ભાગ 10
શ્રીકાંત ને મનમાં ગુસ્સો આવતો હતો.સુશીલાનાં મનમાંથી એ છોકરીનું ભૂત ઉતરતું નથી કંઈક કરવું પડશે.આ છોકરી મને લઈ ડુબશે.
એણે બહું મનોમંથનનાં અંતે સુશીલા સાથે સીધી વાત કરવાનું નક્કી કર્યું. સવારમાં મંદિરે જતાં એણે દાણો દાબ્યો" કેમ તારી વહું મંદિરે નથી આવતી? તારી જોડે પણ નહીં." " તને ભલે મારાં માટે પુર્વાગ્રહ હોય માન કે ન માન એ છોકરી પ્લાન કરીને જ આપણાં પરિવારમાં આવી છે." તે દિવસે એ પ્લાન મુજબ જ તને પહેલીવાર મળવાં મંદિરે આવી હતી, પછી ક્યારેય જોઈ છે, એકવાર પણ?"
સુશીલા શ્રીકાંતની ફીતરત અને એનાં વિચાર બંનેથી સારી પેઠે વાકેફ હતી.છતાં, આ વાતે એને વિચારતી તો કરી જ દીધી પાછો વિહાગ પણ થોડો અસમંજસમાં હતો.આજે એનું પ્રભુમાં પણ મન ન લાગ્યું. એ જલ્દી જલ્દી બહાર આવી ગઈ. શ્રીકાંતધી ચાલાક નજરથી આ છાનું ન રહ્યું.એ મનોમન બબડ્યો " ચાલો બીજ તો રોપાઈ ગયાં".
પ્રાર્થી એકદિવસ વહેલી ફ્રી થઈ તો સીધી સુશીલાને મળવા જતી રહી.બપોરનો સમય હતો વિહાગ કે શ્રીકાંત ઘરે નહીં હોય તે જાણતી હતી." સુશીલા એ આવકાર આપતાં સંભળાવ્યું" ઘણાં દિવસે સમય મળ્યો ?કંઈ વાંધો નહીં હું તો આમ પણ નવરી જ હોઉં છું."એનાં બદલાયેલાં વર્તનથી પ્રાર્થીને ધક્કો લાગ્યો."જરૂર એમનાં મનમાં કોઈ વાત છે.
થોડી આમતેમ વાત પછી એમણે પુછ્યું " સાચું કેજે કેમ નહોતી આવતી મારી ગેરહાજરીમાં?" " તમને વિહાગે કહ્યું જ હશે એ લોકો જે કહે જે સમજે એ સાચું, મારી પાસે કોઈ
સુશીલા એને હાથ પકડી મંદીર પાસે ખેંચી ગઈ, જે માણસનું વરસો સુધી પડખું સેવ્યું એની ફીતરતથી હું અજાણ નથી, પણ મારે તારી પાસે શરૂઆતથી આખી હકીકત જાણવી છે, પહેલીવાર આપણે મંદિરમાં મળ્યાં ત્યારથી".
પ્રાર્થી સમજી ગઈ હવે કોઈ વાત છુપાવવાનો ફાયદો નથી, જે થાય તે.એણે પોતાની ઓફીસમાં નોકરીનાં પહેલાં દિવસથી તે દિવસે સાંજ સુધીની બધી વાત જણાવી દીધી.
આખી વાત જાણ્યાં પછી પણ સુશીલા શાંત હતી સ્થિતપ્રગ્ન હતી, એ જાણતી હતી કે પ્રાર્થીનો દરેક શબ્દ સાચો છે.એણે કહ્યું " મને તારાં પર વિશ્વાસ છે, વિહાગને તારાં પર વિશ્વાસ આવતાં વાર લાગશે કેમકે , એને એનાં બાપની હકીકત નથી ખબર. મેં ક્યારેક એને કશું કહ્યું નથી કારણકે હું નહોતી ઈચ્છતી કે એ જિંદગીભર મનમાં બાપ માટે અણગમો પાળી
" એને સમય આપજે. " આવું વચન લઈ એણે પ્રાર્થીનું કપાળ
સાંજે વિહાગ અને શ્રીકાંત આવ્યાં એટલે સુશીલાએ જમતાં જમતાં વાત કાઢી" હવે લગ્નની તારીખ કઢાવી લઈએ , મને હવે આ ઘર સુનું સુનું લાગે છે."
વિહાગ ચૂપ રહ્યો પણ શ્રીકાંતે કહ્યું " વિહાગને પહેલાં તૈયાર તો થવાં દે "" તમે તો તૈયાર છો ને? તમારી પસંદગીની વહું આવવાની!" સુશીલાએ ભાર દઈ કહ્યું." ઓફિસમાં હતી ત્યારે તમારી ફેવ....રિટ હતી કીધું વિહુ ને!
"હા..હા..હું તો.....વિહાગનાં .મનની "પહેલીવાર શ્રીકાંતની જીભ લડથડીયાં ખાવાં લાગી.... જો વિહું રાજી...તો. કરી નાખો.નાખીએ જલ્દી...."
શ્રીકાંત જલ્દી જલ્દી જમીને ઉભો થયો.કોલ આવ્યો હોય તેવો ડોળ કરીને ઉભો થયો.એ ઘવાયેલા પણ હતો અને છંછેડાયેલો પણ ..એનાં મનમાં કંઈ કેટલીય શક્યતાઓ રમતી હતી....એ કમરામાં આમ થી તેમ આંટા મારવાં લાગ્યો.
વિહાગને માનો ટૉન અજુગતો લાગ્યો. મા , મગનકાકા આ બધાં મને શું સમજાવવાં માંગતાં હતાં? એમનો ઈશારો કંઈ તરફ છે? વિહાગ વિચારે ચડી ગયો..." તો કઢાવું લગ્નની તારીખ? " સુશીલાએ પુછ્યું...પણ મા પ્રાર્થીએ તો શરત રાખેલી કે એકવાર ભણી લે પછી..." " એની સાથે હું વાત કરી લઈશ તારો શું વિચાર છે એ બોલ....?, તમારી બંને વચ્ચે ઝગડો છે, ગેરસમજણ છે એ મને ખ્યાલ છે...પણ મારી પસંદ પર વિશ્વાસ રાખ..
વિહાગે કોઈ જવાબ ન આપ્યો ..અને ઉભો થવાં ગયો..સુશીલાએ એને રોકતાં કહ્યું " કંઈક તો બોલ"..મને એકાદ અઠવાડિયાં નો સમય આપ..આમ કહી વિહાગ પોતાનાં કમરામાં જતો રહ્યો.
પ્રાર્થીનું સ્વાભિમાન ઘવાયું હતું જેનાં પર સુશીલા મરહમ
લગાવવાની કોશીશ કરતી હતી.એણે કોઈ વાતને મન પર હાવી ન થવાં દીધી કે ન પપ્પા સુધી પહોંચવાં દીધી.એણે ડહોળાયેલાં મનને સ્થિર થવાં દીધું..લગ્ન એનાં માટે જિંદગીનો ભાગ જ હતો.. આખી જિંદગી નહીં.
વિહાગ આખી રાત વિચારતો રહ્યો..વાતનો તારો મેળવવાં એણે ઓફિસમાં બધાની ઉપર નજર રાખવાની શરૂઆત કરી.શ્રીકાંતની ચેમ્બરમાંથી બહાર નીકળતાં દરેક વ્યકિતનાં હાવભાવનું એ અવલોકન કરવા લાગ્યો.શ્રીકાંત હવે વધારે
સાવચેત થઈ ગયો હતો.એણે એનું વર્તન સાવ નોર્મલ રાખ્યું.
વિહાગે નક્કી કર્યું, સી.સી.ટી.વી ચેક કરવાનું..બે મહિના પહેલાં ના ફુટેજમાં એક મહિલા કર્મચારી ચિંતામાં , અસહજ આંખમાં આશું સાથે બહાર નિકળી....એણે તરત મગનકાકા ને બોલાવ્યાં અને પ્રાર્થીની જોઈનીંગ તારીખ ને એ બધી ડીટેઈલ્સ મંગાવી.
પહેલાં દિવસથી એની બધી હિલચાલ એણે ધ્યાનથી જોઈ,
એક ફુટેજમાં એને પ્રાર્થી ,શ્રીકાંતની ચેમ્બરમાંથી બહાર નીકળેલી દેખાઈ, ધુંધવાયેલ આંખમાં આશું ..બહાર ઉભીને સ્વસ્થ થવાની કોશીશ કરી પોતાની જગ્યાએ ગઈ.
એને બધું સમજાય ગયું, પણ સ્વીકારવું અઘરું હતું...એને મનોમન કંઈ નક્કી કર્યું ...અને ઓફિસમાંથી બહાર નીકળી ગયો...
ડો.ચાંદની અગ્રાવત