Bhavena na Praja vatsal rajvi maharaja saheb shri Krushnkumarsinhji Gohil - 4 in Gujarati Moral Stories by कुंवरसा चेतनसिंहजी गोहिल books and stories PDF | ભાવેણા ના પ્રજા વત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ - ભાગ 4

Featured Books
Categories
Share

ભાવેણા ના પ્રજા વત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ - ભાગ 4

ભાવનગરના રાજા પ્રજાવત્સવલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલસામે ચાલી રાજગાદી ત્યાગ કરવાનો નર્ણય કર્યો અને િદલ્હીમાં મહાત્મા ગાંધજીને મળીને ભારતસંઘના રાજ્યમાં જોડાવવાનો ઐતિહાસિક િનર્ણય જણાવ્યો.

ત્યારબાદ 15 જાન્યુઆરી 1948ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાવનગરની ધારાસભાની અસાધારણ સભામાં ભાવનગરની પ્રજાને એક જવાબદાર રાજતંત્ર આપવાની ઘોષણા કરી હતી.

ઉલ્લેખનીય એ છે કે આઝાદી પછી પણ ઘણા રજવાડાઓ ભારતસંઘ રાજ્યમાં જોડાવા તૈયાર ન હતા. આપણું સ્ટેટ ભારતસંઘ રાજ્યમાં જોડાયા બાદ માર્ગ સરળ બની ગયો હતો.

પ્રજાવત્સલ રાજવી દ્વારા ભાવનગરને અનમોલ ભેટ : શરૂઆતથી જ ભાવનગર સ્ટેટની ઉદારતા અને અદ્દભૂત પ્રયત્ન દ્વારા ભાવનગરને મળેલ અમૂલ્ય ભેટ યાદ કરવાનો આ પવિત્ર અવસર એટલે આઝાદી પર્વ છે.

(1) દેશની સહુ પ્રથમ બેંકીંગ વ્યવસ્થા એટલે દરબાર બેંક (ભાવનગર સ્ટેટની) ત્યારબાદ SBS થઈ અને હાલમાં SBIમાં ભળી ગઈ.

(2) લંડનથી ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ એન્જીનીયર V.C.Mehta દ્વારા કરાયેલું ઉચ્ચ કક્ષાનું ભાવનગરનું ટાઉન પ્લાનીંગ.

(3) ભાવનગર એટલે હિન્દુસ્તાનનું સૌપ્રથમ વોટર ટ્રીટમેન્ટ અને સીવેઝ ટ્રીટમેન્ટ ધરાવતું આધુનિક શહેર(એ સમયે સમગ્ર ભારતના ઈજનેરો આ પ્લાન્ટની મુલાકાતેઆવતા)

(4) સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવેલી ભૂગર્ભ ગટર વ્યવસ્થા.

(5) જુના જમાનામાં ગુજરાતનું ધીકતું બંદર ભાવનગર ન્યુ પોર્ટ તેના ઉપર બનાવેલ લોક ગેઈટ (એન્જી.મીરેકલ) ઓછા ડ્રાફ્ટમાં શીપ બીચ થાય તેવી વ્યવસ્થા આવી વ્યવસ્થા સમગ્ર િવશ્વમાં માત્ર બે જગ્યાએ હતી જેમાંનું એક ભાવનગર.

(6) સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ્સ એન્ડ રીસર્ચ સેન્ટર રાજ્યની એકમાત્ર સંસ્થાએ આપણા મહારાજા સાહેબની ઉદાર સખાવતનું અને દિર્ઘદ્રષ્ટીનું પરિણામ છે.

(7) શહેરની મધ્યમાં આવેલું ગંગાજળીયા તળાવ જેમાં ઉપરવાસ િવસ્તારમાંથી પાણી એકઠું થાય અને એ પાણીથી આસપાસનો િવસ્તાર રીચાર્જ થાય તેવી સુંદર વ્યવસ્થા.

(8) બોરતળાવ ગૌરીશંકર િવશાળ વોટર બોડી સાથે પ્રજાના પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા સાથે હરવાફરવાના સ્થળનું િનર્માણ

(9) દેશનું એકમાત્ર રેલ્વે સ્ટેશનકે જ્યાં મહિલા રેલ્વે કુલી કાર્યરત છે. (ભાવનગર ટર્મીનસ)

(10) ભાવનગર યુનિવર્સીટીમાં સરકારી સીટ ધરાવતી સંસ્થામાં યુ.જી. અને પી.જી. અભ્યાસક્રમો ચાલે તેવી એકમાત્ર કોલેજ યુનિવર્સિટી

(11) ભવ્ય રાજાશાહી યાદ અપાવતી િવજ્ઞાનકોલેજ સર પી.પી. ઈન્સ્ટીટ્યુટ.

(12) એશિયાખંડની બીજા નંબરની ટેકનીકલ કોલેજ સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટ્યુટની ભવ્યતા સભર બિલ્ડીંગ અને શિક્ષણ.

(13) શહેરના ટ્રાફીકમાં અટવાયા િવનાશહેરની બહાર નીકળવા માટે શહેર ફરતી સડકની સુંદર ઉત્તમ વ્યવસ્થા.

(14) શહેર અને રાજ્યના જાહેર આરોગ્ય માટે સર તખ્તસિંહજી હોસ્પિટલની સ્થાપના આજે જેના પરિણામે ભાવનગર શહેરને મેડીકલ કોલેજ મળી છે.

(15) જુનાબંદરમાં અનાજના ગોડાઉન મીઠાના અગરો સુધી સીધી જ રેલ્વે લાઈન પહોંચે તેવી અદ્યતન સુવિધા.

(16) શહેરની મધ્યમાં પ્રકૃતિ સભર વિવિધ વન્યજીવોનું રહેણાંકીય જંગલ-વિકટોરીયાપાર્ક.

(17) શહેરની મધ્યમાંથી પસાર થતી ત્રાપજ બંગલા સુધીની નેરોગેજ રેલ્વે લાઈન જે શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી. હાલ બંધ થઈ ગઈ છે.

(18) શિક્ષણના પાયાના પત્થર સમાન ગીજુભાઈ દ્વારા સ્થાપિત દક્ષિણામૂર્તિ સંસ્થાને જમીન આપવાની રાજવી પરિવારની ઉદાર સખાવત.

(19) શહેરના મુખ્ય િવસ્તારને આવરી લેતી વરસાદી પાણીના નીકાલની વ્યવસ્થા માટે નેચરલ ડ્રેઈન કેનાલ-કંસારા કેનાલની ઉત્તમ સુવિધા.

(20) આ ઉપરાંત ભાવનગરના હેરીટેઝ સ્ટ્રક્ચર જેવા કે, જૂની શામળદાસ કોલેજ, મોતીબાગ ટાઉનહોલ, ભાવનગર રાજાની છત્ર વાડી, નાની માજીરાજ, ઘોઘાગેઈટ પાસે લાલ દવાખાનું, સીમ્પસ ફુવારો, નિલમબાગ પેલેસ, ગાંધી સ્મૃતિ, જુનો દરબારગઢ, હાઈકોર્ટ બિલ્ડીંગ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, દરબારી કોઠાર, તખ્તેશ્વર મંદિર, બાર્ટન લાઈબ્રેરી, ગંગાદેરી, સર તખ્તસિંહજી હોસ્પીટલ, જશોનાથ મંદિર સહિતના ભાવનગરના તમામ પુરાતન શિવમંદિરો. આ તમામ કલાસ્થાપત્યના અપ્રતિમ નમૂના શહેરની શાન અને શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પ્રજાવત્સલ રાજવી પરિવાર શ્રીકૃષ્ણકુમારસિંહજીએ આઝાદી પૂર્વે આ અનમોલ ભેટ ભાવનગરની પ્રજાને ચરણે ધરી દીધી. આ રીતે ભાવનગર સ્ટેટ દુિનયાના દરેક ક્ષેત્રમાં ભવ્ય અને અમૂલ્ય સંસ્કાર સભર વારસો ધરાવે છે. જે ગૌરવની વાત છે. આજે આઝાદી પર્વએ ઋણ અદા કરવાની ભાવના સાથે રાજવી પરિવારને શત્ શત્ વંદન કરીએ.


બ્રાઝીલ પાસેના પરાના સ્ટેટમાં છે ભાવનગર બ્રીડના હજ્જારો ગૌ-વંશ
- આજે બોળચોથ - ગૌવંશ ના પૂજન નુ પર્વ

શ્રાવણ વદ ચોથ-બોળચોથ તરીકે ઉજવાય છે. શ્રાવણી પર્વસમુહમાં આ પ્રથમ દિવસ છે. સોમવાર - આ દિવસે ગૌવંશ અને ખાસ કરીને ગાય અને વાછરડાની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અને સંસ્કૃતિ મુજબ આ ક્રિયાકાંડ થાય છે જ્યારે ગૌ-વંશની સ્થિતિ જુદી છે. પ્રત્યેક શહેર-ગામમાં રખડતી ગાયો, આખલા, ખૂંટનો ત્રાસ કાયમી બન્યો છે. આ પરિપેક્ષ અને આ બોળચોથના દિવસે ઇતિહાસ પર નજર કરતા પશુપાલન અને જીવદયા-સંસ્કાર મૂલ્યના ઉદાહરણ જોવા મળે છે.

ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પશુપાલન પ્રેમ અને જીવમાત્ર પ્રત્યે અનુકંપાના દસ્તાવેજ રૃપે ભાવનગરી ખૂંટનો દેહ આજે પણ દ. અમેરિકામાં સચવાયેલો છે. આઝાદી પછીના એ સમયમાં બ્રાઝીલ પાસેના પરાના રાજ્યના મોટા પશુપાલક મિ.ગ્રેસિયા સિડ ભારતમાંથી પણ સારા પશુઓ લઈ જતા અને પોતાના દેશમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ ચલાવતા. મિ. સિડને ભાવનગરની દરબાર ગૌશાળામાં ઉત્તમ કોટીનો ખૂંટ હોવાની માહિતી મળી તે ભાવનગર આવ્યા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળ્યા. સિડએ આ કૃષ્ણાખૂંટ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી કોરો ચેક આપ્યો. મહારાજાએ આ પશુપાલકની પારખુ નજર અને પરદેશમાં ગુજરાતની એક બીડ-ઔલાદ ઉભી થાય તે હેતુથી ખૂંટ આપ્યો. મિ.સિડના મતે આ ખૂંટની કિંમત ૫૦,૦૦૦ હતી પરંતુ કૃષ્ણકુમારસિંહજીએ માત્ર રૃા.૧૦,૦૦૦ જ ચેકમાં લખ્યા.

આ ખૂંટ બ્રાઝીલના પરાના રાજ્યમાં લઈ જવાયો જ્યાં તેના દ્વારા ધણ ઉભું થયું જેને ભાવનગર બ્રીડ-ભાવનગર ઔલાદ તેવું નામ અપાયું. આ કૃષ્ણાખૂંટ અને તેના બીડ એટલી ઉપયોગી સાબિત થઈ અને ત્યાંના રાજયાધિકારીઓને એટલી પસંદ પડી કે 'કૃષ્ણા'ના મૃત્યુ બાદ તેના દેહને સ્ટફ કરી પરાના મ્યુઝીયમમાં મુકાયેલ છે. કૃષ્ણકુમારસિંહજી ૧૯૬૩માં યુરોપ ગયા ત્યારે મિ.સિડએ તેમને સપરિવાર આગ્રહસહ પરાના સ્ટેટ બોલાવ્યા અને તેમના હસ્તે મહારાજ કૃષ્ણકુમારસિંહજી રોડ નામકરણ પણ થયું. એક પશુના કારણે આજે પણ ભાવનગરનું નામ વિદેશમાં ગૌરવ સાથે લેવાય છે અને આજ ભાવનગરમાં રખડતા આખલા, ખુંટ, ગાયને કારણે લોકો ત્રસ્ત છે.

કૃષ્ણા ખુંટ દ. અમેરિકાના પશુપાલક લઈ ગયા તે પૂર્વે તે સમયની સૌરાષ્ટ્ર સરકારે પણ આ ખૂંટની માગણી કરી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સંમતિ આપી સરકાર કિંમત નક્કી કરે તેમ જણાવ્યું. સરકારી અધિકારીઓ કિંમત એટલી ઓછી જણાવી કે મહારાજાને લાગ્યું આ લોકોને પશુના યોગ્ય મુલ્ય વિશે ખબર નથી તે તેનો ઉછેર અને જાળવણી પણ ન જ કરી શકે. મહારાજાએ ખૂંટ ન આપ્યો. દેશ માટે પ્રથમ રાજ્ય સમર્પિત કરી દેનાર રાજવીને પૈસાનો સવાલ ન હતો પરંતુ પશુના જતનની ચિંતા હતી તેનો આ કિસ્સો ઉદાહરણરૃપ છે.

ખરી ગૌ-સેવા શું છે તેની સત્ય ઘટના મુકુંદરાય પારાશર્યના સત્યકથાઓ પુસ્તકમાં વાંચવા મળે છે. ગોહિલવાડના એક ગામની મોંઘીબા નામની વિધવાએ પતિની ઉત્તરક્રિયામાં ઘરની દુઝણી ગાય ગૌદાનમાં આપી દીધી. ગૌ-સેવા કરતા દંપતિની આ વિધવાને બીજી ગાય લઈ લેવા માટે ગામના ગરાસિયા દરબારે જણાવ્યું. ઠીક પડે તે ગાય લઈ જવા દરબારે જણાવ્યું ત્યારે વસુકી ગયેલી ગાય પસંદ કરી મોંઘીબા ઘરે લઈ ગયા. કોઈ દુઝણાની આશા વગર માત્ર ગૌસેવા માટે આ ગાય લીધી અને જીવંત પર્યત તેની સેવા કરી. છેલ્લા દિવસોમાં શરીર અટક્યું ત્યારે વૈદ્યએ દૂધ લેવા જણાવ્યું પરંતુ સમજણા થયા બાદ દૂધ, ઘી, દહીં કે છાસ પણ ન લેનાર મોંઘીબાએ દૂધ ન જ લીધું. તેમનું મૃત્યુ પણ ફળીયા બાંધેલી ગાય પાસે જ થયુ ંહતું. આ સત્ય ઘટના એ પુસ્તકમાં હૃદયદ્રાવક શબ્દો સાથે લખાયેલી છે. એક તરફ આવા વ્યક્તિ પણ હતા - હોય છે તો બીજી તરફ પોતાના દુઝણા ઢોરને ગામમાં પ્લાસ્ટીક ખાવા રખડતા મુકી દેનારા માલધારીઓ પણ છે.