નેહ નો મતલબ જ કયક એવો થાય છે જ્યાં નેહ નીતરતો હોય તે નેહ. લોકો એ નેહ નુ વર્ણન પોતપોતાના ની રીતે કર્યુ છે જે લોકો ને જે અનુભવ થયા એ રીતે લખ્યું છે હુ જે લખું છુ એ મારા અનુભવ પ્રમાણે મે જોયેલું અવલોકન કરેલું અને માલધારી પાસે થી જે સાંભળેલું એ વાત અહી રજૂ કરું છું મિત્રો નેહ નો ટૂંકો પરિચય આપુ તો આવા કળયુગ મા જ્યાં સતયુગ ના દર્શન થાય એ નેહ છે.. કોઈ અજાણ્યું નેહ મા આવે તો યુગ યુગ ના જાણીતા હોય એ રીતે આવકારો આપે છે દૂધ પાય ને પછી ઓળખાણ પૂછે એ નેહ ના માલધારી માત્ર પ્રેમ ની ભાષા જાણે અને સમજે એ આં ભોળામાલધારી સ્વાર્થ અને મતલબ નો વાઇરસ અજી નેહ સુધી નથી આવ્યું..
ભણતર ઓછું છતાં સમજણ વધારે નેહ મા લાઇટ પાવર નથી પણ એમના ઉજળા સંસ્કાર અને ઉજળી મહેમાનગતિ થી નેહ જગમગે છે આજ ના સમય મા આપણે એવું સાંભળીએ છી કે હવે બધું વય ગયું પેલા ના સમય મા હતું પણ અજિ આ જગ્યા પર બધું એવું ને એવું છે.. આજે પણ કોઈ નેહ ની મા બેન કે દીકરી કોઈ જાડ નીચે પથ્થર રાખી એમાં સિંદોર લગાડી જેને માનતા હોય પછી સોનલ મા પીઠડ મા આવડ માં હોય એમનું સમરણ કરે એટલે એ પથ્થર મા.. માં પ્રગટ થાય..
આ વરસો થિ થતું આવ્યું છે અને આજે પણ જળવાયેલું છે બાકી જે માને છે એના માટે છે નથી જ માનતા એના માટે કાય આખી દુનિયા મા કાય નથી શકતી ના દર્શન હોય પારખાં ન થાય કે ન કરાય કારણ કે જેને પારખાં કર્યાં છે એના પણ ઇતિહાસ જોયલ્યો કેવા થાય છે. મિત્રો હુ એમ નથી કે તો કે મેજ બધું જોયું હુ જ બધે ફર્યો છુ મને જ બધી ખબર પડે.. કેવાનો મતલબ ગીર ના ઘણા બધા નેસ ફર્યો છું રોકાયો છુ રોટલા ખાધા છે નેહ ના આ દરમ્યાન જે જોયું જાણ્યું અને અનુભવ્યું એ વાત કરું છું નેહ ની સરળ રહેણી કહેણી સરળ ભાષા ઉજળી સંસ્કૃતિ અને મોટા વહેવાર ગામડા ના કે શહેર ના લોકો માટે આવી પરિસ્તિમાં રહેવું ખરેખર મુશ્કેલ છે આપણી જરૂરિયાતો એટલી બધી છે કે એ મેળવવા જિંદગી પૂરી કરી નાખી છી ત્યારે અહી જે છે તેમાં જ ખુશ રહીને જિંદગી જીવે છે એટલે વધારે ખુશ છે અહી તકલીબ તો છે એ 100% કારણ કે અહી હજી ઘણા બધા પ્રશ્નો છે મકાન પાણી 6 મહિના ના પશુ ખોરાક એટલેજ ઉનાળો આવતાં ઘણા ખરા નેહ ખાલી કરી આસપાસ ના ગામ બાજુ જતા રહે છે જ્યાં માલઢોર ને નીરણ અને પાણી મળી રહે.. અને વરસાદ થતા ફરી પાછા નેહ મા આવે છે.. આવી બધી મુશ્કેલી નો સામનો કરી ને પણ આ લોકો ખુશી થી જિંદગી જીવ છે આ એક વરદાન એ જગ્યા એ ધરતી અને નેહ મા રહેતા એ જગદંબા નુ છે..
આપણે અવાર નવાર સાંભળી છી કે જંગલ ની આસપાસ સિંહ કે દીપડા એ માણસ કે માલ ઉપર હુમલો કરી ઘાયલ કરી દિધો કે મારી નાખ્યો આવા કિસ્સા દરોજ બનતા રહે છે પણ એવા કિસ્સા નહી સંભ્યા હોય કે નેહ મા જય ને જાનવરે માલધારી ઉપર હુમલો કર્યો હોય નેહ ના ઘર તો તમે જોયા જ હસે સહેલાય થી જાનવર અંદર જયસકે પણ તેમ છતાં આવું કાય નથી બનતું આની પાછળ નુ કારણ મે જોયું ત્યાં જ્યારે સંધ્યા સમય થાય એટલે નેહ મા રહેતા મા કે બેન દીકરી જોક મા ધૂપેડો ફેરવતા હોય છે.. બસ આ જ ધૂપેડા થી માતાજી માલ અને માલધારી નિ રક્ષા કરે છે જનાવર જોક ની બહાર રહી ને દોક્યા કરતા જોવા મળે છે પણ અંદર નથી આવતા આં શકતી છે આજે પણ નેહ મા ટૂંક મા વાત કરું તો ભારત ફરો કે આખી દુનિયા ફરો સાચી માણસાય સાચી સંસ્કૃતિ સાચી રહેણી કહેણી એને આઇ જગદંબા ઓ ના પરચા જોવા તો તમારે ગીર ના નેહ મા જ આવું પડશે.. ખમ્મા ગીર ને.. ખમ્મા ગીર ના માલધારી ઓ ને.. સંદીપ પટેલ..