Prem ke Dosti? - 16 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 16

Featured Books
Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 16

એ રાતે પ્રિયાને રવિના રૂમ માં જતા જોઈ પ્રતિકને ખુબજ દુ:ખ થયું પણ એ વાત હવે એને સ્વીકારવી રહી.પોતાના ફોનના સિક્યોર ફોલ્ડરરમાં તેના અને પ્રિયાના જૂના સાચવેલા ફોટા જોઈ પ્રતિક રડતો હતો.પણ હવે તેના માટે યાદોં સિવાય કંઈજ ન હતું.૧૮ ડીગ્રી પર એ.સી ચાલતું હતું છતાં પ્રિયાની યાંદો પ્રતિકની હાર્ટ બીટ વધારી જતી હતી.એટલી હદે મૂંઝવણ અનુભવતો હતો કે તેનું આખું શરીર પરસેવે રેબ જેબ હતું.મને એક ચાન્સ ના મળે પ્રિયા?? ફક્ત એક ચાન્સ ....

બીજા દિવસે સવારે પ્રતિક તૈયાર થઈને રૂમની બહાર આવે છે અને ક્યાંક જવાની ઉતાવળમાં હોય અમે ફટાફટ ઘરમાંથી બહાર નીકળવા જાય છે રવિ અને પ્રિયા સોફા પર ચા પીતા હતા અને રવિ તેને રોકતા કહે છે,”આટલી ઉતાવળે ક્યાં જઈ રહ્યો છે? ચાય તો પીતો જા..

ના હું બહાર પી લઈશ મારે મોડું થાય છે.

સવારે કોઈને ચાયની ના ન પડાય દિવસ બગડે,પ્રિયાએ કહ્યું.

અહી તો સાવ જીંદગી બગડી છે,પ્રતિક બબડ્યો.

તું બેસને ભાઈ, તારી ચા તૈયાર જ છે,પ્રિયા લઇ આવ તો.

હાકીકત માં પ્રતિક પ્રિયાને આ રીતે જોઈ શકતો ન હતો.તો પણ પરાણે ચાય પીવા બેઠો પ્રિયાને રસોડા મા ચાય લેવા જતા જ રવીએ પોતાનું ક્રેડીટ કાર્ડ આપ્યું અને કહ્યું પહેલા કાવ્યના ફોનનો વહીવટ પતાવજે.પ્રિયા સામે ઉભી ઉભી આ બધું જોતી હતી પણ રવિ અને પ્રતિક બંને એટલું ધીમેથી બોલતા હતા એટલે તે બંને શું વાત કરે છે એ ખબર ના પડી. એમ પણ તે બંને મિત્રોની વાતમાં વચ્ચે આવવા નતી માંગતી.

આજે સાંજ થી મારા કાર્યક્રમો છે તમે બંને લોકો આવશો તો મને ગમશે.પ્રતિકે બંને ને કહ્યું.

ચોક્કસ અમે લોકો આવશું,તું લોકેશન મોકલજે.રવિએ ચાય નો કપ ટેબલ પર મુકતા કહ્યું.

અગિયાર વાગ્યાની આસ પાસ પ્રતિક કાવ્યના ઘરે જઈને તેના ઘરનો દરવાજો ખખડાવે છે,ઘણી વાર પછી કાવ્યા બગાસું ખાતી ખાતી દરવાજો ખોલે છે તેને સફેદ રંગનું શોર્ટ અને એક્દમ પાતળું ટી-શર્ટ પહેરેલું હતું અને વાળ ખુલ્લા હતા.

તારો ફોન દેવા આવ્યો છું.

તો બહાર ઉભો રઈને આપીશ? અંદર નહિ આવે ?હું તને ખાઈ નહિ જાઉં કાવ્યાએ પ્રતિકની સામે આંખ મારતા કહ્યુ અને હાથ પકડી અંદર ખેચી ગઈ.

અ..અરે આ શું કરે છે...પ્રતિક થોડું સંકોચ અનુભવતો હતો.તારો ફોન રીપેર ના થઇ શક્યો સ્ક્રીન તો રીપેર થઇ શકે પણ બોર્ડ પણ ડેમેજ થયું છે.પ્રયત્નો કર્યા પણ સફળતા ના મળી.

મારો એ કેટલો મોંઘો ફોન હતો હવે હું ફોન વગર શું કરીશ કાવ્યા ગુસ્સા માં આવી ગઈ.અચાનક એનું રૂપ બદલાવા લાગ્યું.

પ્રતિકે તરત જ તેની બેગ માંથી ખુબજ મોંઘો ફોન કાઢીને કાવ્યાને આપ્યો.નવો ફોન જોતા જ કાવ્યાનો ગુસ્સો ક્યાં જતો રહ્યો એ ખબરના પડી અને તે ખુશ થઇ સોફા પર બેઠેલા પ્રતિકના ખોળામાં બેસી ગઈ અને તેને ગળે લગાવ્યો.બંને વચ્ચે જગ્યા ખુબજ ઓછી હતી અને બંને ના શ્વાસ એકબીજાને ભટકતા હતા.પ્રતિક ખુબજ અસ્વસ્થતા માંથી પસાર થતો હતો.આ ક્ષણ પ્રતિક માટે ખુબજ મિશ્ર હતી.શું કરવું તે પોતે નક્કી કરી શકતો ન હતો.કાવ્યના હોંઠ પ્રતિકના હોંઠ ને સ્પર્શવાની તૈયારી માંજ હતા અને બરાબર પ્રતિકના ફોનમાં રીંગ વાગી અને બંને નું ધ્યાન ફોન પર જતા પ્રતિકે કાવ્યાને પોતાનાથી સેજ દુર કરી ફોન ઉપાડ્યો.સામે ની વ્યક્તિ કંઈક બોલતી હતી અને પ્રતિકે જવાબ માં ફક્ત હું ૧૦ મિનીટ માં પહોચ્યો એવો જવાબ આપ્યો.
સોર્રી કાવ્યા મારે જવું પડશે ,કહીને પ્રતિક ઉભો થયો અને જતા જતા બોલ્યો થોડા દિવસો નહિ મળી શકીએ.મારા કાર્યક્રમ શરુ થાય છે અને ..
અને શું ? કાવ્યાએ આશ્ચર્યથી પૂછ્યું. 
અને રવિના લગ્નની તૈયારી કરવાની છે.
ઓહો! મિસ્ટર પ્રેમ પ્રતિક ભૂલી ના જતા આપડો શું પ્લાન છે. ખબર છે ને લગ્ન નથી થવા દેવાના.કાવ્યાએ ખુબજ બિન્દાસ થઈને કહ્યું.
તું ચિંતા ના કર મારા મગજમાં બધું ગોઠવાયેલું જ છે.પ્રતિકે જવાબ આપ્યો અને બહાર નીકળ્યો.
હાશ .. માંડ માંડ બચ્યો નહિ તો મારા થી ખુબજ મોટી ભૂલ થઇ જાત.પ્રતિકે પોતાની જાતને કહ્યું.

પ્રતિક અને તેના ગ્રુપના કાર્યક્રમનો પહેલો દિવસ ખુબજ સફળ રહ્યો સાંજે ૬ વાગ્યાથી ૧૧વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો.પ્રતિકની ઈચ્છા હતી કે રવિ અને પ્રિયા આવશે પણ બંને માંથી કોઈ આવ્યું નહિ.પણ આ કાર્યકર્મ એટલો સફળ રહ્યો કે પ્રતિકની કવિતાઓનો વિડીઓ વાઈરલ થવા લાગ્યો.

બીજા દિવસે તો પ્રતિકે આશા છોડી દીધી હતી કે કોઈ તેને જોવા આવશે.પણ તેની અપેક્ષાથી વિરુદ્ધ પ્રિયા એકલી કાર્યકર્મ જોવા આવવા પહોંચી.

પ્રતિકનો કવિતામાં વારો આવ્યો આગળની સીટ માંજ પ્રિયા બેઠી હતી.બંને ને એકબીજાની પહેલી મુલાકાત યાદ આવી,પહેલી મુલાકાત આજ રીતે કવિ સંમેલન માં થઇ હતી અને પ્રેમ પાંગર્યો હતો.અને પ્રતિકે પોતાની કવિતાઓ શરુ કરી અને કહ્યું આ કવિતા હું જેને ચાહું છું એના માટે છે, બેશક કવિતા હજી અધુરી રાખી છે એ કવિતાની બે પંક્તિઓ

તારી વાતોની મોહકતા

તારા પ્રેમ માં પાડે છે”

આખો હોલ તાલીઓના અવાજથી ગુંજી રહ્યો હતો,દર્શકો માંથી કોઈએ કહ્યું આગળ કહો.

માફ કરજો મિત્રો આગળની કવિતા મારા જીવન જેવી અધુરી છે પણ જે વ્યક્તિ મારી જીંદગીમાંથી જતી રહી છે અને તે મને જો બીજો મૌકો આપે તો,

તું રજા આપ તો ફરીથી તારા પ્રેમમાં પડી લઉં

તારી જોડે વાતો થાયતો એ શબ્દો લઇ લઉં

તું હા પાડતો ફરી એક વાર તને મળી લઉં

નહિ તો તું મને કહીશ અને તારે કહેવુજ પડશે

“તું રજા આપતો હું પણ ફરીથી તારા પ્રેમમાં પડી લઉં””

પ્રિયા જાણતી હતી કે બંને કવિતાઓ તેના માટે લખાયેલી છે.પણ હવે એ પણ શું કરી શકે.

કાર્યક્રમના અંતે બંને ત્યાં જમ્યા અને પ્રતિકે પ્રિયાને પૂછ્યું, “રવિના આવ્યો?”

ના એને આજે સમય ના મળ્યો.કોઈ અગત્યનું કામ આજેજ કરવાનું હતું એવું કહેતા હતા કદાચ રાતે મોડું થશે.

ચલ હું તને તમારા ઘરે મૂકી જાઉં પ્રતિકે પ્રિયાને કહ્યું,

મૂકી જાઉં મતલબ ?તું નથી આવતો? પ્રિયાએ પૂછ્યું

ના હું તને મુકીને જતો રહીશ.

પ્રતિક હું ઘરે એકલી હોઈશ રવિનું નક્કી નથી કે ક્યારે આવશે,તારી અધ વચ્ચે છોડીને જવાની આદત હજી ગઈ નથી,પ્રિયાએ પ્રતિક પર ગુસ્સે થઈને કહ્યું.

પ્રતિકે કોઈજ પ્રકારની દલીલ કર્યા વગર પ્રિયાને બાઈક પર બેસવા કહ્યું.આજે બંને વચ્ચે ઘણું અંતર હતું ,શારીરિક અને માનસિક બંને.