કામજીવન ને લગતા કેટલાક સુવાક્યો..
***************************
1) ચુંબન (kiss) વગર નો સંભોગ( Sex) એ મીઠા ( salt) વગર ના ભોજન સમાન છે.
(2) ફોરપ્લે ,ઇન્ટરકોર્સ અને આફટર પ્લે .. આ ત્રણ ક્રમ માં સેક્સ કરવાથી.. સંતોષ અને સુખ વધે છે.
(3) સંભોગ નું મહત્વ ત્રીજા ક્રમે પહેલું સાથે રહેવાનું સુખ બીજું એક બીજા પ્રત્યે રોમાન્સ અને આત્મીયતા..
(4) શરીર ને સુખ ,મન ને પ્રેમ અને આત્મા ને તૃપ્તિ ત્રણેય સંભોગ આપી શકે.. તમે કોને મહત્વ આપો છો?
(5) હસ્તમૈથુન કરનાર અને સેક્સ ની લાગણીઓ દબાવનાર બન્ને માંથી હસ્તમૈથુન કરનાર વધુ સહજ છે.
(6) હસ્તમૈથુન પોતાના સુખ માટે કરાય છે, વ્યસન ની જેમ કે ઇન્દ્રિય પર જુલમ કરવા માટે નહીં.
(7) કોન્ડોમ વાપરવી એટલે પોતાના અને પોતાના પાર્ટનરના જાતીય સ્વાસ્થય ની કાળજી લેવી.
(8) જો તમે પાર્ટનર ની કદર કરો છો, તેને પ્રેમ કરો છો અને એનું સમ્માન કરો છો.. તો દામ્પત્ય જીવન નીરખી ઉઠશે.
(9) લવ ગેમ્સ અને સેક્સ્યુઅલ મસાજ સંભોગ ને વધુ આનંદદાયક બનાવે છે.
(10) નવા કપલ્સે આ ત્રણ કર્યો કરવા અને લાઈફટાઈમ કરવા..
* સાથે ચેસ, પત્તા,બેડમિન્ટન,કવોશ,સ્વિમિંગ અને ટેબલ ટેનિસ જેવી રમતો અવશ્ય રમવી.
* સાથે છોડ ઉગાડવા ,ગાર્ડનિંગ કરવું અને બાગમાં સાથે ચાલવા જવું.
*યોગા,હિલિંગ ,કસરત ,જિમ અને પ્રાર્થના સાથે કરવી.
(11) પ્રિય પાર્ટનર ના શબ્દો કરતાં એના હાવભાવ અને મનોસ્થિતિ ને વધુ મહત્વ આપવું. કડવા શબ્દો અને શાબ્દિક અપમાન જેટલી જલ્દી ભૂલશો, એટલું વધુ સારું ..
પુરુષો અને સ્ત્રીઓ બન્ને માટે આ પ્રશ્ન જરૂરી
**********************************
જ્યારે તમે ટીનએજ માં હોવ,તમે અરેન્જ મેરેજ કર્યા હોય અથવા તમે કોઈ.પણ રીતે તમારા પાર્ટનર ને પહેલેથી બરાબર ન જાણતા હોવ તો તમારે પાર્ટનર સાથે સેક્સ સંબંધ બાંધતા પહેલા આ બાબતો વિશે ચર્ચા કરવી જરૂરી છે.
(1) તમારા પાર્ટનરનું બોડી હાઇજિન એટલે કે એ પોતાના શરીરને કઈ રીતે સાચવે છે? પોતાના ગુપ્તાંગને નિયમિત સાફ રાખે છે કે નહીં?
(2) તમારા પાર્ટનરને બાળપણમાં કોઈ જાતીય સતામણી નો અનુભવ થયો છે અથવા એમનું બાળપણ બધી રીતે સલામત હતું કે નહીં?
(3) તમારા પાર્ટનરને પહેલી વાર સેકસ વિશે જાણકારી ક્યારે મળી.. ક્યાં રિસોર્સ દ્વારા.. શું એને હસ્તમૈથુન કરવાની ટેવ છે ? અથવા એ હસ્તમૈથુન વિશે શું માને છે?
(4) તમારા પાર્ટનરને કોન્ડોમ વિશે ,ફોરપ્લે વિશે અને ઇન્ટરકોર્સ વિશે સમજ છે?
(5) પાર્ટનર પોર્ન અથવા અશ્લીલતા જોવે છે . એ પોર્ન ને સહજ રીતે લે છે કે પોર્ન નો/ની બંધાણી છે?
(6) તમારા પાર્ટનરની રિલેશનશિપને લઈને કોઈ ફેન્ટસી છે?
(7) તમારા પાર્ટનર ને તેનો કયો બોડી પાર્ટ સૌથી વધુ સેન્સિટિવ અને સેક્સી લાગે છે?
(8) તમારા પાર્ટનરને વ્યસન છે? ગાળ બોલવાની ટેવ છે? એ સ્ટ્રેસ અને ડિપ્રેશન નો શિકાર હતો/હતી જો હા, .. તો કારણ જાણી લેશો. જરૂર જણાય ત્યાં.. યોગ્ય થેરાપી અને કાઉન્સેલિંગ પણ લેશો.
આ બાબતો ઘણી નાજુક છે.. આ બાબતો અંગે જો તમારા મગજ માં કલેરિટી હશે. તો કપલ તરીકે બન્નેની સેક્સલાઇફ ઘણી સારી જશે. અને સેક્સ ના કારણે થતા સંબંધ વિચ્છેદ અને અફેર્સ નું પ્રમાણ ચોક્કસ ઘટશે. ઉપરથી તમે સેક્સ્યુઅલ ઇન્ફેક્શન અને અબયુઝ થી બચી શકશો.
મુખવાસ : પાર્ટનર માટે સામીપ્યની ક્ષણ પ્રેમાળ ,રોમેન્ટિક અને હૂંફ વાળી બની રહે.. એની મરજી જાણી ,પૂરતા ફોરપ્લે પછી જો સમાગમ કરવા માં આવે તો જાતીય જીવન માં ઉમંગ અને ઉત્સાહ હમેશા રહે છે.સેક્સ લાઈફ માં વૈવિધ્ય,ફોરપ્લે ની કળા માં પણ નવીનતા સેક્સલાઇફ માં ચાર ચાંદ લગાવે છે.. પરંતુ એ કપલ્સ માંથી બન્ને માટે કમ્ફર્ટેબલ હોવું જોઈએ. ફોરપ્લે માં વધુ સમય લગાવવાથી કપલ્સ એકબીજાની પસંદ ના પસંદ જાણી શકે છે.
ક્વોટ : સંભોગ કોઈ હમણાં જ નીકળી ગયેલી બસ નથી.. જેને પકડવા માટે ફટાફટ દોડવું પડે.. નહી તો .. રહી જવાય..
જરા.. ધીરે સે .. પ્યાર સે... ઔર પેશન સે આગે જાવ.. ખુદ ભી ખુશ રહો.. પાર્ટનર કો ભી ખુશી દો.
લેખ ગમ્યો હોય તો ખુલ્લા દિલથી લાઈક કરજો.