Gumraah - 71 - Last Part in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ - 71(અંતિમ ભાગ)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ગુમરાહ - ભાગ - 71(અંતિમ ભાગ)

ગતાંકથી....

આ તે સાહસમૂર્તિ ડિટેક્ટિવ કે ગજબના પત્રકાર!!? સમાજ ને ગુમરાહ કરનાર આતંકી ટોળીનો પદાૅફાસ કરનાર, ગુન્હાની શોધમાં મિ. પૃથ્વીનું મગજ એક બાહોશ ડિટેક્ટિવ જેવું ઘણું સારું કામ કરે છે. પોલીસ ખાતામાં એમના જેવા ચાલાક, હોંશિયાર, સમાજસેવક યુવાનો હોય તો પોલીસ કમિશ્નરને ખાતરી છે કે મુંબઈ શહેરમાં ગુનાઓ ઝડપથી શોધી શકાય. પોલીસ કમિશ્નર આશા રાખે છે કે મુંબઈ શહેરને રંજાળનારી એક ખતરનાક ટોળીનો વિનાશ કરવામાં મિ. પૃથ્વીએ જે જાહેર ફરજ બજાવી છે તે બદલ મુંબઈ શહેરના નાગરિકો તેમની ઘટતી કદર કરવાનું ચૂકશે નહિં ....

હવે આગળ.....

ચીમનલાલે આ ફકરો 'લોક સેવક'માં છાપ્યો અને એ જ ફકરાના જવાબ રૂપે પૃથ્વી તરફથી પોલીસ કમિશ્નરનો તેમ જ પોલીસ ઇન્સ્પેક્ટર ખાનનો જાહેર આભાર માન્યો.

***************************

આઠ દિવસ વીતી ગયા બાદ પૃથ્વીને તદ્દન આરામ થઈ ગયો. તેણે હોસ્પિટલમાંથી રજા થતાં, પોતાની કાળજી ભરેલી સારવાર કરવા માટે અને પોતાને પ્રાણ ઘાતક ઘાવમાંથી બચાવવા માટે હોસ્પિટલના આખા સ્ટાફનો અને ખાસ કરીને તેની સેવામાં અહો રાત ખડે પગે હાજર રહેનાર પોલીસ સર્જન ડૉક્ટર ડેવિડનો તેણે આભાર માન્યો.

તે હોસ્પિટલમાં દિવસે દિવસે સાજો થતો જતો હતો તે દરમિયાન તેને વારંવાર ચીમનલાલ, શાલીની, ઇન્સ્પેક્ટર ખાન વગેરે મળવા આવતાં હતાં, તેમજ તેની કોલેજના અનેક મિત્રો, તેમના ક્રિકેટિયર મિત્રો વગેરે સેંકડો લોકો તેના ખબર અંતર પૂછવા આવતાં હતાં,આ ઉપરાંત મુંબઇ જ નહિ સમગ્ર દેશના લોકો પૃથ્વી ઝડપથી સાજો થાય તે માટે પ્રાર્થનાઓ કરતા હતા. પૃથ્વી બદમાશોને લગતી રજેરજ વિગતથી હવે વાકેફ થઈ ગયો હતો અને પોતાની ગેરહાજરીમાં મિસ.શાલીનીએ 'લોકસેવક'ની ફક્ત મહિલા કોલમના લખાણો જ લખવાનું નહિ પરંતુ બીજાં લખાણોમાં પણ ચીમનલાલને મદદ કરવાનું ચાલું રાખ્યું હતું, તે ઉપરથી તે સમજી ચૂક્યો હતો, કે શાલીનીના હૃદયમાં તેમના માટે કેવા ભાવ હતા !! બધા પ્રકારની ચિંતાઓથી મુક્ત થયેલા પૃથ્વીના હૃદયમાં હવે કોમળ ભાવ જાગૃત થયા. પોતાના જીવનમાં તેણે સૌથી પહેલી વાર અનુભવ્યું કે કોઈ દિવ્યજ્યોતિ પોતાના હ્રદયમાં ઉત્પન્ન થઈ છે અને તેને શાલીની તરફ તે જ્યોતિ આકર્ષી રહી છે. શાલીની જ્યારે જ્યારે તેને હોસ્પિટલે મળવા આવતી ત્યારે માત્ર તેની વાણી જ નહિં બલ્કે તેના ચહેરા ઉપરના ભાવોમાં અને તેની આંખોમાં તે અનેરો જાદુ જોઈ રહ્યો હતો .ઇન્સ્પેક્ટર ખાન પણ તેને મળવા આવતો ત્યારે હંમેશા શાલીનીની જ પ્રશંસા કરતો અને પૃથ્વીના હૃદયને શાલીની માટે ઉશ્કેરી મૂકતો. એ સંજોગોમાં અને અદભુત મનોદશામાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલ પૃથ્વી બારોબાર ઘાટકોપર જવા ઊપડ્યો .

આકાશ ખુરાનાના બંગલા આગળ આવી પહોંચતા, તેનો જુનો ચોકીદાર પહેરા ઉપર હતો, એમ તેના જોવામાં આવ્યું . ચોકીદારે નીચે વળીને તેને નમન કર્યું અને કહ્યું : " મેમસા'બે હમણાં જ એક નોકરને આપના ઉપર ચિઠ્ઠી આપીને મોકલ્યો છે. આપ પોતે જ અહીં આવ્યા છો તે ઠીક થયું.હુ મેડમને ખબર આપું છું."

ચોકીદાર તેને બંગલામાં લઈ ગયો. ડ્રોઈંગ રૂમમાં વચ્ચોવચ્ચ એક ગોળ ટેબલની આસપાસ પડેલી ખુરશીઓમાંની એક ખુરશીમાં શાલીની બેઠી હતી...આછો ગુલાબી રંગની ફલાવરપ્રિન્ટની સાડી, ખુલ્લા લહેરાતા ઘેરા બ્રાઉન રંગના વાળ, તસતસતું બ્લેક બ્લાઉઝ તેના શરીરના મરોડને સુંદર આભા આપી રહ્યું હતું. કપાળમાં ઝીણી કાળી બિંદી તેના ગોરા ગાલ ની ચમકમાં વધારો કરી રહ્યું હતું તેના ગુલાબની પાંખડી જેવા કોમળ અધરઓષ્ઠ સહેજ શરમથી લાલ થતાં હતા. પૃથ્વીએ જાણે આજે પહેલીવાર જ તેને જોઈ હોય એ રીતે તેના સોંદર્યને તેના હ્દયની આંખોથી પી રહયો. શાલીની પણ નયન ઝુકાવી તેના લાગણીના ભાવને વધાવી રહી.તેના હાથમાં એક પેન હતી. પાસે જ એક કાગળ અને કેટલાક પુસ્તકો ખુલ્લા પડ્યા હતા.

ચોકીદારે ખબર આપી : "મેમસાબ ,શેઠ, પૃથ્વી આવ્યા છે."

"ઓ હો !" શાલીની બોલી ઊઠી : " યાદ કરતાં જ આવી પહોંચ્યા ને શું ? આવો ,આવો, તમને જ યાદ કરતી હતી......!"

"મારી ગેરહાજરીમાં તમે મારા ન્યુઝ પેપરમાં માટે જે મહેનત અને જહેમત ઉઠાવી અને મારા પ્રત્યે જે કાળજી દાખવી છે,તે બદલ આભાર માનવા હું આવ્યો છુ ." પૃથ્વીએ કહ્યું :

"બહુ મોડા આભાર માનવા આવ્યા !"

"હોસ્પિટલમાંથી નીકળીને પહેલા જ તમારી પાસે આવ્યો છું."

"એમ? ત્યારે તો બેશક મારે તમારા આભાર નો સ્વીકાર કરવો જ પડશે." પણ મિ. પૃથ્વી, તે બોલી, : " જુઓને એક માસિકમાં આ ઇનામી પઝલ આવ્યો છે. તેના ખૂટતા શબ્દો ઉમેરવા મેં આ બધા થોથાંની મદદ લીધી ;પણ તે બધી જ ફોગટ થઈ !"
"આપને મદદ કરવા મને પરવાનગી આપશો?"

"જરૂર.. જરૂર ...આપની મદદ મળે તો તો ..." એકદમ કોમળ સ્વરે સ્નેહભયૉ ભાવથી શાલીની બોલી.

પૃથ્વીએ કાગળ હાથમાં લીધો : " હું તમને... હું_______ છું એટલા શબ્દો તેમાં લખેલા હતા. પૃથ્વી શાલીનીના ચહેરા તરફ જોવા લાગ્યો. તે આડુ જોઈને પોતાની સાડીના પલ્લુ સાથે રમત કરતી હતી.

પૃથ્વી એ કહ્યું : "આ પઝલ ઘણો જ ગુંચવણ ભરેલો છે. મારી જિંદગીમાં આજ સુધી આવો પઝલ મારી સમક્ષ આવ્યો જ ન હતો."

"મેં પણ પહેલી જ વખત આવો કોઈ પઝલ ઊકેલવા કોશિશ કરી છે. જ્યારે આસપાસ મેં નજર નાખી ત્યારે તમારામાં મને શ્રધ્ધા બેઠી. મેં હમણાં જ તેથી મારા નોકરને એક ચિઠ્ઠી આપી તમને પૂછાવ્યું કે હોસ્પિટલમાંથી તમે ક્યારે ઘરે આવવાના છો?? એ ચિઠ્ઠી મોકલ્યા બાદ મને એવો અણસાર આવ્યો કે તમે બહાર આવ્યા લાગો છો; અને સાચે જ મેં તમને જોયા .હવે મારું મન કહે છે કે આ પઝલ તમે જરૂર ઊકેલી આપશો."

પૃથ્વી વિચારવા લાગ્યો....
હકીકતમાં તો તેમાં કશી જ ગૂંચવણ ન હતી. પણ ગુંચ ન હોય અને ગુંચ દેખાડવામાં આવે ત્યારે શું કરવું ?
શાલીનીએ તેને વિચારમાં પડેલો જોઈ કહ્યું :
" તમે પણ ખૂબ ગૂંચવાતા લાગો છો,તો ચાલો આપણે બંને ભેગા મળીને પ્રયત્ન કરીએ."

"ભેગા મળીને ? પૃથ્વીએ પૂછ્યું : તો પછી ઇનામનું શું ?ઈનામમાં કાંઈ મારો ભાગ ખરો ?"

"જો તમારી મહેનત થી તે ઉકેલી શકાશે તો આપણે બંને ભાગીદાર. હવે કહો ,એ કયો શબ્દ હશે ?"
"મેડમ ચ્હા." એમ બોલતો એક નોકર એ વખતે ડ્રોઈંગ રૂમમાં ચ્હાના બે કપ લાવી ટેબલ પર મૂકી ચાલતો થયો.
"મને શબ્દ મળી ગયો !પૃથ્વી એ કહ્યું.
"મને પણ મળી ગયો !"શાલીની બોલી.

બંનેએ પોત પોતાના કાગળમાં ખૂટતો શબ્દ લખી વાક્ય પૂરું કર્યું.
બંનેએ એકબીજાના શબ્દો વાંચ્યા. બંનેએ આખું વાક્ય નીચે મુજબ લખ્યું હતું :
" હું તમને ચાહું છું."

પૃથ્વી ઘડીક કાગળમાં જોતો હતો તો ઘડીક શાલીનીના ચહેરા તરફ જોતો કાચના કપમાંથી ઘૂંટડો ભર્યો એક જ ઘૂંટડો ભરતા તેણે કહ્યું : "નોકર ચ્હા કહી ગયો ; પણ આ તો કોફી છે?

"શું તમારી પાસે ચાહ નથી?"

પૃથ્વી માથું ખંજવાળવા લાગ્યો અને ધીમે સ્વરે બોલ્યો : "હું ધારું છું કે એનો જવાબ કાગળમાં છે."
***************************

બીજા દિવસની સવારે "લોક સેવક" પ્રગટ થયું ત્યારે તેમાં જાહેર કરવામાં આવ્યું કે મિસ.શાલીની અને મિ. પૃથ્વીના લગ્ન બે મહિના બાદ થશે.

***************************

એ જાહેરાત પછી એક પખવાડિયાની અંદર બદમાશ ટોળીના બાકી રહેલા માણસો પર કેસ ચલાવવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે તેઓને ઘટતી સજાઓ થઈ ગઈ.

પૃથ્વીનું 'લોક સેવક' મુંબઈમાં એક લોકપ્રિય અને સૌથી બહોળી સંખ્યાના ગ્રાહકો ધરાવનાર ન્યુઝ પેપર બની રહ્યું.

બે મહિનાનો સમય જોતજોતામાં પસાર થઈ ગયો.તે દરમિયાન પૃથ્વીએ શાલીનીની મદદથી 'ઠાકોરદ્વાર ' પોતાનું બાપીકું મકાન ખરીદી લીધું .લગ્નનો દિવસ આવતા જ ઘણી ધામધૂમથી ઘાટકોપર ખાતે સર આકાશખુરાનાના બંગલામાં વરકન્યાને પરણાવવામાં આવ્યા.

એ પ્રસંગે દિનકરરાય પૃથ્વીના વડીલ તરીકે અને ઇન્સ્પેક્ટર ખાને શાલીનીના વડીલ તરીકેનું સ્થાન લીધું .એ બંને બિનસત્તાવાર રીતે ઘાટકોપર અને મુંબઈ શહેરના નાગરિકો તરફથી મળેલા પત્રો, કાડૅ,બુકે,ગિફ્ટ કે જે આમ જનતાએ આશિવૉદ રૂપે મોકલેલી તે ભેગી કરીને વર કન્યાના હસ્તમેળાપ વખતે પૃથ્વીને અર્પણ કરી.

મુંબઈના પોલીસ કમિશ્નર થી માંડી સર્વ સાધારણ સિપાહીઓ સુધી આખું પોલીસ ખાતું એ લગ્ન પ્રસંગે ખડેપગે હાજર હતું, તે ઉપરાંત બીજા પણ ઘણા નેતાઓ , અધિકારીઓ અને મુંબઈના બોલિવૂડના સિતારાઓએ પણ હાજર રહી લગ્નની શોભામાં વધારો કર્યો એ દિવસે તો ઘાટકોપરમાં જ નહિ સમગ્ર મુંબઈનગરીના લોકોનો આનંદ ઉત્સવ અવર્ણનીય હતો. ખુબ જ ધામધુમથી આ લગ્ન ઉજવવામાં આવ્યા.

સૌએ આ યુગલને અંતરથી સુખદ લગ્ન જીવન માટે ખુબ જ આશીર્વાદ આપ્યાં અને તમે પણ આશીર્વાદ આપી આ કપલનું મંગલ દીર્ઘાયુ , પ્રેમભર્યું સુખદ લગ્નજીવન ઇચ્છશો એવી ખાતરી સહિત આ વાર્તા અહીં પૂરી કરીએ છીએ.

- નયના વિરડીયા 🙏🙏🙏

✴️🔸🔶🔸✴️સમાપ્ત✴️🔸🔶🔸✴️