No Girls Allowed - 34 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 34

Featured Books
Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 34



" મારા પપ્પાની તબિયત ઠીક નથી તો મારે એની દેખભાલ કરવા માટે એની પાસે રહેવું પડશે..." આદિત્યે કારણ આપતા કહ્યું.

" ઓહ, એવું છે તો હું તને આવવા માટે ફોર્સ નહિ કરું..પણ તું આવ્યો હોત તો યાર મઝા આવત..." કવિતા એ પોતાની સમજદારી દાખવી.

" પછી ક્યારેક સાથે જશું ને..તું જા અને એન્જોય કર..."

કવિતાની અન્ય બે ફ્રેન્ડ આવી અને એને ખેંચીને એની સાથે લઈ ગઈ. કવિતા એ દૂરથી અલવિદા કહ્યું અને આદિત્ય પણ ત્યાંથી ઘરે જવા નીકળી ગયો.

ઘરે પહોંચતા જોયું તો પપ્પાની નજીક થોડાક સબંધીઓ અને બે ડોકટર ઉભા હતા.

" શું થયું પપ્પા? એવરીથીંગ ઓકે ?" પપ્પાનો હાથ પકડતા આદિત્યે કહ્યું.

પપ્પા શાંતિથી પથારીમાં સૂતા હતા. ડોકટરે જવાબ આપતા કહ્યું. " તું આદિત્ય છે ને?"

" હા.."

" અમિતભાઈ વારંવાર તારું જ નામ લઈ રહ્યા હતા..જેટલો બને એટલો સમય તું તારા પપ્પા સાથે વીતાવીશ તો કદાચ તારા પપ્પા જલ્દી ઠીક થઈ જાય..."

થોડીક દવા લખીને ડોકટરે આદિત્યને આપી અને પછી ત્યાંથી જતા રહ્યા. ડોકટર અને સબંધીઓના જતા જ આદિત્ય પરેશાન થઈને ખુરશી એ બેસ્યો.

" ભાઈ તમે હાથ પગ ધોઈ લો હું થાળી પીરસુ છું..." કાવ્યા બોલી.

" મને ભૂખ નથી.." એક પણ સેકન્ડ વિચાર કર્યા વિના જ આદિત્યે કહ્યું.

આ જોઈને પાર્વતીબેન આવ્યા અને આદિત્યના માથા પર હાથ ફેરવતા બોલ્યા. " દીકરા....તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.. ડોકટરે દવા આપી છે ને થોડાક દિવસમાં સાજા નરવા થઈ જશે...આવ આપણે સાથે જમિયે...કાવ્યા તું થાળી પિરસ.."

આદિત્ય ચૂપચાપ ઊભો થયો અને થોડુંક જમીને પોતાના રૂમમાં જતો રહ્યો. છેલ્લા છ મહિનાથી અમિતભાઈની તબિયત બગડવા લાગી હતી. ઘરમાં એક જ એ વ્યક્તિ હતા જેની કમાણી પર આ ઘર ચાલતું હતું. પરંતુ અમિતભાઈ પથારીવસ થઈ જતાં છેલ્લા છ મહિનાથી આવક એકદમ બંધ થઈ ગઈ હતી. કાવ્યા એ તો અડધેથી કોલેજ છોડી દીધી અને જોબ શોધવા લાગી ગઈ. આદિત્ય પણ કોલેજ છોડવા માંગતો હતો પરંતુ આદિત્ય ભણવામાં હોશિયાર હતો અને અમિતભાઈ બિલકુલ નહોતા ઇચ્છતા કે એના લીધે એના દીકરાનું ભણતર રૂકે. એટલા માટે અમિતભાઈ અને પાર્વતી બેને આદિત્યને ભણવાનું શરૂ રાખવા માટે દબાવ કર્યો. અમિતભાઈની સારવારમાં ઘરમાં પડેલો બધો પૈસો વપરાઈ ગયો. ઘરમાં પૈસાની કમી જોઈને જ આદિત્યે કોલેજની ટ્રીપ માટે મનાઈ ફરમાવી હતી.

આદિત્યે કવિતાને ટ્રીપ પર જવા માટે ભલે કહ્યું પરંતુ અંદરથી આદિત્ય કવિતાને ટ્રીપ પર એકલી જવા દેવા નહોતો ઈચ્છતો.
આદિત્યે એવો વિચાર કર્યો કે જો એ ટ્રીપ પર નહિ જાય તો કવિતા પણ ટ્રીપ પર નહિ જાય. પરંતુ આદિત્યે કવિતાની લીધેલી આ પ્રેમની પરીક્ષામાં કદાચ આદિત્ય જ ફેલ થઈ ગયો હતો.

બે દિવસ પછી કોલેજેથી ત્રણ દિવસની ટ્રીપ માટેની બસ નીકળી ગઈ અને એ બસમાં કવિતા પણ સામેલ હતી. કવિતાને ટ્રીપ પર ખુશી ખુશી જતા જોઈને આદિત્યને ખૂબ ગુસ્સો આવ્યો. પરંતુ જ્યારે કવિતા એ વિડિયો કોલ કરીને એની સાથે વાતો કરી ત્યારે આદિત્યના ચહેરા પર ફરી સ્મિત ફરી વળ્યુ.

ત્રણ દિવસની જુદાઈ પછી આદિત્ય અને કવિતા મળવા માટે તલપાપડ થઈ રહ્યા હતા.

" બોલ કવિતા તને મળવા હું ક્યાં આવું?" ફોન ઉપર આદિત્યે કહ્યું.

" એક કામ કરીએ આપણે મારા ફ્રેન્ડની પાર્ટીમાં જ મળીએ.."

" તારા ફ્રેન્ડની પાર્ટીમાં હું આવીને શું કરીશ?"

" તું બસ આવી જા....આપણે એક અલગ રૂમમાં જઈને મળી લઈશું ઠીક છે?"

" ઓકે...તો આપણે પાર્ટીમાં મળીએ.."

આદિત્ય રાતની પાર્ટી માટે તૈયાર થઈ રહ્યો હતો.

" ભાઈ રાતના આ સમયે ક્યાં જાવ છો?"

" કાવ્યા તું સવાલ ન કર..હું આમ ગયો ને આમ આવ્યો...અને હા હું ન આવુ ત્યાં સુધી પપ્પાનું ધ્યાન રાખજે..."

" પણ ભાઈ તમારું જવું શું એટલું જરૂરી છે?"

કાવ્યા વારંવાર એને રોકવાની કોશિશ કરતી હતી પરંતુ આદિત્ય એકનો બે ન થયો અને ત્યાંથી ચાલતો બન્યો.

કવિતા એ મોકલેલા એડ્રેસ પર આદિત્ય પહોંચી ગયો. એક આલીશાન ઘરમાં પાર્ટી ગોઠવી હતી. કવિતાની ફ્રેન્ડ હોવાથી પાર્ટી પણ અમીરો ટાઇપની હતી. લોકોના મોંઘાદાટ કપડાં જોઈને આદિત્ય મોં નીચું કરી ગયો અને ચોરીછૂપે કવિતાને શોધવા લાગ્યો. ત્યાં જ કવિતા પાછળથી આવીને આદિત્યને હગ કરી ગઈ.

" કવિતા...આઈ રિયલિ મિસ યુ..."

" સેમ ટુ યુ...આદિત્ય..."

બંને એ સાથે મળીને બેસીને ડ્રીંક લીધું અને કોલેજ ટ્રીપની વાતો કરવા લાગ્યા. થોડીઘણી વાતો થતાં જ ડીજે શરૂ થયું. ડીજેના ઘોંઘાટમાં આદિત્ય પરેશાન થઈ ઉઠ્યો. આ જોઈને કવિતા એને ઉપર ખુલ્લા આકાશ નીચે અગાસી પર લઈ ગઈ. જ્યાં કવિતા અને આદિત્ય સિવાય અન્ય કોઈ ન હતું.

હાથ પર હાથ રાખીને, આંખો મિલાવતા બંને એકબીજામાં જાણે ખોવાઈ ગયા હતા. ડ્રીંકના નશામાં બન્ને એકબીજાની વધુ નજદીક આવી રહ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે આદિત્યે ખુદ પર સારો એવો કાબૂ રાખવા પ્રયાસ કરવા લાગ્યો.

કવિતા ધીરે ધીરે પોતાના હોઠ આદિત્યના હોઠ તરફ લઈ જઈ રહી હતી પરંતુ આદિત્યે બન્ને હોઠનો સ્પર્શ થાય એ પહેલા જ કવિતાને હાથ મારફતે રોકી દીધી. અચાનક આદિત્યને રોકતા જોઈને કવિતાને અજુગતું લાગતા તે બોલી. " શું થયું આદિત્ય?"

" કવિતા...આઈ નો કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, રિલેશનશિપમાં છીએ એન્ડ આજકાલના સમયમાં કિસ કરવી, ફીઝીક્લ થવું સાવ નોર્મલ બાબત ગણાય છે પણ મારું માનવું છે કે આ બિલકુલ યોગ્ય નથી..મારો તારા પ્રત્યે પ્રેમ ફિઝીકલી નથી..હું તને મારી વાઇફ બનાવીને તારા હોઠોને ચૂમવા માંગુ છું... જો હું અત્યારે તારા હોઠોને ચૂમિશ તો મને ખરેખર નહિ ગમે...."

આદિત્યના વિચારો સાંભળીને કવિતા બે ઘડી એને એકીટશે જોતી જ રહી. આવા સમયમાં આવો પ્રેમ ભાગ્યે જ કોઈના નસીબમાં લખાયેલો હોય છે. કવિતા એ પણ આદિત્યના વિચારો પર સંમતિ દર્શાવી અને ફરી એકબીજા સાથે પ્રેમભરી વાતો કરવા લાગી ગયા.

અમિતભાઈની હાલત બગડવા લાગી. એમને તુરંત જ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું. ડોક્ટર તુરંત એની સારવારમાં લાગી ગયા. ડોકટરની દોડાદોડ જોઈને કાવ્યા અને પાર્વતીબેન સમજી ગયા કે અમિતભાઈના મૃત્યુનો સમય હવે નજીક છે.

ડોકટર ચેકઅપ રૂમમાંથી બહાર આવ્યા અને કહ્યું. " આ આદિત્ય કોણ છે?"

કાવ્યા ઊભી થઈ અને બોલી. " કેમ શું થયું? ડોક્ટર.."

" પેશન્ટની હાલત ખુબ ગંભીર છે, શ્વાસ લેવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે છતાં પણ આવી હાલતમાં એ આદિત્યનું જ નામ લઈ રહ્યા છે...જો બની શકે તો પ્લીઝ તમે આદિત્યને અહીંયા બોલાવી લાવો..પેશન્ટ હવે લાંબો સમય જીવી શકે એમ નથી..."

પાર્વતીબેન અને કાવ્યા અમિતભાઈને મળવા દોડી ગયા. આંખો બંધ કરીને અમિતભાઈ આદિત્યનુ જ નામ લઈ રહ્યા હતા. કાવ્યા એ વીસ પચીસ વખત આદિત્યને કોલ કર્યો પરંતુ આદિત્યે કોલ રિસિવ ન કર્યો.

આદિત્ય ઉતાવળા પગે પાર્ટીમાં જવા નીકળી ગયો હતો. જેથી એ ફોન ઘરે એના રૂમમાં જ ભૂલી ગયો. કાવ્યા અહીંયા કોલ પર કોલ કરી રહી હતી અને ત્યાં આદિત્ય કવિતા સાથે પ્રેમભરી વાતો કરવામાં મગ્ન હતો.

શું આદિત્ય અંતિમ વખત એના પપ્પાને મળી શકશે? વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.

ક્રમશઃ