Love you yaar - 42 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 42

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 42

પોતાની ઓફિસમાં કોઈ ચોરી કરી રહ્યું છે તેવું સાંવરીને લાગી રહ્યું છે અને માટે તે સતત ચિંતિત છે અને મીત આ વાત માનવા માટે તૈયાર નથી તેથી તે એકલી એકલી મનમાં ને મનમાં કંઈક બબડે છે તો મીત તેને પૂછી રહ્યો છે કે, " શું બબડે છે એકલી એકલી ? "
સાંવરી: હું તને કહીશ તો તું નહીં માને પણ નક્કી આપણી કંપનીમાં કોઈ ચોર છે જે માલની આઘી પાછી કરે છે અને તે વેચી દે છે અને તે પૈસા પોતાના ખિસ્સામાં મૂકે છે.
મીત: એવું કંઈ ના હોય યાર અને એવું કંઈ હોય તો અત્યાર સુધી પકડાયા વગર થોડું રહે ? તું પણ યાર ક્યાં લાંબુ લાંબુ વિચારે છે ?

મીત અને સાંવરી બંનેની વચ્ચે આ ચર્ચા ચાલી રહી છે પરંતુ સાંવરી પોતાની હાર માનવા તૈયાર નથી તે મીતને ચેલેન્જ કરે છે કે, " બોલ હું ચોરને પકડીને બતાવું પછી તો તું માનીશ ને, અને હું ચોરને પકડીને બતાવું તો તારે મને શું આપવાનું ? "
મીત: તું જે કહે તે..
સાંવરી: પાક્કું ને ?
મીત: હા હા પાક્કું, પ્રોમિસ
સાંવરી: તું હારી જઈશ હોં...
મીત: કંઈ વાંધો નહીં. એ તો સમય જ બતાવશે.
અને હવે મીત અને સાંવરી વચ્ચે જોરદાર શર્ત લાગી છે. સાંવરીએ ચોરને પકડવાનું જોરદાર બીડુ પોતાના હાથમાં ઝડપી લીધું છે.

સાંવરી અને મીતનો ઓફિસનો પહેલો દિવસ તો આમજ કામમાં અને કામમાં બસ ઓફિસમાં જ પસાર થઈ ગયો. સાંવરી અને મીત બંને સાંજે ઓફિસથી નીકળીને પોતાના ઘરે પહોંચ્યા અને ત્યારબાદ સાંવરીએ મીતને પોતાને થોડી ખરીદી કરવા માટે જવું છે તેમ કહ્યું એટલે બંને જણાં ગ્રોસરી લેવા માટે મોલમાં ગયા અને ત્યાંથી ડિનર લેવા માટે મીતની ફેવરિટ હોટલ ડાઉનટાઉનમાં ગયા. મીતે પોતાની પસંદનો પીઝા મંગાવ્યો અને સાંવરીએ પોતાને માટે ગ્રીલ સેન્ડવીચ ઓર્ડર કરી. ઓર્ડર આવે ત્યાં સુધી બંને ફ્રી હતાં તો મીતને પોતાની મોમ યાદ આવી ગઈ એટલે તેણે સાંવરીને કહ્યું કે, " કાલે મોમનો ફોન આવ્યો હતો કે આપણે શાંતિથી પહોંચી ગયા ને તેમ પૂછવા માટે અને મોમ તારું પણ પૂછી રહી હતી તો મોમ સાથે વાત કરી લે ને. " સાંવરીએ પોતાની મધર ઈન લૉને ફોન લગાવ્યો.
સાંવરી સાથે વાત કરવા માટે ઉત્સુક અલ્પાબેન સાંવરીનો ફોન આવતાં જ ખુશ થઈ ગયા.
સાંવરી: મોમ, શું કરો છો ? બોલો મજામાં તો છો ને ?
અલ્પાબેન: હા બેટા બસ મજામાં છું પણ તમારા વગર ઘર સૂનું સૂનું લાગે છે.
સાંવરી: હા મોમ સાચી વાત છે તમારા વગર અમને પણ અહીંયા એકલા એકલા નથી ગમતું.
અલ્પાબેન: બંને જણાં શાંતિથી રહેજો અને મીતનું ખાસ ધ્યાન રાખજે બને ત્યાં સુધી તેને એકલો ક્યાંય જવા ન દેતી.
સાંવરી: હા ઓકે મોમ તમે મીતની ચિંતા જરાપણ ન કરશો હું તેની સાથે જ રહીશ અને મોમ અને અહીંયા પણ ઓફિસ સ્ટાફ પાર્ટી માંગે છે એટલે એક દિવસ પાર્ટીનું આયોજન કરવાનું છે. તમે અને ડેડ આ પાર્ટી માટે અહીં આવી શકશો ?
અલ્પાબેન: ના ના અહીં પણ ઓફિસમાં ડેડ એકલા છે એટલે અમે હમણાં ત્યાં નહીં આવી શકીએ તમે તમારી રીતે પાર્ટીનું નક્કી કરીને કોઈ સારી રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી દેજો અને એન્જોય કરજો બેટા. ફોટા પાડજો અને પછી સેન્ટ કરજો.
સાંવરી: ઓકે મોમ.
અને અલ્પાબેન સાથે વાત પૂરી થઈ અને બંનેનું ઓર્ડર કરેલું ફૂડ આવી ગયું એટલે બંનેએ જમવાનું શરૂ કર્યું અને જમીને પોતાના ઘર તરફ રવાના થયા.

રસ્તામાં જતાં જતાં મીત કાર ડ્રાઈવ કરી રહ્યો હતો પરંતુ તેનું મન અને મગજ બંને જેની પાસે પહોંચી ગયા હતા તે વિચારી રહ્યો હતો કે, ભૂતકાળમાં જેનીએ મને ખૂબ મદદ કરી છે રાતોની રાતો મારી સાથે રોકાઇ છે અને આજે જ્યારે તેને મારી જરૂર છે ત્યારે હું તેની સાથે રોકાઇ શકું તેમ નથી. પણ મારે તેને એક ફોન કરીને તેની ખબર તો પૂછી જ લેવી જોઈએ ઘરે જઈને તેને ફોન કરું.

અને મીત અને સાંવરી બંને ઘરે પહોંચ્યા એટલે સાંવરી ખૂબ થાકી ગઈ હતી તો, " હું જરા બાથ લઈ લઉં " તેમ કહીને સાવરબાથ લેવા માટે વોશરૂમમાં ગઈ અને મીતને ક્યારની જેની યાદ આવી હતી એટલે તેણે જેનીને ફોન લગાવ્યો.
જેનીએ ફોન ઉપાડ્યો અને તેની તો બસ એક જ રટ હતી કે, તું ક્યારે મને મળવા માટે આવે છે ?
મીત તેને સમજાવી રહ્યો હતો કે, પહેલાં આપણે મળતાં હતાં એકબીજાની સાથે રહેતા હતા તે સમય જૂદો હતો ત્યારે આપણે બંને બેચલર હતા હવે આપણે બંને મેરીડ છીએ અને હું અહીં લંડનમાં એકલો નથી આવ્યો મારી સાથે મારી પત્નીને પણ લઈને આવ્યો છું એટલે તું જ્યારે જ્યારે બોલાવે ત્યારે ત્યારે દોડીને હું એમ તારા ઘરે ન આવી શકું. હા હું તને મદદ ચોક્કસ કરીશ તે વાતનો વિશ્વાસ રાખજે મારી ઉપર અને જેનીએ થોડી નિરાશા સાથે ફોન મૂક્યો અને આમ બંનેની વાતચીત પૂરી થઈ હવે મીત વિચારી રહ્યો હતો કે, જેની માટે શું કરવું ? તેના હસબન્ડના ખૂનીને પકડવો સહેલું લાગતું નથી અને તેનો હસબન્ડ સુજોય કોણ હતો શું કરતો હતો ? તે પણ કંઈ ખબર નથી તે કોઈ ગુંડો પણ હોઈ શકે છે અને તેની ગેંગના અંદરના કોઈ માણસે જ તેને મરાવી નાખ્યો હોય તેવું પણ બની શકે છે એટલે તેના કેસમાં ખૂબ સાવચેતીથી પડવા જેવું છે ક્યાંક આગળ પડીને કંઈક કરવા જઈએ તો આપણે પણ ફસાઈ જઈએ અને આપણું પણ ખૂન થઈ જાય અને કોઈને ખબર પણ ન પડે ! આ જેનીએ પણ વળી કેવા છોકરા સાથે લગ્ન કરી લીધા ? નાદાન છોકરી ! લગ્ન કરતાં પહેલાં મને એકવાર પણ પૂછ્યું હોત તો પણ સારું હતું પણ હું પણ તે વખતે ક્યાં કોઈના કોન્ટેક્ટમાં હતો મને સાંવરી મળી પછી તો તેને પામવાની તલપમાં મેં ડ્રીંક પણ છોડી દીધું અને જૂનું સર્કલ પણ છોડી દીધું બસ બધું જ છોડી દીધું અને સાંવરી જેવી ડાહી, સમજુ, એમ બી એ થયેલી અને બિઝનેસમાં પણ પાવરધી છોકરી મને નસીબદારને મળી અને કેન્સર જેવા અસાધ્ય રોગમાંથી પણ તેણે જ મને હિંમત આપીને મુક્તિ અપાવી બસ હવેની જિંદગી ખૂબજ શાંતિથી જીવવી છે અને એક એક ડગલું ખૂબ સંભાળીને ભરવું છે કશામાં ફસાવું નથી.

બસ આમ અતિશય વિચારોની વણઝાર મીતના દિલોદિમાગમાં ચાલી રહી હતી અને સાંવરી તેને ક્યારની બૂમ પાડી રહી હતી કે, મને મારી બેગમાંથી મારો પીંક ટોવેલ આપને..પણ મીતતો વિચારોમાં ખોવાયેલો હતો તેનું ધ્યાન જરાપણ નહોતું. સાંવરીએ બે ચાર બૂમો પાડી પછીથી મીતનું ધ્યાન તેની તરફ દોરાયું અને તે સાંવરીને ટોવેલ આપવા માટે ઉભો થયો અને સાંવરીને મસ્તી સૂઝી તેણે મીતને પોતાની તરફ અંદર ખેંચ્યો અને તેને કહેવા લાગી કે, તું પણ સાવરબાથ લઈને ફ્રેશ થઈ જા એટલે થાક ઉતરી જાય અને મીત બૂમો પાડતો રહ્યો કે, મને નવા કપડા તો બહાર કાઢવા દે પણ સાંવરી તો અત્યારે કંઈ જ સાંભળવા તૈયાર નહોતી તે તો બોલી રહી હતી કે, " એ તો વોશ થઈ જશે, મારે વોશ કરવાના છે ને તું શું કામ ચિંતા કરે છે...?" "અરે પણ મારે અત્યારે નથી ન્હાવું" મીત બોલી રહ્યો હતો પણ તેનું સાંભળે કોણ? અને સાંવરીએ મીતને આખોય પલાળી દીધો સાવરમાં પણ અને પોતાના પ્રેમમાં પણ.‌.તેનો પ્રેમ જ એટલો બધો હતો કે મીતને તેનું કહેલું માનવું જ પડે. એક સુંદર કપલ આંખમાં આંખ પરોવીને સાવરબાથ લઈ રહ્યું હતું. પછી સાંવરી ટોવેલ લપેટીને બહાર નીકળી અને પોતાનું નાઈટગાઉન પહેરીને તે બેડમાં આડી પડી એટલામાં મીત પણ નામહીધોઈને ફ્રેશ થઈને પોતાના નાઈટ ડ્રેસમાં સાંવરીની બાજુમાં આડો પડ્યો. એટલામાં ફોનની રીંગ વાગી એટલે સાંવરીએ ફોન ઉઠાવ્યો અને તે થોડી વિચારમાં પડી ગઈ એકાએક જાણે ચિંતામાં ડૂબી ગઈ...!!

કોનો ફોન આવ્યો હશે ? સાંવરીને એવા તો શું સમાચાર મળ્યા હશે કે તે વિચારમાં પડી ગઈ અને ચિંતા કરવા લાગી ? તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે??

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
4/3/24