સમય ની વાત
સમય સમય ની વાત છે
કોઈક વાર ખુશી તો કોઈક વાર ગમ છે
આજ ની ઘડી છે જીવવાની
બાકી ભૂતકાળ નો અફસોસ
ને ભવિષ્ય ની ચિંતા તો રહવાની જ છે
બાળપણ તો ચાલ્યો ગયું
દોડાદોડી ને ભાગભાહી માં
સ્કૂલ ને ટ્યુશન ની ભાગદોડ માં
સરસ એ બચપન તો સપના ની જેમ
છુમંતર થઈ ગયું
જવાની નો જોશ આવ્યો
કમાવાનો રંગ લાગ્યો
કમાવાની હોડ માં
માં બાપ માટે સમય જ ના રહ્યા
ન તો ઘર માં રહેવાનો સમય કાઢ્યો
લગ્ન ની ઉંમર થઈ હવે
પારકા ઘેર જઈને પોતાના કરવાનો આવ્યો સમય
દિવસો ગણ્યા પિયર માં રહેવાના
ત્યારે થયું થોડો સમય કાઢ્યો હોત કાશ
માતા પિતા ભાઈ સાથે રહેવાનો
પારકા ને પોતાના બનાવ્યા
નવી પેઢી ને અસ્તિત્વ આપ્યું
માં બન્યા ત્યારે સમજાયું
મારી માં ત્યારે શું કહેતી હતી
માં બની હું મારી માં ને હવે સમજી
હવે તો સમય દેવાનો સમય આવ્યો
કોઈક બાળક ને માતૃત્વ દેવાનો સમય આવ્યો
સમય માગવાનો સમય આવ્યો
એ પણ નથી સમજતા અમુક વાતો મારી
ત્યારે યાદ આવ્યાં કે વારસો પેહલા ની કહાની પછી આવી
જીંદગી આ જ તો છે
પહેલા સમજ ન હતી
પછી પૈસા ન હતા
છેલ્લે સમય નથી
કાળ કહેશે હું આવ્યો હવે .......
સમય એ સમજાવ્યું
સમય સમય ની વાત છે
શોખ બદલાય છે, સંજોગ બદલાય છે
જુવાની માં જે ગમતું એ આજે કદાચ હાસ્ય લાગે છે
પૈસા કમાવા ની હોડ માં હતા એ દિવસો માં
આજે બધું છોડી ને પૈસા બચાવવા ની હોડ છે લાગી
પેહલાનું એ મારું સપનું હવે બીજા માં જોવાઈ છે
રોજ મમ્મી મમ્મી કહેતી એ છોકરી,બચપન માણતી
આજે એની દીકરી નું બચપન જુવે છે,પોતાનું પ્રતિબિંબ જુવે છે
સમજાઈ છે મમ્મી આખી હવે મને જ્યારે હું મમ્મી બની છું
પોતાનું નામ બનાવવાની જંખના , એવી તો લાગી
કે કોઈક વાર એને પણ સમય ના આપ્યું જેણે અમને બનાવ્યા
આજે સપના એ જ છે બસ ચેહરો મારી દીકરી નો છે
માતા પિતા ને જ્યારે લોકો એ ઓળખ્યા મારા નામે
એ ખુશી શું હોઈ એ પામવા ની ઈચ્છા પણ છે મને
એટલે જ તો બધું મૂકી ખાલી " માં "બની છું હું
મારાં સપના પૂરા કરવા માં ક્યાંક
હું એનું બચપન તો નથી ગુમાવતી ને????
એટલે જ બધું મૂકી "માં" બની છું હું
એવું નથી કે હું કાયર છું મર્દ કરતા
પણ મને ખબર છે કે જે હું આપી શકીશ
એ કદાચ કોઈ એને નઈ આપી શકે
એટલે જ હાલ તો માં જ બની છું હું
સમય ક્યાં નથી પછી ,
ફરી એક વાર સમય આવ્યે
ખ્યાતિ પ્રસિદ્ધિ મેળવી તો લઈશ હું
સમય સરખો નથી
સમય સરખો નથી
કોઈક વાર સૂરજ તો કોઈક વાત ચાંદ છે
કોઈક વાર તડકો તો કોઈક વાર છાયો છે
એક સમય ના ભણેશ્રી આજે રસોડા માં સમય કાઢે છે
બધા ને શિખવાડનાર , આજે પૂછી પૂછી ને ચાલે છે
સમય ની રમત તો સમય જ જાણે
છેલ્લી બેન્ચ પર બેસેલા , કોઈક વાર ફેલ થયેલા
આજે કદાચ કાળો કે સફેદ કોટ પેહેરલા પણ જોયા છે
સમય બદલાય એ વાત તો સાચી જ છે
સમય ભલે બદલાય , પણ તમે ના બદલશો
તમારી કલર ના બદલાવશો, બેઈમાની કરી ને
કોને ખબર ક્યારે કોઈ ક્યાં કેવા સ્વરૂપમાં મળી જાય
સમય કોનો ક્યારે ફરે તે તો સમય જ જાણે .....