paraki panchat in Gujarati Comedy stories by Kaushik Dave books and stories PDF | પારકી પંચાત

Featured Books
Categories
Share

પારકી પંચાત

"પારકી પંચાત"

એ ક્યાં ગુંડાણા હતા?

એ રસ્તામાં એક ગુંડો મળ્યો હતો એટલે...

હું સમજી ગઈ છું.તમે તીન પત્તી રમવા બેસી ગયા હતા ને એ તમારો ગુંડો મિત્ર લુંટી ગયો.

લે તને બધી ખબર છે તો પુછે છે કેમ?

તે નો પુંછું!.. તમારી ઘરવાળી છું એટલે ઘરવાળાનું ધ્યાન રાખવું પડે.આજકાલ તમે બેધ્યાન બની ગયા છો.

હેં બેધ્યાન! હું પડી નથી ગયો.જોઈને હાલુ છું.

તે પડી જ ગયા છો.આ જુગારની લતમાં.ને આજુબાજુ હું સાલે છે એ પણ ખબર રાખતા નથી.

મારે આજુબાજુ કેમ ધ્યાન રાખવું પડે. તું છે ને આખા ગામની પંચાત કરવા વાળી. ગામમાં બધા મને એ જ કહે છે કે તારી બૈરી પંચાતિયન છે.

તમે લોકોની વાતોમાં આવી જાવ છો એટલે જ હારીને આવો છો. આજે કેટલા ગુમાવી દીધા? ને રૂપિયા ક્યાંથી લીધા હતા?

પણ તને જાણીને શું કામ છે? આવતી કાલે ડબલ કરીને આપીશ.

મારે ડબલ નથી જોઈતા. આ ચણાના ડબ્બામાં કોથળીમાં મેં હજાર રૂપિયા મુક્યા હતા ઈ મળતા નથી એટલે સવારની શોધાશોધ કરું છું. સાચું કહેજો તમે લીધા હતા?

લે તને બધી ખબર હોય પછી શું કામ પુછે છે? તેં મારા પાકીટમાંથી બસો રૂપિયા લીધા હતા તો મેં પુછ્યું હતું?

એ મેં શાકભાજી માટે લીધા હતા. તમારી જેમ જુગાર માટે નહીં. ને કરકસરથી ઘર ચલાવવું પડે છે.એ મારી આવડતના કારણે. ને મારે છાનામાના રૂપિયા સંતાડવા પડે છે એ પણ તમારી કુટેવોના કારણે જ. ભાઈસાબ હું હવે કંટાળી ગઈ છું.

તો ટીવી જો.

તમને મજાક સુઝે છે. ને બે દિવસ પહેલા મારા મારી હિસાબની ડાયરીમાં છસો રુપિયા મુક્યા હતા એ પણ મળતા નથી. તમે લીધા છે? કે કોઈ ચોર ઘરમાં ઘુસી ગયો છે?

હવે હું થાકી ગયો છું. જ્યાં ત્યાં રૂપિયા સંતાડતી ફરે છે ને આખા ગામની પંચાયત કરે છે. ઘરના રૂપિયાનું ધ્યાન રખાતું નથી.

પણ સાચું કહેજો. તમે લીધા હતા? હું તમને નહીં લડું.

હાશ.. હવે શાંતિ થઈ. હવે એમ કહે કે જ્યાં ત્યાં રૂપિયા સંતાડીશ નહીં પછી કહું.

ને ના કહું તો!

તો નહીં કહું.

સારું. હું તમારાથી થાકી. હવે તો બોલો. મોંમાં મગ ભર્યા છે?

હાશ.. હવે યાદ આવી ગયું. કરિયાણું લાવવા માટે રૂપિયા ખુટતા હતા એટલે લીધા હતા. બેંકમાંથી ઉપાડવાના બાકી હતા. એ વખતે મગ લાવ્યો હતો. તને યાદ પણ નથી!

હા..યાદ આવી ગયું. ને મારા બચતના હજાર.

લે મારી પાસે છે.આ સોળસો રૂપિયા. હું તીન પત્તી રમવા નહોતો ગયો.પણ એક મિત્ર મળી ગયો હતો એટલે. ને હવેથી જ્યાં ત્યાં રૂપિયા સંતાડીશ નહીં. આ મોદી કાકા ફરીથી.. ભાઈઓ ઔર બહેનો કહે એટલે બીક લાગે છે કે તારા સંતાડેલા રૂપિયા તને મળશે કે નહીં. હવેથી એક પાકીટમાં સાચવીને મુકવાનું રાખ.ને એ પાકીટ ક્યાં રાખે છે એ મને કે બેબી ને કહેજે નહિંતર પાકીટ ક્યાં રાખ્યું છે એ પણ ભૂલી જવાની..

એટલે તમે સહેલાઈથી લઈ શકો એવું કહેવું છે ને!

ના..રે..ના.. તને મારા પર ભરોસો નહીં કે?

નહીં.. નહીં... નહીં...

એટલામાં બીજી રૂમમાંથી બેબીનો અવાજ આવ્યો..

ઓ મમ્મી.. હવે ઝઘડાનું બંધ કરો. પારકી પંચાત કરવાની ટેવ છે જ. ને જ્યાં ત્યાં રૂપિયા સંતાડતી ફરે છે. આ મારે પરીક્ષા છે. મને શાંતિથી વાંચવા દો. ને મારી ચોપડીઓ વચ્ચેથી એક સો રૂપિયા મળ્યા છે એ લેતા જજો.

ઓહ..એક સો રૂપિયા! હા.. યાદ આવી ગયું. તારી ચોપડીઓ ગોઠવવા આવી હતી ત્યારે મારા હાથમાં બસો રૂપિયા હતા તો બીજા સો રૂપિયા પણ મળ્યા હશે.. અરર હું જ ભૂલકણી છું.
હું હમણાં જ આવી. ક્યારની વિચારતી હતી કે સો રૂપિયાની બે નોટો તારા પપ્પા પાસેથી લીધી હતી એ ક્યાં મુકી હતી એ પણ ભૂલી ગઈ હતી..

તો મમ્મી આજથી પારકી પંચાત બંધ કરજે.


અરે બેબી ભણવામાં ધ્યાન રાખ. મારી આદતો સુધરવાની નથી.
- કૌશિક દવે