પ્રેમ સમાધિ
પ્રકરણ-48
રામભાઉએ બારીમાંથી બહાર જોયું... અને કાળી ગાડી અંદર આવી ઉભી રહી એમાંથી એક ઊંચો પઠ્ઠો એવો છોકરો નીકળ્યો ડ્રાઇવર બનેલો ભૂપત ઉતર્યો પેલાએ ઉતરીને કહ્યું “વોચમેન આ બધો અંદર સામાન છે અંદર બંગલામાં લઇ લો અને મામા કયાં છે ?”
રામભાઉ દરવાજે આવી ગયાં એમણે કહ્યું “આવ સુમન હું રામભાઉ...” સુમન નામ સાંભળતાજ દોડ્યો હસતો હસતો રામભાઉને વળગી ગયો.. “ભાઉ... ભાઉ તમારી સાથે વાત થતી. તમારું બહુ નામ સાંભળ્યુ છે પણ મળ્યો આજે.. ભાઉ ખૂબ ગમ્યું તમે મળી ગયાં.. પણ મામા નથી ?”
રામભાઉએ કહ્યું “એમને અરજન્ટ કામ આવી ગયું પણ તેઓ નારણભાઇ સાથે બહારગામ ગયા છે બે દિવસમાં આવી જશે પણ લાડકી દીકરી ક્યાં ગઇ ? ગાડીમાંથી એ તો ઉતરીજ નથી હજી ?”
સુમને પાછળ જોયું પછી બોલ્યો “જવાદોને બધો પ્લાન હવાઇ ગયો.. શું વિચારેલું અને શું થઇ ગયું..”. આ સાંભળી ભૂપત ખડખડાટ હસવા લાગ્યો.
ત્યાં વીકેટ ગેટમાંથી ખીજાયેલી હાથ પગ પછાડતી સુંદર છોકરીએ પ્રવેશ કર્યો એને સુંદર નટખટ ચહેરો ખીજાયેલો હતો એણે કહ્યું “પાપાએ બધો પ્લાન બગાડી નાંખ્યો. હું આવવાની છું કેટલાય દિવસથી નક્કી હતું છતાંય બહારગામ જતા રહ્યાં... હું એમની સાથે બોલવાનીજ નથી.... નથી કરવાની હું હવે ફોન પણ...”
એમ કહેતી કહેતી પગ પછાડતી બંગલામાં પ્રવેશી રામભાઉ, સુમન, ભૂપત બધાં એકબીજા સામે જોઇ હસી રહેલાં.. સુમને કહ્યું “હવે મામુનું આવી બનવાનું છે. પણ દાદા...”. એણે રામભાઉને દાદાનું માનભર્યું સંબોધન કરતાં કહ્યું... “અહીં એક છોકરો...”
રામભાઉએ કહ્યું “હાં હાં તારો ખાસ મિત્ર કલરવ અહીં છે એ રહ્યો અંદર જમવા બેઠો છે”. સુમન કલરવનું નામ સાંભળી અંદર તરફ દોડયો.. જઇને ડાઇનીંગ હોલમાં જોયું કોઇ નહોતું....
સુમને કહ્યું “દાદા અહીંતો કોઇ નથી" ત્યાં સુમનની નજર રેખા તરફ ગઇ એ બોલ્યો “આ બાઇ કોણ છે ?” ત્યાં ભાઉએ બાજી સંભાળતા કહ્યું “અરે રસોઇવાળા બહેન છે સરે તમારાં માટે ભાતભાઇની વેસ્ટર્ન ડીશ ખાવી હોય એટલે રાખ્યાં છે એ રસોઇ તથા આખા ઘરનું ધ્યાન રાખે છે” એમ બોલી ભૂપત સામે જોઇ આંખ મારી...
સુમન એ જોઇ ગયો કંઇ બોલ્યો નહીં થોડો ગંભીર થઇ જતાં બોલ્યો "દાદા હું સમજી ગયો એ બધાનું ધ્યાન રાખે છે.... પણ મારી બહેન ક્યાં ગઇ ?” ત્યાં રેખાએ કહ્યું" એ તો ખીજાયેલાં ઉપર જતા રહ્યાં અને સુમને પૂછ્યું “કલરવ ?”
રેખાએ કહ્યું “તમારી ગાડી અંદર આવી ત્યારેજ ઉપર જતાં રહેલાં.... ખબર નહીં શું થયું અધુરી થાળી મૂકી ઉપર જતાં રહ્યાં.. મેં બૂમ પાડી પણ સાંભળીજ નહીં..” ત્યાં રામભાઉએ વિજય ટંડેલને ફોન લગાવ્યો ફોન એંગેજ આવ્યો એટલે પછી કરું એમ વિચાર્યું...
ત્યાં વિજયનો ફોન સામેથી આવ્યો.. વિજયે પૂછ્યું "ભાઉ બોલો છોકરાએ આવી ગયા ?” ભાઉએ કહ્યું “હમણાંજ આવ્યાં પણ તમારી લાડકી તો રીસાઇ છે કહે છે હું આવવાની હતી એ પાપા જાણતાં હતાં છતાં...” ત્યાં ભાઉનાં હાથમાંથી ફોન ખેંચાયો અને કાવ્યાએ ફોન લેતાં કહ્યું "પાપા હું તમારી સાથે નથી બોલવાની... હું આવવાની તમને ખબર હતી છતાં તમે હાજર ના રહ્યાં બહારગામ જતા રહ્યાં.”. એનો સ્વર નરમ પડી ગયો આંખો ભીંજાઇ ગઇ...
વિજય વાતનો સૂર સમજી ગયો એ પણ ગંભીર થઇ ગયો એણે કહ્યું “મારી લાડકી કાવ્યા હું સમજું છું પણ મારે જવું પડ્યુ ખાસ કારણ બની ગયું હું 2 દિવસમાં આવી જઊં છું આવીને બધી વાત સમજાવીશ. હવે તો તું મોટી થઇ ગઇ છે આગળ જતાં બધુ તારેજ.”.
વિજય આગળ બોલે પહેલાં કાવ્યાએ વાત કાપતાં કહયું ”એ બધી વાતો પછી મને વર્તમાનમાં રસ છે ભવિષ્ય મારુ જે હશે એ તમે જલ્દી આવો... અહીં મારી સાથે સુમન છે આખાં રસ્તે એ શીપનીજ વાતો કરતો રહ્યો એને શીપ પર જવાનો ખૂબ ક્રેઝ છે હું શું કરીશ ? અહીં ?” વિજયે કહ્યું “બસ 48 કલાક પછી પાપા તારી પાસેજ દીકરાં. મારી પ્રિન્સુ પ્લીઝ... લવ યુ દીકરા તારાં માટે મેં એક સરસ પ્રેઝન્ટ લાવી રાખી છે તું જોઇશ ત્યારે ખુશીથી નાચી ઉઠીશ હું આવું ત્યારે આપીશ. વેઇટ ફોર 48 અવર્સ”. કાવ્યાએ ખોટું ખોટું ગુસ્સે થતાં કહ્યું “પાપા તમે બહુ લુચ્ચાઇ કરો છો. તમે જતા રહ્યાં. .. અને પ્રેઝન્ટ પણ તમે આવો પછી મળશે.. ચીટીંગ છે તમારું....”
વિજયે કહ્યું “દીકરા આવું પછી વાત કરીએ તારાં માટે કેરટેકર છે રેખા... તારુ બધુ ધ્યાન રાખશે ચલ ફોન મુકુ આવીને વાત કરુ બાય દીકરા.”. કાવ્યાએ કહ્યું “બાય પાપા... ટેઇક કેર કમ સુન પ્લીઝ..” અને ફોન મૂકાયો.
સુમને કહ્યું “બસ લડી લીધું વાત કરી લીધી ? હવે હાંશ થઇને... ચાલ ઉપર મારાં દોસ્ત.”. હજી એ બોલે ત્યાં ઉપરથી દાદર ઉતરતો કલરવ આવ્યો.. કલરવની નજર સુમન તરફ હતી એનો ચહેરો સુમનને જોઇને ખીલી ઉઠ્યો હતો. સુમને કહ્યું “અરે વાહ મારાં દોસ્ત કલરવ તું અહીં ?”
ત્યાં કાવ્યાની નજર કલરવ પર પડી.. કલરવ સુમન તરફ વધ્યો અને વળગ્યો... “માય જીગરી સુમન...” અને એની નજર કાવ્યા ઉપર પડી.. કાવ્યાની નજર કલરવ તરફ પડી એણે કલરવને જોયો. એનાં ઝુલ્ફાવાળા વાંકડીયાવાળ સુંદર પ્રભાવી હસતો ચહેરો. આંખોમાં ચમક... કપાળ પર તેજ... એ જોતીજ રહી... કલરવ કાવ્યાનેજ જોતો રહેલો.
સુમન કલરવને અળગો કરીને કહે “યાર તું જૂનાગઢથી ક્યાં જતો રહેલો....” આઇ એમ વેરી સોરી હું પોરબંદર પહોંચ્યો પછી તારી ફેમીલીનાં સમાચાર મળેલાં..” પણ કલરવ તો કાવ્યામાં સમાઇ ગયેલો એણે કહ્યું “કાવ્યા... કાવ્યા તું તો સાવજ ...” અને પછી ભાન આવતા બોલ્યો. "માય ફેન્ડ સુમન...... “
વધુ આવતા અંકે ---- પ્રકરણ-49