પ્રેમસમાધિ
પ્રકરણ-47
વિજય ટંડેલ અને નારણ ટંડેલ દમણથી સુરત-ડુમ્મસ આવવા નીકળ્યાં હતાં રસ્તામાં વાતો કરી રહેલાં. એમનાં ઉપર હજી કોણ હુમલા કરી રહેલું એ ખબર તો પડી ગયેલી પણ કેમ ? બ્રાહ્મણની વાતો કરી વિજય થોડો લાગણીવશ થયેલો એણે પૂછ્યું કે “પેલા મધુ ટંડેલને આ શંકરનાથ ઉપર આટલી દાઝ કેમ છે ? શા માટે આટલો એમનાં ઉપર ભૂરાયો થયો છે ?” ત્યાં નારણ ટંડેલનાં ફોન પર રીંગ વાગી બંધ થઇ ગઇ.
વિજયે કહ્યું “તું ડ્રાઇવ કર હું જોઊં છું કોનો ફોન છે લાવ તારો મોબાઇલ...” નારણે મોબાઇલ આપતાં કહ્યું “જોને કોણ છે ? આમ મીસ કોલ કેમ કરે છે ? હવે તો ડુમ્મસ પહોંચી જવાનાં અડધો કલાકનીજ વાર છે”.
વિજયે મોબાઇલ લીધો જોયું કોઇ અજાણ્યો નંબર છે સેવ કરેલો નંબર નહોતો. બોલ્યો “આ તો કોઇ અજાણ્યો નંબર છે પણ તારાં પર અજાણ્યાં નંબર પરથી ફોન ? કોણ હશે ?” નારણે કહ્યું “વિજય ટ્રુ કોલરમાં જોને જે નામે નંબર રજીસ્ટર્ડ હશે ખબર પડી જશે”.
વિજયે કહ્યું “ હાં હું ચેક કરું છું” વિજયે ટૂં કોલરમાં જઇને નંબર સામે નામ જોયું બોલ્યો “આતો કોઇ છોકરીનું નામ છે પન્ના સાલ્વે... મુંબઇનો નંબર લાગે છે કોણ છે પન્ના ?” નારણે ચોંકીને કહ્યું "ભગવાન જાણે કોણ પન્ના આ વળી કોણ ફૂટી નીકળી ?”
વિજયે નારણનો જવાબ સાંભળ્યો ના સાંભળ્યો એણે સામે રીંગ કરી.. થોડીવાર રીંગ વાગતી રહી પછી ફોન ઉઠાવ્યો.. ત્યાં નારણે કહ્યું “વિજય ડુમ્મસ સાવ જ નજીક છે હવે..” સામેથી છોકરીનાં ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. વિજયે પૂછ્યું "તમે કોણ ? શા માટે ફોન કર્યો ? શું કામ છે ? ફોન કરી કેમ કાપી નાંખ્યો ?”
પેલીએ સામેથી હસતાં હસતાં કહ્યું" એક સાથે કેટલા પ્રશ્ન કરીશ ડાર્લીંગ ? મેં ફોન તો નારણ... સ્વીટીને કરેલો પણ વાત તું વિજય ડાર્લીંગ કરે છે રાઇટ ?” ફરીથી ખડખડાટ હસી. અને બોલી “એય વિજય માય ડાર્લીંગ મી... મી.. પન્ના.... તું મારો હીરો હું પન્ના...” પછી ખડખડાટ હસી ફોન કપાયો....
**************
વિજય નારણ ગાડી લઇને દમણનાં બંગલેથી નીકળી ગયાં હતાં એમણે રેખા અને રામભાઊ બંન્નેને બંગલાની જવાબદારી સોંપીને નીકળ્યાં હતાં.
રામભાઉ ફ્રેશ થઇને ડ્રોઇંગ રૂમમાં બેઠાં એમણે ટીવી ચાલુ કર્યું ત્યાં રેખા આવીને બોલી “ભાઊ ચા નાસ્તો મોકલું છું તમે ઉતાવળા આવ્યાં છો. રામભાઉએ હસીને “આભાર માનતાં કહ્યું “ભલે મોકલ હું અરજન્ટ ફોન આવ્યો એટલે તરતજ અહીં આવવા નીકળી ગયો”.
“શીપમાંથી સાફસફાઇનું કામ ચાલે છે પછી મારે બધાં સામાન ગોઠવવાનો છે. બોસનો ભાણો આવે છે એને કામ સમજાવવાનુ છે” ત્યાં રેખાએ રસોઇયાને હુકમ કરી ચા નાસ્તો લાવવા જણાવ્યું અને એ ડ્રોઇંગ રૂમમાં આવી બેસી ગઇ. એ બોલી “સરનો ભાણો સાંજ સુધીમાં આવશે શીપ પર જવા પણ એમની રાજકુમારી આવવાની છે.. સાંભળ્યુ છે બહુ જબરી છે નખચીટી.. ખબર નહીં મારી સાથે એ...”
રેખા બધું બબડી રામભાઉએ જાણે સાંભળ્યુજ નથી એમ ટીવી જોયા કર્યું.. રેખાને ખબર પડી ગઇ કે ભાઉ એને ભાવ નથી આપી રહ્યાં.. એણે વાત બદલતાં કહ્યું “ભાઉ તમે તો વિજય સરનાં ખાસ માણસ છો... આ સરનો એક્સીડેન્ટ થયો એ કોણે કરાવેલો ? કોઇ નામ આપ્યું ? આ નવો કોણ દુશ્મન છે ? પેલી તો એમની સોડમાં ને સોડમાં રહેતી હતી.. સાલી છપ્પરપગી મને તો એનાં ઉપરજ વ્હેમ છે પણ વિજય છોડશે નહીં જે હશે એ...”
ત્યાં દાદર પરથી કોઇનાં ઉતરવાનો અવાજ આવ્યો રામભાઉ અને રેખા બંન્નેની નજર એ તરફ ગઇ. રેખા ધીમેથી બબડી.. “આ વિજયના પેલાં બામટા મિત્રનો દીકરો આવ્યો છે મારે તો એનીયે સેવા કરવાની”.
ત્યાં કલરવ નીચે આવી ગયેલો એણે પૂછ્યું “આંટી વિજય અંકલ નથી ? બહાર ગયાં છે ? આ અંકલ કોણ છે ?” રેખા કંઇ જવાબ આપે પહેલાં રામભાઉ ઉભા થઇ ગયાં અને કલરવ પાસે આવી બોલ્યાંફફરર" તું શંકરનાથનો દીકરો ?” કલરવે કહ્યું “હાં અંકલ તમારું શું નામ ?”
રામભાઉએ કહ્યું “મારું નામ રામ મને બધાં રામભાઉ તરીકે ઓળખે છે હું વિજય સર સાથે કામ કરુ છું વરસોથી એમની સાથે છું તારાં પાપાને પણ ઓળખું છું તારો મિત્ર સુમન પણ આજે આવે છે.”
“વિજય સરને અચાનક એક કામ આવી ગયું છે બે દિવસમાં આવી જશે. વિજય સરનો ભાણો અને એમની દીકરી બપોરે આવી જશે ભૂપત મૂકવા આવવાનો છે પછી બધો પ્રોગ્રામ બની જશે. ત્યાં સુધી તું આરામ કર.” કલરવે કહયું ”સુમન આવવાનો છે એ જાણ્યું ત્યારથી હું એક્સાઇટેડ છું એ મારો ખાસ મિત્ર સાથે સ્કૂલમાં હતાં એ પોરબંદર જવાનો હતો ત્યાં શીપ પર...”
રામભાઉ કહ્યું “હાં.. પછી એને દમણ બોલાવ્યો છે સરે હવે બધું કામ અહીંથી મેનેજ કરવાનું નક્કી કર્યું છે. પોરબંદર ભૂપત અને બીજા સંભાળશે.. સુમન બરાબર તૈયાર થઇ જાય પછી પોરબંદર એને સોપી દેશે. આ બધી હમણાં વાતો છે પછી જે નીવડે એ નક્કી થશે.”
કલરવે કહ્યું “તમને મળીને આનંદ થયો. આજે મારે ઉઠવામાં ખૂબ મોડું થયું છે. હું નાહીધોઇ તૈયાર થયો ઘડીયાળમાં જોયુ તો બપોરનાં 3.00 વાગી ગયાં હતાં એટલે તરત... પહેલાં વિજય અંકલનો રૂમ જોયો ખાલી હતો એટલે નીચે આવ્યો....”
રેખાએ કહ્યું “તારુ જમવાનું તૈયારજ છે જમી લે.. હમણાં પછી એ લોકો આવી જશે” એમ કહી ત્યાંથી ઉભી થઇ ગઇ.
કલરવે કહ્યું “રામભાઉ તમે જમવાનાં ને ?” રામભાઉ એ કહ્યું “મેં સવારનો નાસ્તો હમણાં બપોરે કર્યો પણ હું પણ તારી સાથે જમીશ.” એમ કહી રસોઇયા બે થાળી તૈયાર કરી લાવવા કહ્યું.
બંન્ને થાળી સેવક તૈયાર કરીને લાવ્યો અને ત્યાં ગેટ પર હોર્ન વાગ્યો... સીક્યુરીટીએ દરવાજો ખોલ્યો અને એક બ્લેક કલરની ગાડી અંદર દાખલ થઇ ગઇ.. દરવાજો ફરીથી બંધ થઇ ગયો. ત્યાં રામભાઉ ઉભા થઇને બારીમાંથી બહાર જોયુ અને...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-48