" છેલ્લા પંદર મિનિટથી ચૂપચાપ બેઠી છે, કઈક તો બોલ તારે મારું શું કામ આવી પડ્યું?" આદિત્યે સવાલ કરતા કહ્યું.
અનન્યા એ ફોન કાઢ્યો અને કવિતાનો ફોટો આદિત્યને દેખાડ્યો. વર્ષો પછી કવિતાનો ફોટો જોઇને આદિત્યની આંખો પહોળી થઈ ગઈ. " અનન્યા આ બઘું શું છે?"
" તારી અને કવિતાની લવ સ્ટોરી મને ખબર પડી ગઈ છે.."
આદિત્યનો પારો છટક્યો અને ગુસ્સામાં બોલ્યો. " આ બઘું કાવ્યા એ તને કીધું છે ને?"
" હા આદિત્ય, પણ પ્લીઝ, તું કાવ્યાને એ બાબતે કઈ ન કહેતો, એ ઓલરેડી આટલી પરેશાન છે..."
" ઓકે, એમ પણ સારું છે તને મારા પાસ્ટની જાણ થઈ ગઈ, હવે તો તને ખબર પડી જ ગઈ હશે ને કે મને સ્ત્રી પ્રત્યે આટલી નફરત કેમ છે?"
" હા, એ સમયે તને ગુસ્સો આવવો સ્વાભાવિક છે..પણ તું ઠંડા દિમાગે વિચાર કર શું તને ખરેખર લાગે છે કે કવિતા અચાનક તને છોડીને બીજા છોકરા સાથે પરણવા રાજી થઈ ગઈ હશે?'
" મને પણ વિશ્વાસ નહતો કે કવિતા એ મારી સાથે આવું કર્યું પણ જ્યારે મેં એને એ છોકરા સાથે હાથ મિલાવતા જોઈ, હસતા જોઈ, એની સાથે ખુશ થતા જોઈ ત્યારે મને વિશ્વાસ આવી ગયો કે કવિતા એ તો મને ખરેખર પ્રેમ કર્યો જ નથી... શી ઈઝ સો સેલ્ફિશ..."
" હોય શકે કે ખુશ રહેવું એની મજબૂરી હોય, એ કોઈના દબાવમાં હોય....જેના લીધે એને એ કદમ ઉઠાવ્યું હોય..."
અનન્યા આદિત્યને સમજાવાની ભરપુર પ્રયાસ કરી રહી હતી.
પણ આદિત્ય ફરી ભૂતકાળને જગાડવા નહોતો ઈચ્છતો.
" અનન્યા જો તારે મારા પાસ્ટની જ વાત કરવી હોય તો મારા પાસે બિલકુલ ટાઇમ નથી...હું જાવ છું..." આદિત્ય ટેબલ પરથી ઊભો જ થઈ ગયો.
" એક મિનિટ આદિત્ય...હું તને આ બધી વાતો કહેવા નથી આવી..." અનન્યા એ વળતો જવાબ આપ્યો.
" તો?"
" બેસ...હું તને શરૂઆતથી બધી વાત કરું છું..." અનન્યા એ કવિતાનો ટોપિક મૂકીને એકતા અને એના જેવી બીજી બે છોકરીની જોબ વિશેની વાત કરી.
" ઈમ્પોસિબલ..તને ખબર છે કે હું મારા કંપનીમાં ગર્લ્સને અલાઉ નથી કરતો તો આ વાત કરવાનો કોઈ મતલબ જ નથી..."
" તારે તારી કંપનીમાં એ ત્રણ ગર્લ્સને જોબ પર રાખવી જ પડશે..."
" તું મને ઓર્ડર કરે છે?"
" યાદ કર, મનાલીની એ ટ્રીપ જ્યાં તું શરત હારી ગયો હતો ને હું શરત જીતી ગઈ હતી...અને જેમ નક્કી થયું હતું એમ હું જે કહું એ તારે કરવું પડશે...તો બસ હું તને એ ત્રણ ગર્લ્સને તારા કંપનીમાં જોબ પર રાખવા માટે કહી રહી છું..."
" વેરી સ્માર્ટ...આઈડ્યા સારો છે મારા કંપનીના નિયમો તોડવાનો, પણ એક ભૂલ થઈ ગઈ.."
" શું?"
" એ શરત માત્ર પર્સનલ લાઇફમાં સ્વીકાર્ય છે, પ્રોફેશનલ લાઇફમાં એ શરતની કોઈ વેલ્યુ નથી..."
અનન્યાને પણ આદિત્યની આ વાત યોગ્ય લાગી. પરંતુ અનન્યા આમ હારીને બેસી જાય એવી કમજોર ન હતી. તેણે વળતો પ્રહાર કર્યો અને કહ્યું. " તો ઠીક છે, આ શરત જો પર્સનલ લાઇફમાં એપ્લીકેબલ હોય તો એને લઈને પણ મારી પાસે એક જરૂરી કામ છે.."
" બોલ...આજે એ કામ પણ પતાવી જ લવ છું..આ શરતનો બોજો તો મારા માથેથી હટે.."
" તો કામ એ છે કે તમારે નેકસ્ટ સંડે કવિતા સાથે મુલાકાત કરવા જવાનું છે..."
" વોટ!! તને ખબર છે તું મારી પાસેથી શું માંગી રહી છે??.. હું કવિતાનો ચહેરો પણ જોવા પણ રાજી નથી અને તું છે કે મને એની સાથે મળવાની વાત કરે છે!"
" કુલ આદિત્ય કુલ...તારે વધારે ચિંતા કરવાની જરૂર નથી..હું અને કાવ્યા પણ તારી સાથે આવીએ જ છીએ... જો કવિતાનો પતિ તમને બે ચાર મુક્કા મારે તો હું તમને બચાવી લઈશ ઇટ્સ ઓકે.."
" વાત ડરવાની નથી અનન્યા, મને તો એ જ નથી સમજાતું કે તું શા માટે જૂના સબંધોને ફરી જીવિત કરે છે?"
" કારણ કે હું તમને હકીકત સાથે રૂબરૂ કરાવવા માંગુ છું..."
" મિંસ?"
" મિંસ કે હું કવિતા પાસેથી જાણવા માંગુ છું કે એને શા માટે તમને છોડીને અન્ય છોકરા સાથે સગાઇ કરી..."
" નો પ્રોબ્લેમ....હું કવિતાને જરૂર મળીશ પણ મારી એક વાત ખાસ યાદ રાખજે...કવિતાને હું કોઈ પણ સંજોગે માફ તો નહિ જ કરું..."
અનન્યા એ મનમાં કહ્યું ' માફી તો તમે એની પાસેથી માંગશો જ્યારે તમને એની હકીકતની જાણ થશે.."
*****
કાવ્યા એ કવિતાને ફોનમાં મળવાની વાત જણાવી ત્યારે કવિતા એ કહ્યું. " કાવ્યા, મને મળવામાં કોઈ આપત્તિ નથી પણ મારા પતિને જો ખબર પડશે કે હું આદિત્યને મળી તો એ ઘરમાં હંગામો મચાવી દેશે... એના ગુસ્સાની તને ખબર નથી..."
કવિતાની વાત પરથી કાવ્યાને અંદાજો આવી ગયો કે કવિતા મજબૂરીમાં એની સાથે રહે છે.
" કવિતા તારા માટે આ કાર્ય કરવું ખૂબ મુશ્કેલ ભર્યું છે પણ પ્લીઝ તું એક વખત મારા ભાઈ સાથે મુલાકાત કરી લઈશ..."
" એના પત્નીને ખબર છે મારા અને આદિત્યના સંબંધ વિશે?"
" આદિત્યે હજુ સુધી લગ્ન નથી કર્યા..."
" કેમ?" આશ્ચર્ય સાથે કવિતા એ પૂછ્યું.
કાવ્યા એ કવિતાને આદિત્ય સાથે થયેલી એ ઘટના વિશેની વધી વાત કરી. કવિતા જ્યારે એમને છોડીને ગઈ ત્યારે આદિત્યમાં કેટલો બદલાવ આવ્યો? લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લીધી, સ્ત્રી પ્રત્યે આટલી નફરત જન્મી. આ બધી બાબતો કાવ્યા એ કવિતાને જણાવી.
આદિત્યની કહાની સાંભળીને કવિતાના આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું. " કાવ્યા, તું બોલ તું કહીશ ત્યાં હું મળવા આવી જઈશ...."
" તારા પતિને ખબર પડશે તો?"
" એની ચિંતા તું ન કર...અત્યારે આદિત્યના મનમાં જે ગલતફેહમી છે એ દૂર કરવી વધારે જરૂરી છે..."
" થેન્ક્યુ સો મચ કવિતા તારો આ અહેસાન હું ક્યારેય નહી ભૂલું...."
અંતમાં કવિતા મળવા માટે રાજી થઈ ગઈ. કાવ્યા એ કવિતાને પૂછીને અનુકૂળ સમય અને સ્થળ જોઈને મળવાની જગ્યા ફિક્સ કરી. નેકસ્ટ સન્ડે મુંબઈમાં એક આલીશાન બંગલામાં આ મુલાકાત ગોઠવવામાં આવી.
અનન્યાનું આજકાલ ધ્યાન બિઝનેસમાંથી હટીને આદિત્યમાં વધારે લાગી રહ્યું હતું. જેનો સીધો ફાયદો પ્રિયા એ ઉઠાવ્યો. પ્રિયા એક ચાલક છોકરી હતી. એમનો મૂળ આશય માત્ર આકાશને જ પ્રાપ્ત કરવાનો નહિ પરંતુ મેજિક કંપનીમાં પોતાનો પચાસ ટકા ભાગ લઈ લેવામાં હતો. આકાશે એમને માત્ર સેક્રેટરી તરીકે જ સ્થાન આપ્યું હતું પણ પ્રિયા ધીમે ધીમે અનન્યાનું સ્થાન લેવાના સપના જોવા લાગી હતી. અનન્યાની ગેરહાજરીમાં અનન્યાના ઘણા કામ પ્રિયા કરી નાખતી. આકાશનો વિશ્વાસ તો એને બે મહિનામાં જ જીતી લીધો હતો. જેના લીધે એમને રોકટોક કરવાવાળું કંપનીમાં બીજું કોઈ નહોતું. ઓફિસની અંદર હોય કે ઓફિસની બહાર પ્રિયા હમેશા આકાશ સાથે ચીપકીને રહેવા લાગી. એમની નાની મોટી જરૂરિયાત પણ પ્રિયા ઝડપથી પૂરી કરી દેતી. જેના લીધે આકાશ પ્રિયા તરફ વધુને વધુ આકર્ષાઈ રહ્યો હતો. આકાશ અને પ્રિયા હવે માત્ર ફ્રેન્ડ જ નહિ પણ જાણે બેસ્ટ ફ્રેન્ડ બની ચૂક્યા હતા.
શું આદિત્ય કવિતાની મજબૂરી સમજી શકશે? અને શું પ્રિયા અનન્યાનું સ્થાન લેવામાં કામયાબ થશે? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.
ક્રમશઃ