામા ના લગન પછી જ્યારે એ સૂઇગામ થી પાટણ જવા માટે બસ માં બેઠી હતી. હું બસ સ્ટેન્ડ પર હાથ હલાવીને એને બાય બાય કહેતો હતો. એ બસ ની બારીમાંથી પાછળ ફરીને ફરીને મને જોતી હતી. એ સમયે એની આંખો માં આંસુ હતા.
એવા જ આંસુ એની આંખોમાં આજે પણ હતા. પણ આ આંસુ ખુશીના હતા. ગુડ્ડી ને જોઇને હું ખુશ થઈ ગયો. બધી પ્રોબ્લેમ કે કોલેજ નો થાક પણ ઉતરી ગયો. ખુશી થી પાગલ થતા મે કહ્યું.
હું - " ગુડ્ડી.. તું..... , કેમ છે યાર ? વિશાલ જોરદાર સરપ્રાઈઝ આપ્યું છે તે તો..., દિલ ખુશ થઈ ગયો ગુડ્ડી તને મળીને.."
ગુડ્ડી મોઢુ ફૂલાવતા કહ્યું.
ગુડ્ડી -" બસ હવે હો... , આજે પંદર દિવસ થયા પાટણ આવીને , તે મને એકવાર પણ યાદ કરી."
હું -" યાદ તો એને કરાય ગાંડી , જેને ભૂલી ગયા હોઈએ.તારો સેન્ડલ હજી યાદ છે મને."
(મે માથા પર હાથ ફેરવતા કહ્યું. ગુડ્ડી પણ મને ટપલી મારીને હસી પડે છે. એનો ફોન રણકે છે.)
ગુડ્ડી ફોન પર કોઈથી વાત કરે છે
-" હા હું ટીબી ત્રણ રસ્તે છું .. તું આવ હું અહીંયા જ ઊભી છું"
(ગુડ્ડી ફોન મૂકે છે )
વિશાલ - " ચાલ હવે ચા મંગાવ , ક્યારના તારી રાહ જોઈને બેઠા છીએ ."
અમે બધા ટેબલ પર બેસીને ચા પીએ છીએ . સુઈગામ માં મામા ના લગ્ન માં હું વિશાલ અને ગુડ્ડી સાથે હતા. એના પછી હવે ભેગા થયા હતા. મારી એ બધી યાદો તાજી થઈ જાય છે. અમે ત્રણેય કેટલીય જાત જાત ની વાતો કરી. ગુડ્ડી ઍમજે બહુ બોલકણી છે. એને વાતો કરવાનો બહુ શોખ.
ગુડ્ડી - " તો કાલે રાત નું જમવાનું મારા ઘરે ઓકે... ચિન્ટુ... અને વિશાલ ભાઈ તમારે પણ આવવાનું છે. હો...."
હું એને ના ના પાડી શક્યો.. ખાલી માથું હલાવ્યું.
ગુડ્ડી નો ફોન ફરી વાગ્યો અમે ટીબી ત્રણ રસ્તે જવા ઉભા થયા.
હું - " સારું ગુડ્ડી કાલે મળીયે. બાય"
ગુડ્ડી -" બાય ચિન્ટુ....,બાય વિશાલ ભાઈ.."
ગુડ્ડી ની દોસ્ત એકટીવા લઈને ઉભી હતી. ગુડ્ડી દોડીને એની એકટીવા પાછળ બેસી જાય છે. એકટીવા ત્યાંથી જાય છે. હું સ્તબ્ધ થઈને એને દેખતો રહી જાઉં છું. એ સ્વીટુ જ હતી.
" ગુડ્ડી અને સ્વીટુ દોસ્ત છે " હું મનોમન બબડયો.
મે આકાશ સામે જોઈ ભગવાન નો ઉપકાર માનતા કહ્યું.
" હે ભગવાન શું રસ્તો બતાવ્યો છે તે, વાહ તારી લીલા અપરંપાર છે."
( બીજા દિવસે કોલેજ માં )
હું કોલેજ ની સીડીઓ પાસે ઊભો હોઉં છું. સ્વીટુ સામે થી આવતી હોય છે. મારે એને નહતી જોવી પણ મારી નજર ક્યાં માને છે. એ જોઈ લે છે એને એમજ રાતે મોબાઈલ નંબર મળી જ જવાનો છે. એને જોઈને મારા દિલ માં ફરી એ ડીડીએલજે નો મ્યુઝીક વાગવા લાગે છે.
" સ્વીટુ ભગવાને તને આટલી સુંદર કેમ બનાવી છે ? તું જેટલી સુંદર છે એટલી જ કાતિલ તારી આંખો છે. તું મને જોતી નહિ , નહિ તો મારા ધબકારા વધી જશે અને હું ડરી જઈશ. એકવાર તારો નંબર મળી જાય પછી તો તને હું મારી દોસ્ત બનાવીશ ...... ના ગરલફ્રેન્ડ બનાવીશ.
.. . ના દુલ્હન બનાવીશ..
લવ યૂ સ્વીટુ..."
"ઓય....ઓય... અહીંયા કેમ સ્ટેચ્યુ ની જેમ ઉભો છે ?" - પ્રિન્સિપાલ ના એ શબ્દો... એ મને વિચારો ની દુનિયા થી બહાર લાવ્યો.
પ્રિન્સિપાલ - " અહીંયા એક સ્ટેચ્યુ છે.તારી જરૂર નથી જા ક્લાસ માં જા. નોનસંસ....."
હું ફટાફટ સીડીઓ ચડીને ક્લાસ તરફ ભાગુ છું. સ્વીટુ અને ધરતી મને જોઈને હસે છે.
(ક્રમશ.)
શું ગુડ્ડી ચિન્ટુ ને નંબર આપશે?
ચિન્ટુ ને નંબર મળી જશે તો સ્વીટુ એનાથી દોસ્તી કરશે?
શું લાગે હવે આ સ્ટોરી કયો મોડ લેશે?
સાંજ ના સમયે હું ગુડ્ડી ના ઘરે ગયો . જમવાના સમયે કરતા એક કલાક વેહલાં ગયો હતો. વિશાલ જમવાના સમયે આવવવાનો હતો. એ વિધાર્થી સંગઠન ના કોઈ કાર્યક્રમ માં ગયો હતો. મારે સ્વીટુ નો નંબર જોઈતો હતો એટલે હું વિશાલ ની રાહ જોયા વગર એકલો જ ગુડ્ડી ના ઘરે પહોંચી ગયો. ગુડ્ડી ના ઘર તો સૂઇગામ માં હતો, પણ એ પાટણ માં એના કાકાના ઘરે જ રહેતી હતી.
ગુડ્ડી એના રૂમ માં મને લઈ જાય છે. ગુડ્ડી નો રૂમ સાફ લાગતો હતો. કદાચ અમે આવવાના હોવાથી સાફ કર્યો હશે . અમે બંને પલંગ પર બેસીને વાતો કરતા હતા. ગુડ્ડી ની કાકી પાણી લઈને આવે છે.
ગુડ્ડી -" કાકી આ ડીસા ના લલિતા માસી છે એમનો દીકરો છે. ચિરાગ....., પાટણ માં બી. એસ.સી. કરે છે."
(મે કાકી ને નમસ્તે કર્યો)
ગુડ્ડી -" ચિન્ટુ આ મારી બ્યુટિફૂલ ફ્રેન્ડ અને મારા સૌથી નાના કાકી મનીષા કાકી."
મનીષા કાકી -" લલિતા માસી કેમ છે ? "
હું - " એકદમ મજામાં "
મનીષા કાકી ને એક પાંચ વર્ષ નો છોકરો પણ હતો. જે ગુડ્ડી ના મોબાઈલ માં ગેમ રમતો હતો. મારો ધ્યાન હજી ગુડ્ડી ના ફોન પર જ હતો.
ગુડ્ડી - " વિશાલ ભાઈ ક્યાં રહી ગયા ?"
હું - " એમને થોડું કામ હતો એ પતાવીને આવતા જ હશે. ગુડ્ડી તારો ફોન આપજે હું વિશાલ ને પૂછી લઉં કેટલે પહોંચ્યો. મારામાં બેલેન્સ નથી"
ગુડ્ડી એ એના નાના ભાઈ ના હાથ માંથી મોબાઈલ લઈ મને આપ્યો. મે એની ગર્લફ્રેન્ડ પડાવી લીધી હોય એમ એ નાનો છોકરો મને જોઈ રહ્યો. મે વિશાલ નો નંબર ડાયલ કર્યો.
હું - " ગુડ્ડી થોડું પાણી લાવને "
મે હાલ જ પાણી પીધું હતું એટલે એ મને જોઈ રહી. એને થોડું શક તો ગયો. પણ એ પાણી લેવા ગઈ.
મે ફટાક દઈને ફોન કાપી નાખ્યો. કોન્ટેક્ટ માં સ્વીટુ ને શોધવા લાગ્યો. તરત વિશાલ નો ફોન આવ્યો. મે વિશાલ નો ફોન કાપી નાખ્યો. અને ફરીથી નંબર શોધવા લાગ્યો. ફરીથી વિશાલ નો ફોન આવ્યો. મે ફરીથી એ કાપી નાખ્યો. સ્વીટુ નો મોબાઈલ નંબર મળી ગયો. નંબર મારા મોબાઈલ માં એડ કરતો જ હોય છું ને ફરીથી વિશાલ નો ફોન આવ્યો. મે ફોન ઉપાડીને કહ્યું.
હું - " ચિન્ટુ બોલું છું. ગુડ્ડી ના ઘરે આવી જા."
વિશાલ એ સાંભળ્યું હશે કે નહિ એ ખબર નહિ પણ મે ફોન કાપી નાખ્યો. હું ફરીથી સ્વીટુ નો નંબર એડ કરવા લાગ્યો.
ગુડ્ડી - " લે પાણી , શું કહ્યું વિશાલ ભાઈ એ ?"
હું છલક્યો ગુડ્ડી એ મને સ્વીટુ નો નંબર મારામાં લખતા જોઈ ગઈ. એને મારા હાથ માંથી મોબાઈલ લઈ લીધો.
ગુડ્ડી - " સ્વીટુ નો નંબર કેમ લે છે ?"
હું - " લાવ ને ગુડ્ડી ,એક મિનિટ , સ્વીટુ મારી દોસ્ત છે "
ગુડ્ડી - " તને શું ખબર આ તારી દોસ્ત સ્વીટુ જ છે, બીજી કોઈ નહિ."
હું -" કાલે ટીબી ત્રણ રસ્તે તને લેવા આવી હતી. એ જ છેને ?"
ગુડ્ડી -" તારી દોસ્ત છે તો તું માંગી લે એની પાસેથી હું નહિ આપુ"
હું -" નહિ આપતી એ યાર , કેમ આવું કરે છે ?. એને કહ્યું જાતે શોધી લે"
મે આશાભરી નજરે એની સામે જોયું અને ફરીથી ઉમેર્યું
હું - " મારી દોસ્ત નહિ તું.... આપને પ્લીઝ..."
ગુડ્ડી - " ના ના ના નહિ આપુ." ( એને ગુસ્સા થી કહ્યું)
હું - " તો રાખ એનો નંબર અને આ દોસ્તી પણ... હું જઉં છું."
( હું ગુસ્સાથી રૂમ ની બહાર ગયો. પેલો નાનો છોકરો અમારા આ નાટક ને શાંતિ થી નિહાળી રહ્યો હતો.)
ગુડ્ડી - " ચિન્ટુ...."
( હું ઊભો રહી જાઉં છું. કદાચ હવે નંબર મળશે.)
ગુડ્ડી - " તું એના માટે મારાથી દોસ્તી તોડે છે ?"
હું - " હા. પણ તું એના નંબર માટે આપણી દોસ્તી નહિ નિભાવતી . નંબર જ તો માંગ્યો છે."
ગુડ્ડી - " હા પણ એ મને બોલે નહિ કે, મે કેમ તને એનો નંબર આપ્યો?"
હું - " હું નહિ કહ્યું કે તે આપ્યો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ આપને"
(ગુડ્ડી એ મોબાઈલ મને આપ્યો.)
ગુડ્ડી - " પણ મારો નામ ના આવવો જોઈએ.. અને... તારે એના નંબર ની શું જરૂર પડી?"
મે સ્વીટુ નો નંબર તરત જ એડ કર્યો. અને કઈ જ જવાબ આપ્યા વિના એને ગળે લગાવી અને થેંક્યું કહ્યું.
વિશાલ પણ આવી જાય છે. ગુડ્ડી વિશાલ ને જોઇને ખબર નહિ કેમ પણ મારાથી થોડે દુર જતી રહે છે.
ગુડ્ડી - " વિશાલ ભાઈ આવી ગયા તમે .. ચાલો જમી લઈએ."
અમે બધા જમવા બેસીએ છીએ. એ દિવસે ખાવાનો પણ મીઠું લાગતો હતો. ખબર નહિ કેમ ?. મનીષા કાકી પ્રેમ થી જમાડતા હતા એટલે કે ઘણા દિવસે ઘર નું જમવાનું મળ્યું એટલે.
ગુડ્ડી અને વિશાલ જેવા દોસ્તો પાટણ માં હોવાથી ઘરની કે ડીસા ની યાદ નહતી આવતી. પણ આકાશ અહીંયા હોય તો થોડી વધુ મજા આવત, પણ આકાશ તું ચિંતા ના કરીશ. પાટણ થી તારા માટે એક સ્વીટ ભાભી લઈ ને આવીશ...😎
(ક્રમશ)
(સ્વીટુ બસ સ્ટેન્ડ ની બહાર ઊભી હતી. આજે તેનો જન્મદિવસ હતો.)
" બાર બાર યે દિન આયે બાર યે દિલ ગાયે..
તુમ જીઓ હજારો સાલ યે હૈ મેરી આરઝુ..
હેપી બર્થડે ટુ યુ.. હેપી બર્થડે ટુ યુ..
હેપી બર્થડે ટુ સ્વીટુ ...હેપી બર્થડે ટુ યુ.."
મે આવો મેસેજ કર્યો.
સ્વીટુ નો સામેથી રીપલાઈ આવ્યો..
" આભાર.. પણ કોણ?"
હું -" દોસ્ત.."
સ્વીટુ -" નામ...પ્લીઝ"
હું -" નજર ઉઠાવીને સામે જોવો મારો નામ દેખાશે."
સ્વીટુ એ ચારે બાજુ નજર કરી પછી સામે ગાયત્રી હોસ્પિટલ હતી.
સ્વીટુ -" ગાયત્રી..?"
હું -" ના થોડી જમણી બાજુ જો.."
સ્વીટુ -" ધરતી..?"
હું -" ના હજી જમણી બાજુ"
સ્વીટુ -" ગીતા..?"
હું -" ના યાર થોડી ડાબી બાજુ.."
સ્વીટુ ને પણ આ ચેટ માં મજા આવતી હતી એવું લાગતું હતું.
સ્વીટુ -" આ... સ્નેહા?"
હું -" સ્નેહા મેટરનિટી ની નીચે.."
સ્નેહા મેટરનિટી ની નીચે ચિન્ટુ પાણીપુરી વાળો ઊભો હતો. એ પાણી પૂરી ની લારી ની બાજુ માં હું ઊભો હતો. મને જોઇને એ તો પેલા ચોંકી ગઈ, પછી ત્યાંથી જવા લાગી. હું દોડીને તેની પાસે ગયો. મે સ્વીટુ નો હાથ પકડ્યો. એને મારી નજીક ખેંચીને કહ્યું.
હું -" જો સ્વીટુ બહુ મહેનત થી તારો નંબર શોધ્યો છે. હવે તો ફ્રેન્ડ્સીપ કરવી જ પડશે."
સ્વીટુ -" ના ...મે કહ્યુ હતુ કે હું વિચારીશ..તો હું વિચારું છું."
( સ્વીટુ એ હાથ છોડાવ્યો..મે શાંત થતા કહ્યું)
હું -" તો કઈ નહિ ચાલો પાણીપુરી ખાતા ખાતા વિચારીએ.."
સ્વીટુ -" ના , મને તો હરિઓમ ની જ પાણીપુરી ભાવે છે, બાકી કોઈ નહિ.."
હું - " તો ચાલો.. હરિઓમ જઈએ.."
સ્વીટુ -" ના મારા ઘરે સમૂહ ભોજન નો કાર્યક્ર્મ છે . મારા જન્મદિવસ નો...., તો મારે તૈયારી કરવાની છે."
હું -" મને નહિ બોલાવે ...તમારા એ કાર્યક્રમ માં?"
સ્વીટુ -" ના ફક્ત મારા મિત્રો અને યુવા પરિષદ ના કાર્યકર્તા.."
હું - " પણ હું તો તને મારી દોસ્ત માનું છું. ને હું મારા દોસ્ત ની જન્મદિવસ ની પાર્ટી માં જરૂર જાઉ છું."
સ્વીટુ એની એકટીવા પર સામાન મૂકીને એકટીવા પર બેસે છે અને કહે છે.
સ્વીટુ -" કોઈ પાર્ટી નથી.. અને આવવું હોય તો ઘર શોધીને આવી જજે.."
આટલી એટિત્યુદ વાલી છોકરી મે આજ સુધી ન હતી જોઈ.. પણ શું કરું એના આ ઍટિત્યુદ પર જ તો હું ફિદા છું.
સ્વીટુ એકટીવા ચાલુ કરીને ત્યાંથી જાય છે. મને આઈડિયા આવે છે. હું બાઈક લઈને એની પાછળ પાછળ જાઉ છું. સ્વીટુ મને જોઈ સિટી પોઇન્ટ બાજુ એની એકટીવા વાળે છે. આજે તો એના ઘરે જવું જ છે. એવું નક્કી કરીને હું એના પાછળ પાછળ જાઉ છું. સ્વીટુ એકટીવા ની સ્પીડ વધારી પાલિકબજાર માં લઇ ગઈ. હું તો બાઈક પર હતો એના કરતાં વધુ સ્પીડ એ બાઈક ચલાવતો હતો. સ્વીટુ ટીબી ત્રણ રસ્તે ગઈ તો હું પણ એની પાછળ પાછળ ગયો. સ્વીટુ એ યુનિવર્સિટી તરફ પાછી એકટીવા વાળી.
પણ આજે હું એનો પીછો નહતો છોડવાનો તો મે પણ બાઈક પાછો વળ્યો. પાછળ થી એક બસ આવી એને મને ટક્કર મારી. બાઈક ઠીસડાતા ઠીસડાતા મારાથી ઘણે દૂર પડે છે. હું કિલાચંદ દેવચંદ ના ગેટ પર બેહોશ પડયો હતો. મારા શરીર માંથી લોહીની ધારો વેહવા લાગી.
સ્વીટુ એની એકટીવા પરથી ઉતરી દોડતી દોડતી મારી પાસે આવી
" ચિન્ટુ..." રડતી રડતી રાડ પડે છે.
(હોસ્પિટલ માં )
હું દવાખાના માં હતો. મારા હાથ અને પગ પર પાટા બાંધ્યા હતા. ચહેરો આખો છોલાઈ ગયો હતો. હું બોલી શકું એમ પણ નહતો. મારી સામે વિશાલ , જીગર અને સ્વીટુ ઊભી હતી. સ્વીટુ ની આંખો માં આંસુ હતા. એને કદાચ એમ લાગતું હશે કે એના કારણે મારી આ હાલત થઈ છે, પણ મને દુઃખ એ વાત નું હતું કે મારા કારણે સ્વીટુ નો જન્મદિવસ બગડયો. એ વાત ની ખુશી પણ હતી કે તે એનો કાર્યક્રમ છોડીને મારી સામે બેઠી હતી.
હું સ્વીટુ સામે હાથ કરીને કઈ બોલવા જાઉ છું. પણ હોઠ માં દુખાવા ના કારણે કઈ બોલી શક્તો નથી. સ્વીટુ મારો હાથ પકડી લે છે. મને તો એવું લાગ્યું જાણે મારા તમામ દર્દ મટી ગયા હોય. એ મારો હાથ પોતાના બે હાથ માં પકડીને મારી સામે જોવે છે એની આંખો માં આંસુ હતા. મે એના આંસુ લૂછ્યા અને લખવાનો ઈશારો કર્યો.
વિશાલ - " ચિન્ટુ ને કંઈ ક કેહવુ છે...કાગળ પેન આપો.."
જીગર એ કાગળ સ્વીટુ ને આપ્યો અને પેન મને આપી. ડાબા હાથે ઓછું વાગ્યું હતું એટલે ડાબા હાથ થી ધુરજતા ધ્રુજતા લખ્યુ. ડાબા હાથ થી પ્રેક્ટિસ ના હોવાના કારણે પેહલા ધોરણ નો છોકરો લખે એમ લખ્યું.
" વિશાલ સ્વીટુ નો જન્મદિવસ છે .કેક લઈ આવો..જન્મદિવસ માનવીએ.."
આવી હાલત મા પણ હું એના વિશે આટલું વિચારું છું. એ જોઈને સ્વીટુ ને જરૂર મારા થી પ્યાર થઈ ગયો હશે કે શું એ ખબર નહિ પણ એ મારો હાથ ભાવના વિભોર થઈને પકડી લે છે.
સ્વીટુ નો આ બર્થડે મારા માટે અમૂલ્ય હતું. આજ પેહલીવાર સ્વીટુ એ મારો હાથ પકડયો. આજ પેહલીવાર મને એની આંખો માં ગુસ્સો નહિ પણ પ્રેમ દેખાતો હતો. હે ભગવાન તમે જે કરો છો એ સારા માટે જ કરો છો.
સ્વીટુ -" ના ભાઈ કઈ ના લાવતા. હું આવી રીતે બર્થડે નહિ ઉજવતી."
વિશાલ - " કેમ....? તો તમે કહો એ રીતે ઉજવીએ.. ચિન્ટુ ની ઈચ્છા છે તો...."
સ્વીટુ - " તમે વિશાલ ભાઈ છો ને.., વિધાર્થી સંઘ ના જીલા પ્રમુખ.??"
વિશાલ -" હા.."
સ્વીટુ -" ઓકે...આ...હું યુવા પરિષદ ની કાર્યકર્તા છું. અમે જન્મદિવસ ના ખાલી સમૂહ ભોજન જ કરીએ."
વિશાલ -" ઓહ.. તો ચાલો આજે અમારી સાથે સમૂહ ભોજન કરી લો.. તમારો સંગઠન ઇજ્જાજત આપતો હોય તો.."
સ્વીટુ અને વિશાલ નો આ સંવાદ ચાલતો જ હોય છે. ગુડ્ડી આવે છે. ગુડ્ડી ના હાથ માં ટિફિન હતો કદાચ એ અમારા માટે જમવાનો લાવી હતી. ગુડ્ડી ને જોઇને સ્વીટુ ઊભી થઈ જાય છે. ગુડ્ડી એ સ્વીટુ ને જોઈ જ ના હોય એમ મારી પાસે આવે છે.
ગુડ્ડી -" આહ... મહારાજ ના હાથ પગ ભંગાઈ ગયા... સામે દેખાતું નહતું કે બસ આવે છે. હાથ માં બાઈક શું આવે આ તો જાણે આકાશ માં ઉડવા લાગે છે. તું એકલો નથી હોતો રસ્તા પર ડફોળ..."
મારી મમ્મી ની જેમ મને બોલવા લાગી. આટલું બધું બોલયા પછી એની નજર સ્વીટુ પર પડી.
ગુડ્ડી -" હાય... સ્વીટુ હેપ્પી બર્થડે..."
સ્વીટુ -" થેંક્યું..., તું ચિન્ટુ ને ઓળખે છે?"
ગુડ્ડી -" હા. દોસ્ત છે મારો... જો તારા કારણે કોઈક નો જન્મદિવસ પણ ખરાબ થયો..."
ગુડ્ડી મારી સામે ગુસ્સે થી જોવે છે. એના આંખો માં સાફ દેખાતું હતું કે એને પણ દુઃખ થતું હતું..મારી આ હાલત જોઈને..
સ્વીટુ -" કઈ વાંધો નહિ.., ચાલો આજે તમારા સાથે સમૂહભોજન લઈને જન્મદિવસ મનાવી લઉં..."
હું આ બધું શાંતિ થી જોઈ રહ્યો હતો...કઈ બોલવાની હાલત તો હતી નહિ મારી. ગુડ્ડી એના ટિફિન માંથી બધા ને જમવાનું આપે છે. સ્વીટુ અને વિશાલ નો સંવાદ ફરી ચાલુ થાય છે.
( હું, વિશાલ ,જીગર અને ગુડ્ડી દલિત સમાજ ના હતા . સ્વીટુ બ્રાહ્મણ હતી . એ વાત ની મને અત્યાર સુધી ખબર નહતી પણ એમના સંવાદ પરથી ખબર પડી...)
શું સંવાદ થાય છે સ્વીટુ અને વિશાલ વચ્ચે ... ? ?
શું વિચારો છે યુવા પરિષદ અને વિધાર્થી સંઘ ના???
શું વિચારો છે વિશાલ અને સ્વીટુ ના ??
એ જોઈશું આગળ ના ભાગ માં.....
ખૂબ જ પ્યારો શબ્દ છે મિત્ર. મિત્ર જે તમારા સુખમાં સાથે હોય તો સુખ ચાર ગણું થઈ જાય , અને દુઃખ મા સાથે હોય તો દુઃખ અડધું થઇ જાય. મારા દુઃખ ને દૂર કરવા માટે પણ મારા મિત્રો મારી સાથે હતા.
હું હોસ્પિટલ મા બેડ પર પડ્યો હતો. મારા ચારેય મિત્રો જમી રહ્યાં હતાં. ભોજન જીગર અને વિશાલ માટે જ આવ્યું હતું. પણ પીરસાનું ચારે લોકો ને. ગુડ્ડી સ્વીટુ ને રોટલી આપે છે.
સ્વીટુ - " વિશાલભાઈ ને પણ આપ."
ગુડ્ડી વિશાલ ને પણ રોટી આપે છે. ચારે લોકો વાતો એ વળગે છે.
વિશાલ - " તમને ખ્યાલ તો છે ને...અમે દલિત છીએ ??"
નદીના શાંત પ્રવાહ માં કાકરો ફેકિયે એમ વિશાલ એ આ શબ્દ ફેક્યો, દલિત.. જેથી બધાના મન ની શાંતી હલી ગઈ અને રૂમ માં શાંતિ છવાઈગઈ. એ શાંતિ ને દૂર કરવા સ્વીટુ એ વિશાલ ને એક હલકી મુસ્કાન આપી.
સ્વીટુ -" હા... તો મને ખબર છે. ગુડ્ડી ને હું ૨-૩ વર્ષો થી દોસ્ત છીએ."
વિશાલ એ પણ સ્વીટુ સામે હલકું સ્મિત લાવીને જમવા લાગ્યો.
સ્વીટુ -" વિશાલભાઈ , મારી પાસે હાલ રાખડી હોત હાલ જ તમને મારા મોટા ભાઈ બનાવી નાખત."
જીગર -" હા... ખૂબ સારી ટ્રેનિંગ આપી છે. યુવા પરિષદે..."
ફરી થોડી વાર રૂમ માં શાંતિ છવાણી. પણ આ વખતે વિશાલ એ વાતાવરણ થોડું હળવા કરવા બોલ્યો.
વિશાલ -" સ્વાતિ બેન કેમ છે ?
સ્વીટુ -" મજામાં છે. તમે ઓળખો છો એમને??"
વિશાલ -" હા કોઈકવાર મળવાનું થઇ જાય વિધાર્થીઓના મુદ્દા પર"
સ્વીટુ -" એમ , હું એમની જ નાની બહેન છું."
( સ્વીટુ એ ઉત્સરૂકતા થી કહ્યું)
જીગર -" ઓહ.. , તો તમારા બહેન તો જાતિગત વ્યવસ્થા ને પ્રોત્સાહન આપે છે."
સ્વીટુ -" કોને કહ્યું એવું?"
વિશાલ -" સમરસતા ના કાર્યક્રમ ના ભાષણ માં કહ્યું હતું. તમે હતાં એ પ્રોગ્રામ માં?"
સ્વીટુ -" ઓહ..હા.. એ.. એમને તો સમાજવ્યવસ્થા ની વાત કરી હતી. દરેક સમાજ ના સંસ્કારો અને પરંપરાઓની વાત કરી હતી."
વિશાલ -" તો તમને શું લાગે છે ? ભારત માં લોકો અલગ અલગ સમુદાય માં વિખરાયેલા છે એ એકના થવા જોઈએ.?"
સ્વીટુ -" જરૂર થવા જોઈએ .પણ પોતાના સમાજ ની સંસ્કૃતિઓને સાથે લઈને."
જીગર -" કઈ સંસ્કૃતિ...? એ જ કે... જે ઊંચ નીચ ના ભેદ ઉભા કરે છે. એ જ કે જે સમાજ ના નામે ઝગડાઓ કરાવે છે.?"
સ્વીટુ -" આ ઊંચ - નીચ ના ભેદ હટાવવા અમે પણ પ્રયત્ન કરીએ છીએ. એક સમાજ બીજા સમાજ પ્રત્યે આત્મીયતા નો ભાવ રાખે એ જ અમારી ઈચ્છા છે."
વિશાલ - " પણ અલગ અલગ સમાજ તો રેહાવા જ જોઈએ એમ ને ??."
સ્વીટુ -" દરેક સમાજ ના પોતપોતાના ઇતિહાસ છે. અલગ અલગ ખાન પાન છે. અલગ અલગ રેહણી કરણી છે. દરેક પોતપોતાના રીતિરિવાજો ટકાવી રાખવા માંગે છે. દરેક ને પોતાના સમાજ વ્હાલો છે. એમને એમની જાતિ પર ગર્વ પણ છે. તો શું એ બધું મિટાવી નાખવો જોઈએ?"
વિશાલ -" એ જાતિ પામવા માટે એમને કેટલું પુરુષાર્થ કર્યું?. તો એ જાતિ પર એમને એટલું અભિમાન શેનું? અમારા મત મુજબ દરેક જાતની અસમાનતા મિટાવી નાખવી જોઈએ"
સ્વીટુ -" જોવો આપણા દેશ મા કેટલાક લોકો શાકાહારી છે તો કેટલાક લોકો માંસાહારી છે. કેટલાક લોકો લડવા ને બહાદુરી માને છે તો કોઈ ઝઘડા થી દુર રહેવામાં માને છે.હવે અમે બ્રાહ્મણ છીએ તો અમે શાકાહારી છીએ. તો એકતા ના નામે અમે કેમ માંસાહાર કરીએ..કેમ અમે અમારી આટલા વર્ષ ના આ સંસ્કાર ને ગુમાવીએ.? અમે એવી આશા પણ નથી રાખતા બધાલોકો પણ માંસાહાર છોડીને અમારા જેવા થઈ જાય. આપણે અલગ અલગ છીએ એજ બરાબર છીએ . એ જ તો આપણા દેશ ની ખાસિયત છે. વિવિધતા માં એકતા"
વિશાલ - " આજે પણ આ દેશ મા જાતિ પૂછીને ઘર ભાડે અપાય છે. આજે પણ આ દેશ માં એક બાપ પોતાની દીકરી માટે સારા છોકરા કરતા પોતાના સમાજ નો છોકરો હોવો જોઇએ એને વધુ મહત્વ આપે છે. જાતિ પરથી વ્યક્તિના સંસ્કાર નક્કી કરવા કેટલું યોગ્ય છે?
રામ મનોહર લોહિયા જી એ કહ્યું છે:-
" જ્યારે આ દેશ માં બધી જાતિ ઓ વચ્ચે રોટી અને બેટી નો વ્યવહાર શરૂ થશે ત્યારે આ દેશ મા જાતિ ના નામે આ ભેદ દૂર થશે..""
સ્વીટુ -" તમારી વાત સાચી મહત્વ વ્યક્તિની જાતિ નો નહિ પણ એના કામો નો હોવો જોઈએ..
અને રોટી વ્યવહાર ને તો અમે પણ સમર્થન આપીએ છીએ પણ બેટી વ્યવહાર.....
સ્ત્રી ના કુલ ના નિયમો અલગ હોય અને પુરુષ ના કુલ ના નિયમો અલગ હોય તો કઈ રીતે ચાલશે? લગ્ન ફક્ત બે વ્યક્તિ ઓનો નહિ પણ બે પરિવાર નો સંબંધ છે."
વિશાલ -" એ તો હવે આપણે આજની યુવા પેઢી પર છોડીએ કે એમને એમના સમાજ ના નિયમો ને આગળ લઈ જવા છે કે દેશ ને ?" ( વિશાલ ચર્ચા પૂર્ણ કરતા કહે છે)
સ્વીટુ -" દેશ ને જ આગળ લઈ જવાનો છે પણ કઈ રીતે એ પ્રશ્ન છે...યુવા ઓ સામે.."
(સ્વીટુ અને વિશાલ નો સંવાદ પૂરો થાય છે. સ્વીટુ મને બાય કહીને ત્યાંથી જાય છે.)
હું એ બે મહાન વિદ્વાનો ની વાતો સાંભળતો હતો. એ બંને માંથી કોણ સાચો અને કોણ ખોટું એ તો ખબર નહિ પણ મને મારા ભવિષ્ય ની ચિંતા થવા લાગી હતી. હું અને સ્વીટુ અલગ અલગ સમાજ ના છીએ તો શું સ્વીટુ મારી સાથે લગ્ન કરશે? એની આવી રૂઢિવાદી વિચારો જોઇને તો મને નહિ લાગતો, એ કોઈ દિવસ મને બોયફ્રેન્ડ પણ બનાવે.
કંઈ વાંધો નહિ એ આજે મારી દોસ્ત તો બની ગઈ. મને પણ ક્યાં એનાથી પ્રેમ બીજું છે?.પ્રેમ છે કે નહિ?. હું વિચારવા લાગ્યો..
(બીજા દિવસે)
હું દવાખાના માં જ હતો. મારા મમ્મી અને પપ્પા પણ રાતે આવી ગયા હતા . ગુડ્ડી આજે ફરી ટિફિન લઈને આવી હતી. વિશાલ અને જીગર પણ મારી સાથે દવાખાના માં જ રોકાણા હતા. સ્વીટુ આજે મને મળવા નહતી આવી.
(ત્રીજા દિવસે)
મારા મમ્મી અને પપ્પા ડોકટર ની રજા લઈને મને ઘરે લઈ જાય છે. ડીસા જતાં પેહલા મારે સ્વીટુ ને મળવું હતું. હવે હું થોડું થોડું બોલી પણ શકતો હતો. મારે એને ઘણું બધું કેહવુ હતું. પણ એ આવી જ ના. મારો મોબાઈલ પણ તુટી ગયો હતો નહિતર એને ફોન કરીને જરૂર બોલત કે આ દોસ્ત ને મળવા કેમ નથી આવી? કાશ.... હું પણ આંખો બંધ કરીને સ્વીટુ થી વાત કરી શકતો હોત તો કેટલું સારું .
એ કેમ નહિ આવી હોય?. એને મારી કઈ જ નથી પડી. એને તો બસ યુવા પરિષદ નો જ કામ કરવુ ગમે છે. હું એના વિશે કેમ આટલું વિચારું છું?. એ મારા મગજ માથી નીકળતી કેમ નથી? હું આટલો ઉદાસ કેમ થઈ જાઉં છું? આપને જેને ચાહતા હોઈએ એને આપણી કઈ પડી ના હોય ત્યારે આવું દુઃખ થતું હોય છે. શું મને પણ સ્વીટુ થી પ્રેમ થઈ ગયો હશે?. પણ કેમ?. કદાચ પ્રેમ થવા માટે કોઈ કારણ ની જરૂર નહિ પડતી હોય એ તો બસ થઈ જતું હશે.
(તમારું શું કેહવુ છે?? સ્વીટુ અને વિશાલ ના સંવાદ વિશે જરૂર જણાવશો...)
એ અકસ્માત પછી આજે હું ડીસાથી પાછો રૂમ પર આવ્યો. ડીસામાં એ વીસ દિવસ એટલા કંટાળાજનક હતા કે ના પૂછો વાત..., એ વીસ દિવસ મને 20 વર્ષ જેવા લાગ્યા. ખરેખર, ઘરની બહાર રહેવાની મજા જ કંઇક અલગ હોય છે. એ મજા પછી ઘરે ના જ ફાવે ને.. જાણે મને કેન્સર થયું હોય એમ મારી સોસાયટીના લોકો અને સંબંધીઓ મારા હાલચાલ પૂછવા આવતા. કદાચ સંબંધો નિભાવવાનો આ પણ એક રિવાજ હશે. બધા આવીને એક જ પ્રશ્ન પૂછતા કે, મારો અકમસાત કઈ રીતે થયું? મારે એ જ જવાબ આપવાનું રહેતું. જેથી મને જવાબ એટલો મોઢે થઈ ગયો હતો કે હું ઊંઘમાંથી ઊઠીને કહી શકતો કે મારો અકસ્માત કઈ રીતે થયો. જો કે મે કોઈને કહ્યું ના હતું કે, એક છોકરીનો પીછો કરતા મારા આ હાલ થાય છે. એ બધા લોકો મને બાઈક કઈ રીતે ચલાવવુ એનું ભાષણ આપીને જતા. આકાશ પણ ડીસામાં ના હતો. જો એ હોત તો ડીસામાં પણ મજા આવી જાત. પણ એ ભુજમાં છે. એણે ૧૧-૧૨ સાયન્સ ડીસામાં જ કર્યા હતા. ૧૨ માં નાપાસ થવાના કારણે ૧૦ના બેઝ પર ભુજમાં ડિપ્લોમા કરવા ગયો છે. તે છેલ્લા વર્ષ માં છે. ડિગ્રી કરવા એ પાટણ આવી જાય તો સારું. તે ડિપ્લોમા માં સારો રેન્ક લાવે છે. એટલે કદાચ, તેને પાટણમાં એડમિશન મળી જ જશે. હું આખો દિવસ ઘરે બેસીને કાર્ટૂન જોયા કરતો. પણ સ્વીટુની બહુ યાદ આવતી, તેની સાથે વાત કરવાની પણ બહુ જ ઈચ્છા થતી, પણ પાટણથી આવ્યા પછી, તેને એકવાર પણ મને ફોન નથી કર્યો. એના આ નંબર પર વ્હોટસએપ ચાલુ નહતું. કદાચ બીજા નંબર પર હશે. ગુડ્ડી, વિશાલ અને જીગરથી વાત થઈ જતી. મે સ્વીટુને પણ ફોન કર્યો હતો, પણ એ ફોન ઉપાડતી જ નહતી. એકવાર ફોન ઉપાડ્યો તો કોઈ પુરુષનો અવાજ આવ્યો, એ કદાચ તેના પપ્પા હશે. તેમને કહ્યું કે, સીમા બહાર છે. આ વીસ દિવસ સ્વીટુથી વાત જ નહતી થઈ. ખેર કાલે, કોલેજમાં એને મળી લઈશ.
આજે મારો જન્મદિવસ હતો. મે હજી સુધી કોઈને કહ્યું ન હતું. આજે વહેલા ઉઠીને, નાઈ ધોઈને ઘરે ફોન કર્યો. મમ્મી અને પપ્પાના આશીર્વાદ લીધા. પછી મંદિરે જઈ આવ્યો.
વિશાલ અને જીગર હજી સુધી ઊંઘતા હતા. મે એમને ઉઠાડ્યા, એ મને જોઈ રહે છે
"શું ભાણા, તું ઘેર જઈને આટલો સુધરી ગયો કે વહેલા ઊઠીને નાહી - ધોઈને તૈયાર પણ થઈ ગયો. ?"
જીગરે આંખો મસળતા કહ્યું,
"જીગર, વિશાલ આજે મારું જન્મદિવસ છે "
હું ચાઈનીઝમાં બોલ્યો હોઉં અને તેમને સમજાયો ના હોય એમ મારી સામે જોઈ રહ્યા પછી રાડો પાડતા પાડતા બોલ્યા.
"હે.....પાર્ટી...પાર્ટી..."
તેમને મારા જન્મદિવસ કરતાં પાર્ટી મળશે તેની ખુશી વધુ હતી.
"હેપ્પી બર્થડે ભાણા મેની મેની હેપ્પી રિટર્ન ઓફ ધ ડે "
"થેંક યુ.." મે આશાભરી નજરે તેની સામે જોયું અને કહ્યું.
"વિશાલ, તારું બાઈક આપ ને,...પ્લીઝ..."
"ના હજી હમણાં તો, ઠીક થયો છે. વળી ભંગાવું છે"
"પ્લીઝ, વિશાલ, આજે મારો જન્મદિવસ છે."
"તારો બાપો મને મારી નાખશે. હવે કંઈ થયું તો .."
"કંઈ નહિ થાય, હું ધીમે ધીમે ચલાવીશ...મારું બર્થ ડે ગિફ્ટ તરીકે આપી દે "
બહુ જીદ કરી પછી વિશાલ માન્યો. બાઈક મળ્યું.
સ્વીટુ એ કહ્યું હતું કે , તેને પાલિકા બજાર ની હરિઓમ ની પાણી પૂરી બહુ ભાવે. આજે તેને હરિઓમ ની પાણી પૂરી ખવરાવીસ.
હું બહુ ખુશ હતો. બ્લુ જીન્સ અને ચેક્સ શર્ટ પહેરીને બાઈક ચલાવતા હું પોતાને "મે તેરા હીરો" નો વરુણ ધવન સમજી રહ્યો હતો.
કૉલેજથી છૂટયા પછી મે સ્વીટુની આગળ બાઈક રોકતા કહ્યું.
"સ્વીટુ, બેસી જા. આજે હું તને ઘરે મૂકી દઉં"
"મારે નહિ આવવું"
સ્વીટુએ ભાવ ના આપતા કહું
હું તેને જોઈ રહ્યો. આ એજ સ્વીટુ હતી જે દવાખાનામાં મારા માટે રડતી હતી. તેના જન્મદિવસની એ હોસ્પિટલ પાર્ટીથી તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.ખરેખર, છોકરીઓને સમજવી બહુ મુશ્કેલ હો.
સીમા થોડે આગળ નીકળી ગઈ હતી. મે ફરી બાઈક તેની પાસે ઊભો રાખ્યો અને બહુ અપેક્ષાથી કહ્યું.
"પ્લીઝ, ચાલને મારે તને એક સરપ્રાઇઝ આપવી છે."
આ સાંભળીને સ્વીટુ વધુ ભડકી ઉઠી. અને જવા લાગી.
હું બાઈક ચાલુ કરીને ઉદાસ ચહેરા સાથે ત્યાંથી જવા લાગ્યો.
"ઊભો રહે, હું આવું છું."
જાણે તેને આવવું તો હતું જ. પણ, થોડો વધારે ભાવ ખાઈને... એટલે, ના પાડતી હતી.
સ્વીટુ બાઈક પર બેસતા બેસતા બોલી.
"ધીમે ચલાવજે...યાદ છે ને ગઈ વખતે તું કેવો પડી ગયો હતો? હા.... અને જોરથી બ્રેક ના મારતો."
હું હસીને બોલ્યો "ઓકે"
અમે ત્યાંથી નીકળ્યા અને મારું દિલ ગાર્ડન ગાર્ડન થવા લાગ્યું. આજે તો સ્વીટુને મનપસંદ પાણીપુરી ખવરાવિશ.. અને તે ખુશ થઈ જાય તો તેને મારા જન્મદિવસ વિશે કહીશ. અને મૂવી જોવા લઈ જઈશ.
હરીઓમ આગળ આવીને મે બાઈક ઉભી રાખી. સ્વીટુએ જિજ્ઞાસા પૂર્વક પૂછ્યું.
"કેમ અહીંયા ઊભી રાખી?"
"અરે સ્વીટુ, તું પાણીપુરી ખાઈશ ને ?"
સ્વીટુતો પાણીપુરી જોઈ ઉછળી પડી.
"અરે વાહ .., જરૂર ખાઈશ "
સ્વીટુની આંખોમાં આ ચમક જોઈ મારો દિલ તો ઝૂમવા લાગ્યા. હું સ્વીટુ માટે તાજમહેલ બનાવાનો આદેશ આપતો હોઉ, એમ ભૈયાને પાણીપુરી બનાવવાનું આદેશ આપ્યો.
ભૈયાએ પુરીમાં મસાલો ભરીને પાણીમાં નાખીને સીમા ને પહેલી પૂરી આપી જ હતી કે, સ્વીટુ જોરથી બૂમ પાડી
"રવિ..... રવિ..."
એટલા માં એક સ્માર્ટ છોકરો અમારી પાસે આવ્યો અને બાઈક ઉભી રાખી.
"સ્વીટુ, હું તને લેવા કોલેજ જ ગયો હતો. ચાલ "યે દિલ હૈ મુશ્કિલ" ફિલ્મની ટિકિટો પણ લીધી છે.
જલદી બેસ... શો ચાલુ જ થવાનો છે."
"યે દિલ હૈ મુશ્કિલ"
કહીને સ્વીટુ ઉછળી અને પાણીપુરી જમીન પર ફેંકીને મને કહ્યું.
"સોરી ચિન્ટુ, આજ રવિ સાથે મૂવી જોવા જવાનું છે. મારે મોડું થાય છે. કાલે મળીશું "
ફટાફટ બોલીને તે બાઈક પર બેસી ગઈ. સ્વીટુ બાઈક પર જતી રહી. હું એના કાળા વાળને છેક સુધી જોતો રહ્યો.
પેલા ભૈયાની આંખોમાં પણ આંસુ આવી ગયા. હું ભૈયાની બાજુ માં સૂનમૂન ઊભો હતો.
"મુકો તેને ભાઈ, છોકરીઓ આવી જ હોય, હમણાં ત્રણ દિવસ પેલા મારી સાથે પણ એક છોકરી એ આવું કર્યું"
આવું કહીને ભૈયાએ તેની દર્દભરી સ્ટોરી મને કહેતાં ગયા અને મને પાણીપુરી ખવરાવતા ગયા. અમારી બંનેની આંખોમાં આંસુ હતાં, સીમાના કારણે કે ભૈયાંની દર્દભરી વાર્તાના કારણે કે, પછી પાણીપુરી તીખી હતી એટલે, એ ખબર નહિ.પણ, મારું મન અંદર ને અંદર બોલતો હતો.
"આજે તારું જન્મદિવસ છે ને તે એનો જન્મદિવસ બગાડ્યો. એને તારો. સ્વીટુ તને ભાવ કેમ નહતી આપતી, એ હવે તને સમજાય છે. તે પહેલાથી બીજા કોઈકને પ્રેમ કરે છે. તું સ્વીટુ ને મૂવી જોવા લઈ જવાનો હતો ને, તે તો જતી રહી, મૂવી જોવા , બીજા કોઈ જોડે. જીગર સાચું કહેતો હતો, આ તો પાટણની છોકરીઓ છે.
તું પણ ડીસાભાયડો છે... ડિસાનો.....એ ક્યાં કોઈ મિસ વર્લ્ડ છે કે, તું એની પાછળ દોડ દોડ કરે છે. તેના જેવી તો ૨૦ આવશે અને ૨૫ જશે રોનકના લોજીક પ્રમાણે "
કોલેજથી આવીને ફેસબુક પર સ્વીટુની આઈ. ડી જોઈ તેના ફ્રેન્ડલીસ્ટ માં કેટલા છોકરાઓ છે, તે હું ડીટેક્ટિવ ની જેમ તપાસી. રવિનું નામ પણ સર્ચ કર્યું. જેના નામની સ્વીટુ રાડો પાડતી હતી. જેના બાઈક પર બેસીને મૂવી જોવા ગઈ હતી. એ રવિની આઇ. ડી. પણ મે જોઈ. એ રાધનપુરનો હતો. પાટણમાં msc ના પહેલા વર્ષમાં હતો. એટલે એ અમારાથી ત્રણ વર્ષ મોટો. થોડો દેખાવમાં પણ સારો લાગતો હતો. એ જોઈને મારા અંદર કંઇક બળતું હોય એવું મહેસુસ થતું હતું. અચાનક એક મેસેજ આવ્યો. જે જોઈને મારા મનમાં ફરી ઠંડક થઇ. એ મેસેજ સ્વીટુ નો હતો.
" હેપ્પી બર્થડે"
" થેક્યું" મે તરત રીપલાય આપ્યું. પછી ૨ મિનિટ રાહ જોઈ પણ એનો ફરી કોઈ મેસેજ ના આવ્યો. વાતો કરવાની શરૂઆત લગભગ છોકરાઓએ જ કરવી એવો શાસ્ત્રોમાં લખેલ હશે. એટલે મે ફરી મેસેજ કર્યો.
"શું કરે છે ?"
એને રિપ્લાય ના આપ્યો તો, મને થોડો ગુસ્સો આવ્યો કે, કેટલો ઘમંડ છે. એને એના રૂપ પર, રિપ્લાય જ નહિ આવતી. છતાં મે લાચાર આશિકની જેમ ફરીથી એ જ મેસેજ સેન્ડ કર્યો. તેને એવું લાગે કે, કદાચ ભૂલથી બીજી વાર દબાવવાથી આવી ગયો હશે. એવું વિચારીને પણ, હાશ...બીજીવાર મેસેજ કરવાથી સ્વીટુનો રિપલાય આવ્યો.
"ન્યુઝ જોવું છું"
"એ કોણ હતો ?" થોડા ગુસ્સા અને આતુરતા ના કારણે પૂછ્યું.
"કોણ?"
"તને મૂવી બતાવવા લઇ ગયો એ"
"બોય ફ્રેન્ડ છે મારો "
એનો આ મેસેજ વાંચીને મારો દિલ તૂટી ને ટુકડા થઈ ગયો અને મારી ધડકનો તેજ થઈ ગઈ. મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. મે ગુસ્સામાં મેસેજ કર્યો
" કેમ એનામાં એવું તે શું છે ? જે મારામાં નથી ?"
મે તુલના કરતા પૂછ્યું પણ એનો કોઈ રીપ્લાય ના આવ્યો. હું પૂરી રાત તડપતા હૃદય સાથે એના જવાબની રાહ જોઈ પણ એનો કોઈ જવાબ ના આવ્યો. મને ખરેખર બહુ ગુસ્સો આવતો હતો. દુઃખ પણ થતું હતું. પહેલીવાર કોઈથી પ્યાર થયો હોય અને એ બીજા કોઈને પ્યાર કરે, ત્યારે શું વીતે એ આજે ખબર પડી. મે ફરી મેસેજ કર્યો.
" આઈ લવ યુ "
મારાથી કંઈ ખોટું લખાઈ ગયું એવું મને લાગ્યું, પણ ૧ મિનિટ માં તો સ્વીટુના નામની જગ્યા પર ફેસબુક યુઝર લખેલું આવી જાય છે. સ્વીટુ એ મને બ્લોક કર્યો. મારો આટલો અપમાન થવાથી મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. કોઈ આપણી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારે ત્યારે લગ્ન થવા જેટલી ખુશી નથી થતી. પરંતુ કોઈ બ્લોક કરે ત્યારે તલાક થાય એવો દુઃખ જરૂર થાય છે. આ ફેસબુકના કારણે રોજ કેટલાય લોકો ખુશ થતા હશે, અને કેટલાય દુઃખી. જે વાત આપણે સામસામે નથી કરી શકતા, એ અહીંયા કરી શકાય છે. કેટલાય છોકરાઓ મારી જેમ ફેસબુક પર પ્રપોઝ કરતા હશે ને? કેટલાય છોકરીઓ એમને બ્લોક કરતી હશે. આ ફેસબુક પર છોકરીઓને બહુ તકલીફ પડતી હશે. જેવો એકાઉન્ટ ચાલુ કરે છે. એની ફ્રેન્ડ લીસ્ટ ના બધા છોકરાઓ મેસેજ કરવા લાગે છે. આના કારણે જ છોકરીઓ આટલી હવામાં ઉછળે છે.
(નવ મહિના પછી)
આ નવ મહિનામાં હું કોલેજમાં સ્વીટુની સામે જોતો પણ નહિ. મારા નવા નવા મિત્રો બનતા ગયા. પ્રોફેસરસ સાથે સારા સંબંધો બનાવ્યા. કોલેજની પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. પૂરી કોલેજ કેમ્પસમાં હું જાણીતો થઈ ગયો. સ્વીટુ પણ કદાચ મને જોઈને પછતાતી હશે, કે આ એ જ છોકરો છે. જે મારી પાછળ કૂતરાની જેમ પડયો હતો. મે એને ભાવ પણ નહતો આપ્યો. હાલ કોલેજની કોઈ પણ છોકરી મારી ગર્લફ્રેન્ડ બનવા તૈયાર હતી.
છેલ્લા ત્રણ મહિનામાં મને ચાર પ્રપોઝ આવી ગયા હતા. કોલેજની ક્રિકેટ ટીમનો હું કેપ્ટન બન્યો. કોલેજની જન્માષ્ટમી, શરદપૂર્ણિમા, એન્યુલ ફંકશન બધે લીડરશિપમાં હું હતો. મારાથી કોલેજના પ્રોફેસર, પ્રિન્સિપાલ અને વિદ્યાર્થી બધા ખુશ રહેતા. જો કે એ બધું વિશાલ ના કારણે થયું હતું. એના માર્ગદર્શનમાં હું તૈયાર થયો હતો. મારા રિઝલ્ટના કારણે મારા ઘરના અને વિશાલ અને જીગર પણ ખુશ હતાં મારા હીરોગીરીની છાપ ના કારણે ગુડ્ડી પણ ખુશ હતી. બધા ખુશ હતા. અને રહી વાત મારી તો હું..., હા હું પણ ખુશ હતો. પરંતુ, આ બધું હોવા છતાં, મને સ્વીટુ પ્રત્યે એક આકર્ષણ રહેતું. દિલ વારંવાર કહેતો કે
" જો એને, એની સાથે વાત કર, એને તારી બનાવ, એને મન ફરીને જો"
પણ દિમાગ ના પાડતો.
" આ છોકરી પાછળ તું બહુ દોડયો, હવે એ સામેથી આવેને તો પણ નહિ."
છતાં, આ દિલને સ્વિટુ જ્યારે કોલેજમાં ના દેખાતી ત્યારે એને ચેન ના પાડતો. એકવાર એ અઠવાડિયો આવી નહિ. તો મારું મન બહુ બેચેન થઈ ગયો હતો. શું સ્વીટુ બીમાર હશે?, તેને શું થયું હશે ? આવા જ વિચારો આવ્યા રાખતા. કોઈ પણ ફિલ્મ જોવું તો તેની યાદ આવતી, કોઈ કપલને જોવું તો પણ તેની યાદ આવતી.
સ્વીટુ ને રવિ સાથે ત્રણ - ચાર વાર જોઈ. તે બંને ને સાથે જોઈ મારું તો દિલ બળી જતું. અને વારંવાર પોતાને પૂછતો કે એવું તો શું છે, એનામાં જે મારામાં નથી? એ અમારાથી મોટો પણ હતો.
વિશાલ અને ગુડ્ડી જેવા દોસ્તો ના કારણે જીવનમાં ખુશ રહેતો. કે આવા સારા દોસ્ત તો છે જીવનમાં..
કોલેજમાં વેકેશન પડ્યું હતું. વિશાલ અને જીગરને ભણવાનું પૂરું થયું. તેઓ હવે ઘરે જવાના હતા. હું હવે પાટણમાં એકલો થઈ જવાનો હતો, જો કે ગુડ્ડી અને ગોવિંદ તો છે.
વિશાલ તેના એક દોસ્તને લઈને આવે છે.
"ચિંટુ આ રવિ છે. એ શિવકૃપામાં રહે છે. એના રૂમ પાર્ટનર મારા મારી સાથે જ કોલેજ કરતા હતા. પણ હવે, અમારે ભણવાનું પૂરું થવાના કારણે હવે આ રવિ પણ તારી જેમ રૂમ પર એકલો થઈ ગયો છે. તો તમે બંને સાથે રહો."
વિશાલ બોલતો હતો અને હું રવિ ને એકીટસે જોઈ રહ્યો હતો. આ એજ રવિ હતો. જેને સ્વીટુ લવ કરતી હતી.
" શું વિચાર છે? ભાણા, તું આની સાથે શિવકૃપા સોસાયટીમાં રહેવા જઈશ?" જીગરે પૂછ્યું.
હું ના પાડતો જ હતો કે, એ બોલ્યો.
"ચિંટુ, તું સ્વીટુ નો દોસ્ત છે ને, સ્વીટુ ઘણીવાર તારી વાત કરતી હોય છે. આપણી પાલિકા બજાર માં મળ્યા હતા. હરીઓમ ગોલગપ્પા પર..."
તેની આટલી યાદ શક્તિ જોઈને હું ચકિત થઈ ગયો.
" હું સ્વીટુ ના બાજુના જ ઘરમાં રહુ છું. જો કે એ પણ એમનો જ છે. પણ, અમે મિત્રો ત્યાં ભાડેથી રહીએ છીએ "
હું અંદરને અંદર વ્યથિત થતો હતો. મને કંઇ સૂઝતું નહતું કે મારે શું બોલવું જોઈએ.
" તું સ્વીટુ ની બાજુમાં જ રહે છે ? તમે બંને એકબીજાને ક્યારથી લવ કરો છો ?"
"ના... ના.. અમે એકબીજાને લવ નથી કરતા. તને આવું કોણે કહ્યું...???"
રવિ એ માથું હલાવતા ના પાડી.
" તો પેલા દિવસે તું સ્વીટુ ને મૂવી જોવા લઈ ગયો હતો. એ પણ કેવી ફટાક દઈને તારી સાથે હાલી ગઈ મને મૂકીને."
રવિ ફરી હસે છે.
" સ્વીટુ ના પપ્પા ૧૧-૧૨ માં મારા ટીચર હતા. હું પાંચ વર્ષથી એમને ત્યાં જ રહું છું. અમારે હવે ઘર જેવા સંબંધ થઈ ગયા છે. સ્વીટુ ની મોટી બહેન સ્વાતિ અને અમે સાથે ભણતા. અમે સારા દોસ્ત છીએ. એ દિવસે હું સ્વાતિ અને સ્વીટુ ત્રણે ફિલ્મ જોવા ગયા હતા."
અમારી બંનેની વાત જીગર અને વિશાલ સાંભળી રહ્યા હતા. વિશાલે કહ્યું.
"આ સ્વીટુ ને પ્રેમ કરે છે. પણ સ્વીટુ, આને ભાવ જ નહિ આપતી. ચિંટુએ તમને બંનેને સાથે જોયા એટલે એને એવું લાગ્યું કે, તમે બંને બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ છો"
રવિ મારા ખભે હાથ મૂકીને કહે છે.
" સ્વીટુ અને તેની બહેન સ્વાતિ ને પ્રેમથી નફરત છે. સ્વીટુ તને શું મારા સિવાય કોઈ છોકરાને ભાવ નહી આપતી."
"એવું કેમ???"
" એ બહુ મોટી સ્ટોરી છે. હું તને પછી કોઈ દિવસ કહીશ."
વિશાલ અને જીગર પાટણ શહેર છોડીને જતા હોય છે. હું એમના વગર પાટણમાં કઈ રીતે રહીશ. એમની સાથે વિતાવેલા એ બધા પ્રસંગો યાદ આવતા હતા. અમે ત્રણેય આ ફ્લેટ ખાલી કર્યો. જ્યાં અમારી ખૂબ બધી યાદો વિશાલ પોતાની એક બેગ ખભે લટકાવીને બીજી બેગ જમણા હાથે ઉંચકીને મને ગળે મળે છે.
" ચાલ, ભાણા હવે અમે જઈએ, પાટણમાં કોઈ પણ કામ હશે તો, અમે તને યાદ કરીશું. તારે જીવનમાં કોઈ પણ કામ હોય તો તારા મામાં ને યાદ કરજે."
મારા ચહેરા પર સ્મિત હતું, પણ મનના ખૂબ જ દુઃખ. મે તેમની માથું હલાવ્યું અને એમને વિદાય આપી.
બીજા દિવસે હું પણ સામાન લઈને રવિ સાથે શિવકૃપા સોસાયટીમાં રહેવા ગયો. રવિ સ્વીટુ ના ઘરે જાય છે.અને હું બહાર ઊભો રહુ છું.
"ચિન્ટુ, આવા અંદર આવ"રવિ મને અંદર બોલાવે છે.
ગુલાબી ડ્રેસમાં તીરછી આંખોવાળી સ્વાતિ પૂર્ણ રીતે યૌવન અવસ્થામાં આવી ગઈ હતી. ૨૫ વર્ષની સ્વાતિ સ્વીટુ જેવી જ લાગતી હતી, ફક્ત સ્વીટુ કરતા શરીરમાં વધારે ભરાવદાર હતી.
સ્વાતિ રવિને આવકારે છે
"હાય, સ્વાતિ કેમ ઘરમાં કોઈ દેખાતો નથી. ક્યાં ગયા બધા ?"
રવિ સોફા પર બેસતા બેસતા કહે છે.
"મારા મામાના છોકરાના મેરેજ છે. મમ્મી અને સ્વીટુ ત્યાં ગયા છે. પપ્પા ટ્યુશન કલાસિસ માં ગયા છે "
સ્વાતિ પણ અમારી પાસે બેસી ગઈ.
રવિ એ મારી સામે હાથ કરીને મારી પરિચય કરાવતા કહ્યું.
" આ ચિન્ટુ છે. મારી સાથે રહેવાનો છે. ડીસા નો છે. એમ.એન.સાયન્સ કોલેજમાં બી.એસ.સી. કરે છે.
"હાય"
"હાય ચિન્ટુ, સ્વીટુ પણ એ જ કોલેજમાં છે. તું ઓળખે છે , એને ?"
મે જાણી જોઈ અજાણ્યા બનતા કહ્યું.
"કોણ...સ્વીટુ?"
"અરે, સીમા ...., સીમા ત્રિવેદી.. એફ.વાય. માં છે."
" હા...હા... મારી કલાસમેટ છે."
જાણે હું મારી પત્નીની વાત કરતો હોઉં.. એટલા ઉત્સાહથી બોલ્યો.
"ઓહ....નાઈસ.." સ્વાતિ મારા ઉત્સાહને આવકારતા કહ્યું.
પછી રૂમમાં શાંતિ છવાણી..એ શાંતિ ને ભંગ કરતા, રવિએ કહ્યું.
" સ્વાતિ ઘરની ચાવી આપ, તો અમે જઈએ"
સ્વાતિ ફ્રીજ પરથી ચાવી લઈને રવિને આપે છે.
"ચાલ સ્વાતિ બાય "રવિએ ચાવી લેતા કહ્યું.
અમે જતા હતા. હું દરવાજાથી પાછો ફર્યો અને સ્વાતિને પૂછ્યું
" સ્વીટુ ક્યારે આવશે ?"
સ્વાતિ બે મિનિટ મને જોઈ રહી. હું અહીંયા સ્વીટુ માટે જ આવ્યો છું. એવું તેને લાગ્યું. થોડુ વિચારીને તે બોલી.
" ૧૦-૧૫ દિવસ તો મામા ના ત્યાં રોકાશે..હાલ વેકેશન છે ને કોલેજમાં "
"ઓકે, બાય"
કહીને અમે ત્યાંથી નીકળ્યા.
રવિ અને હું રાતે જમીને રૂમ પર આવી આડા પડીએ છીએ. મે રવિને પૂછ્યું.
" તું સ્વાતિ ને પ્રેમ કરે છે ને ?"
રવિ મારી સામે અવાક જોઈ રહ્યો.
રવિની આંખોમાં સાફ દેખાતો હતો કે, તેનો જવાબ હા હતો. હું તરત બેઠો થઈ ગયો અને રવિને કહ્યું
" તો પ્રોબલમ શું છે? આ બંને બહેનોની? "
રવિ પણ મારી સામે બેસીને એક મોટો શ્વાસ ભરીને સ્વાતિ ની વાત કરે છે.
સ્વાતિ સાથે બહુ ખરાબ થયું છે. સ્વાતિ એક નટખટ છોકરી હતી. લાડ પ્યારથી ઉછરેલી, ભણવામાં પણ હોંશિયાર, એકલાપણું અને દુઃખ તો જાણે એના જીવનમાં આવ્યા જ નહતા. એ મારી સાથે જ ભણતી. મારી ખૂબ સારી દોસ્ત પણ હતી. હું એને પસંદ કરતો પણ અમારા જીવનમાં એક નવો મોડ આવે છે. અમારી ક્લાસમાં એક હાર્દિક નામનો છોકરો આવે છે.મને એ વાત પર હજી સુધી વિશ્વાસ નહિ આવતો કે, સ્વાતિને હાર્દિક જેવા છોકરાથી ક્યારેય પ્રેમ થઈ શકે.પરંતુ તેને થઈ ગયો.
આમ તો ક્લાસમેટ હોવાના કારણે બંને એકબીજાથી વાત કરતા હતા. એક દિવસ ક્લાસમાં કોઈ ન હતો તો, હાર્દિકે સ્વાતિને પૂછ્યું.
" શું હું તારો હાથ પકડી શકું.?"
તેને એટલી નિર્દોષતા થી કહ્યું કે, સ્વાતિ તેને ના જ ના પાડી શકી. તેને સ્વાતિ નો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું
"શું તું મારી બેસ્ટ ફ્રેન્ડ બનીશ? તું મને બહુ સારી લાગે છે . તારામાં મને એક સારો દોસ્ત દેખાય છે. હું ચાહું છું કે, તું પૂરી જિંદગી મારી દોસ્ત બનીને રહે."
હાર્દિકે એટલા પ્યારથી તેની વાત સ્વાતિ સામે રાખી કે, સ્વાતિ એ હા પાડી દીધી. હવે એ બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બની ગયા હતા. બંને સાથે ફરતા , ફોન પર વાતો કરતા. સ્વાતિને હાર્દિકથી બધી વાત શેર કરવી ગમતી. સ્વાતિની પૂરી દુનિયા હાર્દિક બની ગયો હતો. ગ્રેજ્યુશન પૂરું થતાં હાર્દિક સ્વાતિને મહેસાણા લઈ જાય છે. તે હાર્દિકના પ્યારમાં આંધળી થઈ ગઈ હતી. હાર્દિક તેને એક ફ્લેટમાં લઇ જાય છે. ત્યાં બંને લોકો સેક્સ કરે છે. પછી હાર્દિક ના બે દોસ્ત પણ આવે છે.હાર્દિક સ્વાતિને તેમની સાથે પણ સેક્સ કરવાનું કહે છે. સ્વાતિ ના પડે છે. તેથી ત્રણે લોકો તેના પર ગેંગ રેપ કરે છે. થોડા જ કલાકો માં સ્વાતિની જિંદગી બરબાદ થઈ જાય છે. હવે સ્વાતિ ને પ્યાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હું એને દોસ્ત છું. એટલે, આખી વાત મને કરી. સ્વાતિ બધા સામે ખુશ રહે છે.પણ, એના એ દર્દને મારાથી વધુ સારી રીતે કોઈ નહિ સમજી શકે. જે છોકરી જોડે આવડો મોટો દગો થયો હોય એના માટે પ્રેમ શબ્દ જ સજા સમાન છે. સ્વાતિ હજી સુધી તેને ભૂલી નથી શકી પેલા તે તેને પ્રેમ કરતી હતી. હવે
તેને નફરત કરે છે. સ્વાતિ ની આ હાલતના કારણે સ્વીટુ ને પણ કોઈ છોકરા પર વિશ્વાસ નથી બેસતો. એ પણ આ પ્યાર વ્યાર થી દુર રહે છે.
સ્વાતિ એક દિવસ સ્વીટુ ને કહેતી હતી.
"પ્યારનો દર્દ બહુ ખતરનાક હોય છે. બહુ તકલીફ થાય છે. તું કોઈ દિવસ પ્યાર ના કરતી અને કરે તો સમજી વિચારીને કરજે."
બદનામી ના ડર થી સ્વાતિ ના પપ્પા એ પણ હાર્દિક વિરુદ્ધ કઈ કર્યું નથી.
હું સ્વાતિ ને બહુ પ્યાર કરું છું પણ તેને પ્રપોઝ કઈ રીતે કરું. તેને તો પ્યાર શબ્દ થી જ નફરત છે.
વાત કરતા કરતા રવિની આંખોમાં આંસુ આવી ગયા હતા. મે પૂરી વાત શાંતિથી સાંભળી પછી મે ગોવિંદાની સ્ટાઈલમાં કહ્યું
" હમમ.... તો મારે સ્વીટુ માટે તારું અને સ્વાતિનું સેટિંગ કરાવવું પડશે."
રવિ એ મારી સામે હલકું સ્મિત કર્યું.
હું ઊભો થઈ ગયો અને હાથમાં હાથ મસળતા કહ્યું
"ચાલ એ તો, હું કરી લઈશ પણ પહેલા સ્વાતિના ઘરના મામલા માં ઘુસતા પહેલા સ્વીટુ ના પપ્પા ને પટાવવા પડશે."
રવિ થોડીવાર વિચારે છે. પછી કહે છે.
"સ્વીટુ ના પપ્પા મને સારી રીતે ઓળખે છે. એ ૧૧-૧૨ સાયન્સનું ટ્યુશન ભણાવે છે. તું B.SC. કરે છે. તું એમના ત્યાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કર. એટલે, એમના અને તારા સંબંધ સારા થઈ જશે"
"વાહ રવિ વાહ.., તું તો હોંશિયાર છે. બસ, તું આટલું કર, બાકી હું તારું કરાવી આપીશ."
મે મક્કમતાથી કહ્યું.
હું અને રવિ સ્વીટુના પપ્પા દિલીપભાઈ ના ટ્યુશન કલાસીસ માં જઈએ છીએ. ટ્યુશન કલાસિસ ની નીચે ૧૧-૧૨ ના છોકરા છોકરીઓ સાઇકલો અને એક્ટિવા પર બેઠા હતા. હાથમાં બુક, આછી મૂછો અને કાને ચશ્મા લગાવીને દિલીપ સર અંદર ઓફિસ માં બેઠા હતા. રવિ દરવાજો ખોલીને પૂછે છે.
"દિલીપ સર અમે અંદર આવીએ?"
"હા..., હા... આવ ને રવિ "
એમને જોઇને લાગતું હતું કે એ બહુ પ્રેમાળ માણસ છે. સ્વીટુ નું જેમ અકડું નથી.
હું અને રવિ અંદર જઈએ છીએ.
"ગુડ મોર્નિંગ સર.., "
"ગુડ મોર્નિંગ, બેસો... બેસો.."
દિલીપ સર બે હાથની આંગળીઓ એકબીજા માં પરોવીને અમારી સામે ઝૂકે છે. અને પૂછે છે.
"કેમ રવિ આજે મારી ઓફિસે આવવાની તકલીફ લેવી પડી ?"
"તકલીફ શેની? મળવા ના આવી શકીએ ?"
"આજ સુધી તો નહિ આવ્યા, બોલ શું કામ છે ?"
"કામ તો છે ?" રવિ કહે છે, પછી બંને હસી પડે છે.
"તમારે એક નવો આસિસ્ટન્ટ જોઈતો હતો ને આ મારો દોસ્ત છે, ચિન્ટુ. તે ડીસા નો છે. પાટણમાં B.Sc. કરે છે."
રવિ થોડા ખચકાટ સાથે બોલવાનો બંધ કરે છે. દિલીપસરના હાવભાવ પણ નકારાત્મક લાગતા હતા.
"આસિસ્ટન્ટ ની જરૂર તો છે પણ, પાટણનો હોય તો સારું, આ તો ડીસાનો છે, વેકેશનમાં ઘરે જાય તો મારે અહીંયા કામ અટકી પડેને."
હું વચ્ચે બોલી ઊઠયો.
"ના... ના સર. હું નહી જતો ઘરે જોવો હાલ પણ વેકેશન છે. છતાં અહીંયા છું. મારે જોબની બહુ જરૂર છે. તમારા ઘરમાં જ ભાડે રહીએ છીએ તો ભાડું આપવું પડશેને, દર મહિને..."
દિલીપ સર મારી સામે જોઈ થોડું મલકાય છે.
"શું નામ છે તારું?"
"ચિંટુ"
"આખું નામ"
"ચિરાગ પરમાર"
"હમમ...શું કરે છે પપ્પા?"
હવે જો હું સાચું કહીશ તો મને જોબ નહિ મળે.એટલે ખોટું બોલવામાં સારું છે. એમ માનીને મે કહ્યુ.
"કરિયાણા ની દુકાન છે "
"ઓકે, તું કાલથી આવી જજે. પણ, મારે કામ હોય ત્યારે હાજર થઈ જવાનું. ઘરે જવું હોય તો કહીને જવાનું..ઓકે??"
"ઓકે.. થેકયું સર."
"થેક્યુ સર." રવિ એ પણ ખુશ થતાં કહ્યું.
હું પણ ખુશ થઈ ગયો હતો. અમારા પ્લાનનો પેલો પડાવ પૂરો થઈ ગયો.
"બીજું બોલ , રવિ ચા પીશ?"
દિલીપભાઈ પૂછે છે.
"હા, મંગાવશો તી પી લઇશું"
રવિના આ જવાબથી અમે ત્રણેય હસી પડયા.
અમે સાંઈબાબાના મંદીરે દર્શનકરીને સીંધી સરોવરે આવીને બેઠા હતા. પાટણની જોવાલાયક સ્થળોમાં આનો પણ વિશેષ મહત્વ છે. સીંધી સરોવરની ચારેબાજુ પાણીનો ખળભળ અવાજ આવતો હતો. પાણી ઉપરથી પત્થર પર પડતો હતો. પાણીના ધોધના કારણે પાણી દુધ જેવો ધોળો લાગતો હતો. પાણીમાં નાના મોટા મોજા આવતા હતા. ઠંઠો ઠંઠો પવન લહેરાતો હતો. અહીન્યા કોઈ આવતો ન હતો. પણ અમને આ જગ્યા બહુ ગમતી. ગોવિંદ, રોનક, હું અને રવિ ત્યાં ગોળ કરીને બેઠા બેઠા મોતનો કુવો રમતા હતા.
રોનક અમારાથી થોડે દુર જાય છે.
“વીસ-પચ્ચીસ શબ્દ રાખીએ” હુ રોનકને સંભળાય નહી એમ બોલ્યો.
બધા ગણ ગણ કરતા બંધ થાય છે. અમે રોનકને બોલાવીએ છીએ. રોનક અમારી વચ્ચે આવીને ઉભો રહે છે. હું અંક આપુ છું.
“એક , બે, ત્રણ...”
બધા એક્સાથે બોલે છે.
“વીસ-પચ્ચીસ.... “
રોનકને કઈં બરાબર સંભળાતો નથી. એટલે, એ કહે છે.
“ફરીથી.... બીજી વાર”
હું ફરીથી અંક આપુ છું.
“એક, બે , ત્રણ....”
બધા ફરીથી એકસાથે બોલે છે.
“વીસ-પચ્ચીસ”
રોનક થોડું વિચારે છે. અને કહે છે.
“ચીસમચીસ”
“ના...” બધા એક્સાથે કહે છે.
“લાસ્ટ વખત છે હો રોનક “ મે કહ્યુ.
“એક, બે, ત્રણ.....”
રોનક માથો ખંજવાળવા લાગે છે.
“નહી, આવડતો. બોલો મારે શું કરવાનો?”
“દારૂડિયાની એક્ટીંગ કર 02 મિનિટ માટે” ગોવિંદ કહે છે.
રોનક થોડે આગળ જઈને પાછો ફરે છે. દારૂડિયાની એકટીંગ જબરદસ્ત કરે છે. અમે બધા હસી હસીને ગોટા વળી જઈએ છીએ. રવિ વિડિયો બનાવે છે.
હવે મારો વારો હતો. હુ થોડે દુર જઊ છુ.
બધા ભેગા થઈને કઈંક ગણગણ કરે છે. રોનક હાથ ઉંચો કરીને મને બોલાવે છે. હુ વચ્ચે ઉભો રહીને કાન ધરીને સાંભળુ છુ. પણ પાણીના અવાજ અને બધાનો અવાજ ભેગો થઈ જાય છે.
“બીજીવાર કરીએ, ચિંટુ એક, દો, તીન...”
રવિએ કહ્યુ.
“હિગડિપશોપકોડીશ”
આવું કઈંક સંભળાયો . એટલે મે ત્રીજીવાર કરવાનું કહ્ય. ત્રીજીવાર બધા એકસાથે બોલ્યા. એટલે મને ખબર પડી ગઈ કે બધા અલગ અલગ બોલે છે.
“સાલાઓ, ચીટરબાજો, કોઈ વર્ડ જ નક્કી નહી કયો. “
“ના, અમે દીલીબકાવ્યો બોલ્યા, છીએ” રોનકે કહ્યુ.
“હેડ, હેડ, હવે.... ગપ્પા ના માર, હું તો કંઈ જ નથી કરવાનો” મે રોનક સામે હાથ કરીને કહ્યુ.
ગોવિંદ ઉભો થઈ જાય છે. મારા ખબે હાથ મુકે છે.
“કરવું તો તારે પડશે. ચાલ શાહરુખખાનની કોઈ એક્ટીંગ કર”
મને ઈચ્છા થઈ ગઈ શાહરુખની એકટિંગ કરવાની. મને બહુ શોખ શાહરુખના ડાયલોગ બોલવાનું. છતા, મે થોડું ભાવ કહ્યુ.
“ના, હું તો નથી કરવાનો કંઈ”
“ચાલને હવે નાટક કર્યા વગર તને સ્વીટુ ની સોગંધ છે.” રવિએ કહ્યુ.
મે કુછ કુછ હોતા હૈ ફિલ્મના ડાયલોગ બોલ્યો. પછી મે કહ્યુ .
“ચાલ, રવિ હવે તારી વારી આવી. “
અમે બધા ફરી ગણગણ કરીને કંઈ નક્કી કર્યુ.
રવિ અમારી વચ્ચે આવીને ઉભો રહે છે. અમે બધા બોલીએ છીએ.
“સ્વાતી..”
રવિને ખબર પડી જાય છે. એ વચ્ચેથી ખસીને પાળી નજીક જાય છે. બન્ને હાથ ખોલતા જોરથી બુમ પાડે છે.
“આઈ લવ યુ, સ્વાતી”
રવિનો અવાજ ચારે બાજુ ગુંજવા લાગ્યો. ત્રણ ચાર વાર આઈ લવ યુ, સ્વાતિ સંભળાય છે. આજે રવિ કોઈ ફિલ્મનો હીરો લાગતો હતો. મને પણ એની જેમ કરવાની ઈચ્છા થઈ. હું પણ ઉભો થયો અને બન્ને હાથ ખોલીને જોરથી બુમ પાડી.
“આઈ લવ યુ, સ્વીટુ”
મારો અવાજ પણ ચારે બાજુ ગુંજવા લાગ્યો. જાણે મારુદિલ જોર જોરથી કહી રહ્યુ હતુ, કે આઇ લવ યુ, સ્વીટુ. એવુ લાગી રહ્યુ હતું. આમા કઈંક અલગ જ મજા હતી. કાન ને એના પડઘા સાંભળવા બહુ ગમ્યા. હું અને રવિ હાથ પહોળા કરીને હવાને પોતાની અંદર સમાવતા હતા. હવાના તેજ પવનો અમારી છાતીને ટકરાતા હતા. વાળ પણ પાછળની બાજુ ઉડતા હતા. હું રવિની સામે જોવું છુ. અને બન્ને હસી પડીએ છીએ.અને એકબીજાને ગળે લગાવીએ છીએ. રોનક અને ગોવિંદ પણ ઉભા થઈને અમને ચોંટી જાય છે.
બપોરના ચાર વાગે હું અને દિલિપસર બન્ને ઓફિસમાં બેઠા હતા. આજે એમને મને ટેસ્ટ જોવા માટે બોલાવ્યો હતો. હું ટેસ્ટ તપાસતો તપાસતો બગાસા ખાતો હતો. દિલિપસર તો એ વખતે પણ કોઈ પુસ્તક વાંચતા હતા. હું બહુ કંટાળ્યો હતો. હું એમની સામે જોઈ રહ્યો પછી હળવેકથી કહ્યુ.
“દિલિપસર ચા લઈ આવુ?”
દિલિપસર મારી સામે આંખો પહોળી કરીને જોઈ રહ્યા પછી બે હાથથી આળસ ખાધી.
“જા લઈ આવ”
હુ બધા ટેસ્ટ બરાબર વાળી એકબાજુ મુકીને તરત ઓફિસની બહાર નીકળ્યો. એક મસ્ત સુંદર છોકરી ગાડીમાંથી ઉતરે છે. મારી નજીક આવે છે. એ જેટલી નજીક આવતી હતી એટલે જ એની સુગંધ વધુ ને વધુ આવતી હતી.
“દિલિપસર અંદર છે?” પેલી રૂપસુંદરીએ મને પૂછ્યુ.
મે માથુ હલાવીને હા પાડી.
“થેંક્યુ” કહીને એ અંદર જતી રહે છે. હુ ચા લેવા જઉ છું. જતા જતા મને સ્વીટુની યાદ આવી જાએ છે.
“સ્વીટુ તારા માટે ચિંટુએ આટલું બધુ કરવું પડે છે. તારા બાપની ગુલામી કરવી પડે છે. “ મારો મગજ ફરી બબડયો.
“ના યાર ગુલામી નહી, તારા ભવિષ્યના સસરા છે. સ્વીટુના પપ્પાએ તારા પપ્પા કહેવાય, અને પપ્પાની ગુલામી નહી સેવા કરાય.. “ મારુ મન મગજને સમજાવે છે.
મગજે ફરી પ્રશ્ન કર્યો.
“સ્વીટુ ક્યારે આવશે? તારુ આટલુ બધુ કર્યા પછી પણ સ્વીટુ તને નહી મળે તો?”
“આવુ ના બોલ, હું છુ ને બધુ કરી નાખીશ.”
મારા મને ફરી મગજને મનાવ્યું.
આવુ વિચારતા વિચારતા, હું ચા લઈને ઓફીસે પાછો ફરૂ છું.
પહેલી રુપસુંદરી જતી રહી હતી. સરના હાથમાં કંકોત્રી અને આંખોમાં આસુ હતા. હુ સરની નજીક જઈને પૂછુ છુ.
“શુ થયુ સર? તમે આટલા બધા ભાવુક કેમ લાગો છો?”
સર પોતાના આંસુ લૂછતા બોલે છે.
“ઘણા નસીબદાર લોકોના ઘરે દીકરીનો જન્મ થાય છે. ભાગ્યશાળીઓના નસીબમાં દીકરીનો કન્યાદાન કરવાનો લખેલ હોય છે. મને તો ભગવાને બે દિકરી આપી છે. પણ બન્ને લગ્ન કરવાની ના પાડે છે. આ મારી વિદ્યાર્થીની હતી. એના લગ્નની કંકોત્રી આપવા માટે આવી હતી. હું જયારે પણ કોઈ છોકરીના લગ્ન થતા જોવું છુ. તો મને ઈચ્છા થાય છે કે, મારા ઘરથી પણ ડોલી ઉપડે મારી દિકરીઓના પણ લગ્ન થાય, મારા નસીબમાં એ બધું નથી.....નથી એ બધુ મારા નસીબમાં”
સર રડી પડે છે. મે સરનો કરૂણ ભાષણ સાંભળ્યા પછી આશ્વાસન આપતા કહ્યુ છું.
“સર તમે ચિંતા ના કરો, હુ છુ ને તમારો આસીસ્ટન્ટ તમારો આ કામ પણ હુ કરાવી આપીશ, ડોંટ વરી... “
હુ સરને ચા આપુ છું. અમે બન્ને ચા પીએ છીએ.
સર, મને તેમના ઘરે લઈ જાય છે. હું અહીંયા બીજીવાર આવ્યો હતો. ટીવી પર સ્વીટુ નો ફોટો લાગેલો હતો. સ્વીટુ નહિ તો કંઈ નહિ સ્વીટુ નો ફોટો તો જોવા મળ્યો.
" તું નથી તો તારો ફોટો પણ ચાલશે."
મારા મનમાંથી ગીતની પંક્તિઓ નીકળી.
" બેસ, ચિન્ટુ હું તારા માટે ચા - પાણી લઈને આવું છું. "
સર મને કહે છે.
ઓફિસમાં હું સર માટે ચા લાવું અને અહીંયા સર મારા માટે.
સ્વાતિ પાણી ચા નાસ્તો લઈને આવે છે. હું પાણી પીને ગ્લાસ સ્વાતિ ને આપતા કહ્યું છું
" સ્વાતિ દીદી.... શું હું તમને દીદી કહી શકું?"
સ્વાતિ મારી સામે જોઈ રહે છે. કારણકે એનો કોઈ ભાઈ ન હતો. પહેલીવાર કોઈ છોકરાના મોઢેથી દીદી સાંભળ્યું હશે.
"શું મારે કોઈ બહેન નથી. તમને જોવું તો મને એવું લાગે કે મારી કોઈ બહેન હોત તો એ બિલકુલ તમારા જેવી હોત. તો શું હું તમને દીદી કહી શકું?"
સર મારા ફિલ્મી ડાયલોગ સાંભળી રહ્યા.
સ્વાતિ ચહેરા પર લાંબુ સ્મિત લાવીને માથું હલાવે છે.
"તમે કેટલા સુધી ભણ્યા ?"
"બી.એસ.સી કર્યું "
"બરાબર, તો હવે આગળ શું કરવાનો વિચાર છે ?"
મે ચા પીતા પીતા કહ્યું.
"કંઈ નક્કી નહિ . હવે બી.એડ. કરવું છે "
"પછી"
"કોઈ સ્કૂલમાં ભણાવીશ, નહિતર પપ્પા ના ક્લાસ ચલાવીશું. કેમ ?"
સ્વાતિ આંખના ભાપણ ઊંચા કરીને મને સામે પૂછે છે.
"બસ, એમજે પૂછ્યું કે, તમારો લક્ષ્ય શું છે ?"
"લક્ષ્ય, ના લક્ષ્ય જેવું તો કઈ નહિ, બસ સમાજની સેવા કરવી છે"
"કંઇક તો હશે, તમારો સ્વપ્ન , કોઈ ડ્રીમ ??"
"હા, મારે સિંગર બનવાની બહુ ઈચ્છા હતી. પણ, કઈ પ્લેટફોર્મ જ ના મળ્યું. પણ, જિંદગી માં એકવાર તો કોઈ પાર્ટી કે ગરબામાં ગાઈશ તો જરૂર."
"ઓહ, તો તમે સિંગર પણ છો. વાહ, વાહ, કયારેક સમય મળે તો અમને પણ લાભ આપજો."
સ્વાતિ હશે છે અને ચા નાસ્તાની ડીશ લઈ જવા ઉભી થાય છે. બસ, આજ મોકો હતો, એને પૂછવાનો એટલે, મે પૂછ્યું.
"અને લગ્ન ??"
લગ્નની વાત સાંભળતાં સ્વાતિ સરસ્વતી માંથી દુર્ગા બની જાય છે અને મને ગુસ્સાથી કહે છે.
" મારા લગ્નની ચિંતા તું ના કર "
"ચિંતા તો હું મારા બાપની નહિ કરતો, આપની શું કરું? બસ આ તો ખાલી પૂછ્યું."
સ્વાતિ ત્યાંથી જવા લાગે છે.
"સ્વાતિ દીદી...સ્વાતિ દીદી..."
હું પાછળથી બોલાવું છું. પણ એ સાંભળતી જ નથી.
આને લગ્ન માટે મનાવવી એ પણ, રવિ સાથે બહુ અઘરું કામ છે. રવિ તારું તો અહીંયા કંઈ થાય એમ લાગતું નથી. મારું થશે કે નહિ એ પણ મને ચિંતા થવા લાગી.
"બેટા , તું આમાં ના પડ, આનું કઈ નહિ થાય "
દિલીપ સર મારી નજીક આવીને મને કહે છે.
"હું કેમ ના પડું, જો સ્વાતિ નું નહિ થાય તો મારું કઈ રીતે થશે.? તું તારી દીકરીઓને નથી સમજાવી શકતો કેવો બાપ છે તું ?"
હું ચહેરા પર સ્મિત લાવીને મનમાં ને મનમાં સર ને ઠપકો આપ્યો.
આખી રાત હું સ્વાતિ અને રવિના લગ્ન કઈ રીતે કરવા ? તેનું વિચારી હું સરની ઓફિસમાં ગયો.
" ચિન્તું, આજે કેમ આવ્યો? આજે તો કઈ કામ નથી."
સર આશ્ચર્યથી પૂછે છે.
"સર કામ છે, એ પણ બહુ જ મહત્વનું, તમારી સમસ્યાનો સમાધાન લાવ્યો છું." મે ઉત્સાહથી કહ્યું.
"મારી કઈ સમસ્યા ? અને શેનો સમાધાન?"
"ડૉકટર સાહેબ, અંદર આવી જાઓ!"
એક સફેદ વાળવાળો ડોકટર વ્હાઈટ કોર્ટ પહેરેલ હાથમાં સૂટકેસ લઈને આધેડ ઉમંર નો વ્યક્તિ અંદર આવે છે.
"ડૉકટર મને શું થયું છે ?" સર અચાનક ગભરાઈને ઊંચા સ્વરે બોલે છે.
"થયું કઈ નથી પણ હવે થશે મેન્ટલી ડિપ્રેશન "
"ડિપ્રેશન.. " સર આંખો પહોળી કરીને કહે છે.
"હા, અને એનો ઇલાજ આ ડોકટર કરશે "
"ગર્ભવતી ના થાય, તેના માટે પહેલાથી ગોળી હોય, પણ આ બીમારી ના થાય એના માટે..,પણ મે તો કઈ કર્યું પણ નથી "
" સર તમે ગર્ભવતી નથી થવાના પણ એનો નાટક કરવાનો છે ."
સર ને કઈ સમજાયું નહિ એટલે તે પૂછે છે
"મતલબ ??"
"મતલબ, તમે સ્વાતિ ના લગ્ન ને લઈને ડિપ્રેશન માં છો. એવું નાટક કરવાનો છે. તમને આ બીમારી માંથી સ્વાતિ જ બહાર લાવી શકાશે....સમજ્યા ??"
સર થોડી વાર શાંત થઈને બોલે છે.
"અરે...., વાહ, તું તો ચાચા ચૌધરી નીકળ્યો."
"ચાચા ચૌધરી..."
"હા, એમની પાસે બધી સમસ્યાનો સમાધાન હોય છે."
"ઓહ... થેક્યુ સર..."
અમે સરના બાઈક પર ઘરે આવીએ છીએ.
"સર, સમજી ગયા ને , ચક્કર ખાઈને પડી જજો."
"હા..હા... કેટલીવાર સમજાવીશ તું."
હું સરને ઉતારીને બાઈક પાછળ પાર્ક કરીને અંદર જઉં છું. સર, કપડાં ચેન્જ કરવા જાય છે. અને બૂમ પાડે છે.
"સ્વાતિ , રાજને ચા પાણી આપજે"
આજે ફક્ત ચા પાણી જ આવ્યા. નાસ્તો ના આવ્યો. સ્વાતિ નો ચહેરો ફૂલેલો જ હતો. મે પાણીનો ગ્લાસ હાથ માં લીધો અને બોલ્યો.
"ગુડ ઇવનીંગ, સ્વાતિ દીદી.."
",ગુડ ઈવનીંગ"
"કાલ માટે સોરી, મને ન હતી.. ખબર કે .."
સ્વાતિ એ તરત મારી વાત કાપી નાખી અને બોલી.
"ઇટ્સ ઓકે, હું કાલની વાત કાલે જ ભૂલી ગઈ છું. હવે એના વિશે ચર્ચા નહિ કરીએ "
હું માથું હલાવીને ચા પીવા લાગ્યો.
ચા પીતા પીતા મારી નજર દિલીપ સર ને જ શોધતી હતી.
મારી ચા પતે છે અને દિલીપ સર આવે છે. એ થોડા નર્વસ લાગતા હતા.
મે એમની સામે જોયું.
"ચાલો સર તો હું જાઉં છું "
હું સોફા પરથી ઊભો થયો.
"હા... ઓકે બાય.."
સરે પણ કીધું જાણે એ બધું ભૂલી ગયા હોય. હું પાછો વળું છું
" સ્વાતિ દીદી.... બાય"
"બાય..." સ્વાતિ એ કહ્યું .
હજી સર એમને એમ ઉભા હતા. મારો મન બોલ્યો.
"આનાથી કઈ નહિ થાય, છોકરાને ભણાવવા સિવાય આને કઈ આવડે એમ નથી. આમ, એક્ટિંગ કરતા આવડતી હોત તો, આજે એની પત્ની ભાગી ના ગઈ હોત. કેવા લોકો મળ્યા છે મને...હે ભગવાન ??"
"ચિંટુ "
સર જોરથી બૂમ પાડે છે. માથે હાથ રાખીને પડી જાય છે . હું પાછળ ફરું છું. સરને એક્ટિંગ જરા પણ નથી આવડતી. હવે ચક્કર આવે તો આટલા જોરથી બૂમ પાડવાની હોય અને બૂમ પાડવી જ હોય તો સ્વાતિના નામની પાડે મારા નામની કેમ પાડી.
હવે જે બોલ્યા હોય પણ, હવે મારી વાળી હતી.
“પપ્પા..”
સ્વાતિ જોરથી રાડ પાડીને પપ્પાની બાજુમાં જાય છે.
હું પણ તરત તેમની નજીક જઊ છુ. અને થોડી ઘણી ખબર પડતી હોય તેમ હાથ, ગળુ, માથે અડીને દિલિપસરને તપાસુ છું.
“એક મિનીટ હું ડોકટર ભાટીને ફોન કરુ છું. “
મે ડૉકટરથી વાત કરી અને પછી અમે સરને ઉપાડીને બેડરૂમ માં લઈ ગયા.
ડોકટર ભાટી નવરા હોય એમ ૧૦ જ મિનિટમાં સરના ઘરે આવી જાય છે.
“હેલ્લો ચિંટુ ક્યાં છે, દર્દી..?”
કોઈ મોટો કેસ હોય એમ હું કહ્યુ છુ.
“દર્દી, બેડરૂમમાં છે, આરામ કરે છે. “
ભાટીને સમજાવ્યો એમ તેને બીપી ચેક કરી. માથે હાથ રાખીને પછી છાતી પર હાથ રાખીને ચેક કર્યું. છેવટે, શક્તિની ગોળીઓ સરને આપે છે. સર એ પાણી સાથે લઈ લે છે.
“શું થયુ છે મારા પપ્પાને ?”
સ્વાતિએ ચિંતાતુર થઈને પૂછયું.
“તમારા પિતાજી મેંટલી ડિપ્રેશનમાં છે. “
મે વચ્ચે ડાહ્યો થઈને ભાટીને પૂછયુ.
“ડિપ્રેશન ??, એટલે ?”
“ ઘણા સમયથી કોઈ ચિંતા રહે તો પછી તે ડિપ્રેશનમાં જતા રહે, અને રાતે ઉંઘ ના આવે અને ખાવાનું પણ ના ભાવે, ચિંતા દુર થશે એટલે બધુ ઠિક થઈ જશે. “
“એવુ તો કોઇ ટેન્શન નથી, પપ્પાને. એ તો હસમુખા સ્વભાવના છે. હમેંશા ખુશ રહે છે.”
સ્વાતિએ ડોકટર સામે આશ્ચર્યથી જોતા કહ્યુ.
“એ તો બહારથી લાગે છે. બાકી એમને પૂછો એમને શું ટેન્શન છે?”
ભાટીએ ડોકટરની જેમ જ વાત કરી. ખરેખર, પોશાકમાં પણ બહું તાકાત હોય છે. ડોકટર ભાટી કઈં વંચાય નહી એમ કઈંક લખીને આપે છે.
“ઓકે, ચિંટુ અને સ્વાતિ હું જઊ છું. સરનું ધ્યાન રાખજો. “
હુ માથુ હલાવુ છુ. સ્વાતિ તો તેના પપ્પાને જ જોઈ રહી હતી.
“ઓકે, ચિંટુ હુ જઉ છું. “ ભાટી મારી નજીક આવીને પૈસાનો ઇશારો કરતા કહે છે.
“હા ચાલો, હું તમને બહાર સુધી મુકવા આવું”
હું ડોકટર ભાટીનો હાથ પકડીને તેને બહાર લઈ જાઉ છું.
“ચાલો, હવે કાલે ઓફીસે આવીને સર જોડે પૈસા લઈ જજો”
“મને તો કામ પતે, એવા તરત જ પૈસા આપવાનું કહેવામાં આવ્યું હતું. “ ભાટીએ કહ્યુ.
“હજી કામ પત્યુ નથી. કામ થશે તો જ રૂપિયા મળશે. “
મે દાંત પીસીને કહ્યુ. અને ભાટીને ભગાડીને ઘરમાં આવ્યો. સરની બાજુમાં સ્વાતી બેઠી હતી. એ સર સાથે કઈંક વાત કરતી હતી. હું એમની નજીક ગયો.
“પપ્પા તમને શેની ચિંતા છે? મને કહો..”
સ્વાતી એ તેના પપ્પાનો હાથ પોતાના હાથમાં પકડતા કહ્યુ.
“ચિંતા નહી પરંતુ, આખરી ઈચ્છા છે મારી..”
સરે કઈંક વધું પડતુ ઇમોશનલી ડાયલોગ બોલ્યા હતા. પણ, સર પહેલીવાર સ્વાતિ જોડે પહેલીવાર આવું નાટક કરતા હતા. એટલે, સ્વાતીને શકે ના હતો પડતો.
“પપ્પા, આવું શું કરવા બોલો છો.. શું છે તમારી ઈચ્છા?”
“બેટ, તારા લગ્ન થઈ જાય, તારા છોકારા જોઈને જઊ ,પછી ભલે ભગ્વાન મને ઉપાડી લે.. “
સ્વાતીના કપાળે રેખાઓ તણાવા લાગી. એ કઈં જ બોલતી ન હતી. હું દરવાજા આગળ ચૂપચાપ એ દ્રશ્ય જોઈ રહ્યો હતો. શું મારી યુક્તિ કામે લાગશે? સ્વાતી શું કહે છે? એના હોઠ કયારે ફરકે હું એની સામે તાકી રહ્યો.
“શું મારા નસીબમાં આ સુખ નથી? શું મારા ઘરથી મારી દિકરીઓની ડોલી નહી ઉપડે..? શું મને કન્યાદાનનો સૌભાગ્ય નહી મળે?”
સરની આંખોમાં આંસુ આવી ગયા. એમના અવાજમાં દુ:ખ હતું. આ એકટિંગ ન હતી. કોઈ માણસ એકટીંગમાંથી રિયલમાં પોતાનું દુ:ખ ક્યારે કહે છે. તે તેને ખબર નથી રહેતી.
બાપના આંખોમાં આંસુ જોઈ સ્વાતીના આંખમાં પણ આંસુ આવી જાય છે. એ રડતી રડતી ત્યાંથી ઉભી થઈને જતી રહે છે. એક પિતાની વેદના જોઈ મારુ પણ મન ભરાઈ ગયું. એ હાર્દિકના કારણે કેટલા લોકોને દુ:ખી થવું પડે છે. માણસ સામાજિક પ્રાણી છે. એટલે, એ જે કંઈ પણ કરે છે કે, તેની સાથે જે કંઈ પણ થાય છે. તેની અસર તેની આસપાસ થતી જ હોય છે. દિલિપસરનો આમાં કંઈ વાંક ન હતો. છતાં, દુ:ખી તેમને થવું પડયું. હું દિલિપસરને ભેટી પડું છું. કોઇ પણ દુ:ખી માણસને ભેટવાથી તેનું અડધું દુ:ખ ઓછું થઈ જાય છે.
હું સ્વાતિના રૂમમાં જઉં છું. સ્વાતિ બારી પાસે મારી તરફ પીઠ કરીને ઉભી હતી. લોકો દુઃખી હોય ત્યારે બારીમાં કે ધાબા પર ચડીને શું જોતા હશે? એ મને ખબર નથી. પણ એમના દિમાગમાં ઘણું બધું ચાલતું હોય છે.
"સ્વાતી દીદી." મે પાછળથી અવાજ લગાવ્યો.
એ તેના આંસુ લૂછીને મારી તરફ ફરે છે. તેની આંખોમાં અપરાધભાવ દેખાતો હતો.
"શું છે ?"
"દીદી.. તમે એ હાર્દિકની સજા તમારા પિતાને કેમ આપો છો ? "
"મારે એ વિશે કંઈ વાત નથી કરવી, તું જા અહીંથી "
આપણે જ્યારે નિરાશ હોઈએ ત્યારે આપણાથી નાનો કોઈ આપણને સલાહ આપે એ આપણને કયારેય નહિ ગમે.
"દીદી , તમે મને ભાઈ ગણો છો કે નહિ તે મને નથી ખબર પણ, હું તમને મારી બહેન માનું છું. તમે એક છોકરાના કારણે તમારી જિંદગી કેમ બરબાદ કરો છો?"
"એક છોકરો નહિ. પણ બધા છોકરાઓ આવા જ હોય છે. એમને બસ, છોકરીઓના શરીરની જ ભૂખ હોય છે ."
મને એક વસ્તુ સમજાતી નથી કે, આપણે અમુક માણસોની ભૂલોનો ટોપલો પૂરી જાતિ પર કઈ રીતે નાખી શકીએ. આપણે એમાંના બે ચાર ખરાબ માણસોના કારણે બીજા ઘણા બધા લોકો ને અવગણી નાખીએ છીએ .
“શુ હું પણ એવો જ લાગુ છું”
સ્વાતી ચુપ થઈ જાય છે.
“હાર્દિક અને એના દોસ્તો જેવા ખરાબ છે આ દુનિયામાં તો રવિ જેવા, તારા પપ્પા જેવા અને મારા જેવા સારા માણસો પણ છે. આ દુનિયામાં.”
“હા... હશે.. પણ, મે તો હાર્દિકને સાચા દિલથી પ્યાર કર્યો હતો ને, એ પણ એવો ન હતો લાગતો. જેવો એ નીકળ્યો.”
સ્વાતી ગુસ્સાથી કહે છે. અને રડવા લાગે છે. હું એને હળવું આલિંગનમાં લઈ એના આંસુ લુછતા કહુ છું.
“એ તારા લાયક જ ન હતો. એટલે, ભગવાને એને તારી જિંદગીથી દૂર કરી નાખ્યો. જે થાય છે એ સારા માટે જ થાય છે. હાર્દિક તેની જિંદગીમાં આગળ નીકળી ગયો હશે. તુ હજી ત્યાંની ત્યાં છે. તુ પણ એ બધુ ભુલીને આગળ નીકળી. “
સ્વાતી ફરી મને ભેટી પડે છે. અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે.
હું આટલી સારી રિતે તેને કઈ રિતે સમજાવી શક્યો એ મને ખબર નથી. હા પણ, વિશાલ પણ આવી જ રીતે બધાને સમજાવે છે. કદાચ, હું તેની સાથે રહીને આવુ શીખ્યો હોઈશ. કોઈ માણસની સાથે રહેવાથી પણ એના ગુણો આપણામાં આવી જાય છે. તો એ તઓ મારો દોસ્ત, મારો ગુરૂ અને મને સાચી રાહ દેખાડનારો છે. સ્વાતી અને દિલિપસરના દિલમાં તો મે સારી એવી જગ્યા બનાવી દિધી હતી. મને પણ હવે એ પોતાના લાગવા લાગ્યાહતા. હવે સ્વીટુ તારી વારી છે. તુ ક્યારે આવીશ ? સોમવારે તો કૉલેજ પણ ચાલુ થવા જઈ રહી છે.
આઈ મીસ યુ, સ્વીટુ. તારા કારણે મને રવિ જેવો સારો દોસ્ત મળ્યો છે. એક સ્વાતી જેવી બહેન અને પિતા સમાન દિલિપસર મળ્યા છે. હવે તુ પણ મળી જા. હુ આવુ વિચારતો હતો કે, કદાચ ભગવાને મારી સાંભળી લીધી હશે. હું નાનો હતો ત્યારે મારી દાદી મને કહેતી તથાસ્તુ નામના દેવ બધી જગ્યાએ ફરતા હોય છે. આપણે એ વખતે જે વિચારીએ ત્યારે એ તથાસ્તુ કહી દે છે. અને તએ સાચુ પડે છે.
“ચિંટુ,.., ચિંટુ સ્વીટુ આવી છે. “ રવિ રુમમાં ઘુસતા જ મને કહે છે.
“ખરેખર..?”
રવિ ડોકુ હલાવે છે. કદાચ, તથાસ્તુ નામના દેવ હાલ અમારે નજીક જ હશે તેમને તથાસ્તુ કહ્યુ હશે. હુ ભાગતો ભાગતો સ્વીટુના ઘરે જાઉ છું. વાદળી રંગના પંજાબી ડ્રેશ્મા સ્વીટુ પેલા કરતા પણ વધુ ખુબસુરત લાગતી હતી. કારણ કે, વાદળી રંગ મારો મનપસંદ રંગ છે. ઘણા દિવસે તેને જોઈને જાણે, તરસ્યાને પાણી મળી ગયું. એવી ખુશી થતી હતી. હું તેને જોઈ રહ્યો. સ્વીટુ મને જોતા જ ઊભી થઈ જાય છે.
“તુ અહીન્યા?” સ્વીટુ આશ્ચર્યથી પુછે છે
“હા, એ રવિ સાથે બાજુના ઘરમાં ભાડે રહે છે. “
હુ કઈંક કહુ એ પેલા જ સ્વાતી બોલે છે. આ સાંભળીને સ્વીટુની આંખો પહોળી થઈ જાય છે.
“હા ભાડે રહે છે તો, બાજુના ઘરમાં રહે ને...., અહીં કેમ ચાલ્યો આવે છે?”
સ્વીટુના મોઢામાંથી આવા કડવા વેણ સાંભળીને મને તો એટલો ગુસ્સો આવ્યો કે, જેના માટે મે આટલો બધુ કર્યુ. એ મારાથી આવી રીતે વાત કરે છે.
“સ્વીટુ, તુ આવુ કેમ બોલે છે? એ પપ્પાના ત્યાં નોકરી પણ કરે છે. તેમને જ મળવા આવ્યો હશે. અને કલાસમેટથી કોઈ આવી રીતે વાત કરે છે.”
આ બધુ સાંભળીને તો સ્વીટુની આંખો તો ગુસ્સાથી વધુ લાલ થઈ ગઈ.
“સ્વાતી, તુ આવુ કહે છે. તુ આને ઓળખતી નથી. મારો તો મન કરે છે કે, હું હાલ આને કાઢી દઊ મારા ઘરથી. “
સ્વીટુના મોઢામાંથી આવા શબ્દો સાંભળીને મારો મગજ ઘસી ગયો.
“બસ, હો હું કંઇ બોલતો નથી. એનો મતલબ એવુ નથી કે, તુ ગમે તેમ બોલે જઈશ. સ્વાતી નથી ઓળખતી મને ? તુ ઓળખે છે? તો તુ બોલ કેવો છું હું ?”
“એ તુ જઈને તારા દોસ્ત જીગરને પૂછ, તુ મારા જેવી દર મહીને વાપરીને છોડી દેતો હોઈશ પણ, મને નહી મારા વિશે વિચારતો પણ નહી, સમજયો ?”
“તારા વિશે વિચારુ, તારી સામે જોવું પણ નહી સડેલા બટાકા જેવી સુરત છે ને હોંશિયારી કરે છે. તુ વિચારતી હોય ને કે હું તારા માટે અહીન્યા આવ્યો છું તો ભુલી જજે “
સ્વીટુ તો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. સ્વાતી અમને બન્ને ને જોઇ રહી. હુ પગ પસાડીને ત્યાંથી જતો રહુ છું.
હૂ રૂમ પર પહોંચીને મારો સામાન પેક કરવા લાગુ છુ. રવિ મને જોઈને ચકિત થઈ જાય છે. એને કંઈ સમજાતું ન હતું કે, હુ શું કરી રહ્યો છું.
“શુ કરે છે ચિંટુ ? શુ થયુ ??”
હું કંઈ જ બોલ્યા વગર સામાન પેક કરીને, એક બેગ લટકાવીને બીજો બેગ હાથમાં પકડીને ત્યાંથી નીકળું છે. રવિ મારો હાથ પકડે છે અને ખેંચીને કહે છે.
“ક્યાં જાય છે શું થયું એ તો કહે?”
હું ગુસ્સાથી બોલ્યો
“આ સ્વીટુ એની જાતને સમજે છે શું?”
હું એના માટે મારો વેકેશન બગાડીને ઘરે જવાને બદલે અહીંયા રહ્યો અને એને મારો આ અપમાન કર્યો.
“હું જઉં છું.....,આ સ્વીટુને તો હું.........”
હાથ છોડાવીને હું ત્યાંથી જતો રહું છું
“ચિંટુ ....., ચિંટુ .....”
રવિ પાછળથી બૂમો પાડે છે પણ હું ક્યાં સાંભળવાનો હતો.
ગુસ્સામાંને ગુસ્સામાં હું ટીબી ત્રણ રસ્તા પહોંચી ગયો. પછી વિચાર આવ્યો કે જઉંક્યાં?”
રોનક અને ગોવિંદના ઘરવાળા ને યાદ કરીને,એમને કહેવાનું મન મરી ગયો એ ક્યારેય પારકા છોકરાને પોતાના ઘરે નહી રહેવા દે. એમના ઘરે એમની બહેનો છે. એમના મમ્મી પપ્પાને એની બહુ ચિંતા રહે.., કોઈ કામ હોય તોય, હું એમને ઘરની બહાર ઉભો રહું છું. બે ત્રણ ક્લાસમેટ ને રૂમ પર ભાડે રહેતા હતા. એમને ત્યાં બે દિવસ રોકાવા માટે ફોન કર્યો. પણ કંઈ થયું નહીં. એ બધા હાલ પોતાના વતનમાં હતા.
ડીસા જતો રહું, ઘરે... ના.... ડીસા જઈશ તો અઠવાડિયે રોકાવું પડશે. ઘરના પાછા આવવાના નહી દે. ઘરે જઈને ઘણા દિવસ થઈ ગયા હતા. મારી મમ્મી મને બે દિવસમાં પાછું તો નહી જ આવવા દે. કાંતી ની ચા પીધા પછી ગુડ્ડીને ફોન કરવાનો વિચાર આવ્યો.ગુડ્ડીને મેં કહ્યું હતું કે, હું વેકેશનમાં ઘરે ડિસા છું. એને વળી સ્વીટુના ઘરનું કહેત તો, તેના ઘણા બધા પ્રશ્નો ચાલુ થઈ જાત. પણ સંકટ સમયે આવા જ મિત્રો યાદ આવે છે. મે તેને ફોન કર્યો.
“હેલ્લો ગુડ્ડી.. “
“હેલ્લો..”
“કેમ છે મજામાં? “
“હા મજામાં...., કેમ આજે ઘણા દિવસે મારી યાદ આવી?”
“ યાર બે દિવસ રોકાવા મળશે તારા ઘરે??”
“કેમ પહેલા ફ્લેટનું શું થયું???”
“ યાર એ તો વિશાલ અને જીગર જતા રહ્યા તો ખાલી કર્યું.”
“ તો હવે...??”
“ તો હવે સોમવારે બીજા રૂમ પર જઉ છું. તો, સોમવાર સુધી તારા ઘરે રહેવા મળશે???”
“ હા.... હું મારા કાકા ને પૂછીને ફોન કરું છું. મારા કાકી પિયર ગયા છે. તો ઘરે હું અને કાકા જ છીએ. પણ, તું આટલો વહેલો કેમ આવી ગયો??? ઘરે મજા ન આવી.”
“ હવે, આ બધી લવારી મુક ને, હું આવું છું તારા ઘરે ! “
“ તું તો રિક્વેસ્ટ માંથી સીધો ઓર્ડર કરવા લાગ્યો.”
“ પ્લીઝ, બકા...., મારી હેલ્પ કર,પ્લીઝ......, પ્લીઝ..... “
મે રિકવેસ્ટ કરતા કહ્યું, મને ખબર છે, આવી રીતે કરીશ તો એ ક્યારે ના નહીં પાડે.
“ ઓકે.....!! હું કંઈ કરૂ છું, ચાલ ફોન મુક.. “
ગમે તેમ તો આખરે દોસ્ત જ કામ આવે છે. ગુડ્ડી મારી બેસ્ટ ફ્રેન્ડ છે પાટણની.. , પણ, હું એને મારી બધી વાતો નહીં કરતો. હું એની સાથે ફક્ત મસ્તી અને મજાક જ કરૂછું. એ થોડી જિંદ્દી છે. મારી જેમ પણ, સારી પણ છે. મારી જેમ !!,હા.... તે એકદમ મારા જેવી જ છે. મને વિશ્વાસ હતો કે, તે એના કાકાને જરૂર મનાવી જ લેશે. હું ગુડ્ડીના ફોનની રાહ જોયા વગર તેના ઘરે જતો રહ્યો.
ઘરની બહાર પહોંચું છુ ને,ગુડ્ડી નો ફોન આવે છે
“ હેલ્લો... ક્યાં છે તું??”
“ તારા ઘરની બહાર..., દરવાજો ખોલ.... “
“ તું આવી ગયો....!!! એ પણ મને પૂછ્યા વગર કાકાએ ના પાડી હોત તો......., તારામાં ખરેખર બુદ્ધિ જેવું છે જ નહીં...!!!”
એ ફોન પર મને તેડકાવતાં તેડકાવતા ઘરનોદરવાજો ખોલે છે. મને અંદર બોલાવવાના બદલે પોતે બહાર આવે છે. મને સાઈડમાં લઈ જાએ છે. અને ધીમા અવાજે બોલે છે.
“ અલ્યા, કેટલો સામાન લાવ્યો છે ? “
“ જેટલો હતો બધો લઈ આવ્યો બે બેગ જ છે ને....”
“ ઓકે કાકા પૂછે તો કેજે કે,પ્રોગ્રામના રિયેશલમાં આવ્યો છું, ઓકે....?? કોલેજમાં પ્રોગ્રામની રિયેશલમા !!!”
મને કંઈ સમજાયુ નહી પણ મેં માથું હલાવ્યું.
“ ગુડ્ડી મારો હાથ પકડીને અંદર લઈ જાય છે. ગુડ્ડીના કાકા ખુરશીમાં બેસીને પેપર વાંચતા હતા. એમની ઉંમર ખાસ નહી પણ, ૩૦ એક વર્ષની લાગતી હતી.
“ કાકા... આ ચિંટુ છે.., મેં તમને વાત કરી હતી ને એ.....”
ગુડ્ડી એના કાકાને કહે છે. કાકા ની નજર અમારા ઉપર પડે છે. ગુડ્ડી મારો હાથ છોડી દે છે.
“ આવ ચિંટુ ”
મે ચહેરા પર સ્મિત લાવીને આંખો પલકારી, મારે હવે શુ કરવું, એ મને સમજાયો નહી. એ ફરી બોલ્યા.
“ તુ અજીતનો ભાણો છે ને ?”
“ હા......, તમે ઓળખો છો તેમને ??”
“હાજ તો....!,અમે ભાભરના તો છીએ તને નહિ ખબર”
“ હા...............ખબર છે. પણ,દિમાગમાંથી નીકળી ગયું હતું.”
આવા સમયે કોણ ક્યાંના છે, એ કોને કઈ રીતે ઓળખે છે. એ થોડું મગજમાં આવે.છતાં,હું કોઈ પરિચિત ને મળ્યો હોઉં, એવું લાગ્યું મને....
“ ચલો કાકા....., જમી લઈએ”
“ ચાલ ચિંટુ ,આજે મારા હાથનો ખાજે!!”
અમે ત્રણેય જમવા બેસી જઈએ છીએ.
“ ખાજે હો ચિંટુ ... શરમાતો નહી. અમારા ગામનો ભોણો છે તું. મામાનો જ ઘર સમજજે. “
ગુડ્ડીના કાકાએ મને કહ્યું, જેમનું નામ પણ મને નથી ખબર. પણ ભાણા શબ્દ સાંભળી, મને વિશાલ અને જીગર યાદ આવે છે .હા, જીગરે સ્વીટું ને શું કહ્યું હશે???.. સ્વીટું, કેમ તેને પૂછવાનું કહેતી હતી ? અને શુ પૂછવાનું કહેતી હતી ? મારો મગજ ફરી વંટોળે ચડે છે. રોટલીનો ટુકડો મારા હાથમાં જોતા, ગુડ્ડી બોલે છે.
“ ક્યાં ખોવાઈ ગયો ચિંટુ ???”
મેં માથું હલાવ્યું અને ફરી ખાવા લાગ્યો.
ગુડ્ડીના કાકાએ મને કહ્યું
“ વેલકમ પાર્ટીની તૈયારી કેવી ચાલે છે?”
શેની વેલકમ પાર્ટી………? મને તો કંઈ સમજાયું નહી. પણ, મને ગુડ્ડીની પેલી વાત યાદ આવે છે કે, હું કોલેજના પ્રોગ્રામના રિયેશલમાં આવ્યો છું. એટલે થોડીવાર વિચારીને હું બોલ્યો.
“ એકદમ ઝક્કાસ..”
“ કાલે ડીસા કેટલા વાગે જવાનું છે ?”
કાકાએ ફરી એક નવું પ્રશ્ન પૂછ્યું, જેનો જવાબ મારી પાસે ન હતો.
“ સવારના 08:00 વાગે “ ગુડ્ડી વચ્ચે બોલે છે.
“ હા... “ મે પણ ગુડ્ડીની વાતને સહમતી આપી.
“હું પણ જવાનો છું તમને પણ લેતો જઈશ”
આ તો કાલે જ મને બહાર કાઢી દેશે. હું તો અહીંયા બે દિવસ રોકાવાના પ્લાનિંગ થી આવ્યો હતો. મે ગુડ્ડીની સામે શંકાભરી નજરે જોયું. ગુડ્ડી મારી સામે જોઈને આંખ મારે છે. મને સમજાઈ ગયું કે, ગુડ્ડીના દિમાગમાં કંઈક આઈડિયા છે.
“ તો કાકા અમે કોલેજ જઈએ છીએ, તમે સુઈ જજો”
“ કોલેજ... , અત્યારે... “ હું બોલી ઉઠયો.
“ હા ચિંટુ ... રિયેશલમાં નહી જવાનું ???”
ગુડ્ડી મારી સામે આખો પહોળી કરીને કહે છે.
આ બધું શું ચાલે છે અને કંઈ સમજાતું ન હતું. ગુડ્ડી અને હું અત્યારે ક્યાં જઈશું?? અમે જમીને ત્યાંથી ઊભા થઈએ છીએ. ગુડ્ડી વાસણ ભેગા થવાની ને એક બાજુ મૂકી દે છે.
“ ચાલ ચિંટુ જઈએ”
ગુડ્ડીના કાકા રૂમમાં જાય છે. ગુડ્ડી ઘરની બહાર જાય છે અને હું એની પાછળ જાઉ છું. ઘરની બહાર નીકળતા જ મારા મનમાં ચાલતા પ્રશ્નો બહાર આવે છે.
“ ક્યાં જવાનું છે... ગુડ્ડી????”
“ આ બધું શું છે ???”
ગુડ્ડી કંઈ પણ બોલ્યા વગર ચાલતી જતી હતી. હું એની પાછળ પાછળ ચાલતો હતો.
“ કાલ સવારે તારા કાકા મને ડીસા મુકવા આવશે.... તારી પાસે એક હેલ્પ માંગી હતી અને તે આવું કર્યું ..??’
ગુડ્ડી તેનો મૌન તોડતા બોલે છે.
“ તને શું લાગે છે ?? કાકા તૈયાર થાત કે, મારો એક દોસ્ત મારા ઘરે રાતે રોકાય અને આખો દિવસ મારી સાથે રહેશે. એ પણ ત્યારે, જ્યારે મારા ઘરમાં કાલે આપણે બે સિવાય બીજું કોઈ નથી. “
મારા મગજમાં આ વાત જ આવી જ ન હતી. હા પણ, દુનિયાના મગજમાં આ વાત સૌથી પહેલા આવે છે.
છોકરો અને છોકરીની દોસ્તી હજી પાટણમાં સામાન્ય નથી. લોકો તેને પણ શક ની નજરે જોવે છે. આ તો ગુડ્ડીને એ મારા મામાના ગામના છે. એટલે, મને આજની રાત રોકાવા માટે, તેના કાકા તૈયાર થયા નહીંતર, એ પણ ના થાત.
“ હા..., તો હાલ આપણે ક્યાં જઈએ છીએ ???”
“ મુવી જોવા....”
અમે ચાલતા ચાલતા સિટી પોઇન્ટ પહોંચી ગયા હતા. મારી સામે નો બોર્ડ લાગ્યું હતું. અમે અંદર જઈએ છીએ. ગુડ્ડી બે ટિકિટો લેવા જાય છે. ગુડ્ડી આજે સામેથી મારી ટિકિટ ખરીદી. આમ, તો એ બહુ લપ કરતી હોય છે. એની ટિકિટના રૂપિયા કાઢવામાં. પણ, આજે તેને મારી ટિકિટ લીધી. મને નવાઈ લાગી એટલે મે ગુડ્ડીને પૂછ્યુ.
“ શું વાત છે ગુડ્ડી કેમ આટલી ખુશ છે ??”
“ ખુશ......, કેમ ખુશ રહેવા માટે કોઈ વાત હોવી જરૂરી છે??”
“ હમ્મ્મ.... ના, પણ તું એમના એમ તો તારા રૂપિયાથી મુવી જોવા મને લાવે નહી. “
“ વાત તો છે પણ મુવી જોયા પછી હું તને કહીશ.”
“ ઓકે”
અમે થિયેટર માં ઘુસ્યે છીએ. ગુડ્ડી મારો હાથ પકડી લે છે. મુવીના પોસ્ટર સાથે અમારી એક સેલ્ફી લે છે. અમે અંદર જઈને મુવી જોવા લાગીએ છીએ.
સ્વીટુ સાથે થયેલ ઝઘડાના કારણે જે મારો મુડ ખરાબ થઈ ગયો હતો. એ ગુડ્ડીના કારણે સારો થઈ ગયો. ખરેખર દોસ્તો જીંદગીમાં બહુ મહત્વ ધરાવે છે. મિત્રોની સાથે હોઈએ ત્યારે, આપણી જિંદગીની બધી જ સમસ્યાઓનો નિરાકરન મળી જશે. એવુ લાગે છે. ગુડ્ડીને મળ્યો એ પહેલા મારા મનમાં ઘમાસણા યુધ્ધ ચાલતું હતું. ગુડ્ડીને મળીને મારુ મન શાંત અને ઠંડુ થઈ ગયું હતું. કદાચ, દોસ્તો સામે હું ખુશ જ રહી શકું છૂ. હું દુખી છુ, એવો અહેસાસ એમને થવા દેતો નથી.
મુવી પત્યા પછી ગુડ્ડી મને કહે છે.
“ તે મને પૂછ્યુ નહી કે, હું કેમ આટલી ખુશ છુ? “
“હા... બોલ ને, મારી દોસ્ત, કેમ આટલી ખુશ છો ?”
“ કારણ કે, તારી દોસ્ત નો આજે જન્મદિવસ છે. “
“ હે…, ના હોય ગુડ્ડી ... હેપ્પ્પી બર્થડે યાર.... “
હું ખુશીથી તેને ગળે લગાવી લઊ છું.
“ તો પાર્ટી ક્યારે આપવાની છો ?”
“આજે સાંજે સાત વાગે, તુ મને શુ ગીફ્ટ આપવાનો છે ? “
“ ગીફ્ટ, એ વળી શું હોય છે ?”
“ગીફ્ટ તો મને જોઈશે. જો કહી દઊ છું. તને મૂવી પણ બતાવ્યો. “
“ હા, તો બોલ .. શુ જોઈએ છે તારો ?”
“ તને ખબર તો હોવી જોઈએ, કે તારી બાળપણની દોસ્ત ને શુ પસંદ છે ...? એને શું જોઈએ છે ?”
અમે ઘરે પહોંચી ગયા હતા. હળવેકથી ગુડ્ડી દરવાજો ખોલે છે. તેના કાકા સુઈ ગયા હતા. અમે અંદર જઈએ છીએ.
“ ગુડ્ડી, મને કંઈ દેખાતું નથી. લાઈટ ચાલુ કરજે..”
“ ના કાકા જાગી જશે. મારી પાછળ પાછળ આવે.. “
એ મને તેના રૂમમાં લઈ જાય છે. એ લાઈટ ચાલુ કરે છે. તેનો રૂમ સાફસુતરો હતો. પલંગ, ખુરશી, ખુરશી, પંખો અને એક આરામદાયક ખુરશી રૂમમાં હતી. દિવાલો પર સર્ટિફિકેટ અને ફોટોગ્રાફ્સ હતા. ગુડ્ડી ચાદર થોડી ઠીક કરે છે.
“ તો ચિન્ટુ, તું અહીન્યા સૂઈ જા. હું હોલમાં ઊંઘું છું. “
“ ઓકે, અને સાંજે તને સરપ્રાઈઝ ગીફટ મળી જશે. “
એ મારી સામે સ્માઈલ આપીને કહે છે.
“ ગુડ નાઈટ”
“ગુડ નાઈટ “
ગુડ્ડી ત્યાંથી જાય છે.
હું પલંગ પર આડો પડ્યો પડ્યો ગુડ્ડીના સરપ્રાઈઝ ગીફ્ટ વિશે વિચારું છું.
હુ સવારના ઉઠ્યો. સુર્યદેવતાનો દિવ્ય પ્રકાશ ચારે બાજુ પથરાઈ ગયો હતો. સામે ઘડિયાળમાં જોઉં છું. તો નવ વાગ્યા હતા. જો કે હું પહેલા પણ આટલો મોડો ઉઠતો હતો. પણ જયારથી દિલિપસરને ત્યાં જોબ ચાલુ કરી હતી. ત્યારથી, સવારના ૬ વાગે ટ્યુશન જવાનું થઈ જતું હતું. મોબાઈલમાં જોવું છું તો દિલિપસરના ત્રણ મિસકોલ પણ હતા. રવિ તો કાલ રાતનો મને ફોન કરતો હતો. પણ મે તેના એક પણ કોલ ઉપાડયા નહી. સામે ગુડ્ડીના ફોટા પર મારી નજર પડે છે. તેમાં ગુડ્ડી બહુ ક્યુટ લાગી રહી હતી. હુ અને ગુડ્ડી નાના હતા ત્યારે બહુ ઝઘડતા હતા. એ પ્રસંગો યાદ આવવા લાગે છે. હુ અને ગુડ્ડી પાકા દુશમન હતા. અમે રોજ ઝઘડતા અને મારી મમ્મી ગુડ્ડીના કારણે મને રોજ મારતી.
“ ચિંટુ .... ઉઠી ગયો ... લે ચા પી “
ગુડ્ડી ચા લઈને આવે છે. મે તેની સામે જોયું. એ નાહી ધોઈને નવા કપડા પહેરીને મારી સામે ઊભી હતી. તેને બ્લેક એંકલ અને બ્લેક લાઈનીંગ વાળો વ્હાઈટ ટોપ પહેર્યો હતો. તેના ઉપર ગ્રે રંગનો ક્રોમટોપ બરાબર શુટ કરતો હતો. તેના ચહેરા પર રોનક દેખાતી હતી. જન્મદિવસના દિવસે આપણા ચહેરા પર ચમક આપમેળે આવી જ જતી હોય છે. હુ તેના હાથમાંથી ચા લઊ છું.
“ ગુડ મોર્નિગ “
“ ગુડ મોર્નિગ.... કેવી ઊંઘ આવી મારા બેડ પર.. “
“ઠીક છે હવે.. “ મે મોઢો બગાડતા કહ્યુ.
“ ઓહ.. તમને તો નીચે જ ઊંઘવાની ટેવ પડી ગઈ હશે. એટલે, બેડ પર ઊંઘવું ના પણ ગમે “
“હા..... નીચે ઊંઘવાની મજા જ કંઈક અલગ છે. “
“હા....હા.. હવે નાહી ધોઈ લે.. પછી શોપીંગ કરવા જવાનું છે. મારો રૂમ સજાવવાનો છે. કેક લાવવાની છે. પાર્ટીની તૈયારી કરવાની છે. “
મે તેની ચક્ચક સાંભળીને ચા નો કપ સાઈડમાં રાખ્યો.
“કાકા.. જતા રહ્યા “
“હા. એ તો સવારના જતા રહ્યા. મે કહ્યુ તુ થાકી ગયો છે. હજી ઊંઘયો છે. તો એ જતા રહ્યા. “
ગુડ્ડી ચા નો કપ લેવા જાય છે. હુ તેને જોરથી ઓશીકો મારો છું.
“ મુક... મારા ચા નો કપ ...., હાથ ના લગાવતી તેને .. “
“ચિંટુ....!! કાકા નથી તો મસ્તી કરવાની.. “
“કાકા નથી એટલે…,, તારા કાકાથી ડરતો નથી કંઈ હું.. “
મે બીજો ઓશીકો માર્યો. એ ઓશીકાને કારણે કપ પડી જાય છે. અને તુટી જાય છે.
“ સોરી.... સોરી... “ મે અપરાધભાવ અનુભવતા કહ્યુ.
“ ચિંટુ..... આઈ કીલ યુ.... !”
ગુડ્ડી ગુસ્સાથી લાલ થતાં, મારા હાથમાંથી ઓશીકો લઈ, મને મારવા લાગે છે.ફ એ ઓશીકાથી મને મારતી જ જાય છે. હુ ઓશીકાને પકડી તેને ધક્કો મારીને બેડ પર પાડુ છે. અને બાથમબાથી કરવા લાગીએ છીએ. હુ તેને ઊંધી કરી તેનો હાથ વાળુ છુ.
“ ચિન્ટુ... છોડ મને.. દુખાય છે. “
“ છોડી દઈશ.. પેલા બોલ કે.., હું ગધેડી છું. “
‘ ચિન્ટુ , હવે આપણે નાના નથી. “
“ઓકે , તો બોલ હું મોટી ગધેડી છું. બસ.. “
હુ હાથ વધુ બળથી વાળુ છું.
“ આહ…. , હુ મોટી ગધેડી છુ.. બસ.. “
હુ ગુડ્ડીનો હાથ છોડુ છુ. એ હાથ હલાવતી પલંગ પર બેઠા થાય છે.
“ચિન્તુ.. તુ હજી સુધર્યો નથી. નાનો છોકરો જ છે. હજી તુ.. “
“હા... પણ તુ બદલાઈ ગઈ છે. કારણ કે, મારી ગુડ્ડી તો હાર્યા પછી ફરીથી બીજીવાર લડતી મારાથી. અને મને હરાવતી.”
“ હ... પણ, હવે મસ્તી નથી કરવાની... જલદી નાહી લે... મારે બહુ કામ છે. “
ગુડ્ડી મસ્તી પર વધુ ભાર આપતા બોલે છે અને ત્યાંથી જાય છે.
એકટીવા પર હુ અને ગુડ્ડી પાલીકા બજારમાં આઈરિશ લેડિસ કપડાની દુકાનમાં જઈએ છીએ. ગુડ્ડીને કપડા લેવાનો બહુ શોખ. જો કે, શોપીંગ કરવાનો તો બધી છોકરીઓને શોખ હોય છે. પણ આને કંઈ વધારે જ હતું.તે દરેક ખાસ દિવસે એક જોડી કપડા લે.. અને તે દિવસની યાદગીરી તરીકે રાખે. આઈરીશ બહુ સારી દુકાન હતી.. પણ, લેડીસની દુકાનમાં આવીને મને અજુગતું લાગતું હતું. દુકાનમાં બીજી ત્રણ છોકરીઓ પણ ત્યાં કપડા પસંદ કરતી હતી. એ એકબીજાની હસી મજાક ઉડાડતી હતી. ગુડ્ડી ટોપ બતાવતા મને કોણી મારીને પૂછે છે.
“ મને હેલ્પ કર.. મારા પર શું સારો લાગશે.. “
“આ સારો જ છે. “
“ ના.. મને યેલ્લો રંગ પસંદ નથી. “
છોકરીઓને ખબર હોય છે કે, તેને શું પસંદ છે. અને શું પસંદ નથી. છતાં, એ બીજાઓને કેમ પૂછતી હશે.
હુ ફરીથી એ છોકરીને જોવા લાગુ છુ. એ ૨૨-૨૩ વર્ષની સુંદર અને ઊંચી છોકરી હતી. મે તેને ક્યાંક જોયેલી હતી. હું તેને ઓળખું છુ. એમ મને લાગી રહ્યો હતો. મે તેને પહેલા ક્યાંક જોયેલી હતી.
“ ઓય... અહીં તને હુ મારી મદદ કરવા લાવી છું. છોકરીઓને જોવા નહી. “
“ સોરી.... જો બકા તુ ગમે તે પહેરીશને સારી જ લાગીશ. કારણ કે, તુ સુંદર છે તો તુ જે કપડા પહેરીશ તે પણ સુંદર થઈ જશે. “
“ હા... આ ફિલ્મી ડાયલોગ મુક, તને કયો રંગ પસંદ છે. “
“ બ્લ્યુ “
પેલી છોકરીઓ કપડા લઈને જતી હોય છે. હુ મન બનાવીને તેમને પૂછુ છુ.
“ એકસક્યુઝ મી..., શુ તમે મને ઓળખો છો. મારૂ નામ ચિન્ટુ છે. “
તે ના જાણતી હોય એમ મોઢુ બનાવીને ખભા ઉછાળે છે. માથુ હલાવીને ના પાડે છે.
“ ઓકે.. આઈ એમ સોરી “
એ મારી સામે કતરાયેલી આંખોથી જોઈને જતી રહે છે.
“ કોણ હતુ ચિન્ટુ ? “ ગુડ્ડીએ પૂછયુ.
“ ખબર નહી પણ એવું લાગ્યુ કે, હું તેને ઓળખુ છું. “
“ તુ મુવી જોવાનું ઓછૂ કર.. તારા મગજમં આવા જ વિચારો આવે છે. “
“ લે આ ચેક કરીને આવ.. તારા પર જોરદાર લાગશે. “
મે વાત બદલતા કહ્યુ.
અમે બર્થ ડે પાર્ટીમાં જોઈતી બધી વસ્તુઓ ખરીદી. હોટલ તુલસીમાં જમીને ઘરે પાછા આવીએ છીએ.
“ ગુડ્ડી પાર્ટીમાં કોણ કોણ આવવાનો છે ? “
“મારી સોસાયટીના ફ્રેન્ડ, સ્કુલ ફ્રેન્ડ, કોલેજ ફ્રેન્ડ અને રિલેટીવ કેમ ? “
“ સ્વીટુ આવશે ...? “
મારાથી પૂછાઈ ગયું.
“ હા, સ્વીટુ પણ આવશે. “
સ્વીટુ આવવાની છે. તે સાંભળીને હુ ખુશ થાઉ કે દુખી એ મને સમજાયુ નહી.
‘ઓકે... ચાલ મને બપોરે જમીને ઊંઘવાની ટેવ છે. તો મને ઊંઘવા દે.. “
“ ઓકે બાય “
હુ રૂમમાં જાઉ છુ અને તરત જીગરને ફોન કરુ છું.
“ હેલ્લો ભાણા... કેમ ઘણા દિવસે મને ફોન કર્યો. “
“ ફોન તો કરવો પડે ને, તમે અહીં મારા માટે મુસીબતોના બીજ વાવી ને ગયા છો. “
“ મુસીબતોના બીજ... ના ભાણા ના... મે આજ સુધી મારા ખેતરમાં બીજ નથી વાવ્યા... પાટણમાં શુ વાવું. “
“ બકવાસ બધ કર... અને એટલું કે, તે સ્વીટુને શુ કહ્યુ હતું. ? તમે ક્યારે મળ્યા હતા. ? “
“સ્વીટુને.. મી.. “ જીગર અટકી પડે છે. પછી બોલે છે.
“ હા... એ.. એન્યુઅલ ફંક્શન હતો ત્યારે... “
“ ત્યારે શુ.. ? “ હુ ગુસ્સાથી બોલ્યો.
“ એ પ્રોગ્રામમાં તારી સામે જોતી હતી. તારી બધી ફ્રેન્ડ તારી સાથે ફોટા પડાવવાની હતી અને સેલ્ફી લેતી હતી. મને લગ્યુ કે, એને જલન થાય છે. તો મે એને કહ્યુ.
“ તુ સ્વીટુ છે ને ? “
“ હા... તમે કોણ ? “
“ હુ ચિન્ટુનો દોસ્ત.. ,જીગર, આપણે હોસ્પિટલમાં મળ્યા હતા. “
ચિન્ટુ નો દોસ્ત સાંભળી એ છલકી ઉઠી તરત નજર ફેરવી લીધી.
“ ચિન્ટુ, તારી પાછળ બહો દોડ્યો નહી.... ! , પણ તે એને ભાવ જ ના આપ્યો. હવે પસ્તાવો તો બહુ જ થતું હશે. હાલ, એ કોલેજનો હીરો બની ગયો. “
“ જી મને જરાય પસ્તાવો થતો નથી. ચિન્ટુ, કોલેજનો હીરો બને કે ઝિરો .. મને તેનાથી કંઈ ફરક નથી પડતો. “
સ્વીટુ આવી કહીને જતી જ હોય છે, ને હુ ફરી બોલુ છુ.
“ આટલો રૂપનો ઘમંડ સારો નહી. તારા જેવી તો ચિન્ટુ દર મહીને વાપરીને મુકી દે છે. “
સ્વીટુ ગુસ્સાથી ત્યાંથી જતી રહે છે. આવુ થયુ હતુ ..
જીગરે મને બધી કરી હુ ગુસ્સાથી લાલચોળ થઈ જઊ છુ. જ્યારે આવા દોસ્તો હોય તો દુશ્મનની શું જરૂર પડે. અમુક વખતે સારા દોસ્તો જ આપણા માટે મુસીબતો ઊભી કરતા હોય છે.
“ તને આવુ બધુ બોલવાનો કોણે કીધું હતું. ?”
“ એને તારી ઈન્સલ્ટ કરી હતી. તો મારે તેને તેની ઓકાત બતાવવી પડેને... એટલે, સોરી....., ભાણા, મને ન હતી ખબર કે, આ બધુ ફરીથી ચાલુ થશે.”
ગુડ્ડીના જન્મદિવસની પાર્ટીમાં બધા આવી ગયા હતા. મારી આંખો તો સ્વીટુને જ શોધતી હતી. ખબર નહી કેમ...? પણ, આપણે જ્યારે કોઈની રાહ જોતા હોઈએ ત્યારે, આસપાસની બધી ખુબસુરત વસ્તુઓને આપણે અવગણી નાખીએ છીએ. અચાનક મારી નજર સ્વીટુ પર પડે છે. તેણે વ્હાઈટ રંગનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસ પરના હીરાઓ ચમકી રહ્યા હતા. તેને થોડો મેક-અપ કર્યો હતો. વાળ ખુલ્લા હતા, તેના ચહેરાથી માસુમિયત ઝલકતી હતી. તે આમ નરમ લાગે પણ, જ્યારે કોઈ એનો અપમાન કરે ત્યારે, તે બહુ ગરમ થઈ જાય છે. અને થવી જ જોઈએ.
તે રવિની સાથે આવી હતી. ગુડ્ડી સ્વીટુને આવતા જોઈ ભેટી પડે છે.
“ હેપ્પી બર્થ ડે.... ગુડ્ડી “
સ્વીટુ ગુડ્ડીને ગીફ્ટ આપતા કહે છે.
“ થેંક્યુ સો મચ “ ગુડ્ડી ફરીથી સ્વીટુને ગળે મળે છે.
“ હેપ્પી બર્થ ડે .. ગુડ્ડી “
રવિએ ગુડ્ડીને કહ્યુ..
“ કોણ છે આ... ??” ગુડ્ડી એ સ્વીટુને પૂછ્યુ.
“ તે મારો દોસ્ત છે.” મે રવિના ખભે હાથ મુકતા જ કહ્યુ.
“ મે જ તેને ઈન્વાઈટ કર્યો છે. “
ગુડ્ડીને ગમ્યુ ન હતું. ના જ ગમે ને.. તેની પાર્ટીમાં મે તેને કહ્યા વગર મારા દોસ્તને બોલાવ્યો ...
“ ઓહ... ગુડ , થેંક્યુ.. “ ગુડ્ડી એ કહ્યુ.
હુ સ્વીટુને જોવું છુ. એ નજર ફેરવીને મને ઈગનોર કરતી હતી.
“ ચાલ કેક કાપીએ.. ટાઈમ થઈ ગયુ છે. “ મે ગુડ્ડીને કહ્યુ.
“ હા.... ચાલ સ્વીટુ..
ગુડ્ડી સ્વીટુનો હાથ પકડીને ત્યાંથી જાય છે.
“ શુ રવિ કામ થઈ ગયું ? “
“ હા.... રાજ થઈ ગયુ પણ, હવે બધુ બરાબર થાય તો સારૂ.”
રવિના માથે ચિંતાની લકીરો સાફ દેખાતી હતી.
“ચિન્ટુ, આવને અહીન્યા.. “ ગુડ્ડીએ પાછળથી બુમ પાડી.
હુ અને રવિ ત્યાં ગયા. હુ ગુડ્ડીની બાજુમાં જઈ ઉભો રહ્યો. રવિ મારી પાછળ.
ગુડ્ડી મીણબતી ઓલવીને કેક કાપે છે. બધા જોરજોરથી હેપ્પી બર્થ ડે ગીતો ગાય છે. જન્મ દિવસ્નું આ ગઈત ભારતના નાના નાના બાળકોને પણ આવડી ગયું હશે.અંગ્રેજોએ આપેલી ગુલામીની નિશાનીઓમાં આ એક જન્મદિવસની ઉજવવાની પધ્ધતિ પણ છે. પન આપણે બધુ સ્વીકાર્યુ છે.
ગુડ્ડી કેકનો પહેલો ટુકડો તેના કાકાને ખવરાવે છે. બીજો ટુકડો મને ખવરાવે છે. પછી સ્વીટુને પછી બાકી બધા ને ...
કેટલીક છોકરીઓ હાથમાં મોબાઈલ લઈ વીડિયો અને ફોટા પાડતી હતી. અચાનક લાઈટ બંધ થઈ જાય છે. સામેથી એક ધીમે મ્યુઝિક ચાલુ થાય છે. એ રસોડા અને હોલને જોડતી કડી પરથી આવતું હતું. હું ત્યાં જઊ છુ. અને માઈક હાથમાં લઊં છું.
“ ગુડ્ડી, મારી બાળપણની મિત્ર છે. અને દુશમન પણ, એ બહુ જિદ્દી અને ગુસ્સાવાળી વ્યક્તિ છે. પણ એક સારી દોસ્ત પણ છે. ગમે ત્યારે એ તેના દોસ્તોને મદદ કરવા તૈયાર રહે છે. આજે તે ૧૮ વર્ષ પૂરા કરીને મત આપવા અને ઘર ચલાવવા સક્ષમ થઈ છે. તો આજે તેને આપણા સૌ વતી ખુબ ખુબ અભિનંદન “
ગીત ચાલુ થાય છે. એ ગીત ગુડ્ડી પર જ ગવાતુ હતું. ગુડ્ડી ખુશ ખુશ થઈ જાય છે. બધા એ ગીતને ધ્યાનથી સાંભળે છે. થોડીવાર પછી બીજો ગીત ચાલુ થાય છે. અમે બધા નાચવા લાગીએ છીએ. સ્વીટુ તો ચક્તિ થઈ જાય છે. તે સિંગર સ્વાતી જ હતી. બાકીના મ્યુઝિશીયનને મે બોલાવ્યા હતા. એ ગુડ્ડીની પાર્ટીને રંગીન બનાવી દે છે. ત્યાં ઉભેલા દરેક વ્યક્તિએ પહેલીવાર આવી બર્થ ડે પાર્ટી જોઈ હશે. હુ અને ગુડ્ડી ને સ્વીટુ અને રવિ કપલ ડાંસ કરીએ છીએ. બીજા બધા અમને જોઈને તાળીઓ વગાડી અમારો ઉત્સાહ વધારે છે.
“ થેંક્યુ સો મચ ચિન્ટુ, મને આવી બર્થ ડે ગીફટ મને આજ સુધી નથી મળી. “
“ હમ.... તારી બર્થ ડે પાર્ટીમાં, હુ પણ પહેલીવાર આવ્યો છુ ને ..!”
ગુડ્ડી ખુશખુશ થઈ જાય છે. સ્વીટુ પણ ખુશ લાગતી હતી. મે કાલ રાતે જ ઘરે આવ્યા પછી રવિને ફોન કરીને સ્વાતીને ગાવા માટે તૈયાર કરવાનું કહ્યુ હતું. મારા મ્યુઝિશીયન મિત્રો જે કોલેજની પાર્ટીઓમાં મળ્યા હતા. રવિ સ્વાતીને મનાવી એ જ મહત્વપૂર્ણ છે. સ્વાતીનું સ્વપન પણ પુરૂ થયુ.
ગીત બંધ થાય છે. સ્વાતી મારી પાસે આવતી હોય છે. એટલામાં ગુડ્ડીની સહેલીઓ તેને ચારે બાજુ ફરી વળે છે.
“મસ્ત ગીત ગાઓ છો તમે.. ! તમે કોઈ સિંગર છો ? “ એમાની એકે પૂછ્યુ.
“ ક્યાંના છો ?”
“ શું નામ છે તમારો ?”
આવા અનેક પ્રશ્નો પૂછવા લાગ્યા. રવિ બધાની વચ્ચેથી જગ્યા કરીને સ્વાતી પાસે પહોંચી જાય છે. સ્વાતી થોડી નર્વસ થઈ ગઈ હતી.રવિ તેને ભેટી પડે છે.
“ સુપર્બ સ્વાતી “
“ થેંક્યુ રવિ”
સ્વાતીના આંખોમાં ખુશીના આંસુ હતા. તેને બે વર્ષ પછી બધાની સામે ગીત ગાયુ હતું. એ પહેલાઅ કોલેજના બધા ફંકશનમાં ગાતી હતી. ત્યારે, આખી કોલેજ તેના વખાણ કરતી હતી. આજે પણ બધા તેને વખાણતા હતા. તેને પણ એ દિવસો યાદ આવી ગયા હતા.
રવિ અને સ્વાતિ મારી પાસે આવે છે.
“ થેંક્યુ સ્વાતિ “
“થેંક્સ ટુ યુ, ચિન્ટુ , તને ખબર છે મને આજે કેટલું સારુ મહેસુસ થાય છે. “
“બહુ મસ્ત ગાઓ છો તમે, તમે ચિન્ટુના દોસ્ત છો?” ગુડ્ડી એ પૂછ્યુ.
“ એ મારી બહેન છે. “ સ્વીટુ સ્વાતીને પાછળથી ભેટી પડે છે.
“ મારી સીંગર સિસ્ટર “
સ્વાતી ફુલ્લી ન હતી સમાતી. તેની ખુશી તેના ચહેરા પર દેખાતી હતી. સ્વીટુ મારી સામે જોવે છે.
“સોરી ચિન્ટુ, મારી બહેનનું કહેવું છે કે, મારે તારાથી આવી રીતે વાત ના કરવી જોઈએ. હુ વધુ પડતી ગુસ્સે થઈ ગઈ હતી. “
“ તો તને શુ લાગે છે. ?”
“એ સાચુ કહે છે. “
“મને પણ લાગે છે કે, જીગરે તારી સાથે આવી રીતે વાત ના જ કરવી જોઈએ. “
“ અને જીગર ને શુ લાગે છે ?”
“ તેને પણ સોરી કહ્યુ છે. “
સ્વીટુ હસીને માથુ હલાવે છે. સ્વીટુના ગાલ પર ડિમ્પલ્સ પડે છે. એ એના ગોળ ચહેરા પર બરાબર શોભતા હતા. કેટલો ગુસ્સે હતો હું. તેનાથી. તેને સોરી કહ્યુ, અને મારો બધો ગુસ્સો ઉતરી ગયો. ખરેખર, જે થતું હોય છે. તે સારા માટે જ થતું હોય છે. જો કાલે હું અંજલીના ઘરે ના આવ્યો હોત તો, આજે સ્વાતી અને સ્વીટુ આટલા ખુશ ના હોત. આજે ફરી મને મારા અંદરની એ હીરોગીરી દેખાઈ. આજે મે રવિ, ગુડ્ડી, સ્વાતી અને સ્વાતિ અને ઈમ્પ્રેસ કરી નાખ્યા હતા. હુ ફરી સામાન લઈને રવિની સાથે રૂમ પર જતો રહ્યુ છું.
ભાગ – ૨૩
સ્વાતી પોતાનો રૂમ સાફ કરતી હોય છે. રવિ સ્વાતીના રૂમમાં જાય છે.
“ સ્વાતી “
રવિ હતાશા પુર્વક કહે છે. રવિના ચહેરા પર નિરાશા દેખાતી હતી. એ દુખી લાગતો હતો. સ્વાતી લાગણીશીલ થઈ એની નજીક જાય છે.
“ શુ થયુ રવિ ??”
રવિ એને એક કાગળ આપે છે. સ્વાતી એ બહુ ગંભીરતાથી વાંચે છે. એ કુદી ઉઠે છે. એ રવિને જોરથી આલિંગન કરે છે. એ કાગળ હેપ્પી મ્યુઝિક ગ્રુપનો જોઈનીંગ લેટર હતો. ગુડ્ડીની પાર્ટિમાં જે મ્યુઝિક ગ્રુપ આવ્યો હતો. એમને સ્વાતીનો અવાજ ગમી ગયો હતો. એમને સ્વાતીને પોતાના ગ્રુપમાં જોડાવા લેટર આપ્યો હતો.
“ હમણા તો યાર, સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ આપે છે. શુ વાત છે ? “
“તારી ખુશીથી મોટી શુ વાત હોઈ શકે છે. !!”
રવિના શબ્દોમાં ભાર હતો. તેની આંખોમાં પ્યારની લહેરો દેખાતી હતી. સ્વાતી તેને જોઈ રહે છે. સ્વાતી પાસે બોલવા માટે કોઈ શબ્દ ન હતા.
“ રવિવારે ઘણા દિવસો પછી તને આટલી ખુશ જોઈ. “
“મરી ખુશી આટલી મહત્વની છે ?”
સ્વાતીએ રવિના મનની વાત જાણવા માટે પૂછયુ.
રવિ તેની આંખોમાં જોઈ સ્મિત કરે છે.
“ ખુબ જ “
બન્ને એકબીજાને જોઈ રહે છે. સ્વાતીના મનમાં પણ રવિ માટે પ્રેમના બીજ રોપાઈ રહ્યા હતા.
“અમારી સાથે ફરવા આવુ છે... ?? તિરુપતી નેચરલ પાર્ક “
“ તિરુપતી..., કોણ કોણ જાઓ છો ?”
“ હુ ચિન્ટુ, ગુડ્ડી જેનો બર્થ ડે હતો એ.., તુ અને સ્વીટુ.., પણ સ્વીટુને મનાવવાની જવાબદારી તારી “
“ ક્યારે જવાનું છે ?”
“ આ રવિવારે, તારે આવવું જ પડશે. હેપ્પી મ્યુઝિશિયન માં જોડાવવાની પાર્ટી જ સમજી લે. “
સ્વાતીના ચહેરા પર સ્મિત હતું. એ માથુ હલાવીને હા પાડે છે.
આજે S.Y. નો પ્રથમ દિવસ હતો. વેકેશન પૂરૂ કરીને, અમે બધા વિધ્યાર્થીઓના અવાજથી ફરીથી કોલાહલ જામી ગયુ હતુ.
કેટલાક વિદ્યાર્થી મેદાનમાં ક્રિકેટ રમતા હતા. તો કેટલાક બાંકડા પર બેસીને વાતો કરતા હતા. કેન્ટીન પણ ભરેલી ભરેલી લાગતી હતી. હુ ગોવિંદ અને રોનક કોલેજની બહાર બગીચામાં બાંકડા પર બેઠા હતા. હું વારંવાર ગેટ સામે જોતો હતો કે, હમણા સ્વીટુ આવશે. હમણા આવશે. પણ સ્વીટુ હજી સુધી આવી ન હતી. હુ ચારેબાજુ નજર ફેરવતો હતો કે, ગોવિંદના અવાજે મને ચમકાવ્યો.
“ ચિન્ટુ, કોને શોધે છે? સ્વીટુ આજ નહી આવે. “
રોનક અને ગોવિંદ હસે છે. હુ આત્મવિશ્વાસથી બોલુ છુ.
“ આવશે... એ જરૂર આવશે.. મારો દિલ કહે છે. તે જરૂર આવશે. “
“ તો લગાવી દે.. શરત.... “ ગોવિંદે કહ્યુ.
રોનક તરત તેનો ફાયદો લેવા માટે બોલી ઉઠયો.
“ જો એ આવશે તો, ગોવિંદ તરફથી પાણીપુરી અને નહી આવે તો, તારા તરફથી. “
જો કે, બે બાજુ રોનકને તો ફાયદો જ હતો.
“ હા.... હુ તૈયાર છુ. લાગી ગઈ શરત... “ ગોવિંદે કહ્યુ.
હુ ઉભો થયો ગેટ સામે જોતા કહ્યુ.
“ તો ગોવિંદ પાણીપુરી ખવડાવી દે..”
સામેથી સ્વીટુ આવતી હતી. બધા પાછળ જોવે છે.
સ્વીટુ આજે ખુશ લાગતી હતી. તેને એ જ ડ્રેસ પહેર્યો હતો. જે ડ્રેસમાં મે તેનેછેલ્લીવાર કોલેજમાં જોઈ હતી. આજે મારો મુડ ફરી ફિલ્મી થઈ ગયો.
હુ તરત જ સ્વીટુ પાસે જાઉ છુ.
“ હાય... સ્વીટુ, વેલકમ ટુ S.Y. ફર્સ્ટ ડે કૉલેજ.. “
“ હાય... સેમ ટુ યુ. “
હવે આગળ શુ કહેવું, મને કઈં સુઝયુ નહી. હુ એમને એમ ઉભો રહ્યો. એ જવા લાગી. મે પાછળથી બોલાવી.
“સ્વીટુ” સ્વીટુ તરત પાછળ ફરે છે.
શુ કહ્યુ હુ એને કહેવુ તો આઈ લવ યુ હતો. પણ, હાલ નહી ફ્રેન્ડશીપ કરવાનો કહીશને તો એ ગુસ્સે થઈ જશે તો હુ એની સામે જોઈ આવુ બધુ વિચારવા લાગ્યો.
“ શુ ??”
સ્વીટુ એ પૂછયુ.
“કંઈ નહી. “
મે ચહેરા પર સ્મિત લાવતા કહ્યુ.
તેના પછી એવું થયુ કે, મારો દિલ ઝુમી ઉઠયો. તે મારી સામે ફરીને ક્યુટ સ્માઈલ આપે છે. તે કોલેજની અંદર જાય છે. ફર્સ્ટ યરના પહેલા દિવસે તેને મને ગુસ્સાની નજરે જોયો હતો. સેકન્ડ યરના પહેલા જ દિવસે તેને મને સ્માઈલ આપી. એટલે, S.Y. માં નક્કી કંઈ સારૂ થવાનું છે.
ભાગ
અમે તિરૂપતી નેચરલ પાર્ક જતા હતા. ઉંઝાથી આગળ આવી ગયા હતા. રવિવારે સ્વાતી અને સ્વીટુ ને મનાવી લીધા હતા. મે ગુડ્ડીની પાર્ટી પછી રવિને વધુમાં વધુ સમય સ્વતી સાથે ગુજારવાનું કહ્યુ હતુ. સ્વાતી ગીતની પ્રેકટીસ કરતી અને રવી સાંભળતો. સ્વાતીને હવે રવિ સાથે સમય વિતાવવો ગમતો હતો. ત્રણ દિવસ પહેલાં રવિ વાળ ઉંચા કરી સ્ટાઈલીશ કપડા અને બ્લ્યુ ચશ્મા પહેરીને સ્વાતીના ઘરે જાય છે. સ્વાતીને રવિનો એ દેખાવ ગમતો નથી. એ રવિને સમજાવે છે કે, તુ જેવો છે. સારો દેખાય છે. કોઈના કારણે આપણે બદલાવુ ના જોઈએ. કદાચ, સ્વાતીને હવે સમજાઈ ગયું હતું કે, તેને હાર્દિકના કારણે પોતાની જીંદગી ના બગાડવી જોઈએ. રવિ સ્વાતિ માટે કંઈક વિશેષ થઈ ગયો હતો. હાલ, પણ રવિ અને સ્વાતી અમારાથી ત્રણ સીટ છોડી બેની શીટમાં બેઠા હતાં. હું ગુડ્ડી અને સ્વીટુ ત્રણની શીટ માં બેઠા હતા. રવિ અને સ્વાતી કાનમાં ઈયરફોન નાખીને ગીત સાંભળતા હતા. સ્વાતી રવિના ખભા પર માથુ ઢાળીને સૂઈ ગઈ હતી. મારી અને સ્વીટુની વચ્ચે ગુડ્ડી બેઠી હતી. શરૂઆતમાં અમે ઘણી વાતો કરીને હવે ૧૦-૧૫ મિનિટથી સાવ શાંત હતા. મે એ શાંતિનો ભંગ કરતા કહ્યુ.
“ રવિ આજે સ્વાતીને પ્રપોઝ કરશે. “
સ્વીટુ અને ગુડ્ડી પાછળ ફરીને રવિ અને સ્વાતીને જોવે છે.
“ બધા છોકરા તારા જેવા નથી હોતા. “
“ હા અમુક, નસીબવાળા પણ હોય છે. તમને નથી લાગતું એ બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છે. “
“ હા, મને પણ એવુ લાગે છે. શુ રવિ ખરેખર આજે સ્વાતીને પ્રપોઝ કરવાનો છે. ?”
“ હા.. તુ જોજે.. સ્વાતી પણ હા જ પાડશે. “
“ ના.. રવિ એવું કંઈ કરશે નહી. અને જો કરશે તો સ્વતી ના જ પાડશે. “
“ તો લાગી ગઈ શરત “
“ તને શરત લગાવતા સિવાય કંઈ આવડે છે. ??”
ગુડ્ડી વચ્ચે બોલે છે.
“ તુ ચુપ રહે... જો સ્વીટુ હા પાડે તો તારે મને મુવી બતાવવાનું, જોઈએ તારા બહેન પરનો વિશ્વાસ જીતે છે કે, મારા રૂમ પાર્ટનર પરનો વિશ્વાસ જીતે છે. “
“ લાગી ગઈ શરત”
“ સ્વીટુ સમજી લે, તારે મુવી બતાવવાનો જ છે. ચિન્ટુ કોઈ દિવસ હારતો જ નથી. “
ગુડ્ડી મારા વખાણ કર્યા. જેના કારણે મારો આત્મવિશ્વાસ વધી ગયો હતો. હું હારતો નથી એ વાતનો અનુભવ સ્વીટુને થઈ ગયેલો છે. જીતવું એ આપણા હાથમાં ના હોઈ શકે પણ, હાર તો આપણે ના જ સ્વીકારવી જોઈએ.
અમે બધા તિરુપતી નેચરલ પાર્ક પહોંચી ગયા હતા. રવિએ બારીમાંથી ટિકિટો ખરીદી. તિરૂપતી નેચરલ પાર્કમાં ઘણા બધા પરિવારો સાથે આવ્યા હતા. ઘણા કપલ પણ આવ્યા હતા. બાળકો માટે ઘણીબધી રાઈડો હોવાથી સ્કુલના વિદ્યાર્થીઓ પણ અહીં પિકનિક મનાવવા આવ્યા હતા. તિરુપતીની અંદર પણ પાણી, નાસ્તા, આઈસ્ક્રિમ અને શરબતની લારીઓ હતી. વોટરપાર્કમાં પ્રવેશતા જ સૌથી પહેલાં નાચતા નાચતા નાહવાના ફુવારા હતા. ત્યાં ગુજરાતી ગીતો ચાલતા હતા. ગુફાની અંદરથી નાની લપસણીઓ હાથીના સુંઢમાંથી પડતા પાણીમાં નાહવાની મજા. બધા અહીં મનોરંજન માટે આવે છે. કોણ કઈ જાતિનો છે કે, કયા ધર્મનો છે કે, કંઈ જગ્યાનો છે, એ કોઈને ખબર નથી. છતાં, બધા એક જ પાણીમાં નાહતા હતા.સાચી સમરસતા તો અહીંયા જોવા મળતી હતી. સ્વીટુ વ્હાઈટ શોટસ અને યેલો ટી શર્ટ પહેર્યો હતો. એમાં સ્વીટુના લાંબા પગ વધારે ને વધારે સુંદર દેખાતા હતા. એના લાંબા પગ અને કસાયેલું સુંદર શરીર અને એમાં પણ ભીના બદનથી એની યેલો ટી શર્ટ શરીર સાથે ચોટી ગઈ હતી.
એને આમ, જોઈને મને એને આલીંગનમાં લેવાનું મન થતું હતું. મારુ શુ બધા છોકરા સ્વીટુને એ જ નજરે જોતાં હતા. આવી જગ્યાએ છોકરાઓને આવુ બધુ જોવા મળી જાય એટલે, એમના રૂપિયા વસુલ થઈ જતાં હોય છે. મારે તેમના બધાથી ઝઘડવાનો કોઈ ઈરાદો ન હતો. સ્વાતી અને રવિ પાણીમાં આરામ કરતા હોય એમ પડયા હતા. બસમાં સ્વાતીની આંખો બંધ જોઈ રવિએ એના ગાલ પર હળવું ચુંબન કર્યુ હતું. સ્વાતી આંખો ખોલી નાંખે છે. પણ, એણે રવિને કંઈ ન કહ્યુ. હાલ પણ, બન્નેને સાથે જોઈને લાગતો હતો કે, જો રવિ પ્રપોઝ કરશે તો સવાતી ના નહી પાડે.
સ્વીટુ મોટી લપસણીથી લપસતા ડરતી હોય છે.
“ ચિંટુ, મને ડર લાગે છે. “
“ડર નહી સ્વીટુ કંઈ નહી થાય. “
“ હા... કંઈ નથી થતુ બસ હાથ અહીંથી લઈ લે નહીતર બળશે. “
ગુડ્ડીએ સ્વીટુના હાથ લપસણી પરથી છોડાવતા કહ્યુ.
“ ના... ગુડ્ડી .. ના. મારે નથી જવું. “
“ ચાલને હવે... “
મે આ તક ઝડપતા સ્વીટુની પાછળ કમરથી પકડીને તેની સાથે લપસી ગયો. સ્વીટુ મારા નામની જોરથી રાડ પાડે છે. અમે પાણીમાં પડીએ છીએ. તે ચાર પાંચ સેકન્ડ બહુ આનંદીત હતી. સ્વીટુની પાતળી કમર મારા હાથમાં હતી. તેને બન્ને હાથથી મારા હાથને પકડી રાખ્યો હતો. તેની પીઠ બરાબર મારી છાતીને અડેલી હતી. સ્વીટુની કમર પર હજી મારો હાથ હતો. એ પાછલ ફરે છે. અમે બન્ને કંઈ બોલતા નથી. પણ હુ હાથ લઈ છું. ગુડ્ડી પણ આવે છે. તે અમારા બન્નેની આવીને પડે છે. પાણી ઊછળે છે.
“ ચાલ રાજ... ફરીથી જઈએ. “
“ના... હવે નાચવા જઈએ. “
મે રવિ અને સ્વાતીને બોલાવ્યા અમે પેલા ફુવારા તરફ ગયા. અમે બધા નાચવા માંડયા. હવે હિંદી ફિલ્મોના ગીતો વાગતા હતા. અમારી આજુબાજુ બીજી ત્રણ ગ્રુપ પણ મસ્તીથી નાચતા હતા. લગભગ બધાની ઉંમર ૨૦-૩૦ ની વચ્ચે જ હતી. હુ બધાને મળ્યો અને તેમને મારી યુક્તિ સમજાવી. બધાએ સહમતિ દર્શાવી.
એટલામાં જ “ તેરા હોને લગા હું “સોંગ વાગ્યુ. મે રવીને ઈશારો કર્યો. ગુડ્ડી અને સ્વીટુને દુર લઈ ગઅયો. એ સ્વાતીનો પ્રિય ગીત હતુ. રવિએ સ્વાતીનો હાથ પકડી એ ગીત પર નાચવા લાગ્યો. અમે બધા ગોળ રાઉન્ડમાં થઈ ગયા હતા. પાંચેક મિનિટ સુધી રવિએ ગીત પર સ્વાતીને આમથી આમ ફેરવી પછી, એક ઘુંટણ પર બેસીને પ્રેમનો એકરાર કર્યો.
“ સ્વાતી.... તુ રેડ કલરની સ્કુટી પર વાળ ખુલ્લા રાખીને ટ્યુશન કલાસીસ તારા પપ્પાને ટિફીન આપવા આવતીને ત્યારે હું ૧૧ માં હતો. ત્યારથી તને એક વાત કહેવી હતી. આઈ... લવ... યુ... આઈ લવ યુ સ્વાતી..., તુ જ મારી પહેલી પસંદ છે અને છેલ્લી પણ... વીલ યુ મેરી મી ?””
બધા ચિકારીઓ પાડવા લાગે છે. જાણે બધા સ્વાતીને જાણતા હોય એમ, સ્વાતી સ્વાતીની રાડો પાડે છે.
“ સ્વાતી... હા પાડ દે... , સ્વાતી... હા પાડી દે... “ અવાજો આવે છે. ગુડ્ડી અને સ્વીટુ આ બધુ જોઈ રહે છે.
સ્વાતી રવિના હાથમાં પોતનો હાથ આપે છે. અને આંખના પલકારા અને માથુ હલાવી. હા પાડે છે.
રવિ ઉભો થઈ સ્વાતીને ઉંચકી લે છે. સ્વાતી ના પેટ પર ચુંબન કરે છે. સ્વાતી પોતાના બન્ને હાથ રવિના ગળે વિંટળાવે છે. મને પણ, સ્વીટુ ને એવી રીતે ઉંચકવાનો મન થઈ જાય છે.
ભાગ
આજે હું ગુડ્ડી અને સ્વીટુ ખમોશીયા મુવી જોવાના હતા. પણ, મારે સ્વીટુ સાથે એકલા મુવી જોવા જવું હતું. ગુડ્ડી ને હુ કઈ રીતે ના પાડુ કે, ના આવ.. એ આમ, તો નહી માને... સાલી... કબાબમાં હડ્ડી થવા આવી જ જશે.
“ યાર કઈં કર.. સ્વીટુ સાથે ત્રણ કલાક એકલા ગુજારવાનો મોકો વારંવાર નહી મળે. “
મારો મન પહેલાની જેમ ફરી બોલ્યો.
“ પણ, ગુડ્ડીને ખોટો લાગશે તો. એ તારી બેસ્ટ ફ્રેન્ડ છે. “
મારા મગજે નકારતા કહ્યુ.
દિલ અને દિમાગમાં ઘણા બધા પ્રશ્નો અને ચર્ચા ચાલી પણ, આખરે દિલ અને દિમાગમાં દિલ જીતી જાય છે. દિમાગ વિચારવા પર મજબુર થઈ જાય છે.
“ હેલ્લો ગુડ્ડી “ મે ગુડ્ડીને ફોન કર્યો.
“ મારે ૧૨ વાગે થોડુ કામ છે તો આપણે મુવી જોવા ૩-૬ માં જઈશુ ... ઓકે ??”
“ મને ખબર હતી. તારે જ લોચો થશે. સ્વીટુના બર્થ ડે ના દિવસે આવૂ કરવાનું “
“ હા…, તો હવે કામ હોય તો શુ કરુ ??”
“ એવું તો વળી, શુ કામ છે ??”
“ દિલિપસર ને કામ છે. મને નથી ખબર “
“ ઓકે... તો ભુલતી નહી. ૩-૬ માં આવી જજે. “
“ બાય”
મે ગુડ્ડીથી જેટલી થાય એટલી જલદી વાત પતાવી. ફોન મુકી દિધો.
મે સ્વીટુને ફોન કરીને જલદી આવવાનો કહ્યુ.
હુ સીટિપોઈન્ટ પહોંચ્યો. અને ખામોશીયાનો બોર્ડ જોઈ રહ્યો. હોરર મુવી છે. એવું લાગતું હતું. સીટી પોઈન્ટ માં નજર ફેરવી તો બધી જગ્યાએ મોબાઈલની જ દુકાનો જ દેખાતી હતી. લાલ પીળી ટાઈલ્સો પર કેટલીક જગ્યાએ પાન – મસાલાની પિચકારીઓ હતી. ઉપરના સ્ટેન્ડ પર કબુતરો બેઠા હતા. મે સીટી પોઈન્ટ ને આટલી નિખાલસતાથી પહેલીવાર જોયો હતો.
હજી સુધી સ્વીટુ આવી ન હતી. હુ વહેલો આવી ગયો હતો. જ્યારે તમે કોઈની રાહ જોતા હોવ ત્યારે, સમય પણ ધીમે ધીમે પસાર થાય છે. આટલી રાહ તો મે આજ સુધી મારા પપ્પાની નહી જોઈ હોય. સ્વીટુ ભોંયરામાં પોતાની એકટીવા પાર્કીંગ કરીને સીડીઓથી ઉપર આવે છે.
“ હાસ... આવી તો ખરી “
હુ મનોમન બોલ્યો.
સ્વીટુ આજે વ્હાઈટ જીન્સ અને બ્લેક રંગનો સ્લીવલેસ ટોપ પહેર્યો હતો. તેના ચહેરા પર સ્મિત હતું. એવું લાગતું હતું કે, તે શરત પુરી કરવા નહી પણ પોતાની ઈચ્છાથી આવી હતી.
એ આવતાજ પહેલા એ પ્રશ્ન પૂછે છે. જેનો મને અંદાજ હતો. તેનો જવાબ મે મનમાં ઘડી કાઢ્યો હતો.
“ ગુડ્ડી.. ક્યાં છે ?”
“એ નહી આવવાની... તેને થોડુ કામ છે. “
“ એમ કેમ નહી આવે.. હુ ફોન કરુ છું. “
“ ના... યાર, તેને છોકરા જોવા આવવાના છે તો, તે નહી આવવાની.. તેનો ફોન આવ્યો હતો. “
“ ઓહ.... , અત્યારથી ગુડ્ડી ને મેરેજ કરવાની ઉતાવળ છે. હજી તો તેને ૧૯ વર્ષ જ થયા છે.”
“૧૯ ઓછા ના કહેવાય.. તને ૨૦ તો થયા... તારે મેરેજ વિશે શુ વિચાર છે. “
આમ તો, જો કે, ૧૯ -૨૦ વર્ષ લગન માટે ઓછા કહેવાય પણ, મારે તેને પૂછવા માટે મે કહ્યુ.
“ હુ તો ગ્રેજ્યુએશન પછી જ કરીશ. “
“ હાશ... ગ્રેજ્યુએશન પછી તો કહ્યુ.. મતલબ.. મેરેજ કરવાનું વિચાર તો છે. “ હુ મનમાં જ બોલ્યો.
“ તો લવ મેરેજ કે અરેન્જ મેરેજ.. ??”|
“ અરેન્જ મેરેજ ..”
“ સ્વાતી તો લવ મેરેજ કરે છે.. ??”
“ હા પણ, સામે રવિ જેવો છોકરો પણ જોઈએ ને. !!”
સ્વીટુ રવિ જેવાની વાત કરે છે. રવિને મે જ તો બધુ શીખવાડયો છે. જો મે તેને ફિલ્મી ડાયલોગો ના લખી આપ્યા હોત કે, સ્વાતીથી કઈ રીતે વાત કરવી એ બધુ ના શીખવ્યુ હોત તો, સ્વાતી અને રવિ આજે કપલ ના હોત. સ્વીટુ પણ હાલ કદાચ મારી સાથે ના હોત.
સ્વીટુ મુવીની બે ટિકીટો લે છે. બધા અંદર જતા હોય છે. અમે પણ લાઈનમાં જોડાઈ ગયા.
“ હોરર. મુવી છે. ડર તો નહી લાગે ને... ??”
“ના... મને તો કોઈથી ડર નહી લાગતુ.. પણ, ગુડ્ડી એ તો લવ સ્ટોરી છે એમ કહ્યુ હતુ. “
“ હા... લવ સ્ટોરીઅને હોરર બન્ને છે. “
મુવી ચાલુ થાય છે. એ મુવી જોવા લાગી અને હે તેને...
આ મુવી ક્યારેય પુરી ના થાય તો સારુ. સ્વીટુ અંધારામાં પણ ચમકતી હતી. તેના એક એક અંગમાં આર્કષણ હતું. સૌથી સુંદર હતી તેની આંખો, આંખોને સજાવતા તેના ગાલ, મન તો કરતું હતું કે, તેના ગાલને બટકું ભરી લઊ. તેના ગુલાબી હોઠ ચહેરાના પ્રમાણમાં નાના હતા. પણ, મનમોહક હતા. ખરેખર ભગવાને સ્વીટુને નવરાશમાં જ બનાવી હશે.
હુ તેને જોતો હતો સ્વીટુ બોલે છે.
“ જો તું મને આવી રીતે જોતો રહીશ તો હુ જતી રહીશ. “
સ્વીટુ મને ચેતવણી આપી પણ, તેના ચહેરા પર ગુસ્સો ન હતો. કદાચ, હવે તે મારાથી ઝઘડવા ન હતી માંગતી. મે તેની વાત માની અને મુવી જોવા લાગ્યો. મુવીમાં અમુક રોમેન્ટિક સીન પણ આવે છે. હુ સ્વીટુ સામે જોવુ છું તો સ્વીટુને તરત ખબર પડી જાય છે. કે, હુ તેને દેખુ છુ અને મારી સામે આંખો પહોળી કરીને તેને જોવાની ના પાડે છે. હુ ચહેરા પર સ્મિત લાવીને મુવી જોવા લાગુ છુ.
ઈન્ટરવલ પડે છે. બધા બહાર જાય છે.
“ કંઈ લાવવુ છે સ્વીટુ, પોપકોર્ન, પેપ્સી... ??”
“ના..., હુ વોશરૂમ જઈને આવુ. “
હુ પણ તેની સાથે જાઉ છુ.
“ તુ મારી સાથે અંદર આવવાનો છે. ??”
સ્વીટુ લેડીસ ટોયલેટની બહાર ઉભી રહીને કહે છે.
હુ ફરી ચહેરા પર સ્મિત લાવીને ત્યાંથી જતો રહુ છુ. તેને ના પાડી છતાં, પોપકોર્ન અને પેપ્સી લઈને થિયેટરમાં બેસુ છુ.
“ શુ થાય છે તને.. તુ કંટ્રોલ કર, તારા પર, સ્વીટુ ગુસ્સે નથી થતી એટલે, એમ નહી કે, તુ તારુ ધાર્યુ કરે.. “
મારુ મન મને બોલે છે.
“ ના કદાચ સ્વીટુને તારાથી પ્રેમ થઈ ગયો છે. “ મારો મગજ બોલ્યો.
એટલામાં સ્વીટુ આવે છે. મન અને મગજ બન્ને બંધ થઈ જાય છે. મુવી ચાલુ થાય છે.
થોડીવાર મુવી જોયા પછી મારા મગજમાં હાર્દિકની એ સ્ટોરી યાદ આવે છે. હુ પણ હાર્દિકની જેમ પ્રમાણિકતાથી સ્વીટુને કહ્યુ છુ.
“ સ્વીટુ, હુ તારો હાથ પકડી શકુ. ?”
સ્વીટુ કંઈ બોલતી નથી. બસ, મારી સામે અવાક્ જોઈ રહે છે. કદાચ, તેની હા હતી. પણ, તેને કંઈ કહ્યુ નહી. મારી હિમ્મત થઈ નહી.
“કેવુ લાગ્યુ મુવી ?”
સ્વીટુ થિયેટરની બહાર નીકળતા પૂછે છે.
મે ક્યાં મુવી જોઈ જ હતી. હુ તો સ્વીટુના જ વિચારો માં ખોવાયેલો હતો.
“ સારૂ હતું. “
મારો ફોન વાગે છે. ફોનમાં જો ઊં છુ તો, ગુડ્ડીનો ફોન હતો.
“ સારૂ, સ્વીટુ, કાલે મળીએ, કોલેજમાં “
સ્વીટુ માથુ હલાવીને ત્યાંથી જાય છે. હુ ફોન ઉપાડુ છુ. સામે જોઉ છું તો, દાબેલીની દુકાન પર ગુડ્ડી દાબેલી ખાતી હતી. આને ખાવા સિવાય કંઈ સુઝતુ જ નથી.
“ હેલ્લો. “
“ હેલ્લો, ચિન્ટુ, ક્યાં છે ?”
“તુ પહેલા દાબેલી ખાઈ લે, પછી વાત કર.. “
તે આમ તેમ શોધીને મને જોવે છે. અને મારી સામે જોઈને હસે છે. હુ ફોન મુકીને તેની પાસે જાઉ છુ.
“ ટિકિટ નથી લીધીને તે, મે લઈ લીધી છે. હુ સ્વીટુ પાસેથી રુપિયા લઈ લઈશ. “
ગુડ્ડીએ ડિશ કચરા ટોપલીમાં નાખતાં કહે છે.
“ના.. હુ લેવા જ જતો હતો કે, તારો ફોન આવ્યો. “
“ઓકે.... દાબેલીના રુપિયા આપી દે.. “
“ સ્વીટુ ક્યાં છે? તે ફોન નહી ઉપાડતી. “
“ હા.... તે બિમાર છે. “ હુ દાબેલીના રૂપિયા આપતા કહુ છુ.
એટલામાં જ ગુડ્ડીનો ફોન વાગે છે. તે ફોન સ્વીટુનો જ હતો.
“ હેલ્લો... શુ થયુ તને ?”
કહીને ગુડ્ડી સાઈડમાં જતી રહે છે. અલા યાર... હવે તો, હુ ગયો.... આ દુર્ગા મા મારી આરતી ઉતારી નાખશે. બેટા, ચિન્ટુ, તુ તૈયાર થઈ જા... ગુડ્ડીને મનાવવા માટે મારા કપાળે પરસેવો વળવા લાગે છે.
ગુડ્ડી જલદીથી મારા તરફ આવે છે. જાણે, કંઈ બન્યુ હોય... હુ ગભરાઈ જાઉ છુ.
“ ચાલ, મુવી ચાલુ થવાનુ છે. બધા અંદર જાય છે. “
મે શાંતિનો શ્વાસ લીધો કપાળેથી પરસેવો લૂછયો. પણ, મને કંઈ સમજાયુ નહી. ગુડ્ડી અને સ્વીટુને શુ વાત થઈ હશે. મે થિયેટરમં જતા જ ગુડ્ડીને પૂછ્યુ.
“ શુ કહ્યુ સ્વીટુએ ??”
“ હા.... તેને માથુ દુખે છે. અને પાર્ટીની પણ તૈયારી કરવાની બાકી છે. “
સ્વીટુ જુઠુ કેમ બોલી હશે. સ્વીટુ સમજદાર તો છે. તેને મની બચાવી લીધુ. થેંક્યુ... સ્વીટુ.
“ સાચુ કહુ તો એ જુઠુ બોલે છે. “ ગુડ્ડીએ કહ્યુ
હુ ચકિત થઈ ગયો કે, આને કઈ રીતે ખબર....., કદાચ, તેને મને અને સ્વીટુને થિયેટરથી બહાર આવતા જોઈ તો નથી લીધા ને..
“ મને તો ખબર જ હતી. તે તારી સાથે મુવી જોવા કયારેય નહી આવે. “
ગુડ્ડીના મોઢાથી આ શબ્દો સાંભળીને મને ડબલ ખુશી થઈ. એક તો, ગુડ્ડી ખોટી હતી. અને ગુડ્ડીને એ નથી ખબર કે, સ્વીટુ એ મારાથી નફરત નથી કરતી. પ્યાર પણ એ હવે ધીમે ધીમે કરવા માંડશે. મે ગુડ્ડી સામે સ્માઈલ કરી અને કહ્યુ.
“ તુ તો આવે છે ને.. મારી દોસ્ત. “
“ હા... હવે મારા સિવાય તારુ છે જ કોણ...!!”
ગુડ્ડી મારા પર તરસ ખાતી હોય તેમ કહે છે.
“ ઓહ...., કોલેજની બધી છોકરીઓ મારી પાછળ ગાંડી છે. “
“ રાઈટ, એ ગાંડી છે. પણ હુ નથી. “
“ મે છોકરીની વાત કરી છે. ચુડેલની નહી. “
ગુડ્ડી મારા ખભા પર મુક્કો મારે છે.
હુ પાછળ ખસીને સોરી સોરી કહુ છુ. એ ફરી મને મારવા આવે છે. હુ તેના બન્ને હાથ પકડી લઉ છુ. ગુડ્ડી બહુ મથે છે. પણ, તેના હાથ છોડાવી નથી શકતી. હું ગુડ્ડિના નજીક જઈને કહુ છુ.
“ મારી દોસ્ત ચુડેલ નહી. ક્યુટ છે. એકદમ ક્યુટ !!”
ગુડ્ડીનો ગુસ્સો થોડો શાંત થાય છે.
“ એક તુ ક્યુટ અને એક હુ ક્યુટ બાકી બધા ચુડેલ અને ભૂત “
આવુ કહીને અમે બન્ની હસી પડીએ છીએ. અમે બન્ને મુવી જોવા જઈએ છીએ.
હુ બહુ ખુશ હતો. કારણ કે, મારી પાસે ગોવિંદ , રોનક, રવિ, ગુડ્ડી અને સ્વીટુ જેવા દોસ્ત હતા. સ્વીટુને હુ હવે કોલેજ સાથે જતા આવતા હતા. કેન્ટીનમાં પણ સાથે નાસ્તો કરતા હતા. સ્વીટુ પણ મને પ્રેમ કરવા લાગી હતી. આખી કોલેજ અમને કપલ જ માનતી હતી. પણ, મે હજુ સુધી સ્વીટુને પ્રપોઝ કર્યો ન હતો. મને જરૂર પણ ન હતી લાગતી કારણ કે, સ્વીટુને ખબર હતી કે, હું તેને પ્રેમ કરુ છુ. સ્વીટુ મને પ્રેમ કરતી હતી કે નહી, તે એને ખબર પણ, તે મને દોસ્ત તો માનતી જ હશે. સ્વાતી અને રવીની સગાઈ પણ થવાની હતી. રવિએ તેના ઘરવાળાઓને પણ મનાવી લીધા હતા. રવિનો એન્જિનિયરીંગ માં આ છેલ્લો વર્ષ હતો. સ્વીટુ અને ગુડ્ડીના ઘર જાણે મારા પોતાના હોય તેમ હુ તેમના ઘરે જતો અને અમુક વખતે તેમના ઘરે જ જમી લેતો હતો. દિલિપસર સાથે પણ કામ કરવાની મજા આવતી હતી. તે મને અને રવિને તેમના દિકરાની જેમ જ રાખતા ... અને રાખે પણ ખરા અમે ભવિષ્યના જમાઈ જો છીએ.
અમે દર રવિવારે
સ્વીટુ, ગુડ્ડી, રોનક, ગોવિંદ અને સ્વાતી અમારા રૂમ પર આવતા, અમે બધા કેરમ રમતા, કેરમમાં મારી અને ગુડ્ડીની રમત જબરદસ્ત જામતી હતી. અમુક વખતે અમે શરતો પણ લગાવતા હતા. કદાચ, આને જ કોલેજીયન લાઈફની મોજ કહેવાતી હશે. મારી કોલેજીયન લાઈફ પાટણમાં હતી. પાટણની જમીનમાં એક આકર્ષણ છે. જે અહીન્યા આવે છે. તેને આનાથી પ્યાર થઈ જાય છે. મને પણ થઈ ગયો હતો. પાટણ એટલે મોજ – મસ્તી, આનંદ, ઉલ્લાસ, મેળા , ગરબા, વરઘોડાથી રચ્યો પચ્યો પ્રાચીન શહેર. પાટણ એટલે દોસ્તોની સાથે ચા- નાસ્તો, પાટણ એટલે આધુનિક જીવન અને પ્રાચીનતાને જોડતો જીવન.
મારો જન્મદિવસ આવવાનો હતો. મે વિશાલ અને જીગરને મારા જન્મદિવસે પાટણ બોલાવ્યા હતા. મારા જન્મદિવસના દિવસે કંઈ ખાસ કરવું જોઈએ, એવુ વિચાર હતો પણ શુ ??
“ પાર્ટી હોટલમાં જમવાનું આ બધુ તો બધા કરતા હોય હોય છે. મારે કંઈક વિશેષ કરવુ છે. મારો જન્મદિવસ રવિવારના આવવાનો હતો. એટલે એ દિવસે બધા ફ્રી જ હશે. તો ચાલને, ક્યાંક ફરવા જઈએ. ના તેના સિવાય કંઈ શુ કરૂ કે, મારો આ જન્મદિવસ યાદગાર બની જાય. “ હુ મનમાં ને મનમાં વિચારતો હતો.
અચાનક મને મારો પાછલા વર્ષનો જન્મદિવસ યાદ આવી જાય છે. એ જન્મદિવસ સ્વીટુ અને રવિના કારણે મારો મુડ ખરાબ થઈ ગયો હતો. આપણા જીવનમાં થયેલા ખરાબ અનુભવોથી આપણે આશા તો રાખતા જ હોઈએ છીએ કે, તે ફરીથી ના થાય.
મે ચુડેલમાતાને પ્રાર્થના કરી.
“ હા.. ચુડેલમાતા, આ વખતે મારા જન્મદિવસે કુણઘેર જઈશુ. “
કુણઘેરમાં ચુડેલમાતાનું મંદિર છે. દર રવિવારે કેટલાય શ્રધ્ધાળુઓ ત્યાં આવે છે. પાટણથી ઘણા બધા ચાલતા ચાલતા આવે છે. માતાજીને ચુંદડીઓ ચડાવે છે. તે લોકોની શ્રધ્ધા અને આસ્થાનું કેંદ્ર છે.
શનિવારની રાતે અમે બધા જનતા ટિ-સ્ટોલ એન્ડ નાસ્તા હાઉસે ભેગા થયા હતા. વિશાલ અને જીગરની પણ મે ત્યાં જ બોલાવ્યા હતા. તે આવતા જ હતા. અમે બધા વાતો કરતા કરતા ચા-નાસ્તો કરતા હતા. રોનકને ખબર નહી શુ સુઝ્યુ હશે કે, એ ઉભો થઈ જાય છે. રોનક દર વખતે કંઈક ને કંઈક નવી રમત લાવતોહતો.
“ ચાલો આજે આપણે બધા એક ગેમ રમીએ. “
બધા રોનક સામે ઉત્સુકતાથી જોવે છે.
“ આ એક ટીમ ચિન્ટુની .... અને આ ગોવિંદની .. ઓકે.. “
મારી ટીમમાં ગુડ્ડી અને રવિ હતા. તેમની સામે ગોવિંદ અને સવાતી હતા. મારી સામે સ્વીટુ હતી. બન્ને ટીમના એક એક ખિલાડી પંજો લડાવશે. જે જીતશે તે સામેની ટીમના બીજા સાથે પંજો લડાવશે. જે ટીમ પહેલા આઉટ થઈ જાય તેનેસામે વાળી ટીમ કહે તે કરવાનું. “
“હા...હા.. ઓકે.. “ બધા એક સાથે બોલે છે.
અમને ગેમ સમજાઈ ગઈ હતી. પાપડીની ડિશો પણ ખાલી થઈ ગઈ હતેઐ. અમે એ ડિશો ભેગી કરીને સાઈડમાં મુકી દીધી.
ગુડ્ડી અને સવાતી પંજો લડાવેછે.
હુ અને રવિ ગુડ્ડી ગુડી કરતા હતા અને સ્વીટુ અને ગોવિંદ સ્વાતી…, સ્વાતી... કરતા હતા. ટિ-સ્ટોલમાં અમારા સિવાય કોઈ હતો નહી. છતાં અમે ધીમે ધીમે બોલતા હતા. ગુડ્ડી તો હતી જ બળવાળી એ સ્વાતિને હરાવી જ નાંખે. અમે રાડો પાડી છીએ. ગુડ્ડી જીતે છે. ગુડ્ડી હાથ ઉંચુ કરીને
“ હુરેરે.....”કરે છે.
હવે ગુડ્ડી ની સામે સ્વીટુ આવે છે.
“ સ્વીટુ.. સ્વીટુ... “ હુ બોલવા લાગુ છુ કે, તરત ગુડ્ડી મારી સામે જોવે છે.
“ હુ તારી ટીમમાં છુ, સ્વીટુ નહી. “
“ હા.. સોરી.... ગુડ્ડી... ગુડ્ડી... “
મારી ટીમમાં કોણ છે. એ તો હું ભુલી ગયો હતો. પણ મારા દીલમાં સ્વીટુ જ હતી. સવીટુ જીતે તો સારૂ. સ્વીટુ સાથે પંજો લડાવવા મળે. ના હુ હારૂ.., ના તેને હારવા દઊ. ગુડ્ડી સ્વીટુને પણ હરાવી નાંખે છે. આ વખતે ગુડ્ડીની જીત કરતાં, સ્વીટુથી પંજો લડાવવા ના મળ્યો. તેનો દુખ હતો.
ગુડ્ડી અને રવિ સ્વાતિ અને સ્વીટુને હાથ બનાવી લુઝર લુઝર કહેતા હતા.
ગોવિંદ અને ગુડ્ડીનો વારો આવે છે. અમને ખબર હતી કે, ગોવિંદ જ જીતવાનો છે. છતાં, ગુડ્ડીનો ઉત્સાહ વધારવા માટે અમે જોરજોરથી ગુડ્ડી ગુડ્ડી રાડો નાખવા માંડીએ છીએ.
“ ઓય.... છોકરાઓ રાડો ના પાડો. ., રમવુ હોય તો બહાર જઈને રમો. “
“ એક ભાઈ અમારી નજીક આવીને કહે છે.
“ એક મિનિટ ભાઈ... “ મે કહ્યુ.
ગુડ્ડી હારી જાય છે. અમે બધા થોડા શાંત થઈ જઈએ છીએ.
ગોવિંદ અને રવિનો વારો આવે છે. ગોવિંદની બોડી જોઈને લાગે છે કે, તે રવિને હરાવી જ દેશે. અને મારો અંદાજ સાચો જ ઠર્યો. રવી પણ હારી જ જાય છે.
“ ચિન્ટુ જીતશે... જ. “ગુડ્ડી એ હુકમ કર્યો. અને હુ ગોવિંદની સામે બેઠો. આપણે કોઈ પણ ગેમમાં રમીએ ત્યારે સામેવાળાને જોઈને આપણે હારશું કે જીતશું તેનો અંદાજ આવી જતો હોય છે. હુ હારવાનો જ હતો, છતાં મે પુરેપુરો બળ કયો. પણ, ગોવિંદનો હાથ હલતો જ ન હતો. મે ગોવિંદ સામે જોયુ અને થોડી ગરીબ જેવી સુરત કરી, આંખ મારી. ગોવિંદ સમજી જાય છે. આમ, તો એ મારો દોસ્ત હતો. એ જાણે કરીને હારી જાય છે. રવિ અને ગુડ્ડી મને વળગી પડે છે. અમે જીતી ગયા હતા. ગુડ્ડી અને રવિ જોરથી બુમો પાડવા લાગે છે. પહેલો ભાઈ ફરીથી આવે છે. આ વખતે બહુ ગુસ્સામાં લાગતો હતો.
“ ચલો બહાર નીકળો અહીંથી. “
અમે શાંત થઈ જઈએ છીએ.
“ તમને એકવાર ના પાડી કે, અવાજ ના કરો તોય ખબર નથી પડતી. “
એ ભાઈ ગુસ્સામાં બોલવા લાગે છે. અમે સાંભળી વગર ત્યાંથી જતા રહીએ છીએ જો કે, અમારી સાથે છોકરીઓ હતી. એટલે એ ગાળો ન હતો બોલયો. નહીતર, એ પણ સાંભળ્યુ પડત. આમ, તો અમારે આવુ ના જ કરવું જોઈએ. પણ, આ પણ કોલેજીયન લાઈફનો જ એક ભાગ હતો. અમે બધા બહાર આવીને એક્બીજાનો મોઢો જોઈને ફરીથી હસવા લાગીએ છીએ. સામેથી વિશાલ અને જીગર આવતા દેખાય છે. એ ફોર્મલ કપડામાં હતા. હું તેમને જોઈને ખુશ થઈ જાઉ છુ. તેની વાત કરવી જ મુશકેલ છે. તેમની લાઈફમાં હુ થોડો ઘણો મહત્વ ધરાવતો હોઈશ પણ, મારી લાઈફમાં તેમનો બહુ મહત્વ હતો. વિશાલ મારી નજીક આવી નથી. મને ગળે મળે છે તેને કહે છે.
“ હે.....ન, મારો ભાણો...”
જીગર પણ મને ગળે મળે છે.
“ વિશાલભાઈ કેમ છો મજામા ?”
ગુડ્ડી પૂછે છે.
“ હા....., એકદમ તુ કેમ છે ? “
“ હુ પણ મજામાં “
“ભાણા તુ... ?”
“ જલસુડી છે.. અમારે તો... “
હુ બધાનો પરિચય કરાવા લાગુ છુ.
“ આ રોનક ગોવિંદ અને સ્વીટુ મારા કલાસમેટ છે. અને સ્વાતી સ્વીટુની બહેન અને રવિની ગર્લફ્રેન્ડ “
રવિના ચહેરા પર સ્મિત આવી જાય છે.
“ હેલ્લો..., “ વિશાલ અને જીગર વારાફરતી બધાને કહે છે.
“ ચલો ચા- નાસ્તો કરીએ.. “
“ અમે કરી લીધુ. “
સ્વીટુ એ કહ્યુ.
“ હા... પણ, અમારે તો બાકી છે ને... “
વિશાલ અને જીગર જવા લાગે છે. અમે બધા એકબીજાનો મો જોઈ તેમની પાછળ ગયા.
પહેલો ભાઈ અમને જોઈ રહે છે.
“ શાંતિથી બેસજો.. મસ્તી કરવી હોય તો, બીજે ક્યાંક જતા રયો. “
અમે બધા ચુપચાપ બેસી જઈએ છીએ.
“ સ્વીટુ તુ ઓળખે છે અમને... “
“ હા પેલા દિવસે હોસ્પિટલમાં મળ્યા હતાને... , મારો જન્મદિવસ ઉજવ્યો હતો. ચિન્ટુ ઘણીવાર તમારી વાત કરે છે. “
“ આઈ એમ સોરી,સ્વીટુ પેલા દિવસે મે... “ જીગર સહેજ ખચકાતા કહે છે.
જીગર સ્વીટુ અને મારા સિવાય આ વાતની કોઈને ખબર ન હતી. કોઈએ પૂછયુ પણ નહી.
“ ઈટ્સ ઓકે... “
સ્વીટુને સહજતાથી કહ્યુ.
“ શુ રવિ ફાવે છે ને ચિન્ટુ સાથે કે, ચિન્ટુ હેરાન કરે છે. “
“ હા....હા..., ફાવ છે. ચિન્ટુ, સારો રૂમપાર્ટનર અને દોસ્ત છે. “
રવિ એ મારા વખાણ કર્યા. કરેજ ને.., મારા કારણે સ્વાતી આજે તેની બાજુમાં હતી. હવે સ્વાતી સાથે તેની સગાઈ પણ થવાની હતી. બધા મારી વાતો કરતાં, વિશાલ અને જીગર અમે સાથે રહ્યા એ પ્રસંગોની વાતો કરતા હતા. આવી ઘણી બધી વાતો કરતાં, કરતાં, રાતના ૧૧:૩૦ વાગી જાય છે.
“ ચાલો હવે જઈએ કુણઘેર “ મે કેકની બેગ ખભે લટકાવતાં કહ્યુ. અમે બધા ત્યાંથી જઈએ છીએ. રવિ અને સ્વાતી એકબીજાના હાથમા હાથ નાંખીને ખબર નહી શુ વાતો કરતા હતા. ગુડ્ડી અને સ્વીટુ વાતો કરતા હતાં. ગોવિંદ અને રોનક મસ્તી કરતાં, હુ વિશાલ અને જીગર સાથે હતો. જીગરે મને પૂછયુ.
“શુ ચિંટુ કેટલે પહોંચયો તારો લવ... “
મારા ગાલ શરમથી લાલ થઈ જાય છે. ચહેરા પર સ્મિત આવી જાય છે. વિશાલ અને જીગર મારા મામાના દોસ્ત હોવાથી, હુ જરાક તેમની સામે આવી વાતોમાં શરમ અનુભવતો હતો.
“ હવે પ્રપોઝ ક્યારે કરવું છે ? “
વિશાલ શાંત હતો. ખબર નહી તેના મગજમાં શુ ચાલતો હતો. મે તેને પૂછ્યુ.
“ તમને શુ લાગે છે. હવે, સ્વીટુ માની જશે. “
“ હા માની જ જશે. તુ તેને આટલો પ્રેમ કરે છે. તેને તો ખબર જ છે. અને હવે તે તારી દોસ્ત પણ છે. “
વિશાલના મોઢામાંથી આવુ સાંભળી મારો આત્મવિશ્વાસ વધી ગયુ હતુ.
“ હા.... તો આજે પ્રપોઝ કર દઉ???”
“ શુ વાત કરો છો ? એકલા એકલા ?”
ગુડ્ડી પાછળથી આવીને મને ગળાથી પકડે છે. હુ ચોકી જઊ છુ.
“ કંઈ નહી, જુની જુની વાતો કરતા હત. “ વિશાલે કહ્યુ.
ત્રણ રસ્તા આવી ગયા હતા. એકબાજુ સાંઈબાબાનો મંદિર હતો અને બીજી બાજુ કુણઘેર... રાતના અંધારામાં ઠંડો પવન વાતો હતો. હું બધાને મારી પાસે બોલાવું છુ. બધા મારી નજીક આવે છે. સ્વીટુ અને રવિ થોડા પાછળ હતા. એ પણ હળવે હળવે આવે છે.
“ ચાલો અહિં બેસી જાઓ બધા.. “
બધા રાઉન્ડમાં બેસી ગયા. હુ મારી બેગમાંથી કેક કાઢુ છુ. કેકેના બોક્ષ પર કેક મુકી. ઉપર કેન્ડલ સળગાવુ છુ. પણ, હવાના કારણે સળગતીના હતી. બધા નજીક આવી પવનને રોકે છે. હુ મીણબતી સળગાવુ છુ. હુ ઘડિયાળમાં જોવું છુ. પુરા બાર વાગે છે. ત્યારે હુ મીણબતીને ફુંક મારૂ છુ. કેક કાપુ છુ. બધા હેપ્પી બર્થ ડે ગાય છે. સૌથી પહેલો કેક નો ટુકડો સ્વીટુ સામે ધરુ છુ. બધા મારી સામે જોઈ રહે છે. પછી એ કેક ખાય છે. તેના પછી વિશાલને ખવડાવુ છુ. પછી બધા કેક ખાય છે.
“ ચાલો હવે શુ કરવાનુ છે ?”
હુ જાણે ગીફ્ટ માંગતો હોઊ એમ બધા સામે જોઈ રહુ છુ.
“ પેલી શરત અમે જીત્યા હતા તો, અમે કહીએ એ સ્વાતી સ્વીટુ અને ગોવિંદને કરવાનું છે. “
“ હા....” ગુડ્ડી અને રવિ બોલે છે.
“ તો શુ કરવાનુ છે અમારે.... ? “
સ્વાતી એ પૂછ્યુ.
“ ચાલો ત્યાં બેઠા હતાં એમ સામસામે બેસી જાઓ. “
“ તમારે બધાને અમને ચુંબન કરવાનુ છે. “
“ એ આવુ બધુ ના હોય હલકા... “
ગુડ્ડી ગુસ્સાથી ઉભી થઈ જાય છે. અમે બધા હસી પડીએ છીએ. સ્વાતિ અને સ્વીટુ જોઈ રહે છે. મે ગુડ્ડી નો હાથ પકડીને તેને બેસાડી દઊ છુ.
“ ગાલ પર ગાલ પર “
“ ના આવુ ના હોય , હુ તૈયાર નથી. “ સ્વીટુ કહે છે.
“ જો એક તો , તમે હારી ગયા છો અને મારો જન્મદિવસ પણ છે. “
સ્વાતિ રવિ અને ગોવિંદ ચુપ જ હતા. ગુડ્ડી મોઢો ફુલાવીને બેઠા હતા. વિશાલ અને જીગરને કંઈ ખબર ના હોય તેમ જોઈ રહે છે.
મે રવિ અને ગુડ્ડી એ ગાલ આગળ કર્યુ. સ્વીટુ, સ્વાતિ અને ગોવિંદે અમને ગાલ પર ચુંબન કર્યુ. સ્વીટુના ભીના હોઠ મારા ગાલને અડતા મારા રુંવાટા ઉભા થઈ જાય છે. હુ એક અલગ દુનિયામાં જતો રહ્યો હોઉ એવો અહેસાસ બે-ત્રણ સેકન્ડમાં થતો હતો. મે સ્વીટુની આંખોમાં જોયુ તો તેની આંખોમાં શરમ અને પ્યાર દેખાતાં હતા.
ગોવિંદે ગુડ્ડીને ચુંબન કર્યુ હતું. તે ગુડ્ડીને ગમ્યુ નહી. તે ગુસ્સાથી મારી સામે જોતી હતી. અમે બધા ફરી કુણઘેર જવા ચાલવા માંડયા. અડધે રસ્તે પહોંચી પાટણ વાળોની એક ટીમ જેમાં સ્વીટુ, સ્વાતિ અને રોનક અને ગોવિંદ હતા. એક અમારી ટીમમાં જીગર, વિશાલ , રવિ અને હુ હતા. અમે અંતાક્ષરી રમીએ છીએ. ગીતો ગાતા ગાતા અમે રાતના ૦૨ વાગે કુણધેર પહોંચ્યા. અમે બધા થાકી ગયા હતા. હજી આરતી સવારના થવાની હોવાથી,બધા એકએક બાંકડો શોધીને તેના પર આડા પડી જાય છે. હુ વિશાલ અને જીગર દર વખતની જેમ સામે સીડી – ડીવીડી અને કેસેટોની દુકાનમાં ટીવી જોવા લાગ્યા. મિસ્ટર નટવરલાલ મુવી ચાલતી હતી. થોડીવાર પછી ગુડ્ડી પણ અમારી સાથે મુવી જોવા આવી જાય છે. સવીટુ, ગોવિંદ અને રોનક અલગ અલગ બાંકડા પર ઊંઘી ગયા હતા. સ્વાતિ અને રવિ એકબીજાના માથા પર માથુ ઢાળીને સુતા હતા. હુ પણ વિશાલના ખોળામાં માથુ રાખીને આડો પડુ છુ.
ખરેખર એ મારો યાદગાર જન્મદિવસ હતો. આટલી મજા મને આજ સુધી કયારેય ન હતી આવી. દોસ્તો સાથે દુનિયા કેટલી રંગીન લાગે છે. હુ ફરી કહીશ કે, દોસ્ત વગર દુનિયામાં કંઈ જ નથી.આજે દુનિયાનો સૌથી સુખી માણસ હુ હોઉ એવું મને લાગતું હતું. અમે આવી જ રીતે સાથે રહીએ , સુખમાં અને દુખમાં. મે ચુડેલમાતાને પ્રાથના કરી અને હુ સુઈ જઊ છુ.
“ ચિન્ટુ…., ચિન્ટુ.... ઉઠ આરતી ચાલુ થાય છે. “
સ્વીટુ મને ઉઠાડતા કહે છે. બધા આરતીમાં જતા હતા. હુ સ્વીટુનો હાથ પકડીને ચુડેલમાતાના મંદિરમાં ગયો. બધા આરતીમાં ઉભા હતા.
“ ચિન્ટુ, મારો હાથ છોડ. “
સ્વીટુ એટલુ ધીમેથી કહ્યુ અને આરતીના અવાજના કારણે મને કંઈ સંભળાયુ નહી. મે પૂછ્યુ.
“ શુ ?”
સ્વીટુ તેનો હાથ છોડાવે છે. હાથ જોડીને આંખો બંધ કરે છે. હુ પણ આંખો બંધ કરી હાથ જોડીને ચુડેલમાતાને કહુ છુ.
“ હે ચુડેલમાતા સ્વીટુને આવી જ રીતે મારી બાજુમાં રાખજો. હુ મારી આખી જિંદગી તેની સાથે વિતાવતા માંગુ છુ. આઈ લવ યુ સ્વીટુ. “
હુ આંખ ખોલીને સ્વીટુને જોવુ છુ.
રવિ અને સ્વાતીની આજે સગાઈ થવાની હતી. સ્વતીની સગાઈની તમામ જવાબદારી સ્વીટુ અને મારા પર હતી. હુ મારી બહેનની સગાઈ હોય તેમ તૈયારીઓ કરાવતો હતો. મને આટલી ભાગદોડ કરતા જોઈ સ્વીટુ મને પૂછે છે.
“ સગાઈ તો મારી બહેનની છે, તુ કેમ આટલી મહેનત કરે છે. “
“ જે તારુ છે એ બધુ મારુ જ તો છે. “
“ ખોટા સપનાઓ ના જો તુટી જશે તો બહુ દુખ થશે. “
“ ખોટા સપના..., મને તો નથી લાગતુ. તને શુ લાગે છે. ?”
સ્વીટુ કંઈ બોલ્યા વગર બીજી બાજુ જોવે છે. આવી વખતે સ્વીટુનું ચુપ રહેવુ મારા માટે સારુ જ હતુ. હુ તેની નજીક ગયો અને પૂછ્યુ.
“ કયા કહેતી હો... મુજસે શાદી કરોગી. ?”
“ નહી “
સ્વીટુ જોરથી હસીને ત્યાંથી જતી રહે છે. તેની ના પાડવાનો અંદાજ પણ મને ગમ્યો. એ હસી..., મતલબ હા જ હતી. એ હિન્દી ફિલ્મોમાં કહે છે ને છોકરીઓની ના માં પણ હા છુપાયેલી હોય છે. એ વખતે મને ગોવિંદાની ફિલ્મનું પહેલો સોંગ યાદ આવી જાય છે.
“ દિલ કહેતા હે..., એક દીન હસીના માન જાયેગી. “
રવિ અને સ્વીટુની સગાઈ ચાલુ થઈ જાય છે. રવિના પરિવારમાંથી બધા આવ્યા હતા. બધા બહુ ખુશ દેખાતા હતા. સ્વાતી અને રવિ એકબીજાને વીટી પહેરાવે છે. મને રવિ અને સ્વાતિમાં હુ અને સ્વીટુ દેખાતા હતા. હુ સ્વીટૂ સામે જોવુ છુ. એ મારા સામે જ જોતી હોય છે. અમુક સ્ત્રીઓ સગાઈના ગીત ગાતી હતી. દિલિપસર અમારી સામે જોતા હુ મારી નજર સ્વીટુ પરથી હટાવી લઊ છુ.
(થોડા દિવસો પછી)
રવિ સગાઈ કરીને તેના ઘરે જતો રહ્યો હતો. હુ રૂમ પર એકલો હતો. સ્વીટુ સાથે કોલેજનો ત્રીજો સેમ ક્યારે પૂરૂ થવા આવ્યુ, તેની ખબર જ ના પડી. હવે, બસ પરીક્ષા બાકી હતી. કાલથી પરીક્ષા ચાલુ થવાની હતી. મે સ્વીટુના ચક્કરમાં કંઈ વાંચ્યુ પણ ન હતું. પહેલા વર્ષના ટોપર વિદ્યાર્થીની આ વખતે શુ હાલત થશે. એ વિચારીને હુ ગભરતો હતો. મારા રૂમમાં હુ ચોપડીઓ પાથરીને બેઠો હતો કે, મારા રૂમનો દઅરવાજો ખખડે છે. દર વખતે રવિ દરવાજો ખોલતો પણ, આ હવે તે ના હોવાથી, મારે જ ઉભો થઈને દરવાજો ખોલવુ પડે છે. દરવાજો ખોલતા જ સામે સ્વીટુ ઉભી હતી. રાતના નવ વાગે સ્વીટુને અહીં જોઈ હુ આશ્ચર્યમાં પડી ગયો.
“ તુ અહિન્યા રાતના નવ વાગે. ??”
“ હા..., ગ્રુપસ્ટડી કરવા આવ્યાછીએ. “ પાછળથી ગોવિંદ અને રોનક કહે છે.
“ તો તમે રાતના અહીં વાંચશો.. અને અહી જ ઉંઘશો. “
“ હા... તને કંઈ પ્રોબ્લમ છે. “ સ્વીટુએ કહુ.
“ના...ના... હુ એમજે એકલો કંટળતો હતો..,, સારુ થયુ તમે આવ્યા.. “
“ તો પછી ચાલ.... “
એ ત્રણેય અંદર આવે છે. અમે ગ્રુપ સ્ટડી કરવા લાગ્યા.
(છેલ્લા પેપરની આગળની રાત)
અમારા બધાના પેપર સારા જતા હતા. અમે રોજ રાતે બે બે વાગ્યા સુધી વાંચતા હતા. કાલે છેલ્લુ પેપર હતુ.
“ બસ ચિન્ટુ., આજે આટલુ ઘણુ ... મને ઊંચ આવે છે. “
રોનક કહે છે.
“ હા..., મને પણ ઉંઘ આવે છે. હવે કાલે વાંચીશુ. “
ગોવિંદે રોનકની વાતને સહમતિ આપી.
“ ના યાર હજી અડધુ જ પત્યુ છે. મારે વાંચવુ છે. “ સ્વીટુ બોલે છે.
“ તમારે વાંચવુ હોય તો, વાંચો. હુ અને રોનક સુઈ જઈએ છીએ. “
એ બન્ને બીજી રુમમાં જતા રહે છે. હુ અને સ્વીટુ ફરી વાંચવા લાગીએ છીએ.
“ ચિન્ટુ.... મારે ચા પીવી છે... ચાલ ચા બનાવીએ.. “
મે માથુ ધુણાવ્યુ અને તેની સાથે રસોડામાં ગયો. તેને લાલ ટોપ અને વ્હાઈટ બરમુડો પહેર્યો હતો.
જે તેને કાલે પણ પહેર્યો હતો. કાલે અમે વાંચતા હતા. સ્વીટુ તે જ રૂમમાં ઉંઘી જાય છે. જો કે, સવીટુ રોજ ત્યાં જ ઉંઘતી હતી. હુ ગોવિંદ અને રોનક બીજા રુમમાં ઉંઘતા હતા. પણ તે દિવસે મને રોનકે કહ્યુ હતું. કે, અમે વહેલાં સુઈ જશુ તો સ્વીટુ સાથે કંઈક રોમાંટિક ફરી વાતો કરજે. પણ, હુ કંઈજ કરી શક્યો નહી. તે બીજી બાજુ પડખુ વાળીને સુતી હતી. હુ વાંચવાનો ડોળ કરતો હતો. હાથમાં પેન અને ચોપડી લઈને તેને જ જોતો હતો. તેનો ટોપ કમર પરથી થોડે ઉપર થઈ ગયો હતો. તે તેને જોઈને ઉતેજીત થઈ ગયો હતો. મે લાઈટ બંધ કરી અને તેની બાજુમાં જ સુઈ ગયો હતો. હુ બીજી તરફ મો ફેરવીને સુઈ ગયો. મને તેને આલીંગનમાં લેવાની તડપ થતી હતી. પણ, તે જાગી ના જાય તેનો ડર હતો. હુ મનમાં ને મનમાં ૧૦૦ ગણુ છુ. કે ૧૦૦ પુરા થાય પછી તેની બાજુ ફરુ. પણ, ખબર નહી કેમ પણ, આવી વખતે આપણે આવા જ વિચારો આવે છે. ૧૦૦ અંક ગણવા પણ મુશકેલ લાગતો હોય છે. સ્વીટુને પડખુ ફેરવીને મારી તરફ ફરે છે. તેનો નાક મારી પીઠને અડે છે. હુ આંખ બંધ રાખીને તેની તરફ ફરુ છુ. તેના શ્વાસોચ્છવાસ મારા ચહેરાને અથડાવા લાગે છે. હુ હળવેકથી તએની પીઠ પર હાથ રાખુ છુ. હુ મારો એક પગ તેના પગ પર મુકુ છુ. તેની પગની લીસી અને સુવાંળી ચામડી મારા પગને સ્પર્શતા મારા શરીરમાં વીજપ્રવાહ વહેવા લાગે છે. મારુ શરીર ધ્રુજતુ હતુ. મારા ધબકારા વધી ગયા હત. મે મારી આંખ હળવેકથી ખોલી. સ્વીટુ ઉંધી રહી હતી. મે થોડુ સાહસ વધાર્યુ અને મારો હાથ ધીરે ધીરે તેની કમર પર લઈ ગયો. તેની કમરથી થોડું ટોપ ઉંચુ કર્યુ. તેના કમર પર હાથ ફેરવ્યો. તેને થોડી મારા તરફ ખેંચીને તેના હોઠ પર ચુંબન કરવા જતો હતો કે, તેના અવાજે મને ચોંકાવી નાંખ્યો.
“ ચિન્ટુ... “
મે તરત આંખો બંધ કરી દીધી. રાતના અંધારામાં તેને કંઈ દેખાતુ પણ નહી હોય. તેને મારો હાથ પોતાના પરથી ખસેડી બેઠી થઈ અને થોડીવાર મારી સામે જોઈ રહી. હુ ઉંઘમાં હોવાનો ડોળ કરવા લાગ્યો.
“ ચિન્ટુ.... ચિન્ટુ... “
તેને મને ખભાથી હલાવીને મને ઉઠાડયો.
“ હમ....” હુ ઉંઘમાંથી ઉઠ્યો હોઉ તેમ બોલ્યો.
“ તુ પેલા રૂમમાં જતો રહે. “
હુ ઉભો થઈ તે રુમમાં સ્વીટુને જોયા વગર જતો રહ્યો. મને વિશ્વાસ ન હતો થતો કે, સ્વીટુ આજે ફરિ મારા રૂમ પર વાંચવા આવશે. પણ, તે આવી હતી. જાણે કાલે રાતે કંઈ જ બન્યુ ના હોય. એમ, એ કોલેજમાં અને હાલ વર્તતી હતી. અમે ચા પીને ફરીથી વાંચવા લાગ્યા પણ, મારો મન વાંચવામાં લાગતો ન હતો. હુ સ્વીટુથી કઈ રીતે વાત કરુ. તેને મારા દિલની વાત કરી રીતે કરુ મારે તેને કીસ કરવી છે. કાલથી પરીક્ષા પુરી થઈ જશે. પછી તે તેના માસીના છોકરાના લગ્નમાં જવાની છે. આ વેકેશનમાં મારે ઘરે જવાનુ છે. સ્વીટુ તો જાણે એકલી જ હોય, એમ થિયરી ગોખતી હતી.
“સ્વીટુ કંટાળો આવે છે. “
“ તો જા સુઈ જા ! “
“ તુ પણ સુઈ જા ને પણ !! “
હુ સ્વીટુના ખોળામાં માથુ રાખીને આડો પડુ છુ. સ્વીટુએ જરા પણ વિરોધ ના કર્યો.
“ ના મારે બાકી છે. મને વાંચવા દે. “
“ હા.... તો તુ વાંચ “
મે આંખો બંધ કરી. તે વાંચવા લાગી. તેનો એક હાથ મારા ગળા પર હતો. સ્વીટુનો ખોળો એકદમ મુલાયમ હતો. જીંદગીમાં મારો આ પેલો અનુભવ હતો. મને એટલી મજા આવતી હતી કે, એમ થતુ હતુ કે મારે બસ આમ જ ઉંઘી રહેવુ છે. હવે કીસ કરવાનુ કે, બીજુ કંઈ કરવાનુ વિચારમારા મગજમાંથી જતો રહ્યો હતો. હુ ક્યારે ઉંધી ગયો મને ખબર જ ના પડી. સવારના વહેલા મારી આંખ ખુલી જાય છે. સ્વીટુ ત્યાંજ ઉંઘી ગઈ હતી. હુ તેના કમરની બાજુમાં મારો માથુ રાખી આડો પડ્યો હતો. હુ બેઠો થયો. વિખરાયેલા કાળા વાળ પર સ્વીટુનો માસુમ ચહેરો ચમકતો હતો. તેને જોઈને મને ફરી ચુંબન કરવાનું મન થઈ ગયુ. હુ તેના ચહેરા એ ઉઠી ના જાય તેનો ખ્યાલ રાખીને એને હળવો આલીંગન આપી તેના હોઠ પર હોઠ મુકી દઉ છુ. મે હળવેકથી કીસ કરી મારા દિલના ધબકારા એન્જિનની જેમ ધડકવા લાગ્યા. મે જોયુ સ્વીટુની આંખો હજુ બંધ હતી. હુ ફરીથી કીસ કરવા નમુ છુ. સ્વીટુ પડખુ ફેરવી લે છે. કદાચ, છોકરીઓને ઉંઘમાં કોઈ કીસ કરે એ ગમતુ નહી હોય. હુ તરત ઉભો થઈને બધા માટે ચા બનાવુ છુ.
(પરીક્ષા પુરી થયા પછીના દિવસે )
હુ રોનક ગોવિંદ અને ગુડ્ડીને મારી સાથે કુણઘેર લઈ ગયો હતો. સ્વીટુ તેના માસીના છોકરના લગ્નમાં અંજાર જવાની હતી. સ્વાતી અઠવાડિયા પહેલા જતી રહી હતી. સ્વીટુની પરીક્ષા આજે પુરી થઈ હતી. એટલેતે આવતીકાલે જવાની હતી. હુ પણ તેની સાથે અંજાર જવાનો હતો. હુ મારા એક દોસ્તને મળવા જઉ છુ, એમ તેમ કહીને સ્વીટુ સાથે જતો હતો. જો કે, હુ તો તેની સાથે ૦૭-૦૮ કલાક વીતાવી શકુ એટલે જતો હતો. હા.. અને તેને હુ કાલે પ્રપોઝ પણ કરવાનો હતો. સ્વીટુ પણ હવે મને પ્રેમ કરવા લાગી છે. તેવુ મને લાગતુ હતુ.
“ આજે રવિવાર નથી છતાં હુ તમને બધાને અહીન્યા કેમ લાવ્યો છુ. એ બધાના મનમાં થતુ હશે. તો સાંભળો.., હુ આવતી કાલે સ્વીટુને પ્રપોઝ કરવાનુ છુ તો, બધા ચુડેલમાતાને પ્રાર્થના કરો કે, તે મને કાલે હા પાડી દે. “
મે બધાની સામે જાહેરાત કરી.બધા ખુશ દેખાતા હતા સિવાય ગુડ્ડીના. ગુડ્ડીના ચહેરા પર આશ્ચર્યતા દેખાતી હતી. કારણ કે, મે તેને કયારેય ન હતું કહ્યુ કે, હુ સ્વીટુને પ્રેમ કરૂ છુ. ગુડ્ડીને શુ મે કોઈને ન હતુ કહુ. બધાને જાતે જ ખબર પડી હતી. હુ જરૂરત વગર મારી વાત કોઈને કરતો પણ નથી. વાત કરવી પણ ના જોઈએ. કરીને જ બતાવવાની હોય, હુ તેમાં માનુ છુ. અમે બધા મંદિરમાં ગયા. બધાએ ચુડેલમાતાને પ્રાર્થના કરી અને મને બેસ્ટ ઓફ લક કહ્યુ. અને હુ તો રોજ ચુડેલમાતાને પ્રાર્થના કરતો જ હતો. તે મારી સાથે હતા. તેવુ મને મહેસુસ થતુ હતુ.
બસમાં જગ્યા ના હોવાના લીધે અમે સ્લીપરસીટ માં જ બેઠા હતા. જો કે મને એમાંજ મજા આવતી હતી. સ્વીટુએ રેડ એન્કલ અને યેલો ટોપ પહેર્યોહતો. એ તેના પર બરાબર શોભતા હતા. તેને વાળનો અંબોડો બાંધી અંદર હેરસ્ટિક લગાવેલ હતી. એ કાનમાં ઈયરફોન નાંખીને બારીની બહાર દેખતી હતી. હુ તેને જ જોતો હતો. એ તેને ખબર હતી. મારી તેને એકીટસે જોવાની આદતથી તે ટેવાઈ ગઈ હતી.
“ થર્ડ સેમ સારો રહ્યો નહી.”
“ હા સારો રહ્યો. “ એ તરત જ બોલે છે. જાણે મોબાઈલમં સોંગ ચાલુ જ ન હતા. તેણે ઈયરફોન એમને એમ જ ફડાવ્યા હતા.
“ ફર્સ્ટ સેમમાં તુ મને કેટલી ગુસ્સાની નજરે જોતી હતી. “
“ હા... તુ કામ જ એવા કરતો ને , સેકન્ડ સેમમાં તો તે મને બોલાવવાની જ બંધ કરી દીધી. “
રવિના કારણે ના કહેવાય મારી ખોટી સમજદારીને કારણે . મે તેને બોલવવાની બંધ કરી હતી. તેને કદચ તે નહી ગમ્યુ હોય તો મે તેને પૂછ્યુ.
“ કેમ...? તને ન હતું ગમ્યુ ?”
“ ના એવુ કંઈ જ નહી... પણ, તને બીજી ઘણી બધી દોસ્ત મળી ગઈ...”
“ હમમ... તો તને એ ના ગમ્યુ.. “
“ ના... એવુ પણ નથી.. એ વખતે તો મને કંઈ ફરક જ ન હતો પડતો કે, તુ મને બોલાવે કે ના બોલાવે. “
“ હવે તો પડે છે ને... “
મે તેના હાથ પર હાથ મુકતા કહ્યુ. સ્વીટુ હાથ લઈ લે છે.
“ચિન્ટુ, તુ હમણાથી બહુ આગળ વધે છે. “
“ હમણાથી મતલબ ??”
“ પરમ દિવસની રાતે અને કાલે સવારે.. !!”
સ્વીટુ અટકી પડે છે. નજર ફેરવી ફરી બારીની બહાર જોવા લાગે છે. સ્વીટુને બધુ ખબર હતું. તેને ખબર હતી કે, મે તેને કીસ કરી હતી. છતાં તે મારી બાજુમાં બેઠી હતી. મારી તો હિમ્મત વધી ગઈ.
“ તો કેવી લાગી મારી પેલી કીસ... ?”
તે આંખો પહોળી કરીને મારી સામે જોવે છે. સ્વીટુ દર વખતે આવી રીતે આંખો પહોળી કરતી. કદાચ, તે મને ડરાવવા માંગતી હતી.
“ ચિન્ટુ, મારી સાથે આવી વાતો ના કર... મને નહી ગમતુ.. “
તેના ચહેરા પર ગુસ્સાના બદલે શરમ આવી જાય છે.
“ ઓકે,, મતલબ વાત નહી ગમતી ... એમ ને.... પણ કીસ તો ગમે છે ને... “
સ્વીટુ ફરી બારી સામે જોવે છે. અમે બે મિનિટ શાંત રહીએ છીએ.
“સ્વીટુ આખી કૉલેજને લાગે છે કે, આપણે બન્ને કપલ છીએ.”
“ તો લાગવા દે.. “
“ તને કંઈ ફરક નથી પડતો. “
“ ના “
“ તો તુ મારી ગર્લફ્રેન્ડ બનીશ ?”
સ્વીટુ હજી બારી સામે જ જોતી હતી. તેને મારા બે મહત્વના પ્રશ્નોના જવાનો જ ના આપ્યા. છોકરીઓની આ જ ખાસીયત છે. તે આપણને કંઈ સ્પષ્ટ કહે નહી. અને અમારાથી એવી અપેક્ષા રાખે કે, અમે સમજી જશુ. સ્વીટુ ચુપ હતી. તેનો મતલબ હા જ હતી. મે તેની દાઢીને પકડીને તેનો ચહેરો મારી તરફ ફેરવીને કહ્યુ તો બનીશ મારી ગર્લફ્રેંડ...., એ હજુ ચુપ જ હતી. હુ તેની નજીક જઈને તેને કીસ કરવા જાઉ છુ . એ મને ધક્કો મારીને દુર કરી દે છે.
“ બસ ચિન્ટુ, કાબુ રાખ તારી જાત પર... “
તેના ચહેરા પર ગુસ્સો લાવતા તે કહે છે.
“સ્વીટુ.., હુ તને પ્રેમ કરુ છુ. આઈ લવ યુ... “
મે તેનો હાથ મારા હાથમા લીધો. તેને હાથ પાછો ખેંચ્યો નહી. બસ એ મારી સામે જોઈ રહે છે.
“ તુ મને પ્રેમ કરે છે ?”
“ ના”
એ ગુસ્સાથી કહે છે. તેનો હાથ હજી મારા હાથમાં જ હતો. મે તેના હાથ પર હળવેકથી ચુંબન કર્યુ.
“ મને પ્રેમ કરે છે. “
“ ના”
હુ તેની નજીક ગયો તેના કપાળે ચુંબન કર્યુ.
“ પ્રેમ કરે છે. “
“ ના..” તેના અવાજમાં ધીમેધીમે ઢીલાશ આવતી હતી.
હુ અને સવીટુ એકબીજાની આંખોમાં જોતા હતા કે, એ મને પ્રેમ કરે છે કે નહી. મે તેના ગાલ પર ચુંબન કરીને કહુ છુ.
“ કરે છે. “
તેના ચહેરા પર કોઈ હાવભાવ ન હતા. અમે બન્ને બસ એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. અમારા બન્નેના હોઠ વચ્ચે નામમાત્રની જગ્યા હતી. જે બસના ધક્કાએ દુર કરી નાખિ અને અમે બન્ને કીસ કરવા લાગ્યા.
“બોલ.., તુ મને પ્રેમ કરે છે ને.. “
તેના ચહેરા પર હળવુ સ્મિત આવી જાય છે. હુ ફરી તેના ગળાને ચુમવા લાગુ છુ. એ તેના હાથ વડે મારો ચહેરો પકડી મને દુર કરે છે. તેને પોતની આંખો બંધ કરી દિધી હતી. મે તેનો હાથ મારા હાથમા લઈ આંગળીઓ પરોવીને પકડયો. બીજો હાથ તેના માથા પર લાવી તેને ફરીથી કીસ કરવા લાગ્યો. આ વખતે તેને પણ મારો પુરેપુરો સાથ આપ્યો. હુ તેના ચહેરાને, હોઠને, ગળાને ચુમવા લાગુ છુ.
હુ પુરેપુરો તેના પર આવી જાઉ છુ. મે પોતાના પર કાબુ ગુમાવી દીધો હતો. આ બધુ ત્રણ-ચાર મિનિટ ચાલ્યુ. પછી, એ હળી મને પોતાનાથી દુર કર્યો. પોતાની જાતને શાંત પાડવા લાગી. તેના ચહેરા પર ડર અને શરમ દેખાતી હતી. એ મારાથી નજરો પણ મેળવી ન હતી શકતી. અમે બન્ને ફરી બે મિનિટ શાંત રહ્યા.
“ સોરી સ્વીટુ... આઈ લવ યુ... “
એ કંઈ જ બોલતી નથી. હુ તેને જોઈ રહુ છુ.
“ કંઈક તો બોલ..”
“આઈ લવ યુ ટુ.... “
હુ સ્વીટુને જોરથી આલીંગનમાં લઊ છુ.
“ ચિન્ટુ..., હવે વધારે કંઈ ના કરતો. “
“ ના...., બસ એક વસ્તુ કરવી છે. તારા ખોળામાં સુવુ છે. “
હુ તેના ખોળામાં માથુ રાખી આડો પડુ છુ. એ હસે છે.
મારા ગળા પર હાથ પરોવે છ. હુ તેને કમરથી પકડીને તેના પેટ પર ચુંબન કરું છુ.
અમે અંજાર પહોચી ગયા હતા. તેના માસા જ તેને લેવા આવ્યા હતા. તો અમે બન્ને અલગ અલગ ઉતરીએ છીએ. એ તેના માસાને મળે છે. માસા સાથે બે બીજા છોકરા પણ હતા. કદાચ, તેમને છોકરો કે ભત્રીજો હશે. તે તેના માસા સાથે કંઈક વાતો કરવા લાગે છે. હુ થોડે દુર ઉભા રહીને તેમને જોતો હતો. તે જતી વખતે પાછળ ફરીને મારી સામે હળવુ સ્મિત કરે છે. હુ ચુડેલમાતાનો ખુબ ખુબ ઉપકાર માનુ છુ. સ્વીટુએ મને હા પાડી દીધી હતી.
પણ ,એ વાતનો દુખ હતો કે, હવે આ વેકેશન પછી સ્વીટુ મળશે. તેને મને ફોન કરવાની ના પાડી છે.
લગનમાં એ બહુ વ્યસ્ત રહેવાની હતી. તેને સમયે મળશે ત્યારે, તે ફોન કરશે તેમ કહુ હતુ.
હુ અંજારમાં ફરવા લાગ્યો. ભુખ પણ બહુ લાગી હતી. હુ ગઢવાડીની બાજુમાં નમન રેસ્ટોરેન્ટમાં જમ્યો. હુ પાટણની બસ શોધવા. બસ સટેન્ડ પહોચયો. બસ સ્ટેન્ડની જમણી બાજુ પૂછપરછ બારી હતી. મે ત્યાં જઈને પાટણની બસનું પૂછ્યુ તો ખબર પડી કે, પાટીદાર અનામત આંદોલનના કારણે બધી બસો બંધ થઈ ગઈ હતી. હવે શુ કરવું ? સ્વીટુને ફોન કરૂ કે નહી ? સ્વીટુના વિચાર આવતા મારા મગજમાં સ્વીટુને પહેલી વખત મળ્યો ત્યારથી લઈને અત્યાર સુધીના બધા પ્રસંગો રચાવા માંડયા. હુ એ વિચારોમાં ખોવાઈ ગયો હતો. લગભગ બે – ત્રણ કલાક પછી એક આધેડ ઉમરના વ્યક્તિએ મને સ્વીટુના વિચારોમાંથી બહાર કાઢ્યો.
“ બેટા..., આ બસ કયાં જાય છે. ? “
“ એ રાપર જાય છે. “
કદાચ, નજીકના વિસ્તારોની બસો ચાલુ હશે એ કાકાને રાપર જ જવાનું હતં એમ એ દોડી જાય છે. બસ સ્ટેશનની બહાર નીકળતા મારી નજર ફરી બાયડ ટી હાઉસ પર સાંજના ૦૪:૪૫ થઈ હતી. તો હુ ચા પીવા એમાં ઘુસ્યો. ચા પીધા પચી મે નજીકની એક સ્ટેશનરીમાંથી ડાયરી ખરીદી બસ સ્ટેન્ડમાં ખુણાવાળો બાંકડો શોધી અને તેના પર ટાઈટલ માર્યુ.
“ લવ યુ સ્વીટુ “ અને મારી લવ સ્ટોરી લખવા લાગ્યો. મે સાંભળ્યુ હતું કે, લવસ્ટોરીનો કોઈ દિવસ એન્ નથી આવતો. પણ, મારી લવ સ્ટોરીનો હેપ્પી એન્ડીંગ થવાનું જ છે. કારણ કે, દિલિપસર અને સ્વાતી પણ મને પસંદ કરે છે. મારા ઘરના મને ના નહી પાડે. હુ બહુ ખુશ છે.
આઈ લવ યુ સ્વીટુ.
રાતના ૦૨:૩૦ વાગ્યા હતા. મારી સ્ટોરી પણ લખાઈ ગઈ હતી. હવે મને ઉંઘ આવી રહી હતી.અને મે આજે રાતે કંઈ ખાધુ પણ નથી.
આ ડાયરી વાંચયા પછી આકાશનો મગજ ફરી ચક્કરે ચડી જાય છે. ચિન્ટુ અને સ્વીટુ વચ્ચે આટલુ બધુ થયુ મને કોઈએ કંઈ કહ્યુ જ નહી. મને તો એમ કે, ચિંટુ જસ્વીટુની પાછળ પડ્યો હતો. પણ અહીં તો સ્ટોરી જ કંઈક અલગ છે. સ્વીટુ પણ ચિન્ટુ ને લવ કરતી હતી.આ વાતની ચિન્ટુ અને સ્વીટુ સિવાય કોઈને ખબર પણ નહી હોય તો, ચિન્ટુ અને સ્વીટુ વચ્ચે બ્રેકઅપ કઈ રીતે થયુ હશે. ? ચિંટુ એ મને કેમ કશુ કહ્યુ નહી.? સ્વીટુ કેમ મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ? શુ મારા કારણે આ બધુ થયુ ?
આકાશના મગજમાં વિચારોનો યુધ્ધ ચાલવા લાગે છે. કેટલાય પ્રશ્નો થવા લાગે છે?
આકાશ આ બધા પ્રશ્નોનો જવાબ લેવા માટે ગુડ્ડી પાસે જાય છે.
સવાર પડી ગઈ હતી. પણ ગુડ્ડી હજી સુધી ઉંઘી ન હતી. ચિન્ટુના પપ્પા અને મમ્મી, દિલિપસર, સ્વાતી અને રવિ અમારાથી દુર અલગ બાંકડાઓ પર બેઠા હતા. બધાના ચહેરા પર દુખ અને થાક દેખાતો હતો. ગુડ્ડીની ચુંદડી તેના આંસુઓથી પલળી ગઈ હતી.
“ ગુડ્ડી..., આના પછી શુ થયુ ? “
આકાશ ડાયરી આપતા પૂછે છે.
“ચિન્ટુ અને સ્વીટુ એકબીજાને પ્રેમ કરતા હતા તો આવુ બધુ કઈ રીતે થયુ ? “
“ મારા કારણે “ ગુડ્ડી આટલુ બોલતા ચોધાર આંસુએ રડવા લાગે છે.
ગુડ્ડીના કારણે ?
પણ ગુડ્ડીએ આવુ બધુ કેમ કર્યો ?
શુ એ પણ ચિન્ટુ ને પ્રેમ કરતી હતી ?
ચિન્ટુની હેપ્પી એન્ડીંગ લવ સ્ટોરીનો આવુ અંત બનાવનાર ગુડ્ડી હતી ?
તો સ્વીટુ આકાશ સાથ પ્રેમનો નાટક કરીને તેની સાથે લગ્ન કેમ કરતી હતી ?
ગુડ્ડી એકલી આવુ બધુ કઈ રીતે કર્યુ હશે ?
તો આ બધા પ્રશ્નોના જવાબ લઈને ટુંક જ સમયમાં હાજર થઈશુ.
જો આપશ્રીને ઉપરોક્ત નવલકથા ના આટલા ભાગ ગમ્યા હોય તથા આપશ્રી સંપુર્ણ નવલકથા વાંચાવામાં રસ હોય અને લેખકને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે અમને મો નંબર 7069923755 પર વ્હોટસપ કરજો તથાpurohitbhardwaj28@gmail.comઈ-મેઈલ કરજો.