Ispector ACP - 33 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 33

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 33

ઈન્સ્પેક્ટર ACP
એક સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર
ભાગ - ૩૩

વાચક મિત્રો, ભાગ ૩૨ માં આપણે જાણ્યું કે,
ભૂપેન્દ્ર, અને અવિનાશ બંનેએ
પોલીસ તેમજ તેજપુર ગામનાં તમામ લોકોની હાજરીમાં,
ને પાછું
મીડિયા સમક્ષ પણ ,
એ બંનેએ ભેગાં મળીને કરેલ ગુનાની કબૂલાત કરી લીધી છે, છતાં....
એમની એ કબૂલાત અધૂરી લાગતાં,
ઈન્સ્પેક્ટર AC અવિનાશને પૂછે છે કે,
AC :- અવિનાશ તારી આ પુરી વાતમાં,
તમે લોકોએ સરપંચ શિવાભાઈના ઘરેથી રૂપિયા પચાસ લાખની ચોરી કેવી રીતે કરી ?
એની તો પુરી જાણકારી મળી ગઈ, પરંતુ.....
શિવાભાઈનું ખૂન કેવી રીતે થયું ?
એ કોયડો તો હજી પણ વણ ઉકલ્યો જ છે,
કેમકે
તારી આ આખી વાતમાં, એનો તો ક્યાંય જરા સરખોય ઉલ્લેખ નથી.
ત્યારે અવિનાશ કહે છે,
અવિનાશ :- સાહેબ,
અમે લોકોએ તો માત્ર પચાસ લાખની ચોરી કરી હતી,
ને એ ચોરી કર્યા બાદ, જ્યારે એ પૈસા બેગમાં ભરીને હું ત્યાંથી નિકળી રહયો હતો, ત્યારે
મેં જોયું કે,
કોઈ અજાણ્યા બે લોકો,
દોડતાં દોડતાં સરપંચના ઘર તરફ જઈ રહ્યાં હતાં,
ને એ બે વ્યકિત,
સાહેબ, હું વિશ્વાસ સાથે તમને કહી શકું છું કે, એ બીજાં કોઈ નહીં પરંતુ......
આ બે ચોર, શ્યામ, અને ઘનશ્યામ જ હતાં.
એટલે અવિનાશની આ વાત પર ઈન્સ્પેકટર AC પણ,
હમણાં અવિનાશની વાત પર થોડો વિશ્વાસ રાખીને,
ઈન્સ્પેક્ટર AC,
આકરામાં આકરા શબ્દો સાથે, ને એ પણ,
થોડાં વધારે કડક થઈને સરપંચના ખૂન વિષે જ્યારે એ બે ચોરને પૂછે છે,
ત્યારે એ બન્ને ચોરને પણ,
આજે બચવાનો કોઈ જ રસ્તો નહીં દેખાતાં,
એ લોકો પણ, આખરે પોતાનો ગુનો કબુલતા
એ બંને ચોર પણ ધીરે ધીરે બોલવાં લાગે છે.
ચોર :- સાહેબ,
એ બનાવની રાત્રે, જ્યારે હાઈવે પર આવેલ ATM તોડતા PCR વાળા અમને જોઈ ગયા,
એટલે અમે બન્ને, તેજપુર ગામ તરફ ભાગ્ય હતાં,
ને સરપંચના ઘરમાં જ સંતાઈ ગયા હતા,
ને એ ઘરની બહાર, પોલીસ અમને શોધી રહી હતી,
એટલે અમે પણ પોલીસ ત્યાંથી નિકળી ના જાય, ત્યાં સુધી અમે ત્યાંજ ચોરી છુપે, સરપંચના ઘરનાં એક ખૂણામાં સંતાઈ રહ્યાં હતાં,
પરંતુ...
અમને એ ખબર ન હતી કે,
અમે જ્યાં સંતાઈને ઊભા હતા,
એની બાજુમાં જ બાથરૂમ હતું, ને એ વખતે બાથરૂમની અંદર કોઈ હશે, ને ત્યાંજ....
એ બાથરૂમનો દરવાજો ખૂલ્યો,
ને સરપંચ બાથરૂમમાંથી બહાર આવ્યા, ને બહાર આવતાં જ, એમની નજર સીધી જ અમારી ઉપર પડી,
એટલે એ કંઈ બોલવાં મોઢું ખોલે એ પહેલાં જ.....
અમે લોકોએ એમને દબોચી લીધાં,
કેમકે,
જો એ થોડો ઘણો પણ અવાજ કરે,
તો બહાર અમને શોધતી પોલીસને જાણ થઈ જાત, કે અમે અહીંયા છૂપાયા છીએ, ને પોલીસ અમને પકડી લેત,
જોકે એ વખતે પોલીસ પણ ઘણીવાર સુઘી સરપંચના ઘરની આસપાસ આંટા મારતી રહી હતી,
એટલે અમે પણ ખૂબ લાંબો સમય સુધી સરપંચના મોંઢા પર હાથ દબાવી રાખ્યો હતો,
ને જ્યારે પોલીસ ત્યાંથી નિકળી ગઈ,
ત્યારે સરપંચના મોંઢા પરથી અમે જેવી અમારાં હાથની પકડ સહેજ ઢીલી કરી, કે
સરપંચ તો ત્યાંજ બેહોશ થઈને ઢળી પડ્યા.
અમને એમ કે એ કદાચ બેહોશ થઈ ગયા છે,
થોડીવાર પછી હોશમાં આવી જશે,
એટલે અમે એમને ત્યાંને ત્યાંજ, એમજ રહેવાં દઈને,
અમે એમનાં ઘરમાં જ હાથ સાફ કરવાનું વિચાર્યું, ને પછી અમે ઘરમાં ગયાં, પરંતુ....
ઘરમાં જતાં જ અમે જોયું કે,
તિજોરી તો ખુલ્લી, અને ખાલી પડી હતી,
એ દ્રશ્ય જોતાં જ અમે લોકો સમજી ગયા હતા કે, માનો કે ન માનો,
અહીંયા કોઈ હાથ સાફ કરી ગયું છે.
એટલે અમે પણ ત્યાંથી નિકળી જવામાં જ અમારું ભલું સમજ્યું.
પણ હા, જ્યારે અમે ત્યાંથી નિકળી રહ્યાં હતાં, ત્યારે
મારાં સાથીદારને મનમાં કંઈ શંકા જતાં,
એ બેહોશ પડેલાં સરપંચની પાસે જઈ,
એમનાં શ્વાસ તપાસવા લાગ્યો,
તો સરપંચના શ્વાસ તો કાયમ માટે બંધ થઈ ગયા હતા,
એટલે અમે વધારે ગભરાયા, ને એટલે જ,
ખાલી ખોટા, ને લેવાં દેવા વગર જ, અમે ક્યાંક ખૂન કેસમાં ફસાઈ ના જઈએ,
એટલે બીજા દિવસે સવારે અમે સામેથી જ પોલીસ સ્ટેશન ગયા હતા, અને
ગઈકાલે રાત્રે ATM માં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવાવાળા અમે જ હતાં, એ વાત કબૂલી,
એટલું જ નહીં, સાથે-સાથે પોલીસે જ્યારે અમારો પીછો કર્યો હતો, ત્યારે અમે તેજપુર ગામમાં સરપંચના ઘરમાં જ સંતાયા હતાં, એની પણ કબૂલાત કરી, ને એ ઘરમાં તિજોરી ખુલ્લી, ને ખાલી હતી, એ વાત, ને સાથે-સાથે ઘરની વચ્ચે પહેલેથી જ એક લાશ પણ પડી હતી,
એ રીતનું અમારું કબૂલનામુ લખાવ્યું હતું.
આ બંને ચોરનાં મોંઢે, અહીં સુઘી સાંભળી લીધાં બાદ,
ઈન્સ્પેક્ટર AC ને હવે કોઈને આગળ કંઈ પૂછવા જેવું બાકી નહોતું રહ્યું,
કેમકે.....
તેજપુર ગામનાં સરપંચ શિવાભાઈનાં ખૂન, અને લૂંટનો કેસ એમની સામે,
મીડિયા સામે,
ને પૂરા ગામલોકો સામે, એ કેસ વિશેનું બધું જ રહસ્ય ખૂલી ગયું હતું.
એટલે AC ફરી અવિનાશ સામે જુએ છે,
ત્યારે અવિનાશ વધારે સફાઈ આપતાં....
અવિનાશ :- સાહેબ અમે ખાલી રૂપિયાની ચોરી કરી છે, અને એ પણ, રૂપિયાની બેગ જ્યારે ચોરી કરી હતી,
એમની એમજ,
ભુપેન્દ્રની જીપના ચોર ખાનામાં, આજ સુધી એમની એમ જ હતી.
તમે નહીં માનો સાહેબ પણ,
એ ચોરી કર્યા પછી અમે એ બેગ, અને એ રૂપિયા આજે જ જોયા છે.
આમ બધા પકડાઈ જતા, અને પૈસા પણ પાછા મળી જતા,
ઈન્સ્પેક્ટરને કંઈક યાદ આવે છે, અને ગામના ટોળાની વચ્ચે ઉભેલા એક વ્યક્તિને બાવળાથી પકડી, ખેંચીને AC પૈસાની બેગ ઉપર નાખતા, ઈન્સ્પેક્ટર AC ગુસ્સામાં એ વ્યકિતને......
AC :- ગણ.... ગણજે બરાબર
છે ને પુરા 50 લાખ ? ગણ.....
ગણતો કેમ નથી ?

આ એ જ વ્યકિત છે,
કે જ્યારે આ કેસની તપાસ ચાલી રહી હતી, ત્યારે
એ ગામલોકોને કહી રહયો હતો, કે પત્યું હવે,
તમે જો જો આ કેસમાં પોલીસનાં હાથમાં કદાચ ગુનેગાર લાગશે,
પરંતુ... પચાસ લાખ.....પચાસ લાખ ભૂલી જાવ હવે,
એ પૈસા તો પાછા નહીં આવે.
પછી AC એ વ્યકિતને ખેંચીને ઓટલા પર બેઠેલ એક કાકા પાસે લઈ જાય છે, ને કહે છે કે,
AC :- પૂછ આ કાકાને, કે કાકા તમને કેટલાં વર્ષ થયા ?
પેલો વ્યકિત પણ શરમનો માર્યો, ગભરાયેલા અવાજે ધીરે રહીને પૂછે છે કે,
ગામનો વ્યકિત :- કાકા તમને કેટલાં વર્ષ થયા ?
કાકા :- મને ૮૫ મું વર્ષ ચાલે છે.
ફરી AC કાકાને બિજો સવાલ પૂછવા માટે એ વ્યકિતને કહે છે.
AC :- પૂછ કાકાને કે,
આ ૮૫ વર્ષમાં આપણાં ગામમાં પોલીસ કેટલી વાર આવી છે ?
પેલો વ્યકિત ફરી એજ સવાલ કાકાને પૂછે છે.
ત્યારે કાકા કહે છે કે,
કાકા :- મારી ધ્યાનમાં છે એ પ્રમાણે તો,
આવા ગુનાને લઈને આ ૮૫ વર્ષમાં પહેલીવાર આપણાં ગામમાં પોલીસ આવિ છે.
આપણાં ગામમાં આ પહેલો એવો ગુનો થયો છે કે,
આ રીતે પોલીસને આવું પડ્યું હોય.
પછી AC ની કમાન છટકે છે, એટલે
અત્યંત ગુસ્સા ભર્યા ઊંચા અવાજે એ વ્યકિતને કહે છે કે,
AC :- આજ સુધી તારો, કે તારા ઘરવાળાનો પનારો પોલીસ સાથે પડ્યો નથી, તો તું ગામલોકો સામે પોલીસ ખાતા વિશે આટલું બધું ઝેર કેમ ઓંકે છે ?
તુ પોલીસખાતા પર આવાં ખોટા-ખોટા આરોપો કેવી રીતે મૂકી શકે છે ?
આ તમારા જેવાઓએ જ પોલીસ ખાતાનું નામ બગાડ્યું છે,
પહેલા શહેરમાં, અને હવે ગામડામાં પણ,
તમારાં જેવાઓને તો બસ આજ આવડે છે,
કે પોલીસ આવી છે, ને પોલીસ તેવી છે.
તને એ વાતનું ભાન છે કે, પોલીસવાળાઓની પર્સનલ લાઈફ કેવી હોય છે ?
અરે ખાલી પોલીસ જ કેમ ?
તુ મને ખાલી એક પોલીસ, કે પછી કોઈ એક ડોક્ટરે એવો બતાવ,
કે જે દિવસમાં એકવાર પણ શાંત મગજથી, પોતાના માટે, કે પછી પોતાના પરિવાર વિશે કંઈ વિચારવાનો એને સમય મળતો હોય,
આખો દિવસ એમના મગજમાં તો બસ, ગુનેગાર, ગુનો, ને દર્દી
બસ આ જ વિચારો ચાલતા હોય છે.
ને પોલીસ, અને ડોક્ટર જ કેમ ?
શિક્ષણની વાત આવે તો તારા જેવા કહેશે કે,
શિક્ષણને તો ધંધો બનાવી દીધો છે.
રાજકારણની વાત આવે તો કહેશે કે,
એતો નોટો છાપવાનો સારામાં સારો ધંધો છે.
શિક્ષણ ધંધો બની ગયું છે, તો પછી તમારાં બાળકોને શું કામ મોકલે છો એવી સ્કૂલમાં ?
ગવર્મેન્ટ સ્કૂલમાં મોકલોને.
તમારાં જેવાં લોકોની આવીજ વિચારસરણી,
આપણાં દેશમાં નકારાત્મક વધારે છે.
બે હાથ જોડીને કહું છું, જરા સમજો હવે,
આ નાના નાના બાળકો એ તો આપણી આવનારી પેઢી છે,
ને એમને તો જેમ વાળો એમ એ વળશે.
તો સાચી દિશામાં વાળોને ?
શું કામ નકામો કચરો ભરો છો એમના મગજમાં ?
આ માસૂમ અને ભોળા બાળકો માટે તો,
મોટાઓ જે કહે, તે જ સાચું, એવી એમની ઉંમર હોય છે.
સુધરી જાઓ હવે, ને બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે બસ કરો.
નહીંતર તમે કે હું, આપણે સૌ.....
ક્યાંય નહીં રહીએ, અને જો આમને આમ રહ્યું તો,
આપણો સમાજ,
આપણું રાજ્ય,
આપણો દેશ,
આપણી સંસ્કૃતિ, ને આપણું ભવિષ્ય,
બધું જ આમને આમ, પાયમાલ થઈ જશે,
AC ની આટલી વાત સાંભળી,
આખું ગામ અત્યારે ભેગું થયું હોવા છતાં,
ગામનાં ચોકમાં એક સન્નાટો છવાઈ ગયો છે.
ત્યાંજ રમણિકભાઈ ઈન્સ્પેક્ટર AC ને શાંત કરવાં, એમનાં ખભા પર હાથ મૂકે છે.
ક્ષણિક શાંતિ બાદ AC રમણીકભાઇ તરફ નજર કરતાં બીલકુલ ધીમા અવાજે,
AC :- વડીલ, કોઈ ૧૦૦ બંગલાની એક સોસાયટી હોય, કે ૧૦૦ ફ્લેટની હોય..
તમે જોજો સાહેબ,
એ સો પરીવારમાંથી કદાચ જ,
બે કે ત્રણ જ પરિવાર એવા હશે, કે જેમને પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા પડ્યા હોય,
બાકીના ૯૭ પરિવારની તો સાત પેઢી એ પણ પોલીસ સ્ટેશન નહીં જવું પડ્યું હોય, તોય....
તો પણ, એ ૯૭ પરિવાર, અને એ પરિવારના દરેક સભ્યો,
ભલે પછી એ નાના હોય, કે મોટા
ગમે તે ઉંમરનાં હોય, એમને તમે પૂછો કે આજકાલનું,
પોલીસ ખાતું કેવું ?
ડોક્ટરો કેવા ?
શિક્ષણ કેવું ?
રાજકારણ કેવું ?
તો તમને એ દરેકે દરેકના મોઢે, એના એ જ
કોપી પેસ્ટ કરેલા, અને સડેલા વિચારો જ સાંભળવા મળશે.
આટલું કહી ઇસ્પેક્ટર AC
જોરથી પોતાનો હાથ એક દિવાલ પર મારે છે.
દિવાલ પર લાગેલ એક ખીલો AC ને હાથમાં વાગતાં,
AC ના હાથમાં લોહી આવે છે.
આ જોઈને પેલો ગામવાળો વ્યક્તિ, કે જેને સાહેબ અત્યાર સુધી આ બધું કહી રહ્યાં હતાં,
એ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી,
ઈન્સ્પેક્ટર AC ને હાથે પાટો બાંધી,
બે હાથ જોડી ને કહે છે કે...
ગામનો એ વ્યકિત :- સોરી સાહેબ,
મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો.
ત્યાંજ ગામલોકો એક સાથે ઊંચા અવાજે,
ગુજરાત પોલીસ.....
જિંદાબાદ જિંદાબાદ

પછી ઈન્સ્પેક્ટર AC ( ઉર્ફ અશ્વિન )
હવાલદારને પેલા બંને ચોર, તેમજ ભુપેન્દ્ર, અને અવિનાશને ગાડીમાં બેસાડવા માટે કહે છે.
એટલે પેલા બે ચોર પોલીસની ગાડીમાં બેસે છે, ભુપેન્દ્ર પણ ગાડીમાં ચડી રહ્યો છે, પરંતુ......
અવિનાશના મગજમાં હજી કંઈક અલગ જ ચાલી રહ્યું હતું, એટલે અવિનાશને સહેજ મોકો મળતા,
એ હવાલદારની પકડમાંથી છટકી,
ગામની સ્કૂલ તરફ ભાગે છે,
એની પાછળ પોલીસ, અને મીડિયા કર્મચારી, ને એમની પાછળ પૂરું તેજપુર ગામ.
અવિનાશ સ્કૂલમાં પહોંચીને સીધો એક નાની બાળકીને ઊંચકીને,
સીધો સ્કૂલના ટેરેસ પર જતો રહે છે.
ને પછી ટેરેસ પરથી જ,
એ બાળકીના ગળા પર ચપ્પુ રાખી,
ઈન્સ્પેક્ટર AC ને કહે છે કે....

અવિનાશ :- સાહેબ, પ્લીઝ મને અહીથી જવા દો,
નહીં તો આ બાળકીને હું મારી નાખીશ.

એટલે ઈન્સ્પેક્ટર AC પણ,
આ આકસ્મિક અને ગંભીર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ,
ફટાફટ વધારાનો પોલીસ ફોર્સ બોલાવવા માટે ઓર્ડર આપે છે. ને ગણતરીના સમયમાં જ...

વધારે પોલીસ કાફલો આવિ જતાં,
તમામ પોલીસ, એ સ્કૂલને ચારે તરફથી ઘેરી, પોલીસ પોતપોતાની પોઝિશન લઈ લે છે.
ખાસ :-
વાચક મિત્રો તમને આ વાર્તા કેવી લાગી રહી છે ?
કૉમેન્ટ જરૂર કરશો, કેમકે
વ્યુ પ્રમાણે કમેન્ટ નથી આવતી, તો પ્લીઝ મારો ઉત્સાહ વધારવા માટે, મને કોઈ સજેસન આપવાં માટે,
કમેન્ટ અવશ્ય કરશો
ધન્યવાદ🙏🏻
શૈલેષ જોષી
વધુ ભાગ ૩૪ માં 👍