ગતાંકથી....
તમે જ્યારે તેમના વિશે લખો ત્યારે તેનું નામ સરનામું સાચું લખ્યા વિના લખશો. હવે મારે તમને ખાસ વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. તમામ માહિતીઓ કબુલાતનામાં માં આપેલી છે. તમે બેજીજક તે પ્રગટ કરજો અને દુનિયાને આવા બદમાશોથી ચેતતા રહેવા ખૂબ જ ચેતવણી આપજો.
"આપ હવે ક્યાં જાઓ છો ? શાલીનીએ પૂછ્યું ?"
"હું 'લોક સેવક' ના હિતમાં જ એક સ્થળે જાઉં છું ......"
હવે આગળ.....
"હું 'લોક સેવક'ના હિતમાં જ એક સ્થળે જાઉં છું .કબુલાતનામું વાંચતા તમે જોશો કે હજી 'લોક સેવક'નો હેડ પ્રિન્ટર....."
"હા .હરેશ ક્યાં છે તે હજી જાણવાનું બાકી રહે છે."
"લગભગ બે-ત્રણ કલાક પછી 'લોક સેવક'ની ઓફિસે કાં તો હું ટેલીફોન કરીશ અથવા તો હરેશને રજૂ કરીશ."
ઇન્સ્પેક્ટર આમ કરીને ઓફિસ બહાર નીકળ્યો. શાલીનીએ જોયું કે પોલીસ ટુકડીના માણસો મોટા પોલીસ ટ્રકમાં બેઠા અને ઇન્સ્પેક્ટર એક કારમાં બેઠો. એ વાહનો ચાલ્યા ત્યારે શાલીની સ્વગત બબડી : " બદમાશે હરેશને ક્યાં છુપાવ્યો છે એની ખબર આપી હશે તે મુજબ જ ઇન્સ્પેક્ટર ત્યાં જતાં લાગે છે. હવે તો 'થોભવા અને જોવામાં જ હવે સાર છે."
***************************
બીજા દિવસે પ્રાતઃકાળમાં ન્યૂઝ પેપર વેચનારા ફેરિયાઓએ મુંબઈ શહેર અનેક પ્રકારના પોકારોથી ગજવી મૂક્યું. "લોકસેવક"માં બદમાશ સિક્કાવાળાની ટોળકીનો નીચે મુજબનો અહેવાલ પ્રગટ થયો.
" કુખ્યાત સિક્કા વાળા ટોળીની ધરપકડ"
"સિક્કા વાળો કોણ ? લાલચરણ કોણ ? રોહન ખુરાના કોણ ?"
"ચોંકાવનારા રહસ્યનો ઘટસ્ફોટ -રહસ્યમય ભેદી ભોંયરામાંથી મળી આવ્યું કરોડોનું ઝવેરાત - ત્રણ ત્રણ ખૂન કરનાર ભેદી ચક્કરોનો છેલ્લો ભોગ - સમાજ શત્રુનો વિનાશ -'લોકસેવક'નો વિજય."
' લોક સેવક'ના માનવંતા વાચકોને યાદ હશે કે અમે 'લોકસત્તા'ને જડબાતોડ જવાબ આપ્યો હતો એ બાદ પણ 'લોકસતા'અને બદમાશે સુધરવાનું નામ ન લીધું .આજે મુંબઈ જ નહિ સમગ્ર દેશમાં આનંદ ની લહેર છવાઈ જાય એવા સમાચાર આપને આપતા અમે ગવૅ અનુભવીએ છીએ.અમે લાલચરણને અમારા જવાબમાં ચેતવણી આપી હતી કે તેઓ જો પોતાની વૃદ્ધાવસ્થા સુખમાં વિતાવવા માગતા હોય તો કાળજીથી વર્તે નહીંતર રખેને એક દિવસની સવાર તેની કાળી રાત બનીને ઉગશે અને તેના હાથ તેની જ લાચારી બની રહેશે અને તે પોતાની જાતને કાળકોટડીમાં મોતના મુખમાં વ નિહાળશે. અમારી ચેતવણી એમણે ગણકારી ન હતી અને ઉલટા એવા દગો અને છેતરપિંડીના દાવ ખેલતા રહ્યા કે કે જેને પરિણામે આખરે પોતે જ ખડકેલી ચિતામાં તેમને પોતાને ભસ્મિભૂત થવું પડ્યું છે.
"અમે લખ્યું કે મુંબઈ જ નહિ સમગ્ર દેશમાં આનંદ ની લહેર છવાઈ છે. બપોરે 12:00વાગ્યે લાલ ચરણ અને તેની ટોળીના બાર વાગી ચૂક્યા છે. આપણા શહેરના બાહોશ પોલીસ ખાતાએ સિક્કાવાળાની ટોળી જે ઘણા સમયથી આપણા શહેરમાં આતંક ફેલાવી રહી હતી તેને તેના ગુપ્ત વેશમાં પણ પકડી પાડી છે. અને તેના આગેવાનને બરાબર સકંજામાં લઈ તેની પાસેથી એકરાર લખાવી લીધો છે .એ સિક્કાવાળાને જ્યારે એમ લાગ્યું કે હવે ફાંસીને માંચડે ચઢયા સિવાય છૂટકો નથી ત્યારે તેને પોતાની જ બનાવટના ભયંકર ઝેરી ચક્કરનો ઉપયોગ પોતાના જ શરીર પર કરીને પોતાનો ગુન્હો સત્ય સાબિત કર્યો છે ! અમારા વાચકોને એ જાણીને અચરજ થશે કે સિક્કાવાળો તે બીજો કોઈ જ નહિ પણ 'લોકસતા'નો મુછાળો લોકતંત્રી લાલચરણ પોતે હતો ! અને એ જ લાલચરણે 'લોક સેવક'ના હાલના યુવા અધિપતિ, તંત્રીશ્રી,મિ.પૃથ્વી ના માનવંતા પિતાશ્રી હરિવંશરાયનું રહસ્યમય રીતે મોત નીપજાવ્યું હતું .એ જ લાલચરણે જાણીતા સાયન્ટિસ્ટ આકાશ ખુરાનાનું ખૂન કર્યું હતું .અને એ જ
લાલચરણે પોતાના જ સાથી વકીલ રાયચૂરાનું પણ ખૂન કર્યું હતું. એ કપટ અને કલામાં એક્સપર્ટ લાલચરણે આ ત્રણ ખૂન કરવા ઉપરાંત બીજા ત્રણ વધુને મારી નાખવા કોશિશ કરી હતી. પરંતુ તે તેમાં ફાવ્યો ન હતો .એ ત્રણમાં એક જાણીતા પોલીસ ઇન્સ્પેક્ટર ખાન બીજા એક સન્નારી સર આકાશ ખુરાના ના સેક્રેટરી,મિસ.શાલીની અને ત્રીજા લોકસેવક ના તંત્રી,મિ.પૃથ્વી. સભ્ય સમાજમાં બહારથી પત્રકાર તરીકે જ ફક્ત નહિં પણ સર આકાશ ખુરાના ના ભાઈ રોહન ખુરાના તરીકે પોતાને ઓળખાવીને અંદરખાનેથી તેને સમાજને લૂંટવાનો ,સમાજના મોટા શ્રીમંતોના ખૂન કરવાનો, દેશબહાર આ વસ્તુ નો સોદો કરી દેશની છબીને ખરડાવાનો, સમાજને ગેરમાર્ગે દોરી ત્રાસ આપે આતંક ફેલાવવાનો દેશદ્રોહ નું કામ આદર્યું હતું .એના તમામ કારસ્તાનની ઝીણવટથી હકીકત આપવા બેસીએ તો
પાનાંના પાનાં ભરાઈ જાય ;જેથી અમે ટૂંકમાં એની આતંકી પ્રવૃત્તિનો સાર આપીશું.
મિ. હરિવંશરાય અને સર આકાશ ખુરાનાને ગાઢ સંબંધ હતો અને તે આ રીતે.
આકાશ ખુરાના એક વખત પોતાના મકાનના ચોગાનમાંની પોતાની એક લેબોરેટરીમાં વ્યસ્ત હતા .એ વખતે સિક્કા વાળો તેના મકાનમાં ચોરી અને લૂંટના ઈરાદે આવેલો .લેબોરેટરી ના ગટરના બાંકોરામાં અચાનક તેનો પગ પડવાથી તે નીચે પડ્યો હતો. એ વખતે આકાશ ખુરાના ફક્ત પોતાના ટેબલ ઉપર જ પ્રકાશ પડે અને બીજે ક્યાંય ન પડે એવી રીતે રિસર્ચ કરતા હતા. બદમાશ ગટરમાં પડ્યો અને સીધો જ ભોંયરાની અંદર જઈને પડ્યો તેને જોઇતું હતું ને મળી ગયું તે રિવોલ્વરથી આકાશ ખુરાનાનું ખૂન કરવા તત્પર થયો .સર, આકાશ ખુરાનાએ તેને શાંત પાડ્યો અને એક ગજબ મધુર મિશ્રણ બનાવી તેને પાયું તે ખુશ થયો તે બાદ તેણે તેના રિસર્ચ વિશે પ્રશ્ન કરવા માંડ્યા .આમ તેને હાથ એક મોટો વ્યક્તિ આવી ગયો ત્યારપછી તે વારંવાર કહી આવીને આકાશ ખુરાના ને મળવા અને ધમકીઓ આપવા લાગ્યો.એક વખતે એને ટેબલ પરની વસ્તુઓ જોતા ત્યાં પડેલો કિંગ નો લેટર હાથ આવ્યો.આકાશ ખુરાના એ તે ના બતાવવા ઘણી આનાકાની કરી પણ રિવોલ્વર આગળ તેનું શું જોર? બદમાશે તે પત્ર વાંચ્યો તેમાં એ સાયન્ટીસ સર આકાશ ખુરાના ને લખવામાં આવેલું કે એક એવું ઝેર અમને પૂરો પાડો કે જેનાથી માણસનું તરત જ મોત નીપજે ને ખબર પણ પડે નહીં કે ઝેર આપ્યું છે. બદમાશે તેના પર આ રિસર્ચ કરવા પર દબાણ કર્યું હતું. અને તેણે જબરજસ્તી થી તે પત્ર ના જવાબ રૂપે એ પણ તેની પાસે જ લખાવડાવ્યું કે હા તેવું ઝેર આપી શકાશે .પણ રૂપિયા એક કરોડ લઈશું. એ દિવસ પછી બદમાશ અને તેની ટોળીએ સર આકાશ
ખુરાના ને પોતાના સંકજામાં લીધો. બદમાશ પોતે આકાશ ખુરાનાની બુકમાંથી ઝેર બનાવવાના પ્રયોગોનો અભ્યાસ કર્યો અને બળજબરીથી તેની મદદ લઈને તેણે ઝેરી ચક્કર બનાવ્યા. એક ચક્કર તૈયાર થતા એક કુતરા પર તેનો પ્રયોગ પણ કરવામાં આવ્યો અને તે સફળ નીવડતા બદમાશે મિ.ખુરાનાની મદદ વિના ચક્કરો બનાવવા માંડ્યા.
સર આકાશ ખુરાના હવે આ દબાણ અને અત્યાચારથી ખૂબ અકળાયા. તેણે 'લોક સેવક'ના માલિક અને તેના ખાસ મિત્ર એવા હરિવંશરાયને બોલાવીને આ વિગત કહી અને તેના ન્યુઝ પેપરમાં નામ સરનામા વગર ખૂબ જ આગવી રીતે તે છાપવા જણાવ્યું. હરિવંશરાય તે માટે તૈયાર પણ થયા પણ તેને ખબર ન હતી કે ધોળા દિવસે પત્રકાર લાલ ચરણ તરીકે અને રાતના સિક્કા વાળા તરીકે આ બદમાશ કાર્યરત હતો .તેના ન્યુઝ પેપર માટે જ્યાં તેણે લખાણ લખ્યું તે તરત જ લાલચરણે તે લખાણ ગુમ કરી દીધું અને તે જ રાતના તેણે મિ.હરિવંશરાય પર આ ઝેરી ચક્કરનો ઉપયોગ કર્યો અને તેનુ રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું.બાદ તે બદમાશ આકાશ ખુરાનાને મળ્યો અને તેને ધમકીઓ આપી કે હવે જો તારે જીવતું રહેવું હોય તો મારા તાબે થઈ જાય નહિંતર આ ઝેરી ચક્કરનો ઉપયોગ કરી હરિવંશરાયનું ખુન કરવાના ગુનામાં અંદર કરાવી દઈશ.વધુ કંઈ ધાંધલ ધમાલ કરીશ તો તને પણ એક જ સેકન્ડ માં તારા મિત્ર પાસે પહોંચાડી દઈશ. આકાશ ખુરાના પહેલા તો ખુબ જ ડરી ગયેલા પરંતુ પછી તેના મનમાં પોલીસ ખાતા ને ખબર આપી દેવા વિચાર આવ્યો .રાતના તેણે પોલીસ કમિશનર ને બધી જ હકીકત જણાવી દેવા માટે અરજી તૈયાર કરીને તે જ રાતના બદમાશે તેના પર તેનું જ ઝેરી ચક્કર મોકલાવ્યું અને પછી તે જાતે ત્યાં હાજર થયો. આકાશ ખુરાના પાસે બળજબરીથી તેણે કવર ખોલાવ્યું અને પછી એકદમ તેના શરીરને તે અડકાવી દીધું .પોલીસ કમિશનર વાળી અરજી લઈને તે પછી પોતે ત્યાંથી ભાગી ગયો .પણ ક્યાં રસ્તે ? આકાશ ખુરાના ના બંગલાના ડ્રોઈંગ રૂમમાં જે ભોંયરા હતું તે રસ્તે. એ ભોંયરાને ગટરવાળા ભોંયરાની સાથે જોડાણ હતું.ને તે રસ્તે જ તે તે ત્યાં આવ્યો ને પાછો જતો રહ્યો.
લાલચરણના વધુ કારનામાં જાણવા માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ......