Sapt-Kon? - 23 in Gujarati Classic Stories by Sheetal books and stories PDF | સપ્ત-કોણ...? - 23

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સપ્ત-કોણ...? - 23

ભાગ - ૨૩

"તો સાંભળો....." રઘુકાકાએ વાતની શરૂઆત કરી એ સાથે જ આઠ આંખો એમને જોઈ રહી અને આઠ કાન વ્યાકુળતાથી વાત સાંભળવા અધીર બન્યા.....

@@@@

"હું ક્યાં છું?" અફાટ રણની રેતીના ઢૂવા પર ઉગેલા કાંટાળા થોરમાં ભેરવાયેલી ઓઢણીનો છેડો બહાર કાઢવા મથતી ઈશ્વાના ચહેરા પર કંટાળો અને થાકમિશ્રિત ભાવ ડોકાઈ રહ્યા હતા. બે દિવસની અપુરતી ઊંઘ અને બે સદીના સફરની મજલથી હાંફી ગઈ હતી.

"સુખલી.... સુખલીઈઈઈઈઈ....." અવાજ સાંભળતાં જ ઈશ્વાએ પાછળ જોયું તો રાજકુમાર જેવો પહેરવેશ ધરાવતો કોઈ મૂછાળો નવયુવક સાંઢણી પર સવાર થઈ એની તરફ આવી રહ્યો હતો.

"બીજુ, માલિની અને હવે સુખલી......?" મનમાં ઉભરાતા પ્રશ્નોને મનમાં જ ડામી દઈ ઈશ્વા થોરને અઢેલીને ધડ કરતીક બેસી ગઈ અને એની આંખો આવનાર યુવક તરફ મંડાઈ.


"સુખલી.... હું આવી ગયો.... સુખલી... થને લેવા..." સાંઢણીએથી નીચે ઉતરી યુવાને સાંઢણીને છૂટી મુકી દીધી અને ઈશ્વાની નજીક આવ્યો.

"કોણ. ... કોણ છે તું. ... ?"

"સુખલી... હું ઉજમ, થારો ઘણી.... થારો બાલમ.... યાદ કર.."

"ઉજમ...." ઈશ્વાએ આંખો બંધ કરી હથેળીથી ઢાંકી દીધી અને સમયે ફરી નવો વળાંક લીધો અને સમયના ઊંધા વહેતા પ્રવાહ સાથે ઈશ્વા પહોંચી ગઈ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં, સુમેરગઢ....

રાજસ્થાનની ચળકતી સોનેરી રેતી સમ ચળકતું રજવાડું એટલે સુમેરગઢ... વીર અને ન્યાયપ્રિય રાજા માનસિંહ ચૌહાણ અને દયા સાથે કરુણાની મૂર્તિ એવા રાણી ઇન્દુમતી, પ્રજા માટે લાગણી અને સ્નેહ, માં ભોમ માટે મરી ફિટવા સદા તૈયાર એવા જાનબાઝ કુંવર કરણસિંહ અને કુંવર ઉજમસિંહથી શોભતું સુમેરગઢ રાજસ્થાનમાં માનભેર પોતાનો દબદબો જાળવતું ઉભું હતું.

નામ પ્રમાણે જ માન ને મોભો ધરાવતા રાજા માનસિંહ ચૌહાણ, મેવાડના ગણ્યાગાંઠ્યા વીર રાજાઓમાંના એક હતા. મજબૂત બાંધો, ગૌર વર્ણ, વળ પાયેલી મૂછો, કેડે લટકતી તલવાર, સોનેરી જરીભરતવાળું રેશમી પહેરણ, સફેદ, રેશમી ચુડીદાર અને માથે ક્લગી ધરાવતો લહેરિયો રજવાડી સાફો, પાણીદાર આંખો, રણકતો પહાડી અવાજ એમને બીજા રાજાઓથી જુદા તારવતા હતા. એમની સાથે શોભતા રાણી ઇન્દુમતીનું રૂપ પણ સ્વર્ગની અપ્સરાઓને શરમાવે એવું હતું. કરણસિંહ અને ઉજમસિંહ પણ કદકાઠી અને રૂપમાં માતા-પિતાથી સવાયા હતા. પોતાની કોડીલી કન્યાને સુમેરગઢના કુંવરો સાથે પરણાવવા કેટલાય રાજાઓ, જમીનદારો અને માલેતુજારો ઉત્સુકતાથી સુમેરગઢના ચક્કર કાપતા પણ હજીય બંને કુંવરો ઘોડીએ ચડ્યા નહોતા.

"ઇન્દુદેવી, હવે થારો સાસુ બનવાણો સમય પાકી ગયો છે, બંને કુંવરોને કહો હવે કન્યા પસંદ કરે અને આપણા મહેલમાં ઝાંઝરીનો ઝમકાર અને ઘૂઘરીઓનો રણકાર સંભળાવે. આટઆટલી સુકન્યાઓના માગા આવે છે પણ આપણા સુપુત્રોને એકેય પસંદ નથી આવતી, લાગે છે હવે મારે દૂર દેશાવરની કન્યા શોધવી પડશે." મહેલના રસોઈયાએ બનાવેલા સ્વાદિષ્ટ બત્રીસ પક્વાનને ન્યાય આપતા માનસિંહે પત્ની ઇન્દુમતી સમક્ષ વાત છેડી.

"તમારી વાત સાવ સાચી છે પણ મ્હારું કહ્યું કોણ માને છે? બેય રાજકુમારો કહે છે કે અમે બાબા'સા જેવું કોઈ પરાક્રમ કરી દેખાડીએ પછી જ ઘોડીએ ચડશું. આજ સવારથી બેય નીકળી ગયા છે શિકાર કરવા, વળી પાછું કોઈ મૂંગું, નિર્દોષ જીવ હણાશે ને જીવહત્યાનું પાપ માથે લઈને બેય હરખાતા આવશે. બીજી કોઈ એબ નથી બેયમાં પણ આ શિકારની વાત આવે છે ત્યારે મ્હારો જીવ બળે છે. કોઈ નિર્દોષને મારીને મર્દાનગી સાબિત કરવાની પરંપરા ચૌહાણ ખાનદાનમાં વર્ષોથી ચાલી આવી છે, આ એક જ વાત છે જે મને અંદરોઅંદર કોરી ખાય છે. પ્રજાની રક્ષા, એમની ખુશાલી, સ્ત્રીઓનું માન જાળવવું, એ પણ એક પ્રકારની મર્દાનગી જ છે ને..."

"બસ. ..... બહુ બોલી લીધું રાણી'સા.. શિકાર કરવો એ દરેક રાજાનો શોખ પણ છે અને કામ પણ. તમને ન ગમતું હોય તો પણ ગમાડવું પડશે.... આ બાબતે વધુ ચર્ચા કે વાદ વિવાદ કરી સમય નથી વેડફવો, તમે આપણા સુપુત્રો માટે સુકન્યાઓની શોધ આદરવાનું શરૂ કરો." માનસિંહ જમીને ઉભા થયા અને એમના કક્ષમાં રહેલા કિંમતી રત્નજડિત આરામખુરશીના હાથા પર હાથ ટેકવી આંખો મીંચી બેસી ગયા અને ઇન્દુમતી પણ સેવક દ્વારા લાવેલી ભોજનની થાળી લઈ જમવા બેઠા.

"ભાઈ'સા, આપણે બહુ દૂર આવી ગયા છીએ પણ હજીય એકેય પ્રાણી નજરે નથી ચડ્યું, તડકોય માથે ચડતો આવે છે, તરસ પણ લાગી છે અને આજે ઉતાવળમાં પાણીની મશક પણ ભુલાઈ ગઈ છે." ઉજમે મોટાભાઈ કરણસિંહની સાંઢણીની લગોલગ પોતાની સાંઢણી ઉભી રાખી.

"આ લે..., આમાં હજી થોડું પાણી છે. આટલે દૂર સુધી આવ્યા છીએ તો સસલા જેવા નાના પ્રાણીનો શિકાર નથી કરવો, આજે મોટો શિકાર કરીને જ મહેલે પાછા ફરવું છે, બાબા'સાના પુત્રો છીએ એ સાબિત કરવાનો સમય આવી ગયો છે, તું ક્યારથી આવી નમાલી ને માયકાંગલી વાતો કરતો થઈ ગયો છે, અરે... માનસિંહ જેવા મર્દનો બચ્ચો છે, સાવજના બચ્ચા બે બે ન કરે, ચાલ હવે. ..." કરણસિંહે પોરસ ચડાવતા પોતાની સાંઢણીને આગળ ધપાવી એટલે એની સાથે ઉજમસિંહ પણ આગળ વધ્યો.

@@@@

આકાશમાં તારલા ટમટમી રહ્યા હતા, મંદ મંદ વાતો વાયરો વાતાવરણમાં ઠંડક પ્રસરાવી રહ્યો હતો. વાત કરતી વખતે રઘુકાકાના મુખ પર થોડી હળવાશ હતી પણ વચ્ચે વચ્ચે બેચેનીના ભાવ પણ છવાઈ જતા હતા.

"રઘુકાકા.... આ તો કોઈ ફિલ્મની સ્ટોરી લાગે છે, શું આ શક્ય છે?" રઘુકાકાએ કરેલી વાત હજી અર્પિતાના માનવામાં નહોતી આવતી, અધવચ્ચે જ એણે રઘુકાકાની વાતમાં ખલેલ પહોંચાડી, "જસ્ટ અનબિલિવેબલ, એવું લાગે છે કે આપણે કોઈ ઓપન એર થિયેટરમાં મુવી જોઈ રહ્યા છીએ અને આ આખીય વાર્તા રિલની જેમ આંખ સામેથી પસાર થઈ રહી છે."

"અર્પિતા... વાતની ગંભીરતા સમજ, આ કોઈ મજાકનો સમય નથી અને રઘુકાકા કોઈ ઉપજાવેલી વાર્તા શું કામ કરે? એમની વાતમાં તથ્ય છે અને હવે કોઈ ડિસ્ટર્બન્સ નહીં.. ઓકે... શાંતિથી પુરી વાત સાંભળીએ પછી જ આગળ વિચારીએ," દિલીપે એને ટપારી, "સોરી રઘુકાકા, તમે વાત આગળ વધારો."

"ઊર્મિ, સરસ વાતાવરણ છે, સંતુને કોફી બનાવવાનું કહે ને." કૌશલે પોતાના મનની વાત રજુ કર

"આટલી મોડી રાત્રે થાકીને આરામ કરતી સંતુને હેરાન નથી કરવી, હું જ જઈને બધા માટે કોફી બનાવી લાવું છું પણ ત્યાર સુધી રઘુકાકાએ મૌન રહેવાની શરતે, નહિતર મારા પાછા આવ્યા સુધી અડધી વાર્તા વહી જશે અને વાર્તાનો અંત રહી જશે." હસતા હસતા ઊર્મિ ઉભી થઈ.

"વહુ બેટા, તમે નચિંત રહો, તમારા આવ્યા પછી જ હું આગળની વાત કરીશ અને હજી એવો કોઈ માઇનો લાલ પેદા નથી થયો જે જબરદસ્તીથી આ ડોસાનું મોં ખોલાવી શકે.." રઘુકાકાએ જમાવેલ ડાયરામાં આગવી અદા સાથે પોતાની વાત કહી એ સાથે બધા હસી પડ્યા.

થોડીવારમાં ઊર્મિ ગરમાગરમ કોફી ભરેલા મગની ટ્રે લઈને આવી એટલે અર્પિતાએ ઉભા થઈ બધાને કોફી આપવામાં મદદ કરી.

"રઘુકાકા, આ તમારા માટે, આદુ-ફુદીનાવાળી સ્પેશિયલ ચા, તમારા જેવી તો નહીં જ બની હોય પણ ચલાવી લેજો," ઊર્મિએ ચાનો કપ એમના હાથમાં થમાવ્યો.

ધીમે ધીમે ચા-કોફીની ચુસ્કીઓ સાથે વહેતા વાયરાની મજા લેતા ગોઠવાયા.

"જુઓ, મેં નહોતું કીધું કે આ એક મુવી જેવી ફીલિંગ આવે છે, હમણાં ઇન્ટરવલ છે, આઈ મીન બ્રેક..." અર્પિતા હજી મજાકના મૂડમાં હતી.

ચા પુરી કર્યા પછી રઘુકાકાએ અધૂરી મુકેલી વાર્તાની શરૂઆત કરી અને ફરી સૌ એમની વાત સાંભળવા શાંત અને સ્થિર થઈ ગયા. બધા અધૂરી, અનોખી વાત સાંભળવામાં એટલા તલ્લીન થઈ ગયા કે કોઈનું ધ્યાન જ ન રહ્યું કે એમનાથી થોડે દૂર જ એક વૃક્ષની પાછળ સંતાયેલો ઓછાયો પણ રઘુકાકાની વાત સાંભળી રહ્યો હતો.....


ક્રમશ: