મીત જેનીને કહી રહ્યો હતો કે, બસ તો પછી, ભોગવે તેની ભૂલ. તે સુજોય સાથે લગ્ન કર્યા છે તો તેની જે પરિસ્થિતિ હોય તે તારે સ્વીકારવી જ રહી માટે તે માટે તારે તૈયાર રહેવાનું અને ખૂબ હિંમત રાખ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખ ઈશ્વરને પ્રાર્થના કર કે સુજોયનો ખૂની જલ્દીથી પકડાઈ જાય અને તને આ બધામાંથી છૂટકારો મળે. આમ હિંમત હારી જઈશ તો કઈરીતે ચાલશે ?
જેની: હા સાચી વાત છે તારી મારે હિંમત તો રાખવી જ પડશે. (જેની થોડી મક્કમ થતાં બોલી.)
જેની: એક છેલ્લો પ્રશ્ન પૂછું તને ?
મીત: હા બોલ.
જેની: તું આજે રાત્રે મારા ઘરે મારી સાથે રોકાવા માટે આવીશ ? કારણ કે મને આખી રાત ઉંઘ નથી આવતી અને ખૂબ ખરાબ ખરાબ વિચારો અને ખરાબ સ્વપ્ન આવ્યા કરે છે. પ્લીઝ મારી સાથે રોકાવા માટે આવ ને.. એટલું કરને મારા માટે.. તારી આ ઓલ્ડ ફ્રેન્ડ જેની માટે.. પ્લીઝ.. પ્લીઝ..
જેનીની આજીજીભરી રીક્વેસ્ટથી મીતનું મન થોડું પલળી ગયું અને તેને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા જ્યારે તેણે અને જેનીએ કેટલીયે પાર્ટીઓ સહીયારી ગોઠવી હતી અને એન્જોય કરી હતી અને કેટલીયે રાતો એક છત નીચે એક જ ઘરમાં લંડનમાં સ્થિત પોતાના બંગલામાં સાથે ગાળી હતી પરંતુ તે વખતે તે બંનેની વચ્ચે નિર્દોષ ફ્રેન્ડશીપ સિવાય બીજું કંઈ જ નહોતું અને આમ મીત થોડી ક્ષણો માટે પોતાના અતીતમાં ખોવાઈ ગયો...
પરંતુ જાણે ચારસો ચાલીસ વોલ્ટનો તેને કરંટ લાગ્યો હોય તેમ એકદમથી તેનાં મોબાઈલમાં સાંવરીનો ફોન આવ્યો અને જે તેને તેના અઘરા અતીતથી ખૂબસુરત પત્ની સાથેના ખૂબસુરત વર્તમાન તરફ પાછો ખેંચી લાવ્યો અને તેનાં મોંમાંથી અચાનક બે ત્રણ શબ્દો સરી પડ્યા કે, " ના ના, મારી સાંવરીનું શું ? આ તો જેની તો પાગલ છે એનો હસબન્ડ તો ગયો અને સાથે સાથે મારા પણ ડાયવોર્સ કરાવી દેશે અને તે વિચાર માત્રથી જાણે તે ફફડી ગયો...!!
તેનાં મગજમાં આ વિચારનું એક એવું ઝોકું આવી ગયું જેણે તેને હચમચાવી મૂક્યો અને આ બાજુ સાંવરી તેને પૂછી રહી હતી કે, " ક્યાં છે તું ? હું લેપટોપમાં કામ કરતી હતી અને એટલીવારમાં તું ક્યાં ગાયબ થઈ ગયો ?"
મીત: બસ અહીંયા ઓફિસમાં જ છું. આવ્યો ડાર્લિંગ બે જ મિનિટમાં અને મીત ઉંઘમાંથી ઉઠ્યો હોય તેમ જાણે દોડીને ભાગ્યો અને પોતાની કેબિનમાં ગયો. સાંવરી તેને કંઈક કહેવા માંગતી હતી એટલે તે થોડી એક્સાઈટેડ હતી.
મીત પોતાની કેબિનમાં જઈને સાંવરીની ચેરની પાછળની સાઈડ ઉભો રહ્યો અને પાછળથી તેણે પ્રેમથી સાંવરીના ગળામાં પોતાના બંને હાથ પરોવ્યા અને તેની તરફ આગળ તે ઝૂકી ગયો તેના ગાલ સાંવરીના ગાલને સ્પર્શ કરી રહ્યા હતા અને તેને રોમાંચ થઇ રહ્યો હતો અને તેટલા જ વ્હાલથી તે સાંવરીને પૂછવા લાગ્યો કે, " બોલ માય ડિયર શું કહેતી હતી..? "
સાંવરી: એક વાત કહું મીત તને..??
મીત: હા બોલ ને ડિયર..
સાનીયા: જો અહીં આ લેપટોપમાં જો આ આપણાં સ્ટોકમાં મને કંઈ ગોલમાલ થતી હોય તેમ લાગે છે.
મીત: સ્ટોકમાં ગોલમાલ ? ના ના એવું કંઈ ન હોય તું ખોટી વાત કરે છે.
સાંવરી: ના ના એવું નથી તું જો ને યાર અહીંયા, પછી મને કહે જો આ સ્ટોક જે ક્વોન્ટીટીમાં આવ્યો છે તે ક્વોન્ટીટીમાં સેલ નથી થયો...
મીત સાંવરીને વચ્ચે જ અટકાવતાં બોલ્યો, " તો પછી હાજર સ્ટોકમાં જો ત્યાં પડ્યો હશે. "
સાંવરી: ના એવું પણ નથી તે માલ હાજર સ્ટોકમાં પણ નથી બતાવતો અને જે સ્ટોક આવ્યો છે તેમાંથી થોડો સેલ થયો છે અને બીજો માલ હાજર સ્ટોકમાં પણ નથી અને નીચે ઝીરો ઝીરો માલ બતાવે છે તો વધેલો માલ ગયો ક્યાં ? મતલબ કે, કંઈક લોચા છે.
મીત: અરે યાર કંઈ લોચા ન હોય તું શાંતિથી જો બધો તાળો મળી જશે અને આમ ખોટી ખોટી ચિંતા ન કર્યા કર અને કોઈની ઉપર શંકા ન કરીશ. બહુ વર્ષોથી આ ઓફિસ આમજ ચાલે છે અને સરસ જ ચાલે છે. કદી કોઈ પ્રોબ્લેમ થયો નથી.
સાંવરી: તું ભલે ગમે તે કહેતો હોય પણ મારું મન માનતું નથી આ એક અને એક બે જેવી વાત છે મારા મગજમાં આ વાત બેસતી નથી અને પછી તે ઓસ્ટિનને થોડી પૂછપરછ કરવા માટે અંદર પોતાની કેબિનમાં બોલાવે છે.
ઓસ્ટિન મીતની કેબિનમાં આવે છે.
ઓસ્ટિન: જી, સર આપે મને બોલાવ્યો.
મીત: મેં નહીં મેડમે તને બોલાવ્યો તેમને કંઈક કામ છે તારું.
ઓસ્ટિન: જી મેડમ, બોલો શું કામ હતું.
સાંવરી: ઓસ્ટિન આપણે ત્યાં માલ ખરીદનું અને વેચાણનું કામ કોણ સંભાળે છે ?
ઓસ્ટિન: જી મેડમ, એ તો છેલ્લા બે વર્ષથી ડિસોઝા મેમ જ સંભાળે છે. કેમ કંઈ પ્રોબ્લેમ થયો?
સાંવરી: ના ના કંઈ પ્રોબ્લેમ નથી થયો. એ તો હું જસ્ટ જાણવા માટે જ પૂછું છું.
ઓસ્ટિન: જી મેમ ઓકે મેમ.
સાંવરી: અને આપણી કંપનીમાં કેટલો માલ આવ્યો અને આવેલા માલનું વેચાણ કેટલું થયું અને હાજર સ્ટોકમાં કેટલો માલ પડ્યો છે તેનું રિપોર્ટીંગ કરવાનું કામ કોણ કરે છે ?
ઓસ્ટિન: જી, મેમ એ બધું મોટાભાગનું કામ તો દિવાકરસર જ સંભાળે છે.
સાંવરી: ઓહ આઈ સી. ઓસ્ટિન યુ કેન ગો નાઉ.
ઓસ્ટિન: જી, થેન્ક્યુ મેમ.
અને હવે સાંવરી વધુ વિચારમાં ખોવાઈ ગઈ અને તે ફરીથી મીતને કહેવા લાગી કે, " એક વાત કહું મીત આપણે આવ્યા છીએ તો થોડા દિવસ આપણે થોડી વોચ રાખવી જોઈએ અને તો જ આ ઓફિસમાં શું ચાલે છે અને કેમનું ચાલે છે તેની બધી આપણને ખબર પડે.
મીત: (મીતે સાંવરીના ગળામાં પરોવેલા પોતાના હાથ પાછા લીધા હતા અને પોતાની કેબિનની વિશાળ બારીમાંથી લંડનનો સુંદર રોડ તે નીરખી રહ્યો હતો અને બોલી રહ્યો હતો. ) અરે ભાઈ તારે જે વોચ રાખવી હોય તે રાખ અને જેની ઉપર રાખવી હોય તેની ઉપર રાખ મને કંઈ પ્રોબ્લેમ નથી અને બોલ આજે બીજે ક્યાંય ફરવા માટે બહાર જવું છે ? અને ડિનર માટે કોઈ ફાઈવસ્ટાર હોટેલમાં જવું છે તો હું ટેબલ બુક કરાવીને રાખું ?
સાંવરી: ના ના આજે ક્યાંય નથી જવું આજે તો મારે હજુ આ લેપટોપનું કામ પૂરું થાય એટલે ઓફિસ વીઝીટ કરવી છે અને પછી આપણાં ગોડાઉનની વીઝીટ પણ કરવી છે.
મીત: ગોડાઉનની વીઝીટ ? આજે ને આજે ને બધું કામ પૂરું નહીં થાય એક કામ કર તારે લેપટોપનું કામ પૂરું થાય એટલે તું આજે ઓફિસ વીઝીટ પતાવી દે આપણે ગોડાઉનની વીઝીટ કરવા માટે આવતીકાલે જઈશું.
સાંવરી: ઓકે.
મીત વિચારી રહ્યો હતો કે આ સાંવરીને જરાપણ જપ નથી હજી કાલે તો અહીં આવ્યા છીએ અને આજે જ ઓફિસમાં આવ્યા અને આજે ને આજે બધો હિસાબ કિતાબ જોવા મંડી પડી છે એને થાક પણ લાગતો નથી કે કંટાળો પણ આવતો નથી.
હજુ તો મીત આમ વિચારી રહ્યો છે એટલીવારમાં સાંવરીએ મીસીસ ડિસોઝાને પોતાની કેબિનમાં બોલાવ્યા અને તે તેમને પૂછપરછ કરવા લાગી કે, " આપણે જે માલ મંગાવીએ છીએ તે કેટલો મંગાવવો તે કોણ નક્કી કરે છે તમે નક્કી કરો છો ? "
મીસીસ ડિસોઝા: ના મેડમ એ તો દિવાકર સર જ નક્કી કરે છે અને મને મેસેજ કરી દે છે એટલે હું તેટલો માલ મંગાવી લઉં છું.
સાંવરી: અને પછી તે સેલ કરવાનો હોય અને ટ્રાન્સપોર્ટમાં મોકલવાનો હોય ત્યારે તમને કોણ કહે છે કે, કેટલો મોકલવાનો છે.
મીસીસ ડિસોઝા: જી મેડમ, એ પણ મને દિવાકર સર જ કહે છે કે, આટલું સેલીંગ છે અને આટલો માલ ડિસ્પેચ કરવાનો છે પછી હું તે પ્રમાણે એન્ટ્રી કરી દઉં છું.
સાનીયા: ઓકે, પછી જ્યારે માલ આપણાં ગોડાઉનમાંથી ડિસ્પેચ કરવાનો હોય ત્યારે આપણાં ગોડાઉન ઉપર કોને મોકલવામાં આવે છે કોણ ત્યાં હાજર રહે છે તમે જાવ છો કે બીજું કોઈ જાય છે ?
મીસીસ ડિસોઝા: ના મેડમ, હું તો ક્યારેય આપણાં ગોડાઉન ઉપર ગઈ જ નથી. મેં તો આપણું ગોડાઉન જોયું પણ નથી પરંતુ આ બધા જ કામ માટે દિવાકર સર જ ગોડાઉન ઉપર જાય છે એટલી મને ખબર છે.
સાંવરી: ઓકે, આઈ સી. હવે તમે જઈ શકો છો.
મીસીસ ડિસોઝા: જી, થેન્ક્યુ મેમ.
અને મીસીસ ડિસોઝા મીતસરની કેબિનમાંથી બહાર નીકળ્યા અને પોતાની જગ્યાએ પાછા ગોઠવાઈ ગયા પરંતુ આ બધું જોઈને, પૂછપરછ કર્યા પછી તેણે જે સાંભળ્યું તે સાંભળીને સાંવરીનું મગજ હલી ગયું હતું અને જાણે કામ કરતું બંધ થઈ ગયું હતું. તે વિચારી રહી હતી કે, નક્કી આપણાં માલની કંઈક આઘી પાછી થતી હોય તેમ લાગે છે. ગમે તે કોઈ છે જે ઉપરનો માલ અધ્ધર કરી દે છે અને માટે જ તેનો ઉલ્લેખ હિસાબમાં નથી અને તે માલના પૈસા તેના પોતાના ખિસ્સામાં જતાં હોય તેમ લાગે છે. નક્કી કંઈક ગોલમાલ છે અને તે ઉંડા વિચારમાંથી બહાર આવી અને તેણે એક ઉંડો નિસાસો નાખ્યો અને તે બબડી, નક્કી આપણી કંપનીમાં કોઈ ચોર છે.
મીત: શું બબડે છે એકલી એકલી ?
સાંવરી: હું તને કહીશ તો તું નહીં માને પણ નક્કી આપણી કંપનીમાં કોઈ ચોર છે જે માલની આઘી પાછી કરે છે અને તે વેચી દે છે અને તે પૈસા પોતાના ખિસ્સામાં મૂકે છે.
મીત: એવું કંઈ ના હોય યાર અને એવું કંઈ હોય તો અત્યાર સુધી પકડાયા વગર થોડું રહે ? તું પણ યાર ક્યાં લાંબુ લાંબુ વિચારે છે ?
સાંવરી: દેખતે હૈ આગે આગે હોતા હૈ ક્યા ? અને વિચારમાં ખોવાયેલી અને ચિંતામાં ડૂબેલી સાંવરી ચૂપ હતી...એક ચોક્કસ સમયની રાહ જોઈ રહી હતી..જાણે તોફાન પહેલાંની ખામોશી વર્તાઈ રહી હતી...
મીત અને સાંવરીની સહિયારી કંપનીમાં કોઈ ચોર છે કે નહિ ? સાંવરીનું અનુમાન સાચું પડશે ? કોણ હશે ચોર ? સાંવરી તેને રંગે હાથ પકડી શકશે ? મીત તેને આ બધું કરવા દેશે ? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે ??
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/2/24