થોડાક દિવસો પસાર થતાં જ કાવ્યા એ અનન્યાને ઘરમાં ડિનર માટેનું આમંત્રણ આપ્યું. અનન્યા કોઈ પ્રકારની આપત્તિ વિના આદિત્યના ઘરે પહોંચી ગઇ. ઘરમાં પાર્વતીબેન, કાવ્યા અને આદિત્ય જ હતો. ડિનર કરતા કરતાં અનન્યા એ વાનગીઓની તારીફ કરતા કહ્યું. " આંટી... તમે કાજુકરીનું શાક મસ્ત બનાવ્યું છે.. આઈ લવ ઇટ..."
" મારી મોમ તો છે જ મેજિકલ!, અરે,v અનન્યા તારે કાજુ કરીનું શાક શીખવું હોય તો આવી જજે, મારી મોમ શીખવાડી દેશે..હેને મમ્મી...?"
" હા...હા કેમ નહિ..તું પણ મારી દિક...." પાર્વતીબેન એટલું કહે ત્યાં જ કાવ્યા એ ખોખારો ખાઈને પાર્વતીબેનને આગળ બોલતા રોક્યા.
" અનન્યા રોટલી લે..." વાત ફેરવતા પાર્વતીબેને કહ્યું.
આદિત્યનું વધારે પડતું ધ્યાન જમવા તરફ ઓછું અને અનન્યા તરફ વધારે હતું. અનન્યા અને આદિત્ય ઈશારામાં જ કઈક વાતો કરી રહ્યા હતા. આ હરકત કાવ્યા ખૂબ ચતુરાઈ પૂર્વક જોઈ રહી અને બોલી. " મમ્મી તમને નહિ લાગતું આદિત્ય કઈક બદલાયેલો બદલાયેલો લાગે છે..."
" કાવ્યા, હવે શું તને નવી શરારત સુઝે છે હે?" આદિત્ય વચ્ચમાં કુદી પડ્યો.
" શરારત તો હું ક્યારની જોવ છું...." કાવ્યા એ અનન્યા તરફ નજર કરીને કહ્યું. આદિત્ય કાવ્યની ટોન બરોબર સમજતો હતો. તેણે કાવ્યાની વાતને ઈગનોર કરી અને જમવામાં ધ્યાન દોર્યું.
" શું ગોળ ગોળ વાત કરો છો...જે છે એ ચોખવટ કરો ને..." પાર્વતીબેન તરત બોલ્યા.
" પણ મમ્મી...." આંખોથી ના પાડતી કાવ્યા બોલી.
" શું મમ્મી...પોતાના ભાઈને પૂછતા કોઈ આટલી વાર લગાડે છે..?"
કાવ્યા એ બંને હાથ પોતાના માથા પર રાખી દીધા.
" શું વાત છે કોઈ કહેશે મને?" આદિત્ય બોલી ઉઠ્યો.
" કાવ્યાને લાગે છે કે તારે હવે લગ્ન કરી લેવા જોઈએ..."
" શું?? મારા અને લગ્ન?!" આશ્ચર્ય સાથે આદિત્યે કહ્યું.
" હા...તો હવે તો તમે તમારી પ્રતિજ્ઞા તોડી દીધી છે ને...તો લગ્ન કરો એટલે હું મારી ભાભી સાથે તમારી બુરાઈ તો કરી શકું..."
" મારે વિચારવા માટે થોડોક સમય જોઈએ છે..." આદિત્યે જવાબ આપતા કહ્યું.
" હવે શું વિચારવું તમારે..છોકરીની હા જ છે..."
" કોણ છોકરી શું છોકરી??" અટકતા અટકતા આદિત્યે કહ્યું.
" વધારે ભોળા ન બનો...તમને ખબર જ છે હું કોની વાત કરું છું...."
" અનન્યા...બેટા.....તને આદિત્ય પસંદ છે ને?" પાર્વતીબેને તો સિક્સર જ મારી દીધી.
આદિત્ય તો ટેબલ પરથી ઊભો જ થઈ ગયો. " શું મમ્મી!
અનન્યાને આમ ખુલ્લામાં પૂછાતું હશે કંઇ!...સોરી અનન્યા મારી મમ્મી ગમે તે બોલે છે...તું એની વાત પર ધ્યાન ન આપતી.."
" હા મને આદિત્ય પસંદ છે...આઈ મીન હું તો આદિત્યને પ્રેમ પણ કરવા લાગી છું...." અનન્યા એ ખુલ્લામાં પોતાની દિલની વાત કહી દીધી.
" થેન્ક્યુ અનન્યા....આઈ એમ સો હેપી..." કાવ્યા તો અનન્યાની ગળે જ વળગી ગઈ.
" પણ આદિત્યનો જવાબ...." ધીમા સ્વરે અનન્યા એ કહ્યું.
" એ શું બોલતો હતો, હું કહું છું ને, આદિત્યને પણ તું પસંદ છે બસ...." પાર્વતીબેન બોલી ઉઠ્યા.
" અનન્યા...એક મિનિટ બહાર આવીશ મારે તારી સાથે જરૂરી વાત કરવી છે..." આદિત્યે ગંભીર સ્વરમાં કહ્યું.
અનન્યા એ ફટાફટ જમ્યુ અને બહાર આદિત્યને મળવા જતી રહી. ઠંડીનો આનંદ લેતા લેતા બંને રસ્તે ચાલવા નીકળી પડ્યા.
" અનન્યા..તે જે ડિનર સમયે કહ્યું એ..."
" હા..હું તમને પ્રેમ કરવા લાગી છું.."
" આર યુ સ્યોર?" આદિત્યે પોતાના કદમ રોકી દીધા.
" આદિત્ય મેં આ નિર્ણય ઉતાવળે નથી લીધો.... મેં તમારા વિશે ઘણું વિચાર્યું છે અને પછી મેં આ નિર્ણય લીધો છે...અને જો તમે ચાહો તો હું તમારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું..."
" આઈ ડોન્ટ નો, કે મારે અત્યારે શું કરવું જોઈએ...મને તું પસંદ છે, આઈ મીન આઈ અલ્સો લવ યુ.. બટ ડર લાગે છે, ખબર નહિ શેનો ડર....તને ખોવાનો ડર છે કે પછી કઈક બીજું..."
" પ્રેમથી દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે...અને મને મારા પ્રેમ પર પૂરો ભરોસો છે કે હું તમારા આ ડરને આમ છુમંતર કરી દઈશ..."
આદિત્યે અનન્યાનો હાથ થામ્યો અને આંખોમાં આંખ મિલાવીને કહ્યું. " વીલ યુ મેરી મી?"
" પણ આ તો મેં પૂછ્યું હતું ને?"
" મેરી પ્યારી અનુ...પ્રેમમાં નો આરગ્યુમેંટ અલાઉ....ઓકે?"
અનન્યા સીધી આદિત્યને ભેટી પડી. બન્ને આંખો બંધ કરીને એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયા.
અનન્યા ડિનર પતાવીને પોતાના ઘરે જતી રહી. અનન્યાને જોતા જ કડવીબેને કહ્યું. " આવી ગઈ મારી દિકરી..." મમ્મીનો અવાજ જાણે અનન્યાના કાને અથડાયો જ નહી એમ અનન્યા જવાબ આપ્યા વિના પોતાના રૂમમાં જતી રહી.
" કમાલ છે હવે આને શું થઈ ગયું?" કડવીબેન સ્વગત બોલ્યા.
અનન્યા પોતાના રૂમની બાલ્કનીમાં જતી રહી. દિલમાં આદિત્યને પામવાનો એક અલગ જ ઉત્સાહ હતો. મન જાણે તન બનીને નાચી રહ્યું હતું. પરંતુ આ બધાની વચ્ચે અનન્યાને એક ડર પણ સતાવી રહ્યો હતો. " મારા પપ્પા આદિત્યનો સ્વીકાર કરશે ને?" બસ આ જ સવાલ અનન્યાને પરેશાન કરતો હતો. રમણીકભાઈ કોઈ કામથી બે દિવસ માટે રાજકોટ ગયા હતા. જે કાલ સવારે સુરત પહોંચી જવાના હતા. આદિત્ય લગ્ન માટે વધુ સમય ખર્ચી શકે એમ ન હતો. જેથી અનન્યાને કાલે જ પરિવાર સાથે વાત કરવી જરૂરી હતી. રમણીકભાઈ એ નાનપણથી જ અનન્યાની બધી વાતો માની હતી. એમની નાદાનીથી લઈને શૈતાની પણ રમણીકભાઈ એ ખુશી ખુશી સ્વીકારી હતી. પરંતુ લગ્નની બાબતમાં રમણીકભાઈ ખૂબ સખ્ત સ્વભાવના હતા. આ જ ડરે અનન્યાની નીંદર ઉડાવી દીધી. આદિત્યનો એ જ સમયે કોલ આવ્યો. અનન્યા એ તુરંત ફોન રીસીવ કરી લીધો.
" હજુ પણ તારા વિચારની ગાડી ચાલુ જ છે?" આદિત્યે કહ્યું.
" તો શું કરું યાર....મારા પપ્પા સામે હું કઈ રીતે લગ્નની વાત કરીશ?" અનન્યા એ ખુલ્લા મને પોતાની પરેશાની કહી.
" લે કેમ? અહીંયા મારા મમ્મીની સામે તો તું પોપટની જેમ બોલતી હતી..."
" એ મમ્મી છે..હું પણ મારા મમ્મી સામે બઘું બોલી શકું પણ પપ્પા સામે?"
" તું કહે તો હું કાલે ત્યાં આવી જાવ?"
" અરે ના ના...તમારે નથી આવવું... મેં તો કિંજલને પણ નથી બોલાવી..."
" તો તું એકલી વાત કરી લઈશ?"
" હા કોશિશ કરીશ...જે મનમાં હશે એ કહી દઈશ પછી જે થવું હોય એ થાય..."
" તારા પપ્પા હા તો પાડશે ને?"
" કહી ન શકાય...એમ તો મારા પપ્પા એ મને કોઈ વાતની ના નથી પાડી, તો પણ ડર તો લાગે જ ને!"
આદિત્યે અનન્યાને થોડો સમય ફોન પર હિંમત આપી. પણ જેમ આદિત્યનો કોલ કટ થયો કે અનન્યા ફરી ઊંડા વિચારોમાં ડૂબી ગઈ.
વિચારો માં ને વિચારોમાં ક્યારે સવાર થઈ ગઈ ખબર જ ન રહી. નાસ્તો પતાવીને અનન્યા પોતાના રૂમમાં આમથી આમ ફરી રહી હતી. કડવી બેન જ્યારે સફાઈ માટે રૂમમાં આવ્યા ત્યાં અનન્યા ને આમ આટાફેરા કરતા જોઈ બોલ્યા. " શું વાત છે અનુ? કાલ રાતથી તું કોઈ વાતથી પરેશાન હોય એવું લાગે છે?"
" શું કરું? પહેલા મમ્મીને કહી દવ?" અનન્યા એ મનમાં ખુદને પૂછ્યું.
શું રમણીકભાઈ અનન્યાના લગ્ન આદિત્ય સાથે કરાવશે? જાણવા માટે વાંચતા રહો. નો ગર્લ્સ અલાઉડ.
ક્રમશઃ