I hear everything in Gujarati Short Stories by Pravina Kadakia books and stories PDF | બધું સાંભળું છું

Featured Books
Categories
Share

બધું સાંભળું છું

****************

દરેક મનુષ્યને આ પ્રશ્ન મુંઝવે છે. આ મૂંઝવણનો સીધો સાદો એક ઉપાય છે. એ વળી શું? ફરિયાદ કરવાનું બંધ કરી દેવાનું. લાગણીવેડા ત્યજી દેવાની! ચાલો બતાવો હું કોની વાત કરું છું. કદાચ તમે સમજી પણ ગયા હતા ! હા, એની જ ભગવાનની. આખા દિવસમાં એકાદ બે એવા વીરલા મળી જાય કે હું થાક્યો (યા થાકી) આ ભગવાન બહેરો છે? કેટલી વિનવણી કરી,

" કંઈ કેટલી માનતા માની. રોજ પ્રાર્થના કરું છું. સાંભળતા જ નથી.શું તું બહેરો છે" ?

બાપલા હું બધું સાંભળું છું. તમને બધાને શું જોઈએ છે એની મને બરાબર ખબર છે. હું ઉંઘી પણ નથી ગયો. હું બહેરો પણ નથી.સાંભળું છું બધું અને જાણું છું સઘળું. માત્ર કરું છું હું મારી ફુરસદે. તમારે બધાને માટે હું એકલો છું મારા માટે તમે ગણ્યા ગણાય નહી તેટલા. હવે તમે ન્યાય કરો હું શું કરું. જો તમારી વિનંતી, અરજી કે કાલાવાલા તરત જવાબ આપું તો આ જગમાં અંધાધૂંધી ફેલાઈ જાય.

આમ પણ તમે બધા પેટ ચોળીને પીડા ઊભી કરી છે. સંપીને રહેવાને બદલે એકબીજા સાથે યુદ્ધ કરો છો. એવા ટાણે જો હું તમારી મનોકામના પૂર્ણ કરવા બેસું તો આ જગતનું સંચાલન કેવી રીતે કાબૂમાં રાખવું. મારા નામે કેટલી કતલ કરે છે? હું તો ક્યાંય આવા પ્રસંગે હાજરી આપતો નથી.

મારી આગળ ઝોળી ફેલાવનાર બધી વયના છે. તેમાં કોઈ અપવાદ નથી. જો હું તમને યાદી બતાવું તો કદાચ તમે ગાંડા થઈ જશો. મારે તો સમતા ધારણ કરી અન્યાય ન થાય તેનો સદા ખ્યાલ કરવાનો હોય છે. નાનું બાળક માતા ચોકલેટ કા કેક ન આપે તો તેની માગણી કરશે. એને શું ખબર કે એ બહુ ખાવાથી ખાંસી થાય. દાંત સડી જાય. આ એકદમ સામાન્ય વાત છે. જેમ ઉમર વધારે હોશિયારી વધારે તેમ માગણીઓના પ્રકાર બદલાતા જાય.

દીકરી પિયર આવે તો ભાભી કહે, હે પ્રભુ આ તોફાન ક્યારે તેને ઘરે પાછું જશે. તને પાંચ રૂપિયાની ભેટ ધરી છે, તોફાનને જલ્દી વિદાય કર. ત્યારે ભુલાઈ જાય કે પોતે પિયર જાય છે ત્યારે ભાભી એવું ઈચ્છે તો? ઘણી વખત ભાભી હોય જ નહીં એટલે આવી પરિસ્થિતિ શક્ય ન હોય.

પતિ પત્ની પાછળ ગોરખ ધંધા કરે અને મને કહે છે,', હે ભગવાન જો જો મારો ભાંડો ઘરે ફુટી ન જાય'!

તો કોઈ પત્ની, પતિ કમાવામાં પડ્યો હોવાથી એકલતા દૂર કરવા રંગરેલિયા મનાવી અને મને ચૂપ રહેવા માટે ૧૧ રૂપિયાનું દુધ ચડાવે.

સાસુથી ત્રાસેલા વહુ તેનું કાસળ કાઢવા કિમિયા કરે અને મને કહે એવું બતાવો કે ઠેસ વાગવાથી બુઢ્ઢી મરી જાય..

લગ્ન વખતે સરખો દાયજો ન લાવવાના બહાના હેઠળ વર અને તેની મા કાવાદાવા કરીને કહેશે આરતી કરતાં દીવી પડી નાયલોનની સાડી હતી તેથી દાઝી ગઈ.

પેલા મુલ્લાજી તો જાણે હું બહેરો ન હોઉં તેમ કેવડી મોટી બાંગ પોકારે. એક વાર નહીં દિવસમાં પાંચ વાર. મારે કાનમાં ડાટા મારવા પડે. મને એમ થાય કે મારા કાનના પડદા ફાટી તો નહી જાય ને? મંદિરની આરતી શરૂઆતમાં મીઠી લાગે પણ પછી ઘંટારવ સંભળાય ત્યારે બે હાથે કાન બંધ કરવા પડે. જાણે અજાણ્યે હું ઉંઘતો હોંઉ તો જાગી જાંઉ અને બહેરો હોંઉ તો કાનના ડૉક્ટર પાસે જઈ કાન સાફ કરાવી આવું.

આ તો તમને બે ચાર રળ્યા ખળ્યા નમૂના બતાવ્યા. મારે તો રોજ અબજો લોકોની વાતો સાંભળવાની હોય. જો હું બધાનું સાંભળી તરત જ 'તથાસ્તુ' કહી દંઉ તો આ જગત રહેવા લાયક નહી રહે. ધિરજ ધર જેમ ચાલે છે તેમ ચાલવા દે. તાલ જોતો જા. તને મારામાં વિશ્વાસ છે એ મને ખબર છે. તારો વારો પણ આવશે, તારી મનોકામના પૂર્ણ થશે, તારો મારા પરનો વિશ્વાસ દૃઢ બનશે---- -----